________________
અધ્યાત્મ સાર.
પ્રિયાઓની સાથે પ્રેમ કરે છે, પરંતુ તે પ્રિયાઓ વિષમ અને અસ્થિર છે, પણ મનની અંદર જે આત્મરતિરૂપપ્રિયા છે, તે સુખરૂપ અને સ્થિર છે, માટે ઉત્તમ છએ આત્મરતિ રૂપ પ્રિયાની સાથે પ્રેમ કરે જોઈએ. બાહરની રાય લક્ષ્મી અને પ્રિયાઓનું જે સુખ છે, તે પરાધીન છે, અને મનની અંદર રહેલ જ્ઞાન, ધ્યાન અને પ્રશજનિત રાજ્ય લક્ષ્મી અને આત્મરતિ રૂપ પ્રિયાના પ્રેમનું જે સુખ છે, તે સ્વાધીન છે. તેથી પરાધીન સુખનો ત્યાગ કરી સ્વાધીન સુખને પ્રાપ્ત કરવું જોઈએ. જે માણસ એ રાધીન સુખને ત્યાગ કરી પરાધીન સુખની ઈચ્છા રાખે છે, તે મૂર્ખ ગણાય છે. ૨૪ કુમતિ પુરૂષ પરાધીન સુખમાં રમે છે, અને
વિદ્વાન પુરૂષ આત્મિક સુખમાં રમે છે. पराधीनं शर्म क्षयि विषयकांशोधमलिनं नवे जीतेः स्थानं तदपि कुमतिस्तत्र रमते ! बुधास्तु स्वाधीनेदायिणि करणौत्सुक्यरहिते निलोनास्तिष्ठति प्रगलितनयाध्यात्मिकमुखे ॥२५॥
ભાવાર્થ–પરાધીન સુખ કે જે ક્ષયવાળું, વિષયની ઇચ્છાએના સમૂહથી મલિનઅને સંસારના ભયનું સ્થાન રૂપ છે, તેની અંદર કુમતિ પુરૂષ રમે છે અને સ્વાધીન-આધ્યાત્મિક સુખ કે જે અક્ષય, ઇદ્ધિઓની ઉત્સુક્તાથી રહિત, અને નિર્ભય છે, તેની અંદર વિદ્વાન પુરૂ લીન થઈને રમે છે. ૨૫