Page #1
--------------------------------------------------------------------------
________________
સન્માતિ પ્રકરણ
[ આચાર્ય સિદ્ધસેન દિવાકર પ્રણીત ]
સંપાદક અ. સુખલાલ સ થવી અ, બેચરદાસ દોશી
वापावि
P
37
rish
ન વિઘS
ગૂજરાત વિદ્યાપીઠ અમદાવાદ ૯
Education International
For Private & Personal use Onts
www jainelibrary.org
Page #2
--------------------------------------------------------------------------
________________
પ્રકારક મગનભાઈ પ્રભુદાસ દેસાઈ મહામાત્ર, ગૂજરાત વિદ્યાપીઠ, અમદાવાદ-૯
મુદ્રક જીવણજી ડાહ્યાભાઈ દેસાઈ નવજીવન મુદ્રણાલય અમદાવાદ-૯
સર્વ હક્ક ગૂજરાત વિદ્યાપીઠને સ્વાધીન છે.
.
પહેલી આવૃત્તિ ઈ. . ૧૯૩૨ સધિત બીજી આ પ્રત ૧૦૦૦
ચાર રૂપિયા
મે, ૧લ્પર
Page #3
--------------------------------------------------------------------------
________________
થી પૂજાભાઈ જૈન રથમાલા
સન્મતિ પ્રકરણ [આચાર્ય સિદ્ધસેન દિવાકર પ્રણીત ]
પ્રસ્તાવના અને વિવેચન સાથે અનુવાદક:
અ. સુખલાલ સંઘવી અ. બેચરદાસ દેશી
સર્જતા થા
શ્રી
અને
આ જનવિક્ર
ગૂજરાત વિદ્યાપીઠ
અમદાવાદ ૯
Page #4
--------------------------------------------------------------------------
________________
-
-
-
પ્રકાશકનું નિવેદન વિક્રમના ચોથા–પાંચમા સૈકામાં થઈ ગયેલા સુપ્રસિદ્ધ જૈન, વિદ્વાન સિદ્ધસેન દિવાકરે પિતાના આ ગ્રંથને ‘સન્મતિ પ્રકરણ” નામ આપ્યું છે “સન્મતિ” એ નામ ભગવાન મહાવીરના એક નામ તરીકે પ્રાચીનકાળથી પ્રસિદ્ધ હતું. અનેકાંતરૂપી ભગવાન મહાવીરના મુખ્ય સિદ્ધાંતનું પ્રતિપાદન આ ગ્રંથમાં હેવાથી, તેનું સન્મતિ–પ્રકરણ નામ યથાયોગ્ય જ છે.)
અનેકાંતદષ્ટિ જૈનદર્શનના પ્રાણરૂપ છે અને જૈન આગમેની ચાવીરૂપ છે. તે દૃષ્ટિનું વ્યવસ્થિત રીતે તર્કશૈલીએ નવેસર નિરૂપણ અને પૃથક્કરણ કરીને તાર્કિકોમાં તેની પ્રતિષ્ઠા સ્થાપવી, તથા અનેકાંતદષ્ટિમાંથી ફલિત થતા બીજા વાદેની મીમાંસા કરવી, એ આ ગ્રંથની રચનાની પાછળ સિદ્ધસેનને ઉદ્દેશ છે. ૧૬૬ જેટલાં જ આર્યાછંદનાં પ્રાકૃતભાષાનાં પઘોમાં તેમણે એ કામ એવી રીતે પાર પાડ્યું છે, કે પછી તે જ પઘો ઉપર વિક્રમની દશમી અગિયારમી સદીમાં થયેલા અભયદેવે ૨૫૦૦૦ શ્લેક-પ્રમાણુ ટીકા લખી છે. એ ટીકા પણ પિતાની રીતે એક અને ખા કૃતિ બની છે. અને તેમાં અભયદેવે પિતાના સમય સુધીમાં દાર્શનિક પ્રદેશમાં ચર્ચાયેલા અને વિકાસ પામેલા બધા જ વાદ વિષે લંબાણ અને ઊંડાણથી ચર્ચા –ખંડનમંડન કરીને તે દરેક વાદ પરત્વે જૈન મંતવ્ય વિશદ કર્યું છે. એ આખી ટીકા સાથેને મૂળ ગ્રંથ ગૂજરાત વિદ્યાપીઠ પાઠાંતરે, ટિપ્પણો વગેરે સાથે પાંચ મેટા દળદાર ગ્રંથેમાં પ્રસિદ્ધ કર્યો છે. જૂના ગ્રંથોના આધુનિક સંપાદનને એ એની રીતે એક અનુપમ નમૂન છે. એ ગ્રંથને જ
Page #5
--------------------------------------------------------------------------
________________
અનુવાદ પ્રસ્તાવના અને વિવેચન સાથે તૈયાર કરીને પીડિત સુખલાલજી તથા પંડિત બેચરદાસજીએ ગુજરાતી વાચકને તે ગ્રંથનો વિષય સમજ સહેલે કરી આપ્યો છે. તેની પહેલી આવૃત્તિ આ ગ્રંથમાળામાં ઈ. સ. ૧૯૭રમાં પ્રસિદ્ધ કરવામાં આપી હતી. પણ ઘણા વખતથી તે અલભ્ય થઈ ગઈ હતી. હવે તેની આ બીજી આવૃત્તિ પ્રસિદ્ધ કરવામાં આવે છે. તે પ્રસંગનો લાભ લઈ પંડિત સુખલાલજીએ સિદ્ધસેન દિવાકરના જીવનકાળને લગતા વિભાગમાં જે કેટલાંક નવીન સંશાધનોને નેધ વગેરે રૂપ ઉમેરી લેવાનું સૂચવ્યું હતું, તે બધું ઉમેરી લેવામાં આવ્યું છે. એ રીતે એ પ્રસ્તાવના એ બાબતમાં અદ્યતન બની છે.
વસ્તુની કોઈ પણ એક બાજુ તરફ ન ઢળતાં તેની અનેક બાજુ તરફ નજર રાખવી, એ અનેકાંતદષ્ટિ શબ્દને સીધો અર્થ છે. બૌદ્ધ દર્શનમાં તેને મળતે મધ્યમ પ્રતિપદા – મધ્યમમાર્ગ શબ્દ છે. અનેકાંતદષ્ટિ અને મધ્યમમાર્ગ એ બંને વાદ એક જ ભાવનાનાં ફળ છે. જોકે, જૈન આગમોમાં અનેકાંતદષ્ટિનું વિચારક્ષેત્ર પ્રમેયતત્ત્વ છે ત્યારે બૌદ્ધ પિટમાં મધ્યમપ્રતિપદાનું વિચારક્ષેત્ર પ્રધાનપણે જીવનવ્યવહાર છે. તેથી જ તે જીવનવ્યવહારને લગતા સંકલ્પ, વાચા, આજીવ આદિ નિયમનું સ્વરૂપ વિચારે છે, અને ઘડે છે. બીજાં પણ ભારતીય દર્શનોમાં અનેકાંતદષ્ટિ-ગામી વિચારે છે. પરંતુ એ બધાં દર્શનેના સાહિત્યમાં અમુક ચર્ચા પ્રસંગે એ જાતના વિચારો આવે છે ખરા, પણ એ ઉપરાંત તે દૃષ્ટિના નિરૂપણ માટે જ નાના કે મેટા સ્વતંત્ર ગ્રંથ નથી. ત્યારે જૈન દર્શન સાહિત્યમાં તે અનેકાંતદષ્ટિનું સ્થાપન કરવા, તેના ઉપરના આક્ષેપો દૂર કરવા, તેની બારીકીઓ અને વિશેષતાઓ સમજાવવા, તેમ જ તેમાંથી ફલિત થતા બીજા વાદોને ચર્ચવા સેંકડો નાનામોટા ગ્રંશે અને પ્રકરણ લખાયેલાં છે. એ ખેડાણની સ્વાભાવિક અસર બીજાં જૈનેતર દર્શને ઉપર પણ સ્પષ્ટપણે થયેલી છે.
Page #6
--------------------------------------------------------------------------
________________
સન્મતિ પ્રકરણ અનેકાંતદષ્ટિનું જ નિરૂપણ કરતો પ્રધાન ગ્રંથ છે. તે ગ્રંથના વિચારે આ અનુવાદથી ગુજરાતી વાચકેને સુગમ થશે એવી આશા સાથે એ અનુવાદની બીજી આવૃત્તિ પ્રસિદ્ધ કરવામાં આવે છે. - પડિત સુખલાલજીએ પિતાની નાદુરસ્ત તબિયત છતાં, આ બીજી આવૃત્તિ પ્રસિદ્ધ કરતી વખતે તેમની પાસે જે જે જાતની મદદ માગવામાં આવી, તે વિનાવિલંબે તેમ જ ખુશીપૂર્વક આપી છે; તથા નવાં સંશોધનની દૃષ્ટિએ પ્રસ્તાવનાના કેટલાક ભાગોમાં ઉમેરા સૂચવ્યા છે. તે વસ્તુ તેમને સતત અભ્યાસપ્રિય સ્વભાવ, તથા આ ગ્રંથ તેમ જ સંસ્થા પ્રત્યે તેમને અખૂટ સદૂભાવ જ સૂચવે છે. શ્રી. દલસુખભાઈ માલવણિયાએ પંડિતજીની સૂચનાથી તથા પિતાની મેળે પણ આ આવૃત્તિ વખતે જોઈતી મદદ સહર્ષ અપ છે; તેની પણ અવશ્ય સાભાર નોંધ લેવી ઘટે. અમદાવાદ, ૧-૫-પર
Page #7
--------------------------------------------------------------------------
________________
न वि मारिअइ
* વ વોરિત્ર, परदारह संगु निवारिअइ । થવાણ વિ
થોવું , वसणि दुगु दुगु जाइयइ ।। “ન કોઈને મારીએ, ન કશું ચેરીએ, પરદારાને સંગ નિવારીએ; ડામાંથી પણ થોડું દીજીએ, - (એમ) સંસાર દુખ ઝટ ઓછું કીજીએ.”
[– સિદ્ધસેને ગોવાળિયાઓને ઉપદેશેલું ધમરહસ્ય.]
Page #8
--------------------------------------------------------------------------
________________
અર્પણ લગભગ નાબૂદ થયેલી સર્વધર્મ સમભાવની ભાવનાને એક વ્રત તરીકે સ્થાન આપી જેમણે સ્વાદુવાદને સદુપયોગ કરવાનું શીખવ્યું છે, એવા પૂ. શ્રી. ગાંધીજીને જૈન ધર્મના મૂળભૂત સ્યાદવાદને આ પ્રમાણભૂત ગ્રંથ નિભાવે અપીએ છીએ.
સેવક, સુખલાલ
અને એચક્કાસ
Page #9
--------------------------------------------------------------------------
________________
चरण-करण-प्पहाणा ससमय-परसमयमुक्कवावारा । चरण-करणस्स सारं णिच्छयसुद्धं ण याणंति ।।
જેઓ વ્રત-નિયમમાં મગ્ન થઈને સ્વસિદ્ધાંત તેમ જ પરસિદ્ધાંતનું ચિંતન છેડી બેઠા છે, તેઓ વ્રતનિયમને પરંમ સાર પામી શકતા નથી. [૩-૬૭. •
णाणं किरियारहियं किरियामेत्तं च दो वि एगंता । असमत्था दाएउं जम्म-मरणदुक्ख मा भाई ।।
ક્રિયા વિનાનું જ્ઞાન અને માત્ર જ્ઞાનશૂન્ય કિયા એ બંને એકાંગી – છેડાઓ છે; જન્મ-મરણના દુઃખમાંથી અભયપણું આપવાને તે અસમર્થ છે. [૩-૬૮]
Page #10
--------------------------------------------------------------------------
________________
અનુક્રમણિકા
પ્રસ્તાવના ૧. પ્રતિઓને પરિચય (૧) જૂના જમાનામાં લખવાનાં સાધનો અને પ્રતિને અર્થ
૧. તાડપત્ર અને ભાજપત્ર ૪; ૨. કાગળ ૪; ૩. વર્ણતિરક અને લિપિફલક પ; ૪. કંબિકા ૬; ૫. દોરે ૬; ૬. ગ્રંથી ૭; ૭. લિપ્યાસન ૮; ૮, છંદણ અને સાંકળ ૮; ૮. જુજબળ અને ફાંટિયું ૮; ૧૦. પુસ્તકોની જાતે ૯; ૧૧. ગંડી પુસ્તક ૯; ૧૨. કચ્છપી પુસ્તક ૧૦; ૧૩. મુષ્ટિ પુસ્તક ૧૦; ૧૪. સંપુટ ફલક ૧૦ ૧૫. સૂપાટિ પુસ્તક ૧૦; ૧૬.ત્રિપાઠ ૧૧; ૧૭. પંચપાઠ ૧૧; ૧૮. સૂડ ૧૧; ૧૯. પ્રતિ ૧૧;
૨૦. શાહી ૧૨. (૨) ભિન્ન ભિન્ન પ્રાંતની પ્રતિઓ અને તેમનું વગીકરણ
૧. સન્મતિની લિખિત પ્રતે ૧૩. • (૩) પ્રતિઓના સંકેતો અને તેમનું સ્પષ્ટીકરણ (૪) કાળક્રમ પ્રમાણે વપરાયેલી પ્રત્યેક પ્રતિને પરિચય
૧. બુ. પ્રતિ ૧૫; ૨. લ૦ પ્રતિ ૧૭; ૩. વાવ પ્રતિ ૧૮; ૪. બા૦ પ્રતિ ર૦; ૫. માં પ્રતિ ૨૦; ૬. ભાં. પ્રતિ ૨૧;.
૭. આ૦ પ્રતિ ૨૨; ૮. હા. પ્રતિ ર૩; ૯. વિ. પ્રતિ ૨૩. (૫) પ્રતિઓની લિપિ – અક્ષરે અને અંતે (૬) પ્રતિ લખનારાઓએ કરેલી અશુદ્ધિ અને લહિયાઓ (૭) વાંચનારા અને ભણનારાઓએ કરેલા સુધારા(૮) પ્રતિઓની લેખનશૈલી અને અમારી મુદ્રણપદ્ધતિ (૯) પાઠાંતરેની યોજના અને તેને ઉપયોગ
Page #11
--------------------------------------------------------------------------
________________
૧૦ ૨
૧૩૧
૨. મૂળકારને પરિચય –
(૧) સમય . (૨) જીવનસામગ્રી
૧. પ્રભાવશ્ચરિત્રગત પ્રબંધને સાર ૭૬; ૨. પ્રબંધોની હકીકતમાં વધઘટ ૮૬; ૩. વિચારવા લાયક મુદ્દાઓ અને ,
તેમની ચર્ચા ૮૮. (૩) સિદ્ધસેન અને ઇતર આચાર્યો
૧. કુંદકુંદ અને ઉમાસ્વાતિ ૧૦૩; પૂજ્યપાદ અને સમંતભદ્ર ૧૦૮; ૩. (વકર)–ભૂલાચાર ૧૧૩; ૪. મલ્યવાદી અને જિનભદ્ર ૧૧૪; ૫. સિંહક્ષમાશ્રમણ, હરિભદ્ર અને ગંધહસ્તી ૧૨૪; ૬. અકલંક અને વિદ્યાનંદી ૧૨૫, ૭. શીલાંક, વાદિવેતાળ શાંતિસૂરિ અને વાદિદેવ ૧૨૮; ૮. હેમચંદ્ર અને
યશવિજય ૧૩૦. (૪) સિદ્ધસેન અને જૈનેતર આચાર્યો
૧. નાગાર્જુન, મિત્રેય, અસંગ અને વસુબંધુ ૧૩૨; ર. અશ્વઘોષ અને કાલિદાસ ૧૩૪; ૩. દિગ્ગાગ અને શંકરસ્વામી
૧૩૫; ૪. ધમકીતિ અને ભામહ ૧૩૭. ૩. ટીકાકારને પરિચય (૧) પ્રશસ્તિઓ પ્રમાણે શિષ્ય પરિવાર
૧૪૪ ૪. મૂળ અને ઢીકાથને પરિચય
૧૪૫ (૧) શાબ્દિક સ્વરૂપ
૧૪૮ ૧. નામ ૧૩૮; ૨. ભાષા ૧૫૧; ૩. રચનાશૈલી ૧૫ર;
૪. પરિમાણ ૧૫૪; ૫. વિભાગ ૧૫૫. (૨) આર્થિક સ્વરૂપ
૧. અનેકાંત ૧૫૮;-સ્વરૂપ વ્યાખ્યા ૧૫૮; –એતિહાસિક વિકાસ ૧૫૮; (૪) સરખામણી ૧૬૧. (૪) સબંધી વિષ ૧૬૩; –ફલિત વાદ ૧૬૪; -દર્શનજ્ઞાનમીમાંસા ૧૬૭; –અનેકાંતની ખૂબી એને એકાંતની ખામી ૧૭૦.
૨૪૦
૧૫૭
Page #12
--------------------------------------------------------------------------
________________
૧૭૩
૫. બત્રીશીઓને પરિચય
(૧) સ્તુત્યામક (૨) સમીક્ષાત્મક (૩) દાર્શનિક અને વસ્તુચર્ચાત્મક
૧૮ ૧૮૫
૧૯૯
૨૦૧
સન્મતિપ્રકરણને અનુવાદ ૧. પ્રથમ કાંડ
૧૯૫–૨૩૪ ૧. અસાધારણ ગુણોના કથન વડે શાસનની સ્તુતિ કરવારૂપ મંગલ
૧૯૫ ૨. ઉદ્દેશ જણાવવા પૂર્વક પ્રકરણ રચવાની પ્રતિજ્ઞા ૩. પ્રકરણના પ્રતિપાદ્ય મુખ્ય વિષયનો નિર્દેશ. ૪. દ્રવ્યાસ્તિક નયના ભેદે
૧૯૭ ૫. ઋજુસૂત્રના ભેદે
૧૯૮ ૬. નિક્ષેપોમાં નજના ' . ૭. બને નયને વિષય એકમેકથી જુદે નથી જ એવી ચર્ચાને
ઉપક્રમ. વચનપ્રકારોમાં નયોજના ૮. એક નયના વિષયમાં બીજા નયના પ્રવેશનું સ્વરૂપ
૨૦૨ , ૯. બન્ને નયના વિષયમાં મિશ્રિતપણાની ચર્ચાને ઉપસંહાર ૨૦૩ ૧૦. બને નયે એકબીજાના વિષયને કેવી રીતે જુએ છે તેનું કથન ૨૦૪ ૧૧. બને ન એક જ વસ્તુનાં કેવાં કેવાં ભિન્ન રૂપને સ્પર્શે છે તેનું કથન
૨૦૪ ૧૨. સત – સંપૂર્ણ વસ્તુનું લક્ષણ
૨૦૫ ૧૩. બન્ને ન છૂટા 2 મિથ્યાષ્ટિ કેમ બને છે તેનો ખુલાસે ૨૦૬ ૧૪. બન્ને નમાં યથાર્થપણું કેવી રીતે આવે છે તેને ખુલાસે ૨૦૬ ૧૫. ભૂલ ન સાથે ઉત્તર નાની સમાનતાનું કથન
૨૦૭ ૧૬. ઉત્તર ન માં સંપૂર્ણ સગ્રાહી કઈ એકનય નથી એવું ફરી કથન ૨૦૮ ૧૭. કઈ પણ એક નયના પક્ષમાં સંસાર, સુખદુ:ખસંબંધ, બંધ
મેક્ષ આદિ ન જ ઘટી શકે એવું કથન
૨૦૯
Page #13
--------------------------------------------------------------------------
________________
૧૮. એ જ ન ક્યારેક સમ્યગદૃષ્ટિ હોતા નથી અને ક્યારેક હેાય છે તેના કારણનું દૃષ્ટાંત દ્વારા સમર્થન
૨૧૦ ૧૯. દૃષ્ટાંત મૂકવાની સાર્થકતા સાબિત કરવા તેના ગુણેનું કથન ૨૧૧ ૨૦. સાપેક્ષપણું ન હોય તે મિથ્યાષ્ટિ જ છે એ વસ્તુનું કેટલાક પ્રસિદ્ધ વદે દ્વારા સ્પષ્ટીકરણ
૨૧૨ ૨૧. અનેકાંતણ મર્યાદા અને તેની વ્યવસ્થા કેમ કરે તેનું કથન ૨૧૩ રર. બનને મૂલ નાની વિષય મર્યાદા
૨૧૪ ૨૩. ભેદનું વિશેષ વર્ણન
૨૧૫ ૨૪. એક જ દ્રવ્ય અનેક કેમ બને છે તેને ખુલાસે
૨૧૬ ર૫. વ્યંજનપર્યાયને દાખલ
૨૧૭ ર૬. વ્યંજનપર્યાયમાં એકાંત અભિન્નપણું સ્વીકારતાં શો દોષ આવે તેનું કથન
૨૧૭ ર૭. ચાલુ દાખલામાં વ્યંજનપર્યાય અને અર્થ પર્યાયનું સ્પષ્ટપણે પૃથક્કરણ
૨૧૮ ૨૮. એકાંત માન્યતાવાળામાં અશાસ્ત્રજ્ઞત્વ દેષનું કથન ૨૧૮ ૨૯. સાત ભંગનું સ્વરૂપ
૨૧૯ ૩૦. અર્થપર્યાય અને વ્યંજનપર્યાયમાં સાત ભંગોની વહેચણી રરર ૩૧. કેવલ પર્યાયાર્થિક નયની દેશના એ પૂર્ણ નથી એવું કથન ૨૩ ૩૨. કેવલ વ્યાર્થિક નયની દેશનાનું જે વક્તવ્ય છે તેનું યુક્તિ વડે કથન
૨૨૪ ૩૩. ખરી રીતે પુરુષ કેવા સ્વરૂપવાળે છે તેનું કથન અને તે દ્વારા જીવના સ્વરૂપને નિશ્ચય
૨૨૫ ૩૪. જીવ અને પુગલના કથંચિત ભેદભેદનું સમર્થન રર૭ ૩૫. જીવ અને પુદ્ગલના દ્રવ્યના ઓતપ્રેતપણાને લીધે કેવા . કેવા શાસ્ત્રીય વ્યવહાર થયા છે તેનું કથન
રર૯ ૩૬. અમુક તત્વ બાહ્ય છે અને અમુક આત્યંતર છે એવા વિભાગ વિષે ખુલાસો
૨૩૦ ૩૭. પ્રત્યેક નયની દેશના પ્રમાણે શું શું ફલિત થાય છે તેનું કથન ૨૩૧ ૩૮. જૈન દૃષ્ટિની દેશના કેવી છે તેનું કથન
૨૩૨ ૩૯. જેન દૃષ્ટિની દેશનામાં અપવાદને પણ સ્થાન છે તેનું કથન ૨૩૩
Page #14
--------------------------------------------------------------------------
________________
૨. દ્વિતીય કાંડ
१३
૧. દર્શન અને જ્ઞાનનું પૃથક્કરણ ૨. એક જ વિષય પરત્વે દેશનકાળમાં અને જ્ઞાનકાળમાં શે શે
તફાવત હેાય છે તેનું કથન
૩. દČન અને જ્ઞાનના સમચભેદની મર્યાદાનુ થન
૪. સમાલેાચના માટે આગમિક ક્રમવાદી પક્ષના ઉલ્લેખ ૫. સમાલાચના માટે સહવાદી પક્ષના ઉલ્લેખ
૬. વિધી પક્ષને પ્રશ્ન કરી સિદ્ધાંતને ઉપન્યાસ ૭. વિરોધી પક્ષ સામે સિદ્ધાંતીએ મૂકેલા દોષો
૮. ક્રમવાદી પક્ષે કરેલા બચાવ અને તેના સિદ્ધાંતીએ આપેલા
ઉત્તર
૯. ધ્રુવ દૃષ્ટાંતનું વિશદીકરણ અને ઉપસ’હાર
૧૦. આગવિરાધના પરિહાર
૧૧. સ્વપક્ષમાં આવતી આશંકાનુ સિદ્ધાંતી દ્વારા સમાધાન ૧૨. એક છતાં ભિન્ન કહેવાનું બીજી કારણ
૧૩. એકદેશી-મતનું વર્ણન
૧૪. એકદેશીએ આપેલ દૃષ્ટાંતની સમાલેાચના
૨૩૫ ૨૧૫
૨૩૫
૧૫. સિદ્ધાંતીને ખુલાસા
૧૬. અતિપ્રસ ંગનુ નિવારણ
૧૭. કરેલ વ્યવસ્થા માટે વિશેષ ખુલાસે
૧૮. શ્રુતજ્ઞાન દર્શીન કેમ ન કહેવાય ? એ શકાના ઉત્તર
૧૯. અવધિદર્શનની વ્યવસ્થા
-
૨૦. એક જ કેવળ ઉપયાગમાં જ્ઞાન – દર્શન શબ્દની ઉપપત્તિ ૨૧. શાસ્ત્રમાં આવતા વિરોધના પરિહાર
૨૨. શ્રદ્ધા અર્થમાં વપરાતા દર્શન રાખ્તનુ સ્પષ્ટીકરણ
૨૩. સાદિઅપ વસિત શબ્દમાં થયેલી કાઈની ભ્રાંતિના ઉલ્લેખ અને તેનું નિવારણ
ર૪. જીવ અને કૈવલના ભેદની આશકા અને તેનું દૃષ્ટાંત પૂવ ક નિરસન
૨૫. અભિન્ન પર્ચાયાની ભિન્નતાનું ઉપપાદન
૨૩૫
૨૩૬
૨૩૮
૨૩૯
૨૪૧
૨૪૨
૨૪૫
૨૪૬
૨૪૭
૨૪૮
૨૪૯
૨૪૯
૫૧
પર
૨૧૩
૫૪
૨૫૫
૨૫૫
૨૫૬
૫૬
૨૫૭
• ૨૫૯
૨૬૧
૨૬૪
Page #15
--------------------------------------------------------------------------
________________
૩. તૃતીય કંડ
૨
-૩ર૩
૨૭૧
૧. સામાન્ય અને વિશેષ એ બન્નેના પરસ્પર અભેદનું સમર્થન ૨૬૬ ૨. પ્રતીત્યવચન કોને કહેવાય અને તે શા માટે ?
૨૬૭ ૩. એક વસ્તુમાં અસ્તિપણ અને નાસ્તિપણાની ઉપપત્તિ ૨૬૮ ૪. એક જ પુરુષમાં ભેદભેદની વ્યવસ્થા
ર૭૧ ૫. દ્રવ્ય અને ગુણના ભેદવાદને પૂર્વપક્ષરૂપે નિર્દેશ ૬. દ્રવ્ય અને ગુણના ભેદના નિરાસ પ્રસંગે ગુણ અને પર્યાયના અભેદની ચર્ચા
ર૭૨ ૭. દ્રવ્ય અને ગુણના એકાંત અભેદવાદીનું જ વિશેષ કથન, ૮. સિદ્ધાંતીનું કથન
૨૭૮ ૯. એકાંત અમેદવાદીને બચાવ
૨૭૮ ૧૦. સિદ્ધાંતીનું કથન
ર૭૮ ૧૧. એકાંત અભેદવાદીને પ્રશ્ન અને તેને સિદ્ધાંતીએ દીધેલ ઉત્તર ર૮ ૧૨. કઈ ભેદવાદીએ બધેલ દ્રવ્ય અને ગુણના લક્ષણની તથા તેના ભેદવાદની સમાલોચના
૨૮૨. ૧૩. પ્રસ્તુત ચર્ચાનું પ્રયોજન
૨૮૪ ૧૪. અનેકાંતની વ્યાપકતા
૨૮૫ ૧૫. પ્રમેયની બાબતમાં અનેકાંતષ્ટિ લાગુ પાડવાના કેટલાક દાખલાઓ
૨૮૭ ૧૬. દ્રવ્યગત ઉત્પાદ અને નાશના પ્રકારે
૨૯૦ ૧૭. ઉત્પત્તિ, નાશ અને સ્થિતિના કાળભેદ આદિની ચર્ચા
૨૯૪ ૧૮. વૈશેષિકઆદિસભ્યત દ્રવ્યત્પાદની પ્રક્રિયાની ચર્ચા
૨૯૭ ૧૯. શ્રદ્ધાપ્રધાન અને બુદ્ધિપ્રધાન આગમનું પૃથક્કરણ
૩૦૨ ૨૦. નયવાદને લગતી ચર્ચા ૨૧. કાર્યસ્વરૂપ પર એકાંત અને અનેકાંત દૃષ્ટિને તફાવત ૩૦૯ ૨૨. કારણવિષયક વાદેનું એકાંતને લીધે મિથ્યાપણું અને
* અનેકાંતને લીધે સમ્યકુપણું ૨૩. આત્મા વિષે નાસ્તિત્વ આદિ છ પક્ષેનું મિથ્યાપણું અને અસ્તિત્વ આદિ છ પક્ષનું સભ્યપણું"
૩૧૪.
Page #16
--------------------------------------------------------------------------
________________
१५
૨૪. વાદમાં અનેકાંતદૃષ્ટિના અભાવે આવતા દોષ
૨૫. તત્ત્વપ્રરૂપણાની ચેાગ્ય રીતનું કથન
૨૬. માત્ર એક એક નયાશ્રિત સૂત્રમાં સપૂર્ણ સૂત્રત્વની માન્યતાથી
આવતા દોષા
૩૧૮
ર૭. શાસ્ત્રપ્રરૂપણાના અધિકારી થવા માટે આવશ્યક ગુણા ૩૧. ૨૮. તત્ત્વાના પૂણ અને નિશ્ચિત જ્ઞાન માટે શુ કરવુ તેનુ ક્થન ૩૧૯ ર૯. ગંભીર ચિંતન વિનાના બાહ્ય આડંબરમાં આવતા દોષાનુ
સ્થત
૩૦. એક્લા જ્ઞાન અને એકલી ક્રિયાના અનુપયોગીપણાનુ થન ૩૧. ઉપસ‘હારમાં જિનવચનની કુશળકામના
૪. પ્રસ્તાવનાના વિશેષ શબ્દોની સૂચિ ૫. સન્મતિ પ્રકરણની સૂચિ
૩૧૫
૩૧૭
૩૨૦
૩રર
૩૨૩
૩૨૪
૩૩૯
Page #17
--------------------------------------------------------------------------
________________
Page #18
--------------------------------------------------------------------------
________________
સન્મતિ પ્રકરણ
પ્રસ્તાવના
Page #19
--------------------------------------------------------------------------
________________
Page #20
--------------------------------------------------------------------------
________________
પ્રતિઓનો પરિચય સન્મતિતકના સંપાદન માટે જે જે પ્રતિઓને ઉપયોગ કરેલો તેમને વિગતવાર પરિચય નીચે આપવાનું છે. એને અંગે મુખ્ય મુદ્દાઓ આ પ્રમાણે છે:
૧. જૂના જમાનાનાં લખવાનાં સાધનો અને પ્રતિને અર્થ. ૨. ભિન્ન ભિન્ન પ્રાંતની પ્રતિઓ અને તેમનું વર્ગીકરણ. ૩. પ્રતિઓના સંકેતો અને તેમનું સ્પષ્ટીકરણ.' ૪. કાળક્રમ પ્રમાણે વપરાયેલી પ્રત્યેક પ્રતિને પરિચય. ૫. પ્રતિઓની લિપિ-અક્ષરે અને અંકે. ૬. પ્રતિ લખનારાઓએ કરેલી અશુદ્ધિઓ અને લહિયાઓ. ૭. વાંચનારા અને ભણનારાએ કરેલા સુધારાવધારા. ૮. પ્રતિઓની લેખનશૈલી અને અમારી મુદ્રણપતિ.
૯. પાઠાંતરની યોજના અને તેને ઉપયોગ. ૧. જાના જમાનાનાં લખવાનાં સાધનો અને પ્રતિને અથ
પ્રાચીન સમયમાં જેના ઉપર લખાતું તે સાધનના અર્થમાં પણ કે પત્ર શબ્દનો ઉપયોગ થતો હતો; જે હાલ સુધી પાનું કે પનું , શબ્દમાં જળવાયેલું છે. એ પણું કે પત્ર શબ્દ જ સૂચવે છે કે
આપણે ત્યાં પ્રાચીન સમયથી એના વાચ્યાર્થીને જ લખવાના વાહન તરીકે ઉપયોગ થતો; પણ આજે દેશના મોટા ભાગમાં એના વાચ્યાર્થીને ઉપયોગ ઓછો થઈ એને લક્ષ્યાર્થ જ વિશેષ વપરાય છે.
Page #21
--------------------------------------------------------------------------
________________
સમતિ પ્રકરણ આ દેશના આદ્ય સાહિત્યકાર અને લેખકે સામે જે જે વસ્તુઓ
હતી તેમાં વૃક્ષો મુખ્ય હતાં. એએએ લખવાની તાડપત્ર અને પ્રેરણા થતાં વૃક્ષોનાં પાંદડાંને ઉપગ પહેલે કર્યો. મનપત્ર તદુપરાંત પિતાના લેખ અંશેના ભિન્ન ભિન્ન
" વિભાગ બતાવવા તે તે અંશેને સ્કંધ, કાંડ, શાખા, વલ્લી કે સૂત્ર વગેરે નામો પણ આપ્યાં; જે વૃક્ષના અંશવિશેષોને જણાવવાને પહેલેથી પ્રસિદ્ધ છે. આ રીતે પુનમ જેલના અને વૃક્ષો વજે બાદ પાછું નામ સુતી એ વાત ભૂલી શકાય તેમ નથી. લખવાના વાહન તરીકે તાડપત્રો કે ભેજપત્રો હતાં. અત્યારના સફાઈદાર અને ચમકતા કાગળ કરતાં તે (પાંદડાં) બહુ કાળ સુધી ટકી શકતાં.
ઈ. સ. ની બીજી સદીનાં મનાયેલાં તાડપત્રનાં અને એથી સદીનાં મનાયેલાં ભોજપત્રનાં લિખિત પાનાં આજે પણ ઉપલબ્ધ છે. ઈ. સ. પૂર્વે ચોથા સૈકામાં ચડી આવેલા બાદશાહ સિકંદરને
સેનાપતિ નિઆકેસર પિતાના યુદ્ધવૃત્તાંતમાં લખે છે કે, “મારતવાસી ને સૂટી ફૂટીને 110
વાવતા.” આ ઉપરથી આપણે ત્યાં કાગળ બનવાનો પ્રવાત પણ ઘણે જૂન જણાય છે. અહીં બનતા એ કાગળો સારા ટકાઉ હતા.
કાગળો ઉપર લખાયેલાં એવાં પણ પુસ્તકે આજે મળે છે જે આશરે ઈ. સ. પાંચમાર્ક સૈકાનાં કહેવાય છે. પાંદડાં તો સૌથી વધારે ટકાઉ હતાં અને સસ્તાં પણ; એથી જ ગ્રંથે એના પર વિશેષ કરીને લખાતા. આ વાત જેના પર લિપિ લખાય છે તે સાધનની થઈ
कागळ
. ૧. જુઓ ભારતીય પ્રાચીન લિપિમાળા પાનું ૨ જું, ટિપ્પણ ૩ જુ.
૨. જુઓ ભા. પ્રા. લિ. પાનું ૨ જું, ટિપ્પણું ૨ નું. ૩. જુઓ ભા. પ્રા. લિ. પાનું ૩ જું, ટિપ્પણ ૬ ઇં. ૪. જુઓ ભારતીય પ્રાચીન લિપિમાળા પાનું ૨ જું, ટિપ્પણ ૪ થું.
Page #22
--------------------------------------------------------------------------
________________
પ્રતિએનો પરિચય તેનાં બીજાં સાધનો પૈકી કંબિકા,૫ રે, ગાંઠ, લિપ્યાસન, છંદણ, સાંકળ, મથી અને લેખિનીને ઉલ્લેખ સાગરનીય સૂત્ર પૃ૦ ૯૬માં કરેલ છે. આ સૂત્રનો સમય બીજ પ્રમાણે ન મળે ત્યાં સુધી વલભીવાચનાને મળતો છે; અને તે વીરાત હજાર અને વિક્રમને છઠ્ઠો સંકે છે. આ ઉપરાંત અક્ષર ઘંટવાના એક સાધનનું નામ ચિતવિસ્તારમાં
આવે છે, જે તિર કહેવાય છે. તેનું ગૂજરાતી વતર અને નામ વતરણું છે, અને તેમાં જ પાટીનું નામ fસ્ત્રપિ પિક બનાવીને મૂકેલું છે. વર્ણતિરક૭ શબ્દ
વર્ણ અને તિરક એમ બે શબ્દને બનેલ છે. એને અર્થ તિલક કરવાના સાધન જેવું અક્ષર લખવાનું સાધન કે તિલક વૃક્ષના લાકડામાંથી બનેલું સાધન કે તીર જેવું સાધન એવો થાય છે. લિપિફલકને વ્યુપત્યર્થ તે પ્રસિદ્ધ જ છે.
પ. આ સાધન વિષે જાનકરનીય સૂત્રમાં જે પાઠ છે તે આ પ્રમાણે –
" तस्स णं पोत्थरयणस्स इमेयार्वे वण्णावासे पण्णत्ते, तंजहारयणामयाइं पत्तगाई, रिट्ठमईओ कंबिआओ, तवणिज्जमए दोरे, नाणामणिमए गंठी, वेरुलियमए लिप्पासणे, रिट्ठामए छंदणे, तवणिज्जमई સંજ, રિામ મરી, વરૂSTમ જે ”
૬. વતરણાને રાજપૂતાનામાં બરથા કે બરતના કહે છે. ભારતીય પ્રાચીન લિપિમાલા પૃ.૬ માં શ્રી. એJાજી લખે છે કે ઋતિવિસ્તારમાં આ બરથા અર્થમાં વર્ણક શબ્દને ઉલ્લેખ છે. અમે જોયું તે પ્રમાણે તેમાં વર્ણક રાબ્દનો ઉલ્લેખ મળે નહિ પણ વણતિરક શબ્દનો ઉલ્લેખ મળે છે. આ ઉલ્લેખ તિવિસ્તારના લિપિશાલાસંદશન પરિવતમાં ૧૨૫ મે પાને છે.
૭. લલિતવિસ્તારમાં વર્ણતિરક શબ્દ વપરાયેલો છે. વMય તીર . વળતર એટલે વણ લખવાને તીર જેવું અણીવાળું સાધન. આ રીતે અર્થ કરતાં મૂળ ગ્રંથમાં ઉતરવાને બદલે તેવું હોવું જોઈએ. પણ ગ્રંથની ભાષાની પ્રાકૃતતાને લીધે એ વ્યવસ્થા સચવાઈ લાગતી નથી. અથવા સરકૃતમાં તિલક અર્થવાળે તિ” શબ્દ પ્રસિદ્ધ છે. એ તિલક શબ્દને અહીં “તિલક
Page #23
--------------------------------------------------------------------------
________________
સન્મતિ પ્રકરણ રાનનીય સૂત્રમાં એક સ્થળે દેને વાંચવાનાં પુસ્તકનું વર્ણન
આપેલું છે. તે પ્રસંગે તેને લગતાં બધાં ઉપયુક્ત कंबिका ઉપકરણને ઉલ્લેખ છે. સૂત્રકારે એ બધાં ઉપ
કરણેને રત્ન અને વજમય વર્ણવેલાં છે; પણ આપણે સાદી દૃષ્ટિએ વિચારીએ તો એ ઉલેખ તાડપત્રનાં પુસ્તકને બરાબર બંધ બેસે એવે છે. તાડપત્ર વગેરેના પુસ્તકના રક્ષણ માટે ઉપર અને નીચે જે બે પાટીઓ રાખવામાં આવે છે તેનું નામ વિ૮ છે. આ મંબિકાને ઉપયોગ આજે લહિયાઓ અને લિખિત પુસ્તકના સંગ્રહકારે પણ કરે છે. તાડપત્રના પુસ્તકને તેની લંબાઈ પ્રમાણે વચ્ચે એક કે બે
સળંગ %િો કરીને અને તેમાં દેરે પરેવી બાંધदोरो વામાં આવતું. આ રિવાજ કાગળનાં લિખિત
પુસ્તકનાં પાનાં છૂટાં રાખવાની પદ્ધતિને લીધે લુપ્ત થે છે; અને પાનાં ટાં રાખવાની એ પદ્ધતિ પણ એક પાનું હાથમાં કરવાનું સાધન” એ અર્થમાં આરોપીએ તો પણ ઉપયુક્ત અર્થ બંધ બેસી જાય છે. તિલક કરવાનું સારું સાધન પણ અણીદાર જ હોય છે, અથવા તિલક શબ્દ તિલકના વૃક્ષમાં પ્રસિદ્ધ છે. અહીં આ વૃક્ષાર્થક શબ્દનો ઉપયોગ કરીએ તે પણ તેને તીરના જે ઔપચારિક જ અર્થ ઘટી શકે છે; અને તે એ કે, વણ લખવાને માટે તિલક વૃક્ષમાંથી બનેલું સાધન. આ પક્ષમાં પણ “ર” અને “” નું સામ્ય સમજીને વર્ણતિરક શબ્દની નિષ્પત્તિ કરવાની છે.
૮. Tનકનીરના ટીકાકાર મffસૂરિએ કબિકાને અર્થ પૃષ્ઠ લખેલો છે. (“ઈશ્વ પૃષ્ઠ શુતિ ભવ:”) પણ સુવિખ્યાત લિપિશાસ્ત્રી શ્રી. એઝાઝ કંબિકા-કાંબી એટલે રૂલ અર્થાત આંકવાની લાકડાની ચપટી પટી એમ કહે છે. અને એનું રાજપૂતાની નામ કંબા સૂચવે છે. જુઓ ભારતીય પ્રાચીન લિપિમાળા પૃ૦ ૧૫૮. - ૯, જૈન સાધુઓમાં કેટલાકને એવો રિવાજ છે કે માત્ર સભામાં કથા કરતી વખતે મેઢે મુહપત્તિ બાંધવી. આ રવાજ તાડપત્રની બાંધવાની
Page #24
--------------------------------------------------------------------------
________________
પ્રતિઓના પરિચય
રાખીને વાંચવાની સગવડને લીધે શરૂ થઈ હોય એમ લાગે છે. છતાં પ્રાચીન અને અત્યારે લખાતાં ઘણાં ખરાં પુસ્તામાં પશુ લહિયા પ્રત્યેક પાનાની વચ્ચે જે ખાલી જગ્યા રાખી મૂકે છે, તે એ તાડપત્રના અધનાથે વપરાતા દ્વારા પરાવવાની જગ્યાની સ્મૃતિરૂપ છે.
તાડપત્રના પાંનામાં પરાવાતા દારાની શરૂઆતમાં અને છેડે દારા પરાવ્યા પછી તે નીકળી ન જાય તે માટે જે એ જલોટા કે તેના જેવું ખીજું કાંઈ ખાંધવામાં આવતું તેનું નામ સૂત્રકારે ગ્રંથી આપેલું છે. અત્યારે ઉપલબ્ધ થતાં તાડપત્રામાં આ ગ્રંથ મળી આવે છે.
ग्रंथी
વ્યવસ્થામાંથી નિષ્પન્ન થયે। હાય એમ લાગે છે. તાડપત્રનું આખું પુસ્તક વચ્ચે દારા પરાવી સળંગ મુધાય છે. ભણાવતો કે વાંચતી વખતે તેનું એકએક પાનું છૂટું થઈ શકતું નથી. એથી પાનાને વાંચવા માટે અને હાથને ઉપયાગ કરવેા જરૂરી છે. આમ મને હાથ પાનું ફેરવવામાં શકાયાથી જો વાંચનાર કે ભણનાર ઉઘાડે મુખે જ પુસ્તક વાંચે, તેા પુસ્તક ઉપર થૂક પડવાન સભવ છે. થૂક પડવાથી અક્ષરા ભૂંસાય છે અને પુસ્તકની આવરદા પણ ઓછી થાય છે; એથી જૂના લેાકાએ પુસ્તકના રક્ષણને પુણ્યકાટીનું બતાવેલું છે અને તે માટે પુસ્તક વાંચતી કે ભણતી વખતે મેઢા પાસે હાથ કે કહું રાખવાનું કહ્યું છે. એથી પુસ્તક ઉપર કે પાસે રહેલા વિદ્યાથી કે શ્રોતા ઉપર વ્યાખ્યાતા કે વક્તાનું થૂક ન પડે. કોઈ વ્યાખ્યાતા કે વક્તા તાડપત્રના પાનાને છૂટું કરીને રાખે તેા પણ એ પાનું એવડુ· માટું હોય છે કે તેને ફેરવવામાં એ હાથ રીચા વિના ચાલતું જ નથી. આ રીતે પણ મેાઢા આગળ કહુ રાખવાની અને બાંધવાની પદ્ધતિ ચાલુ થઈ હાય એમ લાગે છે. અને પાછળથી તે સત્ર રૂઢ થયેલી દેખાય છે. મત્રાચ્ચાર કરતી વખતે પારસી અવ્યુ આમાં કપડુ ખાંધવાની પ્રથાનું, સાંખ્ય પરિવ્રાજકામાં મેાઢા આગળ લાકડાની પટ્ટી રાખવાની પ્રથાનું અને સ્વામિનારાયણ સપ્રદાચની શરૂઆતમાં વાંચતી વખતે સુખવસ્ત્ર રાખવાની પદ્ધતિનું મૂળ એક જ લાગે છે,
Page #25
--------------------------------------------------------------------------
________________
સન્મતિ પ્રકરણ જેને અત્યારે આપણે ત્વરિયો કહીએ છીએ તેનું નામ ઢિચાલન
(લિપિનું આસન) આપેલું છે. લિયો નામ તો ઘિાસન રવદ ૧૦ વાપtવાના કારણે થયું છે. લિપ્યાસનનું
બીજું નામ જપીમાન માત્ર પણ પ્રસિદ્ધ છે. આ ખડિયાને ટાંગવા માટે સાંઈ પણ રાખવામાં આવતી.
એથી સૂત્રકારે એને પણ ઉપકરણમાં ગણે છે; અને છંતા અને સાંઈ તેના ઉપર ઢાંકણું પણ રહેતું તેને છંતા નામથી
જણાવેલું છે. આ પછીના બે ઉપકરણે મળી એટલે શાહી અને વિની એટલે કલમ પ્રસિદ્ધ અને પ્રાચીન છે. આંકવાના ઉપકરણનું નામ અત્યારે ગુગવંતુ કહેવાય છે જે
લેઢાનું બને છે. જુજબળને ખાસ સૂચક અર્થ ગુણવંઈ મને સમજાતું નથી. બીજું ઉપકરણ ટિલું છે જે iટિ એક પૂઠા ઉપર મણિયા દોરા એક પછી એક
ચેડીને કરવામાં આવે છે. તેને ઉપયોગ કરતી વખતે લખવાના કાગળને તેના ઉપર દબાવવામાં આવે છે. આ બંનેનું સ્થાન અત્યારે અનુક્રમે સ્ટીલે અને આંકણીએ લીધેલું છે.
પુસ્તકેની જાતિ વિષે જેમ અત્યારે યજ, પુર, મી વગેરે પરદેશી શબ્દોને આપણે ત્યાં પ્રચાર છે, તેમ પુરાતન કાળમાં અમુક આકાર અને પ્રમાણુનાં પુસ્તકે માટે ખાસ ખાસ શો હતા. આ વિષે જેન ટીકાકારો જે માહિતી આપે છે તે જાણવા જેવી છે.
૧૦. “ખાડી” અર્થને વટી શબ્દ છે. તો દેચ, પણ તેને ઉલ્લેખ સંસ્કૃત કેશમાં આ રીતે મળે છે – સુધાત પશુવા, કઠિની રવટિની રહી છે ”
___ हैम अभिधानचिन्तामणि ८४-१०३ જૈન ગ્રંથમાં વદિ શબ્દ પણ ખડી અર્થમાં મળે છે.
Page #26
--------------------------------------------------------------------------
________________
પ્રતિઓને પરિચય આચાર્ય નમઃ પિતાની વૈવાસ્ટિક ટીકામાં (ત્ર ર૧) પ્રાચીએ કહ્યું છે૧૧ એમ કહી જણાવે છે કે, પુસ્તકેના પાંચ પ્રકાર
છે: નંદી, જીવી, પુષ્ટિ, સંપુટ અને સુપર. પુસ્તકોની નાતો આ સ્થળે ટીકાકારે ફક્ત પાંચ પુસ્તકનાં માત્ર
પરિમાણોને પરિચય આપે છે, પણ અહીં જે વિગતથી લખવામાં આવ્યું છે તે, તે તે પુસ્તકના નામ અને વ્યુત્પત્તિને અનુસરીને લખ્યું છે.
જે જાડાઈ અને પહોળાઈમાં સરખું અને લાંબું હોય તેનું નામ fકી પુસ્તક. Tદી શબ્દનો અર્થ ગંડિકા (કાતળી) થાય છે, એથી જે
પુસ્તક ચંડિકા –ગંડી જેવું હોય એને ગંડી પુસ્તક પુરત કહેવામાં આવ્યું હોય એમ લાગે છે. અથવા ગ્રંથિ
ઉપરથી ડ થઈને તેનું ભ્રષ્ટરૂપ ગંડી થયું હોય? એ ગ્રંથિને અર્થ પર્વ–કાતળી કે ગાંઠ થાય છે, એટલે જે પુસ્તક કાતળી જેવું અને જેટલું હોય અથવા જેને બાંધવામાં વિશિષ્ટ ગાંઠને ઉપયોગ થતો હોય તે જરી પુસ્તક હોય એમ જણાય છે. જૈન સાધુઓ બધા ભાર જાતે ઉપાડતા હોવાથી તેઓ પુસ્તકે પણ જાતે ઉપાડતા; તેથી જેમાં ઘણું લખ્યું હોય અને પાનાં એઠાં હોય અને જેને ૧૧. પુસ્તકોના પ્રકાર વિશે પ્રાચીનોની ગાથાઓ આ પ્રમાણે છે–
" गंडी कच्छवि मुट्ठी, संपुडफलए तहा छिवाडी य । एयं पुत्थयपणयं, वक्खाणमिणं भवे तस्स ।। १ ।। बाहल्लपुहत्तेहिं, गंडीपुत्थो उ तुल्लगो दीहो । कच्छवि अंते तणुओ, मज्झे पिहलो मुणेयव्वो ॥ २ ॥ चउरंगुलदीहो वा, वट्टागिई मुट्ठिपुत्थगो अहवा । चउरंगुलदीहो च्चिय, चउरंसो होइ विन्नेओ ॥ ३ ॥ संप डगो दुगमाई, फलगा वोच्छं छिवाडी बुहा बैंति ॥ ४ ॥ तगुपत्तुस्सियरूवो, होइ छिवाडी बुहा बेंति ॥ ४ ॥ दीहो वा हस्सो वा, जो पिहलो होमी अप्पबाहल्लो । તે મુળ સમયસર, fછવાઈપોહ્યું મતદૃ છે જ છે ”
Page #27
--------------------------------------------------------------------------
________________
સમતિ પ્રકરણ ઉપાડતાં પુસ્તકની રક્ષા અને પિતાને વિહાર અવ્યાહતપણે થતો રહે તેવાં પુસ્તક પ્રવાસમાં પાસે રાખતા. નાનાં તાડપત્રનું પચાસેક પાનાનું પુસ્તક ગંડીપુસ્તકને બરાબર મળતું લાગે છે.
- જે પુસ્તક છેડાઓમાં પાતળું હોય અને વચ્ચે ઉપસેલા જેવું પહેલું હોય, તેનું નામ છવી પુસ્તક. આની આકૃતિ કચ્છપી –
કાચબીને મળતી આવતી હશે તેથી તેને કછપી વછવી પુસ્તક કહ્યું હશે. આ જાતનાં પુસ્તકનાં પાનાં કદાચ ગળ
હોઈ છેડે વધારે પાતળાં હશે. આ જાતનું પુસ્તક જોવામાં આવ્યું નથી. ' જે પુસ્તક ચાર આંગળ લાંબું હોય અને ગોળ કે ચેરસ હોય હોય તેને પુષ્ટિપુeત કહેવામાં આવે છે. સહેલાઈથી મૂડીમાં રહી શકે
એવું હોવાથી એને મુષ્ટિપુસ્તક કહેવામાં આવ્યું મુષ્ટિપુસ્તક હશે. જૂના ભંડારોમાં કેટલાક નાના નાના ગુટકાઓ
મળે છે તે આ પુસ્તકની કેટિના લાગે છે. હાથોંધ કે હાથપેથી જે હંમેશાં સાથે રાખવામાં આવે છે અને જેમાં હંમેશની ઉપયોગી ઘણી પરચૂરણ બાબત લખેલી હોય છે, તે આ પુસ્તકની કેટીમાં આવી શકે. હાલની રોજનીશી પણ આ પુસ્તકના જેવી ગણાય. જે પુસ્તકની ઉપર અને નીચે બે ફલક-પાટિયાં કે પૂઠાં સંપુટની
પડે જેડીને મૂકેલાં હોય છે, તે પુસ્તકને સંપુટ સંપુટ કહેવામાં આવે છે. કદાચ આ પુસ્તકની જાત
અત્યારના બાંધેલા પુસ્તકના જેવી હોય. સૃપાટિને અર્થ ચંચું એટલે ચાંચ બતાવેલ છે. એથી જે પુસ્તક
સૃપાટિ જેવું હોય તેનું નામ –છિવાડી પુસ્તક સુHTTટપુસ્તવ છે. એ પુસ્તક ઊંચું હોય છે અને એમાં પાનાં
- પાતળાં હોય છે; અથવા એ પહોળું થવું હોય છે
Page #28
--------------------------------------------------------------------------
________________
પ્રતિએને પરિચય
૧૧ પણ લાંબું કે ટૂંકું હોય છે; અર્થાત એના લંબાણ કરતાં એની પહોળાઈ ઓછી હોય છે.
