________________
૭૨
અધ્યાત્મ સાર,
વિશેષાર્થ–ગ્રંથકાર આ લેથી સંસારને સ્મશાનનું રૂપક આપી વર્ણવે છે. મશાનમાં ગીધ પક્ષી, શીયાળ, ઘુવડ, અગ્નિ અને ભસ્મ-રક્ષા હોય છે, તેવી રીતે આ સંસાર રૂપી રમશાનમાં તેને ઘટાડે છે. સંસાર રૂપ મશાનમાં મોટા ક્રોધરૂપ ગીધ પક્ષી છે. અરતિ રૂપી શીયાળણ ચપલ થઈ તેમાં ફરે છે, કામદેવ રૂપી ઘુવડ પક્ષી કટુ શબ્દ કર્યા કરે છે, શક રૂપી અગ્નિ તેમાં બેળ્યા કરે છે, અને અપયશ રૂપી રક્ષા તેમાં ચારે તરફ ઉડે છે. ધ, પ્રાણીને ઉશ્કેરનાર હોવાથી તેને ગીધ પક્ષીની ઉપમા આપી છે. અરતિ ચપલ અને શાંતિ આપનારી છે, તેથી તેને શીયાળ
ની ઉપમા આપેલી છે. કામદેવ કટુરૂપ હોવાથી તેને કટુ શબ્દ કરનાર ઘુવડ પક્ષીની ઉપમા આપેલી છે. શેક-પરિતાપ કરનાર હોવાથી તેને અગ્નિની ઉપમા આપી છે, અને અપયશ ચારે તરફ ફેલાય છે, તેથી તેને ચારે તરફ ઉડનારી રક્ષાની ઉપમા આપી છે. કહેવાને ભાવાર્થ એ છે કે આ સંસારમાં મહા ધ, અરતિ, કામદેવ, શેક અને અપયશ રહેલા છે, અને તે સંસારી જીવને અતિશય દુઃખ આપે છે, માટે તેવા સંસાર ઉપર ભવી આત્માએ આસક્તિ ન રાખવી જોઈએ. તે વિષે છેવટના પદથી ગ્રંથકાર જયુવે છે કે, જેમ શ્મશાનમાં કોઈ પણ જાતની રમણીયતા હોય નહીં, તેમ આ સંસાર રૂપી શ્મશાનમાં કોઈ પણ જાતની રમણીયતા હેતી નથી. તેવા અરમણીય સંસારમાં મેહ રાખવઘટિત નથી. ૯ આ સંસાર રૂપ વિષ વૃક્ષ ઉપર આસ્થા
રાખવી યુક્ત નથી. धनाशा यच्छायाप्यतिविषममूर्गप्रणयिनी विलासो नारीणां गुरुविकृतये यत्सुमरसः ।