________________
ભવ સ્વરૂપ ચિંતા. विषं स्वांते वक्त्रेऽमृतमिति च विश्वासहतिकृत् जवादित्युगो यदि न गदितैः किं तदधिकैः ॥१५॥
ભાવાર્થ—અહા ! આ સંસારમાં જે લેક સ્વાર્થ ન હોય ત્યારે નિર્દય થઈ જેને તૃણની જેમ છોડી દે છે, તે લેક સ્વાર્થ હોય ત્યારે ચંડાળને હાથ પકડી તેની સાથે ચાલે છે અને વળી જયાં હૃદયમાં વિષ હોય, છતાં મુખમાં અમૃત રાખી લેક વિશ્વાસઘાત કરે છે, એવા સંસારથી જે ઉદ્વેગ ન થાય, તે પછી વધારે કહેવાથી શું? ૧૫
વિશેષાર્થ––આ સંસાર કે સ્વાથી છે, તેને માટે થકાર લખે છે કે, લેકે ચંડાળને અધમ ગણી તેને તૃણવત ત્યાગ કરે છે, તેને સ્પર્શ થાય તે હાથ છે, અને પિતાને અપવિત્ર થયેલ માને છે, પરંતુ જો તેમને એ ચંડાળની સાથે કઈ પણ જાતને વાર્થ હોય છે, તેને હાથ પકડીને ચાલે છે, તે વખતે તેઓ તેની તરફ કઈ જાતને તિરસ્કાર બતાવતા નથી, અહા! આ કે સ્વાર્થ આવા સ્વાર્થને લઈને જ આ સંસાર ઉપેક્ષા કરવા યોગ્ય છે, હવે બીજી એક તેનાથી પણ હલકી વાત જણાવે છે. આ સંસારમાં એવા લોકો છે કે, જેઓ હદયમાં ઝેર અને મુખમાં અમૃત રાખે છે, અને એમ કરીને વિશ્વાસને ઘાત કરે છે, એટલે મુખે સારું સારું બોલે છે, અને હદયમાં દ્વેષ રાખે છે તેવા અધમ લેકના મુખના માધુર્યથી લેભાઇને બીચારા ભેળા લેકે તેમની ઉપર વિશ્વાસ રાખે છે. પછી તે અધમ તેમના વિશ્વાસને વાત કરે છે. આવા સંસારથી ઉદ્વેગ પામવું જોઈએ. જે તેથી ઉગ ન થાય, તે પછી તેવા નફટ અને નિર્લજ માણસને વધારે શું કહેવું? આટલાથી જ્યારે