આ જાતનાં પુસ્તકોનાં નામ અત્યારે તો પ્રચારમાં નથી; અત્યારે જે નામ લહિયાઓના પ્રચારમાં છે તે પુસ્તકની લખવાની ઢબ ઉપરથી પાડેલાં છે. જે પુસ્તકમાં વચ્ચે મોટા અક્ષરથી મૂળ અને ઉપર અને નીચે
એથી નાના અક્ષરમાં ટીકા લખવામાં આવે છે; त्रिपाठ
અર્થાત જે એમ ત્રણ વિભાગમાં લખાય એ પુસ્તક
ત્રિપાઠ કે ત્રિપદ કહેવાય છે. જે પુસ્તકમાં ઉપર કહ્યા પ્રમાણે વિભાગ હેવા સાથે પાનાની
આજુબાજુ પણ લખ્યું હોય; એટલે જેમાં એમ पंचपाठ પાંચ વિભાગે લખ્યું હોય, તે પંરપાઇ કે પંચવટ
કહેવાય છે. જે પુસ્તકમાં કઈ પણ જાતના વિભાગ સિવાય સળંગ લખવામાં આવ્યું હોય તેને સૂડ કહેવામાં આવે છે. આ સૂડને શબ્દાર્થ કળી
શકાતો નથી; પણ કદાચ સૂત્ર સુર અને સૂટ થયું સુક હોય. એટલે એકલાં મૂળ સૂત્રો કે એકલે મૂળ
ભાગ જ લખવામાં આવ્યો હોય તેના ઉપરથી આ શબ્દને પ્રચાર થયો હોય અને તેને બધે લાગુ કરવામાં આવ્યું હેય; અથવા સૂતરના તાંતણુની પેઠે સીંધું લખાણ હોવાથી પણ સૂડ - કહેવાયું હોય.
આ બધી જાતનાં લખેલાં પુસ્તકે પ્રતિને નામે પ્રસિદ્ધ છે. પ્રતિ અર્થ પ્રતિકૃતિ, પ્રતિબિંબ કે પ્રતિનિધિ થાય છે, જેને આપણે આદર્શ
કે નકલ કહીએ છીએ. એક પુસ્તક ઉપરથી જે પ્રતિ બીજું પુસ્તક લખવામાં આવ્યું હોય, તે બીજું
પુસ્તક મૂળ પુસ્તકને સ્થાને ઉપયોગમાં આવતું હેવાથી તેનું નામ પ્રતિકૃતિ પ્રતિબિંબ કે પ્રતિનિધિ બરાબર બંધ બેસે
Page #29
--------------------------------------------------------------------------
________________
સન્મતિ પ્રકરણ છે. ગ્રંથકારે તદ્દન નવું જ પુસ્તક લખ્યું હોય તે પણ પ્રતિની કેટીનું છે; કારણ કે એ ગ્રંથકારના વિચારદેહનું પ્રતિનિધિ છે. પ્રતિ શબ્દ પ્રતિકૃતિ, પ્રતિબિંબ કે પ્રતિનિધિને ટૂંકો શબ્દ છે. જેમ શુક્લને બદલે શુત્ર અને દિવસને બદલે દિ લખાય છે, તેમ આખા પ્રતિકૃતિ વગેરે શબ્દ લખવાને બદલે પ્રતિ શબ્દને પ્રચાર થયો છે અને તે એક ખાસ જુદા શબ્દ તરીકે ગણવા લાગે છે.
આપણે ત્યાં શાહી સોનેરી, રૂપેરી, લાલ, કાળી, વાદળી એમ અનેક પ્રકારની બનતી. જૂના ભંડારનાં લખેલાં પુસ્તક જેવાથી શાહીની
અનેકવિધ બનાવટને ખ્યાલ આવે તેમ છે. એ શાહ શાહી જે જે ચીજોના મિશ્રણથી બનતી તેમના
બરાબર પરિમાણપૂર્વકના ઉલ્લેખો આજે પણ જૂનાં પાનાંઓમાં મળી આવે છે, અને લેખન માટે કેવી જાતનાં કાંઠા કે બ વાપરવાં અને તે કયા કયા વૃક્ષનાં લેવાં તથા લેખણને અનેક રીતે બનાવવી અને સુશોભિત કરવી એ બધું પણ આજે પુસ્તકોમાં લખેલું મળે છે. આ મુદ્દામાં લખવાનાં સાધનની અને પ્રાચીન પુસ્તકેની આકૃતિની માહિતી ચેડી ઘણી આપેલી છે. આ માટે વધારે જાણવા માટે મારા કાન વિ&િા (લેખન સામગ્રી પૃ૦ ૧૪૨-૧૫૮), મુનિશ્રી જુવાનીના પુરાતત્વ સૈમાસિના (પુ. ૧,પૃ૦ ૪૧૯-૪૩૩) અને વિના મંદરનાં સૂત્રાત્રીના લેખો જેવાની ભલામણ છે.
- બ્રાહ્મણ ગ્રંથમાં પણ જૂનાં પુસ્તકનાં પરિમાણ આકૃતિ વગેરે વિષે અને લખવાનાં સાધને વિષે ઘણી મનનીય હકીકતો આવે છે; તે માટે રોજનીતંત્રના પાવોત્તર ખંડને ૧૧૭ અધ્યાય જેવો ઘટે છે.–વાચસ્પત્ય કેશ પૃ૦ ૪૩૯૩.
Page #30
--------------------------------------------------------------------------
________________
૧૩
પ્રતિએને પરિચય ૨. ભિન્ન ભિન્ન પ્રાંતની પ્રતિએ અને તેમનું વર્ગીકરણ ગુજરાત, કચ્છ, કાઠિયાવાડ, દક્ષિણ, પંજાબ અને બંગાળા એ
બધા પ્રાંતમાંથી સન્મતિની પ્રતિઓ મંગાવેલી. સન્મતિ ગુજરાતમાંથી અમદાવાદના પહેલાના ભંડારની fકલિત પ્રતો એક, શ્રી ગુલાબવિજયજીના સંગ્રહની એક અને
ચંચળબહેનન ભંડારની એક અધૂરી અને એક પૂરી એમ બે, સાણંદના ભંડારની એક, માંડલના ભંડારની એક, પાટણના વાડીપાર્શ્વનાથ ભંડારની એક, ત્યાંના હાલાભાઈને ભંડારની એક અને સંધવીના પાડામાંના પટવાના ભંડારની બે, વડેદરાથી શ્રી કાંતિવિજયજીના, શ્રી હંસવિજયજીના અને ગેકળભાઈના સંગ્રહની એકએક એમ ત્રણ, જયવિજયજીના ડભેઈન સંગ્રહની એક, સુરતથી શ્રી કૃપાચંદ્રજીના સંગ્રહની એક, અને શ્રી આણંદસાગરજીના સંગ્રહની એક એમ બે, પાલણપુરથી મુનિશ્રી કુમુદવિજયજીની એક એમ સત્તર પ્રતિઓ આવેલી.
કચ્છમાંથી કેયડાના અને મુંદ્રાના ભંડારમાંથી પણ એક એક એમ બે પ્રતે આવેલી.
કાઠિયાવાડમાંથી લિંબડીના જ્ઞાનભંડારની એક, ભાવનગરના સંઘના ભંડારની એક તથા શાંતમૂતિ શ્રી વૃદ્ધિચંદ્રજીના સંગ્રહની એક તથા પં. ગંભીરવિજયજીના સંગ્રહની એક એમ ચાર પ્રતો આવેલી.
દક્ષિણમાંથી પૂનાના ભાંડારકરપ્રાચ્યવિદ્યાસંશોધનમંદિરના સંગ્રહમાંની એક અને મુંબઈના અનંતનાથના ભંડારની એક એમ બે પ્રત આવેલી.
પંજાબમાંથી હુશિયારપુરના શ્રી વિજયાનંદસૂરિના સંગ્રહની બે પ્રત આવેલી.
બંગાલમાંથી બાલુચરના ભંડારની એક અને કલકત્તાના બાબુ પુરણચંદ્ર નાહરની એક એમ બે પ્રતે આવેલી.
Page #31
--------------------------------------------------------------------------
________________
સન્મતિ પ્રકરણ
આ રીતે કુલ ૨૯ પ્રતિએ અમે ભેગી કરેલી; તેમાંની અઢારેક પ્રતિના આધાર પહેલા ભાગના સંશોધનમાં લેવામાં આવેલા છે, પણ પછીના ભાગેામાં એ બધી પ્રતિના વર્ગીકરણપૂર્વક ઉપયાગ કરેલે છે. એ બધી પ્રતિ સરખાવતાં એમ ચેાખ્યું લાગેલું કે એમાંની કેટલીક વા॰ વાતે માં માંને અને ઞજ્ઞા વિ૰ને મળતી છે; એથી પરસ્પર એકસરખી એ પ્રતિઓને ઉપયેગ ન કરતાં કુક્ત તેમાંની અમુક ઉપર જણાવેલી મુખ્ય પ્રતિઓના ઉપયાગ કરેલે છે. આ ઉપયેાગમાં અમેએ મેળવેલી તમામ પ્રતિઓના ઉપયાગ આવી જાય છે. પાટણુની ૬૦ અને હ્ર૰ સંજ્ઞક તાડપત્રની પ્રતિના ઉપયેગ ત્રીજા ભાગથી જ કરવામાં આવ્યા છે, કારણુ કે એ એ પ્રતિ ખંડિત હતી એટલે એમાં સન્મતિના બે ભાગમાં આવેલ લખાણનાં પાનાં તૂટી ગયાં હતાં. પહેલા ભાગમાં તે તે અઢાર પ્રતિએએના સંકેતેા આપેલા છે તે જાણી લેવા.
૧૪
૩. પ્રતિઓના સકેતા અને તેમનું સ્પષ્ટીકરણ
સંસ્કૃત, પ્રાકૃત પુસ્તકાનાં અત્યાર સુધીનાં ધણાંખરાં સંસ્કરણામાં પ્રતિઓના સર્કતા માટે ત્ર જ્ઞ ર્ ર્ફે વગેરે કે વ ગ ૬. વગેરે સ્વરા કે વ્યંજના વપરાયેલા નજરે પડે છે. આ સંસ્કરણમાં ખાસ ઈરાદાપૂર્વક એ પદ્ધતિ સ્વીકારવામાં નથી આવી. વિચાર કરતાં જણાયું કે પ્રતિના સંકેતા એવા જોઇએ કે જે દ્વારા પ્રતિનાં સ્વરૂપ, માલિક અને સ્થાનના કાંઈક ખ્યાલ આવે. બીજી ચાલુ પદ્ધતિ કરતાં ઉપર્યુક્ત કલ્પના કાંઈક વધારે ઠીક લાગવાથી અમે અહીં તદનુસાર પ્રતિના સર્કતા રાખેલા છે. ૬૦ ૦ કે તા॰ ના સંકેત પ્રતિના સ્વરૂપને સૂચવે છે: વૃ બૃહત્ તાડપત્રની પ્રતિ, હ્દ૰ ધુ તાડપત્રની પ્રતિ અને તા॰ તાડપત્રમાં લખેલા ગ્રંથ. આ તા॰ સંકેત તા સવાભૂત ગ્રંથના નામ સાથે જ વાપરેલા છે. આ॰ અને વિ॰ પ્રતિના સંકેત આત્મારામજી અને વિજયાનંદસૂરિની પ્રતિના સૂચક છે. માં૰ સંકેત માંડળની પ્રતિના સૂચક છે. આ બધા સ ંકેતા તે તે ભાગામાં આપેલા સમ્રુતસ્પષ્ટીકરણ
Page #32
--------------------------------------------------------------------------
________________
પ્રતિના પરિચય
માંથી સમજી લેવા. એટલું તા સહેજમાં
સન્મતિતક ને વાંચનાર આ સકેતા `ઉપરથી સમજી શકે છે કે આ સંપાદનમાં કાં કાંની પ્રતિ વપરાયેલી છે અને ત્ર ત્રા કે “ વ ના 'ક્રેતા કરતાં આ સંકેતેામાં એ જ વિશેષતા છે.
૪. કાળક્રમ પ્રમાણે વપરાયેલી પ્રત્યેક પ્રતિના પરિચય ઉપયેગમાં આવેલી બધી પ્રતિએમાં બૃહત્ તાડપત્રની પ્રતિ સૌથી પ્રાચીન છે એ હકીકત તે પ્રતિના ભાગની લહિયાની લખેલી પુષ્પિકા છે. સ ૧૪૪૬ ના ક્ાગ
बृ० प्रति
ઉપરથી માલૂમ પડે મહિનાની સુદ ૧૪
ને સેામવારના દિવસે એ પ્રતિ લખાઈ ને પૂણુ થયેલી છે. તે પ્રતિનાં કુલ પાનાં અંક ૧ થી ૩૩૫ સુધી છે. છેલ્લું પાનું અંક વિનાનુ છે. પાનાની લંબાઈ ૨ ગજ લા આંગળ છે. લખાઈમાં લગભગ બધાં પાનાં સરખાં છે. પણ પહેાળાઈ કાષ્ઠની ૨ આંગળની અને કાઈની ૧૫ કે ૧૫ આંગળની છે. જે પાનાંની પહેાળાઈ ૨ આંગળની છે, તેમાં ૫ ૫ક્તિ છે, અને !!! કે ૧૫ આંગળની પહેાળાઈવાળા પાનામાં અનુક્રમે ચાર કે ત્રણુ ૫ક્તિ છે. એ દરેક પાનામાં અકસૂચક લખાણ .. લખાણ અક્ષરેશ
ත
લખાણ કસૂચક આંકડાઓ
ઉપર બતાવ્યા પ્રમાણે વિભાગપૂર્વક લખાયેલું છે. કેટલાંક પાનાંએમાં અક તરફને એટલે પાનાની ડાખી તરના લખાણવાળા વિભાગ ફક્ત ! આંગળ પહેાળા છે તેથી તેટલા વિભાગમાં ફક્ત એ પંક્તિએ આવેલી છે. પાનાંની દરેક આખી પક્તિમાં ૧૩૫ થી ૧૪૦ અક્ષરે છે. ઉપર બતાવેલા પાનાના આકારમાં જ્યાં ગાળ મીંડાં મૂકેલાં છે ત્યાં દરેક પાનામાં એ ગાળ કાણાં છે, તેમના ઉપયેગ દ્વારા પરાવીને પ્રતિને ખાંધવામાં છે. આ બૃહત્ તાડપત્રની પ્રતિ મળી છે તે પાટણુંમાંથી; પણ તે મૂળ ખંભાતના ભડારની હશે અથવા ખંભાતમાં લખાઈ હશે. તે પ્રતિનુ જે છેલ્લું પાનુ અંક વિનાનુ છે, તેમાં ખંભાતમાં
."
૧
wwwwww
Page #33
--------------------------------------------------------------------------
________________
૧૬,
સન્મતિ પ્રકરણ આવેલી વીલ શ્રાવિકાએ સં. ૧૪૪૭માં ગુરુ દેવસુંદરસૂરિના ઉપદેશથી આ પ્રતિ લખાવી” એવો ઉલ્લેખ છે. આ પ્રતિ લખાઈ છે તો સં. ૧૪૪૬ ના ફાગણ મહિનામાં પણ સાત આઠ મહિને પછી જ્ઞાનખાતામાં પિસા ભરીને એ શ્રાવિકાએ આ પ્રતિ પોતાના ગુરૂને વહરાવી હોય એવો કદાચ સં ૧૪૪૭ વાળા ઉલ્લેખને ભાવ હેય. બધી પ્રતિઓમાં વધારે શુદ્ધ આ પ્રતિ છે. તેમાં કેટલેક ઠેકાણે કોઈએ સુધાર્યું પણ છે અને ટિપણે પણ કર્યા છે. કમનસીબે આ પ્રતિ સન્મતિના આરંભથી નથી મળી, પણ પ્રસ્તુત મુદ્રિત પુસ્તકના ૩૯૪ મા પાનાની ૧૪ મી પંક્તિના રથ શબ્દથી આ પ્રતિની શરૂઆત થાય છે. જે પ્રતિ પહેલેથી જ મળી હોત, તે સંપાદનમાં ઘણી વધારે સરળતા થાત. પ્રતિની અંદર લહિયાની જે પુપિકા છે, તે નીચે આપવામાં આવે છે –
सं० १४४६ वर्षे फागुण सुदि १४ सोमे भट्टारकश्रीसोमतिलक• सूरिगुरूणां भण्डारे महं ठाकुरसीहेनालेखि ।
ए ०॥ प्राग्वाटज्ञातीय सा० पोषासुत सा० महणाभार्या स० गोनीपुत्र्या विहितश्रीयात्रादिबहुपुण्यकृत्य सं० हरिचन्दपितृ सा० पारसभागिनेय्या वील्लभाविकया भट्टारकप्रभुश्रीदेवसुंदरसूरिगुरुणामुपदेशेन अभयचूलाप्रवतिनीपदस्थापनाश्रीतीर्थयात्राद्यर्थं समागत सं० हरिचन्देन सह प्राप्तया श्रीस्तम्भतीर्थे सं० १४४७ वर्षे संमत्तिपुस्तक लेखितमिति भद्रं श्रीसंधाय॥
લહિયાની પુષ્પિકામાં લખેલું છે કેઃ મહં–મહેતા ઠાકુરસી-ઠાકરશાએ ૧૯૪૬ ની સાલના ફાગણ સુદ ૧૪ ને સોમવારે ભટ્ટારક શ્રી સમિતિલક સૂરિ૧૩ ગુરુના ભંડારે–ભંડારને માટે આ પ્રતિ લખી છે.
૧૩. વીરવંશાવલીની હકીક્ત પ્રમાણે મહાવીર સ્વામીની ૪૮ મી પાટ ઉપર સંમતિલકસૂરિ આવે છે, જે ચૌદમા અને પંદરમા સૈકાની વચ્ચેના છે. જેમના ભંડાર માટે આ પ્રતિ લખાઈ છે, તેઓ કદાચ આ આચાર્ય હેય. વધારે વિગત માટે જુઓ વીરવંશાવલીમાં આવેલી ૪૮ મી પાટની હકીકત (જૈન સાહિત્ય સંશોધક પુત્ર ૧, અંક ૩.)
Page #34
--------------------------------------------------------------------------
________________
પ્રતિએ પરિચય . શ્રાવિકાવાળી પુષિકામાં લખ્યું છે કેઃ પ્રાગ્વાટ–પરવાડ જ્ઞાતિના શા, ખોખાના દીકરા શા મહણની સ્ત્રી સ૩ – સધવા – સૌભાગ્યવતી ગેનીની પુત્રી અને જે યાત્રાદિ બહુ પુણ્ય કરનાર સંધવી હરિચંદના પુત્ર શા પારસની ભાણેજ એવી તથા જે અભયચૂલા સાધ્વીના પ્રવર્તિની પદના ઉત્સવ નિમિત્તે અને તીર્થયાત્રા નિમિત્તે સંધવી હરિચંદની સાથે સ્તંભતીર્થ–ખંભાતમાં આવેલી હતી એવી વીલ શ્રાવિકાએ દેવસુંદરસૂરિ૧૪ ગુરુના ઉપદેશથી આ સન્મતિનું પુસ્તક લખાવ્યું છે. સંઘનું કલ્યાણ થાઓ. લઘુ તાડપત્રની પ્રતિ વચ્ચે વચ્ચે ત્રુટક છે અને તેનાં છેલ્લાં
ઘણાં પાનાં ઉપલબ્ધ નથી; એથી એની ચોક્કસ ૪૦ પ્રતિ સાલ વિષે કાંઈ કહી શકાતું નથી, તો પણ તેની .
લિપિ અને તાડપત્રનાં પાનાં ઉપરથી એમ જણાય છે કે એ પ્રતિ કદાચ ૦ કરતાં વધારે જૂની હોય. એ પ્રતિના એક છેવટના કેરા પાનામાં પૂJશ્રી મુને સોમસૂરિવિનયર ને એટલું લખેલું મળે છે, એથી આ પ્રતિ કેઈસમસૂરિના જમાનાની છે; અથવા વૃ૦ પ્રતિવાળા સમિતિલકસૂરિ અને સેમસૂરિ કદાચ એક જ વ્યક્તિ હૈય, તે આ પ્રતિ ઉપર પણ તેમની માલિકી થઈ હોય. આ પ્રતિનાં ઉપલબ્ધ પાનાં ૧ થી ૧૮૭ સુધી છે. પ્રતિની શરૂઆત ૧૦ પ્રતિની પિઠે જ થયેલી છે. દરેક પાનાની લંબાઈ ૨૧ આંગળ છે, અને પહોળાઈ રા આંગળ છે. બધાં પાનાં લંબાઈ અને પહોળાઈમાં લગભગ સરખાં છે. પ્રત્યેક પાનામાં ૬ થી ૭ પંક્તિઓ છે. આનો લખવાનો વિભાગ વૃ૦ પ્રતિના જેવો જ છે. આનાં પાનાં જરા બરડ અને ખરટ છે એથી એ હલકા
૧૪. ઉપર્યુક્ત સેમતિલકના શિષ્ય દેવસુંદરસૂરિ મહાવીર સ્વામીથી ૪૯ મી પાટે આવે છે એ વાત વીરવંશાવલીમાં જણાવેલી છે. વીલ શ્રાવિકાએ પોતાના ગુરુ તરીકે જણાવેલા શ્રી દેવસુંદરસૂરિ તે આ જ આચાર્ય હોય એમ લાગે છે.
Page #35
--------------------------------------------------------------------------
________________
સન્મતિ પ્રકરણ
શ્રીતાડપત્રની જાતિનાં હોય એમ લાગે છે. ૬૦નાં પાનાં સુંવાળાં અને નરમ છે એથી એની બનાવટ ઉત્તમ શ્રીતાડપત્રમાંથી થયેલી હાય એમ જણુાય છે. વૃ ની પેઠે ॰ પ્રતિમાં કયાંક કયાંક ટિપ્પણા પણ છે અને સુધારેલું પણ છે. વૃ અને ૨૦ અને પ્રતિ તેમના માપ પ્રમાણેની લાકડાની બબ્બે પાડીએથી સુરક્ષિત છે; જો કાઈ અકસ્માત ન નડે. અને ખરાખર વ્યવસ્થાપૂર્વક જાળવવામાં આવે, તે હજી ખીજાં પાંચસે વર્ષ સુધી આ પ્રતિએ ટકી શકે. એમ લાગે છે.
વા૦ પ્રતિ એ ખંડમાં વહેંચાયેલી છે. પહેલા ખંડનાં પાનાં ૧ થી ૨૦૦ સુધી છે અને બીજા ખંડનાં પાનાં ૧ થી ૨૨૫ સુધી છે. ખડતા વિભાગ ગ્રંથકારના કરેલે નહિ પણ લહિયાને કરેલે છે. અમારી પાસે જે આ પુસ્તકમાં તાડપત્રની પ્રતે છે તેમાં માત્ર ખીજો ખંડ જ છે, વાના અને ખંડની લંબાઈ લગભગ ૧૨ આંગળ જેટલી છે અને પહેાળાઈ પણ અનેની લગભગ પાંચ આંગળ જેટલી છે. પહેલા ખંડના પ્રત્યેક પાનમાં ૧૭-૧૭ પંક્તિઓ છે અને પક્તિદીઠ સરેરાશ ૫૫ થી ૬ ૮ સુધી અક્ષરે છે. પાનાંની છેલ્લી છેલ્લી પક્તિમાં મેટામેટા અક્ષરો હોવાથી પંક્તિઓની અક્ષરસંખ્યામાં આવા ભેદ પડેલા છે. લહિયાએ ગ્રંથની શ્લેાકસંખ્યા વધારે બતાવવા ખાતર પક્તિઓના અક્ષરેામાં આવે! ભેદ કરી દે છે. પાનાંની બન્ને બાજુ એક એક તસુ જગ્યા ખાલી રાખવામાં આવી છે: તે ખાલી જગ્યામાં જમણી બાજુ પાનાને! અક્ અને ગ્રંથનું સ ંક્ષિપ્ત નામ મૂકવામાં આવ્યું છે. ડાબી બાજુ માત્ર અકે જ લખેલા છે, જે આજી ગ્રંથનું નામ લખેલું છે ત્યાં પહેલા પાનામાં સુમતિતર્જ પ્રથમ ઉંદ એવું આખું નામ લખેલું છે અને પછીના પાનામાં એ જ નામને ટૂંકાવીને લખેલું છે. કાઈ વાંચનારે બધાં પાનાંમાં સુમત્તિને બદલે સંમતિ સુધારેલું છે. પહેલા ખંડના છેલ્લા પાનાને છેડે ખાસ કાંઈ માહિતી આપેલી નથી. માત્ર ડાબડાનેા અને પ્રતિને! અંક આપેલ છે. તેા પણ પ્રાંત શ્વેતાં એ ત્રણસો ચારસો વર્ષ જેટલી તેા. જાતી હશે જ. આ પ્રતિ કાંઈ
वा० प्रति
Page #36
--------------------------------------------------------------------------
________________
પ્રતિના પરિચય
૧૯
તૂટેલાં અને અસ્તવ્યસ્ત થયેલાં પાનાંવાળી તાડપત્રની પ્રતિ ઉપરથી લખાઈ હશે; એથી આમાં ઘણી જગ્યાએ ગ્ર ંથનાં વાયા આડાંઅવળાં થઈ ગયાં છે અને લખનારાની લિપિની અજ્ઞાનતાને લીધે કેટલાક અક્ષરા ખરાખર `લખાયા નથી. જે સ્થળે કા પ્રતિની ગતિ નહીં ચાલતી ત્યાં અમને આ પ્રતિએ ઘણી જ આવશ્યક સહાયતા આપી છે અને એ દૃષ્ટિએ અમે આ પ્રતિને વધારે શુદ્ધ માનીએ છીએ. તાડપત્રની પેઠે વા॰ ના બન્ને ખાંડની વચ્ચે પ્રતિમાં કાણું તે નથી પણ દરેક પાંનાના મધ્ય ભાગમાં કાણાની યાદગીરી માટે યજ્ઞકુંડના ઘાટ જેવી ખાલી જગ્યા તે છે જ, જો કે વા॰ પ્રતિના પ્રથમ ખંડનું છેલ્લું પાનું જાણે પૂરું લખાયું હોય તેમ લખાયું છે પણ તેને ખીજો ખંડ શ્વેતાં વચ્ચેથી છાપેલાં ૧૮ પાનાં જેટલા ભાગ તૂટી ગયા છે; એટલે વા૦ પ્રતિના પ્રથમ ખંડનું અંત ભાગનું લખાણ છાપેલા સન્મતિના ૩૭૬ મા પાનાની ત્રીજી પક્તિ સુધીનુ છે, અને એના ખીજા ખંડની શરૂઆત છાપેલા ૩૯૪ મા પાનાની ૧૪મી પક્તિથી થાય છે. ખીજા ખંડના દરેક પાનામાં પંક્તિઓ ૧૫ છે અને એક એક પક્તિમાં અક્ષરાની સરેરાશ પર થી ૫૫ સુધીની આવે છે. આ ખંડને છેડે લહિયાએ પોતાનું નામ, લખાવનારનું નામ, અને સાલ વગેરે લખેલું છે. આ પ્રતિને સ` ૧૬૫રના ફાગણુ. વદ ૧૧ ને રવિવારના દિવસે એઝા રુદ્રે લખેલી છે. લખાવનારનું નામ પ્રપ્તિ શ્રાવિકા છે; અને પાટણુના ભડારની આ પ્રતિ છે.
.
તે ઉલ્લેખ અક્ષરશઃ આ પ્રમાણે છે:
संवत १६ से ५२ वर्षे फाल्गुनमासे कृष्णपक्षे एकादश्यायां तिथौ रविवासरे उ रुद्रलिखितं ॥ लेाठक जयोस्तु ॥ छ ॥ श्रीसंघाय क्षेमं भूयात् ॥ ॥ छ ॥ o 11
खंड एको लेखितः श्राविकया प्रज्ञप्त्या || स्वपुण्याय वाच्यमाना माना चिरं नंद्यात् प्रतिरियं ॥ भांडागारे श्रीपत्तनपुरवरे ॥ श्रीः .
Page #37
--------------------------------------------------------------------------
________________
સન્મતિ પ્રકરણ
આ પ્રતિ એકદર શુદ્ધ છે. વ ના અને ખડા સારી સ્થિતિમાં છે અને હજુ વધારે સ્થિતિમાં ટકશે. વા૦ ના બીજા ખંડના બન્ને બાજુના હાંસિયામાં જમણી બાજુને હાંસિયા કારી છે અને ડાબી બાજુના હાસિયામાં અકૈા લખેલા છે.
વા॰ પ્રતિ પણુ એ પાનાં
२०
.
ખંડમાં વહેંચાયેલી છે. પહેલા ખડનાં થી પર૧ છે. અને ખીજા ખંડનાં પાનાં ૩૮૮ છે. અન્ને ખંડનાં પાનાંની લખાઈ લગભગ ૧૫ આંગળ અને પહોળાઈ જવા આંગળ છે. પહેલા ખંડનાં દશેક પાનાં તદ્દન નવાં લખાયેલાં જૂનાં છે. દશ પછીનાં પહેલા ખંડનાં પાનાંમાં મોટા દરેક પાનામાં પંક્તિએ ૧૧, ૧૧ છે; દરેક પક્તિમાં ૪૦ સુધી છે. મીજા ખંડના દરેક પાનામાં પક્તિ ૧૩, ૧૩ છે; અને પંક્તિદીઠ અક્ષરા ૪૦ થી ૪૭ સુધી છે. ખીજા ખંડમાં અક્ષરે ઝીણા હેાવાથી આ ભેદ થયેલા છે. વા૦ પ્રતિ અને વTM૦ પ્રતિ ખરાખર એકસરખી છે, એટલે બીજું બધું વા॰ પ્રતિના જેવું સમજી લેવું. ફક્ત વ॰ પ્રતિના બન્ને ખંડના છેલ્લા છેલ્લા પાનામાં સાલ કે લેખકને ઉલ્લેખ નથી એ ભેદ છે. આ પ્રાંતના અને ખડે કાઈ કાઈ ઠેકાણે ખવાયેલા છે પણ અક્ષરે ગયેલા નથી. બીજા ખંડના પાનાના જમણી બાજુના હાંસિયામાં સમ્મત્ત દ્વિ૰ is પાનાના હાંસિયામાં એ અક્ષરા ઉપરાંત તે એવું વધારે સમ્મત્તના આ ડબલ જ્ઞત્તિની વેલટિ-તમાં મળી ગયા છે.
•
માત્ર પહેલા અને છેલ્લા
बा० प्रति ૧ થી
"
मां० प्रति
મમાં પ્રતિના પહેલા ખંડનાં પાનાં ૨૬૨ છે અને બીજાનાં ૨ થી ૨૫૩ છે. બન્ને ખંડમાં થઈને પ્રતમાં એ ત્રણ પાનાં ત્રૂટક છે. અને ખંડનાં પાનાંની લખાઈ ૧૦ આંગળ છે અને પહેાળાઈ જા આંગળ છે. માં॰ પ્રતના પહેલા ખંડના કાગળા કરતાં ખીન્ન ખંડના કાગળા વધારે
છે,
બાકીનાં
અક્ષરે
છે અને અક્ષરે ૩૫ થી
•
લખેલું છે. જવાથી થઈ
Page #38
--------------------------------------------------------------------------
________________
પ્રતિઓને પરિચય
૨૧ પાતળા લાગે છે. તે બંને ખંડના પ્રત્યેક પાનામાં ૧૫, ૧૫ પંક્તિઓ છે અને પંક્તિદીઠ અક્ષરે પપ થી ૫૮ સુધી છે. આ પ્રતિમાં અનેક સ્થળે હાંસિયામાં કે આજુબાજુ ટિપ્પણે તેમજ પાઠાંતરી આપેલાં છે. તેના માત્ર બીજ ખંડના અંતે સં૦ ૧૬ ૬૭ ના માઘ મહિનાની અજવાળી દશમને રવિવારે આ પ્રત અમદાવાદમાં લખાયેલી છે એવો ઉલ્લેખ છે. એથી એમ લાગે છે કે આ પ્રતિ કઈ વખતે અમદાવાદથી માંડલ ગયેલી હશે અથવા લખાવનારે અમદાવાદમાં લખાવી હશે.
' જે ઉલ્લેખ છે તે આ પ્રમાણે છે – ' - स्वस्तिश्री संवत १६६७ वर्षे माघमासे शुक्लकृष्णपक्षे दशमी रविवासरे श्री अहम्मदावादमहानगरे लिखितमिदं ॥ शुभं भवतुः ॥ " જ છે કે શ્રીવાસ્થાનમતુ: | જ | શ્રીરતુઃ છે છે જો તે છે કે શ્રી: ૧ .
માં પ્રતિનો નંબર ૪૦૦ છે અને તે ઈ. સ. ૧૮૮૦-૮૧ના
સંગ્રહમાં સંગ્રહાયેલી છે. તેના પહેલા ખંડનાં માં પ્રતિ પાનાં ૧ થી ૨૨૩ અને બીજા ખાંડનાં પાનાં
૧ થી ૧૯૯ છે. પાનાની લંબાઈ ૧૧ આંગળ અને પહોળાઈ ૫ આંગળ જેટલી છે. બન્ને બાજુ એક એક આંગળ અને ઉપર અને નીચે અર્ધી અર્ધી આંગળ કાગળ કરે છે. પાનાદીઠ પંક્તિઓ ૧૭, ૧૭ અને અક્ષર પંક્તિદીઠ ૫૦ થી ૫૮ છે. આ પ્રતિ સં. ૧૮૩૬ ના પિષ સુદ ૩ અને વાર રવિએ દર્ભાવતી-ડભોઈ ગામમાં લખાયેલી છે એવો ઉલ્લેખ પ્રતિને છેડે છે. એ ઉલ્લેખની છેલ્લી પંક્તિમાં ચોવી એ એક શબ્દ છે. એથી એને લખનાર કદાચ bઈ. ચીલાલ નામે લહિયો હોય અથવા એ શબ્દ માત્ર આશીર્વાદરૂપ મંગળસૂચક પણું હોય છે. જે ઉલ્લેખ છે તે અક્ષરશઃ આ પ્રમાણે છે –
Page #39
--------------------------------------------------------------------------
________________
૨૨
સન્મતિ પ્રકરણ स्वस्तिश्री. संवत् १८३६ सा वर्षे पोस सुद ३ वार रवै. श्रीदभ्रावतीनामे लिखितमिदं ॥ छ ॥ शुभं भवतुः ॥ कल्याणमस्तुः એ છીઃ છે ચીરંજીવી છે શ્રી કીઃ
' - સરખાવતાં એમ • માલૂમ પડ્યું છે કે મને અને માં પ્રતિ બરાબર એક સરખી છે એટલે એ બન્નેનું મૂળ એક જ જણાય છે. 14 પ્રતિનાં પાનાં ૧ થી ૫૫૩ છે. માત્ર પહેલે પાને જમણું
બાજુના હાંસિયામાં સંમતિતટી વંડ અને - આ પ્રતિ બીજે ત્રીજે પાને સંમતિ ટી એમ લખેલું છે.
' પછીનાં પાનાંઓમાં કઈ સ્થળે ખંડ વગેરેને કશે. ઉલ્લેખ કે વિભાગ બીજી પ્રતિઓની માફક કર્યો નથી. માત્ર છેલ્લે પાને પાછળ શુમતી એવું લખેલું છે અને ત્યાં જ કેઈનવા લખનારાએ ૨૨૭ પત્રે પ્રથમ વા સમાપ્તમતિ એમ સૂચવેલું છે. આ પ્રતિ સં. ૧૭૨ ૧ના પિષ મહિનાના અંધારિયામાં લખાયેલી છે. આટલા અંતિમ ઉલ્લેખ સિવાય પ્રતિને છેડે બીજે કશો ઉલ્લેખ નથી. એ ઉલેખ શબ્દશઃ આ પ્રમાણે છે. संवच्चन्द्रचक्षुऋष्षब्जमिते पौषमासेऽसिते पक्षेऽलेखि
આ ઉલ્લેખમાં સંવત બતાવવાને આંકડાઓ ન લખતાં ચંદ્ર, ચક્ષુ, ઋષિ અને અજ એમ ચાર શબદો અનુક્રમે મૂકેલા છે. કોઈ ડહાપણદાર લહિયાએ કે વાંચનારાએ ચંદ્ર ઉપર ૧, ચક્ષુ ઉપર ૨, ઋષિ ઉપર છે અને અન્જ ઉપર ૪ મૂકેલાં છે. ન વાતો તિઃ એ નિયમ પ્રમાણે ઉપરના આંકડાઓથી પ્રતિ ૪૭૨૧ ના સંવતમાં લખાયેલી હોય કે ૧૨૭ ની હોય એવા નાપાયાદાર બ્રમને પ્રતિનાં પાનાં અને અંક્ષરો ઊઠવા દેતા નથી. લખનારે 'અજ ઉપર ૪ ને બદલે એક ૧ મૂકવો જોઈતો હતો; અન્નની ૧ સંખ્યા પ્રસિદ્ધ છે, ચાર નહિ. તેથી આ પ્રતિ સં. ૧૭૨૧માં લખાયેલી છે. વાંચનારા
Page #40
--------------------------------------------------------------------------
________________
પ્રતિઓને પરિચય
૨૩. એએ કે લહિયાઓએ કરેલા આવા કેટલાએક ભ્રામક ઉલ્લેખ દ્વારા કેણું જાણે કેટલાયે પુસ્તકે જનામાં જૂનાં સિદ્ધ થઈ ગયાં હશે?
પાનાંની લંબાઈ ૧૦ આંગળ અને પહોળાઈ ૪ આંગળ છે; દરેક પાનામાં પંક્તિએ ૧૫, ૧૫ છે અને પંક્તિવાર અક્ષરે ૪રથી ૪૫ જેટલા છે. પ્રતિ ક્યાંક ક્યાંક ઊધઈથી ખવાયેલી છે, પરંતુ અક્ષર ગયા નથી. પ્રતને પહેલે પાને એની કેરી બાજુમાં પ્રતના માલિકનું નામ કેઈ આધુનિક માણસે લખેલું છે. હૃ૦ પ્રતિમાં પણ આ પ્રતિની પેઠે ખંડ વગેરેનો વિભાગ નથી.
આ પાનાના હાંસિયામાં ક્યાંય મતિ અને ક્યાંય પ્રતિ સકતિત એમ લખેલું છે. કુલ પાનાં ૧ થી ૫૦૪
છે. તેમની લંબાઈ અને પહોળાઈ = પ્રતિના જેટલી જ છે. પાના દીઠ પંક્તિઓ ૧૫, ૧પ છે અને પ્રત્યેક પંક્તિમાં પર થી પ૫ અક્ષરે છે. આ પ્રતિ કરતાં ૦ નાં પાનાં એ છે તેનું કારણ તેના નાના અક્ષરે છે એ છે. આ પ્રતિ સં. ૧૭૩૪ના. અષાડ સુદ ૭ ને રવિવારે લખાયેલી છે. પ્રતિના પ્રાન્ત ભાગમાં ઉલ્લેખ આ પ્રમાણે છેઃ– .
. संवत् १७३४ वर्षे आषाढ. सुदि ७ रवौ दिने इदं पुस्तकं નિકિત; એ સુસં મત જેલવાદથી સંત્ર
; - fi૦ પ્રતિનાં પાનાં ૧ થી ૫૪૬ છે. એમાં પણું ખંડન વિભાગ
નથી. પાનાંની લંબાઈ લગભગ ૧૧ આંગળ અને વિ. પ્રતિ પહોળાઈ પા આગળ છે. પાના દીઠ પંક્તિઓ
૧૫, ૧૫ છે અને પંક્તિદીઠ અક્ષર ૪૮ થી ૫૦ જેટલા છે. માત્ર આ એક જ પ્રતિમાં બીજી બધી પ્રતિઓમાં છે તેમ વચ્ચે ખાલી જગા મૂકેલ નથી. પ્રતિ માત્ર ૫૩ વર્ષ પહેલાં જ લખાયેલી છે. લહિયાએ પ્રતિને છેડે સંવત, શાક, અને પિતાની જ્ઞાતિ વગેરેનો ઉલ્લેખ કરે છે; અને એ ઉલ્લેખને છેડે બે એક પદ્યો પણ
Page #41
--------------------------------------------------------------------------
________________
સન્મતિ પ્રકરણ
२४
મૂકેલાં છે. તેમાંના પહેલા પદ્યમાં એમ જણાવેલું છે કે મેં તે મારી સામે જે પ્રતિ આવી તેની અક્ષરશઃ નકલ કરી છે, એથી પ્રસ્તુત પ્રતિ શુદ્ધ હોય કે અશુદ્ધ હોય તે મારે વાંક નથી. બીજા પદ્યમાં જે લેાકે લિખિત પુસ્તકાના સંગ્રહ કરે છે તે સારુ પુસ્તકસ રક્ષણની વિધિ અતાવી છે. એમાં લખ્યું છે કે, પુસ્તકને તેલથી અચાવવું, પાણીથી અચાવવું, દીલા બંધનથી બચાવવું — અર્થાત્ પુસ્તકને મજબૂત-ખરાબર જકડીને ખાંધવુ, અને પારકાના હાથમાં ન દેવું. એ આખા ઉલ્લેખ નીચે પ્રમાણે છેઃ—
॥ શ્રીરસ્તુઃ । જસ્થાનમસ્તુ: ॥ જુમ મવતુ સર્વવા જેલ પાક[क]यो ॥ संवत् १९३३ ना शाके १७९९ प्रवर्तमाने मासोत्तमासे चैत्रमासे शुभे शुक्लपक्षे चतुर्दशि तिथौ शनीवासरे लिपीकृतं ब्राह्मण श्रीमाली ज्ञाती आवस्ति परमानन्द अमदावाद मध्ये लिपीकृता सम्मतिटीका સંપૂર્ણ ॥
·
यादृशं पुस्तकं दृष्ट्वा तादृशं लिखितं मया ।
यदि शुद्धो मशुद्धं वा मम दोषो न दीयते ॥ १ ॥ तैलाद् रक्षं जलाद्रक्षं रक्षं शिथिलबन्धनात् ।
परहस्ते न दातव्या एवं वदति पुस्तिका ॥ २ ॥ लेखक पाठकयो वाचकानां शुभं भूयात् ।.
છેલ્લે બતાવેલી આ, રૃા॰ અને f૬૦ એ ત્રણે પ્રતિએ સરખામીમાં એકસરખી જ છે; એટલે કે એ ત્રણે એક પ્રાંત ઉપરથી લખાયેલી છે. ફક્ત વિ॰ પ્રતિમાં હાંસિયામાં કે ઉપર નીચે કેટલેક ઠેકાણે ‘અંધરા રાદોના પર્યાયા મૂકેલા છે, કેટલેક ફેંકાણે ટિપ્પણા કરેલાં
છે, કેટલેક ઠેકાણે મૂળ ગ્રંથમાં આવેલાં અવતરણાને સમજવા સારું ખીન્ન ખીજા ગ્રંથકારાનાં નામે સૂચવેલાં છે અને કેટલેક ઠેકાણે પાને શેાધેલા પણ છે. આ શેાધન કયાંય તે વ્યાજબી થયું છે. અને કયાંય અ ન સમજવાથી નકામું પણુ થયેલું છે, આ બધું આ પ્રતિના કાઈ વાંચનારાએ કરેલું જણાય છે.
Page #42
--------------------------------------------------------------------------
________________
કતિઓનો પરિચય માં પ્રતિ આ૦, ર૦ કરતાં અર્વાચીન હોવા છતાં તે માં પ્રતિની સરખી હોવાથી તેને પરિચય તેની સાથે આપેલ છે.
બધી પ્રતિઓ બન્ને તરફ લખાયેલી છે અને પ્રતિ લખનાર લહિયાઓ પ્રતિઓમાં જે કાંઈ શેભા કરે છે એટલે કે હાંસિયા રંગથી. આંકીને પાડે છે, પાનાંની વચ્ચે રંગિત ફૂલ જેવો આકાર બનાવે છે અને હાંસિયામાં જે ભાગમાં ગ્રંથનું નામ લખાયેલું હોય છે તે ભાગને રંગથી પૂરે છે, પ્રતિની આદિમાં તથા છેડે પ્રતિના માલિકના અને પિતાના ઈષ્ટદેવનું નામ વગેરે લખે છે અને કેટલીક જગ્યાએ ગ્રંથનું માપ બતાવવામાં અંકમાં કેની સંખ્યાની સૂચના “ગ્રંથાગ્ર” શબ્દથી કરે છે, એ બધું અમારી પાસેની ઘણી ખરી પ્રતિઓમાં થયેલું છે એટલે એ વિષે જુદુ જુદું ન લખતાં અહીં એકસાથે જણાવી દીધું છે.
સન્મતિના બીજા વિભાગથી અમે આ સાત પ્રતિઓનો ઉપયોગ કર્યો છે. અમારી પાસે પ્રતિઓ તો ર૯ આવેલી હતી, પણ એ બધી પ્રતિઓને પરસ્પર સરખાવીને અને એક બીજીમાં ભેળવી દઈને અમે એમના મુખ્ય ત્રણ વર્ગ પાડેલા. પહેલે વ વ અને વન, બીજે વર્ગ માં અને મને અને ત્રીજો વર્ગ , હું અને વિ૦ નો. જે પ્રત અમારી પાસે આવેલી તેમાંની કેટલીક વા વા ને મળતી હતી, કેટલીક માં મને મળતી હતી, અને કેટલીક આo To વિ૦ ને. આ જાતનું અમે ચખું વર્ગીકરણ કરેલું હોવાથી બીજે બધી પ્રતિઓને પાછી કરી હતી. આ ઉપરાંત તાડપત્રની વૃ૦ અને ૪૦ પ્રતિનો પણ જુદે જુદો વર્ગ છે એટલે એકંદર ત્રીજા ભાગથી થયેલા. આખા ગ્રંથ સુધીના સંશોધનમાં અમે ઉપર કહેલા પાંચ વર્ગોની પ્રતિઓને ઉપયોગ કર્યો છે. જો કે ક્યાંય ક્યાંય કઈ કઈ પ્રત જુદુ વલણ લેતી, તે પણ મોટે ભાગે બધી પ્રતિઓ ઉપરના પાંચ વર્ગોમાં જ આવી જતી. વર્ગીકરણ કરેલ પ્રતોને પ્રત્યેક વર્ગ અંદરોઅંદર લગભગ સમાનતાવાળે હતો, છતાં એક મૂળ ઉપરથી લખાયેલે એ દરેક
Page #43
--------------------------------------------------------------------------
________________
માં કયાંય અક્ષરને લીધી છે પણ લવિયા
સન્મતિ પ્રકરણ વર્ગ ક્યાંય ક્યાંય પાઠની અસમાનતા ધરાવતે. તે વર્ગો એકમલક હોવા છતાં આ અસમાનતાનું કારણ વાંચનાર કે ભણનારે કરેલા ફેરફાર કે લેખકદેષ હતાં. પ્રતિઓને પરિચય લખતી વખતે એ પાંચ વર્ગોની જ પ્રતિએ માત્ર અમારી પાસે છે. એથી બધી પ્રતિઓને પશ્ચિય ન આપતાં એટલી જ આપ્યો છે. - - ૫. પ્રતિઓની લિપિ અક્ષરે અને અકે .
બધી પ્રતિઓમાં લિપિ દેવનાગરી છે પણ લહિયાઓના જુદી જુદી જાતના મરોડવાળ અક્ષરોને લીધે સમાન લિપિવાળી પ્રતિઓ છતાં અક્ષરમાં ક્યાંય ક્યાંય ભિન્નતા દેખાય છે. માંની પહેલા ખંડની પ્રતિ અને આખી વિ૦ પ્રતિ સિવાયની બીજી બધી પ્રતિઓમાં પડિમાત્રાવાળી લિપિ છે. જે લિપિમાં માત્રા અક્ષરને માથે નહિ પણ જમણું બાજુ પાછળ લખવામાં આવે તેનું નામ પડમાત્રા (પ્રતિ+ માત્રા) વાળી લિપિ છે. આ લિપિમાં જે કં ો ૌ એવા માત્રાવાળા અક્ષરે સિવાય બીજા અક્ષરેમાં ચાલુ દેવનાગરીથી બીજે કશે ફેરફાર નથી. .
પડિમાત્રા લખવામાં તે સરળ છે પણ એને વાંચનારે બરાબર સમજે એવી વ્યવસ્થાથી લખી હોય તો જ તે સફળ કહેવાય. એ લિપિમાં વર્તમાન બંગાલી૧૫ લિપિની પિઠે અક્ષરની જમણી બાજુ આવી માત્રા હોય છે, પણ લહિયાઓ એને માત્રાના ઘાટમાં ન લખતાં આમ | દંડના ઘાટમાં લખે છે. આ દંડ જેવી માત્રા એની આગળના અક્ષરને કાને ન સમજાય માટે એ માત્રા સહિત અક્ષરનું સળંગ માથું બાંધવામાં આવે છે. એટલે આમ જ લખવાથી એની પૂર્વનું દંડ જેવું ચિહ્ન તે એની માત્રા છે, પૂર્વના અક્ષરને કાને છે, કે અમથે દંડ જ છે, એવા વિકલ્પોને અવકાશ છે. પણ એ જ
- ૧૫. જુઓ પ્રાચીન લિપિમાળા લિપિપત્ર ૭૮ મું અને ૭૯ મું -બંગલાલિપિ, મૈથિલી લિપિ અને ઉડિયા લિપિ.
Page #44
--------------------------------------------------------------------------
________________
પ્રતિઓને પરિચય
૨૭ 11 ને બરાબર સંયુક્ત માથું બાંધીને અર્થાત અT આમ લખવામાં આવે, તે બરાબર મને જ સમજાય છે. એ માટે ઉપયુક્ત કોઈ વિકલ્પને - પછી અવકાશ જ નથી. . ચાલ દેવનાગરી અને પડિમાત્રાવાળી લિપિને ભેદ સમજવા નીચે અક્ષરને એક કેઠે આપવામાં આવે છે. ચાલુ દેવનાગરી લિપિ– પડિમાત્રાવાળી લિપિ
16—–
6–– 6 –TI
6ૌ --- હસ્વ ની વેલન્ટિ છે તો દેવનાગરી જેવી જ, પણ કેટલીક જગ્યાએ કે જ્યાં એ વેલટિ લાંબી પહોળી થઈ શકે ત્યાં અર્થાત પાનાની પ્રથમ પ્રથમ પંક્તિઓમાં એને મરેડ— . . .
– આ જાતને છે. તથા એને બીજે મરેડ એવી જ જગ્યાએ
मुक्ति अपि सिंह अग्नि विशाष निरस
– આ જાતને છે. અને વા૦ પ્રતિમાં છેલ્લે પાને પહેલી પંક્તિમાં એને મરોડ ઘણો જ વિલક્ષણ છે, જે આ પ્રમાણે છે –
૧૬. આ છે માત્રાવાળે છે અને માત્રાને જ કાના જેવો દંડ બનીને તે ઉપરથી બીજે રે થયેલો છે. એ સૂચવવા જ એ બધા માત્રાવાળા બંખે અક્ષરે મૂકેલા છે.
Page #45
--------------------------------------------------------------------------
________________
સન્મતિ પ્રકરણ
| (fહાર
ર %
ઈ- 09
याए माप
હસ્વ ઉની વેલન્ટિ કેટલાક જોડાક્ષરમાં નીચે નથી હોતી પણ પડખે હોય છે. જેમકે આપણું ચાલુ દેવનાગરીમાં મ્ય, શુ, ઇત્યાદિ સંયુક્ત અક્ષરોમાં જેમ ઉ નીચે જોડાયેલ છે તેમ આ પ્રતિઓની લિપિમાં –
-
%
%
– વગેરે સંયુક્ત અક્ષરમાં ઉ પડખે જોડાયેલ છે. લિપિ વાંચનાર અકુશલ હોય તે આ પડખે જોડાયેલા ઉ વાળા અક્ષરને જેવો સમજે તેથી અર્થ સમજવામાં ઘણો ગોટાળો ઊભે થાય છે. શ્રીમાન બૂલ્હર સાહેબે આ જાતના “ધુ ને # સમજીને “સુffrg'
Page #46
--------------------------------------------------------------------------
________________
પ્રતિઓને પરિચય
ર૯ એવા વાક્યને “સુવિદ્યુત-સા' એમ વાંચેલું અને એ ઉપરથી હીરવિજયની જાતિ “સાફ” છે એવું બ્રાંતિવાળું ધારણ બાંધેલું!૧૭
પ્રતિઓમાં ૩ (૩) અને ૩ (ગ) આમ લખાયેલા છે, અને આપણે તેમને અનુક્રમે ૩, સો આમ લખીએ છીએ.
કઈ પણ કાનાવાળા અક્ષર જ્યારે ભૂલથી કોના વિના લખાયેલ હોય ત્યારે આપણે તે અક્ષરને ઉપર કે પડખે કાને કરી સુધારીએ છીએ. લખેલી પ્રતિઓમાં એ જાતના અક્ષરેને સુધારવાની પદ્ધતિ જુદી
છે અને તે ન અથવા ન આમ કરીને છે. અર્થાત આવા = નિશાનવાળે ન એ ન સૂચક છે. અને તે જ પ્રમાણે બધા અક્ષરનું સમજી લેવું. આ જ પ્રમાણેનું નિશાન ' ના ઉપર હોય તે તે સમજવો જોઈએ. એટલે કે આવું નિશાન બધે ઠેકાણે કાનાનું સૂચન છે.
