________________
ભવ સ્વરૂપ ચિંતા.
વિશેષાથ–ગ્રંથકારે આ શ્લેકથી સંસારને મેહરીજાની રણભૂમિની ઉપમા આપેલી છે. રણભૂમિમાં જેમ બાણેથી કટક હણાય છે, તેમ અહિં મેહરાજાની રણભૂમિમાં ધર્મ રૂપી કટક હણાય છે. જેમ રણભૂમિમાં ઘણું રૂધિરની છેળે ઉડે છે, તેમ અહિ રાગ રૂપી રૂધિરની છોળે હદયના પ્રદેશ ઉપર ઉડે છે. જેમ રણભૂમિમાં સેંકડે ગીધપક્ષીઓ ઊંચે ભમે છે, તેમ અહિં માહેરાજાની રણભૂમિમાં સેંકડે વ્યસન રૂપી ગીધપક્ષીઓ ભમ્યાં કરે છે. કહેવાને આશય એ છે કે, આ સંસારમેહ પ્રધાન છે. મેહને લઈને તેમાં સ્ત્રીઓનાં કટાક્ષેના વિલાસ થાય છે, તેથી ધર્મને નાશ થાય છે. રાગ વધવાથી હૃદય મલિનતાથી વ્યાપ્ત થઈ જાય છે, અને તેમાં સેંકડે વ્યસન આવી પડે છે, તેથી એ સંસાર દુઃખ રૂપ છે, અને સર્વથા તેને ત્યાગ કરે જોઈએ. ૧૮
મોહને ઉન્માદ. हसंति कोडंति क्षणमथ च खिचंति बहुधा रुदंति क्रंदंति दणमपि विवादं विदधते । पलायंते मोदं दधति परिनत्यंति विवंशा नवे मोहोन्मादं कमपि तनुभाजः परिगताः ॥१५॥
ભાવાર્થ-આ સંસારમાં મેહના કેઈ ઉન્માદને પ્રાપ્ત થચેલાં પ્રાણીઓ એવાં પરવશ બની જાય છે કે, તેઓ ક્ષણમાં હસે છે, ક્ષણમાં ક્રીડા કરે છે, ક્ષણમાં ઘણા ખેદ પામે છે, ક્ષણમાં રૂવે છે, ક્ષણમાં પિકાર કરે છે, ક્ષણમાં વિવાદ કરે છે, ક્ષણમાં નાશી જાય છે, ક્ષણમાં હર્ષ પામે છે, અને ક્ષણમાં નત્ય કરે છે. ૧૯