________________
વૈરાગ્ય ભેદાધિકાર.
૧૨૫
ભાવા—દુઃખથી વિરકત થયેલા મુનિએ,જેમ સ‘ગ્રામમાં અધીર થયેલા પુરૂષા વન વગેરેમાં પ્રવેશ કરેછે, તેમ પાછા ગૃહસ્થાવાસમાં પ્રવેશ કરવાની ઇચ્છા કરેછે. ૩
વિરોધા—જે પુરૂષોએ દુઃખથી વિરકત થઈ દીક્ષા લીધી હાય, તેઓ જ્યારે તેમનું દુઃખ દૂર થાય, ત્યારે પાછા ગૃહસ્થાવાસમાં આવવાની ઈચ્છા કરેછે. તે ઉપર દૃષ્ટાંત આપેછે. જેમ યુદ્ધને વિષે સામેલ થયેલા અધીર પુરૂષા વનની અંદર ભરાઈ બેસવાની ઈચ્છા કરે છે. આ ઉપરથી સમજવાનુ` કે, સંગ્રામમાં ગયેલા કાયર પુરૂષ! જેમ પાછા નાશી વન વગેરેમાં ભરાઈ બેસેછે, તેમ દુઃખથી કાયર થયેલા પુરૂષા વિરક્ત થઇ મુનિત્રત ગ્રહણ કરે છે; પણ કાયરતાને લઈને તે પાછા ગૃહસ્થાવાસમાં આવે છે. તે ઉપરથી એ ઉપદેશ લેવાના છે કે, દુ:ખગર્ભિત એવા વૈરાગ્ય માણસને પતિત કરનાર છે, તેથી તેવા વૈરાગ્યને પામી મહાનત લેવાનું સાહસ કરવુ' નહી. દુઃખ ગર્ભિત વૈરાગ્ય અસ્થિર હોવાથી અગ્રાહ્ય છે. ૩
તેવા વૈરાગ્યના અધિકારી પુરૂષા શુષ્ક વિદ્યા ભણે છે, પણ સિદ્ધાંત ભણતા નથી.
शुष्कतर्कादिकं किंचि धैद्यकादिकमप्यहो । पठंति ते शमनदीं नतु सिद्धांतपतिम् ॥ ४ ॥
ભાવા—અહા ! એ પ્રથમ વૈરાગ્યવાળા પુરૂષો શુષ્ક ત વિચાર અને વૈદ્યક વગેરે ભણે છે, પરંતુ શમતાની નદી રૂપ સિદ્ધાં તની પદ્ધત્તિને ભણતા નથી. ૪