રેકનું નિશાન સર્વ માં છે એ પ્રમાણેનું અનુકૂળતા હોય ત્યાં અર્થાત પાનાંની શરૂઆતની પંકિતમાં જગ્યાની છૂટ હોવાને લીધે આવે છે. જ્યાં લખવાની જગ્યા ઓછી હોય છે, ત્યાં તે આપણે લખીએ છીએ તેમ જ તે નિશાન હોય છે.
કેટલાંક વ્યંજને આપણે લખીએ છીએ તે કરતાં વિલક્ષણ રીતે લખાયેલાં દેખાય છે. જેમકે –
• ૧૭ જીઓ એપીગ્રાફીઆ હડિકા શત્રુંજય લેખ અંક-૧૧૮. બૂલહરને એ ભ્રમ મહાન ઐતિહાસિક વિન્સેન્ટ એ. સ્મિથ મહાશયે પણ “ ધ જૈન ટિચર્સ ઓફ અકબર” નામક લેખમાં જેમનો તેમ જાળવી રાખ્યો છે. (શ્રી ભાંડારકર સ્મારક ગ્રંથ પૂ. ર૭૩.)
Page #47
--------------------------------------------------------------------------
________________
3+
का था धा धो
19.095
कु
प्प ज य
del.eel
छ
સન્મતિ પ્રકરણ
धा
धो
दु
घ
ग्ग
च्छ
학
क्षु
GBFGEEþþ
ज्ञ
ह
क्ष्म
रक
न
क्ष
ज्ञ
त्थ
क्ष्म
更
क्ख
पण
कु क्षु
આ સિવાય ખીન્ન અક્ષરા પણ ચાલુ દેવતાગરી કરતાં જુદુ છતાં મળતું જ વલણુ ધરાવે છે.
ब्भ
પ્રતાના અનાતા દેવનાગરી જ છે, અને તે કાગળની પ્રતામાં જમણી આંજીના હાંસિયામાં ઉપર અને ડાબી બાજુના હાંસિયામાં નીચે લખવામાં આવ્યા છે. તાડપત્રની પ્રતામાં, અકે માત્ર ડાખી આજું લખવામાં આવ્યા છે, અને જમણી બાજીએ અંક સૂચવવા અક્ષરા મૂકેલા છે. મુદ્ તાડપત્ર ઉપર એવા અકસૂચક અક્ષરેશ भूडेला छे.
ज्झ
Page #48
--------------------------------------------------------------------------
________________
પ્રતિઓને પરિચય
૧ ને બદલે !
પર
. બ
૭ ,
,
૩ -
- |
છે
૪ ,,
,
.
૯ ,
, |
પ
.
,
હી લ
• આ પ્રકારે ભિન્ન ભિન્ન જાતના અક્ષરો પ્રત્યેક પાનાં ઉપર અંકે માટે મૂકેલા છે. આ અંકસૂચક અક્ષરની પૂરી સમજ સ્પષ્ટ થઈ શકતી નથી, પરંતુ જેટલું સમજાય છે તેટલું અહીં સમજાવવામાં આવે છે. સ્વસ્તિ શ્રી એ મંગળસૂચક છે. એમાં 4 એ પહેલે અક્ષર છે, માટે એ પહેલા અંક માટે વપરાયેલું છે. એ પ્રમાણે પ્તિ, શ્રી એ બંને અક્ષરે બીજા અને ત્રીજા અંક માટે વપરાયેલા છે. કેટલીક પ્રતમાં એક એકને બદલે છે, એને બદલે જ, ત્રણને બદલે ‘જ:' એવા અક્ષરે મૂલા છે; એ ત્રણે અક્ષરે મળીને
Page #49
--------------------------------------------------------------------------
________________
૩૨
સન્મતિ પ્રકરણ એ મંગલાત્મક શબ્દ બને છે, અને એની ઘટના સ્વરિત શ્રી ની પિઠે સમજવાની છે. આ માટે જુઓ પ્રાચીન લિપિમાળા પૃ ૧૦૭. ચોથા અંક માટે જે અક્ષર વપરાવે છે, તેમને તે અર્થે જ છે. તે વર્ગને પાંચમો અક્ષર હોવાથી પાંચ સંખ્યાને સૂચવે છે; અને “ક” ક વર્ગનો પહેલે અક્ષર હોવાથી એક સંખ્યા સૂચવે છે. એટલે એ અક્ષરમાંના છ થી સૂચિત પાંચ સંખ્યામાંથી થી સૂચિત એક સંખ્યા બાદ કરીએ તે જે સંખ્યા આવે એનું અહીં સૂચન લાગે છે. જેમ લેટીનના અંકેમાં સંખ્યા ઘટાડીને સંખ્યા બતાવાય છે એવી રીત અહીં છે; અર્થાત જેમ આ IX અક્ષરથી દશમાંથી એક બાદ. કરીને નવ સૂચવાય છે તેમ અહીં સમજવાનું છે. વળી જેમ તાડપત્રમાં અક્ષરેથી સંખ્યા સૂચવી છે, તેમ લેટીનમાં પણ સંખ્યા સૂચક X અને y જેવાં વ્યંજને દેખાય છે તે સર્વને સુપ્રતીત છે. આ અક્ષરની ઉપરનું છોગું અમસ્તું જ હોય એમ લાગે છે. ચાર અંકના સૂચક અક્ષરમાં જેમ બાદબાકી કરવી પડે છે, તેમ પાંચ અંકના સૂચક અક્ષરમાં સરવાળે કરીએ તે જ તે સમજાય એમ છે. એ અંકસૂચક અક્ષર – વર્ગને પહેલે અક્ષર છે અને ત્રઃ ચોથે સ્વર છે. એટલે ઉપયુક્ત સંખ્યા સૂચનની પદ્ધતિ પ્રમાણે ચોથામાં પહેલે ભેળવીને આ અક્ષરમાંથી પાંચની સંખ્યાનો ભાવ નીકળી શકે છે. છ સંખ્યાસૂચક અક્ષર 6 x ૩ ને બનેલ છે. ૨ પવર્ગનો બીજો અક્ષર હોઈ બે સંખ્યાને સૂચવે છે અને ૩ ત્રીજે સ્વર હોઈ ત્રણ સંખ્યા બતાવે છે; એટલે સૂચિત થયેલ બે અને ત્રણને ગુણાકાર કરવાથી જે સંખ્યા આવે તે આ અક્ષરથી સૂચિત થાય છે. સાત અંક સૂચક અક્ષરમાં જ +૨+ મા એમ ત્રણ
અક્ષર મળેલા છે; તેમાં એટલે ત્રણ સંખ્યા, 7 અન્તસ્થને બીજે • અક્ષર હોવાથી બે સંખ્યા અને આ માં બે ચ હેવાથી બે સંખ્યા એમ કુલ સાત સંખ્યા આ અક્ષરથી સૂચિત થાય છે. આઠ અંકસૂચક અક્ષરમાં રુ, ઊષ્માક્ષરને એથે અક્ષર - ચાર સંખ્યા સૂચવે છે અને પૂર્વ પ્રમાણે રને આ બે બે સંખ્યા સૂચવે છે. એ રીતે આ અક્ષર બધી
Page #50
--------------------------------------------------------------------------
________________
પ્રતિઓનો પરિચય મળીને આઠ સંખ્યા બતાવે છે. નવસૂચક અક્ષર (%)માં ૩૪ ૩ અને
એમ ત્રણ અક્ષરે કલ્પી શકાય છે. તેમાં જ એટલે એક, ૩ એટલે ત્રણ અને ઇ એટલે પાંચ એમ ત્રણે સંખ્યાનો સરવાળો નવ થાય છે. અથવા કદાચ જૈન સંપ્રદાયમાં પ્રસિદ્ધ નવપદનું સૂચન એ અક્ષરથી થતું હેય અને એથી જ એને નવસંખ્યાને સૂચક માનીને અહીં લખવામાં આવ્યું હોય. માં અંતસ્થનો ત્રીજે છે, અને દીર્ઘસહિત સ્વરોમાંને સાતમે દ સાત સંખ્યાને સૂચક છે. એટલે ત્રણને સાત મળીને દશની સંખ્યા થાય છે. આ કલ્પનામાં પ્રતિમાં કરેલું નીચેનું મીંડું વ્યર્થ જેવું લાગે છે. પ્રાચીન લિપિમાળાને પાને ૧૭ મે માત્ર જૂ ને જ દશ સંખ્યાને સૂચક બતાવ્યો છે. એથી કદાચ લેખકે એ મીંડું અમતું જ કર્યું હોય એમ માનવું જોઈએ, અથવા એ મીંડું દશકનું સૂચક છે એમ કરીને પટાવવું જોઈએ.
૨૦ , , ,
,
૫૯
.
”
. 5
૩૦
,
,
!
૬ ૦
,
,
૭) વ... 0°
9
૦ ૭૦ ૭૨
૮૦
, '
»
Page #51
--------------------------------------------------------------------------
________________
સન્મતિ પ્રકરણ તવર્ગને જ બીજો અક્ષર બે સંખ્યાને સૂચક છે. મીંડું દશકનું છે એટલે જ અને ૦ મીડું મળીને ૨૦ સંખ્યા થાય. એ જ પ્રમાણે
ને અન્તસ્થને ત્રીજો હાઈ ભીંડા સાથે ૩૦ સંખ્યાને સૂચક થાય છે.
૯૦ , ૬૩
૨૦૧
,
,
૧૦૦
છે. શa •છે.
૨૯૨
»
»
*
૨૦૦
»
2 |
૩૦૦
+
91
૯૦ ને સૂચક અંક આ અક્ષર છે. એમાં છે અને ત્રણ એ બે અંકે જેવા લાગે છે અને મીંડું તે સ્પષ્ટ છે જ. એટલે લેટીન અંકમાં જેમ આમ XV દશ અને પાંચ એ જ પંદર થાય છે તેમ આ છે અને ત્રણ એમ નવ અને મીંડું મળીને ૯૦ સમજાય છે.'
તાડપત્રની પોથીમાં આવેલા અંકસૂચક અક્ષરને જેટલો ખ્યાલ આવ્યો અને એ વિષે જેટલી સંગત કલ્પના થઈ એટલું જણાવ્યું છે.
Page #52
--------------------------------------------------------------------------
________________
પ્રતિઓનો પરિચય '
' વ્યંજને દ્વારા અંક સૂચવવાની પદ્ધતિ આર્યભટ્ટના આર્યસિદ્ધાંતમાં મળે છે. તેમાં વ્યંજને વ્યંજનને કે સ્વર વ્યંજનને ગુણાકાર કરીને એ સંખ્યા કાઢવામાં આવે છે. ક્યાંક સરવાળો કરીને એ સંખ્યા કાઢેલી છે. અહીં જે એ અક્ષરે ઉપરથી. અંકે સમજવાની પદ્ધતિ બતાવવામાં આવી છે, તેમાં સરવાળો અને ગુણકાર ઉપરાંત બાદબાકી પણ ઉમેરી છે. સરવાળા અને ગુણાકાર માટે અહીં આર્યસિદ્ધાંતને સંવાદ છે જ અને બાદબાકી માટે લેટીનની ગણનાપદ્ધતિનું અનુસરણ છે. એટલે જેમ લેટીનમાં નવ કહેવા હોય તે આમ IX દશમાંથી . એક બાદ કરવાની રીતે. અક્ષરે લખાય છે, તેમ અહીં બે વ્યંજન ઉપરથી સૂચવાયેલી સંખ્યાઓમાંથી એકની બાદબાકી કરીને ઇષ્ટ સંખ્યા મેળવી શકાય છે.
અહીં પ્રતિમાં આવેલા પ્રાચીન અક્ષરે કે અંકને ઈતિહાસ આપવાનું સ્થાન નથી, તે પણ એમ તો કહેવું જ જોઈએ કે અક્ષરે અને અંકસૂચક અક્ષરે બહુ પ્રાચીન સમયથી ચાલ્યા આવતા હશે. આ વિષે પ્રાચીન લિપિમાળામાં આવેલા પ્રાચીન લિપિપને સરખાવવાથી વધારે પ્રકાશ પડે એમ છે. એ માટે જિજ્ઞાસુઓને અને એ વિષયના વિદ્વાનને એ લિપિમાળા જેવા ભલામણ છે. અંકે માટે જે ચિને આ તાડપત્રમાં વપરાયાં છે તેમાંના નેવું સૂચક ચિહનને આદ્ય અક્ષર અશેકની ધર્મલિપિમાં છઠ્ઠા અંક તરીકે મળે છે. (જુઓ પ્રાચીન લિપિમાળાનું લિપિપત્ર ૧૧૩.) એ જ રીતે પચાસ સૂચક ચિહનને આદ્ય અક્ષર એ લેખોમાં અને એ પછીના લેખમાં આવે છે. (જુઓ લિપિમાળનું લિપિપત્ર ૭૨.). એ સંખ્યાસૂચક બધાં ચિહનેનાં કેટલાંક પૂર્વવતી રૂપે ઘણું જૂના લેખોમાં મળે છે, એની ખાતરી લિપિમાળાના અભ્યાસીને સહજમાં થઈ શકે તેમ છે. વ્યંજનો દ્વારા અંકે સૂચવવાની પદ્ધતિ પરાપૂર્વથી ચાલી આવે છે; આ સંબંધી વધુ જાણવા માટે પ્રાચીન લિપિમાળાને પૃ૦ ૧૦૪ થી ૧૨૮ પાનાં બરાબર ધ્યાનપૂર્વક જેઈ જવાં જોઈએ.
Page #53
--------------------------------------------------------------------------
________________
સન્મતિ પ્રકરણ ૬. પ્રતિ લખનારાઓએ કરેલી અશુદ્ધિઓ અને લહિયાઓ - પ્રતિ લખવાને બંધ કરનારાઓ લગભગ અભણ હોય છે. તેઓ માત્ર અક્ષરથી જ પરિચિત હોય છે. અક્ષરે કેમ વધારે સુંદર આવે અને મોટા મોટા ગ્રંથે પણ થોડા પાનામાં સમાય એવા ઝીણા 'અક્ષરે વધારે સુંદર કેમ લખી શકાય એવી પ્રવૃત્તિઓ તરફ જ એઓનું લય હોય છે. લખવાના વિષયને તેઓ ભાગ્યે જ સમજતા હોય છે. આજના બીબાં ગોઠવનારાઓ જેવા લગભગ તે લહિયાઓ હોય છે. લખેલાં જે પુસ્તકે અત્યારે ઉપલબ્ધ છે તેમાંનાં નવ્વાણું ટકા પુસ્ત એ અભણ લહિયાઓનાં જ લખેલાં હોય છે; એથી એમાં અશુદ્ધિ આવે એ સહજ છે. લહિયાઓ ઘણાંખરાં પુસ્તકને છેડે એમ લખે છે કે જેવું પુસ્તક મારી સામે છે તેવું જ આ બીજું તેના ઉપરથી હું લખું છું; એથી શુદ્ધિ અશુદ્ધિની જવાબદારી એ મૂળ પુસ્તક ઉપર છે. આ વાત તે ખરી છે, પણ લહિયે પિતાના અજ્ઞાનને લઈને બીજી કેટલીયે અશુદ્ધિઓ વધારે છે એ ભૂલી જાય છે. '
લહિયાએ જે અશુદ્ધિઓ કરે છે તેમાં વધારે અશુદ્ધિઓ તે વિષયના અજ્ઞાનને લીધે થાય છે; બીજી કેટલીક લિપિના અજ્ઞાનને લીધે થાય છે, કેટલીક પડિમાત્રાને ન સમજવાથી થાય છે, કેટલીક અક્ષરની સમાનતામાંથી જન્મે છે અને કેટલીક એમની પિતાની
અસાવધાનંતાને લઈને થાય છે. - જે પ્રતિ ઉપરથી એ લખતે હોય એ પ્રતિની પ્રાચીન લિપિને ન જાણું અટકળે સમજનાર અને પિતાના જમાનાની લિપિથી ટેવાયેલ લહિયે નવી પ્રતિમાં અનેક ભૂલે ઉમેરે છે. ઘ અને ઇ, જી અને રથ, અને ૧, ૨ અને ૩, ૪ અને ૫ વગેરે સમાન આકૃતિવાળા અક્ષરે જૂની લિપિમાં છે, તેમને ન સમજવાથી લહિયે કાંઈને બદલે કાંઈ લખી જાય છે, આથી જ ગ્રંથમાં અનેક અશુદ્ધ પાઠાંતરે વધે છે. * પડિમાત્રામાં માત્રા અક્ષરની પૂર્વે હોવાથી ઘણીવાર લહિયાઓ એને–એ અક્ષર પૂર્વેની માત્રાને-એનાથી પૂર્વના અક્ષરને કાને સમજી
For PL
Page #54
--------------------------------------------------------------------------
________________
પ્રતિઓને પરિચય લખે છે. જ્યાં બે માત્રા હોય છે ત્યાં બે માત્રા સૂચક ચિહનને લહિયાઓ હસ્વ ઈ સમજી લે છે. જેમકે: વથાણા: (૧૦ ૬૦ ૬ પાટio)- આમાં
થી પાસેને કાન ખરી રીતે સ્થાને કાને નથી પણ ય: ઉપરની માત્રા છે; છતાં લહિયે એને સ્થાને કાને સમજીને કેટલીક પ્રતિમાં શુદ્ધ વસ્થય લખવાને બદલે અશુદ્ધ એવું –સ્થાયી: લખે છે. એવી જ રીતે વિધિમુવેર શબ્દમાં વિની હસ્વ અને પડિમાત્રા સમજીને એટલે હસ્વ ને વૈ સમજીને વિધમુન ને બદલે વૈધિમુવેન લખે છે. આ શબદને વાંચનારે એ શબ્દની અંદરના fધ ને ધિ પૂર્વે વૈ હોવાથી ખોટ ધારી કાઢી નાંખે છે અને શેષ રહેલા વૈમુવ શબ્દમાં બરાબર શબ્દશુદ્ધિ કરવા વને રસ્થ કરે છે. આ રીતે લહિયાની એક ભૂલમાંથી વાંચનારે બીજી ભૂલ કરે છે અને એ રીતે વિધિમુન એ શબ્દ વૈમુર (૪૦ ૬૦ રૂરૂ રૂ પાઠાં) બની જાય છે. એ રીતે કેટલાય શબ્દો ફેરવાઈ ગયા છે.
લહિયે અને ત, 7 અને રઅને સ્વ, મ અને સ, મ અને સ, fમ અને ર, ૩ અને ૪, હું અને , ત અને સૂ, ચૂ અને સૂ, ગ અને જ્ઞ, ૪ અને , 7 અને રત, અને ત, ચ અને ક્ષ, ૪ અને ત્ર, અને ત્ત, અને ચ, ૨ અને ૨, અને વગેરે અનેક અક્ષરમાં ભૂલ ખાઈને કાંઈનું કાંઈ લખી નાખે છે. માતાને બદલે માસના (૬૦ ૨૨૨) લખે છે, અનેક જગ્યાએ વૃત્તને બદલે વૃત લખે છે (૬૦ ૨૬ ૦–૧, ૪૬૬), સત ને બદલે ભ્રમથી સ્વત. લખે છે (ઉ. ૪૬૨), સુવ્યવેત ને બદલે મુક્ત, તુચુત, પુષ્ય લખે છે (૬૦ ર૭૬), કમર ને બદલે પ્રસવ લખે છે ( રૂરૂ ૦), વિષયને બદલે મિષા લખે છે (g૦ રૂદ્ર), વા ને બદલે અને વાને બદલે વ તે અનેક જગ્યાએ છે (૬૦ ૬, ૬ ૨૨૨), જીતીને બદલે ચાર્તસ્થ લખે છે (T૦ રૂ ૨૭). કેટલેક સ્થળે હું અને રૂની આકૃતિની સમાનતાને લીધે એ બેનો પૃથગ્લાવ થઈ શક્યો નથી એથી જ એ જ પાને છન્નતને બદલે
Page #55
--------------------------------------------------------------------------
________________
સન્મતિ પ્રકરણ છંફતાહતચ. એમ લખાયેલું છે. એમાં લખનારની પણ ભૂલ છે અને અધકચરા વાંચનારની પણ ભૂલ છે. નિવૃત્તતંત્રને બદલે નિષ્પક્સેસૂત્ર થઈ ગયું છે (૬૦ રૂ ૩૨). આમાં ત અક્ષરને લહિયે. દૂ સમજે છે. આ જાતની ખેતી સમજને લીધે આ પ્રસ્તુત પુસ્તકમાં અનેક જગ્યાએ ત ના જૂ થવા પામ્યા છે. જેને એ સૂ સમજે છે તેમાં રહેલા તનું રૂપ ઘણું જૂનું છે; એટલે કે ઈ. સ. પહેલા સૈકાનું છે. એ માટે જુઓ પ્રાચીન લિપિમાળા લિપિપત્ર પ.) એ જૂની લિપિના તકારના અજ્ઞાનને લીધે લહિયે એ સ્ત ને જૂ સમ છે. ચૂતને બદલે લહિયે સૂત કે સંત લખે છે (૬૦ રૂ૮૨). નાનનું ને બદલે , જૂની પ્રતિમાં પણ જ્ઞાનનું લખાયું છે(૫૦ ૬૦૮). તેમાં લખનારા ઉપરાંત સંધિ કરનારાને પણ ભ્રમ છે. લહિયાએ કદાચ અને જ્ઞ સમજી જ્ઞાનનું લખ્યું હશે તો પણ શબ્દસ્પર્શ વાંચનારાએ શબ્દશુદ્ધિને ખાતર જ્ઞાનનું જ્ઞાનં કરી નાખ્યું લાગે છે. રુદ્રને બદલે રાષ્ટ: લખાયેલું છે (g૦ રૂ૮૫). તેમાં ૨ ને દ સમજવાની બ્રાતિ થયેલી છે, જે અક્ષરેનું પૃથક્કરણ કરનાર સહેલાઈથી સમજી શકે એમ છે. ચિત્રને બદલે વિનંત લખાયેલું છે (૬૦ રૂ૮૬); તેવાતાનને બદલે તારમન થઈ ગયું છે (૬૦ ૨૨૨), ક્ષ્ય કે ને બદલે ઘણીવાર ક્ષ થઈ ગયો છે (૬૦ ૭૨). સર્વત્રાને બદલે સન્ન થઈ ગયેલું મળે છે (૬૦ ૨૪૬); લહિયે તે સર્વત્રાનું સર્વસન કર્યું હશે પણ વાંચનારે તેને શબ્દાર્થ ન સમજાયાથી સT કર્યું લાગે છે અને કેાઈને તે સન્ના પણ સંતોષકારક ન લાગવાથી સજ્જ એવું વિ૦ પ્રતિમાં સુધારાયેલું છે. આ રીતે એક અશુદ્ધિમાંથી રમૂજ પમાડે તેવી અનેક અશુદ્ધિઓ વધી ગઈ છે. ત્તત્ર ને બદલે નત્તત્ર એવા પાઠે થઈ ગયા છે (૬૦ રૂ૬૩)અને એવા પાઠે બંધ બેસતા ન હોવાથી માત્ર શબ્દશુદ્ધિપ્રધાન વાંચનારાએ વિ. પ્રતિમાં ન તત્ર કરીને સુધારેલે છે.
ન્યાને બદલે ચાર લખાયું છે (g૦ ર૭). મુરને બદલે મુદ્ર થઈ ગયું છે (૬૦ ૨૧૨). વાગ્યને બદલે વાવી એવું અસંગ
થયેલી છેજે ઉ૮૧) નાખ્યું લાગે છે
Page #56
--------------------------------------------------------------------------
________________
પ્રતિઓને પરિચય તાર્થ રૂપ આવી ગયું છે (૬૦ ૪૧૨). આ બધી અશુદ્ધિઓ તે અક્ષરસામ્યના અજ્ઞાનને લીધે થઈ
એ બધી ભૂલ કેમે કરીને પણ સુધારી શકાય એવી કહેવાય. જે અભ્યાસી ગ્રંથના આશયને જાણતા હોય તે આવી ભૂલેમાં ગૂંચવાયે નહિ. પણ કેટલીક વખત એવી ભયંકર ભૂલે થઈ ગઈ છે જેની શુદ્ધિ માટે દિવસોના દિવસે ચાલ્યા ગયા છે. લિહિયાએ રાત્રિ અને માર શબ્દને બદલે #ને #સ્ટ અને વસ્ત્ર બનાવ્યો અને માનુિં નારી બનાવ્યું. લહિયાના લખ્યા પ્રમાણે વિચારતાં અર્થ કઈ રીતે બંધ બેસે જ નહિ. ટીકાકાર લખે છે કે સ્ત્રિ અને મારિ શબ્દને જે અર્થ દ્રવિડીમાં પ્રસિદ્ધ છે તેથી ઊલટો અર્થ આય ભાષામાં છે. આ માટે દ્રવિડી કેશ ઉથામવામાં આવ્યો પણ પત્તે ખાધે નહિ. છેવટે તત્ત્વસંશું ને ૭૦૦ મે પાને આ બાબતને ઉલ્લેખ મળવાથી સમાધાન થયું. આ વિષે પૃ૦ ૨૩૬, ટિપ્પણ મું જોઈ લેવું. આ રીતે કેઈનું અજ્ઞાન બીજાઓને દિવસોના દિવસો સુધી વિચારમાં નાંખી દે છે. આવી આવી બહુસમયસાધ્ય શુદ્ધિઓ વિદ્યાપીઠની ધીરજને જ આભારી છે. એક જગ્યાએ લહિયે વિવ૫. ને બદલે વૃક્ષ લખે છે, આ પણ એવું જ વિચિત્ર છે.. જૈન પુસ્તક લખનાર લહિયાઓને કેટલાક જૈન શબ્દને ખૂબ પરિચય હોય છે એથી જ ત્રિને બદલે છે, ને બદલે
પવૃક્ષ જેવી અક્ષમ્ય અશુદ્ધિઓ થઈ જવા પામી છે. આ ઉપરાંત આ લખેલી પ્રતિઓમાં ઠેકઠેકાણે અનુસ્વાર અને વિસર્ગની અવ્યવસ્થા છે. અનુનાસિક વર્ણોને સ્થાને અનુસ્વાર જ લખાયા છે અને પડિમાત્રાનાં માથાં એવાં અવ્યવસ્થિત બંધાયાં છે કે જે વાંચતાં કે સમજતાં બહુ ત્રાસ થાય છે. લેખક ઘણી જગ્યાએ પ્રતિવાને બદલે પ્રતિવિશ્વ લખે છે એ પણ એક નાટક છે.
रानन्त्यम्ने पहले रानन्तम्-रात्यन्तम्-रानन्त्यंतम् (पृ० १७५), वस्थेतिने पहले वस्थाति-वस्थिति-वस्थेतिति-वस्थातिति-वस्थितेति (T૦ ૨૨૨), વિજ્યાને બદલે ત્રિજ્યતા, ચિતિતા–નિર્ચા. આ રીતે
Page #57
--------------------------------------------------------------------------
________________
૪૦
સુસતિ પ્રકરણ લહિયાએ પાને પાને અનેક અશુદ્ધિઓ કરેલ છે. અમે ઉપયોગમાં લીધેલી ઘણું ખરી પ્રતમાં આવી અશુદ્ધિઓને પાર નથી. બીજું ઘણું જગ્યાએ ઉપર કે નીચે કઈ કઈ સરખે સરખા શબ્દો કે અક્ષર, હોવાને લીધે લહિયાએ વાકયેનાં વાક અને પંક્તિની પંક્તિ જ પડતી મૂકી છે. એટલે કે પાનાની પહેલી પંક્તિમાં તુ શબ્દ હોય અને એ જ તુ શબ્દ પાનાની પાંચમી પંક્તિમાં હોય, તે લહિયે વચમાં ઊઠવાના કારણને લીધે કે શરતચૂકને લીધે પહેલી પંક્તિનો તુ શબ્દ લખી પાંચમી પંક્તિ પછીના તુ શબ્દથી ચાલતું લખાણું શરૂ કરી દે છે. અર્થાત લખતાં લખતાં વચ્ચેની ચાર પંક્તિઓ પડી જાય છે. આ રીતે પ્રસ્તુત પુસ્તકની પ્રતિઓમાં ઘણું પાઠો પડી ગયેલા છે. જેમકેसंवेदनाभ्युपगमप्रसङ्गात् तथाभ्युपगमाददोष सावा वायने पहले संवेदनाયુપામતોષ આ પ્રમાણે લખેલું છે (૬૦ ૭૨); અને ક્યાંય ક્યાંય ઉપર્યુક્ત કારણોને લીધે બેવડા પાઠ પણ લખાઈ ગયા છે. જેમકેसर्वविकल्पातीतं सविकल्पमिव आने मी सर्वविकल्पातीतं सविकल्पातीतं સવિત્પમિત્ર આ પ્રમાણે લખાયું છે (૬૦ ૪૨૮). આ રીતે છૂટી ગયેલા અને બેવડાઈ ગયેલા લાંબા લાંબા પાઠ ઘણું આપી શકાય એમ. છે, પણ અહીં તે માત્ર નમૂન જ મૂક્યો છે.
લખેલી પ્રતમાં કેઈ કઈ પાનાંના આજુબાજુના હાંસિયામાં કે તેની ઉપર નીચેની ખાલી જગ્યામાં વાંચનારાઓ ક્યાંય ક્યાંય પર્યા ' મૂકે છે, ટિપણે કરે છે અને ક્યાંય પાઠાંતરે લખે છે. લહિયાઓ
આ બધા વિભાગ ન સમજતા હોવાથી એ હાંસિયાને કે આજુબાજુના ભાગને ચાલુ ગ્રંથ સમજી તેમાં ભેળવી દે છે. આને લીધે પ્રસ્તુત ગ્રંથમાં એવાં કેટલાંક ટિપ્પણે પસી ગયાં છે, જેમની યાદી તે તે જગ્યાએ આપવામાં આવી છે કે પાઠાંતરે આપીને સમજાવેલી છે. તે માટે જુઓ ૬૦ ૨ ૦ ૨૨, g૦ ૭૬ દિ૦ ૭, પૃ. ૨૨ દ૦ ૭ વગેરે..
- આ સિવાય કઈ કઈ જગ્યાએ લહિયાઓના અજ્ઞાનથી એવા નિરર્થક શબ્દનું ભરણું થયું છે કે જેને લીધે પદ્ય ભાગ ગદ્ય જે
Page #58
--------------------------------------------------------------------------
________________
પ્રતિઓને પરિચય થઈ ગયે છે (જુઓ ૬૦ ૨૮૨ દિ૦ ૨૬ તથા પૃ. ૨૪ દિ. ૨૨). લહિયાઓએ જ્યાં અનુનાસિક અક્ષરે લખવા જોઈતા હતા ત્યાં બધે લખવાની સગવડતાને લીધે અનુસ્વાર મૂકેલાં છે. જેમકે રહ્યું ને બદલે લિપિકાર સંવ લખે છે. આને લીધે પણ કેટલીક અશુદ્ધિઓ થવા પામી છે. - ગ્રંથ લખાવનારાઓએ લેખન – લખાવવાની પ્રવૃત્તિ દ્વારા લહિયાએને ઉત્તેજીને એ કળાને વધારેમાં વધારે વિકાસ સધાવ્યું છે એમાં જરાયે શક નથી. પણ એ સાથે લહિયાઓમાં વિદ્યાવૃદ્ધિ થાય એટલે કે તેઓ જે જે ગ્રંથ લખે તેમાં વિદ્યાવૃદ્ધિને કારણે અશુદ્ધિઓ ઘણીઓછી થાય, એ માટે વિશેષ લક્ષ્ય અપાયું હોત, તથા જે લહિયે વધારેમાં વધારે શુદ્ધ લખે અને જેના લખાણમાં ઘણું ઓછી અશુદ્ધિઓ આવે એ માટે જ ભાર અપાયું હતું, તે આ બધું અહીં લખવાનો પ્રસંગ જ ન આવત...
અત્યારે જે પ્રાચીન સાહિત્ય ઉપલબ્ધ છે તે લહિયાઓને જ આભારી છે. આંખને નાશ કરનાર અને ડોક કે કેડને ભાંગી નાંખનાર આ કઠણું વ્યવસાય કરનારા લહિયાઓને વર્ગ ન ઉત્પન્ન થયે હોત અને સમાજે તેને આદર ન કર્યો હોત, તો અત્યારે જે કાંઈ લિખિત સાહિત્ય મળે છે તે ન જ મળત એ નિઃસંશય વાત છે. લહિયાઓએ લેખનકળામાં એટલી બધી પ્રવીણતા મેળવી હતી કે માત્ર અમુક ગજ લાંબા ટીપણામાં મોતીના દાણા જેવા સૂક્ષ્મ અક્ષરે દ્વારા મહાભારત અને ભાગવત જેવા મેટા મેટા ગ્રંથે તેઓ લખી શક્યા હતા; એ ગ્રંથે આજે પણ ગાયકવાડ–વડેદરાના સંગ્રહમાં છે. એ અક્ષરે એટલા બધા ઝીણું છે કે જેમને વાંચવા માટે અત્યારે આપણી આંખ તો કામ જ નથી કરતી. નાનાનું મેટું દેખાડે એવા કાચ (Eyeglass) દ્વારા તે અત્યારે આપણાથી માંડ વર્ચી શકાય છે. ત્યારે આશ્ચર્યની વાત છે કે લખનારાઓ એને શી રીતે લખી શક્યા હશે! અત્યારે જેમ એક ઘઉંના દાણું ઉપર બારાક્ષરી લખનારા અને
Page #59
--------------------------------------------------------------------------
________________
સન્મતિ પ્રકરણ એક પત્તા ઉપર અમુક ગ્રંથને સમાવી દેનારા આપણને આશ્ચર્ય ઉત્પન્ન કરે છે, તેમ તેવા આશ્ચર્ય ઉજવનારા પહેલાં તો કેટલાયે હતા એ વાતની પ્રતીતિ હસ્તલિખિત પ્રાચીન સાહિત્ય જોનારને થયા વિના રહેનાર નથી. લહિયાઓની લખવાની સફાઈ તે અવર્ણનીય જ છે. કેઈ પણ લખેલી પ્રતિ જુઓ તે તેમાં એક પણ જરાય વાંકી લીટી નહિ હોય, લગભગ અક્ષરે બધા એક સરખા જ હશે અને દરેક પાનામાં પંક્તિઓ બન્ને બાજુએ સરખી હશે. લહિયાઓ લખતા એટલું જ નહિ પણ તાડપત્ર કે કાગળ ઉપર સંસ્કારો પણ કરતા જેથી એ સુંવાળા અને ચળકતા બનતા. તેમજ અનેક પ્રકારની શાહી બનાવવાની કળા પણ એમના હાથમાં હતી. શાહી પણું ચળકતી, સુંદર, ટકાઉ અને ચીકણુ તેઓ બનાવતા. આજે પણ ૮૦૦ વર્ષ પહેલાંની લખેલી પ્રત “જીવસમાસવૃત્તિ – લખનાર માલધારિ હેમચંદ્ર કર્તા પિતે સં. ૧૧૬૪ મળે છે જેના અક્ષરે અને શાહી જાણે ગઈ કાલનાં જ હોય એમ લાગે છે. તાડપત્રની પ્રતના ભંડારે નજરે જેવાથી આ હકીકત વિશેષ સ્પષ્ટ થઈ શકે એમ છે. લહિયાઓએ જેનેન અને બ્રાહ્મણોના કેટલાક પવિત્ર ગ્રંશે સાચી સોનેરી અને રૂપેરી શાહીમાં કાગળને રાતા કે વાદળી રંગીને લખેલા છે, જે જૂના હોવા છતાં અત્યારે તદ્દન નવા જેવા લાગે છે. આ ઉપરાંત કલ્પસૂત્રનાં પુસ્તકોમાં અને કેટલાક રાસાનાં પુસ્તકમાં લહિયાઓએ દોરેલા ચિત્રો એમની ચિત્રકળાગત સિદ્ધહસ્તતાને જ સાબિત કરે છે. તાડપત્રનાં પુસ્તકે ઉપર પણ એમણે સુંદર ચિત્ર દોરેલાં છે. એમનાં લખવાનાં અને આંકવાનાં જુજબલ અને ફાંટિયું એ સાધન એવાં સુંદર અને ચોખાં રહેતાં કે જેને જોઈ આજને જેનાર જરૂર આશ્ચર્ય પામે. પુસ્તકે વધારે ચિરસ્થાયી રહે એ માટે, લખેલાં પુસ્તકે સાથે કઈ કઈ ઔષધિઓ –ઘેડાવજ, તમાકુ વગેરે રાખવી એ પણ લહિયાઓના ખ્યાલ બહાર ન હતું. પુસ્તકે ઉપર એમને એટલે બધો પ્રેમ હતો જે એમનાં લખેલાં પુસ્તકનાં છેલ્લા પાનાનાં પોમાંથી તરી આવે છે. લહિયાઓનાં એ પદ્યો આ પ્રમાણે છે: .
Page #60
--------------------------------------------------------------------------
________________
પ્રતિઓનો પરિચય अदृष्टदोषान्मतिविभ्रमाद्वा, यदर्थहीनं लिखितं मयाऽत्र । तन्मार्जयित्वा परिशोधनीयं, कोपं न कुर्यात् खलु लेखकस्य ॥१॥
વાં પુસ્તકો સુષ્ય, તાવ ત્રિલિતં મથા : * यदि शुद्धमशुद्धं वा, मम दोषो न दीयते ॥२॥
જે રત્ રથ રોત, ત્ શિવધનાર્ ! . मर्खहस्ते न दातव्या, एवं वदति पुस्तिका ॥३॥ अग्ने रक्षेत् जलाद् रक्षेद्, मूषकाच्च विशेषतः । कष्टेन लिखितं शास्त्रं, यत्नेन परिपालयेत् ॥४॥ भग्नपष्ठिकटिग्रीवा, वक्रदृष्टिरधोमुखम् । . कष्टेन लिखितं शास्त्रं, यत्नेन परिपालयेत् ॥ ५॥ उदकानिलचौरेभ्यो, मषकेभ्यो विशेषतः.। कष्टेन लिखितं शास्त्रं यत्नेन परिपालयेत् ॥६॥ बद्धमुष्टिकटिग्रीवा, मन्वदृष्टिरधोमुखम् ।..
कष्टेन लक्ष्यते (लिख्यते) ग्रंथः, यत्नेन परिपालयेत् ॥७॥
એ પદોને સાર આ પ્રમાણે છે. આ પુસ્તકને બહુ કષ્ટથી લખ્યું છે. લખતાં લખતાં પીઠ, કેડ, ડેક વળી ગયાં છે; નજર વાંકી થઈ ગઈ છે, નીચું મોઢું રાખીને લખ્યા જ કર્યું છે. માટે આવા મેંઘા પુસ્તકને પાણથી, અગ્નિથી, હવાથી, ઉંદરથી, તેલથી અને ચારથી બચાવવું. ઢીલા બંધનમાં બાંધી એને નાશ ન કરતાં નથી રક્ષણ કરવું. અમે તે અભણ છીએ એટલે જેવું સામે પુસ્તક આવ્યું તેની તેવી જ નકલ થઈ કયાંય ભૂલ હોય તે પંડિતએ કોપ ન કરતાં સુધારી લેવી.
- લેખન વ્યવસાય, તે માટેનો ઉત્સાહ અને તેના વિકાસ માટે સેવાયેલે પ્રયત્ન એ બધાં અંગો સાથે જે શુદ્ધ લખવા જેટલા વિદ્યાભ્યાસ ભળ્યો હોત, તે સોનામાં સુગંધ જેવું થાત અને અત્યારના ઉપલબ્ધ હસ્તલિખિત સાહિત્યમાંથી વિદ્વાન, વાંચનારાઓ અને ભણનારાઓ એર જ આનંદ અનુભવત.
Page #61
--------------------------------------------------------------------------
________________
સન્મતિ સારણ એ લહિયાઓના પરિશ્રમની જે આપણે કાંઈ કિંમત ગણતા હોઈએ, તે રાષ્ટ્રીય દષ્ટિ મુખ્ય રાખીને પણ એ લહિયાઓએ લખેલા સાહિત્યને પુનરુદ્ધાર કરવા દેશની દૃષ્ટિ જરૂર જવી જોઈએ અને તે લહિયાઓના વારસે જે આજે લેખન વ્યવસાયને અભાવે હેરાન થઈ પિતાની અત્યુત્તમ લેખનકળાને છેડતા જાય છે, તે તરફ પણ રાષ્ટ્ર નજર કરવી જોઈએ અને શુદ્ધ લેખનને ઉત્તેજવું જોઈએ.
૭. વાંચનારા અને ભણનારાઓએ કરેલા સુધારાવધારા આ સન્મતિવૃત્તિ જેવા મેટા ગ્રંથનું સાંગોપાંગ અધ્યયન કરનારા અને એને ‘અક્ષરશઃ સમજીને વાંચનારા ઘણા વિરલ અભ્યાસીઓ જ થયા હોવા જોઈએ. એથી જ કરીને વાંચનારા ભણનારા દ્વારા એમાં થવા જોઈએ એવા સુધારાવધારા થયા નથી. બહુ બહુ તે કેઈ અભ્યાસી એમાં કેઈક કંઈક શબ્દનાં ટિસ્પણ કરે છે અને પાઠાંતર મૂકે છે, કેઈક જગ્યાએ અન્વયસૂચક અંકે મૂકે છે, કોઈક જગ્યાએ સમાસ સૂચવવાને અંકે મૂકે છે અને પદાન્તસ્થ એકાર
કાર પછી થતા અકારના લેપને સ્થાને જેમ અવગ્રહનું નિશાન પ્રસિદ્ધ છે, તેમ સંધિમાં સમાઈ જતા કારને અને ઉકારને સ્પષ્ટ કરવા, જુદાં જુદાં નિશાન મૂકે છે; કેટલીક જગ્યાએ પદછેદ કરવા માટે પણ ચિહ્નો કરેલાં છે, કેટલીક જગ્યાએ વૃત્તિમાં અવતરણ રૂપે આવેલા શ્લોકના અર્ધા ભાગને પૂરો કરવા અથવા તે બ્લેક મૂળ કેને છે તે સૂચવવા અને કેટલીક લૌકિક ન્યાય જેવી અધૂરી ઉક્તિઓને પૂરી કરવા પ્રયત્ન કરવામાં આવે છે. આ સિવાયના બીજા સુધારાવધારા અમારી પાસેની પ્રતિમાં નથી.
' જે આ પુસ્તક ઘણાઓના અભ્યાસમાં આવ્યું હોત અને એના ઉપર વાંચનારાઓએ ખૂબ ચર્ચા કરી હત, તે એમાં બીજા ઘણા સુધારાવધારાને અવકાશ હત; એટલે કે એમાં જે જે મતોનો બહુ સંક્ષેપમાં ઉલ્લેખ આવે છે તે વિષેની વિગત અભ્યાસી ઉમેરી શક્ત; જે જે.અવતરણે આપ્યાં છે તે અવતરણ કયા ગ્રંથના કયા પ્રસંગનાં
Page #62
--------------------------------------------------------------------------
________________
પ્રતિના પરિય
છે અને તેના પ્રસ્તુત ગ્રંથમાં શા સબંધ છે એ બધું વાંચનારા સ્પષ્ટ કરી શકત; વળી ટીકાના જે ભાગ વિશદ કરવા જેવા હતા તે પણ કરી શકત. પણુ આવાં ટિપ્પણા દ્વારા થવા જેવા સુધારાવધારા કાઈ પ્રાંતમાં મળતા નથી; એથી લખાયા પછી આ ગ્રંથ અભ્યાસીઓના અભ્યાસમાં ઘણા એ આવ્યેા લાગે છે, જેમ એક મહારત્ન એના ગ્રાહકના અભાવે પેટીમાં જ પડયુ રહે, તેમ વિસ્તૃત પણ એક જ ટીકાવાળા આ ગ્રંથરત્ન માટે પણુ ક્યું હાય એમ લાગે છે. આ સ્થિતિ એ સમયના અભ્યાસીઓના વિદ્યાવ્યાસંગ ઉપર` ખાસ અતિહાસિક પ્રકાશ નાંખે એવી છે. આવા મેટા કે નાના કાષ્ઠ ગ્રંથ બ્રાહ્મણુ પરંપરામાં એવા નથી મળતા કે જેના ઉપર અનેક ટીકાઓ, ટિપ્પણીએ અને ક્રોડપત્રો ન લખાયાં હોય. ગમે તેમ હા, પણુ બ્રાહ્મણુ પરંપરાએ વિદ્યાના વારસાને પહેલેથી આજ સુધી ભિક્ષુક રહીને પણુ જાળવી રાખ્યા છે; જે આજે પણુ કાશી અને કાંચી જેવાં નગરામાં પ્રત્યક્ષ દેખાય છે. સદ્ભાગ્ય એ છે કે આ ગ્રંથ અત્યારે ઉપલબ્ધ થઈ શકે છે; પણ આવા અને આ કરતાં મેરા કેટલાયે ગ્રંથા સિદ્ધિવિનિરવય, સ્વાદાવરનાર, પ્રમાળસમુય વગેરે અભ્યાસના અભાવે નામશેષ થઈ ગયા છે. પ્રતિમાં થયેલા સુધારાવધારા આ મુદ્રિત પુસ્તકમાં અમે ટિપ્પણમાં આપી દીધા છે, જે જે પ્રતિમાં ટિપ્પણુ છે કે પાાન્તર છે તે, તે તે પ્રતિના નામ સાથે મૂકેલાં છે. એ જ રીતે અવિષયક ટિપ્પણું, અંકસૂચક ટિપ્પણુ, શ્લોકના ઉત્તરા કે પૂર્વાધ પૂરક ટિપ્પણુ, લૌકિક ન્યાયપૂરક ટિપ્પણુ, અને પ્રકાર કારના ચિહ્નસૂચક ટિપ્પણુ એ બધું આ પુસ્તકનાં તે તે ટિપ્પણામાં આપેલુ છે. એ બધાના દાખલા બધા તે ન જ આપી શકાય, છતાં એક એક દાખલા નમૂના રૂપે આપવામાં આવે છે, પ્રતિમાં આપેલા અથવિષયક ટિપ્પણ માટે જીએ પૃર્ગ ટિ૦ માં દિ૰ To fz... વગેરે. આવાં ટિપ્પા તા અનેક પાનાં ઉપર છે જે તે તે પાનાં જોવાથી સ્પષ્ટ થશે. પાઠાંતર
Page #63
--------------------------------------------------------------------------
________________
સન્મતિ પ્રકરણ માટે જુઓ ૫૦ ૨૮૨ દિ. ૨૪ અને ૨૬, ૬૦ ૪ર૧ દિ૪, પૂ. ૪ર૬ દિ૦ ૩ અને ૪, ૫૦ ૪૮૮ દિ ૨ અને ૬૦ ૧૭૮ fટ ૨૨. અન્વયસૂચક અંકના ટિપણી માટે જુઓ ૫૦ ૪૮૦ દિ૦ ૬ અને ૭, પૃ૪૬૨ ૦િ ૪ અને પૂ. ૧૦૨ દ૦ ૧. વિકલ્પસંખ્યાસૂચક અંકોના ટિપ્પણ માટે જુઓ પૃ. ૪૭ દિ. ૨. સમાસૂચક
કેના ટિપ્પણ માટે જુઓ g૦ ૧૮૮ ૦ ૭ અને ૬૦ ૨૧? દિ૦ રૂ. વિભક્તિસૂચક અંકે માટે જુઓ પૃ. ૫૬ દિ ૮, ૧૬૨ टि० ६, पृ० ५७१ टि० २, पृ० ५७३ टि० ४, पृ० ४९५ टि० ५ વગેરે. પ્લેકાર્ધપૂરક ટિપ્પણ માટે જુઓ ૬૦ ર દિ ૫. જ્યાં કાર વ્યંજનમાં ભળી જાય છે, ત્યાં તેને સૂચવવા પ્રતિમાં અર્ધચંદ્રાકારને મળતું ચિહ્ન મૂકવામાં આવેલ છે, એ માટે જુઓ વૃ૦ ૪૦૦ દિ૧; અને
જ્યાં ઉકાર સંધિમાં ભળી ગયું છે ત્યાં તેને સૂચવવા તે ઉકાર ઉપર અજજુ જેવું સાતડાને મળતું નિશાન મૂકેલું છે, જુઓ ૦ ૪૨૨ f૦ ૬. ક્યાંય પાઠ અશુદ્ધ છે એમ બતાવવા ટિપ્પણ કરેલું છે, જુઓ પૃ. ૫૪ દિ૦ ૬. ક્યાંય વીસાને સૂચવવા માટે અંકે મૂકવામાં આવ્યા છે, જેમકે સન્ત ૨ વ્યાપર. આ અનંત શબ્દ પાસે મૂકેલો ૨ અનંત અનંત વ્યાપાર એમ સૂચવે છે; પણ લિપિ કરનારના ભ્રમથી અનંત પાસેનો ૨ રેફ સમજાય અને તેથી તેણે અનંત વ્યાપાર એમ લખ્યું, જુઓ ૬૦ ૭૦ ૭ દિ. ૪. આ રીતે બીજે બીજે સ્થળે વીસા માટે અંકે મૂકવામાં આવ્યા છે.
( ૮. પ્રતિએની લેખનશૈલી અને અમારી મુદ્રણપદ્ધતિ
આગળ જણાવાઈ ચૂક્યું છે કે લહિયાઓ પ્રતિઓમાં કયા ક્યા પ્રકારની અશુદ્ધિઓ કરતા; અહીં એ જણાવવાનું છે કે લહિયાઓએ લેખન-વિભાગ કયે પ્રકારે રાખેલ છે. પડિમાત્રાવાળી લિપિ લખવામાં કેટલેક અંશે સરળ લાગે છે, કેમ કે એમાં માથે માત્રા કરવાનું ઘણું ઓછું આવે છે, અને તેથી જ તે લિપિ સુંદર દેખાય છે. ફક્ત જયાં
Page #64
--------------------------------------------------------------------------
________________
પ્રતિઓને પરિચય બે માત્રા હોય ત્યાં જ માથે એક માત્રા કરવાની પદ્ધતિ આ લિપિમાં છે. આને બાબર નમૂને જેવો હોય તો વર્તમાન બંગાળી ભાષાની લિપિપદ્ધતિ જેવી જોઈએ. કડિકા–પેરેગ્રાફ–વગેરેને વિભાગ જેમ આપણે બીજાં મુદ્રિત પુસ્તક જોઈએ છીએ કે કરીએ છીએ તેમ કઈ પ્રતિમાં હેત નથી. તેમાં બધું એકધારું જ લખેલું હોય છે, પણ જયાંથી કઈ ખાસ બાબતની શરૂઆત થતી હોય અને જ્યાં તે પૂરી થતી હોય ત્યાં બંને ઠેકાણે લહિયાઓએ આદિ અને અંત ભાગ લાલ શાહીથી રંગેલ હોય છે, અથવા સમાપ્તિ માટે ક જેવું નિશાન કરેલું હોય છે, અથવા આગળ પાછળ છે આમ બે દડે મૂકેલા હોય છે. કઈ જગ્યાએ અવતરણોની શરૂઆતને ભાગ પણ લાલ શાહીથી રંગેલો હોય છે. એવી રીતે રંગ કરીને લેખન વિભાગ કઈ કઈ પ્રતિમાં બતાવેલ હોય છે. જે પ્રતિ મૂડ હોય છે તેમાં મૂળ અને ટીકાન વિભાગ અક્ષરે. એક સરખા હોવાને લીધે જોતાં વે ત જ જણાતો નથી; પણ ત્રિપાઠ કે પંચપાઠની પદ્ધતિએ લખાયેલ પ્રતેિમાં મૂળભાગ ક્યાં છે તે તુરત જ જણાઈ જાય છે. લહિયાઓને જ્યાં એકવું મુશ્કેલ હોય છે ત્યાં ઘણેખરે ભાગે છેકવા જેટલા અંશ ઉપર હડતાલ ભૂસી દેવામાં આવે છે. પુસ્તકે ઉપાડવાની સગવડ લક્ષમાં રાખીને તેને આડા-પાનાના આકારમાં કરવામાં આવે છે. આ વાત થઈ પ્રાચીન લેખનશૈલીની. :
અમારી મુદ્રણપદ્ધતિના સંબંધમાં દરેક ભાગના વક્તવ્યમાં સવિસ્તર લખાઈ ચૂક્યું છે. હાલ જે છેલ્લામાં છેલ્લી ઢબે પુસ્તકનું સંશોધન અને મુદ્રણ થાય છે તે ઢબને આ મુદ્રણમાં સ્થાન આપવા પ્રયત્ન કરવામાં આવ્યો છે. એટલે કે મૂળ ટીકાન વિભાગ, ટીકામાં પણું કઠિકાઓને વિભાગ, મોટી મેટી કડિકાઓમાં સંબંધને વિભાગ, પ્રત્યેક ગદ્ય કે પદ્ય અવતરણોને વિભાગ અને તે અવતરણ મૂળ ક્યા પુસ્તકનું છે તેની સમજ વગેરે બધું આ મુદ્રણમાં આપવામાં આવ્યું છે. વાકયોનો વિભાગ અલ્પવિરામ, અર્ધવિરામ અને પૂર્ણવિરામ-દંડદ્વારા કરવામાં આવેલ છે. આ દંડને ઉપગ તો જૂની પ્રતિમાં પણ
Page #65
--------------------------------------------------------------------------
________________
૪૮
સન્મતિ પ્રકરણ
છે. દંડ આવતાં પહેલાં જુદી જુદી વિગતે જ્યાં એક ખીજી સાથે સબંધ ધરાવતી હોય ત્યાં અધ વિરામના ઉપયાગ કરવામાં આવ્યા છે. પાનાની પુક્તિને છેલ્લા શબ્દ તેની પછીની પંક્તિમાં પૂરા થત હાય તેને સૂચવવા એટલે શબ્દના અધૂરાપણાને દર્શાવવા લહિયા ત્રણ જાતનાં નિશાન વાપરે છે. કાઈ એવા અધૂરા શબ્દની પાસે કયાંય p આવું, કાંય આવું અને કયાંય \ આવું નિશાન કરે છે. આજકાલના મુદ્રણમાં એ નિશાનેાની જગ્યાએ આડે પણ નાના દંડ – નાના ડેશ વપરાય છે; આ મુદ્રણમાં એવે સ્થળે એ આડા નાના દંડના ઉપયાગ કરેલા છે. જ્યાં દ્રન્દ્રસમાસધટક શબ્દો હોય છે ત્યાં ન્દ્ર સૂચવવા માટે તે પ્રત્યેક પૂરા શબ્દની પાળ એવા નાને આડે બ્રેડ મૂકેલા છે.
