________________
ભવસ્વરૂપ ચિંતા.
फनास्वादो यस्य प्रसरनरकव्याधिनिवह स्तदास्था नो युक्ता नवविषतरावत्र सुषिया ॥१०॥
ભાવાર્થ—અતિ વિષમ મૂછીને વિસ્તારનારી ધનની આશા જેની છાયાછે, મેટા વિકારને માટે થનારે સ્ત્રીઓનો વિલાસ જેને પુષ્પ રસ છે, અને નરકની વ્યાધિને સમૂહ જેના ફલને સ્વાદ છે, એવા આ સંસાર રૂપી વિષ વૃક્ષ ઉપર બુદ્ધિવાળા પુરૂષે આસ્થા કરવી યુક્ત નથી. ૧૦
વિશેષાર્થ-ગ્રંથકાર આ કલોથી સંસારને વિષવૃક્ષનું રૂપ ક આપે છે. વૃક્ષને મુખ્યત્વે કરીને છાયા, મકરંદ-પુષ્પ-રસ અને ફળ એ ત્રણ વસ્તુઓ હોય છે. તેવી રીતે આ સંસાર રૂપી વિષવૃક્ષને ત્રણ વસ્તુઓ છે. દ્રવ્યની આશા તે વૃક્ષની છાયા છે, કે જે છાયા વિષમ મૂછીને કરનારી છે. સ્ત્રીઓને વિલાસ એ પુષને રસ છે, જે મોટા વિકારને કરનારે છે, અને નરકની પીડાઓનો સમૂહ, તે વિષવૃક્ષના ફળને સ્વાદ છે. આવા વિષવૃક્ષ ઉપર સદ્દબુદ્ધિ વાળા પુરૂષે આસ્થા રાખવી યુક્ત નથી. સદબુદ્ધિ એ વિશેષણ આપી ગ્રંથકારે એમ સૂચવ્યું કે, કદિ મૂર્ખ પુરૂષ હોય, તે તેવા સંસારને વિષે પ્રીતિ કરે, પણ જે સદ્બુદ્ધિવાળો પુરૂષ હેય, તે કદિ પણ તેમાં પ્રીતિ કરતું નથી, કારણ કે તે વિષવૃક્ષના જેવું છે. વિષ વૃક્ષના સેવનથી જેવી હાનિ થાય છે, તેવી હાન સંસારના સેવનથી થાય છે, તેથી જેવી રીતે વિષવૃક્ષ ત્યાગ કરવા યોગ્ય છે, તેવી રીતે આ સંસાર ત્યાગ કરવા ગ્ય છે. ૧૦