________________
ભવવરૂપ ચિતા. - ૧૦૫ भवेळा यस्य विछिन्ना प्रवृत्तिः कर्मभावजा । रतिस्तस्य विरक्तस्य सर्वत्र शुनवेद्यतः ॥ १४॥
ભાવાર્થ-જેની સંસારની ઈચ્છાવિચ્છેદ થયેલી છે, કર્મભાવથી ઉત્પન્ન થયેલી પ્રવૃત્તિ કરે છે, તેવા વિરક્ત પુરૂષની જે રતિ છે, તે સર્વત્ર શુભવેદનીય વર્તે છે. ૧૪
વિશેષાર્થ જે વિરક્ત આત્માને રતિ લેવામાં આવે છે, તે રતિ શુભ વેદનીય હોય છે. કારણ કે, તેની સંસારની ઈચ્છા વિચ્છેદ પામેલી હોય છે. તે કર્મને લઈને પ્રવૃતિ કરે છે. પણ તેનું હૃદય વિરક્ત હોવાથી તેની રતિનઠારી હોતી નથી. તે શુભ વેદનીયમાંજ વર્તે છે. કહેવાને આશય એ છે કે, તીર્થકર જેવા મહાત્માઓ કર્મભાવને લઈને પ્રવૃત્તિ કરે અને રતિ કરે, પણ તેઓ ખરેખરા વિરક્ત હોવાથી તેમને વૈરાગ્યભાવ વિચ્છેદ પામતે નથી. એટલે વિરક્ત પુરૂષેની પ્રવૃત્તિ અને રતિ પણ શુભ વેદનીયમાંજ વર્તે છે. ૧૪
જ્ઞાનશુદ્ધિ કર્મ ક્ષયનું કારણ છે. अतश्चाद्देपकज्ञानात् कातायां जोगसंनिधौ न शुछिपदयो यस्माकारिभजमिदं वचः॥ १५॥
ભાવાર્થ_એથી અક્ષેપ જ્ઞાન વડે પુરૂષ સ્ત્રીના ભેગની સન્મુખ પ્રવર્સ તે, તેથી કરીને તેની શુદ્ધિનો ક્ષય થતું નથી, જેથી જ્ઞાન શુદ્ધિ તે કર્મક્ષયનું કારણ છે એમ હરિભદ્ર સૂરિનું વચન છે. ૧૫