સંસ્કૃત કે પ્રાકૃત પુસ્તકમાં આવાં નિશાનેાના ઉપયોગ કરવાની પ્રથા આપણે ત્યાં બહારથી ઉછીની આણેલી છે. પ્રવાહને અનુસરીને અમે એ નિશાનાને ઉપયોગ તો કર્યાં છે, પણુ આ પાંચ ભાગોમાં એ નિશાનને ઉપયેાગ ઉત્તરાત્તર આછા જ કર્યાં છે. અમને અનુભવથી જણાયું કે નિશાનેાના ઉપયેાગ ન કરીએ, પણ માત્ર સધિ જ છૂટી કરી દઈએ તે પણ નિશાનાનું કામ સરી જાય એમ છે. સધિ છૂટી કરવી એટલે જ્યાં જ્યાં વાકયોના અત્ય અક્ષર અને પટ્ટીનાં ખીજા વાકયોને આનંદ અક્ષર સધિથી જોડાયેલા હોય ત્યાં તેમને છૂટા પાડવા. આ જાતનું સંધિનું છૂટાપણું અમે અલ્પવિરામની જગ્યાએ રાખ્યું છે, અને અર્ધવિરામની જગ્યાએ એક સળંગ વાકયમાં અંતરંગ સંધિને છોડીને છૂઢ અક્ષરોને સ્થાન આપ્યું છે. પૂર્ણવિરામની જગ્યાએ તે પ્રાથીનેએ ચલાવેલા દડ જ કાયમ રાખ્યા છે. મુદ્રિત થયેલા પાચ્છ્વા ભાગેામાં આપેલી વાકયવિભાગની પદ્ધતિને ધ્યાનપૂર્વક જોનારા અભ્યાસી એ વસ્તુને તુરત જ સમજી શકે એમ છે. દરેક ગ્રંથમાં તેને સમજવાની સગવડ ખાતર આવા વિભાગ કરવા અતિઆવશ્યક છે.
લખેલી પ્રતામાં આવા વિભાગ ન હેાવાથી કંઈ એમ ન સમજે કે એને વાંચનારા ખરાખર અર્થે નહિ સમજી શકતા હૈાય અથવા
''
Page #66
--------------------------------------------------------------------------
________________
૬. પ્રતિમાના પરિશ્ર્ચય
C
સમજવામાં કઠિનતા લાગતી હશે. સંસ્કૃત કે પ્રાકૃતમાં લિપિબદ્ધ થયેલા પ્રથામાં આવાં અપવિરામ વગેરે નિશાનેાની * જરૂર જ નથી એમ અમારા અનુભવ છે. કારણ કે એ ભાષાઓમાં એવાં નિશાનાને અદલે એવાં અનેક અવ્યયેા છે કે જે બરાબર તે નિશાનાના ભાવને સૂચવવા પૂરતાં છે. જેમ કે ન્દ્ર, વા, કે તથા અલ્પવિરામની ગરજ સારે છે; અથવા અધવિરામસૂચક છે; કૃત્તિ પૂર્ણવિરામના ભાવ બતાવે છે. પ્રશ્ન સૂચવવા માટે ,િ સોશ્ર્વિત્, છત, ઋતવિત્, f. વા વગેરે અનેક અવ્યયા આવે છે. વિન્તુ ઘટકસૂચક ચિહ્નને બદલે પર્યાપ્ત છે. અથ કડિકાના આરંભ સૂચવે છે; અવિ ૬, ગ્નિ વગેરે અવ્યયે કડિ કાન્તત વિભાગને કે વિષયાંતરને કે જુદીજ કડિકાને સૂચવે છે. તથાર્દિ વગેરે અવ્યયેા દૃશ કચિહ્નનાં સૂચક છે. તનુાં, તથા ૨, યથા વગેરે શબ્દો અવતરણસૂચક ચિહ્નને સ્થાને આવે છે. યનોવાં, ચવદ્યુત, યત્ત વગેરે પદો આગળ આવી ગયેલા વિષયની યાદી આપે છે. વિસ્મય કે આશ્રય માટે ગદ્દો અને ઢાના ઉપયોગ થયેલા છે; તેમજ રે અને અરે ના ઉપયોગ સખેાધનને સૂચવે છે, તથા એ માટે સમેધ્ય નામનું પણ જુદું જ પ્લુતાંત રૂપ નિયત થયેલું છે. હાસ્યને માટે પણ અદ્દો ના ઉપયાગ કરવામાં આવેલ છે. આ ઉપરાંત હૈિં, ચત:, · તત:, ત:, તદ્યા, મવતુ નામ, અસ્તુ નામ, ખાતુ, શ્વેત્, ર્વાદ, વં, વગેરે અવ્યયેા તે તે પ્રકારના વાકયવિભાગને સૂચવે છે. વાકયવિભાજક તે તે અવ્યયેાની વધારે સમજૂતી મેળવવા ઇચ્છનાર જિજ્ઞાસુ અભ્યાસીએ હેમચંદ્રના અનેકા સંગ્રહના આખા સાતમા કાંડ અરાબર સમજી લેવા ઘટે. આદુ:, પ્રેયન્તિ વગેરે ક્રિયાપદે કાઈ પણ પક્ષની શરૂઆતને બતાવે છે અને અત્રે પ્રતિવિધીયતે, અત્રોતે વગેરે ક્રિયાપદો કાઈ પણ પક્ષના પ્રતિવાદની શરૂઆત સૂચવે છે. આ રીતે આ અને ભાષામાં એવાં અનેક અવ્યયેા છે જે દરેક પ્રકારના વાકવિભાગને જણાવવાને પૂરતાં છે. એટલા જ માટે લિખિત ગ્રંથાને અભ્યાસી અને અવ્યયેાના મને જાણનારા કદી પણ એકધારા વિભાગ વિનાના લખેલા લખાણને જો તે
Page #67
--------------------------------------------------------------------------
________________
સન્મતિ પ્રકરણ ભરમાતો નથી તેમ મુંઝાતો નથી. આ દષ્ટિને લક્ષ્યમાં રાખીને અમારા છેક પાછલા ભાગમાં નિશાનેનો ઉપયોગ ઘણો ઓછો કર્યો છે. અમને તે ઉચિત લાગે છે કે, જે સંપાદકે અવ્યયવાળી પ્રાચીન પદ્ધતિને ઉદ્ધાર કરે, તે સંપાદકના, વાંચનારના અને ભણનારના ભાષાજ્ઞાનના અભ્યાસમાં અને સમાજમાં જરૂર વધારે થશે અને ચિહ્નોનું પુનરુક્તિ જેવું વ્યર્થ બાહુલ્ય અટકશે. '
મુદ્રણશેલીમાં આ ઉપરાંત એક બીજું જણાવવાનું છે અને તે એ કે, અમે સ્થળે સ્થળે ભાવ સમજવા માટે કેટલાંક ટિપ્પણી કરેલાં છે, તથા તુલનાત્મક પદ્ધતિને દૃષ્ટિમાં રાખીને બીજા દાર્શનિક ગ્રંથની સાક્ષીઓ અને ઉતારાઓ શબ્દભેદ શૈલીભેદ વગેરેને સમજવાને સારુ આ ભાગોમાં વિના સંકેચે મૂકેલા છે. આ ગ્રંથમાં વેદ-ઉપનિષ ન્યાય અને વૈશેષિક દર્શન, સાંખ્ય અને યોગ દર્શન, પૂર્વ મીમાંસા અને ઉત્તર મીમાંસા, જૈન અને બૌદ્ધ, દર્શન, વ્યાકરણ, અલંકાર,
તિષ, વૈદ્યક તથા મહાભારત અને રામાયણ ગ્રંથેનો સમાવેશ થાય છે. એમાંના કેટલાક મુદ્રિત છે અને કેટલાક લિખિત – જેની માત્ર એક જ નકલ છે એવા પણ છે. આ બધી હકીકત ગ્રંથનો અભ્યાસી સ્વતઃ સમજી શકે તેવી છે. એ માટે જુદાં જુદાં પરિશિષ્ટ પણ આપેલાં છે.
૯પાઠાંતરેની યોજના અને તેમને ઉપયોગ પ્રસ્તુત મુદ્રણમાં દરેક પાને ઉપલબ્ધ થયેલાં આવશ્યક પાઠાંતરે મૂકેલાં છે. પાઠાંતરે મૂકવામાં અર્થસાદશ્ય અને શબ્દશુદ્ધિ ઉપર લક્ષ્ય રાખવામાં આવ્યું છે. એટલે કે જે મૂળ પાઠનું પાઠાંતર તે મૂળ પાઠ સાથે અર્થશઃ મળતું હોય, અથવા તે અર્થશઃ મેળવી શકાતું હોય તેને પહેલું મૂકવામાં આવ્યું છે. પહેલા પછીનાં પાઠાંતરે પણ ન્યૂનધિક ભાવે સાર્થસાદૃશ્ય પ્રમાણે ગોઠવવામાં આવ્યાં છે, અને જ્યાં અર્થસાદશ્ય જરા પણ ન દેખાતું હોય તે પાઠ પણ શબ્દશુદ્ધ હોય તો તેને પાઠાંતર તરીકે મૂકેલે છે. પણ જે પાઠો અર્થ અને શબ્દની દૃષ્ટિએ સર્વથા અશુદ્ધ હતા અને ગ્રંથના શુદ્ધ પાઇને સમજવાને તદ્દન
Page #68
--------------------------------------------------------------------------
________________
૧. પ્રતિને પરિચય
પૂર નિરુપયેાગી હતા, એવા નકામા પાને પાઠાંતર તરીકે મૂકવાનું યોગ્ય ધાયુ" નથી. આવાં માત્ર શાબ્દિક પાઠાંતરો શબ્દપ્રધાન ગ્રંથમાં . કદાચ ઉપયોગી હાય, પણ આવા અથ પ્રધાનગ્રંથમાં એમને કશે જ ઉપયોગ જણાતા નથી. ભિન્ન શબ્દવાળા છતાં પણ અદૃષ્ટિએ કાઈ રીતે બધએસતા આવે એવા પાડે, અને જે પાઠે માત્ર શબ્દશુદ્ધ હતા તેમને પણ એટલા માટે મૂકયા છે કે, ગ્રંથમાં ફેરફાર કેમ થાય છે અને અશુદ્ધિ કેમ વધે છે એવુ પુરાવૃત્ત શોધનારને જ્ઞાન થાય. કાઈ જંગ્યાએ વિરાવસંવિવવતારેજ એ પાર્ટને બદલે વિાવર્ગનાવતારન એવુ પાઠાંતર મૂકવુ હોય તો વિશદના દકારની ઉપર જ કાંય આગળ પાછળ નહિ – અંક મૂકીને તે પાઠાંતરને અંક સાથે – વર્શનાવ – આટલા અક્ષરથી બતાવવામાં આવ્યું છે. આમાં પાઠાંતરનો અંશ 'સંવિવ તે બદલે ‘ વર્શન ' એટલા જ છતાં નીચે ટિપ્પણમાં – વર્ગનાવ – એમ વધારે મૂકવામાં આવ્યું છે. આ અંશને આદિ અને અન્ય અક્ષર મૂળપાઠને બરાબર મળતા છે તેા પણ એ એટલા માટે મૂકવામાં આવ્યા છે કે, .પાઠાંતરની શરૂઆત કયા અક્ષરથી થાય છે અને તેના અત કયાં આવે છે તે ખરાબર સમજાય.
*
1
એતદ્દેશીય વિદ્વાનોએ સપાદિત કરેલાં પુસ્તકમાં આવી પદ્ધતિને બદલે ખીંછ પદ્ધતિને ઉપયોગ છે અને તે એ પ્રમાણે છે કે, જો તેઓને ઉપર્યુક્ત પાને બદલે ઉપયુક્ત પાઠાંતર મૂકવું હોય તે તે મૂળપાઠ ઉપર ગમે ત્યાં નિશાન મૂકીને એમ લખે કે વિાવવÁનાવતરન इति पुस्तके पाठः अथवा विशददर्शनावतारेण इति लिखित पुस्तके ITS: । ઉદાહરણ માટે જીએ સ્વાદવિમંગરી વૃ. ૨૨o અને ન્યાયવત્તિતાત્ત્વયં ટીકા રૃ. ૨૩૨ વગેરે. વિદેશીય ́પાદકા એવે સ્થળે એ રીતે જ પાઠાંતરે મૂકે છે. ફેર માત્ર એટલેા જ કે તેઓ જિંલિતપુસ્તજે પાઠ: કે પુખ્ત પાઠ: એવું લખતા નથી પણ નિશાન મૂળપાઠ ઉપર અવ્યવસ્થિત મૂકે છે અને તેને લીધે જ તેઓને પાઠાંતર માટે વધારે અક્ષર મૂકવા પડે છે. જીએ મધ્યમવૃત્તિ પુ. ૨૦૭૪ ટિ. ૫ વગેરે.
,
Page #69
--------------------------------------------------------------------------
________________
પાર
સન્મતિ પ્રકરણ આ પાઠાંતર જે બાજુથી અધૂરું હોય તે બાજુએ કે બંને બાજુએ એની અપૂર્ણતાને સૂચક નાને ઠેશ મૂકવામાં આવ્યું છે. આ ગ્રંથમાં પાઠાંતર મૂકવા જાયેલી પદ્ધતિમાં અક્ષરલાઘવ કેટલું છે તે અભ્યાસીઓ પિતાની મેળે જ જોઈ શકશે. હવે તેની ઉપયોગિતા વિષે ડું લખીને આ વક્તવ્ય સમાપ્ત કરવાનું છે.
એક જીર્ણ થયેલી વસ્તુને જોઈને તેને ખર અભ્યાસી તે વસ્તુના મૂળ સુધી પહોંચી શકે છે, તેમ અનેક પાઠાંતરેને અભ્યાસી એમાંથી ખરા મૂળપાઠને તારવી શકે છે, અને કયા કયા કારણે આવાં અનેક પાઠાંતરે થયાં છે તે પણ કળી શકે છે, અને લિપિ ઉપરથી તે તે એ દરેક પાઠાંતરની સાલ પણ કહી શકે છે. પાઠાંતરેની મોટામાં મોટી ઉપયોગિતા આ જ છે. બીજી ઉપયોગિતા પાઠાંતરે ઉપરથી ગ્રંથને ઈતિહાસ સમજ, ગ્રંથનો આશય કળો અને ગ્રંથ કે ગ્રંથકારનો ઈતિહાસને લગતી બીજી બીજી પરંપરા જાણવી એ છે. દા. ત. કેઈ ટિપણે મૂળ ગ્રંથમાં પેસી ગયું હોય એમ જણાય અને તેમાંથી કાંઈ પાઠાંતર નીપજે તે એ ઉપરથી એમ જણાય કે ગ્રંથ ઉપર ટિપ્પણ કરવા જેટલા સમર્થ એવા કેઈ આ ગ્રંથના અભ્યાસી થયા હશે. એ ઉપરાંત લિપિકારે કેટલા અજ્ઞાન હોય છે એ પણ પાઠાંતરે ઉપરથી સમજી શકાય છે; અને એક અક્ષર બીજા અક્ષરના રૂપમાં કેવી રીતે આવી જાય છે તે જાણવામાં એટલે લિપિનું પરિવર્તન સમજવામાં પણ પાઠાંતરે. કારણ છે.
કેટલાંય પાઠાંતરે તે ગ્રંથકારના જ જમાનાથી ચાલ્યાં આવેલાં હોય છે, જેમકે ને બદલે સ્વપ, માવને બદલે સ્વભાવ, જતિને બદલે સંતિ, ર ાને બદલે જ, સામાવા ને બદલે અનુભવ, તેને બદલે પટેલ અને વર્તતે ને બદલે વર્તત. - આ પાઠાંતરે ઘણું કરીને વાંચનારાઓએ કે જેઓએ પિતાને હાથે ગ્રંથની પ્રતિ લખેલી હોય છે, કરેલાં હોય છે; કારણ કે આ
Page #70
--------------------------------------------------------------------------
________________
૧. પ્રતિઓને પરિચય પાઠાંતરમાં ખાસ કશો અર્થભેદ નથી. એટલે એક લખનાર વસ્તુને બદલે વસ્તુ લખે કે વસ્તુમાંવ ને બદલે વસ્તુમાત્ર લખે તે બધું ચાલી શકે તેવું છે. •
- ગ્રંથમાં મૂળથી જ એટલે કે ગ્રંથકારના સમયથી જ એવા કેટલાક અશુદ્ધ પાઠ લખાયેલા છે, જેમના શુદ્ધ પાઠ પાછળથી કોઈ, અભ્યાસીએ કર્યા લાગતા નથી એ પણ અભ્યાસીની અભ્યાસદશાનું એક સૂચક છે. જેમ કે-નગાઝશાવરથયો. (૬૦ ૬, જં૦ રૂ) આવો મૂળ પાઠ છે. આમાં ટર અને અવસ્થા બંને એકાર્થક શબ્દ બંધબેસતા નથી, અને એમને અર્થ પણ કઈ રીતે ઘટતો નથી; પણ અવસ્થયો. એ દ્વિવચન ઉપરથી સૂચિત થાય છે કે અહીં પાઠ સ્વનનાદર્શનરથયો એવો હોવો જોઈએ; પણ આવો શુદ્ધ પાઠ કઈ અભ્યાસીએ પાયંતર તરીકે જે નથી. આ અશુદ્ધ જ પાઠ અમારી પાસેની બધી પ્રતિમાં હતું તેથી એમ કહી શકાય કે એ પાની અશુદ્ધિ ઘણું જૂના સમયથી ચાલી આવેલી છે.
જે ગ્રંથમાં એતિહાસિક ઉદાહરણ ઘણું વધારે આવતાં હોય 'અને જે ગ્રંથ પાળવાના આચારને લગતો હોય એટલે સ્મૃતિ જે હોય, તેવા ગ્રંથનાં પાઠાંતરે ગ્રંથના અર્થને સમજવા માટે અને તે તે સમયના શાસ્ત્રકારોએ ગ્રંથમાં ક્યાં કઈ જાતનું પરિવર્તન કર્યું છે તે જાણવા માટે ઘણું અગત્યનાં છે. દા. ત. હેમચંદ્રના વ્યાકરણમાં સત્ સિદ્ધરાગડવત્તાન જેવાં અનેક ઐતિહાસિક ઉદાહરણ ટાંકેલાં છે. આ
વ્યાકરણને કોઈ અભ્યાસી સિદ્ધરાજ અને અવન્તીને બદલે ફળરસ્તુપા વનમ્ એવું ઉદાહરણ પિતાની સમજને સારુ એ વ્યાકરણની પ્રતિના હાંસિયામાં લખે અને એ પ્રતિની નકલ કરનારે લહિયે એ ઉદાહરણ અંદર ભેળવીને લખી દે એટલે મૂળ પ્રતિમાં સત્ વસ્તુTો. ઘવનનું આવું એક ઉદાહરણ પણુ વધે ઈતિહાસથી જાણી કેઈ સંપાદક આ ઉદાહરણને પાઠાંતર તરીકે જ મૂકે પણ મૂળમાં કઈ રીતે ન મૂકે; કેમ કે પાઠાંતર જ પિતાને અમુક પ્રકારને ઇતિહાસ
Page #71
--------------------------------------------------------------------------
________________
સન્મતિ પ્રકરણ જણાવે છે કે જેથી તે વ્યાકરણના મૂળ ઉદાહરણ સાથે ન જ આવી શકે; અથવા કદાચ આ ઉદાહરણને મૂળ ઉદાહરણની સાથે અંદર જ મૂકવામાં આવે તે સંપાદક એવું ટિપ્પણ તો કરે જ કે આ ઉદાહરણ મૂળ ગ્રંથકારનું નથી, પણ વસ્તુપાળના સમયના કોઈ અભ્યાસીએ વ્યાકરણુમાં ઉમેરેલું છે. એ જ રીતે આચારના કેટલાય ગ્રંથેમાં અપવાદ અને ઉત્સર્ગને બાદ કરીને પણ એવી અનેક વિધી બાબતે આવે છે, જેમાં મૂળ વસ્તુ અમુક જ હોય છે અને કોઈ કાળે પાઠાંતર રૂપે થયેલી અને પાછળથી મૂળ ગ્રંથમાં ઉમેરાયેલી એવી બાબતે પણ અનેક આવે છે. આ સ્થળે સંપાદક ગ્રંથકારને આશય, ગ્રંથને સંદર્ભ, ગ્રંથનું વાચ્ય, ગ્રંથકારને સમય એ બધું ધ્યાનમાં રાખીને જે પાઠાંતરનું પૃથક્કરણ કરે, તે જ ગ્રંથનું હાર્દ અભ્યાસીઓને બરાબર ખ્યાલમાં આવે અને મૂળ ગ્રંથમાં થયેલા ઉમેરા પણ પૃથફ થઈ જાય; જે તે સમયના ઇતિહાસ-શોધનમાં ઉપયોગી બને. આ રીતે લિપિ, ભાષા, અર્થ અને ઈતિહાસ એ બધી દૃષ્ટિએ પાઠાંતરની પૃથક્કરણપૂર્વક યેજના અત્યંત મહત્ત્વની છે. સંપાદકે પાઠાંતરે માટે આવી કાળજી ન રાખે, તો ગ્રંથના અર્થજ્ઞાનમાં, ઈતિહાસમાં અને ગ્રંથને લગતી બીજી આવશ્યક પરંપરા સમજવામાં ગોટાળે જ થવાને. ' ' આપણે ત્યાં મળે તેટલાં પાઠાંતર મૂકવાની પ્રથા નહિ જેવી છે. શાસ્ત્રીઓ સમજે છે કે અશુદ્ધ નકલને માત્ર શુદ્ધ કરી છપાવીએ એટલે સયું. આ વિચારમાં સંપાદનની માત્ર એક બાજુ મુખ્ય છે. શુદ્ધ છપાવવું એ તે ખરું પણ પાઠાંતરે થવાનાં અને વધવાનાં કારણોને વિચાર કરનાર કોઈ સંપાદક પાઠાંતરે મૂકવાની સંપાદનની બીજી બાજુને પણ નહીં ભૂલે. આ સંપાદનથી અમારે જાત અનુભવ એવો છે કે પ્રાચીન કાળમાં બનેલાં પુસ્તકોને-વેઆગમ, ઇતિહાસ, વૈદક, ખગળ, કે ગણિત વગેરેને ગ્રંથને-પ્રકાશિત કરનારે તે ગ્રંથેની વર્તમાનમાં જેટલી નકલ મળતી હોય તેટલી મેળવવી. તે પ્રતિઓની પરસ્પર સરખામણું કરીને તેમનું વર્ગીકરણ કરવું. વર્ગીકરણ કર્યા પછી
Page #72
--------------------------------------------------------------------------
________________
૧. પ્રતિએને પરિચય
૫૫ જેટલી પ્રતિઓ ભિન્ન ભિન્ન પરંપરાની જણાય, તે બધી પ્રતિઓમાંનાં પાઠાંતરે મૂળ ગ્રંથની નીચે પાઠાંતરને અંશ સમજાય તે રીતે વ્યવસ્થાપૂર્વક મૂકવાં જ જોઈએ. આમ થાય તે જ ગ્રંથ સંપાદન કર્યાનું કામ કર્યું કહી શકાય; અન્યથા એટલે એકાદ પ્રતિમાં જેવું મળ્યું તેવું છપાવી દેવું, પાઠાંતરે વિષે કાળજી ન કરવી અને ગ્રંથના અર્થની સમજ માટે કરવા જેવા વિભાગ તરફ દુર્લક્ષ્ય કરવું, આ બધું ગ્રંથનું સંપાતન છે.
કેટલાય ગ્રંથે અમે એવા પણ જોયા છે જ્યાં મૂળ અને ટીકા સાથે હોય છે; પણ ખૂબી એ હોય છે કે મૂળમાં પાઠ કાંઈ હોય અને ટીકામાં મૂળના શબ્દો બીજા જ કાંઈ હેય. આ વિષે સંપાદક કશે જ વિચાર કર્યો નથી હોતો. ગ્રંથને છપાવીને સુલભ કરે એ જુદી વાત છે અને તેનું સંપાદન કરવું એ જુદી વાત છે. વળી કેટલાય ગ્રંથમાં નર્યા પીઠાંતરેની જ ભરમાર હોય છે, તેમાં ક્રમપૂર્વક કશું જ વર્ગીકરણ નથી હોતું. આ પદ્ધતિ પણ પાઠાંતર ન મૂકવાની પદ્ધતિની પેઠે ઉચિત લાગતી નથી. કદાચ આ પદ્ધતિ અર્થ તરફ બહુ લક્ષ્ય ન રાખવાથી ચાલુ થયેલી હોય. વર્તમાનમાં છપાવવું અને સંપાદન કરવું એ બંને પર્યાયવાચક જેવા થઈ ગયા છે. ગમે તે હે, પણ ગ્રંથના સંપાદકેને અમે વિનંતિ કરીએ છીએ કે, છેવટે ભલે તેઓ બીજું કશું ન કરે પણું વર્ગીકરણપૂર્વક વ્યવસ્થિત પાઠાંતરે મૂકવાની તસ્દી તેઓ લે, તો તે પાઠાંતરની દૃષ્ટિ સમજવાને કોઈ અભ્યાસી જરૂર તૈયાર થવાનો.
Page #73
--------------------------------------------------------------------------
________________
મૂળકારને પરિચય | (સન્મતિતિક મૂળના કર્તા સિદ્ધસેનસૂરિ છે. સિદ્ધસેન નામના અનેક૧ આચાર્યો જૈન પરંપરામાં થઈ ગયા છે. એ બધામાં જે દિવાકર એવા ઉપનામથી જાણીતા છે તે જ સિદ્ધસેન સન્મતિતક મૂળના કર્તા છે. દિવાકર પહેલાં કોઈ સિદ્ધસેન નામના આચાર્ય વેતાંબર કે દિગંબર સંપ્રદાયમાં થઈ ગયા છે, એમ હજી નિશ્ચિતપણે જાણવામાં આવ્યું નથી. .
. ૧. સમય સિદ્ધસેન દિવાકર કયા સમયમાં થયા એ ચોકકસ અને નિર્વિવાદ રીતે કહી શકાય એટલાં સાધને હજી ઉપલબ્ધ થયાં નથી. તમને સમય નક્કી કરવા માટે આપણું પાસે (૧) તેમની કૃતિઓ, (૨) જૈન પરંપરા જેમાં અનેક કથાનકેનો સમાવેશ થાય છે, અને (૩) નિશ્ચિત સમયવાળા લેખકોએ કરેલા ઉલ્લેખ એટલાં સાધને છે.
છેવટના સાધનને આપણે પહેલાં ઉપયોગ કરીએ. વિક્રમના આધ્યા સૈકાના પૂર્વાધમાં થયેલા આ હરિભદ્ર પિતાને વંચવા મૂળ અને ટીકામાં સન્મ કે સમ્પતિનો ઉલ્લેખ કરે છે અને તેના કર્તા તરીકે
૧. જેન, ગ્રંથાવલી પૃ. ૫૪, ૭૫, ૭, ૯૪, ૧ર૭, ૧૩૮, ર૭૩, ર૭૫ ર૭૭, ૨૮૧, ૨૮૯, ર૯૨.
૨. જુઓ જનસાહિત્યસશેધક' પુસ્તક પહેલું પૃ૦૫૩ તથા “સમરા. ઈચ્ચકહા? પ્રસ્તાવના પૃ૦ ૨.
Page #74
--------------------------------------------------------------------------
________________
૨. મૂળકારને પરિચય સિદ્ધસેન દિવાકરને જણાવે છે, એટલું જ નહિ પણ તેઓ તેમને શ્રતકેવળી જેવા અસાધારણ વિશેષણથી નિર્દેશ છે. જેમ કે -
" भण्णइ एगतेणं अम्हाणं कम्मवाय णो इठ्ठो । ण य णो सहाववाओ सुअकेवलिणा जओ भणि" ॥१०४७॥ आयरियसिद्धसेणेण सम्मईए पइट्ठिअजसेणं । दूसमणिसाविवागरकप्पत्तणओ तदक्खेणं" ॥१०४८॥
ઉલ્લેખની રીત ઉપરથી તે કોઈ પ્રાચીન પ્રતિષ્ઠિત આચાર્યને ઉલ્લેખ કરતા હોય એમ લાગે છે; આથી સિદ્ધસેન દિવાકરને વિક્રમની આઠમી સદીના પૂર્વાર્ધ પહેલાં માનવામાં કઈ અંતરાય આવતું નથી.
જૈન આગમે ઉપર ચૂર્ણિ નામથી પ્રસિદ્ધ પ્રાકૃત ટીકાઓ છે, જેમને સમય સામાન્ય રીતે વિક્રમના ચોથા સૈકાથી આઠમા સૈકા સુધીને છે. ચૂણિઓમાં એક નિશિવસૂત્ર ઉપર પણ ચૂણિ છે. તે અનેક ચૂણિઓના રચનાર જિનદાસગણિ મહત્તરની કૃતિ છે. જિનદાસ મહત્તરે નંદિસૂત્ર ઉપર ચૂર્ણિ કરી છે. એ ચૂર્ણિની પ્રાચીન વિશ્વસનીય પ્રતિને અંતે તેને રચનાસમય શક સં. ૫૯૮ (વિ. સં. ૭૩૩, ઈ.સ. ૬૭૬) ૩. ચૂર્ણિના પ્રાંતને જિનદાસ નામને સૂચક ઉલ્લેખ આ પ્રમાણે છે –
સુત્યો, રેવ વિધી પાન પથ છે रइतो परिभासाए साहूण अणुग्गहट्ठाए ॥ १ ॥ તિ--૧-ગમવા ઉત-જાતિ-
તિલr a તે તેfસ पढम-ततिएहिं ति-दुसरजुएहिं णाम कयं जस्स ॥ गुरुदिण्णं च गणितं, महत्तरत्तं च तस्स तुहिं । . तेण कएसा चुण्णी, विसेसनामा णिसीहस्स ॥. ..
नमो सुयदेवयाए भगवतीए । जिणदासगणिमहत्तरेण रइया । नमः तीर्थकृद्भ्यः ॥ छ ॥ छ । शुभं भवतु.॥ संवत् १५३१ वर्षे फाल्गुन सुदि २ लिखितं."
– નિશીથચૂણિ ખંડ ૨. લિખિત પત્ર ૪૬ ૨–૨.
Page #75
--------------------------------------------------------------------------
________________
૫૮
સન્મતિ પ્રકરણ આપેલે છે. એ જિનદાસની નિશીથચૂર્ણિમાં સન્મતિ અને તેના કર્તા સિદ્ધસેનને લગતા ત્રણ ઉલ્લેખ આવે છે.
૪. જુઓ જૈન સાવ સં. પુ. પહેલું પ૦ ૫૦, પા. નદીચૂર્ણિમાં ७पायला ५8 प्रमाणे छ.. सकराजतो पंचसुवर्षशतेषु नंद्यध्ययनचर्णी समाप्ता इति पृ० ५०-५१. ..
५. दंसणगाही-दसणणाणप्पभावगाणि सत्थाणि सिद्धिविणिच्छयसंमतिमादि गेण्हतो असंथरमाणे जं अकप्पियं पडिसेवति जयणाते तत्थ सो सुद्धो अप्रायश्चित्ती भवतीत्यर्थः (निशीथचूणि लि० उद्देशक १, पत्र ८१, पृष्ठ १.) . .. . दंसणणाणे त्ति । अस्य व्याख्या-सुत्तत्थगतदुगाधा । दंसणप्पभावगाण सत्थाण सम्मदियादिसुतणाणे य जो विसारदो णिस्संकियसुत्तत्थो त्ति वुत्तं भवति सो य उत्तिमठ्ठपडिबन्नो, सो य जत्थ खेते ठिओ तत्थंतरा वा वेरज्ज मा तं सुत्तत्थं वोच्छिज्जतु त्ति अओ तग्गहणट्ठया पकप्पति वेरज्जविरुद्धसंकमणं काउं । । .
- निशीथचूणि लि० पृ० २३८ प्र०. --- अथवा तिसु आइल्लेसु णिव्वत्तणाधिकरणं, तत्थ ओरालिए एगिदियादिपंचविधं, जोणीपाहुडातिणा जहा सिद्धसेणायरिएण अस्सा पकता.
- निशीथचूणि उद्देश ४ (१६९-१.). -मुनि श्रील्याण विभयनी नोट ५० ११०, ५० १४. નિશીથચૂણિના ઉક્ત ત્રણ ઉલ્લેખ ઉપરાંત એક ખાસ મહત્ત્વનો ઉલ્લેખ જે સિદ્ધસેનના ઉપગાભેદવાદને લગત છે, તે દશાચૂર્ણિમાં છે. શાસ્ત્રમાં ત્રીજી દશામાં (ત્રીજા અધ્યયનમાં) ગુરુની આશાતનાઓમાં એક આ જાતની (अणुठ्ठियाइ कहे) माशातना यावे छ. ये माशातनाना स से छे है“ગુરુ જે પર્ષદા સામે વ્યાખ્યાન કરતા હોય, તે પર્ષદા ઊડ્યા પહેલાં જ કઈ શિષ્ય પર્ષદાની સામે એમ કહે કે- “ગુરુએ જે અમુક સૂત્રની અમુક વ્યાખ્યા કરી છે, તેની આ બીજી જ વ્યાખ્યા થાય છે; તેને આ બીજો જ અર્થ થાય છે,” અને એમ કહેવા વડે દોઢડાહ્યો શિષ્ય પર્ષદાને પોતાનું ડહાપણ
Page #76
--------------------------------------------------------------------------
________________
૨. મૂળકારનો પરિચય તેમાંના પહેલા ઉલ્લેખને ભાવ એ છે કે, “સિદ્ધિવિનિશ્ચય, સન્મતિ વગેરે દર્શનપ્રભાવક શાને શીખનાર સાધુ કારણવશ જે યતનાથી અકલ્પિત વસ્તુનું સેવન કરે, તે તે એ બાબતમાં શુદ્ધ જ છે. અર્થાત તેને અકલ્પિતસેવન માટે પ્રાયશ્ચિત્ત નથી આવતું.”
સન્મતિને લગતા બીજા ઉલ્લેખને ભાવ એ છે કે, “દર્શનપ્રભાવક શાસ્ત્રો જેવાં કે સન્મતિ વગેરે, એ શ્રુતજ્ઞાનમાં જે વિશારદ હોય તે ઉત્તમાર્થ (અનશન)ને પ્રાપ્ત કરેલ સાધુ જે ક્ષેત્રમાં રહ્યો હોય, તે ક્ષેત્રમાં વિરેધી રાજય હોય છતાં સૂત્રને વિચ્છેદ ન થાય તેટલા માટે શીખવા જવું પડે, તે જવાની છૂટ છે.”
ત્રીજે ઉલ્લેખ સિદ્ધસેનને લગતો છે. તેમાં કહેવામાં આવ્યું છે કે, “જેમ સિદ્ધસેન આચાર્યો “નિપ્રાભૃત” આદિ વડે ઘોડા બનાવ્યા.” બતાવે, તે એક પ્રકારની ગુરુની અવજ્ઞા છે.” ચૂણિમાં આચાર્ય સિદ્ધસેન ઉપર આ જાતની અવજ્ઞા કરવાનો આરોપ મૂકવામાં આવ્યો છે અને એને ભાવાશાતના કહેવામાં આવી છે. ચૂર્ણિકાર આ આશાતનાનું સ્વરૂપ સમજાવી તેના ઉદાહરણ તરીકે આચાર્ય સિદ્ધસેનને મૂકે છે, અને કહે છે કે, “સિદ્ધસેને એક જ સૂત્રને જુદી જુદી જાતને બીજો અર્થ વિક૯.” સંદર્ભ જોતાં એમ સ્પષ્ટ માલુમ પડે છે કે એક જ સૂત્રને ભિન્ન અર્થ કરનાર આચાર્ય સિદ્ધસેન સિવાય બીજો કોઈ જાણતો નથી. એથી ચૂર્ણિકારનું સ્થાન સિદ્ધસેને પોતાના ઉપયોગાભેદવાદને લક્ષીને સૂત્રના જે અર્થાતરો કર્યા છે, તેને જ બરાબર બંધ બેસે છે. આ ઉલ્લેખ ઉપરથી પણ સિદ્ધસેનના ઉપર પ્રમાણે નિત કરેલા સમયને મજબૂત ટેકો મળે છે. ચૂર્ણિકાર પ્રાય: જિનદાસ જ
હશે, અથવા બીજે કઈ હેચ તે તે પણ તેનાથી અર્વાચીન તો નહીં જ. 'હેય. ચૂણિનો અક્ષરશઃ ઉલ્લેખ આ પ્રમાણે છે –
__ अणुट्ठाए निविट्ठाए चैव, अभिन्ना ण ताव विसरति, अवोच्छिण्णा जावं एक्को वि अच्छति, तमेव त्ति जो आयरिएण अत्थो कहितो दोहिं ते(ती)हिं चउहि वा; जहा सिद्धसेणायरितो तमेवाधिकारं विकल्पयति, अयमपि प्रकारो तस्यैवैकस्य सूत्रस्यैवंगुणजुत्तो, भावआसादणा भवति ।।
" – રીવૂf ૪૦ . ૨૬,
Page #77
--------------------------------------------------------------------------
________________
સમતિ પ્રકરણ
ન
આ ઉલ્લેખામાં મુખ્ય બે વાત તરી આવે છે. પહેલી એ કે સન્મતિતક ગ્રંથ જિનદાસણ મહત્તરના સમયમાં દશનપ્રભાવક શાઓમાં ગણાતા હતા; અને તે એટલે સુધી કે તેને અભ્યાસી કારણવશ દોષસેવન કર્યાં છતાં પ્રાયંશ્ચિત્તભાગી ન મનાતા, અને સન્મતિના અભ્યાસી વિદ્વાન સાધુ પાસે શાસ્ત્ર ગ્રહણ કરવા માટે વિરોધી રાજ્ય સુધ્ધાંમાં જવાની છૂટ મનાતી. ખીજી વાત એ છે કે, કૈાઈ સિદ્ધસેન આચાયે ઘેડા સર્જ્યોની હકીકત જિનદાસગણું મહત્તરના સમયમાં બહુ જાણીતી અને માન્ય થઈ ગઈ હતી.
Fe
પ્રસ્તુત ચણૢિ જે ભાષ્ય ઉપર છે, તે નિશીથભાષ્ય જિનભદ્ર ગણિ ક્ષમાશ્રમણનું મનાય છે. ઉક્ત ઉલ્લેખવાળી ચૂર્ણિની મૂળ ભાષ્યગાથામાં સન્મતિનું નામ નથી, પણુ દર્શનપ્રભાવક શાસ્ત્રને નામ વિના ઉલ્લેખ છે. જિનદાસે નિર્દેશેલ અશ્વસ`ક સિદ્ધસેન એ જ સન્મતિના કર્તા દિવાકર સિદ્ધસેન છે.
સિદ્ધસેનતી ઘેાડા સર્જનાર તરીકેની પ્રસિદ્ધિ અને સન્મતિની દશનપ્રભાવક શાસ્ત્ર તરીકેની પ્રસિદ્ધિ આપણને એટલા નિશ્ચિત અનુમાન ઉપર તેા લઈ જાય છે કે, એ સિદ્ધસેન જિનદાસની પહેલાં થયેલા હાવા જોઈ એ. પણ પહેલાં એટલે કેટલા પહેલાં એ સવાલ હવે થાય છે. શું સિદ્ધસેન જિનભદ્રના સમકાલીન હશે કે તેમનાથી ઘેાડા જ વખત પહેલાં અથવા લાંબા વખત ઉપર થયેલા હશે? સિદ્ધસેન અને જિનભદ્ર અને સમર્થ હોવા છતાં મિન્ન ભિન્ન વિરોધી પક્ષ ધરાવતા. જિનભક આગ
૬. જીએ શ્રીમાન જિનવિજયજી સંપાદિત ગીતની પ્રસ્તાવના
પૃ૦ ૧૦.
19. दंसणपभावगाणं सत्थाणट्ठाते सेवति जा उ ।
77
गाणे सुत्तत्थाणं चरणेसण - इत्थिदोसा वा 11 –પીઠિકા, નિશીથ ભાષ્ય, લિ॰ પૃ૦ ૨૧. ૮, ૮ પ્રભાવચરિત્ર' વૃદ્ધવાદી પ્રબંધ શ્લો॰ ૧૬૭-૧૬૮માં સિદ્ધસેને સન્ય સભ્યોની સૂચના છે.
tr
Page #78
--------------------------------------------------------------------------
________________
૨. મૂળાકારને પરિચય : મિક પરંપરાના રક્ષક તરીકે પ્રતિષ્ઠિત હતા. સિદ્ધસેન નવીન વાદના
સ્થાપક તાર્કિક તરીકે અને સંસ્કૃતમાં આગમને ઉતારનાર તરીકે જાણીતા હતા. જિનદાસે ચૂર્ણિઓ વગેરે સાહિત્ય આગમ ઉપર રચેલું હોઈ તેમનું વલણ આગમિક પરંપરા તરફ વિશેષ હોય એ સ્વાભાવિક છે. જિનભદ્રની આગમિક પરંપરાને વારસો ધરાવનાર જિનદાસ* જિનભદ્રના જ એક પ્રતિસ્પર્ધી બીજા વિદ્વાનો અને તેમની કૃતિને અંતમાનપૂર્વક ઉલ્લેખ કરે છે, તે એટલું તે સૂચવે જ છે કે સિદ્ધસેન જિનભદ્રના સમકાલીન તે શું પણ નિકટ પૂર્વવતી પણ હવા ન જોઈએ. મુદ્દાની બાબતમાં વિરેાધ ધરાવનાર બે આચાર્યો સિદ્ધસેન અને જિનભદ્રની વચ્ચે એટલે વખત અવશ્ય વીતેલે હોવો જોઈએ કે જેથી જિનદાસ પણ સિદ્ધસેન અને તેમની કૃતિ તરફ માનપૂર્વક જોતા થઈ ગયા હતા. તે વખતનું સાંપ્રદાયિક વાતાવરણ જોતાં આમ થવાને સો- બસો વર્ષ લાગે એવી કલ્પના જરાયે અસ્થાને નહિ ગણાય. એટલે જિનદાસની નિશીથચૂર્ણિમાના ઉક્ત ઉલ્લેબે આપણને એવી ધારણું કરાવે છે કે સિદ્ધસેન એ જિનદાસથી દેઢ-બસે વર્ષ પહેલાં થઈ ગયા હોય એ વધારે સંભવિત છે. .
હવે પરંપરા વિચારીએ. બધી પરંપરા સિદ્ધસેન દિવાકરને વિક્રમના સમકાલીન અને ઉજજયનીના વતની ગણે છે. પણ વિક્રમ કેણ અને ક્યારે થયે એ હિંદુસ્તાનના ઇતિહાસમાં એક મોટો વિવાદગ્રસ્ત પ્રશ્ન છે. એટલે આ વિક્રમની પરંપરા આપણને સમયનિર્ણયમાં બહુ કામ આવે તેવી નથી. ' ' '
સદ્ગત સતીશચંદ્ર વિદ્યાભૂષણ વિક્રમની સભામાં નવરત્નોવાળા શ્લોકમાં આવતા ક્ષપણુકને સિદ્ધસેન દિવાકર માની, અને વિક્રમને
* જિનભદ્રે પોતાના વિશેશાવશ્યક ભાષ્યની રચના પૂરી કરી, તે પછી બરાબર ૬૭ વર્ષે જિનદાસે પોતાની નંદિચૂર્ણિની રચનાં સમાપ્ત કરી હતી. એમ હવે તે બંનેના તે તે ગ્રંથમાં પોતે દર્શાવેલા સમયને આધારે નિશ્ચિત થઈ શકયું છે. એ રીતે જોતાં તે બંને એકબીજાના બહુ નિકટકાલીન કહેવાય. (જુઓ “ભારતીય વિદ્યા – નિબંધ સંગ્રહમાં મુનિશ્રી જિનવિજયજીને લેખ ૫. ૧૯૧.)
Page #79
--------------------------------------------------------------------------
________________
૬૨
સન્મતિ પ્રકરણ
માળવાના યશોધ દેવ ગણી, સિદ્ધસેનને ઈ સ૦ ૧૩૦ની આજુબાજુ મૂકે છે.
આ કાળગણુનામાં બે દાષા છે. એક તો પહેલાં કહ્યું તેમ વિક્રમરાજા કયારે થયા એ પ્રશ્નના આ રીતે નિકાલ આવી શકે તેમ નથી. આ વિષયમાં અનેક મતભેદો છે અને હાલમાં શ્રીમાન કલ્યાણુવિજયજી નાગરી૧૦ પ્રચારણી પત્રિકામાં' પ્રગટ થયેલ વીર-નિર્વાણુ વિષેના લેખમાં કેટલાક વિચારવા જેવાં પ્રમાણા આપી જૈનેામાં પ્રસિદ્ધ વિક્રમાદિત્ય અલમિત્ર છે એમ કહે છે; અને અમિત્રે શકાને હરાવી ગભિલ્લુને મારી વીર- નિર્વાણુ સંવત ૪૫૩માં ઉજ્જયિનીની ગાદી લીધી અને ૧૭ વર્ષ પછી એટલે કે વીર- નિર્વાણુ સં૦ ૪૭૦માં વિક્રમ સંવત્ શરૂ કર્યાં એમ જણાવે છે. તાત્પર્યં કે, વિક્રમસમકાલીનતા સિદ્ધસેન દિવાકરતા સમય નક્કી કરવામાં કામ આવે તેમ નથી.* વિદ્યાભૂષણની કાલગણનામાં ખીજો દોષ એ છે કે તેએ નવરત્નવાળા શ્લેાકને અતિહાસિક
૯. હિસ્ટરી ઓફ ઇન્ડિયન લૉજિક' પૂ૦ ૧૭૪.
:
૧૦. જુએ · નાગરી પ્રચારિણી પત્રિકા’ ભાગ ૧૦, અંક ૪ માંના “ વીરનિર્વાણ સ ંવત્ ઔર જૈન કાલગણના - શીક લેખ.
*
આ અંગે તાજેતરમાં ડૉ. કુમારી શાલેટ ક્રાઉઝેએ વિક્રમ વૉલ્યુમ’ (— ૧૯૪૮ )માં કેટલેાક ઊહાપાહ કર્યો છે. સિદ્ધસેન દિવાકરે પેાતાની ‘ગુણવચનદ્વાત્રિ’શિકામાં જે પરાક્રમી રાજાના ગુણાનું વર્ણન કર્યુ છે, તે કાણુ હાઈ શકે, તેની ઝીણવટભરી સમીક્ષા ઉપરથી તે એવા નિચ ઉપર આવ્યાં છે કે, તે રાન્ત સમુદ્રગુપ્ત છે (ઈ. સ. ૩૩૦–૩૭૫ ). તાજેતરમાં તે રાજ્યના સિક્કા ઉપર તેને માટે વિક્રમાદિત્ય' એવું બિરુદ પણ વાપરેલું મળી આવ્યું છે. અર્થાત્ ‘વિક્રમાદિત્ય ’ એ ઉપનામ વિક્રમ સંવત શરૂ કરનાર માટે જ વપરાયું છે એવું નથી. ગુપ્ત રાજાએ!માંથી ઘણા, માટે તે વપરાયું છે. જો કે પછીના કાળમાં એ ભેદ ભુલાઈ ગયા અને વિક્રમાદિત્ય' ઉપનામ સાથે જ વિક્રમસંવત શરૂ કર્યોની વાત પણ જુદા જુદા રત્નએ માટે ઉલ્લેખાઈ.. સિદ્ધસેન જો આ પ્રમાણે સમુદ્રગુપ્તના અને પછીથી તેના પુત્ર ચંદ્રગુપ્ત-બીજાના (કે જેની સભામાં કાલિદાસાદિ નવ રત્ન હતાં એમ હવે મનાય છે.)
·
Page #80
--------------------------------------------------------------------------
________________
૨. મૂળાકારને પરિચય : પ્રમાણ માની કાલિદાસાદિ નવે વ્યક્તિઓને સમકાલીન માને છે. પણ આ પ્રમાણે આ નવે વ્યક્તિઓને સમકાલીન માનવા માટે કશે પુરાવો નથી. વળી ક્ષપણુકથી સિદ્ધસેન દિવાકર ઉદ્દિષ્ટ છે એ કેવળ કલ્પના છે. અને વધારે ચોક્કસ પુરાવાની અપેક્ષા રાખે છે. જેમાં મુખ્ય આચાર્યોની કાલગણના માટે તે તે પટ્ટાવલીઓ હોય છે. આ પટ્ટાવલીઓ હમેશાં શ્રદ્ધેય હોય છે એમ તે નથી જ; પણું તેમાં અનેક કાલગણનાઓ છે એમ કલાટ આદિ વિદ્વાનું પણ માનવું છે. આ દષ્ટિએ સિદ્ધસેન દિવાકરની પરંપરા વિચારીએ. .
વિ. સં. ૧૩૩૪ના સમયના પ્રભાચંદ્રના પ્રભાવક ચરિત્રમાં સિદ્ધસેન દિવાકરની પરંપરા વિગતથી આપી છે. “વિદ્યાધર આમ્નાયમાં પાદલિપ્ત કુલમાં સ્કંદિલાચાય થયા. મુકુંદ નામે એક બ્રાહ્મણ તેમનો શિષ્ય થયો. આ મુકુંદ પાછળથી વૃદ્ધવાદી નામે પ્રસિદ્ધ થયે.” બધીયે સમકાલીન હોય, તો તેમને સમજ વિક્રમને ચેાથો – પાંચમા સિંકે માનવામાં વિશેષ કારણ મળે.
જ્યોતિવિંદાભરણ”ના રરમાં પ્રકરણમાં જ્યાં વિક્રમ રાજાનાં નવરનેનો ઉલ્લેખ છે, ત્યાં પણ ૧૦મા શ્લોકમાં રત્ન તરીકે ગણાવેલ ક્ષપણક તે મા શ્લોકમાં કાલતન્નકવિ તરીકે વર્ણવેલો શ્રતસેન છે, એવું ડો. ક્રાઉઝેનું માનવું છે. કારણ કે એ બે શ્લોકોમાં અમરસિંહ, શંકુ, ઘટકર્પર, કાલિદાસ, વરાહમિહિર અને વરરુચિને રન તરીકે તથા કાલતન્નકવિ તરીકે એમ બે વખત ગણાવ્યા જ છે. એટલૅ ૧૦મા શ્લોકમાં ક્ષપણક (જૈન સાધુ) તરીકે ઉશેલ વ્યક્તિને જ મામાં શ્રુતસેન તરીકે ઉશી છે. હવે જ્યોતિવિંદાભરણ”ના ટીકાકાર ભાવરત્ન જણાવે છે કે, કાવ્ય અને વ્યાકરણશાસ્ત્રના નિયમો મુજબ “સિદ્ધસેનાને માટે જ શ્રતસેન રૂપે વપરાય છે. એટલે નવરત્નોમાં ઉલ્લેખેલ ક્ષપણક તે. સિદ્ધસેન જ છે. હવે સવાલ એ રહે કે, સિદ્ધસેન કાલતન્નકવિ છે કે કેમ? અર્થાત તેમણે જ્યોતિષ ઉપર કાંઈ લખ્યું છે કે કેમ. જો કે, સિદ્ધસેન દિવાકરનું રચિત કઈ જ્યોતિષ વિશેનું પુસ્તક તો અત્યારે ઉપલબ્ધ નથી; પરંતુ વરાહમિહિરે પોતાના “બહwજાતક” ગ્રંથમાં જ્યોતિષ ઉપર લખનાર તરીકે . સદ્ધસેનને ઉલ્લેખ કર્યો છે. આમ અજન-પરંપરા પણ જૈન પરંપરાની પેઠે સિદ્ધસેનને વિક્રમાદિત્ય સાથે જોડે છે.
Page #81
--------------------------------------------------------------------------
________________
સમતિ પ્રકરણ જૈન પરંપરાઓ સિદ્ધસેન દિવાકરને વૃદ્ધવાદીને શિષ્ય માને છે.૧૧ આ પરંપરા તપાસીએ.
સ્કંદિલાચાય. જેમાં પ્રસિદ્ધ માથુરી આગમવાચવાના પ્રણેતા હતા. આ વાચના જૈન પરંપરા પ્રમાણે વર નિર્વાણ સંવત ૮૪માં થઈ એટલે કે સ્કંદિલાચાર્યને સમય વિ. સં. ૩૭૦ની આજુબાજુને ગણાય. સિદ્ધસેન દિવાકર સ્કંદિલાચાર્યની બીજી પેઢીએ આવે છે. એટલે વિક્રમને ચોથે અને પાંચમે સકે સિદ્ધસેનને સ્પર્શે છે. જેના પરંપરાના આધારે. સિદ્ધસેન દિવાકરને વિક્રમના ચોથા-પાંચમા સૈકામાં મૂકવામાં બીજી કોઈ ચોક્કસ અતિહાસિક બીનાને વધે આવે કે નહિ તે તપાસીએ.
ઉપર આપણે જોયું કે નિશ્ચિત સમયવાળા ગ્રંથોમાં આવતા ૧૨ ઉલ્લેખને આધારે સિદ્ધસેન દિવાકરને આપણે વિક્રમના આઠમાં સૈકાના
૧૧. જુઓ આગળ “જીવનસામગ્રી” એ મથાળા નીચે પ્રબંધને સાર.
૧૨. આચાર્ય હરિભક પિતાના ગ્રંથમાં તત્ત્વસંગ્રહકાર શાંતિરક્ષિતને ઉલ્લેખ કરે છે. એને સમય વિક્રમને આઠમો સંકે નિર્ણત જ છે. એ તત્વસંગ્રહકાર ‘સ્યાદ્વાદપરીક્ષા” ( કારિકા ૧૨૬૨ વગેરે) અને “બહિરર્થપરીક્ષા” (કારિકા ૧૯૪૦ વગેરે)માં સુમતિ નામક દિગંબરાચાર્યના મતનું સમાલોચન કરે છે અને એ જ સુમતિએ આ સન્મતિ ઉપર વિવૃતિ કરી છે એવા સ્પષ્ટ ઉલ્લેખ મળે છે. એમને એક ઉલ્લેખ વાદિરાજસૂરિના પાર્શ્વનાથ ચરિત્રના આરંભમાં અને શ્રવણબેલ્ગોલાની મલ્લિણ પ્રશસ્તિમાં છે. અને બીજો બહક્રિપનિકામાં સમતિની વૃત્તિ અન્યકતૃક છે એમ કરીને લખેલો છે. આ સુમતિનું બીજું નામ સન્મતિ પણ છે. તેને લગતા ઉલેખ આ પ્રમાણે છે:
नमः सन्मतये तस्मै भवकूपनिपातिनाम् । सन्मतिविवृता येन सुखधामप्रवेशिनी ॥ सुमतिदेवममुं स्तुत येन वः सुमति सप्तकमाप्ततया कृतम् । - परिहृतापदतत्त्वपदाथिनां सुमतिकोटिवित्ति भवात्तिहृत् ॥
આ ઉપરથી પણ સિદ્ધસેનના નિર્ણત કરેલા પાંચમા સૈકાના સમયને વિશેષ સંવાદ મળે છે.
Page #82
--------------------------------------------------------------------------
________________
નમાં
૨. મૂળકારનો પરિચય પ્રારંભ પહેલાં મૂકી શકીએ છીએ. વિક્રમના આઠમા સૈકાના પ્રારંભમાં સંમતિ શાસનપ્રભાવક ગ્રંથ ગણાય છે. તે જમાને જોતાં કોઈ પણ ગ્રંથને શાસનપ્રભાવકનું નામ મળે તે પહેલાં બે સૈકા વ્યતીત થાય એમાં નવાઈ નથી. એટલે કે, સિદ્ધસેન દિવાકરને વિક્રમની પાંચમી સદીમાં ગણીએ, તે પછીના ઉલ્લેખ ઠીક રીતે બંધ બેસે છે. - શ્રી મલવાદીએ સિદ્ધસેન દિવાકરના ગ્રંથ સન્મતિ ઉપર ટીકા રચી હતી, એ નિર્દેશ આચાર્ય હરિભદ્ર કરે છે.૧૩ પ્રભાવક ચરિત્રકાર શ્રી પ્રભાચંદ્રસૂરિ, પ્રભાવક ચરિત્ર'ના વિનયપ્રિયંઘમાં જણાવે છે કે,
શ્રી વીરનિર્વાણુથી ૮૮૪ વર્ષે (અર્થાત વિક્રમ સં. ૧૪માં) બૌદ્ધો અને બૌહત્યંતર દેવને મલવાદીએ જીત્યા.” આ લખતી વખતે પ્રભાવક ચરિત્રકાર શ્રી પ્રભાચન્દ્રસૂરિ સામે અવશ્ય કઈ એવી પરંપરા હશે કે જેને આધારે તેમણે મલવાદીએ બૌદ્ધો ઉપર વિજય મેળવવાને સમય વિક્રમ સં૧૪ જણાવ્યું છે. શ્રી મલવાદીએ રચેલા ગ્રંથ પૈકી એક માત્ર “નયચક્ર' ગ્રંથ જ અત્યારે મળી શકે છે. જો કે તે પણ મૂલરૂપે નષ્ટ થઈ ગયે જ અત્યારે માનવામાં આવે છે; છતાં એના ઉપર સિંદૂરિfનવવિક્ષમrશ્રમળ નામના (વિક્રમની છઠ્ઠી – સાતમી શતાબ્દીને) આચાર્યે રચેલી “ન્યાયાગમાનુસારિણ” નામની ૧૮૦૦૦ શ્લેકપ્રમાણુ જે ટીકા મળી આવે છે, તેમાંનાં મૂળનાં પ્રતીકને ભેગાં કરીને તેમ જ બીજી પણ અનેકવિધ સામગ્રીના આધારે આપણે
૧૩. આ હરિભદ્ર આને અંગે જે ઉલ્લેખ કરે છે, તે આ પ્રમાણે છે – ૩i ૪ વામિથેન શ્રમવાતિના સમતૌ “અનેકાંત જયપતાકા” પૃ. ૪૭; સામતિવૃત્તિર્મવાદ્રિતા (બૃહથ્રિપણિકા) જુઓ જેસાસં. પુસ્તક પહેલું પરિશિષ્ટ પૃ૦ ૧૦. આ જ વાતને વિદ્યાનંદિની અસહસ્ત્રી ઉપરની પોતાની અષ્ટસહસ્ત્રીમાં (લિખિત) ઉ૦ યશોવિજયજી આ પ્રમાણે લખે છે –
" इहार्थे कोटिशो भङ्गा निद्दिष्टा मल्लवादिना । - સમતાથrfમ વિમાનમ છે” (પ૦ ૨૧૦)
Page #83
--------------------------------------------------------------------------
________________
*
સન્મતિ પ્રકરણ
મૂળગ્રંથને ઘણા અંશે તૈયાર કરી શકીએ તેમ છીએ. તેમાં જે જે અન્ય ગ્રંથકાર અને તેમનાં વાકયોનો ઉલ્લેખ કરવામાં આવ્યા છે, તે તપાસતાં પણ કાઈ ના ઉપર જણાવેલ વિક્રમ સં. ૪૧૪ સાથે કાઈ રીતે વિરાધ આવતા નથી.*
આમ જો મલ્લવાદી વિક્રમના પાંચમા સૈકામાં હયાત હોય, તે પછી તેમણે જેમના ગ્રંથ ઉપર ટીકા લખી હોય તે સિદ્ધસેન દિવાકરને ચોથા-પાંચમા સૈકાના ગણુવામાં વાંધા આવતા નથી.
આને અંગે જ ખીજાં પણ એક પુષ્ટિદાયક પ્રમાણુ છે. પૂજ્યપાદ દેવનદીએ પોતાના જૈનેન્દ્ર વ્યાકરણમાં વેત્તે: સિદ્ધસેનસ્ય' (૫–૧–૪) એ સૂત્રમાં સિદ્ધસેનને મર્તાવશેષ નાંધ્યા છે. તે એ છે કે, સિદ્ધસેનના મત પ્રમાણે ‘વિક્’ધાતુને ‘જ્ ’. આગમ થાય છે; ભલે તે સકક પણુ હોય. દેવનદીના આ ઉલ્લેખ બિલકુલ સાચો છે; કેમકે દિવાકરની જે કાંઈ થાડીક સંસ્કૃત કૃતિ ખેંચી છે, તેમાંથી
"L
* જે કાઈ વિરાધની કલ્પના આવતી હતી તે મલ્લવાદીએ ભતૃહરિના વાકચપદીય' ગ્રંથમાંથી ઉતારેલી અનેક કારિકાઓને કારણે આવતી હતી. એ ભર્તૃહરિના સમચ, અત્યાર સુધી, ચીની યાત્રી ઇત્સિંગે પેાતાના ઈ. સ. ૬૯૧માં લખેલા ભારત ચાત્રા વિષેના ગ્રંથમાં શૂન્યતાવાદી તથા સાત સાત વાર બૌદ્ધભિક્ષુ બની ફરી સંસારી બનનાર મહાન બૌદ્ધ પડિત ભતૃ'હરિનું મૃત્યુ થયે આજે ૪૦ વર્ષ થયાં છે” એવા ઉલ્લેખ ઉપરથી વિચારી લેવામાં આવ્યે હતા. પરંતુ મુનિ બૂવિજયે “ જૈનાચાય` શ્રી મલ્લવાદી અને ભતૃ હિરને એ લેખમાં ( જુએ ‘બુદ્ધિપ્રકાશ’ નવે૦ ૧૯૫૧, પૃ. ૩૩૨.) જણાવ્યું છે તેમ, કાં તેા ઇત્સિંગનું વચન નિરાધાર છે અથવા એ ભતૃ હિર બીજો જ કાઈ હાવા જોઈએ. કારણ કે, વસુબના શિષ્ય દિશાગે ( વિક્રમની ચેાથી શતાબ્દીની આસપાસ ) ભર્તૃહરિના ‘વાકચપદીય’માંથી એ કારિકા ઉદ્ધૃત કરી છે, એ નિશ્ચિત થવાથી અને ભતૃહિરને ગુરુ વસુરાત દિમાગના સાક્ષાત્ ગુરુ વસુખના સમકાલીન હેાવાથી, ભતૃહરિ અને દિમાગ અને સમકાલીન હરે છે. એટલે મલ્લવાદીએ બૌદ્ધો ઉપ૨ વિ. સ. ૪૧૪માં વિજય મેળવ્યાના ઉલ્લેખને ભતૃ હિરના સમયની ખાધા આવતી નથી.
..
સમય
31
Page #84
--------------------------------------------------------------------------
________________
૨. મૂળકારનો પરિચય
૧૭ તેમની નવમી બત્રીશીના રરમા પદ્યમાં “જીવતે ' એવો ર્ આગમવાળા પ્રયોગ મળે છે. અન્ય વૈયાકરણે “સ” ઉપસર્ગપૂર્વક અને અકર્મક “વિદ્” ધાતુને ’ આગમ સ્વીકારે છે, ત્યારે સિદ્ધસેને અનુપસર્ગ અને સકર્મક “ વિદ્' ધાતુને ? આગમવાળો પ્રયોગ કર્યો છે. આટલી વિલક્ષણુતાની નેંધ દેવનંદીએ લીધી એ તેમનું બહુશ્રુતત્વ અને ચાતુર્ય કહેવાય. વળી દેવનંદી પૂજયપાદની મનાતી સર્વાર્થસિદ્ધિ નામની તસ્વાર્થ સૂત્ર ઉપરની ટીકાના સપ્તમ અધ્યાયના ૧૩મા સૂત્રમાં “૩વર્ત ર’ – શબ્દ સાથે સિદ્ધસેન દિવાકરને એક પદ્યને અંશે ઉદ્ધત થયેલે મળે છે –
“૩ાાં ૪–– વિયોગતિ વાસુમિર્જ ર વધેન સંયુકતે.”
એ પદ્ય સિદ્ધસેન દિવાકરની ત્રીજી બત્રીશીના ૧૬મા શ્લોકમાં આવે છે. * દેવનંદી દિગંબર પરંપરાના પક્ષપાતી સુવિદ્વાન છે. ત્યારે સિદ્ધસેન દિવાકર શ્વેતાંબર પરંપરાના સમર્થક આચાય છે. તે વખતનાં કટોકટીવાળાં સાંપ્રદાયિક વલણને વિચાર કરતાં એમ માનવાનું પ્રાપ્ત થાય છે કે, એક સંપ્રદાયના ગમે તેવા સુવિદ્વાનની કૃતિને બીજા વિધી સંપ્રદાયમાં સાદર પ્રવેશ પામતાં અમુક ચોકકસ સમય લાગે જ.
- પૂજ્યપાદ દેવનંદીને જે સમય અત્યારે માનવામાં આવે છે, તે ફરી ઊંડી વિચારણા માગે જ છે. છતાં અત્યારની માન્યતા પ્રમાણે એ સમય વિક્રમની છઠ્ઠી શતાબ્દીનું પૂર્વાધ છે૧૪ એટલે કે પાંચમા સિકાના અમુક ભાગથી છઠ્ઠા સૈકાના અમુક ભાગ લગી પૂજ્યપાદને સમય લેવાય છે. પૂજ્યપાદે દિવાકરના ગ્રંથોનું કરેલું સૂક્ષ્મ અવગાહન *તે આખું આ પ્રમાણે છે:
वियोजयति चासुभिर्न च वधेन संयुज्यते, शिवं च न परोमर्दपु(प)रुषस्मृतेविद्यते । वधायतनमभ्युपैति च परान्न निघ्नन्नपि,
ત્વથrષ્યમતકુમ: પ્રથ (૪)મહેતુદ્યોતિત ૫ ૨૬ ૧૪. “જૈનેન્દ્રવ્યાકરણ ઔર આચાર્ય દેવદિવાળે લેખ જૈન સાઇ સ' પુસ્તક પહેલું પૃ૦ ૭૯.
Page #85
--------------------------------------------------------------------------
________________
સન્મતિ પ્રકરણ
$«
અને દિગંબર પર પરામાં એ પ્રથાની જામેલી પ્રતિષ્ઠા, એ બધુ જોતાં સિદ્ધસેન દિવાકર વિક્રમની ચેાથી-પાંચમી શતાબ્દીમાં થયાની વાત વિશેષ સમન પામે છે.
*
સિદ્ધસેન દિવાકર અને જિનભદ્રગણુ ક્ષમાશ્રમણુના સબંધ પણું એક વિચારવા જેવા પ્રશ્ન છે. જિનભદ્રના ‘વિશેષણુવતી ’ ગ્રંથમાં તેમ જ ‘વિશેષાવશ્યક ભાષ્ય માં અને સન્મતિના કાણ્ડ ખીજામાં ક્રમપયોગવાદ અને એકાપયેાગવાદની ચર્ચા આવે છે. આ ચર્ચા સિદ્ધસેન અને જિનભદ્ર એ એમાંથી કાઈ એકનું પૂવતી પણું અને બીજાનું ઉત્તરવતી પણ નિશ્ચયપૂર્વક સાબિત કરવા માટે સીધી રીતે ઉપયોગી થઈ શકે તેમ નથી; પરંતુ ખીન્ન પુરાવાઓ ઉપરથી જે પૌર્વાપય નક્કી થઈ શકતું હોય, તેા તેની પુષ્ટિમાં એ જરૂર ઉપયેગી થઈ શકે તેમ છે. આપણે મુખ્યપણે પરંપરાના પુરાવાએને આધારે પહેલાં વિચારી ગયા કે, સિદ્ધસેનના સમય. વિક્રમના ચેાથેપાંચમે સર્કા વધારે સાઁભવિત છે. હવે જિનભદ્રષ્ણુિના વિશેષાવશ્યક મહાભાષ્યની એક અતિ પ્રાચીન લિખિત પ્રતિમાં તે ગ્રંથને રચનાકાલ ગ્રંથકારે પોતે જ આપેલા છે.× તદનુસાર તે ગ્રંથવિક્રમ સંવત ૬૬૬માં કાઠિયાવાડ વલભીમાં સમાપ્ત થયા છે. અન્ય ગ્રંથાની રચના સાથે વિશેષાવશ્યક ભાષ્ય જેવા સર્વ શાસ્ત્રસ દોહનરૂપ વિસ્તૃત, ગંભીર અને પરિપકવ ગ્રંથની રચના તેમ જ સાધુવન-સુલભ આયુષ્યને વિચાર કરતાં એમ લાગે છે કે, ક્ષમાશ્રમણને જીવનકાલ વિક્રમના છઠ્ઠા સૈકાના અંતિમ ભાગથી સાતમા સૈકાના ત્રીજા પાદ સુધી લંબાયેલા હાય એમ બનવા જોગ છે. એટલે, જિનભદ્ર ક્ષમાશ્રમણે પેાતાના ગ્રંથામાં
* સન્મતિટીકા રૃ, ૧૯૭
× એ પ્રતિ જેસલમેરના ભડારમાંથી છેક ઈ. સ. ૧૯૪૨ના ડિસેમ્બર માસમાં મુનિશ્રી જિનવિજયજીને હાથ લાગી હતી. જીએ તે વિષે તેમના · ભારતીયવિદ્યા–નિબંધસંગ્રહમાં’ ૯ ભાષ્યકાર જિનભદ્રગણિ ક્ષમાશ્રમણના સુનિશ્ચિત સમય' એ લેખ, પૃ. ૧૯૧.
Page #86
--------------------------------------------------------------------------
________________
૨. મૂળકારનો પરિચય સિદ્ધસેન દિવાકરના ઉપગાભેદવાદની સમાલોચના કરી છે, અને તેથી સિદ્ધસેન દિવાકર જિનભદ્રગણિ કરતાં પૂર્વતર છે, એમ કહેવું જોઈએ.
વળી મલ્લવાદીના “દ્વાદશાનયચક્રના વિનષ્ટ ભૂલનાં જે પ્રતીક તેના વિસ્તૃત ટીકાગ્રંથમાં મળે છે, તેમાં દિવાકરનું સૂચન છે, પણ જિનભદ્રમણિનું સૂચન નથી. એટલે મલવાદી જિનભદ્રગણિ કરતાં પહેલાં થયા છે એમ ફલિત થાય છે. તો પછી મલવાદી જેના ગ્રંથ ઉપર ટીકા લખે તે સિદ્ધસેન દિવાકર તો તેમના કરતાં પણ પૂર્વતર હોવા જોઈએ.
આમ સિદ્ધસેનને વિક્રમની ચોથી સદીના અંતમાં કે વિક્રમની પાંચમી સદીની શરૂઆતમાં ગણવાનું અત્યારે ઉપલબ્ધ સાધને જોતાં પ્રાપ્ત થાય છે.
પણ સિદ્ધસેન દિવાકરને વિક્રમની થી-પાંચમી સદીમાં ગણવા સામે બે મુખ્ય વાંધાઓ લેવામાં આવ્યા છે. એક વાંધા પ્રો. યાકેબી૧૬ અને પ્ર. વૈદ્યને છે, અને બીજો ૫. જુગલકિશોરને ૧૭ છે. બંને વાંધાઓ માટે સામગ્રી સિદ્ધસેન દિવાકરના “ન્યાયાવતારમાંથી લેવામાં આવી છે.
“ન્યાયાવતાર'ના ૪ થી ૭ શ્લોકમાં પ્રમાણોની ચર્ચા આવે છે. તેમાં શ્લોક પાંચમામાં ગ્રાન્ત૧૮ અને લેક છઠ્ઠામાં ૧૯ ગ્રાન્તપદ છે. પ્રો. યાકેબી અને તેમના મતના ઉપજીવી પ્રો. વૈદ્ય આ શ્લેકમાં આવતા ગ્રાન્ત અને પ્રાન્ત શબ્દો ઉપર ખાસ ધ્યાન ખેંચે છે. તેઓનું એમ માનવું છે કે પ્રમાણુની વ્યાખ્યામાં ગ્રાન્ત શબ્દને પ્રથમ ઉપયોગ કરનાર બૌદ્ધ આચાર્ય ધર્મકીર્તિ છે. ધર્મકીર્તિએ “પ્રમાણસમુચ્ચય'ના
૧૬. “સમરાઈશ્ચકહા? પ્રસ્તાવના પૃ. ૩. ૧૭. જુઓ “સ્વામી સમતભદ્ર” પૃ૦ ૧૨૬-૧૩૩ ૧૮. સામાનં તવસ્ત્રાન્ત પ્રમાવાત્ સમક્ષવત્ | બ | ૧૯. ને પ્રત્યક્ષમfજ ગ્રાન્ત પ્રમાવિવનિષા |
भ्रान्तं प्रमाणमित्येतद् विरुद्धं वचनं यतः ॥ ६ ॥
Page #87
--------------------------------------------------------------------------
________________
સમતિ પ્રકરણું પ્રથમ પરિચ્છેદમાં દિગનાગે આપેલી “પ્રત્યક્ષે પાપોઢ નામગરિયાવસંયુતમ્ ૦ ” એ પ્રત્યક્ષની વ્યાખ્યાને ગ્રાન્ત પદથી વધારે શુદ્ધ કરી છે. હવે સિદ્ધસેન દિવાકર “ન્યાયાવતાર માં ધમકીતિના
પ્રાન્ત શબ્દનો ઉપયોગ કરી “અનુમાન પણ પ્રત્યક્ષની જેમ ગ્રાન્ત છે” એમ કહી ધમકીર્તિનું ખંડન કરે છે. અર્થાત એ બન્ને મહાશયના મત પ્રમાણે સિદ્ધસેન દિવાકર ધમકીતિની પછી એટલે કે ઈ. સ. ૬૩૫-૬૫૦ પછી આવે.
આ દલીલ તપાસીએ. પ્રમાણુની વ્યાખ્યામાં પ્રાન્ત અથવા તેને મળતો શબ્દ ભારતીય દર્શનમાં ધમકીતિ પહેલાં અજ્ઞાત હતો, એમ માનવું એ ખરેખર મોટી ભૂલ છે. કારણ કે ગૌતમના ન્યાયસૂત્ર અને તેના વાસ્યાયનના ભાષ્યમાં “અબ્રાંત અર્થવાળે વ્યfમારિશબ્દ અને તે શબ્દઘટિત પ્રત્યક્ષ પ્રમાણનું લક્ષણ પ્રસિદ્ધ છે. (૧, ૧, ૪) પ્રો. પી. એ. વૈદ્ય એમ જણાવે છે કે જે દિગનાગની પહેલાંના બૌદ્ધ ન્યાયમાં ઐત્તિને વિચાર (conception of Tગ્રાન્ચ) મળી આવે, તો તેઓ તેમનો વિચાર બદલવા તૈયાર છે. સુભાગ્યે ગ્રાન્ત શબ્દ અને તેના વિચારે દિગ્ગાગ પહેલાંના બૌદ્ધ ન્યાયમાં પણ મળી આવે છે. | પ્રે. ટુચીએ (Tousi) જર્નલ ઓ. ર. એ. સ. ના ૧૯૨૯ના
જુલાઈન અંકમાં દિગ્ગાગ પહેલાંના બૌદ્ધ ન્યાય ઉપર એક વિસ્તૃત નિબંધ પ્રકટ કર્યો છે. તેમાં બૌદ્ધ સંસ્કૃત ગ્રથના ચીની અને ટિબેટન અનુવાદના આધારે દિગ્ગાગ પહેલાં બૌદ્ધોમાં ન્યાયદર્શન કેટલું વિસ્તૃત અને વક સત હતું તે બનાવવાને સમર્થ પ્રયત્ન છે. થોરારભૂમિશાત્ર
ર૦. પ્રો. સતીશચંદ્ર વિદ્યાભૂષણની “હિસ્ટરિ ઓફ ઇડિયન લોજિક પૃ૦ ર૭૭નું ટિપ્પણ.
૨૧. તત્ર પ્રત્યક્ષ કેલ્પનાપોઢ ગ્રાન્તમ્ , ૪ “ ન્યાયબિંદુ'. ૨૨. ડૉ. પી. એલ. વૈદ્યની “ન્યાયાવતાર'ની પ્રસ્તાવના પૃ૦ ૧૯.
Page #88
--------------------------------------------------------------------------
________________
૨. મૂળ કારને પશ્ચિય . અને પ્રાર્થવાન નામના ગ્રંથેના વર્ણનમાં પ્રત્યક્ષની વ્યાખ્યા નીચે પ્રમાણે આપી છે –
“Pratyaksha according to A. [i. e. Yogachara Bhumi Shastra and Prakaranaryavara] must be “aparoksha, unmixed with imagination, nirvikalpa and devoid of error, abhranta or avyabhichari.'”
– ““ના (ગાચારભૂમિશાસ્ત્ર અને પ્રકરણાર્યવાચાના) મતે પ્રત્યક્ષ સોસ, વપનાવોઢ, નિવF અને ભૂલ વિનાનું છત્ત અથવા રાથમિજાજીર હોવું જોઈએ.” બ્રાન્ત અથવા વ્યfમવાર શબ્દ ઉપર ટિપ્પણમાં પ્રે. ટુચી જણાવે છે કે આ બંને શબ્દો પર્યાયે છે અને ચીની અને ટિબેટી શબ્દને આમ બંને રીતે અનુવાદ થઈ શકે. પોતે સાધારણ રીતે ગ્રાન્ત શબ્દ જ સ્વીકારે છે. આથી પ્રો. ટુચી એવા અનુમાન ઉપર આવે છે કે, ધર્મકીર્તિએ. જે ગ્રાન્ત શબ્દ પ્રત્યક્ષની વ્યાખ્યામાં ઉમેર્યો છે, એ એણે નવો ઉમેર્યો નથી પણ સૌત્રાતિકની જૂની વ્યાખ્યાને સ્વીકારી તેણે એ પ્રમાણે દિગનાગની વ્યાખ્યામાં જ સુધારે કર્યો છે. ૨૫
૨૩. જ૦ રો૦ એ૦ સે. જુલાઈ ૧૯૨૯, પૃ. ૪૭૦ અને કુટનટ ૪, પૃ૦ ૪૬૪, ૪૭ર ઇત્યાદિ. - ૨૪. દિગનાગ એ યોગાચાર-વિજ્ઞાનવાદને અનુગામી હોવાથી તેની વ્યાખ્યા વિજ્ઞાનવાદ પ્રમાણે જ છે. વિજ્ઞાનવાદીએ વિજ્ઞાનથી ભિન્ન એવું બાહ્ય વસ્તુનું અસ્તિત્વ ન માનતા હોવાથી તેઓને મતે તથાગતના જ્ઞાન સિવાયનાં બધાનાં જ જ્ઞાને તત્વદૃષ્ટિએ ભ્રાંત છે. એટલે તેઓ પ્રત્યક્ષના લક્ષણમાં અભ્રાંત પદ નથી મૂકતા, કારણ કે તે પદનું વ્યાપત્ય તેમના મતે કોઈ જ નથી. તેથી જ “ન્યાયમુખ” અને “ન્યાયપ્રવેશ”ગત પ્રત્યક્ષનું લક્ષણ અભ્રાંત પદ વિનાનું જ છે.
૨૫. જ રેટ એન્ડ સે. જુલાઈ ૧૯૨૯, પૃ. ૪૭ર.
Page #89
--------------------------------------------------------------------------
________________
સન્મતિ પ્રકરી
યોગાચારભૂમિશાસ્ત્ર અસંગના ગુરુ મંત્રેયની કૃતિ છે.૨૬ હવે અસગનેા સમય ઈ. સ.ના ચોથા સૈકાના વચલા ભાગ ૭ મનાય છે. એટલે કે પ્રત્યક્ષના લક્ષણમાં અસ્ત્રાન્ત શબ્દના પ્રયાગ અને અભ્રાંતપણાના વિચાર વિક્રમના પાંચમા સૈકા પહેલાં સારી રીતે જાણીતેા હતેા, અર્થાત્ એ શબ્દ સુપ્રસિદ્ધ હતા. તેથી સિદ્ધસેન દિવાકરના ‘ ન્યાયાવતાર ’માં આવતા માત્ર ગત્રાન્ત પદ ઉપરથી તેને ધમકીર્તિની પછી મૂકવાની જરૂર નથી. સિદ્ધસેન દિવાકરને અસંગ પછી, પશુ ધર્મ કીતિ પહેલાં માનવામાં કાઈ પણુ જાતને અન્તરાય નથી.
७२
બીજી વાત પ્રો. યાકેાખીએ કહી છે તે એ છે કે, ન્યાયાવતાર ’માં જે પ્રત્યક્ષમાં સ્વાથ અને પરાથના ભેદ સિદ્ધસેને બતાવ્યા છે, તે ધમકીતિના કેવળ અનુમાનના સ્વા-પરા ભેદની સામે છે; પરંતુ એ વાત પણ ઠીક નથી. કારણ કે સિદ્ધસેનના ઉક્ત વિચાર માત્ર ધર્મકીતિને લક્ષીને જ છે એમ માનવાને કશે! જ આધાર નથી. ખીજી રીતે જો સિદ્ધસેન ધમકીતિના પૂર્વ વતી હરતા હાય, તે। અલબત્ત એ જોવું ખાકી રહે છે કે ત્યારે સિદ્ધસેનને એ વિચાર કેાની સામે અથવા કાને અનુસરતા છે. વૈશેષિક અને ન્યાયદર્શનમાં અનુમાનના જ સ્વા પરાથ ભેદ હેાવાની વાત ધમકીતિના પૂવતી ‘ન્યાયમુખ’ અને ન્યાયપ્રવેશ' જેવા બૌદ્ધ ન્યાયશાસ્ત્રમાં પણ સ્પષ્ટપણે દેખાય છે. તેથી સિદ્ધસેનનું કથન ધ કીતિની સામે જ છે એ વિધાન નિરાધાર રે છે.
'
વળી પ્રો. યાાખીના વિચાર સામે છેલ્લે એક વિચાર આવે છે અને તે એ છે કે, સિદ્ધસેને અનુમાનના અભ્રાન્તપણાનું અને પ્રત્યક્ષના સ્વા પરા એવા બે ભેદનું વિધાન ધમકીતિ સામે કર્યું હોય એમ ઘેાડી વાર માની લઈએ તાપણુ, તેમણે ‘7 પ્રત્યક્ષમત્તિ પ્રાન્ત
૨૬. જ રા એ સા॰ એકટખર ૧૯૨૯, પૃ૦ ૮૭૦. જુલાઈના અક્રમાં અસંગની કૃતિ ગણી છે. પણ તે ભૂલ છે એમ કહી એકટોબરના અંકમાં સુધારા કર્યા છે.
૨૭. Keith, Indian Logic and Atomism pP 23.
Page #90
--------------------------------------------------------------------------
________________
૨. મૂળકા પરિચય પ્રમાવિનિયર્િ ” (“ન્યાયાવતાર' લેક ૬) ઇત્યાદિ દ્વારા પ્રત્યક્ષના અબ્રાન્તપણાનું વિધાન કેની સામે કર્યું છે, એ એક સવાલ છે. ધર્મકીર્તિની સામે તે તે વિધાન નથી જ. કારણ કે ધર્મકીતિ તે પ્રત્યક્ષને અબ્રાન્ત માટે જ છે એટલે એ વિધાન બીજા કોઈની સામે છે એ તો નિર્વિવાદ છે. બીજા કઈ એટલે ધર્મ કીતિથી ભિન્ન કે જેઓ પ્રત્યક્ષમાં અબ્રાન્તપણું ન માનતા હોય તેઓ.
એવા બૌદ્ધ વિદ્વાને તેમના ઉપલબ્ધ ગ્રન્થ દ્વારા આજે આપણે સામે વસુબંધુ, દિનાગ અને શંકરસ્વામી છે. પ્રત્યક્ષને અબ્રાન્ત ન માનનાર વિદ્વાને એટલે વિજ્ઞાનવાદી બૌદ્ધો અને પ્રત્યક્ષને આત્તિ વિશેષણ લગાડનાર એટલે સૌત્રાતિક બૌદ્ધો. તેથી એકંદર એમ ફલિત થાય છે કે, સિદ્ધસેને સૌત્રાતિક અને વિજ્ઞાનવાદી બન્ને પ્રકારની બદ્ધ તર્કપરંપરા સામે પ્રમાણુ વિષે પિતાનાં વિધાને મૂક્યાં. ધમકીતિ પહેલાં પણ સૌત્રાતિક તક પરંપરા હતી, એ બાબત આપણે પાછળ કહી ગયા; એટલે બીજ પ્રમાણેથી સિદ્ધસેનનું ધર્મકતિ કરતાં પૂર્વવતીપણું સાબિત થઈ શકતું હોય, તે એમ જ કહેવું પ્રાપ્ત થાય છે કે સિદ્ધસેને અનુમાન અને પ્રત્યક્ષમાં કરેલાં વિધાને ધમકીર્તિના પૂર્વવત સૌત્રાતિક અને વિજ્ઞાનવાદી બૌદ્ધ તાકિને લક્ષીને જ છે, ધમકીર્તિને લક્ષીને નહિ.
ન્યાયાવતારને “ગાતોપમનુષ્યમ્” ઈત્યાદિ નવમે શ્લેક સમંતભદ્રના રત્નકરંડક શ્રાવકાચારમાં આવે છે તે ઉપરથી પં. જુગલકિશારજી એવા અનુમાન ઉપર આવે છે કે, તે શ્લેક સિદ્ધસેન દિવાકરે સમંતભદ્રના ગ્રંથમાંથી લીધેલ છે. તેમની મુખ્ય દલીલ તે શ્લોકનું ચાલુ સંદર્ભમાં ઔચિત્ય છે કે નહિ તે ઉપર રચાયેલી છે. “ન્યાયાવતારમાં તે શ્લેક બરાબર સ્થાને છે એમ અમને વિષય તપાસતાં લાગે છે. તેથી જ્યાં સુધી વધારે ચોક્કસ પ્રમાણ મળે નહિ, ત્યાં સુધી બહુ તો એટલું જ કલ્પી શકાય કે સમંતભક અને સિદ્ધસેન દિવાકર બન્નેએ તે શ્લોક કદાચ કોઈ એક ત્રીજા સ્થાનમાંથી લીધો હોય. આથી આ
Page #91
--------------------------------------------------------------------------
________________
સામતિ પ્રકરણ શ્લેક સમંતભદ્રની કૃતિમાં છે તે ઉપરથી કાંઈ પણ સમય પરત્વે અનુમાન દેરી શકાતું નથી. આ બીજે પણ એક પ્લેક બનેને નામે ચડેલ મળે છે. ૨૮ - આ રીતે આ બન્ને વાંધાઓને નિકાલ થઈ શકે છે અને તેથી સિદ્ધસેન દિવાકરને વિક્રમના ચેથા-પાંચમા સૈકામાં મૂકવામાં કાંઈ હરકત દેખાતી નથી. તે સિદ્ધસેનનો એ જમાનો હિન્દુસ્તાનના ઇતિહાસમાં ગુપ્તયુગ તરીકે જાણું છે. આ યુગ સંસ્કૃત સાહિત્ય અને ભાષાના પુનરુત્થાનને યુગ છે. સિદ્ધસેન પહેલાંના જન ગ્રંથ મેટા ભાગે પ્રાકૃતમાં હતા. દિવાકરની ઉપલબ્ધ કૃતિઓને મેટ ભાગ સંસ્કૃતમાં છે, તેમજ તેમના વિષેની કથાઓમાં જન આગમના સંસ્કૃતમાં અનુવાદ કરવાના તેમના પ્રયત્નો કર ઉલ્લેખ છે. આ હકીકત આ સમય સાથે બરાબર બંધ બેસે છે. આખા દેશમાં સંસ્કૃતનું પુનરુત્થાન થાય અને જૈન ગ્રંથે પ્રાકૃતમાં રહે, એ આ બ્રાહ્મણજાતીય જન ભિક્ષુને ન રુચે એ સ્વાભાવિક છે. પણ રૂઢિ આગળ દિવાકરનું કાંઈ બહુ ચાલ્યું નહિ હેય, એમ એમનાં કથાનકે ઉપરથી ભાસે છે.
૨. જીવનસામગ્રી પિતાના જીવનવૃત્તાંત વિષે દિવાકર સિદ્ધસેને પોતે કાંઈ લખ્યું હોય અગર તે વિષે તેમના સમસમયવતી કે તેમની પછી તરત જ થનાર કેઈ વિદ્વાને કાંઈ લખ્યું હોય તેવું કાંઈ સાધન હજી મળ્યું નથી. તેમના જીવન વિષે જે ડી કે ઘણી અધૂરી કે પૂરી, સંદિગ્ધ કે નિશ્ચિત માહિતી મળે છે અગર મેળવી શકાય તેમ છે, તે મુખ્યપણે
२८ नयास्तव स्यात्पदलाञ्छना इमे रसोपविद्धा इव लोहधातवः । - મવસ્યમિત થતતત મવતમાર્યો: પ્રતા હિતષિr: ..
આ શ્લોકને સન્મતિટીકાકાર અભયદેવે (પૃ૦ ૭૬૧) સિદ્ધસેનને કહ્યો છે. અને “સ્યાદ્વાદમ જરી'ના કર્તા મહિલેણે (પૃ. ૨૨૮) સમંતભદ્રનો કહ્યો છે.
૩૨. જુઓ આગળ આવતા પ્રબંધના સારમાં પૃ૦ ૮૦.
Page #92
--------------------------------------------------------------------------
________________
૨. મૂળકારને પરિચય
૭૫ આ ત્રણે સાધનને આભારી છે: (૧) પ્રબંધ, (૨) ઉલ્લેખે અને (૩) સ્વકૃતિઓ.
દિવાકરના જીવનને સ્પર્શ કરનાર પાંચ પ્રબધે અત્યારે અમારી સામે છે; તેમાં બે લખેલા અને ત્રણ છપાયેલા છે. લખેલમાં એક ગદ્યબદ્ધ અને બીજો પદ્યબદ્ધ છે. ગદ્ય પ્રબંધ ભદ્રેશ્વરની “કથાવલિ'માંને હેઈ, લગભગ દસમા અગિયારમા સૈકા જેટલો જૂનો છે. પદ્યપ્રબંધનો લેખક કે તેને સમય અજ્ઞાત છે, તેમ છતાં તે વિ. સં. ૧૨૯૧ પહેલાં
ક્યારેક રચાયો છે એ તે નિશ્ચિત છે. કારણ કે ૧૨૯૧ ની લખેલી તાડપ્રત્રની પ્રતિમાં તેને ખંડિત ઉતારો ૩૩ મળે છે. બન્નેમાં ગદ્યપ્રબંધ પ્રમાણમાં ટૂકે છે. પઘપ્રબંધમાં ગદ્યમાં આવેલી બાબતે વિસ્તારપૂર્વક વર્ણવાયેલી છે અને તેમાં થોડીક હકીકત વધારે પણ છે. એકંદર એ બનેમાં ગદ્યપ્રબંધ જૂન લાગે છે, અને તેને આધારે પદ્યપ્રબંધની રચના થઈ હોય એમ લાગે છે. છપાયેલા ત્રણે પ્રબંધો લગભગ ૭૫ વર્ષ૩૪ જેટલા વખતમાં છેડે થેડે અંતરે રચાયેલા “પ્રભાવક ચરિત્ર, પ્રબંધચિંતામણિ” અને “ચતુર્વિશતિપ્રબંધમાં આવે છે. સમયની દૃષ્ટિએ પ્રભાવક ચરિત્રમાંને પ્રબંધ લિખિત ઉક્ત બે પ્રબંધ કરતાં અર્વાચીન છે. તેમ છતાં તેનું મહત્ત્વ વિશેષ હેવાનાં ત્રણ કારણો છે. પહેલું એ કે તે પ્રબંધમાંની કેટલીક હકીકત પ્રબંધને અંતે સૂચવ્યા મુજબ એક જીર્ણ અને પ્રાચીન મઠની પ્રશસ્તિમાંથી લેવામાં આવી છે. બીજું
૩૩. તાડપત્રીય પ્રતિના અંતને ઉલ્લેખ–
इति तत्काल कविवादिगजघटापंचवक्रस्य ब्रह्मचारीति ख्यातबिरुदस्य श्रीबप्पभट्टिसूरेः कथानकं समर्थितम् ॥ छ ॥ छ ॥ संवत् १२९.१ वैशाख वदि ११ सोमे पुस्तिका लिखिता ॥ छ । शुभं भवतुं | છા છે.
૩૪. આ ત્રણે પ્રબંધને રચના-સમય અનુક્રમે આ પ્રમાણે છે :વિ. સં. ૧૩૩૪, ૧૩૬૧, ૧૪૦૫. આ માટે તે તે ગ્રંથને અંતભાગ છે.
૩૫. “પ્રભાવકચરિત્ર” – વૃદ્ધવાદિપ્રબંધ શ્લોક ૧૭૭–૧૭૯, ૧૮૦.
Page #93
--------------------------------------------------------------------------
________________
9૬
સન્મતિ પ્રકરણું કારણ એ છે કે, એ પ્રબંધને પ્રાચીન કવિઓના રચેલ ગ્રંથેનો પણ આધાર છે, અને ત્રીજું કારણ એ છે કે જેમ “પ્રભાવક ચરિત્ર'માંના એ પ્રબંધમાં લિખિત ઉક્ત બે પ્રબંધોનો સાર સમાઈ જાય છે, તેમ એ જ પ્રબંધ “ચતુર્વિશતિપ્રબંધ'માંના પ્રસ્તુત પ્રબંધને આધાર પણ છે. આ મહત્વને લીધે અહીં “પ્રભાવક ચરિત્રમાંના પ્રસ્તુત પ્રબંધમાંથી દિવાકરને લગતો સાર પ્રથમ આપ ઊંચિત ધાર્યો છે. એ સાર આપ્યા પછી અન્ય પ્રબંધોમાં જે વધઘટ કે ખાસ ફેરફાર હશે, તે પણ સૂચવવામાં આવશે. તેથી દિવાકરના જીવનને લગતી પરંપરાથી નોંધાયેલી બધી બાબતે બેવડાયા વિના એક જ સ્થળે સુલભ થશે. પછીના પ્રબંધોમાં પર્વના પ્રબંધોમાંથી કેટકેટલું આવ્યું છે અને કેટકેટલું કેઈ બીજાં સાધનોથી ઉમેરાયું છે એ પણ સહેજે જાણી શકાશે.
પ્રભાવકચરિત્રગત પ્રબંધને સાર૩૭ વિદ્યાધર નામક આસ્નાય-શાખામાં અને પાદલિપ્તસૂરિના કુળસંતાનમાં અનુગધર શ્રીસ્કંદિલાચાર્ય થયા. તેમના અવસાન પછી તેમની પાટે આવેલા શ્રી વૃદ્ધવાદી નામના શિષ્ય વિહાર કરતા ક્યારેક વિશાલા-ઉજજેનીમાં જઈ પહોંચ્યા, જ્યાં શ્રી વિક્રમાદિત્ય નામને રાજા હતો. કાત્યાયન ગેત્રીય બ્રાહ્મણ દેવર્ષિ પિતા અને દેવશ્રી માતાનો પુત્ર વિદ્વાન સિદ્ધસેન વૃદ્ધવાદી પાસે જઈ પહોંચ્યું. તેણે ખ્યાતિ સાંભળેલી હેવાથી વગર ઓળખાણે પૂછયું કે, “હે મુનિ! આજકાલ વૃદ્ધવાદી અહી છે કે નહિ ?” મુનિએ કહ્યું. “તે હું પિતે જ છું.” આ સાંભળી સિદ્ધસેને કહ્યું કે, “ઘણુ વખત થયાં વાદગાહી કરવાને માટે સંકલ્પ
છે તે તમે પૂરી કરે.” સૂરિએ જવાબમાં કહ્યું કે, “હે વિદ્વાન! તું પિતાના મનને સંતોષવા સભામાં કેમ નથી જતો ? ” સૂરિએ એમ કહ્યા છતાં પણ જ્યારે એણે ત્યાં જ વાદ કરવાનો આગ્રહ ન છેડ્યો,
૩૬. “પ્રભાવચરિત્ર”- વૃદ્ધવાદિપ્રબંધ શ્લોક ૧૭–૧૭૯, ૧૮૦. ૩૭. “પ્રભાવચરિત્ર –વૃદ્ધવાદિપ્રબંધ પૃ. ૯૧થી ૧૦૩.
Page #94
--------------------------------------------------------------------------
________________
૨ મૂળકારનો પરિચય
AF
ત્યારે સૂરિએ પાસે હાજર રહેલા ગેવાળિયાઓને જ સભ્ય કર્યાં અને વાદકથા ચલાવવા કહ્યું. સિદ્ધસેને પહેલાં ‘સજ્ઞ નથી ' એવા પૂર્વ પક્ષ કરી તેને યુક્તિથી સ્થાપ્યા. વૃદ્ધવાદીએ પાસેના સભ્ય ગેાવાળિયાઓને પૂછ્યું કે, “ કહો ભલા તમે આ વિદ્વાનનું કહેવુ કાંઈ સમજ્યા ?” ગોવાળિયાએ મેલ્યા — “ પારસીએ ( ફારસી મેલનારાના ) જેવું :: અસ્પષ્ટ કથન કેમ સમજાય ? ” એ સાંભળી વૃદ્ધવાદીએ પહેલાં તે ગેવાળિયાઓને કહ્યું કે “આ વિદ્વાનનું કહેવું હું સમજ્યા છું. તે એમ કહે છે કે ‘ જિન નથી.’ શું તેનું એ કહેવું સાચું છે? તમે કહો. ” ગોવાળિયાએ ખેલ્યાઃ “ જૈન મંદિરમાં જિનમૂતિ છતાં જિન નથી એમ કહેનાર આ બ્રાહ્મણુ મૃષાવાદી છે.” આટલે વિનાદ કર્યા પછી વૃદ્ધવાદીએ સિદ્ધસેનના પૂર્વ પક્ષના જવાખમાં યુક્તિથી સનનું અસ્તિત્વ સાબિત કર્યું. સિદ્ધસેને સૂરિને હગદ્ગદ વચને કહ્યું કે, “તમે છ્યા. હવે મને શિષ્યરૂપે સ્વીકારો. કારણ કે જીતનારના શિષ્ય થવાની મારી પ્રતિજ્ઞા છે. “ સૂરિએ સિદ્ધસેનને જૂની દીક્ષા આપી શિષ્ય અનાવ્યા, અને કુમુદચંદ્ર એવું નામ આપ્યું. કુમુદચંદ્ર જલદી જ જૈન સિદ્ધાંતાના પારગામી થઈ ગયા; એટલે ગુરુએ તેને આચાય પદે સ્થાપ્યા અને પ્રથમનું જ સિદ્ધસેન એ નામ પાછું ફરી રાખ્યું. ત્યાર બાદ ગુરુ સિદ્ધસેનને ગુચ્છ સાંપી ત્યાંથી બ.જે સ્થાને વિહાર કરી ગયા.
...
કયારેક 'સિદ્ધસેન અહાર જતા હતા ત્યારે તેમને વિક્રમ રાજાએ જોયા, અને જાણી ન શકાય એવી રીતે તેમને મનથી પ્રણામ કર્યાં. સૂરિ એ વાત સમજી ગયા અને તેમણે તે રાજાને ઊંચે અવાજે ધર્મ લાભ આપ્યા. એ ચતુરાઈથી ખુશ થઈ રાજાએ સૂરિને કરાડ સુવણું ટકા દાનમાં આપ્યા અને ખજાનચીને એ લખી લેવા કહ્યું કે, “દૂરથી જ હાથ ઊંચા કરી ધલાભ આપનાર સિદ્ધસેનસૂરિને વિક્રમરાજાએ કરોડ ટકા આપ્યા. ” પછી સિદ્ધસેનને મેલાવી એ દાન લઇ જવા રાજાએ કહ્યું. જવાબમાં સૂરિએ કહ્યું કે, “હું તે લઈ ન શકું. તું તેને મરજી પ્રમાણે ઉપયોગ કર. ” વિક્રમ સમજી ગયા અને તેણે. તે દાન સાધારણ
ન
Page #95
--------------------------------------------------------------------------
________________
સામતિ પ્રકરણ ખાતામાં રાખી તેમાંથી સાધર્મિકોને મદદ આપી અને ચિત્યને ઉદ્ધાર કર્યો. .
કયારેક તે સિદ્ધસેન ઉજૈનીથી ચિત્રકૂટ તરફ વિચર્યા. ત્યાં તેમણે પહાડની એક બાજુએ એક થાંભલે જે. એ થાંભલો પથ્થર, લાકડું કે માટીને ન હતે. સિદ્ધસેનને વિચાર કરતાં લાગ્યું કે, એ તો ઔષધિઓનાં ચૂર્ણો ઉપરથી બનેલ છે. તેથી તેમણે બુદ્ધિબળથી તે સ્તંભના ગંધ, રસ અને સ્પર્શની પરીક્ષા કરી અને છેવટે એ ઔષધિઓની વિરોધી બીજી ઔષધિઓ લાવી તેને ઘસી થાંભલામાં કાણું પાડ્યું. એટલે તેમાં તેમને હજારે પુસ્તક નજરે પડ્યાં. તેમાંથી એક પુસ્તક લઈ, તેમાંથી એક પાનું ઉઘાડી તેમણે તેમાંથી એક લીટી વાંચી. તેટલામાંથી સુવર્ણસિદ્ધિગ અને સરસવમંત્ર (સૈન્ય સરજવાની વિદ્યા) એ બે પ્રાપ્ત થયાં. આગળ તે પુસ્તક આનંદભેર સૂરિ વાંચતા જ હતા, તેટલામાં શાસનદેવીએ ગ્યતા ન જણાયાથી તે પુસ્તક સૂરિની પાસેથી હરી લીધું.
ત્યાર બાદ સૂરિ ત્યાંથી પૂર્વ દેશના પર્યત ભાગ – છેડા તરફ વિચર્યા, અને કર્માર નામના નગરમાં પહોંચ્યા. ત્યાં દેવપાલ નામને રાજા હતો, તેણે સૂરિનું સ્વાગત કર્યું. સૂરિએ તે રાજાને ધમકથાથી બેધ પમાડ્યો અને સખા બનાવ્યા. ક્યારેક વિજયવર્મા નામના કામરુ દેશના રાજાએ તે દેવપાલ ઉપર ચડાઈ કરી અને મોટા જંગલી સૈન્ય દ્વારા તેને ઘેરી લીધે. આથી ગભરાઈ દેવપાલ સૂરિને શરણે ગયો અને કહ્યું કે, “તમે જ હવે શરણ છે. દુમનનું તીડ જેવું સૈન્ય મારા નાનકડાશા ખજાના અને નાનકડાશા સૈન્યને નાશ કરશે.” આ સાંભળી સૂરિએ દિલાસો આપ્યું કે, “હે રાજન તું ડર મા, હું ઈલાજ કરીશ.” સૂરિએ સુવર્ણસિદ્ધિગથી પુષ્કળ દ્રવ્ય અને સર્ષ પવિઘાથી મોટું સૈન્ય સર્યું. એની મદદથી દેવપાલે પિતાના શત્રુને હરાવ્યા. દેવપાલે મળેલી મદદથી ખુશ થઈ સૂરિને દિવાકર પદથી સંબોધ્યા. તે એવા આશયથી કે શત્રુભયરૂપ અંધકારને દૂર કરવામાં સૂરિએ દિવાકર
Page #96
--------------------------------------------------------------------------
________________
૨. મૂળકારને પરિચય (સૂર્ય)નું કામ કર્યું હતું. ત્યાર બાદ સિદ્ધસેન દિવાકર પદવીથી પ્રસિદ્ધ થયા અને સિદ્ધસેન દિવાકર એ નામ વિશેષ પ્રસિદ્ધ થયું.
ત્યાર બાદ ગુરુ વૃદ્ધવાદીએ સાંભળ્યું કે સિદ્ધસેન તે રાજમાન્ય થયે છે અને રાજભક્તિના મેહમાં પડી તે પાલખી તથા હાથી વગેરે વાહને ઉપર સવાર થઈ રાજમંદિરે જાય – આવે છે. તેથી એને સમજાવી ઠેકાણે લાવવા ગુર વેશ બદલી કર્માર નગરે આવ્યા. ત્યાં એમણે જોયું કે સિદ્ધસેન તે રાજમાર્ગ ઉપર પાલખીએ બેસી જાય છે અને ઘણા લેકેથી વીંટળાયેલ છે. આ જોઈ ગુરએ તેને કહ્યું કે, “હું તમારી ખ્યાતિ સાંભળી અહીં આવ્યો છું માટે મારે સંશય દૂર કરે.” સિદ્ધસેને કહ્યું – “ભલે સુખેથી પૂછો.” પછી ગુરુએ વિદ્વાનોને આશ્ચર્ય પમાડે તેવા ઉચ્ચ સ્વરથી કહ્યું કે
"अणफुल्ली फुल्ल म तोडहु मन-आरामा म मोडहु । मणकुसुमेहिं अच्चि निरंजणु हिंडह काई वणेण वणु ॥ ९२" ॥
સિદ્ધસેનને વિચાર્યા છતાં જ્યારે એ અપભ્રંશ પદ્યનો અર્થ ન સમજાય, ત્યારે તેણે આડો ઉત્તર આપ્યો અને કહ્યું કે, “તમે બીજું કાંઈ પૂછો.” પણ ગુરુએ તે કહ્યું કે, “એને જ ફરી વિચારો અને જવાબ આપો.” સિદ્ધસેને અનાદરથી એ પદ્યને અસંબદ્ધ જેમ તેમ ખુલાસો કર્યો. પણ જ્યારે તે ખુલાસો ગુરુએ કબૂલ ન રાખે, ત્યારે છેવટે તેણે ગુને કહ્યું કે તમે જ એ પદ્યને અર્થ કહે. ગુરુએ “સાંભળે અને સાવધાન થાઓ” એમ કહી આ પ્રમાણે અર્થ કર્યો: “ધ્વનરૂ૫ નાનકડાં કેમળ ફૂલવાળી એવી માનવતનુના જીવનાંશરૂપી ફૂલેને તું રાજસત્કાર અને તજજન્ય ગર્વના ઘાથી ન તોડ. મનને યમ નિયમ આદિરૂપ આરામે (બગીચાઓ)ને ભોગવિલાસ દ્વારા ન ભાંગ-ખેદાનમેદાન ન કર. મનનાં (સદ્ગણે રૂ૫) પુપિ વડે નિરંજન દેવની પૂજા કર. તું સંસારરૂપ એક વનથી લાભસત્કારજન્ય મેહરૂપ બીજા વનમાં કેમ ભટકે છે ? ”
Page #97
--------------------------------------------------------------------------
________________
સન્મતિ પ્રકરણ .
આ અને આના જેવા ખીજા કેટલાયે યાને ટૂંકાણે લાવનાર અર્ધો ગુરુએ કહી સંભળાવ્યા.
("
,
ગુરુના એ અથ કથનથી સિદ્ધસેનનું મન પલળ્યું અને તેણે વિચાર્યું કે મારા ધર્માંગુરુ સિવાય બીજાની આવી શક્તિ ન હોઈ શકે. ખરેખર આ પોતે મારા ધમ ગુરુ છે એ વિચારથી તે ગુરુના પગમાં નમી પડયો અને કહ્યું કે, દોષવશ થઈ મેં આપની અવજ્ઞા કરી છે, માટે ક્ષમા કરે. આ સાંભળી ગુરુએ કહ્યું: “ મેં તને જૈન સિદ્ધાંતનું સંપૂર્ણ પાન કરાવ્યું છે. મંદ અગ્નિવાળાને રસ ભરેલા ભાજનની પેઠે જો તને જ એ સિદ્ધાંત ન જર્યાં, તે પછી ખીજા તદ્દન અલ્પ સત્ત્વવાળા જીવાની તા વાત જ શી ? તું સ ંતાથી સધ્યાનને પુષ્ટ કરી મારા આપેલા શાસ્ત્રને પચાવ. થાંભલામાંથી પ્રાપ્ત થયેલ પુસ્તક શાસનદેવીએ હરી લીધું, એ યેાગ્ય જ થયું. કારણુ કે, અત્યારે તેને પચાવનાર યેાગ્ય ત્યાગીએ કયાં છે? ” એવા ગુરુના ઉપદેશ સાંભળી શિષ્ય દિવાકરે કહ્યું: “ હે પ્રભુ, જો ભૂલથી શિષ્યા આડે રસ્તે ન જાય, તે પ્રાયશ્રિત્તવિધાયક શાસ્ત્રો શા કામમાં આવે? માટે હવે તમે પ્રાયશ્ચિત્ત વડે મને શુદ્ધ કરેા. ગુરુ ઘટતું પ્રાયશ્ચિત્ત આપી છેવટે તેને પેાતાને આસને બેસાડી સ્વગે સિધાવ્યા. દિવાકર પણુ આચાય પદે આવ્યા પછી જૈનશાસનની પ્રભાવના કરતા પૃથ્વી ઉપર વિચરવા લાગ્યા.
•>
""
-
આલ્યાવસ્થાથી જ સૌંસ્કૃતના અભ્યાસી સિદ્ધસેને લેાકેાના મહેણાથી અને જાતિસ્વભાવથી પ્રાકૃત ભાષાના અનાદરને, લીધે કયારેક જૈન પ્રાકૃત સિદ્ધાંતને સંસ્કૃત ભાષામાં ઉતારવાને વિચાર કર્યો. અને એ વિચાર તેમણે સધને કહી સંભળાવ્યા. સંધના આગેવાનાએ આવેશમાં આવી દિવાકરને કહ્યું કે, તમારા જેવા યુગપ્રધાન આચાર્યોને પણ પ્રાકૃત ભાષા તરફ અરુચિ થાય, તે પછી અમારા જેવાની વાત જ શી ? અમે પર પરાથી સાંભળ્યું છે કે પહેલાં ચૌદ પૂર્વા સંસ્કૃત ભાષામાં હતાં અને તેથી તે સાધારણ બુદ્ધિવાળાઓ માટે અગમ્ય હતાં, માટે જ વખત જતાં તે નાશ પામ્યાં. અત્યારે જે અગિયાર અગા છે. તેમને
tr
Page #98
--------------------------------------------------------------------------
________________
૨. મૂળકારનો પરિચય સુધર્માસ્વામીએ બાળક, સ્ત્રી, મૂઢ અને ભૂખ લોકેના અનુગ્રહ કરવાની ખાતર પ્રાકૃત ભાષામાં ગૂંથ્યાં છે. એ પ્રાકૃત ભાષા ઉપર તમારે અનાદર કેમ ઘટે ? ” વધારામાં આગેવાનોએ દિવાકરને કહ્યું કે, “તમે પ્રાકૃત આગમને સંસ્કૃત ભાષામાં ઉતારવાના વિચાર અને વચનથી બહુ દૂષિત થયા છે. સ્થવિરે (શાસ્ત્રાવૃદ્ધ વિદ્વાને) આ દોષનું શાસ્ત્ર દ્વારા પ્રાયશ્ચિત્ત જાણે છે” સ્થવિરેએ કહ્યું કે, “આ દોષની શુદ્ધિ માટે પારાંચિક પ્રાયશ્ચિત્ત કરવું જોઈએ. તેમાં જેન વેશ છુપાવી, ગચ્છને ત્યાગ કરી, બાર વરસ સુધી દુષ્કર તપ કરવાનું હોય છે. એવા પારસંચિક પ્રાયશ્ચિત્ત વિના આવા મહાન દોષની શુદ્ધિ કદી જ થઈ ન શકે. અલબત્ત, જે બાર વર્ષની અંદર પણ શાસનની કઈ મહાન પ્રભાવના કરવામાં આવે, તો મુદત પૂરી થયા પહેલાં પણ પિતાના અસલી પદ ઉપર લઈ શકાય.” સ્થવિરેનું આ પ્રાયશ્ચિત્તવિધાન સાંભળી સરળ સ્વભાવી દિવાકરે સંઘને પૂછી પોતાનું સાધુપદ ગુપ્ત રાખી ગચ્છને છોડી દીધું. આ સ્થિતિમાં ફરતાં તેમને સાત વર્ષ ચાલ્યાં ગયાં. દરમિયાન તેઓ ક્યારેક ઉજ્જયિની નગરીમાં આવી ચડ્યા. તેમણે રાજમંદિરને દરવાજે પહોંચી દરવાનને કહ્યું કે, “જ, તું રાજાને મારી તરફથી આ પ્રમાણે કહેઃ
" दिदृक्षुभिक्षुरायातो वारितो द्वारि तिष्ठति । हस्तन्यस्तचतुःश्लोकः किमागच्छतु गच्छतु ? ॥ १२४ ॥
“હાથમાં ચાર શ્લોકે લઈ એક ભિક્ષુ તમારા દર્શનની ઇચ્છાથી આવેલ છે અને દરવાનોએ રકવાથી દરવાજા ઉપર ઊભે છે. કહે કે તે આવે અગર જાય ?”
આ સાંભળી ગુણ પક્ષપાતી રાજાએ દિવાકરને લાવ્યા; અને દિવાકરે રાજસમત આસન ઉપર બેસી આ ચાર લેકે ૩૮ કહ્યા:૩૮. “પૂર્વે ઘવચા મવતા શિક્ષિત યુતિઃ |
मार्गणौघः समभ्येति गुणो याति दिगन्तरम् ॥१२६।।
Page #99
--------------------------------------------------------------------------
________________
સન્મતિ પ્રકરણ આ અપૂર્વ ધનુર્વિદ્યા તમે ક્યાંથી શીખ્યા ? જેમાં માર્ગણ ૩૯ સમૂહ સામે આવે છે અને ગુણક બીજી દિશાઓમાં જાય છે.” [૧૨૬]
“તમારા યશરૂ૫ રાજહંસને પીવા માટે આ સાત સમુદ્રો કાળાં જેવાં છે અને એને રહેવા માટેનું પાંજરું ત્રણ જગત છે.” [૧૭].
હંમેશાં વિદ્વાને “તું સર્વદાતા છે” એવી જે તારી સ્તુતિ કરે છે તે ખરી છે. કારણ કે તે શત્રુઓને પીઠનું દાન અને પરસ્ત્રીઓને હૃદયનું દાન નથી કર્યું.” [૧૨૮]
હે રાજન ! જે ભય તારી પિતાની પાસે નથી તે ભય જ તું હંમેશાં અનેક શત્રુઓને વિધિપૂર્વક આપે છે, તે મોટું આશ્ચર્ય છે.” [૧૯].
આ મતલબના કે વડે દિવાકરે રાજાની પ્રશંસા કરી, એટલે તે રાજાએ દિવાકરની સ્તુતિ કરીને કહ્યું કે, “જે સભામાં તમે હે તે સભા ધન્ય છે; માટે તમારે અહીં જ રહેવું.” આ પ્રમાણે રાજાએ કહ્યું એટલે દિવાકર તેની પાસે રહી ગયા. ક્યારેક તેઓ રાજા સાથે કુડગેશ્વરના મંદિરમાં ગયા. મંદિરના દરવાજેથી દિવાકર પાછા ફર્યા એટલે રાજાએ તેમને પૂછ્યું કે, “તમે દેવની અવજ્ઞા કેમ કરે છે ?
अमी पानकुरङ्काभाः सप्तापि जलराशयः । यद्यशोराजहंसस्य पञ्जरं भुवनत्रयम् ॥ १२७ ॥ सर्वदा सर्वदोऽसीति मिथ्या संस्तूयसे बुधैः ।। નારો મિરે પુષ્ય ન વક્ષ: યોષિત: / ૨૮ છે.
भयमेकमनेकेभ्यः शत्रभ्यो विधिवत्सदा ।
- ददासि तच्च ते नास्ति राजन्! चित्रमिदं महत्" ।।१२९।। ૩૯. માર્ગણ એટલે બાણ તેમ જ માગણ – ચાચક. વિરોધપક્ષમાં માગણને અથ બાણ સમજ અને તેના પરિવારમાં યાચક સમજવો.
૪૦. ગુણ એટલે ધનુષની દેરી તેમ જ કપ્રિયતા વગેરે ગુણ.વિરોધપક્ષમાં ધનુષની દેરી સમજવી અને તેના પરિવારમાં લોકપ્રિયતા વગેરે ગુણે સમજવા.
Page #100
--------------------------------------------------------------------------
________________
૨. મૂળકારને પરિચય અને નમતા કેમ નથી ?” દિવાકરે કહ્યું – “હે રાજન ! તને હું સાચું જ કહું છું કે તે દેવ મારા નમસ્કારને સહન કરી શકે તેમ નથી, તેથી જ હું નમસ્કાર નથી કરતો. જે દે મારા નમસ્કારને કહી શકે છે તેમને હું અવશ્ય નમું છું.” આ સાંભળી કુતૂહળવશ
જાએ કહ્યું – “ચાલે તમે નમે શું થાય છે તે હું જોઉં છું. કાંઈ પણ ઉતપાત થવાનું જોખમ રાજા ઉપર મૂકી દિવાકરે શિવલિંગ સામે બેસી તેની સ્તુતિ ૪૧ ઉચ્ચ સ્વરથી આ પ્રમાણે શરૂ કરી:–
હે પ્રભુ! તે એકલાએ જે રીતે ત્રણ જગતને યથાર્થપણે દર્શાવ્યાં છે, તે રીતે બીજા સૌ ધર્મપ્રવર્તકોએ પણ નથી દર્શાવ્યાં. એક પણ ચંદ્ર જે રીતે જગતને અજવાળે છે, તે રીતે શું બધા ઉદય પામેલા તારાઓ મળીને અજવાળે ખરા ? તારા વચનથી પણ કોઈ કોઈને બેધ નથી થતો એ જ મને આશ્ચર્ય લાગે છે. સૂર્યનાં કિરણો કોને પ્રકાશનું કારણ ન થાય ? અથવા એમાં આશ્રય નથી, કારણ કે સૂર્યનાં પ્રકાશમાન કિરણે સ્વભાવથી જ કઠોર હૃદયવાળા ઘુવડને અંધકારની ગરજ સારે છે. ” [૧૩૯–૧૪ર
ત્યાર બાદ ન્યાયાવતાર”, “વીરસ્તુતિ” અને બત્રીશ ગ્લૅકની એક એવી ત્રીશ બત્રીશીઓ તેમજ “કલયાણુમંદિર”નામથી પ્રસિદ્ધ ૪૪ શ્લોકની સ્તુતિ તેમણે રચી. તેમાં “કલ્યાણુમંદિર ને ૧૧મે લેક બેલતાં જ ધરણેન્દ્ર ४१. " प्रकाशितं त्वयैकेन यथा सम्यग् जगत्त्रयम् ।
समस्तैरपि नो नाथ परतीर्थाधिपैस्तथा ॥ १३९ ॥ विद्योतयति वा लोकं यथैकोऽपि निशाकरः ।। समुद्गतः समग्रोऽपि तथा कि तारकागणः ? ॥ १४० ॥ त्वद्वाक्यतोऽपि केषांचिदबोध इति मेऽद्भुतम् । भानोर्मरीचयः कस्य नाम नाऽऽलोकहेतवः ॥ १४१ ॥ नो वाऽद्भुतमुलकस्य प्रकृत्या क्लिष्टचेतसः ।
છે કfપ તમન માસન્ને માવત: રા: ” T?૪રા
Page #101
--------------------------------------------------------------------------
________________
સનમતિ પ્રકરણ નામને દેવ હાજર છે અને તેમના પ્રભાવથી શિવલિંગમાંથી ધૂમાડે નીકળો શરૂ થયો કે જેથી ખરે બપોરે રાત જેવું થયું. એથી લે કે ગભરાયા અને ભાગતાં ભાગતાં જયાં ત્યાં અફળાયા. ત્યારબાદ તે શિવલિંગમાંથી અગ્નિવાળા પ્રકટી અને છેવટે પાર્શ્વનાથની પ્રતિમા પ્રકટ થઈ. આ બનાવથી રાજા પ્રતિબોધ પામ્યો અને મેટા ઉત્સવ સાથે વિશાળા-ઉજજયનીમાં દિવાકરને પ્રવેશ કરાવી જૈનશાસનની પ્રભાવને કરી. આ ઘટનાથી સંઘે દિવાકરનાં બાકીનાં પાંચ વર્ષ માફ કરી તેમને ગુપ્તવાસમાંથી સિદ્ધસેન દિવાકર તરીકે જાહેર કર્યા. ત્યાં શિવલિંગમાંથી કેટલાક વખત સુધી ફણાઓ પ્રકટી હતી જેને પાછળથી મિથ્યાદષ્ટિ લેકે પૂજતા હતા.
દિવાકર ક્યારેક રાજાને પૂછી ગીતાર્થ શિષ્યો સાથે દક્ષિણ તરફ સંચર્યા, અને ક્રમે ભરૂચ શહેરની બહારના ઊંચા ભાગ ઉપર આવી પહોંચ્યા. ત્યાં શહેર અને ગામડાઓના ગધણના રખવાળિયાઓ ધમ સાંભળવાની ઇચ્છાથી દિવાકર પાસે એકઠા થઈ ગયા. તેઓના આગ્રહથી દિવાકરે તરત જ પ્રાકૃત ભાષામાં તે સભાને યોગ્ય એક રાસો બનાવી તાલ સાથે તાલીઓ વગાડી વગાડી ફેરફૂદડી ફરતાં ગાઈ દેખાડયું. તે રાસો આ પ્રમાણે છે –
" न वि मारिअइ न वि चोरिअइ, परदारह संगु निवारिअइ । थोवाह वि थोवं दाअइ, વન ટુ સુઈ જાય છે ?
અર્થાત “કેઈને ન મારવું, ન ચેરી કરવી, પરસ્ત્રીને સંગ છેડ, ડામાંથી પણ ડું દાન કરવું; જેથી દુઃખ જલદી દૂર થાય.” દિવાકરના વચનથી સમજણ પામેલા તે ગોવાળિયાઓએ ત્યાં તેમની યાદ ખાતર “તાલરાસક” નામનું સંપન્ન ગામ વસાવ્યું. દિવાકરે તે ગામમાં મંદિર કરાવી ઋષભદેવની મૂર્તિની સ્થાપના અને પ્રતિષ્ઠા કરી, જેને અત્યારે પણ લેક પ્રણમે છે.
Page #102
--------------------------------------------------------------------------
________________
૨. મૂળકારનો પરિચય - એ પ્રમાણે પ્રભાવના કરી દિવાકર ભરૂચમાં ગયા. ત્યાં બલમિત્રને પુત્ર ધનંજય રાજા હતા. તેણે દિવાકરનું બહુમાન કર્યું. ક્યારેક તેરાજા ઉપર ઘણું દુશમને ચડી આવ્યા અને તેમણે તેને ઘેરી લીધો. રાજા ધનંજય ડરી દિવાકરને શરણે ગયા. તેમણે સરસવના દાણા મંત્રી તેલના કુડલામાં નાખ્યા તે બધા મનુષ્યરૂપ ધારણ કરી બહાર નીકળ્યા. તેમનું સૈન્ય બનાવી રાજાએ તે દ્વારા દુમને ખુવાર કર્યો. આ રીતે સેના બનાવવાથી દિવાકરનું સિદ્ધસેન એ નામ સાર્થક થયું અને રાજ પણ છેવટે દિવાકર પાસે દીક્ષિત છે.
- એ પ્રમાણે પ્રભાવના કરતા દિવાકર દક્ષિણાપથમાં પ્રતિષ્ઠાનપુર પંડાણમાં જઈ પહોંચ્યા. ત્યાં ગ્ય શિષ્યને પિતાને પદે સ્થાપી, “પ્રાપવેશન' અનશનપૂર્વક મત્યુ પામી તેઓ સ્વર્ગવાસી થયા.
ત્યાર બાદ તે નગરથી કઈ વૈતાલિક – ચારણુભાટ વિશાલામાં ગયો. અને ત્યાં સિદ્ધથી નામની દિવાકરની સાધ્વી બહેનને મળ્યું. ત્યાં તેણે બે પાદ એ સાધ્વી પાસે ઉચ્ચાર્યા, જેને ભાવ સમજી તે સાવીએ ઉત્તરાર્ધ પૂરું કર્યું. તે આખો બ્લેક નીચે પ્રમાણે છે –
" स्फुरन्ति वादिखद्योताः साम्प्रतं दक्षिणापथे।"
“નૂનમાં તો વાવો સિદ્ધસેનો વિવાદ ” ૨૭૫ ૫ “અત્યારે દક્ષિણાપથમાં આગિયા જેવા વાદીઓ ચમકી રહ્યા છે.” – “ખાતરીથી વાદી સિદ્ધસેન (રૂપી) દિવાકર (સૂર્ય) અસ્ત પામ્યો હશે.” * ત્યાર બાદ તે સાથી પણ આરાધનાપૂર્વક સ્વર્ગવાસિની થઈ
પાદલિપ્તસૂરિ અને વૃદ્ધવાદીના વિદ્યાધર વંશનું નિયામક (પ્રમાણ) અહીં કહેવામાં આવે છે. વિક્રમાદિત્ય પછી ૧૫૦ વર્ષે જાકુટિ શ્રાવકે રેવતાચલના શિખરે રહેલ નેમિનાથના મંદિરને ઉદ્ધાર કર્યો ત્યારે ? વરસાદમાં જીર્ણશીર્ણ થયેલ મની પ્રશસ્તિમાંથી આ વૃત્ત ઉદ્દત કરવામાં આવ્યું છે. આ રીતે પ્રાચીન કવિઓએ રચેલ શાસ્ત્રમાંથી
Page #103
--------------------------------------------------------------------------
________________
સન્મતિ પ્રકર્સે
સાંભળી વાદી અને સિદ્ધસેન બન્નેનું ચરિત અહીં કહેવામાં આવ્યું છે. તે હ્રષ અને બુદ્ધિની વૃદ્ધિ કરે.
શ્રી ચંદ્રપ્રભસૂરિના શિષ્ય પ્રભાચંદ્ર છે. રામપિતા અને લક્ષ્મીમાતાના પુત્ર એ પ્રભાદ્રે રચેલ પૂર્ષિના ચરિત્રમાં વૃદ્ધવાદી અને દિવાકર વિષયક આઠમું આ વ્યાખ્યાન પૂરું થયું, જેને પ્રદ્યુમ્નસૂરિએ તપાસેલુ છે.
પ્રધાની હકીતામાં વધઘટ
୯
કથાવલીમાંના સિદ્ધસેન વિષેના ગદ્ય પ્રબંધમાં ફક્ત જે ચાર બાબત આવે છે, તે આ પ્રમાણે:- ૧. પ્રણામના બદલામાં રાજાને ધ લાભ અને રાજા દ્વારા દિવાકરને ક્રાટિ દ્રવ્યનું અપણુ; ૨. પ્રાકૃત આગમને સંસ્કૃતમાં ઉતારવાના દિવાકરના વિચાર અને તેના દડરૂપે સંધ દ્વારા તેમને પારાંચિક પ્રાયશ્ચિત્તનું વિધાન; ૩. અજ્ઞાતવેશમાં દિવાકર દ્વારા કુડગેશ્વરની સ્તુતિ અને બત્રીશી વડે તેમાંથી પાશ્વ - નાથની પ્રતિમાનું પ્રકટ થવું; ૪. દિવાકરનું દક્ષિણમાં વિચરવું અને ત્યાં જ સ્વર્ગવાસી થવું.
પ્રથમ સૂચવેલ ખંડિત પદ્યપ્રબંધમાં ગદ્યપ્રખધમાંની ઉક્ત ચાર આખતે પૈકી પહેલી ત્રણ બાબતે ો છે જ અને વધારામાં બીજી પણ ત્રણ બાબતે છેઃ૧. સિદ્ધસેનને વૃદ્મવાદી સાથે શાસ્ત્રા અને તેમાં હારી છેવટે વૃદ્ધવાદીના શિષ્ય થવું; ૨. કાઈ આપત્તિગ્રસ્ત રાજાને ધન અને સૈન્યથી મદદ કરવી અને તેથી વિજય પામેલ તે રાન દ્વારા સમ્માનિત થત્રુ; ૩. રાજસત્કારના લેાભમાં પડવું અને છેવટે ગુરુ બૃહવાદીના ઉપદેશ દ્રારા સાવધાન થવું. આ યે આખા પ્રભાવકચરિત્રમાંની તે તે બાબતે સાથે સહેજસાજ ફેરફાર તા ધરાવે છે જ; પણુ પ્રતનાં પાનાં ગયેલાં હાવાથી તે ઓછીવત્તી ખડિત છે. તેથી સિદ્ધસેને કયા રાજાને ધન અને સૈન્યની મદદ આપી તે નામ તેમાં નથી મળતુ અને સિદ્ધસેનના સ્વર્ગવાસના સ્થળ વિષે પણ તેમાં કાંઈ ઉલ્લેખ નથી દેખાતા.
Page #104
--------------------------------------------------------------------------
________________
૨. મૂળાકારને પરિચય ચતુર્વિશતિપ્રબંધ ની રચના “પ્રભાવચરિત્રને આધારે થયેલી હેવાથી “પ્રભાવક ચરિત્ર માંની સિદ્ધસેનને લગતી બધી જ બાબત ચતુર્વિશતિપ્રબંધ માં લગભગ શબ્દશઃ છે છતાં તેમાં પણ પ્રભાવરિત્રમાં નથી તેવી મુખ્ય બે બાબતે ઉમેરાયેલી છે. પહેલી બાબત મહાકાલપ્રાસાદની ઉત્પત્તિનું દિવાકર દ્વારા વિક્રમ રાજા સામે વર્ણન અને બીજી બાબત ષ્કાર નગરમાં શૈવમંદિરની સ્પર્ધાને લીધે વિક્રમ રાજા પાસે દિવાકર દ્વારા જન પ્રસાદનું કરાવવું તે.
હવે છેલ્લે પાંચમે પ્રબંધ લઈ જોઈએ. એ પ્રબંધ “પ્રબંધચિંતામણિમાંતા વિના પ્રવંધની અંદર સિદ્ધસેનને પ્રસંગ આવતાં પ્રસંગોપાત્ત આવે છે. એમાં આવેલી વૃદ્ધવાદી અને સિદ્ધસેનની હકીક્ત ઉપર આપેલ ચારે પ્રબંધોની હકીકતથી કેટલીક મહત્ત્વની બાબતોમાં તદ્દન જુદી પડે છે. જેમ કે - ૧. “પ્રભાવ ચરિત્ર' વૃદ્ધવાદીને સ્કંદિલાચાર્યના શિષ્ય કહે છે ત્યારે “પ્રબંધચિંતામણિીનું ટિપ્પણ એમને આર્ય સુહસ્તીના શિષ્ય વર્ણવે છે; ૨. “પ્રભાવચરિત્ર' આદિ ઉપરથી સિદ્ધસેન ઉજેની તરફના નિવાસી હોય એમ લાગે છે, ત્યારે “પ્રબંધચિંતામણિ એમને દક્ષિણ કર્ણાટકના નિવાસી કહે છે; ૩. “પ્રભાવક ચરિત્ર આદિ ચારે પ્રબધે સ્તુતિ દ્વારા પાર્શ્વનાથની પ્રતિમા પ્રકટ થયાનું કહે છે, ત્યારે પ્રબંધચિંતામણિ” ઋષભદેવની પ્રતિમા દિવાકરની સ્તુતિના પ્રભાવથી શિવલિંગમાંથી પ્રકટ થઈ એમ કહે છે; ૪. “પ્રભાવકચરિત્ર' આદિ ચારે પ્રબધામાં ધર્મલાભના બદલામાં વિક્રમે આપેલ દાનનો ઉપયોગ ચૈત્ય ઉધાર આદિ કાર્યોમાં થયાનું કહે છે, ત્યારે “પ્રબંધચિંતામણિ એ દાન લેકેનું કરજ ફેડવામાં વપરાયાનું અને પછી જ વિક્રમ રાજા દ્વારા વિક્રમસંવત પ્રચલિત કરાયાનું કહે છે; ૫. “પ્રભાવક ચરિત્ર” આદિમાં સિદ્ધસેને દેવપાલ રાજાને મદદ કર્યાનું વર્ણન છે, ત્યારે “પ્રબંધચિંતામણિમાં વિક્રમને એ મદદ આપ્યાનું કથન છે; ૬. “પ્રભાવકચરિત્રમાં સંઘે કે સ્થાવરાએ સિદ્ધસેનને પ્રાયશ્ચિત્ત આપ્યાનું કથન છે, ત્યારે પ્રબંધચિંતામણિમાં એ પ્રાયશ્ચિત્ત ગુરુ આપે છે.
Page #105
--------------------------------------------------------------------------
________________
૮૮
સન્મતિ પ્રકરણ - આ પાંચે પ્રબંધમાં એમની કૃતિઓ વિષે જે જે જુદા જુદા ઉલ્લેખ મળે છે, તે વિષે અમે આગળ ૭ મા પ્રશ્નના ઉત્તરમાં લખવાના છીએ.
કાંઈક વધઘટવાળી, કાંઈક ફેરફારવાળી અને કાંઈક તદ્દન જુદી એવી ઉક્ત પાંચે પ્રબંધોમાંની હકીકતો ઉપરથી સિદ્ધસેનના જીવનને લગતું ટૂંકુ વિરોધ વિનાનું તારણ આ પ્રમાણે કાઢી શકાય –
૧. વિદ્વત્તાનું ચડિયાતાપણું ન છતાં સમયસૂચકતા, ગંભીરતા અને ત્યાગને બળે વૃદ્ધવાદીએ એકવચની અને મહાવિદ્વાન સિદ્ધસેનને આકર્ષ્યા અને શિષ્ય બનાવ્યા છે. દક્ષિણ હિંદુસ્તાનમાં પિઠાણથી ઉત્તર હિંદુસ્થાનમાં ઉજેની સુધીનું વિહારક્ષેત્ર જેમાં ભરૂચ પ્રધાનપદ ભગવે
છે; ૩. વિક્રમાદિત્ય ઉપાધિ ધારણ કરનાર, ઉજજેનીના કે કોઈ બીજા રાજા સાથે સિદ્ધસેનને ગાઢ સંબંધ જેમાં ધર્મપ્રચાર અને ધર્મરક્ષા માટે સિદ્ધસેન રાજાશ્રય લે છે અને શત્રુભય-નિવારણ માટે રાજા સિદ્ધસેનને આશ્રય લે છે; ૪. પ્રાકૃત આગમને સંસ્કૃતમાં ઉતારવાને દિવાકરને સૌથી પહેલાં થયેલે વિચાર અને તેને પરિણામે રૂઢ સંઘ તરફથી સહેવી પડેલી સખત આફત; ૫. દિવાકરનું સંસ્કૃત વિષયક પાંડિત્ય અને તેમના દ્વારા સંસ્કૃત ગ્રંથનું ચાવું; ૬. દિવાકરનું રાજસત્કારમાં લેભાઈ સાધુધર્મમાંથી શિથિલ થવું અને ફરી ગુરુ દ્વારા 'સાવધ થઈ જવું ૭ દક્ષિણ દેશમાં દિવાકરનું સ્વર્ગવાસી થવું.
વિચારવા લાયક મુદાઓ અને તેમની ચર્ચા
પ્રબંધના ઉક્ત તારણમાંથી વિચારવા લાયક અને પરીક્ષા કરવા લાયકે બાબતે આ પ્રમાણે છે – . ૧. વિદ્યાધર આમ્નાય કેનાથી નીકળે ? ક્યારે નીકળે છે અને ક્યાં નીકળે ?
૨. તે ગચ્છમાં થયેલ આચાર્યોમાં પાદલિપ્ત અને કંદિલ આચાર્ય આવે છે કે નહિ ? તેમને સમય કયે કે ? તેઓ બે વચ્ચે વખતનું અંતર કેટલું છે? વૃદ્ધવાદી સ્કંદિલના શિષ્ય હતા કે
Page #106
--------------------------------------------------------------------------
________________
૨. મૂળકારના પશ્ર્ચિય
મુહસ્તીના ? દિવાકર અને વૃદ્વવાદીને સમય કયાંથી ક્યાં સુધી સભવે છે?
૭. દિવાકરનું કાત્યાયન ગાત્ર અને માપિતાનું જે નામ મળે છે, તેને મૂળ આધાર શું છે ? અને દિવાકરની બહેન સાધ્વી હતી?
૪. એમના સમયમાં ચિત્રકૂટની સ્થિતિ શી હતી અને તે ચિત્રકૂટ કયું ? ગાવાળિયાઓએ વસાવેલું તાલરાસક ગામ ક્યાં આવ્યું અને અત્યારે તેની શી સ્થિતિ છે ? કૌરનગર એ ક્યાં આવ્યું ? તેનું મૂળ નામ શું હશે? ત્યાંને રાન્ન દેવપાલ તે કાણુ ? અને તેના ઉપર ચડી આવનાર વિજયવમાં એ કાણુ ? એ બધાને દિવાકરના સમય સાથે મેળ. ૫. દિવાકરને પારાંચિક પ્રાયશ્ચિત્ત આપનાર તેમના ગુરુ જ સંધ કે અન્ય સ્થવિરા? જો સ્થવિરેશ હોય તેા તે કયા?
૬. કુડગેશ્વર અને મહાકાલ એક જ છે કે જુદા જુદા અને તે બંનેને શે! ઇતિહાસ છે?
૭. ૬ દિવાકરની કૃતિઓ કેટલી છે અને તે કઈ કઈ ? લક સન્મતિતક વૃદ્ધવાદી-શિષ્ય દિવાકર સિદ્ધસેનની કૃતિ છે કે બીજા કાઈ સિદ્ધસેનની ? સન્મતિ દિવાકરની કૃતિ છે એવા ટીકાકાર અભયદેવ ઉપરાંત જૂના કાઈ ના ઉલ્લેખ છે ? ગધહસ્તી અને દિવાકર એ એક જ છે કે જુદા જુદા ? અને ગંધહસ્તીના સૌથી જૂના ઉલ્લેખ આચારાંગ-ટીકા સિવાય કથાંય છે? ૬ તેમજ કુમુદચંદ્ર દિવાકરનું નામ હતું તેને શા
આધાર ?
૮. વૃદ્ધવાદી અને દિવાકરના સમયમાં ભરૂચ ઉજ્જૈની અને પ્રતિષ્ઠાનપુરના રાજકર્તા કાણુ હતા?
૯. ભરૂચની નજીકમાં તાલરાસક નામનું ગામડું ગાવાળિયાઓએ વસાવ્યાના ઉલ્લેખ છે અને તેમાં ઋષભદેવની મૂર્તિને અત્યારે પણુ પ્રણામ કરવામાં આવે છે એવા પ્રભાવકચરત્રને ઉલ્લેખ છે તેની ઐતિહાસિકતા તપાસવી.
Page #107
--------------------------------------------------------------------------
________________
સમતિ પ્રકરણ ૧૦. વિક્રમાદિત્ય પછી ડેક વખતે કોઈ શ્રાવકે ગિરનારમાં કઈક ઉદારકૃત્ય કર્યાનું અને ત્યાંના જૂના મઠમાંથી પ્રશસ્તિ મળી આવ્યાનું તેમ જ એ પ્રશસ્તિમાંથી કાંઈક વૃત્તાંત ઉદ્ધત કર્યાનું જે સુચન
પ્રભાવક ચરિત્ર માં છે, તેને ખરે ઈતિહાસ શું છે? “પ્રભાવક્યરિત્ર” તથા “પ્રબંધચિંતામણિ ની હકીકતોને જૂનામાં જૂના શા શા આધાર છે તેમ જ એ બે જુદી પડતી હકીકતમાં વજૂદ રાખવા જેવી કઈ છે ?
પટ્ટાવળીઓ, ચારિત્રાત્મક પ્રબંધો અને બીજાં સ્થળોમાં આચાર્યો વિષે જે હકીકત મળે છે, તે અધૂરી અને ઘણીખરી જગ્યાએ પરસ્પર વિરુદ્ધ જતી હોવાથી સંપૂર્ણ ખાતરીલાયક તો નથી જ. તેથી તેમને આધારે ઉપર ટાંકેલી વિચારણીય બાબતોને સંપૂર્ણ વિશ્વાસગ્ય ખુલાસો કરવો એ અત્યારે અશક્ય છે, તેમ છતાં તે હકીકતો ઉપરથી અને બીજા પૂર્વાપર વિચારથી અત્યારે એ બાબતો પરત્વે અમે જે સંભાવનાઓ બાંધી શક્યા છીએ, તે જ અત્યારે ટૂંકમાં આપવા ધારીએ છીએ.
૧. વૃદ્ધવાદીને ગુરુ આર્યસ્કંદિલ વિદ્યાધરવર આમ્નાયમાં થયા એટલી જ નોંધ “પ્રભાવચરિત્રમાં છે. આ નોંધમાં વિદ્યાધરવરઆમ્નાય શબ્દ વાપરવામાં આવ્યો છે. તે વિદ્યાધર ગરછનો કે વિદ્યાધર શાખાનો બોધક હોવો જોઈએ. - વજીસ્વામીના શિષ્ય વનસેન આદિ ચાર શિષ્ય પૈકી વિદ્યાધર નામક શિષ્યથી વિદ્યાધર ગછ નીકળ્યાને ઉલ્લેખ વજન ૪ પ્રબંધમાં પ્રભાવચરિત્રકારે કરેલ છે. આર્યસહસ્તીના શિષ્ય સુસ્થિત સુપ્રતિબદ્ધના પાંચ શિષ્ય પૈકી વિદ્યાધર પાલ શિષ્યથી વિદ્યાધરી શાખા નીકળ્યા ઉલેખ કલ્પસૂત્રની૪૩ સ્થવિરાવલીમાં છે. ઉક્ત વિદ્યાધર ગચ્છ અને વિદ્યાધરી શાખા બંને તેમના પ્રવર્તકનાં નામ અને સમયનું અંતર જોતાં
કર: પ્રભાવચરિત્ર થ્ય. ૧૯૬–૧૯૮ પૃ. ૧૩.
४३. थेरेहितो णं विज्जाहरगोवालेहितो कासवगुत्तेहिंतो एत्थ णं વિજ્ઞારી સાહા નિયા,” | કલ્પસૂત્ર મૂળ પૂ૦ ૫૫.
Page #108
--------------------------------------------------------------------------
________________
૨. મૂળકારને પરિચય જુદાં જ હોય એમ લાગે છે. મનાતી પરંપરા પ્રમાણે વિદ્યાધરી શાખા વિક્રમ પૂર્વે પહેલા સૈકામાં નીકળવાનો સંભવ દેખાય છે અને વિદ્યાધર ગછ વિક્રમના ત્રીજા સૈકા લગભગ ક્યારેક નીકળ્યાને સંભવ દેખાય છે. આમ એ શાખા અને ગ૭ વચ્ચે લગભગ ત્રણસો વર્ષ જેટલું અંતર આવે છે. એમની ઉત્પત્તિ કયા કયા સ્થાનમાં અને કયા કયા કારણથી થઈ એ વિષે તે કશી જ વિશ્વસ્ત માહિતી નથી. આર્યસ્ક દિલ ઉક્ત શાખા અને ગ૭ બેમાંથી શેમાં થયા તે પણ ખાતરીલાયક કહેવા માટે કાંઈ પણ સાધન નથી. છતાં પ્રભાવક ચરિત્રકાર સ્કંદિલને વિદ્યાધરવરઆમ્નાયમાં પાદલિપ્તસૂરિના કુળમાં થયાનું વર્ણન કરે છે. જે એ વર્ણન વજૂદ રાખવા જેવું હોય તે એમ કહેવું પ્રાપ્ત થાય છે કે સ્કંદિલ એ વિદ્યાધરગેપાલથી નીકળેલી વિદ્યાધર શાખામાં થયેલા હોવા જોઈએ. કારણ કે પાદલિપ્તને સંબંધ અને સમય જે જે મનાતો આવે છે, તે વજી સાથે અને બહુ તે વજના શિષ્ય વજસેન સાથે બંધબેસે છે; એટલે પાદલિપ્તના કુળમાં થનાર સ્કંદિલ વસેનના શિષ્ય વિદ્યાધરથી નીકળેલ વિદ્યાધર ગરછમાં થયાનું માનવાને બદલે તેથી પ્રાચીન ચાલી આવતી વિદ્યાધર શાખામાં જ થયાનું માનવું એ સંગત છે. આ વિચારણામાં ભ્રાંતિ ન હોય તે પહેલા મુદ્દાને અંગે કલિત એ થાય છે કે, દિવાકર, વૃદ્ધવાદી અને સ્કંદિલને વિદ્યાધરવરઆમ્નાય એટલે વિદ્યાધર ગેપાલથી નીકળેલી વિદ્યાધર શાખા; નહીં કે વાસેનના શિષ્ય વિદ્યાધરથી નીકળેલ વિદ્યાધર ગ૭, એમ સમજવું.
૨. બીજા મુદ્દાના ત્રણ અંશને ક્રમથી લઈએ. (૪) નંદિસત્રની૪૫ સ્થવિરાવલીમાં અનુગધર સ્કંદિલાચાર્યનું નામ આવે છે. પણ તેમાં ગછ કે શાખા વિષે કશે જ નિર્દેશ નથી. ત્યારે કલ્પસૂત્રની સ્થવિરાવલીમાં વિદ્યાધરી શાખાનો નિર્દેશ આવે છે પણ તેમાં સ્કંદિલનું ક્યાંય નામ જ નથી. પાદલિપ્તનું નામ તે ઉક્ત બેમાંથી એકે સ્થવિરાવલીમાં
૪૪. નિર્વાણલિકા પ્રસ્તાવના પૃ૦ ૧૬. ૪૫. ગા૦ ૩૩, ૫૦ ૫૧.
Page #109
--------------------------------------------------------------------------
________________
સન્મતિ પ્રકરણ આવતું જ નથી. એટલે પાદલિપ્ત અને સ્કોદિલ બંને વિદ્યાધર. આમ્નાયમાં થયા એ વાતને માત્ર પ્રભાવક ચરિત્રથી જૂનો આધાર બીજે કોઈ નથી. પાદલિપ્તને સમય વિક્રમની પહેલી – બીજી સદીમાં હોય એમ પરંપરા જોતાં લાગે છે અને વૃદ્ધવાદીના ગુરુ પ્રસ્તુત સ્કંદિલ જે અનુગધર તરીકે નિર્દેશાયેલ અને માથુરી વાચનાના સૂત્રધાર તરીકે પ્રખ્યાતિ પામેલ જ સ્કંદિલ હોય, તે તેમને સમય વિક્રમની ચોથી ૪જસદી લગભગ ધારવામાં આવે છે. એટલે પાદલિપ્ત અને સ્કંદિલ વચ્ચે બે વર્ષથી ઓછું અંતર નહી જ હેય.
() પ્રભાવક ચરિત્ર વૃકવાદીને સ્કંદિલના શિષ્ય અને ૪“પ્રબંધચિંતામણિનું ટિપ્પણ તેમને આર્યસહસ્તીના શિષ્ય કહે છે. આમાં “પ્રભાવક ચરિત્રનું કથન જ સંગત લાગે છે. સુહરતી એ સંપ્રતિના ધર્મગુરુ આર્યસહસ્તી સિવાય બીજા પ્રસિદ્ધ નથી. અને આયસુહસ્તી વિક્રમથી બસો વર્ષ પૂર્વે થયેલા હોઈ તેમની સાથે વૃદ્ધવાદીના સમયને મેળ બેસો શક્ય જ નથી. “પ્રબંધચિંતામણિ નું કથન મહાકાળ તીર્થ સાથેના દિવાકર અને સુહસ્તીના સંબંધની ભ્રાંત પરંપરામાંથી ઉદ્ભવેલું હોય એમ લાગે છે.
() આ ભાગને લગતો સમયને વિચાર સમયના મથાળા નીચે પ્રારંભમાં જ આવી ગયા છે.
૩. દિવાકરનું કાત્યાયન ગોત્ર, તેમના માતપિતાનું નામ અને બહેન સાવી હોવાની વાત આ બધા માટે અત્યારે “પ્રભાવચરિત્ર' કરતાં
૪૬. શ્રીમાન કલ્યાણવિજયજીને “નાગરીપ્રચારિણ-પત્રિકામાં પ્રસિદ્ધ થયેલ લેખ, પુત્ર ૧૦, અંક ૪.
૪૭. “પ્રબંધચિંતામણિમાં સિદ્ધસેન કે વૃદ્ધવાદીને કઈ ખાસ પ્રબંધ નથી, પણ વિક્રમાર્કના પ્રબંધમાં તેની સાથેના સંબંધ પૂરતો સિદ્ધસેનને ઉલ્લેખ છે; એથી સંપાદકે સિદ્ધસેન અને તેના ગુરુ વૃદ્ધવાદીની હકીક્ત કઈ પ્રબધાંતરથી લઈ એ પ્રબંધના ટિપ્પણમાં મૂકેલી છે. તે ટિપ્પણમાં વૃદ્ધવાદીને આયસુહસ્તીના શિષ્ય તરીકે જણાવેલા છે. પૃ૦ ૧૬–૨૩.
Page #110
--------------------------------------------------------------------------
________________
૨. મૂળાકારનો પરિચય કેઈ ને આધાર અમારી પાસે નથી. એ જ દિવાકરના જીવનવૃતાંતમાં સંકળાયેલ ચિત્રકૂટ એ મેવાડનું ઈતિહાસપ્રસિદ્ધ ચિત્તોડ જ હેવાને સંભવ છે; નહીં કે યુક્ત પ્રાંતમાં આવેલું રામાયણુપ્રસિદ્ધ ચિત્રકૂટ. એ ચિત્રકૂટની તેમના સમયમાં શી સ્થિતિ હતી તે વિષે કાંઈ ખાસ ઈતિહાસ નથી મળતો. ગેવાળિયાઓએ વસાવેલ તાલરાસક ગામ અને ગૌડ દેશના ૪૮કર્માગામ વિષે “પ્રભાવક ચરિત્ર માં જે નિર્દેશ છે, તેથી વધારે હકીકત તે વિષે હજુ સુધી કાંઈ મળી નથી. દિવાકરના સમય સાથે મેળ બેસે એવો દેવપાલ અગર વિજયવર્મા હજુ સુધી કોઈ જાણમાં આવ્યો નથી.
૫. આ મુદ્દામાં સમાસ પામતા પ્રશ્નો વિષે કાંઈ પણ ચેકસ કહેવું સંભવિત નથી,
૬. કુડગેશ્વર અને ૪મહાકાળ એ બંને નામ એક જ મંદિર કે તીર્થને ઉદ્દેશી વપરાયેલાં હોય એમ લાગે છે. આવશ્યકચૂણિ જેવા
૪૮. ભગવાન મહાવીરના વિહારક્ષેત્રમાં કરગામને ઉલ્લેખ આવે છે. એ કસ્મરગામ કુંડગ્રામની પાસે જ હોવું જોઈએ. કારણ કે કુંડગ્રામથી મુહુર્ત દિવસ બાકી રહ્યું ભગવાન કમ્મરગામ ગયા એવી નોંધ છે. આચારાંગ ટીકા પૃ. ૩૦૧ કિ. આ કર્માર અને ગૌડ દેશનું કર એક છે કે કેમ તે વિચારણીય છે. ૪૯. “સુય મદરું નાત સ્ત્રો gfસાહિત” |
-- આવશ્યકચૂર્ણિ, ઉત્તરભાગ પત્ર ૧૫૭. * ડૉ. ક્રાઉઝે “વિક્રમસ્મૃતિ ગ્રંથ” (વિ. સં. ૨૦૦૧)માં “જેન સાહિત્ય ઔર મહાકાલ–મંદિર” નામક લેખમાં (પૃ. ૪૦૧ ઇટ ) વિસ્તૃત સમીક્ષા પછી એવા નિર્ણય ઉપર આવે છે કે, ઉચિનીમાં કોંગેશ્વર અને મહાકાલ એ બે મંદિર જુદાં જ હતાં. ફાંગેશ્વર મંદિર જિન મુનિ અવનિતસુકમાલના મૃત્યુસ્થાન ઉપર તેમના પુત્ર બંધાવ્યું હતું.
“સ્કંદપુરાણ”ના અવતિખંડમાં કુટુંબેશ્વર મહાદેવના ત્રણ ઉલ્લેખ છે. (૧,૧૦; ૧,૬૭, ૨,૧૫) તે મંદિરમાં આજે પણ ગંધવતી ઘાટ પાસે ઉજજનના સિંહપુરી નામે ઓળખાતા ભાગમાં વિદ્યમાન છે. મૂળમાં તે જ મંદિર
Page #111
--------------------------------------------------------------------------
________________
૯૪
સન્મતિ પ્રકરણ પ્રાચીન ગ્રંથને આધારે આચાર્ય હેમચંદ્ર વગેરે જે જે વિદ્વાનોએ આ વિષે લખ્યું છે, તેમણે એમ જ કહ્યું છે કે, કંથારિકાકુડગ સ્થાનની અંદર અવંતિસુકમાલ નામના મુનિનું મૃત્યુ થયું; ત્યારબાદ તેમના પુત્ર તે સ્થાનમાં પિતાની યાદ ખાતર એક દેવળ બંધાવ્યું, જે મહાકાળ નામથી ખ્યાતિ પામ્યું. આમ, જૈન ગ્રંથો પ્રમાણે મહાકાળ તીર્થની ઉત્પત્તિ
અવતિસુકમાલ મુનિનું સ્મારકમંદિર હોવું જોઈએ. પણ આસપાસ સ્મશાનભૂમિ અને નિજન જંગલ હોવાને કારણે જેનોએ તેની ઉપેક્ષા કરી હશે. પછી જીર્ણોદ્ધાર કે બીજા પરિવતન વખતે હિંદુઓએ રમશાનના અધિષ્ઠાતા તરીકે ત્યાં એક લિંગની સ્થાપના કરી હશે. તેને ફરીથી ઉદ્ધાર સિદ્ધસેને વિક્રમાદિત્ય રાજા દ્વારા પાર્શ્વનાથની પ્રતિમા લિંગમાંથી (લિંગને સ્થાને) સ્થપાવીને કર્યો. ત્યાર બાદ પાછું તે મંદિર ફરી હિંદુઓના હાથમાં આવ્યું અને ત્યાં ફરીથી લિંગની સ્થાપના થઈ તથા તેનું કુડગેશ્વરને બદલે પુરાણ-પ્રસિદ્ધ કુટુંબેશ્વર નામ પણ પ્રચારમાં આવ્યું.
પછીના જૈન લેખકોમાં ઉજજેનના પ્રસિદ્ધ મહાકાલ-મંદિરની ઉત્પત્તિ આ કુડગેશ્વરના જૈન મંદિરમાંથી થયેલી બતાવી છે. પરંતુ એ બધા ઉલ્લેખ બહુ પછીના સમયના છે; તથા સિદ્ધસેન અને કાલીદાસ એ બંને જે સમુદ્રગુપ્ત અને તેના પુત્ર ચંદ્રગુપ્ત-રના રાજ્યકાળમાં થયેલા હોય, તે સિદ્ધસેને જેના તાજેતરમાં જનમંદિર તરીકે પુનરુદ્ધાર કરાવ્યો હોય તેમાંથી પાછા થોડા વખત બાદ હિંદુમંદિર તરીકે પલટાયેલા મહાકાલ મંદિરને કાલીદાસ (“મેઘદૂત”૩૫; “રઘુવંશમ્ ૬-૩ર) અતિમાનપૂર્વક ઉલ્લેખ કરે, એ ન બનવા જોગ છે. ઉપરાંત ગુપ્તવંશના રાજાઓ “પરમ ભાગવત” હાઈ પિતાના કુલદેવ જેવા મહાદેવતાના મંદિરને પલટાવીને જનમંદિર બનાવી દે, એમ પણ બનવું અસંભવિત છે. એટલે સિદ્ધસેને જે મંદિરનો જૈન મંદિર તરીકે પુનરુદ્ધાર વિક્રમાદિત્ય દ્વારા કરાવ્યું તે મંદિર મહાકાળી મંદિરથી દૂર આવેલું બીજુ જ મંદિર હોવું જોઈએ. પહેલાં તે જૈન મંદિર હોવાને કારણે સિદ્ધસેનના કહેવાથી રાજાએ ખુશીથી તેને પુનરુદ્ધાર કરાવ્યો હોય, એ બનવાજોગ છે. ઉપરાંત આજે પણ એ બંને મંદિરે જુદાં જ વિદ્યમાન છે, એ ઘટના પણ તે બંને મંદિરે પહેલેથી જ જુદાં હોવાની વાતને પુષ્ટિ આપે છે. * પ૦, પરિશિષ્ટ પર્વ, સર્ગ ૧૧, ઑ૦ ૧૫૧–૧૭૭.
Page #112
--------------------------------------------------------------------------
________________
૨. મૂળકારનો પરિચય વિક્રમ પૂર્વે બીજા સૈકામાં થયેલા આર્યસુહતીના શિષ્ય અવંતિસુકુમાલની મરણસમાધિમાંથી થયેલી છે અને તે સ્થાનને કુડંગ એટલે પધજાળા વચ્ચે આવેલું હોવાથી કુગેશ્વર પણ કહેલ છે. તે સ્થાન શિપ્રા નદીની નજીક હેવાનું પણ તે ગ્રંથમાં કથન છે.
અત્યારે જે સ્થાન મહાકાળના નામથી પ્રસિદ્ધ છે, તે સિપ્રાને પૂર્વ કિનારે પિશાચમુકતેશ્વર ઘાટ ઉપર આવેલું છે. એક કાળે અવંતિનું મહાકાળ તીર્થ બહુ જ પ્રસિદ્ધ હતું. પરસ્કંદ, મરય અને નારસિંહ પુરાણમાં એનું વર્ણન છે. કવિ કાલીદાસ પિતાના પર્સમેઘદૂત અને પ૪રધુવંશમાં મહાકાળ પ્રાસાદને બહુ જ ભાવનાપૂર્વક નિર્દેશ કરે છે. મુસલમાન સમયમાં સોમનાથની પકે એ તીર્થ ભાંગ્યું પણ પાછું પપમરાઠા સમયમાં સંસ્કાર પામી ઊભું થયું. અત્યારે એ બ્રાહ્મણના અધિકારમાં છે. પણ જેન પરંપરા તેને અસલમાં પિતાનું તીર્થ બતાવે છે. આપણા દેશમાં પહેલેથી એ ચાલતું જ આવ્યું છે કે કોઈ વિશિષ્ટ સ્થળમાં એક ધર્મનું તીર્થ જામે, તે પછી ત્યાં બીજ ધર્મના લેકે પણ પગ જમાવે અને ધીરે ધીરે એ એક જ તીર્થ ઉપર અથવા એ તીર્થસ્થાનની આસપાસ જન બૌદ્ધ શૈવ વૈષ્ણવ આદિ પંથનાં મંદિરે ઊભાં થાય કે ખડકાય. ઘણીવાર તે એ વિરોધી પંથોને એક જ મંદિર ઉપર કબજે બદલાતા રહે. બ્રાહ્મણગ્રંથમાં મહાકાળની મહત્તાનું અને જેનગ્રંથમાં અસલમાં મહાકાળ તીર્થ ન હોવાનું તેમજ પશુઓનસિંગના કથન પ્રમાણે તેના સમયમાં અવંતિમાં બૌદ્ધધર્મની જાહેરજલાલી હોવાનું વર્ણન જોતાં એમ લાગે છે કે, ઉજજેનીનું મહા
૫૧. “psો વૃતાઢનમ્"– અમરકેશ, તૃતીય કાંડ ૦ ૧૭. ૫૨. ગંગીય વિશ્વકેશ “મહાકાળ, ઉજયિની અને અવંતિ” શબ્દ જુઓ. ૫૩. “મેઘદૂત” પૂર્વસંદેશ પ્લે ૩૪. * ૫૪. “રઘુવંશમ્ સર્ગ ૧, શ્લ૦ ૩૪. પપ. જુઓ ટિપ્પણ પર મું. ૫૬. જુઓ ટિપ્પણ પર મું.
Page #113
--------------------------------------------------------------------------
________________
સન્મતિ પ્રકરણ કાળ તીર્થ એટલું બધું પ્રતિષ્ઠિત થઈ ગયું હતું કે, તેને લીધે દરેક સંપ્રદાયની ભાવના તેની ચોમેર વીંટળાઈ ગઈ હતી. બહુ પ્રાચીનકાળથી પ્રતિષ્ઠિત કાશતીર્થને લક્ષીને જૈન, બૌદ્ધ અને વૈદિક સંપ્રદાયવાળાએ પિતા પોતાની ભાવના સ્થિર કરેલી છે, તેમ મહાકાળ તરફ પણ તે દરેકની ભાવના બંધાયેલી હતી. દિવાકરની સ્તુતિને લીધે શિવલિંગમાંથી જૈન મૂર્તિ પ્રકટ થયાનું કથન એવી જ ભાવનાને આભારી છે.
છે. (૧) અમે જે પાંચ પ્રબંધે વિષે ઉપર કહી આવ્યા છીએ, તેમાંના સૌથી જૂના અને ટૂંકા ગદ્ય પ્રબંધમાં સિકસેનની કૃતિઓ વિષે એટલું જ કથન છે કે, “બત્રીશીઓ દ્વારા સ્તુતિ આરંભી અને અનુક્રમે પત્રીશમી બત્રીશી પૂર્ણ થતાં વેંત જ પાર્શ્વનાથની પ્રતિમા પ્રકટી”. એ જ વાત ત્યાર પછીના ૫૮લિખિત પદ્ય પ્રબંધમાં છે. ગદ્ય પ્રબંધમાં બત્રીશીઓની બત્રીશ સંખ્યા અર્થાત સમજાય છે, ત્યારે આમાં બત્રીશ બત્રીશીઓ એમ એખું કહેલું છે. એ પદ્ય પ્રબંધ પછી રચાયેલ ૫૮“પ્રભાવક ચરિત્રમાં બત્રીશ સ્તુતિઓથી સ્તુતિ કર્યાનું કથન તે છે જ, પણ વધારામાં એ બત્રીશ બત્રીશીઓની છેડી વિગત આપેલી છે. તે એ કે, એક વીરસ્તુતિ, એક ન્યાયાવતાર અને ત્રીશ બત્રીશીઓ – એમ કુલ બત્રીશ. આ બત્રીશ બત્રીશીઓ ઉપરાંત એમાં ૪૪
૫૭. “સિદ્ધસેન પદ્ધ વિત્તીfસયાજીરું નાથુ ૪ ૪ જેસરसीसाओ नीसरती पाससामिपडिमा कमंकमेण य बत्तीसइमबत्तीसियाસમg grs[vi દૃન વિઠ્ઠો રાય જોશો |લિખિત કથાવલી. ૫૮. “તરામચર તે પદ્ધ નિસમરું !
વીરુ વસિયતું કમળ છે યથા” – આ ગાથા પછી ૪૧મા ટિપ્પણમાં જણાવેલા ચાર શ્લોકો અહીં આવેલા છે. “ एवं कमंकमेणं अंतिमबत्तीसियाय पज्जते । पडिपुन्नगोवंगा पयंसिया पासपटिम ति"
લિખિત પદ્ય પ્રબંધ. ૫૯. જુઓ પાછળ પાન ૮૩–૪.
FO! '
Page #114
--------------------------------------------------------------------------
________________
૨. મૂળકારને પરિચય શ્લેક પ્રમાણુ “કલ્યાણુમંદિર” દ્વારા દિવાકરે સ્તુતિ કર્યાનું પણ કથન છે. આ પ્રમાણે જે કલ્યાણુમંદિરનું નામ પહેલા બે લિખિત પ્રબંધોમાં નથી, તે “પ્રભાવચરિત્રમાં ઉમેરાય છે અને કદાચ એ જ કારણથી એ બે પ્રબંધોમાં સિદ્ધસેનનું કુમુદચંદ્ર નામ નથી, પણ પ્રભાવક ચરિત્રમાં દીક્ષા દેતી જ વખતે ગુરુ વૃધવાદીએ સિકસેનનું કુમુદચંદ્ર નામ પાડયું” એવું કથન છે. આ સ્થળે વાચકેએ યાદ રાખવું જોઈએ કે, કલ્યાણમંદિરના છેલ્લા પદ્યમાં જે કુમુદચંદ્ર એવું ભગવાનનું વિશેષણ છે, તેને શ્લેષાત્મક માની તે ઉપરથી જેન પરંપરાના વિદ્વાને સિદ્ધસેનનું કુમુદચંદ્ર એ બીજું નામ સૂચવે છે. “પ્રબંધચિંતામણિમાં બત્રીશીઓની સંખ્યા અગર કલ્યાણુમંદિરને ઉલેખ જ નથી. પરંતુ “ચતુર્વિશતિપ્રબંધમાં બત્રીશીઓની બત્રીશ સંખ્યા અને કલ્યાણમંદિરને ઉલ્લેખ પાછે છે. એકંદર રીતે પાંચે પ્રબંધેની હકીકત જોતાં બહુ તે એટલું જ ફલિત થાય છે કે, બત્રીશ બત્રીશીઓ અને કલ્યાણમંદિર એમ તેત્રીશ કૃતિઓ દિવાકરની છે.
ન્યાયવતાર બત્રીશ ગ્લૅક પ્રમાણ છે. “પ્રભાવચરિત્ર'ના કથન પ્રમાણે એ પણ બત્રીશમાંની એક બત્રીશી છે. સૌથી જૂના પ્રબંધમાં બત્રીશીઓની બત્રીશ સંખ્યા માત્રને જે નિર્દેશ છે, તેમાં “ન્યાયાવતાર” આવી જતો હશે કે કેમ એ જાણવા માટે કશું જ સાધન નથી. પણ જે તે બત્રીશ સંખ્યામાં “ન્યાયવતાર' ન આવતો હોય, તો તેને બત્રીશ ઉપરાંત ગણતાં કલ્યાણુમંદિર સાથે એકંદર ૩૪ સંસ્કૃત કૃતિઓ પ્રબધો ઉપરથી દિવાકરની ફલિત થાય છે. અત્યારે દિવાકરને નામે ચડેલી ૨૧ બત્રીશીઓ, “ન્યાયાવતાર” અને “કલ્યાણમંદિર” એ ત્રેવીશ સંસ્કૃત કૃતિઓ ઉપલબ્ધ છે. “પ્રભાવક ચરિત્ર'ના કથન પ્રમાણે ૩૩ અને “ન્યાયાવતારને જુદો ગણુએ તે ૩૪ સંસ્કૃત કૃતિઓમાંથી ઉપલબ્ધ ત્રેવીસ બાદ કરતાં શેષ ૧૦ અથવા ૧૧ કૃતિઓ આજે લુપ્તપ્રાય છે. તે લુપ્ત કૃતિઓ
૬૦ “ઝનનયનમુદ્રિ ” ઇત્યાદિ.
Page #115
--------------------------------------------------------------------------
________________
સન્મતિ પ્રકરણ કયા કયા વિષયની અને શા શા નામવાળી હતી તે પણ અજ્ઞાત છે. કેટલાક જૂના અને નવા ગ્રંથમાં સિદ્ધસેનના નામ સાથે અગર સ્તુતિકાર વિશેષણ સાથે ઉદ્ધત જે પદ્યો મળે છે, તે દિવાકરનાં જ હોય, તે એવી સંભાવના થાય છે કે, તે પો લુપ્ત બત્રીશીઓમાંનાં હશે.
(4) ઉક્ત પાંચે પ્રબંધમાં સૂચવાયેલી કૃતિઓમાં સન્મતિપ્રકરણ નથી આવતું. જે બત્રીશીઓમાં કેઈની સ્તુતિ જ નથી અને જેમાં અન્ય દર્શનેનાં તથા સ્વદર્શનનાં મંતવ્યોનું નિરૂપણ તથા સમાચના છે, તે બત્રીશીઓ ઉક્ત પ્રબંધમાં સ્તુતિરૂપે ગણુઈ અને તેમને દિવાકરની કૃતિ તરીકે દિવાકરના જીવનવૃત્તાંતમાં સ્થાન મળ્યું; તો પછી
સ્વદર્શનનું નિરૂપણ કરતા અને કેઈ પણ રીતે બત્રીશીએથી ન ઊતરે તિવા સન્મતિપ્રકરણને દિવાકરના વનવૃત્તાંતમાં તેમની કૃતિ તરીકે
સ્થાન કેમ નહીં મળ્યું હોય તે એક કેયડે જ છે. આમ થવાનું કારણ કદાચ એ હોય કે, સ્તુતિકાર તરીકેનું દિવાકરનું અને તેમની
સ્તુતિઓનું મહત્ત્વ તેમ જ ચમત્કારિતા બતાવવા માટે શરૂઆતમાં દિવાકરના જીવનવૃત્તાંતમાં સ્તુત્યાત્મક બત્રીશીઓને જ સ્થાન આપવાની જરૂર જણાઈ; અને એ સાથે સંસ્કૃત ભાષા તેમજ પદ્યસંખ્યામાં સમાનતા ધરાવતી પણ સ્તુત્યાત્મક નહિ એવી બીજી ઘણી બત્રીશીઓ એમના જીવનવૃત્તાંતમાં સ્તુત્યાત્મક કૃતિરૂપે જ દાખલ થઈ ગઈ અને ' ૬૧. “આવાસનો વ્યાછું – “સમિત્રિ માં માનभ्यात्मं तु स्वयंदृशाम् । एकं प्रमाणमर्थं क्यादैक्यं तल्लक्षणैक्यतः ॥ प्रमाणद्वात्रिंशिकायाम्."
અ. ૧. સૂ. ૧૦ ની તત્વાર્થભાષ્યવૃત્તિ પૃ. ૭. ૬૨. “નાસ્તવ સ્થાQછના રૂમે ”
- સમતિ પૃ. ૫૭ અને ટિપ્પણ બીજુ. “pવું હિતમે પ્રતિક્તિ સર્વજ્ઞતાજીન”” ઇત્યાદિ.
સન્મતિ, પૃ. ૬ર૦ ટિ૧.
Page #116
--------------------------------------------------------------------------
________________
૨. મૂળકારનો પરિચય
૯૯ પછી કોઈએ એ હકીકત જોઈ અગર તપાસી જ નહિ કે, કહેવાતી બત્રીશ અગર ઉપલબ્ધ એકવીશ બત્રીશીઓમાં કેટલી અને કઈ કઈ સ્તુતિરૂપ છે અને કઈ કઈ સ્તુતિરૂપ નથી. આ ઉપરથી એમ કહી શકાય કે સન્મતિપ્રકરણ જે બત્રીશ ગ્લૅક પ્રમાણ હોત, તે તે પ્રાકૃત ભાષામાં હોવા છતાં દિવાકરના જીવનવૃત્તાંતમાં સ્થાન પામેલી સંસ્કૃત બત્રીશીઓ સાથે ગણાયા વિના ભાગ્યે જ રહેત.
અત્યારે ઉપલબ્ધ સંસ્કૃત ત્રેવીસ કૃતિઓમાં પણ સિદ્ધસેનના નામનો ઉલ્લેખ હોય તેવી ફક્ત બે જ કૃતિઓ છે. એકવીશ બત્રીશીએમાંની પાંચમી અને એકવીસમી બત્રીશીના પ્રાંતભાગમાં ૩ શ્લેષરૂપે સિદ્ધસેન શબ્દ આવે છે; તે સિવાય બીજી એકે બત્રીશીમાં સિદ્ધસેન પદને નિર્દેશ નથી. કલ્યાણુમંદિરમાં પણ સિદ્ધસેન પદ નથી. જે પરંપરા માને છે તે સાચું હોય, તે તેમાં કુમુદચંદ્ર એ નામ શ્લેષથી સૂચવાય છે. એ જ રીતે સન્મતિ૬૪ પ્રકરણમાં પણ સિદ્ધસેન કે કુમુદચંદ્ર કે બીજું કંઈ નામ નથી. એટલે સ્વાભાવિક રીતે જ અહીં એ પ્રશ્ન થાય છે કે બત્રીશીઓ વગેરે જે કૃતિઓ દિવાકરને નામે ચડેલી મનાતી આવે છે, તે બધી કૃતિઓ તેમની જ છે એમ માનવાને શે આધાર છે ? આને ઉત્તર અત્યારે પ્રતિભા અને ઉલ્લેખ એ બેને આધારે આપી શકાય.
વિષય અને ભાષા ભિન્ન હોવા છતાં ઉપલબ્ધ એકવીશ બત્રીશીઓ, ન્યાયાવતાર અને સન્મતિ એ બધાની પાછળ રહેલું પ્રતિભાનું સમાન તત્ત્વ એમ માનવા લલચાવે છે કે, એ બધી કૃતિઓ કઈ એક જ પ્રતિભાનાં ફળે છે. કલ્યાણુમંદિરની ભાષા અને તેમાંની કલ્પના સિદ્ધસેન
૬૩. “તિ નિપમયો સિદ્ધસેન: પ્રવતમfપુનિg વીર:” | ૫, ૩૧. “મશાન્તિ મત માસિદ્ધસેના મધૂરો મામો” ૨૧,૩૧.
૬૪. સન્મતિ પ્રકરણની પહેલી ગાથામાં પહેલો શબ્દ “સિદ્ધ” એ છે; એને સંબંધ કર્તાના નામની સાથે હોઈ શકે ખરે!
Page #117
--------------------------------------------------------------------------
________________
સન્મતિ પ્રકરણ દિવાકરના વ્યક્તિત્વથી ઊતરે તેવી તે નથી જ; છતાં એ સ્તોત્ર સિદ્ધસેન દિવાકરનું હશે એ વિષે મતભેદ છે. ૫
બત્રીશીઓ દિવાકરની કૃતિ હોવા વિષે જૂને ઉલ્લેખ અત્યારે લગભગ દશમા અગિયારમા સૈકા પહેલાં અમારી સામે નથી; પણ સન્મતિ પ્રકરણ દિવાકરનું ૬૭ છે એમ કહેનાર જ ઉલ્લેખ આઠમા સૈકાનો પણ મળે છે. સન્મતિના ટીકાકાર દશમા સૈકાના અભયદેવ જેમની સામે સન્મતિની બીજી ઘણી ટીકાઓ મજૂદ હતી, તેઓ પિતે જ સન્મતિને દિવાકરની કૃતિ તરીકે નિર્દેશ છે. અભયદેવથી લગભગ બે સૈકા પહેલાં થયેલા યાકિનીસૂનુ હરિભદ્ર પણ સન્મતિને દિવાકરની કૃતિ તરીકે નિર્દેશ છે. એટલે સન્મતિ વૃદ્ધવાદિશિષ્ય તરીકે પ્રસિદ્ધ સિદ્ધસેન દિવાકરની કૃતિ છે, એ વિષે તે શંકા નથી જ રહેતી.
- ૬૫. પ્રો. ચાકેબી માને છે કે તે સિદ્ધસેન દિવાકરની કૃતિ હોવી ન જોઈએ. તેમની મુખ્ય દલીલે બે છે. પહેલી એ કે, જે એ સિદ્ધસેને રચેલું તેત્ર હોત, તે જેમ વીરસ્તુતિઓને છેડે સિદ્ધસેન નામ આવે છે તેમ એ કલ્યાણ મંદિરને છેડે પણ સિદ્ધસેન નામ હતું. બીજી એ કે, તેના ઉપર કોઈ ટીકા જૂની નથી.
આની સામે બીજે પક્ષ એ મૂકી શકાય તેમ છે કે સિદ્ધસેન નામને ઉલ્લેખ તે “ ન્યાયાવતાર', અન્ય બત્રીશીએ અને “સન્મતિત સુધ્ધાંમાં નથી. ટીકા વિષે જાણવું જોઈએ કે બત્રીશીઓની પણ ટીકા રચાઈ હતી તેમ હજી જણાયું નથી; અને “કલ્યાણમંદિર” ઉપર કઈ ટીકા પહેલાં નહિ જ રચાઈ હોય એમ કહી શકાય? વળી કલ્યાણમંદિર”નું કાવ્યત્વ જોતાં એમ લાગે છે કે તે સિદ્ધસેનની પ્રતિભામાંથી જન્મ્ય હશે. આ૦ હેમચંદ્ર તેમને શ્રેષ્ઠ કવિ તરીકે કરેલો ઉલ્લેખ “કલ્યાણમંદિરને તેમની કૃતિ માનવાથી વધારે ચરિતાર્થ બને છે.
૬૬. જુઓ ટિ. પ૭ તથા ૫૮. ૬૭. જુઓ પાછળ પૃ. ૫૬, હરિભદ્રવાળો પંચવસ્તુને ઉલ્લેખ. ૬૮. સન્મતિ વૃત્તિ પૃ. ૧, શ્લો૦ ૨. ૬૯. સન્મતિ વૃત્તિ પૃ૦ ૧, પં. ૧૬-૧૭.
Page #118
--------------------------------------------------------------------------
________________
૨. મૂળકારને પરિચય
૧૦૧ એક બાજુ દિગંબરાચાર્ય પ્રસિદ્ધ સ્તુતિકાર સ્વામી સમંતભદ્ર એ જ ગંધહસ્તી છે, અને તેમણે “તત્વાર્થ”ઉપર રચેલ ભાષ્ય એ જ ગંધહસ્તિમહાભાષ્ય છે, એવી માન્યતા અત્યારે દિગંબરસંપ્રદાયમાં બંધાયેલી સામાન્ય રીતે નજરે પડે છે અને બીજી બાજુ વૃદ્ધવાદિશિષ્ય દિવાકર એ ગંધહસ્તી છે, અને તેમણે “તત્ત્વાર્થ ઉપર વ્યાખ્યા લખી હતી એવી માન્યતા અત્યારે શ્વેતાંબર સંપ્રદાયમાં ચાલતી દેખાય છે. પહેલી માન્યતા કેટલી ભ્રાંત છે એ વિષે ૭પ. જુગલકિશોરજીએ પિતાના “વામી સમંતમ” નામના પુસ્તકમાં ઘટતો ઊહાપોહ કરેલ છે અને બીજી માન્યતાનું બ્રાંતપણું પણ ગૂજરાત વિદ્યાપીઠ દ્વારા પ્રકાશિત ગૂજરાતી “તત્ત્વાર્થ ” વિવેચનના ૭૧ પરિચયમાં સપ્રમાણ દર્શાવવામાં આવ્યું છે. છતાં અહીં પ્રસ્તુત પ્રશ્નને ઉપગી ડુંક લખવું યોગ્ય જ છે. ગંધહસ્તી એ વૃદ્ધવાદિશિષ્ય સિદ્ધસેન દિવાકર નહિ પણ સિંહસૂરના પ્રશિષ્ય અને ભાસ્વામીના શિષ્ય તત્ત્વાર્થભાષ્યની વૃત્તિના રચયિતા સિદ્ધસેન એ જ છે. આ મુદ્દાની સાબિતીનાં પ્રમાણે ટૂંકમાં આ પ્રમાણે છે.
(૧) જૂના કે નવા કોઈ પણ દિવાકરના જીવનવિષયક પ્રબંધમાં તેમને માટે ગંધહસ્તી વિશેષણ વપરાયેલું નથી જ; ત્યારે દિવાકર વિશેષણ વપરાયેલું છે. દિવાકરની મનાતી કૃતિઓ કે કૃતિમાંના અંશેની સાથે સિદ્ધસેન અગર દિવાકર પદને ઉલ્લેખ ઘણેક સ્થળે મળે છે, ત્યારે એમની કઈ પણ નિશ્ચિત કૃતિ અગર તે કૃતિમાંના અવતરણુ સાથે ગંધહસ્તી પદનો ઉલ્લેખ, અઢારમા સૈકાના ઉપાધ્યાય ૭૨ યશેવિજયજીના ગ્રંથ સિવાય કંઈ પણ પૂર્વવતી ગ્રંથમાં નથી મળતો.
(૨) ઉ૦ યશોવિજયજીથી પૂર્વવતી ગ્રંથમાંના ગંધહસ્તી પદ સાથે મળતાં બધાં જ ૭૩ અવતરણે તસ્વાર્થભાષ્ય ઉપરની ભાસ્વામિ
૭૦. સ્વામી સમંતભદ્ર પૃ૦ ૨૧૪–૨૨૦. ૭૧. ગંધહસ્તી પૃ૦ ૪૪ થી ૫ર અને તે ઉપરનાં ટિપ્પણે. ૭૨. તત્ત્વાર્થને પરિચય પૃ૦ ૪૭, ટિ૦ ૧. ૭૩. તત્વાર્થને પરિચય પૃ૦ ૪૮, ટિ૦ ૩.
Page #119
--------------------------------------------------------------------------
________________
૧૦૨
સન્મતિ પ્રકરણ શિષ્ય સિદ્ધસેનની વૃત્તિમાંનાં જ છે અથવા તેની સાથે બંધ બેસે છે.
ઉક્ત પ્રમાણેથી એ તો નક્કી જ છે કે ગંધહસ્તી એ ભાસ્વામિશિષ્ય સિદ્ધસેન ગણી છે. ગંધહસ્તીને ઉલ્લેખ નવમા સૈકાના ૭૪શીલાંકની આચારાંગ ટીકાથી જૂનો હજી અમારા જેવામાં નથી આવ્યો. ત્યારે દિવાકરનો ઉલ્લેખ શીલાંકથી કાંઈક પૂર્વવત યાકિનીસૂનુ હરિભદ્રના ગ્રંથમાં થયેલું નજરે પડે છે.
- સિદ્ધસેન દિવાકરનું કુમુદચંદ્ર ઉપનામ હતું એ વાત આપણે પ્રભાવકચરિત્રથી જૂના બીજ કેઈ ગ્રંથમાંથી જાણી શકતા નથી. સાચું કે ખોટું જ્યારે પ્રભાવક ચરિત્રકારના જાણવામાં આવ્યું કે “કલ્યાણમંદિર સ્તોત્ર એ તો સિદ્ધસેન દિવાકરની કૃતિ છે, ત્યારે તેમણે દિવાકરની કૃતિઓમાં કલ્યાણુમંદિરને દાખલ કર્યું અને સિદ્ધસેન દિવાકરનું કુમુદચંદ્ર પણ નામ હતું એવું વર્ણન કર્યું. કલ્યાણુમંદિર એ સિદ્ધસેન દિવાકરની કૃતિ છે આ બાબત હજી તદ્દન સંદેહાસ્પદ છે. તેમ છતાં થોડી વાર એમ માની લઈએ કે એ સ્તોત્ર પણ દિવાકરનું જ છે, તોયે તેટલા માત્રથી દિવાકરનું કુમુદચંદ્ર નામ હતું એમ ખાતરીપૂર્વક કહેવાને કશે. જ સબળ આધાર નથી. જે એમનું કુમુદચંદ્ર જેવું શ્રુતિપ્રિય નામ હેત, તે જૂના કેઈને કેાઈ ગ્રંથમાં દિવાકરની જેમ એ શ્રુતિપ્રિય વિશેષણની સાથે પણ એમની નિશ્ચિત કૃતિ અગર એ કૃતિઓમાંનાં અવતરણને ઉલ્લેખ અવશ્ય થાત. તેથી અમને અત્યારે એમ લાગે છે કે દિવાકરનું કુમુદચંદ્ર નામ મૂળમાં ન જ હતું.
૮, ૯ અને ૧૦ આ ત્રણે પ્રશ્નો પર કાંઈ આધારવાળું કહી શકાય એવી સામગ્રી અત્યારે પ્રાપ્ત ન હોવાથી, તેમને વિચાર મુલતવી
૩. સિદસેન અને ઈતર આચાર્યો સિદ્ધસેનના માનસને કાંઈક ખ્યાલ લાવવા, તેમના યુગ વિષે કાંઈક સૂચન મેળવવા, તેમની કૃતિઓમાં પૂર્વકાલીન ગ્રંથમાંથી કયા - ૭૪. આચારાંગ ટીકા પૃ૦ ૧ તથા ૮૨ ની શરૂઆત.
Page #120
--------------------------------------------------------------------------
________________
૨. મૂળકારને પરિચય કયા અંશે ઊતર્યા છે અને ઉત્તરકાલીન ગ્રંથમાં તેમની કૃતિઓમાંથી કયા કયા અંશે ઊતર્યા છે એને કાંઈક ખ્યાલ આપવા, તેમ જ દાર્શનિક પ્રદેશમાં ચર્ચાતા વિષે કઈ કઈ રીતે વિકાસ યા સુધારે વધારે પામતા ગયા – એ જાણવા માટે અહીં સિદ્ધસેનની બીજા કેટલાક જેન–જનેતર વિદ્વાન સાથે સરખામણી કરવી એગ્ય છે. આ સરખામણી એટલે તે તે આચાર્યોના એક યા એકથી વધારે ગ્રંથે સાથે સિદ્ધસેનની કૃતિઓની સરખામણી. પ્રસ્તુત સરખામણી માત્ર દિશાસૂચક હોવાથી વિશેષ અભ્યાસી માટે વિશેષ અવલોકનનો માર્ગ ખુલ્લો મૂકે છે.
કુંદકુંદ અને ઉમાસ્વાતિ - જન વાડમયમાં પ્રકરણુરૂપે નાના ગ્રંથ રચવાની શરૂઆત કરનારા પ્રસ્તુત બે જ આચાર્યો અત્યારે ધ્યાનમાં આવે છે. કુંદકુદે સંસ્કૃતમાં કાંઈ રચના કરી હોય અને ઉમાસ્વાતિએ ૫ પ્રાકૃતમાં કાંઈ રચના કરી હોય એવું નિશ્ચિત પ્રમાણુ હજી મળ્યું નથી. એટલે જૈન સંપ્રદાયમાં કુંદકુંદ પ્રાકૃતમાં અને ઉમાસ્વાતિ સંસ્કૃતમાં પ્રકરણ રચવાની શરૂઆત કરનારા હતા એ કહી શકાય. બન્નેમાં બીજો પણ એક ફેર છે અને તે એ કે, પહેલાએ પદ્યમાં જ રચના કરી છે, ત્યારે બીજાએ ગદ્ય અને પદ્ય ઉભયમાં રચના કરી છે. આ બંને પ્રકરણકારોએ આગમિક શૈલી મુખ્ય રાખી તેનું સમર્થન કરવા તકનો આશ્રય લીધેલું હોવાથી તેઓને તકશ્રયી આગમશેલીવાળા કહી શકાય. કુંદકુંદની કૃતિઓ કરતાં ઉમાસ્વાતિની કૃતિઓમાં સપ્રમાણુત્વ અને દાર્શનિક વિશેષ દેખાય છે. તેનું કારણ પણ ખુલ્લું છે અને તે એ કે, ઉમાસ્વાતિને સંસ્કૃત ભાષા સાથે જ દાર્શનિકને વિશેષ વારસો મળ્યો હતો. સિદ્ધસેન પણ પ્રકરણના રચનારા છે; પરંતુ તેમની વિશેષતા એ છે કે તેમણે પ્રાકૃત અને સંસ્કૃતમાં એમ બને ભાષામાં અને તે પણ પદ્યમાં જ પિતાના વિચારે ગેહવ્યા છે. સિદ્ધસેનની રચના તાર્કિક શૈલીની છે. તેઓ આગમમાંથી
૭૫. પ્રાકૃતમાં રચાયેલી “શ્રાવક્વજ્ઞપ્તિ” ઉભારવાતિની કહેવાય છે, પણ તે વિશે હજુ કાંઈ નિશ્ચિત પ્રમાણ મળ્યું નથી.
Page #121
--------------------------------------------------------------------------
________________
૧૦૪
સન્મતિ પ્રકરણ પિતાના વક્તવ્ય માટે ખોરાક મેળવે છે ખરા, પણ આગમસિદ્ધ વસ્તુને તેઓ તકની કસોટીએ ચડાવી શકાય એવી રીતે જ ઝીણવટથી વર્ણવે છે. એટલે તેમની રચનાને આગમાશ્રયીકતાર્કિક શૈલીવાળી કહેવી જોઈએ. સમંતભદ્રની રચના પણ સિદ્ધસેનની રચનાની કટિમાં આવે છે. બે ચાર સૈકામાં ભારતીય દંશંનસાહિત્યે જે ઊંડાણ મેળવ્યું અને જૈન પરંપરામાં જે દાર્શનિક અભ્યાસની ખિલવટ થઈ તે જ કુંદકુંદ અને ઉમાસ્વાતિ તથા સિદ્ધસેન અને સમંતભદ્રની રચનાશૈલીના ભેદનું કારણ છે. કુંદકુંદની અને ઉમાસ્વતિની કૃતિઓ સાથે સિદ્ધસેનની કૃતિએની સરખામણીનું જે ટુંક સૂચન નીચે કરવામાં આવે છે, તે ઉપરથી એવી સંભાવના થઈ આવે છે કે, બહુધા કુંદકુંદ અને ઉમાસ્વાતિની કૃતિઓ સિદ્ધસેનના જોવામાં આવી હશે. કુંદકુંદની કૃતિઓની સરખામણું મુખ્યપણે ચાર ભાગમાં વહેચાઈ
જાય છે: ૧. શાબ્દિક સામે, ૨. શૈલી સામ્ય, ૩. શું શું વસ્તુસામ્ય અને ૪. સુધારો યા ફેરફાર.
૧. કુંદકુંદ “પ્રવચનસાર અ. ૧ ગા૨ ૧૫-૧૬માં “સ્વયં”” શબ્દની વ્યાખ્યા પિતાની ઢબે આપી, તે શબ્દને સ્વસંમત સર્વસ વીતરાગદેવના અર્થમાં લાગુ પાડે છે. સિદ્ધસેન પણ પિતાની પહેલી જ
સ્વતિના ૭૭પ્રથમ પદ્યમાં ૭૮સમંતભદ્રની જેમ “સ્વયંભૂ” શબ્દ સ્વમાન્ય દેવ અર્થમાં જ વાપરે છે.
૨. “પંચાસ્તિકાય ની અ. ૧, ગા. ૧રમી અને સન્મતિની કાંટ ૧ ગા. ૧રમીનું પૂર્વાર્ધ લગભગ સમાન જ છે. “પુષ્પવિનુવં ફેવું શ્વવિગુત્તા જ પાયા નત્યિ .” – પંચા. “પક્ઝવર્થ વિકત્તા જ પન્નવા સ્થિ” – સન્મ. “રજ વિના TV ૭૬. દા. ત. સન્મતિનું બીજું કાંડ ગાથા ૧૮ મીથી. ૭૭. “સ્વમુવં મૃતસત્રનેત્રમ્” ઈત્યાદિ. ૭૮. “વયમૂવા મૂર્તિને મૂત” ઇત્યાદિ.
Page #122
--------------------------------------------------------------------------
________________
૨. મૂળાકારને પરિચય
૧૦ ગુfહું વં વિના જ સંમઃ” ઈત્યાદિ પંચાસ્તિકાયની ૧૩મી ગાથા સાથે સામ્ય ધરાવતે ભાગ સન્મતિમાં ન લેવાનું કારણ એ છે કે, સનમતિકારે ગુણ શબ્દના અર્થ વિષે કાંઈક, સુધારે અને ફેરફાર કરેલ છે, એટલે તે ફેરફાર સાથે પંચાસ્તિકાયની એ ૧૩મી ગાથાને અંશ સન્મતિમાં મેળ પામી શકે જ નહિ.
૩. કુંદકુંદ પ્રવચનસાર અ. ૧ ગા૨ ૫૭, ૫૮ માં પ્રત્યક્ષ પરોક્ષ શબ્દની લેકપ્રથાવિરુદ્ધ ષ્ટ વ્યાખ્યા કરતાં બીજા વાદીઓ દ્વારા મૂકવામાં આવતા આક્ષેપને જૈનાચાર્ય તરીકે સૌથી પહેલાં ઉત્તર આપે છે. સિદ્ધસેન પણ ન્યાયાવતાર શ્લેક ૪ માં પ્રત્યક્ષ પક્ષ શબ્દની જેને દષ્ટિને બંધ બેસે એવી તાર્કિક વ્યાખ્યા જૈન તાર્કિક તરીકે સર્વ પ્રથમ આપે છે. કોઈ પણ એકાંત પક્ષને સ્વીકાર કરવામાં દોષ આવે છે; એ દોષ સ્પષ્ટ કરવા કુંદકુંદ (પ્રવચન અ૦ ૧, ૪૬) અને સિદ્ધસેન (ક૧, ૧૭૧૮) બનેએ સંસાર તેમજ મેક્ષની અનુપત્તિની કલ્પનાને એકસરખો ઉપયોગ કર્યો છે. સમંતભા પણ અનેકાંત દષ્ટિની પુષ્ટિમાં એ કલ્પના લીધેલી છે (સ્વયંભૂ શ્લ૦ ૧૪). તે આગળ જતાં બધા જ આચાર્યો માટે સર્વત્ર સાધારણ થઈ ગઈ છે. અનેકાંતદષ્ટિને આશ્રય લઈ કુંદકુંદે આખી દ્રવ્યચર્ચા પ્રવ. સા. માં કરી છે. સિદ્ધસેને સન્મતિના ત્રીજા કાંડમાં એ જ દૃષ્ટિએ શેયનું સ્વરૂપ દર્શાવ્યું છે. ઋગ્વદ૦૦ જેટલા જૂના જમાનાથી ચાલ્યા આવતા અને કાળક્રમે ભિન્ન ભિન્ન અર્થમાં કેયડાનું રૂપ ધારણ કરી દાર્શનિક પ્રદેશમાં કાર્યકારણની ચર્ચામાં દાખલ થયેલા સત, અસત્ શબ્દો અને તેને લગતા વાદે પંચાસ્તિકાય. અ. ૧, ગા. ૧૫-૨૧ તેમજ સન્મતિ કાંઇ ૩, ગાવ ૫૦-પરમાં અનેકાંતરૂપે ગેહવાયેલા છે. દર્શનાંતર સાથે જૈનદર્શનના મતભેદના પાયાને એક ખાસ મુખ્ય વિષય આત્મસ્વરૂપ છે.
૭૯. ત્રીજું કાંડ ગાથા ૮ થી ૨૫.
८०. नासदासिन्नो सदासीत्तदानीं नासीद्रजो नो व्योमापरो यत्"। નાસદીયસૂક્ત મં૦ ૧૦, સૂ૦ ૧૨૯; છાંદેગ્ય૦ ૬, ૨. ૧.
Page #123
--------------------------------------------------------------------------
________________
સન્મતિ પ્રકરણ
૧૦૬
આત્માના કતૃત્વ, ભાતૃત્વ, અમૂર્તી અને પરિમાણુ આદિ પરત્વે જૈનદર્શનનું વિશિષ્ટ મંતવ્ય શું છે તે પચાસ્તિકાય, અ૦ ૧, ગા૦ ૨૭ માં છે; એ જ રીતે સન્મતિ કા૦ ૩, ગા૦ ૫૪-૫૫માં પણ આત્મસ્વરૂપને લગતા છ મુદ્દા જૈન દૃષ્ટિએ નક્કી કરી વણુવવામાં આવેલા છે. સિદ્ધસેનના મનાતા સન્મતિના (કાં૦ ૨, ગા૦ ૩૨) શ્રદ્ધા—દર્શન અને જ્ઞાનના એકચવાદનું બીજ કુંદકુંદના · સમયસાર ’ ગા૰૧-૧૩ માં સ્પષ્ટ છે. ફેર એટલેા છે કે, સિદ્ધસેને શ્રદ્ઘાત્મક દર્શન અને જ્ઞાનના એકય ઉપરાંત એ અકચને સામાન્ય મેાધરૂપ દર્શન અને જ્ઞાનના પ્રદેશમાં પણ સન્મતિ કાં૦ ૨ માં બહુ જ કુશળતાથી લખાવી સ્થાપ્યું છે. ગુણુ અને ગુણીના ભેદ તથા અભેદ વિષે દશનાંતરાની માન્યતા સામે જૈન દર્શન શું મત ધરાવે છે, એ વાત પોતપાતાની ઢબે કુંદકુંદે ‘પંચાસ્તિકાય' અ॰ ૧, ગાં૦ ૪૮-પર અને સિદ્ધસેને સન્મતિ કાં ૩, ગા॰ ૮ થી ૨૪ માં ચચી છે.
.
-
<
૪. કુંદકુંદના વક્ત કરતાં સિદ્ધસેનના વક્તવ્યમાં દેખાતા એ ફેરફાર અહીં નેાંધવામાં આવે છે, જે ખાસ ધ્યાન ખેંચે એવા છે. કુંદકુંદે સ્વસમય અને પરસમય શબ્દને અથ` તદ્દન આધ્યાત્મિક દૃષ્ટિએ એવા કર્યો છે કે, જે સ્વપર્યાંય તે સ્વસમય અને જે પરપર્યાય – પૌલિક પર્યાય તે પરસમય. (પ્ર૦ સા॰ ૧, ગા॰ ૧-૨ અને · સમયસાર ’ ૧, ગા૦૨.) ત્યારે સિદ્ધસેન એ આધ્યાત્મિક દૃષ્ટિ છેડી પેાતાના યુગ અને સ્વભાવને અનુરૂપ દાર્શનિક દૃષ્ટિએ સ્વસમય પરસમય શબ્દના અર્થ વણુ વે છે. તે કહે છે કે સ્વસમય એટલે સ્વન અને પરસમય એટલે પરદન. જેટલા નમવાદો તેટલા જ પરસમયેા. સન્મતિ કાં ૩, ગા૦ ૪૭ તથા ૬૭. ખાસ મહત્ત્વને અને સૌથી વધારે વિચારવા જેવા ફેરફાર કે જેતે સુધારા કહી શકાય, તે એ છે કે, કુંદકુંદ અને ઉમાસ્વાતિ જેવા આચાર્યોંએ આગમને આધારે દ્રવ્યનું લક્ષણુ આંધવામાં ગુણ અને પર્યાય બન્ને વસ્તુઓને જુદી જુદી માની તે મુજબ
Page #124
--------------------------------------------------------------------------
________________
૧૦૭
૨. મૂળ કારનો પરિચય ગુણુપર્યાયવાળું હોય તે દ્રવ્ય” એમ કહેલું હતું અને એ જ દષ્ટિ પ્રમાણે જ્યાં પ્રસંગ આવ્યું ત્યાં તે બન્નેએ દ્રવ્ય, ગુણ અને પર્યાય એ ત્રણેનું જુદું જુદું નિરૂપણ કર્યું હતું. સિદ્ધસેન સન્મતિ કાં ૩, ગા. ૮-૧૫ માં એ નિરૂપણ સામે બળપૂર્વક વાંધ લે છે અને આગમિક અકાટય દલીલેથી સાબિત કરે છે કે ગુણ અને પર્યાય એ બે કઈ જુદી જુદી વસ્તુ નથી પણ બન્ને શબ્દો માત્ર એક જ અર્થના બેધક છે. સિદ્ધસેનનું આ મંતવ્ય એટલું સ્પષ્ટ અને પ્રભાવશાલી છે કે જેને સ્વીકાર કરવાની ફરજ અકલંક જેવા કુંદકુંદના અનુગામીઓને પણ પડી. યશોવિજયજી જેવા વિચારકે પણ એ વાત ૮૧મંજૂર રાખી. ગુણ પર્યાયના ભેદ વિષયક મતનું સંશોધન સિદ્ધસેને કર્યું છે તે કુંદકુંદ અને ઉમાસ્વાતિને લક્ષીને જ કર્યું હોય એવો વધારે સંભવ છે.
ઉમાસ્વાતિના સંબંધમાં ફક્ત એટલું જ જણાવવાનું છે કે, તેમણે
તત્વાર્થ (૧, ૬) માં પ્રમાણ અને નય દ્વારા તત્ત્વની ૩માસ્વાતિ વિચારણા કરવાની જે સૂચના કરી છે, અને નયનું
(૧, ૩૪-૩૫) પાંચ વિભાગમાં પિતાની દૃષ્ટિએ જે નિરૂપણ કર્યું છે, જાણે તે જ સૂચનાને વધાવી લેતા હોય અને તે જ નિયનિરૂપણની બાબતમાં પોતાનો ખાસ મત દર્શાવવા ઈચ્છતા હોય તેમ સિદ્ધસેને સન્મતિમાં નય અને પ્રમાણુનું સ્વરૂપ દર્શાવવા અને તે બાબત પિતાને ખાસ મત સ્થાપિત કરવા આખાં બે કાંડ ક્યાં છે અને ઉમાસ્વાતિએ પ્રારંભેલ સંસ્કૃત દાર્શનિક શૈલીને વિકસાવી છે.
૮૧. ગુણ પર્યાયને લગતી પ્રાચીન પરંપરા અને સિદ્ધસેનની તેની સામેની નવી દષ્ટિ વિશેની વિગતવાર માહિતી સન્મતિ વૃત્તિ પૃ૦ ૬૩૧ ના થા ટિપ્પણમાં આપવામાં આવી છે.
Page #125
--------------------------------------------------------------------------
________________
૧૦૮
पूज्यपाद
સન્મતિ પ્રકરણ
પૂજ્યપાદ અને સંમતભદ્ર સિદ્ધસેનના વિચારમાં પૂજ્યપાદ દેવનંદીને અહીં પ્રસ્તુત કર્યા છે
તે સરખામણીની નહિ પણ બીજી જ દૃષ્ટિથી. તે દષ્ટિ એટલે પૌર્વાપર્યની દૃષ્ટિ. પૂજ્યપાદે પિતાના
વ્યાકરણમાં બ્રાહ્મણ અને બૌદ્ધ વૈયાકરણનું અનુકરણ કરી સ્વમાન્ય જન આચાર્યોનું સંસ્કૃતજ્ઞ વિદ્વાન તરીકે વિશિષ્ટ સ્થાન અંકાવવા સમંતભદ્ર અને સિદ્ધસેન એ બે આચાર્યોને ઉલ્લેખ કર્યો છે. જે દૃષ્ટિએ એ ઉલ્લેખ થયેલ છે તે જોતાં અને પૂજ્યપાદના સમયને વિચાર કરતાં વધારે સંભવ એવો જ લાગે છે કે, ઉદ્વિખિત સમતભદ્ર અને સિદ્ધસેન એ બીજા કેઈ નહિ પણ સ્તુતિકાર તરીકે પ્રસિદ્ધ જ સમંતભદ્ર અને સિદ્ધસેન હેવા જોઈએ. જે આ કલ્પના બાધિત ન હોય, તે એ બને સ્તુતિકારે વિક્રમના છઠ્ઠા સૈકા પહેલાં કયારેક થયા છે એમ ફલિત થાય છે. અને જ્યારે પૂજ્યપાદે એ બને સ્તુતિકારેને અમુક દૃષ્ટિએ ઉલ્લેખ કર્યો છે, ત્યારે એ તે સ્વાભાવિક જ છે કે, પૂજ્યપાદના અવલોકનમાં એ બને સ્તુતિકારોની કૃતિઓ આવેલી હોવાથી તેમની કૃતિઓને કેઈ પણ પ્રકારનો પ્રભાવ પૂજ્યપાદની કૃતિઓમાં ઊતરેલો હોવો જોઈએ. સમંતભદ્રની સાથે સિદ્ધસેનની સરખામણું બીજા કોઈ પણ
આચાર્ય સાથેની સરખામણી કરતાં વધારે મહત્ત્વ समंतभद्र ધરાવે છે. તે પાંચ દષ્ટિએ - ૧. બન્નેનું પૌર્વાપર્ય
તપાસવાની દષ્ટિ; ૨. બન્નેમાંથી કેઈ એકને બીજા ઉપર પ્રભાવ ન પડ્યો હોય તો અન્ય કઈ વ્યક્તિનો અગર કયા પ્રકારના વાતાવરણને બન્ને ઉપર સમાન પ્રભાવ પડ્યો છે એ જોવાની દૃષ્ટિ; ૩. બનેના પાંડિત્ય અને કાર્યપ્રદેશને તરતમભાવ આંકવાની દૃષ્ટિ; ૪. બને
૮૨. “ ચતુષ્ટયે સમસ્ત મદ્રસ્થ ” ૫-૪-૧૪૦.
નૈઃ સિદ્ધસેન ” પ-૬-૭ નેવ્યા
.
Page #126
--------------------------------------------------------------------------
________________
૧૦૯
૨. મૂળકારને પરિચય આચાર્યોએ કઈ કઈ રીતે જૈન દર્શનનું ઊંડાણ સ્પષ્ટ કર્યું, જૈન વાડમયમાં તર્કની પ્રતિષ્ઠા કરી, અને આગળ જતાં બીજા જન આચાર્યોએ એ જ રીતને અવલંબી કેટકેટલે વિકાસ સામે એ જોવાની દષ્ટિ; અને ૫. દેશભેદ અને પરંપરાભેદ હોવા છતાં ગ્રંથરચનાના ધ્યેયમાં અર્થાત અનેકાંત દૃષ્ટિના સમર્થનમાં બન્ને આચાર્યોનું વલણ એક સરખું કેટલું છે તે જોવાની દૃષ્ટિ.
સરખામણી કરીએ તે પહેલાં કેટલીક ખાસ બાબતે જાણી લેવી જરૂરની છે. જન પરંપરામાં આદિ સ્તુતિકાર તરીકેનું માન પ્રસ્તુત બે આચાર્યો ભેગવે છે. દિગંબર પરંપરામાં સમંતભદ્ર પહેલાં અને વેતાંબર પરંપરામાં સિદ્ધસેન પહેલાં કોઈ સ્તુતિકાર તરીકે જાણુતિ નથી. બન્નેની બધી જ કૃતિઓ લભ્ય છે એમ પણ નથી; જે લભ્ય છે, તેમાં કઈ કઈ પદ્ય અવિકલરૂપે અને કેઈ સહજ ફેરફાર સાથે બનેની કૃતિઓમાં મળે છે. ન્યાયાવતારનું “તોપમનુધ્યમ્ ” ઈ. ૯ મું પદ્ય “રત્નકરંડકશ્રાવકાચાર માં નં. ૯ મું જેમનું તેમ છે; “ન્યાયાવતારના ૨૮મા અને “આપ્તમીમાંસા ના ૧૦રમાં પદ્યમાં શાબ્દિક ૮૩ ફેરફાર બહુ ઓછો છે. સ્વયંભૂસ્તોત્રની વિમલનાથની સ્તુતિમાં આવેલું– “નાસ્તવ સ્થા ” ઇવ પદ્ય તો સન્મતિના ટીકાકાર ૮૪અભયદેવની દૃષ્ટિમાં સિદ્ધસેનનું છે. પ્રસ્તુત બને આચાર્યોની મુખ્ય મુખ્ય કૃતિઓને વિષય અને તેમના નિર્માણની શિલી જોતાં એક વાત સ્પષ્ટ થાય છે કે, બન્ને આચાર્યોનું ધ્યેય સમાન હતું. તે થેય ટૂંકમાં એટલું જ
८३. “प्रमाणस्य फलं साक्षादज्ञानविनिवर्तनम् । केवलस्य सुखोपेक्षे शेषस्यादानहानधीः " ॥
–– ન્યાયાવતાર. " उपेक्षाफलमाद्यस्य शेषस्यादानहानधीः ।। पूर्व वाऽज्ञाननाशो वा सर्वस्यास्य स्वगोचरे" ।।
– આસમીમાંસા. ૮૪. જુઓ પાછળ પાન ૭૪માં ટિ. ૨૮.
Page #127
--------------------------------------------------------------------------
________________
સન્મતિ પ્રકરણ
૧૧૦
કે જૈન તીર્થં *કર જ સવા હાઈ તેમનું શાસન નિર્દોષ અને પૂણુ હાઈ ગ્રાહ્ય છે અને બીજી દષ્ટિએ માત્ર તેના અંશા છે – આ વસ્તુ નાનાં મેટાં પ્રકરણે દ્વારા તાર્કિક શૈલીએ વિદ્વાનેા સમક્ષ સ્થાપવી. આ ધ્યેયને સિદ્ધ કરવાના પ્રયત્નમાંથી અન્ને આચાર્યોએ જે કૃતિઓને જન્મ આપ્યા, તેમાંની જ કેટલીકની ટૂંક સરખામણી નીચે આપવામાં આવે છે. પ્રસ્તુત સરખામણી ત્રણ ભાગમાં વહેંચાઈ જાય છે:- ૧. શબ્દગત; ૨. શૈલીગત; અને ૩. વસ્તુગત. અચ્યુત, અક્ષર, સમંત, વિશ્વચક્ષ વગેરે અનેક શબ્દો તરફ ધ્યાન ન આપીએ તેા પણુ, સરખામણીની દૃષ્ટિએ બન્નેની સ્તુતિઓમાંના કેટલાક શબ્દો ખાસ મહત્ત્વ ધરાવે છે.
સ્વય ભૂતેત્ર
स्वयम्भुवा १
समालीढपदं ४१
મંત્રીશી
સ્વયમ્ભુવ ૧-૧ અનાજીપંથઃ ૧-૧૩
जितक्षुल्लकवादिशासनः ५ प्रपञ्चितक्षुल्लकतर्क शासनः १-८
सहस्राक्ष
ભૂતસહસ્રનેત્રમ્ ૧-૧ સ્વપરત્તમસિ (ન્યા૦ ૧)
स्वपरावभासकम् १३
મહત્ત્વના આ શમ્દોમાં વધારે મહત્ત્વ ધરાવતા શબ્દ તે ‘ સ્વયંભૂ શબ્દ છે, કારણ કે એ શબ્દથી જ બન્ને સ્તુતિકારા પોતપોતાની સ્તુતિને પ્રારંભ કરે છે. આ શબ્દસામ્યમાં જ સમાવેશ પામતું એકશૈલીગત સામ્ય જુદું નોંધવા જેવુ છે. પહેલી બત્રીશીના ચોથા પદ્યમાં જે વાત સિદ્ધસેને કહી છે,. એ જ બીજા રૂપમાં સ્વયંભૂસ્તાત્રના અમુક પદ્યમાં છે. જેમકે
4t
न काव्यशक्तेर्न परस्परेर्ष्यया न वीरकोर्तिप्रतिबोधनेच्छया ।
न केवलं श्राद्धतयैव नूयसे गुणज्ञ ! पूज्योऽसि यतोऽयमादरः " ॥ – ખત્રીશી ૧, ૪.
--
44
न पूजयाऽर्थस्त्वयि वीतरागे न निन्दया नाथ ! विवान्तवैरे । तथापि ते पुण्यगुणस्मृतिर्नः पुनातु चित्तं दुरिताञ्जनेभ्यः " ॥५७॥
- સ્વયમ્મૂતૅાત્ર.
Page #128
--------------------------------------------------------------------------
________________
૨. મૂળફારને પશ્ચિય એક બાજુ સ્વયંભૂસ્તંત્ર અને આપ્તમીમાંસા અને બીજી બાજુ બત્રીશીઓ, ન્યાયાવતાર અને સન્મતિતક સરખાવતાં વસ્તુગત સામ્ય. પુષ્કળ દેખાય છે; છતાં અહીં બહુ જ ટૂંકમાં તેનું સૂચન કરવામાં આવે છે.
૧. સ્વયંભૂસ્તોત્ર શ્લ૦ ૬૨ માં નયને ગૌણ-પ્રધાન-ભાવે સામાન્ય વિશેષમાતૃક જણાવી જે વાત કહેવામાં આવી છે, તે જ વાત, બધા નો વ્યાસ્તિક અને પર્યાયાસ્તિકપ્રકૃતિક છે એ સન્મતિ કાંડ ૧, ગા૦ ૪-૫ ના કથનમાં આપેલી છે. ૨. સ્વયંભૂસ્તોત્ર ૧૧૪ માં આગમપ્રસિદ્ધ ત્રિપદીના કથનને સર્વજ્ઞના લક્ષણ તરીકે વર્ણવેલ છે; એ જ ભાવ સન્મતિ કાં ૩, ગા૦ ૩ પ્રતીત્યવચનના નિરૂપણને છે. ૩. અનેકાંતવાદમાં દષ્ટાંતનું સાદગુણ્ય અને એકાંતવાદમાં તેનું વૈગુણ્ય છે એ વાત સ્વયંભૂસ્તોત્ર શ્લેક. ૫૪ માં અને સન્મતિ ગા૦ ૫૬ માં એક જેવી છે. ૪. પ્રત્યેક નયની યથાર્થતા અને અયથાર્થતા કેવી કેવી રીતે છે એ વાત આપ્તમીમાંસા ૧૦૮ અને સન્મતિ કાં. ૧, ગા. ૧૩-૧૪માં છે. ૫. સન્મતિ કાં ૧. ગા૦ ૩૬-૪માં સપ્તભંગીવાદ નયપ્રસંગે ટૂંકમાં ચર્ચો છે; તે વાદ આપ્તમીમાંસા બ્લેક ૯ માં વ્યાપકરૂપે લઈ તેમાં અનેક વિધી મનાતાં મંતવ્યોને સમન્વય અનેકાંત દષ્ટિએ કરવામાં આવ્યો છે. ૬. સ્વયંભૂસ્તોત્ર શ્લ૦ પર માં પ્રમાણ અને નયનું સ્વરૂપ દર્શાવ્યું છે, તેવું સ્વરૂપ ન્યાયાવતાર શ્લોક ર૯ માં વ્યક્ત કરવામાં આવ્યું છે. ૭. સત અસત, નિયત્વ અનિત્યત્વ, એકત્વ અનેકવ, સામાન્ય વિશેષ આદિ જે પરસ્પર વિરોધી મનાતા પક્ષે દાર્શનિક પ્રદેશમાં પહેલેથી વિવાદ ધારણ કરતા આવ્યા છે, તેમને સમન્વય સમંદ્ર અને સિદ્ધસેને અનેકાંતના સમર્થન તરીકે પોતપોતાની કૃતિઓમાં પ્રસંગ આવતાં એકસરખો કરેલો છે. ૮. કાર્યકારણને, ગુણ ગુણીનો.' અને સામાન્ય વિશેષને એકાંત ભેદ કે એકાંત અભેદ નથી એ વાત આપ્તમીમાંસા ૦ ૬૧-૭૨ માં અને સન્મતિના ત્રીજા કાંડમાં સમાન છતાં પિતાપિતાની ઢબે બને આચાર્યોએ સ્થાપી છે. ૯, હેતુવાદ અને
Page #129
--------------------------------------------------------------------------
________________
સન્મતિ પ્રકરણ
આગમવાદનું પૃથક્કરણુ તથા સમન્વય આપ્તમીમાંસા શ્લેા. ૭૫-૭૮ માં અને સન્મતિ કાં૦ ૩, ગા૦ ૪૫ માં છે. ૧૦. શબ્દો જુદા છતાં એક જ સરખી રીતે અનેકાંતની વ્યાપકતા સ્વયંભૂતેત્ર શ્લ॰ ૧૦૧ માં અને સન્મતિ કાં ૩ ગા ૨૭ માં દર્શાવવામાં આવી છે. ૧૧. આપ્તમીમાંસા શ્લે૦ ૮૮-૯૧માં દેવ અને પૌરુષ એ એ જ કારણુકાંતવાદના સમન્વય છે; ત્યારે સન્મતિ કાં૦ ૩, ગા૦ ૫૩ માં પાંચ કારણકાંતવાદને સમન્વય છે. ૧૨. આપ્તમીમાંસા લા૦ ૨૪-૨૭માં અને સન્મતિ કાં ૩, ગા૦ ૪૮ માં અદ્વૈતમતનું કથન આવે છે; છતાં ફેર એટલે છે કે પહેલામાં અદ્વૈત શબ્દના ઉલ્લેખ છે પણ તે કૈાનું અને કયું અદ્વૈત એવું કાંઈ કથન નથી; જ્યારે ખીજામાં અદ્વૈત શબ્દને નિર્દેશ નથી, પરંતુ કાપિલ દનના અદ્વૈત તરીકે તેના નિર્દેશ છે.
૧૧૩
-
આ બધા ઉપરાંત ખાસ ધ્યાન દેવા જેવી બાબત એ છે કે, આપ્તમીમાંસા એ આપ્ત – સજ્ઞનું નિરૂપણુ કરતાં તેના વચનનું સ્વરૂપ અનેકાંતરૂપે વણુ વે છે; જ્યારે સન્મતિ પણુ જિન – સર્વજ્ઞના શાસનને જ સશ્રેષ્ઠ માની તેનું નિરૂપણ કરતાં અનેકાંતની ચર્ચા કરે છે. ભારતીય દશનામાં શાસ્ત્રનું પ્રામાણ્ય એ પ્રધાન અને રસિક ચર્ચાને વિષય છે. જે શાસ્ત્ર અનાદિ – અપૌરુષેય અર્થાત કેાઈના દ્વારા રચાયેલું ન હોય તે જ પ્રમાણુ, એવેા એક પક્ષ પરાપૂર્વથી ચાહ્યો આવતા જે અત્યારે જૈમિનીયના મત તરીકે જાણીતા છે; તેની સામે વૈશેષિક નૈયાયિક આદિને બીજો પક્ષ હતા. તે કહેતા કે શાસ્ત્રનું પ્રામાણ્ય તેના અનાદિ – નિત્યત્વને લીધે નહિ, પણ તેના વક્તાના પ્રામાણ્યને લીધે છે. એવા પ્રામાણભૂત પૂર્ણ વતા ઈશ્વર સિવાય બીજે કાઈ હેાઈ શકે નહિ, માટે ઈશ્વરપ્રણીતત્વને લીધે જ એ શાસ્ત્રનું પ્રામાણ્ય છે. આ અન્ને પક્ષેાને શાસ્ત્ર તે! એક અર્થાત્ શ્રુતિ જ પ્રમાણુ તરીકે માન્ય હતું, ફક્ત તેના પ્રામાણ્યના કારણમાં જ બન્નેને મતભેદ હતા. બીજા પક્ષની ખૂખી તે એ છે કે, તેણે ઈશ્વરપ્રણીતત્વ માની શાસ્ત્રમાં મનાતું આવતું અનાદિ પેાતાની ઢબે જાળવ્યું અને છતાં અપૌરુષેયત્વવાદની
Page #130
--------------------------------------------------------------------------
________________
૨. મૂળકારને પરિચય સામે પૌરુષેયત્વવાદનું બીજ દાખલ કર્યું. એ પક્ષો સામે ત્રીજો બુદ્ધિગમ્ય એક વાદ આવ્યું, તે કહેતા કે શાસ્ત્રનું પ્રામાણ્ય કબૂલ છે, તે વક્તાના પ્રામાણ્યને અધીન છે એ વાત પણ કબૂલ છે; પરંતુ વક્તા એ તે મુખવાળો અને બેલનારો શરીરી મનુષ્ય જ હોઈ શકે. આ વાદમાંથી બે વાત ફલિત થઈ. એક તે પહેલા બે પક્ષેને જે અમુક જ નિશ્ચિત શાસ્ત્ર–આમ્નાયનું પ્રામાણ્ય માન્ય હતું, તેને સ્થાને આપ્ટોક્ત બધાં જ વચનોનું પ્રામાણ્ય મનાવું જોઈએ તે; અને બીજી વાત એ કે જે મનુષ્ય શુદ્ધ બુદ્ધ હોય તે બધા જ ઈશ્વર જેવા પૂર્ણ હાઈ આપ્ત માનવા જોઈએ. આ ત્રીજો વાદ સૌથી પહેલાં કોણે ઉપસ્થિત કર્યો તે કહેવું કઠણ છે; છતાં એટલું તે કહી શકાય છે કે ભગવાન મહાવીર અને બુદ્ધના યુગને આ વાદની ઉપસ્થિતિમાં મોટો ફાળો છે. આ વાદને લીધે અનેક સંપ્રદાય – સાંખ્ય આવક આદિ તિપિતાના માન્ય પ્રવર્તકને પૂર્ણ આપ્ત લેખી તેમના જ વચનને એકમાત્ર શાસ્ત્રરૂપે માનતા થઈ ગયા. જન સંપ્રદાય પણ એ જ માન્યતાને વશવતી હેઈ પિતાના પ્રવર્તક તીર્થકરેને જ મુખ્ય આપ્ત માની તેમના વચનને મુખ્ય પ્રમાણ તરીકે સ્વીકારે છે; અને તે સિવાયનાં શાસ્ત્રોને મુખ્ય પ્રમાણ તરીકે માનતા નથી. એ બાબત સ્પષ્ટ કરવા અને સામાન્ય સર્વ કહેલું શાસ્ત્રનું સ્વરૂપ દર્શાવવા માટે જ સન્મતિ અને આપ્તમીમાંસાની રચના થયેલી છે.
(વકર) - મૂલાચાર દિગંબરાચાર્ય વરની કૃતિ મનાતા “મૂલાચાર ” ગ્રંથને બારીક અભ્યાસ કર્યા બાદ અમને ખાતરી થઈ છે કે, તે કઈ મૌલિક ગ્રંથ નથી, પરંતુ એક સંગ્રહ છે. વકરે સમિતિમાંથી ચાર ગાથાઓ (૨, ૪૦-૩) “મૂલાચારના સમયસારાધિકાર (૧૦,૮૭–૯૦)માં લીધી છે. તેથી આપણે એટલું કહી શકીએ કે, એ ગ્રંથ સિદ્ધસેનના સમય બાદ સંકલિત થયું છે.
Page #131
--------------------------------------------------------------------------
________________
સન્મતિ પ્રકરણ
મહત્વવાદી અને જિનભદ્ર કથાવલી અને પ્રભાવક ચરિત્ર વગેરેમાં જે મલવાદીના પ્રબંધ છે,
તેમાં જેમને બૌદ્ધવાદિવિજયને સમય ૮૫ વિ૦ મત્સ્યવાવી સં૪૧૪ને મળે છે અને જેઓ “દાદશાનિયચક્ર ૮૬
ગ્રંથના પ્રણેતા તેમજ બૌદ્ધવિજેતા મહાન વાદી તરીકે પ્રસિદ્ધ છે, તે જ મહ્મવાદી અહીં પ્રસ્તુત છે.
આચાર્ય હેમચંદ્ર વન ત્રિવાર તા . (સિદ્ધહેમત ર–૨–૩૯) કહી જેમને શ્રેષ્ઠ તાકિક તરીકે સૂચવ્યા છે અને સન્મતિ ટીકાકાર અભયદેવે પૃ૦ ૬ ૦૮ યુગપદુપયેગવાદના પુરસ્કર્તા તરીકે જેમને નિર્દેશ કર્યો છે, તે મલવાદી જ પ્રસ્તુત મલ્લવાદી હોય એવો જ વધારે સંભવ છે. તેમને કોઈ ગ્રંથ અવિકલરૂપે ઉપલબ્ધ ન હોવાથી અંતઃપરીક્ષણ દ્વારા ઉક્ત બાબતો પરત્વે વધારે ખાતરી લાયક કહેવું અત્યારે શક્ય નથી. આચાર્ય હરિભદ્ર અનેકાન્તજયપતાકામાં અને ઉપાધ્યાય યશોવિજયજીએ અષ્ટસહસ્ત્રીની ટીકામાં સમતિના ટીકાકાર તરીકે જે મલવાદીને સૂચવ્યા ૮૭ છે, તે મલવાદી પ્રસ્તુત મલવાદી હોવા જોઈએ એવી સંભાવના રહે છે અને પરંપરા પણ તેવી જ છે. તેમની એ ટીકા અત્યારે ઉપલબ્ધ નથી; પણ બહદિપણિકાકારે એ ટીકાનું પરિમાણ ૭૦૦ શ્લોકનું બતાવેલું છે. પ્રબંધસૂચિત મલવાદીનો બૌદ્ધવાદિવિજયસમય સારો હોય અને એ જ મલ્લવાદી સન્મતિના ટીકાકાર હોય, તે સિદ્ધસેનના સમય સાથે તેમના સમયનો મેળ બેસવામાં ખાસ અડચણ આવતી નથી. સિદ્ધસેન અને મલવાદી બને સમકાલીન જ હશે અને એક બીજાના ગ્રંથ ઉપર તેમની જ વિદ્યમાનતામાં ટીકા રચી હશે. કદાચ બને વચ્ચે બીજે કોઈ સંબંધ
૮૫. પ્રભાવક ચરિત્ર પૃ૦ ૭૪. શ્લોક ૮૩. ૮૬. પ્રભાવક ચરિત્ર, મલવાદિપ્રબંધ શ્લોક ૩૪. ૮૭. જુઓ પાછળ પૃ. ૬૫. ટિવ ૧૩.
Page #132
--------------------------------------------------------------------------
________________
૨. મૂળકારનો પરિચય
૧૫ ન હોય તે છેવટે વિદ્યાવિષયક ગુરુશિષ્યભાવ સંબંધ પણ હોય. આથી વિશેષ કલ્પના કરવાનું આ સ્થાન નથી. - ધમકીર્તિના ન્યાયબિંદુ ઉપરની ધર્મોત્તરની ટીકા ઉપર ટિપ્પણ લખનાર જે મહૂવાદી છે, તેઓ જે બૌદ્ધ હોવાનું ખાતરીલાયક પ્રમાણે ન મળે તો તે છેવટે પ્રસ્તુત મલવાદીથી જુદા અને તેમનાથી અર્વાચીન છે, કારણ કે તેઓ જે ધર્મોત્તરના ટિપ્પણકાર છે તે ધર્મોત્તર ડો. ૮સતીશચંદ્રને મતે નવમા સૈકામાં થયા છે. આ જેન પરંપરામાં જે જિનભદ્ર ભાષ્યકાર તેમજ ક્ષમાશ્રમણ
તરીકે પ્રસિદ્ધ છે અને જેમને હેમચંદ્રશ્રેષ્ઠ વ્યાખ્યાતા નિમત્ર તરીકે (સિદ્ધહેમ ર–૨–૩૯) નિર્દેશે છે તે જ
કથાવલી વગેરેના પ્રબંધમાં આવતા જિનભદ્ર અને પ્રસ્તુત છે. સિદ્ધસેન એ પ્રસ્તુત જિનભદ્રથી પૂર્વવતી છે, એ પરંપરાગત વાત સાચી હવા વિષે પહેલાં કહેવામાં આવ્યું છે. જિનભદ્રની ઉપલબ્ધ કેટલીક કૃતિઓમાંની પ્રસિદ્ધ “વિશેષણવતી” અને “વિશેષાવશ્યકભાષ્ય ” એ બે કૃતિઓ સાથે સન્મતિની સરખામણું અહીં ટૂંકમાં આપવામાં આવે છે. પ્રસ્તુત બને આચાર્યોના પૌર્વાપર્યને વિચાર કરવામાં અને બીજી ઘણી બાબતોમાં આ સરખામણ અભ્યાસીઓને ખાસ ઉપયોગી નીવડશે. સરખામણું ટૂંકમાં ત્રણ ભાગમાં વહેંચવામાં આવે છે :- ૧.
અવિકલ અગર સહેજ ફેરફારવાળી ગાથાઓ; ૨. પદ, વાક્ય અને વિચારનું સમાનપણું; અને ૩. વાદિપ્રતિવાદિભાવ. - ૧. સન્મતિ કાં ૩ ની નલ્થિ પુઢવી વિરલ ઈ. (ગા. પર) અને રૉહ વિ નgfટુ ની (ગા૦ ૪૯) આ બે ગાથાઓ જરા પણ ફેરફાર વિના જ અવિકલરૂપે વિશેષાવશ્યકભાષ્યના ૨૧૦૪ અને ૨૧૯૫ નંબર ઉપર અનુક્રમે આવેલી છે. ભાષ્યના ટીકાકાર એ બે ગાથાઓ અસલમાં ભાષ્યની જ છે કે અન્ય સ્થળથી ઉદ્ધત છે એ વિષે કાંઈ જ સૂચન કે
૮૮. હિસ્ટરિ ઑફ ઇડિયન લૅજિક પૃ. ૩૨૯.
Page #133
--------------------------------------------------------------------------
________________
સન્મતિ પ્રકરણ
115
વિચાર કરતા નથી. તેઓ એ ગાથાઓને ભાષ્યની સમજીને વ્યાખ્યા કરતા હોય એમ લાગે છે. પણ ખારીકીથી પરીક્ષણુ કરતાં જણાઈ આવે છે કે, એ ગાથાએ ભાષ્યકારે પોતાના કથનની પુષ્ટિમાં કયાંયથી લઈ ટાંકેલી છે. એક વાર મૂળમાં સ ંવાદરૂપે દાખલ થયેલાં પદ્મો પાછળથી મૂળનાં જ સમજાયાને ઇતિહાસ ખાસ કરી પદ્યબંધ કૃતિમાં બહુ મળી આવે છે.૮૯ એ એ ગાથાએ અસલમાં સન્મતિની હોવી જોઇ એ એવી સંભાવના માટે અહીં એ દલીલા મુખ્ય છે. પહેલી એ કે, સન્મતિ સિવાય ખીજા કાઈ ગ્રંથમાં એ બે ગાયા હજી જોવામાં આવી નથી; અને ખીજી એ કે, સન્મતિમાં એ એ ગાથાએ બરાબર અંધ બેસતી અને પ્રકરણપ્રાપ્ત છે, ત્યારે વિશેષાવશ્યકભાષ્યમાં તેમ નથી; કારણ કે, એ એ ગાથાઓમાં જે જે વાત કહેવામાં આવી છે, તે વાતો એ ગાથાઓની પહેલી ગાથાઓમાં અર્થાત અનુક્રમે ૨૧૦૩ અને ૨૧૯૪માં આવી જાય છે. પ્રસ્તુત બે ગાથાઓને સાંવાદિક અને અન્ય ગ્રંથથી ઉદ્ધૃત માનવામાં ન આવે, તે ભાષ્યમાં પુનરુક્તિ જ ૦
૮૯, શાસ્ત્રવાર્તા'ના સ્તબક ત્રીજામાં ખીન્ને અને ત્રીજો શ્લાક અન્યકતૃ ક છે. પરંતુ અપરીક્ષક વાંચનારને એ મૂળરૂપે સમાય તેવું છે.
‘તત્ત્વસ’ગ્રહ’માં ૯૧૨ થી ૯૧૪ સુધીની કારિકાએ ભામહની છે અને ત્યાર પછીની કેટલીક કારિકાએ કુમાલિની છે. પરંતુ માત્ર મૂળ જોનારી એને મૂળની જ સમજે એવું છે.
૯૦. કારણકારગત દ્રવ્યકારણના વિચારના પ્રસગે ભાષ્યમાં (૨૦૯૮ થી ૨૧૧૮) જે ૨૧ ગાથાએ કહેવામાં આવી છે, તેમાં ૨૧૦૩ ગાથા સુધીમાં તદ્રવ્યકારણ અને અન્યદ્રષ્યકારણના વિચારના ઉપસંહાર થઈ જાય છે. અને ૨૧૦૫ મી ગાથાથી નિમિત્ત અને નૈમિત્તિક કારના વિચાર, શરૂ થાય છે. ઉપસ’હાર અને આ વિચારની વચ્ચે જે આ ૨૧૦૪ મી ગાથા છે, તેના બરાબર મેળ બેસનેા નથી. વળી ૨૧૦૯ થી ૨૧૧૧ ગાથા સુધીમાં ૨૧૦૪ મી ગાથામાં કહેલા ભાવ સિદ્ધાંત તરીકે મૂકવામાં આવ્યે છે. એથી પણ આ ૨૧૦૪ મી ગાથા વધારાની છે. અને ૧૫મી ગાયાના ગાથામાં સ્પષ્ટપણે આવી જાય છે.
ભાવ
૨૧૯૪ મી
Page #134
--------------------------------------------------------------------------
________________
૨. મૂળ કારનો પરિચય થાય છે. જ્યારે સન્મતિમાં તેમ નથી. “કપિલદર્શન એ માત્ર દ્વવ્યાસ્તિકનયાવલંબી અને સૌગદર્શન એ માત્ર પર્યાયાસ્તિકનયાવલંબી હાઈ પરસમય છે' એ સન્મતિ કાં ૩ ગા૦ ૪૮ ના કથન પછી સીધો જ સવાલ થાય છે કે ત્યારે દ્રવ્યાસ્તિક અને પર્યાયાસ્તિક ઉભયનયાવલંબી કણા દર્શનને સ્વસમય-સમ્યગ્દષ્ટિ માનવું કે નહિ ? ” આને ઉત્તર એ ટોfહ વિ નgfe ગાથા જ પૂરો પાડે છે. જે આ ગાથા ન હોય તે સન્મતિને નયવાદમાં પરસમયને વિચાર અધૂરો જ રહે છે, તેથી તે ગાથા તેમાં બરાબર સ્થાને છે અને તેથી જ મૌલિક લાગે છે. વિશેષાવશ્યક ભાષ્યમાં ઉક્ત પ્રશ્નનો ઉત્તર ર૧૯૪માં ગાથામાં સ્પષ્ટ જ અને તે પણ કણાદના નામ સાથે આવી જાય છે. એ જ રીતે સતવાદ અને અસતવાદના અપેક્ષાકૃત સમન્વય પ્રસંગે નથિ પુઢવી વિદ્ય એ ગાથા સન્મતિમાં બરાબર મેળ પડતી છે, ત્યારે ભાષ્યમાં તેમ નથી. ઓશવત્તા ફેરફારવાળી કે રચનાના વ્યત્યયવાળી સન્મતિની કેટલીક ગાથાઓ વિ૦ ભાવમાં શોધી શકાય એમ છે; છતાં અહીં ઉદાહરણરૂપે એક જ ગાથા ટાંકવામાં આવે છે – નવા વાવ તાવ चेव होति णयवाया। जावइया णयवाया तावइया चेव परसमया છે ૩-૪૭ સન્મતિગત આ ગાથા વિ૦ ભાવ ૨૨૬૫ નંબર ઉપર આ પ્રમાણે ફેરફાર સાથે દેખાય છે:– ગાવંત વાપી તાવંત વા ના विसद्दाप्रो । ते चेव य परसमया सम्मत्तं समुदिया सव्वे ॥
૨. સન્મતિમાં કાં. ૧ ગા. રરથી જે વિસ્તૃત રત્નાવલીનું ષ્ટાંત જોવામાં આવે છે અને જેમાં રથનાવી મળિ વગેરે શબ્દો છે, તે જ શબ્દો એ દષ્ટાંતના સંક્ષેપ સાથે વિ૦ ભાવની રર૭૧મી ગાથામાં છે. સન્મતિ કાંડ ૧ ગા. ૫૪ માં આવેલો “રિમનિમિત્ત” શબ્દ ભાષ્યની ૨૨૭૬મી ગાથામાં ઘરિવલ્થ રૂપે આવેલ છે. સન્મતિ કાં. ૧ ગા૦ ૨૮માં જે વિચાર છે, તે જ વિચાર તેના ચેડા મૂળ શબ્દ સાથે ભાષ્યની ૨૨૭રમી ગાથામાં ગોઠવેલો છે. જિનભદ્ર સેહાંતિક હોઈ તાર્કિક સિદ્ધસેનના પ્રતિવાદી મનાય છે અને કેટલીક સન્મતિગત
Page #135
--------------------------------------------------------------------------
________________
94
સન્મતિ પ્રકરણ
બાબતથી ભિન્ન પડતી આમિક બાબતે તેમણે પોતાના ભાષ્યમાં વવી છે, છતાં સાથે સાથે સન્મતિમાં દેખાતા એ સિદ્ધસેનના વિચારે પણ મૂળ ભાષ્યમાં લેવામાં આવ્યા છે; અને ટીકાકાર મલધારી એવે સ્થળે એ વિચારોને સિદ્ધસેનના જ કહી ગાથાઓની વ્યાખ્યા કરે છે. મલધારી સામે પૂર્વ ટીકાઓની પરપરા હેાવાથી અને ભાષ્યમાં અન્ય સ્થળે આગળના વિરાધી મત એમની સામે હાવાથી એમનું એ કથન વજ્રાળું છે એમ માનવું જોઈએ. એટલે અહીં કલિત એમ થાય છે કે, જો કે જિનભદ્ર સિદ્ધસેનના પ્રતિવાદી હતા છતાં જે જે ખાતામાં પ્રતિવાદ કરવા જેવું આગમથી ખાસ વિરુદ્ધ તેમને ન જણાયું, ત્યાં ઉદારભાવે સિદ્ધસેનના વિચારને પણુ આગમપર પરાના વિચારાની જેમ પોતાના ભાષ્યમાં તેમણે સ્થાન આપ્યું. આવા વિચારમાં અહીં મુખ્ય એ વિચાર દર્શાવવામાં આવે છે. એક નયસંખ્યાને અને ખીજો નિક્ષેપ તથા મૂળ નયમાં નવશેષોની અવતારણાને
(૧) ભાષ્યમાં મૂળ તરીકે લીધેલી અને ટીકાકારે નિયુક્તિરૂપે ઓળખાવેલી ગા ૨૨૬૪માં સાત પ્રકારના અને પાંચ પ્રકારના નયના ઉલ્લેખ છે. સિદ્ધસેન પોતાના સન્મતિ કાં ૧ ગાં૦ ૪-૫માં સંગ્રહથી શરૂઆત કરતા હોઈ છ પ્રકારના નય માનનાર તરીકે જાણીતા છે નિયુક્તિની કહેવાતી એ ગાથા ઉપરના ભાષ્યમાં જો જિનભદ્રે છ પ્રકારના નયના ઉલ્લેખ કર્યાં નથી; છ્તાં ખીજા પ્રસંગાએ તેમણે સિદ્ધસેનના ષડ્મયવાદને પશુ ભાષ્યમાં જ ગાળ્યા છે.
નિક્ષેપમાં નયનાની અવતારણા તેએએ સગ્રહનયથી જ કરી છે; વિ ભા॰ ગા॰ પ અને નયદ્વારમાં ગા૦ ૩૫૮૬ માં સંગ્રહનયથી જ નયનું નિરૂપણ કર્યું છે, જ્યારે મીન૯૧ અનેક રથળાએ તે નયના વિચારમાં નેગમથી શરૂઆત કરી સાતે નયા સવિસ્તર વધુ વે છે અને સત્ર તેમને જ ઘટાવે છે. આ ચર્ચા એટલું સ્પષ્ટ કરવા માટે બસ
૯૧. વિશેષાવશ્યકભાષ્ય ગા૦ ૨૧૮૧ ઇત્યાદિ.
Page #136
--------------------------------------------------------------------------
________________
૨. મૂળકારના પરિચય
૧૧૯
છે કે, જિનભદ્રે પ્રાચીન પરપરા પ્રમાણે સાત નયે। સ્વીકારીને પણુ સિદ્ધસેનના ષનૢયવાદનો આદર કર્યાં છે.
(૬) સન્મતિ કાં૦ ૧ ગા૦ ૬માં પ્રથમના ત્રણ નિક્ષેપો દ્રવ્યાસ્તિકરૂપે અને ચેાથેા નિક્ષેપ પર્યાયાસ્તિકરૂપે વણુ વાયેલા છે અને સન્મતિ કાં ૧ ગા॰ ૫-૬માં દ્રવ્યાસ્તિકમાં સંગ્રહ, વ્યવહાર અને પર્યાયાસ્તિકમાં ઋજીસૂત્ર આદિ ચાર નયેા ધટાવેલા છે. જિનભદ્રે એ નિક્ષેપોમાં મૂળ નયની અવતારણા અને મૂળ નયમાં સંગ્રહ આદિ છ નયેાની અવતારણાને સન્મતિગત આખા વિચાર ભાષ્યની એક જ ૭૫મી ગાથામાં દાખલ કર્યો છે.
૩. સિદ્ધસેન અને જિનભદ્રને સબંધ તપાસવામાં તેમના મનાતા વાદિપ્રતિવાદિ-ભાવની ખાખત બહુ જ મહત્ત્વની છે. તેમને વાદિપ્રતિવાદિભાવ મુખ્યપણે ધ્રુવલાપયેાગની ખામતમાં જ જાણીતા છે. અહીં ત્રણ મુદ્દાઓ વિચારવા પ્રાપ્ત થાય છે. (૪) પ્રસ્તુત વાદ વિષેનું સૌથી પ્રાચીન સાહિત્ય; ( ૬ ) પ્રસ્તુત વાદના આરંભ કેમ થયા હશે? અને તેના વિકાસ; ( ૧ ) અને પ્રસ્તુત વાદમાં આદ્ય સૂત્રધારે। કાણુ હતા?
( ૪ ) દિગંબરીય સાહિત્યમાં તે પ્રસ્તુત વાદની ચર્ચાવાળે કાઈ પણુ ગ્રંથ જ નથી, એટલે તે સંપ્રદાયમાં કયારે પણ આ ચર્ચા થઈ હશે એમ અત્યારે લાગતું નથી. શ્વેતાંબરીય સાહિત્યમાં આ ચર્ચા મહુ થયેલી. અને ખેડાયેલી છે. ૯૨ઉપલબ્ધ શ્વેતાંબરીય સાહિત્યમાં પ્રસ્તુત ચર્ચાવાળા સૌથી જૂના ગ્રંથા આપણી સામે સિદ્ધસેન અને જિનભદ્રના છે. સિદ્ધસેનના ‘સન્મતિ’ અને જિનભદ્રના ‘વિશેષ વતી’ તેમજ “ વિશેષાવશ્યકભાષ્ય' એ ત્રણ જ ગ્રંથે! અત્યારે આ ચર્ચાના આદિ ગ્રંથ છે. ૨૩જિનદાસ, હરિભદ્ર, ગંધહસ્તી વગેરે પછીના વિદ્વાને એ પાતપાતાના ગ્રંથામાં આ ચર્ચા સ્પર્શી છે ખરી; પણ તેમાં જે ગાથાઓ કે દલીલે
૯૨. વિશેષાવરચકભાષ્ય ૩૦૮૯ થી,
૯૩. નંદીચૂણી, ધસંગ્રહણી અને તત્ત્વા` ટીકા” આ માટે જીએ સન્મતિ ટીકા પૃ૦ ૫૯૭-૬૦૪.
Page #137
--------------------------------------------------------------------------
________________
ર૦
સન્મતિ પ્રક્ષ્ણ
ટાંકવામાં આવી છે, તે ઉક્ત ત્રણ ગ્રંથેા સિવાય બીજા કાઈ જૂના ગ્રંથમાં અત્યારે મળતી નથી.
( લ ) જાની જૈન પરંપરામાં વલાપયેગક્રમિક જ મનાતે હશે એમ લાગે છે. દિગબરીય પરંપરામાં એક માત્ર યુગપાદ ચાલ્યે આવે છે; તેથી એમ માનવાને કારણ મળે છે કે, કુંદકુંદ જેવા આદ્ય દિગંબરીય સાહિત્યપ્રણેતાઓએ યુગપદ્વાદ નવેસર ઉપસ્થિત કર્યા અથવા તો પ્રથમથી ગૌણપણે ચાલ્યા આવતા એ વાદને તેમણે પુષ્ટિ આપી અને સ્વીકાર્યાં. ૯૪દિગમ્બર પરંપરા પ્રાચીન વારસાવાળા આગમાને અક્ષરશઃ સ્વીકારતી ન હતી; તેથી ક્રમવાદના ઉપાસક આમિક શ્વેતાંબર વિદ્વાને યુગપદ્રાદી દિગબરીય વિદ્વાનને એટલું જ કહી દેતા હશે કે, તમારા યુગપદ્માદને આગમને આધાર કયાં છે? આગમમાં તે અમારે। ક્રમવાદ જ સ્પષ્ટ છે. આગમા છેાડી જુદા પડેલા દિગબરીય વિદ્વાનાએ શ્વેતાંબરીય વિદ્વાનના શાસ્ત્રાધારના મળની બહુ પરવા કરી નહિ હોય, છતાં શ્વેતાંબર સાહિત્યમાં એ ચર્ચા પહેલેથી જ ઘેાડી ઘણી ચાલી આવતી હશે. આ ચર્ચા સિદ્ધસને અગર તેમના જેવા બીજા કાઈ પ્રતિભાશાલી દાર્શનિક વિદ્યાને જોઈ અને તર્ક તેમજ દર્શોનાંતરના અભ્યાસને અળે તેમને નવું સ્ફુરણ થયું કે, ક્રમવાદ કરતાં યુગપદ્રાદ વધારે સયુક્તિક છે, છતાં તેમાં પણ ખામી છે. વસ્તુતઃ દેવલાપયેાગના અભેદ જ હોવા જોઈ એ. આ વસ્તુ તેમને સ્ફુરી ખરી પણ શાસ્ત્રાધાર વિના કાઈ પણ વસ્તુ ન માનનાર માનવાળા જમાનામાં એ સ્ફુરણનું પ્રતિપાદન શાસ્ત્રાધાર વિના કરવું શકય ન હતું; તેથી જ તેમણે પોતાના નવસ્ફુરિત મંતવ્યને જૂના જૈન આગમામાંથી ફલિત કરવાના અને તે પ્રમાણે શબ્દોના અર્થો તેમજ પૂર્વાપર સંબધા ઘટાવવાનેા પ્રયત્ન શરૂ કર્યાં. આ પ્રમાણે અભેદવાદના પુરસ્કર્તાએ અને એમના અનુગામી શ્વેતાંબર વિદ્વાનેાએ અભેદવાદને આગમના આધાર ઉપર ઊભા કર્યાં,
૯૪, ‘પ્રવચનસાર' અ॰ ૧ ગાથા ૫૧. વધુ માટે જીએ સન્મતિ ટીકા
૩૦ ૬૦૩.
Page #138
--------------------------------------------------------------------------
________________
૨. મૂળાકારને પરિચય
૧૨૧ એટલે આગમભક્ત ક્રમવાદી શ્વેતાંબર વિદ્વાનોને અભેદવાદનું ખંડન કરવું કઠણ થઈ પડયું. હવે અમેદવાદીઓને યુગ૫દ્વાદીઓની પિઠે ફક્ત
એટલું જ કહ્યું ચાલે એમ ન હતું કે તમારે વાદ તો શાસ્ત્રાધાર વિનાને છે. આ હકીકત વિશેષણવતી ગાથા ૧૮માં આવેલી પ્રસ્તુત ચર્ચાને આરંભ જોતાં જ સ્પષ્ટ થઈ જાય છે. તેમાં યુગપઠાદને તે ફક્ત શાસ્ત્રાધાર વિનાનો કહી બાજુએ મૂક્યો છે અને ક્રમવાદનું સ્થાપન અભેદવાદના ખંડનથી જ શરૂ થાય છે. આખી ચર્ચામાં પૂર્વપક્ષ રૂપે કેંદ્રસ્થાને અભેદવાદ જ છે; અને જે જે આગમવિરોધ, યુક્તિ-ન્યતા વગેરે આક્ષેપ મૂકવામાં આવ્યા છે, તે બધા અમેદવારને જ સીધી રીતે લક્ષીને કરવામાં આવ્યા છે. જે અભેદવાદ ઉપસ્થિત થયો ન હેત અને ઉપસ્થિત થયા છતાં તે પિતાની સાથે શાસ્ત્રોને ટેકે લઈ આવ્યો ન હેત, તો આ વાદ ટકી શક્યો પણ ન હેત. સારાંશ એ છે કે, પ્રસ્તુત વાદને વિકાસ એ મુખ્ય પણે તર્ક અને આગમનિકાના સંઘર્ષણને જ આભારી છે.
() પ્રસ્તુતવાદના આદ્ય સૂત્રધારનો સવાલ આપણને સન્મતિ અને વિશેષણુવતીમાંની પોતપોતાના પક્ષને સ્થાપતી તથા સામા પક્ષને તેડતી દલીલો તપાસવા પ્રેરે છે. સન્મતિના બીજા કાંડની ૪-૩૧ સુધીની ગાથાઓમાં અભેદવાદની સ્થાપના અને મુખ્યપણે ક્રમવાદનું ખંડન હોવાથી અભેદનું સમર્થન કરનારી અને ક્રમનું ખંડન કરનારી દલીલો છેત્યારે વિશેષણવતીની ૧૮૪-૮૦ સુધીની ગાથાઓમાં અને વિડ ભા૦ ની ૩૦ ૮૯ થી શરૂ થતી ગાથાઓમાં તેથી ઊલટું છે; એમાં ક્રમવાદનું સમર્થન કરનારી અને મુખ્યપણે અભેદનું ખંડન કરનારી દલીલે છે. આ બંનેમાંથી કઈ એકની સિદ્ધાંતરૂપ દલીલે તે બીજામાં પૂર્વપક્ષ આવે એ તે ખુલ્લું છે જ; છતાં બન્નેની બરાબર બારીક સરખામણી કરતાં ચેખું દેખાય છે કે, સન્મતિમાં અભેદનું સ્થાપન કરતી બધી જ દલીલ અને ક્રમવાદને દૂષિત કરતા બધા જ આક્ષેપ વિશેષણવતીમાં નથી, પણ તેમાંના કેટલાક છે અને એ ઉપરાંત બીજા
Page #139
--------------------------------------------------------------------------
________________
૧૨૨
સન્મતિ પ્રકરણ પણ છે. એ જ રીતે વિશેષણવતીમાં ક્રમવાદને સ્થાપન કરનારી બધી જે દલીલે અને અભેદને દૂષિત કરનારા બધા જ આક્ષેપ સન્મતિમાં નથી પણ તેમાંના કેટલાક છે અને તે ઉપરાંત બીજા પણ છે. સિદ્ધસેન અને જિનભદ્ર સમકાલીન હોઈ સામસામે હતા અથવા સિદ્ધસેન ઉત્તરવત હતા એમ માનવાને કશે નિશ્ચિત આધાર નથી, એ વાત શરૂઆતમાં જ કહેવામાં આવી છે. એટલે સવાલ થાય છે કે, અભયદેવના કહ્યા મુજબ જિનભદ્ર ક્રમવાદના પુરસ્કર્તા હોય, તો સિદ્ધસેને સન્મતિમાં ક્રમવાદની દલીલો ખંડન કરવા લીધી છે તે કયા ક્રમવાદી દ્વારા મુકાયેલી, અને સિદ્ધસેને કયા ક્રમવાદી સામે પિતાને અભેદ પક્ષ સ્થાપેલે? આને ઉત્તર એ જ લાગે છે કે, જિનભદ્ર પહેલાં પણ ક્રમવાદના સ્થાપક આચાર્યો ત થયેલા જ; કદાચ તેમણે તે વિષયનું સાહિત્ય ન પણ રચ્યું હોય છતાં તેમની દલીલો તે મુખપાઠ અભ્યાસીઓમાં ચાલી આવતી હશે. એ જ ક્રમવાદની દલીલ જિનભદ્રને વારસામાં મળી, તેમણે તેમાં ઉમેરે કર્યો અને ખાસ તે એ કર્યું કે ક્રમવાદને વ્યવસ્થિત રીતે સમર્થન કરનાર અને અભેદનું સચોટ ખંડન કરનારાં પ્રકરણે રચી કાઢ્યાં; જેવાં કે પહેલાં કઈ ક્રમવાદીએ વ્યવસ્થિત રીતે રચ્યાં નહિ હોય. આવિષ્કારક અર્થમાં નહિ પણ આ જ અર્થમાં “અભયદેવે જિનભદ્રને ક્રમવાદના સૂત્રધાર કે સમર્થક કહ્યા છે એમ સમજવું જોઈએ. પરંતુ ખરો સવાલ તે સિદ્ધસેન પરત્વેને છે. શું અભેદવાદ તેમના પહેલાં કેઈએ પ્રસ્તુત કરી થોડે ઘણે સ્થાપેલે? કે તેમણે જ એ વાદ સર્વપ્રથમ ઉપસ્થિત કરી સન્મતિ વગેરેમાં વ્યસ્થિત રીતે ચર્ચો? જિનભદ્ર વિશેષણવતી અને ભાષ્યમાં અભેદનું જે ખંડન કર્યું છે, તે જોતાં એમ લાગે છે કે તેમની સામે અભેદના સ્થાપક એકથી વધારે આચાર્યોનાં મંતવ્ય હતાં. કારણકે તેઓ “જિ” અને “જે” શબ્દથી જુદા જુદા અભેદવાદીઓને લઈ તેમની જુદી જુદી દલલેને તોડે છે. આ અનેક
૫. સન્મતિટીકા પૃ. ૬૦૪, પ૦ ૨૧. ૯૬. વિશેષાવશ્યકભાષ્ય ૩૧૧૩.
Page #140
--------------------------------------------------------------------------
________________
૨. મૂળાકારને પરિચય અમેદવાદીઓમાં મૂળ સૂત્રધાર કેણુ અને તેમના પિષક અનુગામી કે ઉત્તરવર્તી બીજાએ કહ્યું કેણુ અને તેમના ગ્રંથે હતા કે નહિ અને હતા તે કયા કયા, એ બધું નિશ્ચયપૂર્વક કહેવું શક્ય નથી; છતાં એટલું તે ચોક્કસ છે કે, જિનભદ્ર સામે સન્મતિ ઉપરાંત બીજા પણ સિદ્ધસેનના અગર અન્ય આચાર્યોના અભેદસમર્થક ગ્રંથે અવશ્ય હતા. હરિભદ્ર અભેદના પક્ષકાર તરીકે સૂચવેલ વૃદ્ધાચાર્ય એ ખરેખર કઈ ઐતિહાસિક હોય અને તેઓ જ અભેદના મૂળ સૂત્રધાર હોય તો એમ કહેવું જોઈએ કે, ૮અભયદેવ સિદ્ધસેનને અભેદવાદના પુરસ્કર્તા તરીકે જે સૂચવે છે તેને અર્થ એટલે જ કે તેમણે અભેદને વ્યવસ્થિત રીતે સ્થાપવા સપ્રમાણુ પહેલવહેલાં પ્રકરણ રચ્યાં અથવા પહેલાંના પ્રકરણોથી શ્રેષ્ઠ પ્રકરણે રચ્યાં એમ માનવું જોઈએ. આ માન્યતાની પુષ્ટિમાં એક દલીલ આપી શકાય તેમ છે, તે એ કે સિદ્ધસેને સન્મતિ કા ર ગાવે ૨૧ માં યશવિજયજીની વ્યાખ્યા મુજબ કોઈ એક દેશીય અભેદવાદીનો નિરાસ કર્યો છે તે જ સૂચવે છે કે સિદ્ધસેનની પહેલાં અગર છેવટે તેમની સામે બીજા અભેદવાદીઓ અને તેમની જુદી જુદી માન્યતાઓ હતી, જેમને સિદ્ધસેને નિરાશ કર્યો. સિદ્ધસેન પિતે જ અભેદવાદના પ્રથમ આવિર્તા હોય કે તે વાદને વ્યવસ્થિત રીતે અને વધારે સચોટપણે સર્વપ્રથમ લિપિબદ્ધ કરનાર હોય – ગમે તેમ છે, પણ એટલું ચોક્કસ છે કે સિદ્ધસેન ઉપરાંત બીજા પણ તેમના સમકાલીન કે ઉત્તરકાલીન અભેદવાદી ખાસ આચાર્યો થયેલા અને તેમણે તે વિષય ઉપર પ્રકરણ પણુ રચેલાં. મલધારી હેમચંદ્ર એક સંસ્કૃત પદ્ય ૧૦°વિશેષાવશ્યકભાષ્યની ટીકામાં ટાંકેલું છે; તે પદ્ય અમેદવાદનું સમર્થક હાઈ સિદ્ધસેનનું હશે એવી સંભાવના થાય છે,
૯૭. નદીટીકા પૃ. પર. ૯૮. સન્મતિટીકા પૃ. ૬૦૮, ૫૦ ૨૫. ૯૯, જ્ઞાનબિંદુ પૃ૦ ૧૬૦ કિ. ૧૦૦, પૃ૦ ૧૧૯૮,
Page #141
--------------------------------------------------------------------------
________________
સન્મતિ પ્રકરણ : પરંતુ તેમની ઉપલબ્ધ બત્રીશી વગેરે કઈ સંસ્કૃત કૃતિઓમાં એ દેખાનું નથી. જે એમની લુપ્ત કૃતિઓમાંનું એ પદ્ય ન હોય, તે તે બીજા જ કેઈનું હોવું જોઈએ. સિદ્ધસેને સન્મતિ ઉપરાંત અભેદસ્થાપક બીજું પણ કાંઈક સ્વતંત્ર પ્રકરણ રચ્યું હોય એવી ધારણા તે રહે છે જ.
૧૦૧ અભયદેવે મહૂવાદીને યુગપવાદના પુરસ્કર્તા કહ્યા છે તેને અર્થશે એ પણ એક સવાલ છે. દિગંબરોનો યુગપવાદ મલવાદી પહેલાં કુંદકુંદના ગ્રંથથી જ સિદ્ધ છે. મલવાદીને અત્યારે કોઈ ગ્રંથ અવિકલ ઉપલબ્ધ નથી; એટલે એનો અર્થ એટલે જ લાગે છે કે અભયદેવ સામે યુગપવાદને વ્યવસ્થિત રીતે ચર્ચનાર માવારિચિત કેઈ સ્વતંત્ર પ્રકરણ અથવા ટીકાત્મક ગ્રંથ હશે. " સિહક્ષમાશ્રમણ, હરિભદ્ર અને ગધહસ્તી સિહક્ષમાશ્રમણે ૧૨નયચક્રમાં અનેક સ્થળે સિદ્ધસેનના નામ
સાથે અને નામ વિના સન્મતિની અનેક ગાથાઓ fસક્ષમામા ઉદરેલી છે. અને એ ગ્રંથને છેડે એમ જણાવ્યું
છે કે સન્મતિ અને ન્યાયાવતાર જેવા નવિષયક પ્રૌઢ ગ્રંથે હોવા છતાં તે ઘણા દુર્ગમ અને સંક્ષિપ્ત હોવાથી, વિસ્તરચિ માટે આ નયચક્ર કરવામાં આવ્યો છે. ગ્રંથકારનો આ એક જ ઉલ્લેખ તેમના પિતા ઉપર સિદ્ધસેનને કેટલે બધો પ્રભાવ છે એ જણાવવાને બસ છે. હરિભક ઉપર સિદ્ધસેનને પ્રભાવ સ્પષ્ટ છે. તેમણે સિદ્ધસેનને
સન્મતિદ્વારા લબ્ધપ્રતિકરૂપે વર્ણવ્યા તો છે જ, મિત્ર પરંતુ ઉપરાંત એમણે અનેકાંત જયપતાકા, શાસ્ત્રવાર્તા
સમુચ્ચય, પડદર્શનસમુચ્ચય, ધર્મસંગ્રહણી આદિ અનેક ગ્રંથની રચનામાં સિદ્ધસેનની સન્મતિ, ન્યાયાવતાર અને બીજી
૧૦૧. સન્મતિટીકા પૃ૦ ૬૦૮, પં૦ ૨૧. ૧૦૨. જુઓ પરિશિષ્ટ બીજું “સિંહક્ષમાશ્રમણ'.
Page #142
--------------------------------------------------------------------------
________________
૧૨૫
૨. મૂળકારનો પરિચય બત્રીશીઓ વગેરે કૃતિઓમાંથી કીમતી પ્રેરણા અને મસાલે મેળવ્ય૧૩ છે. આ વાત એ બન્ને આચાર્યોની કૃતિઓ સરખાવવાથી સ્પષ્ટ જાણું શકાય તેમ છે. વદર્શનસમુચ્ચય તો બહુધા સિદ્ધસેનની દાર્શનિક બત્રીશીઓના અવકનની પ્રેરણાનું જ ફલ છે. ગંધહસ્તીએ પિતાની ૧૦*તવાર્થભાષ્યવૃત્તિમાં ક્રમવાદને પક્ષ
લઈ અભેદવાદી સામે જે કઠોર આક્રમણ કર્યું ધહસ્તી છે તે બહુધા સિદ્ધસેન દિવાકરને લક્ષી કર્યું હોય
એમ લાગે છે. છતાં એમના ઉપર દિવાકરના પાંડિત્યનો પ્રભાવ ખૂબ પડેલો હોય એમ લાગે છે; કારણ કે તેઓ પિતાની એ જ ભાષ્યવૃત્તિમાં અનેક સ્થળે સિદ્ધસેનનાં પસન્મતિગત અને ૧૦ બત્રીશીગત પદ્યો પ્રમાણરૂપે આદરપૂર્વક ટાંકે છે. આ મુદ્દો એટલું જણાવવા માટે બસ છે કે ગંભીર આચાર્યો અમુક બાબતમાં મતભેદ હેવા છતાં મતભેદ વિનાની બીજી બાબતમાં પિતાના પ્રતિપક્ષી પ્રતિદિત આચાર્યોનું પ્રામાણ્ય સ્વીકારી તેમને આદર કરતા.
અકલક, વીરમેન અને વિદ્યાનદી આ પ્રસિદ્ધ અને પ્રકાંડ દિગંબર આચાર્ય ઉપર સિદ્ધસેનને ભારે
પ્રભાવ પડેલ દેખાય છે. અકલંકે ૧૦૭રાજअकलंक વાતિકમાં સિદ્ધસેનની બત્રીશીમાંનું પદ્ય તે ઉદ્ધત
કર્યું જ છે, પણ પર્યાયથી ગુણ જુદો ન હોવા ૧૦૩. અનેકાંત જયપતાકામાં ચર્ચાયેલા વિષયનું મૂળ સન્મતિના ત્રીજા કાંડમાં છે. સન્મતિના પહેલા કાંડની ૪૩–૪૪ મી ગાથાને અનુવાદ શાસ્ત્રવાર્તાની ૫૦૫ અને ૫૦૬ મી કારિકામાં છે. પડદનસમુચ્ચયના મૂળમાં ચર્ચાયેલ વિષય સિદ્ધસેનની દાર્શનિક બત્રીશીઓમાં છે. ઇત્યાદિ.
૧૦૪. “ચાંfg વિત્ પveતમૂન્ય:' ઇત્યાદિ અ૦ ૧, ૩૧; પૃ૦ ૧૧૧.
૧૦૫. ૧, ૭ની તસ્વાભાષ્યવૃત્તિમાં પહેલા કાંડની ૨૧મી અને ૨૮મી ગાથાઓ ટાંકેલી છે. પૃ. ૫૩.
૧૦૬. ૧, ૧૦ની તસ્વાર્થભાષ્યવૃત્તિ પૃ૦ ૭૧. ૧૦૭, ૮, ૧ના સત્તરમા વાતિકમાં પહેલી બત્રીશીનું ત્રીશમું પદ્ય રહ્યું છે.
Page #143
--------------------------------------------------------------------------
________________
સન્મતિ પ્રકરણે
૧૨૬
વિષેની સિદ્ધસેનની દલીલ પેાતાની પ્રાચીન દિગમ્બર પર પરાની વિરુદ્ જઈ ને પણ ૧૦૮૨ાજવાતિ કમાં સ્વીકારી છે, અને ૧૦૯લઘીયસ્ત્રયીમાં જે પ્રમાણુ, નય અને નિક્ષેપ વગેરેનું વન કયુ છે, તેમાં સિદ્ધસેનના સન્મતિ અને ન્યાયાવતારની ઘેાડી કે ઘણી પ્રેરણા હાય એમ સખામણી કરતાં લાગે છે.
દિગમ્બરેશને મતે વીરનિર્વાણુ પછી ક્રમશઃ શ્રુતને હાસ થતા ગયા અને વીર નિ ૬૮૩ પછી તા કાઈ પણુ આચાય અંગધર કે પૂર્વ`ધર રહ્યા નહીં; પણ જે કાઈ થયા તે અંગ અને પૂના અશધર થયા. તેમની પર પરામાં પુષ્પદંત અને ભૂતમલિ થયા જેમણે ષટ્ખંડાગમની રચના કરી અને ગુણધર આચાયે` કસાયપાહુડ'ની રચના કરી. આચાય વીરસેને ઉક્ત મને ગ્રન્થની ટીકા લખી જે ક્રમશઃ ‘ધવલા' અને ‘જયધવલા’નામે પ્રસિદ્ધ છે. આચાય વીરસેનને સમય ઈસાની આઠમીના ઉત્તરાધથી નવમી શતાબ્દીના પૂર્વાધ સુધી માનવેા જોઈએ. કારણ કે ધવલાને’ અંતે તેમણે જે સમયના નિર્દેશ કર્યો છે, તે પ્રમાણે તે ગ્રન્થ આફ્રી અકટાક્ષર ૮૧૬ માં પૂર્ણ થયા હતા.* આચાર્ય વીરસેને ઉક્ત બન્ને ટીકાગ્રન્થામાં પ્રમાણુરૂપે સન્મતિની અનેક ગાથાએ ટાંકી છે। અને
वीरसेन
૧૦૮. ૫, ૩૭મા સૂત્રનાં વાતિકા.
૧૦૯. એ ૧, ૪ લકીચસ્ત્રયી અને ન્યાયાવતારના ચેાથે શ્લાક ઇત્યાદિ. જુએ ધવલા પ્રથમ ભાગની અંગ્રેજી પ્રસ્તાવના પૃ૦ ૨.
*
| ધવલા ભાગ ૧, પૃ૦ ૧૨-૧૩ માં સન્મતિની ( ૧. ૩, ૪, ૫, ૧૧) ચાર ગાથા ઉષ્કૃત છે; પૃ॰. ૧૫માં સન્મતિ ૧. ૬; પૃ॰. ૮૦ માં સન્મતિની ૧. ૪૭; પૃ૦૩૮૬ માં સમતિની ૧. ૭૩ અને ભાગ ૪થાનાં પૃ૦ ૩ અને ૩૩૭માં સન્મતિની ૧. ૬; ૧. ૧૧ ક્રમશ: ઉદ્ધૃત છે. ભાગ ૯ પૃ૦ ૧૮૧, ૧૮૩, ૧૮૫, ૨૪૨ અને ૨૪૪ માં સન્મતિની ક્રમશઃ ૧. ૪૭; ૧, ૩૩; ૧, ૬; ૧. ૬; ૧. ૧૧. ગાથાએ ઉષ્કૃત છે.
· જયધવલા ’ પ્રથમ ભાગમાં પૃ૦ ૨૧૮ માં સન્મતિની ગા૦ ૧, ૩; ૧, ૫; પૃ૦ ૨૨૦ માં સન્મતિની ૧. ૪૬ પૃ૦ ૨૪૫ માં સન્મતિની ૩. ૪૭; પૃ૦ ૨૪૮ માં
Page #144
--------------------------------------------------------------------------
________________
૨. મૂળકારને પરિચય
૧૨૭ પિતાના મત સાથે સન્મતિના વકતવ્યને કશે જ વિરોધ નથી એમ પણ સિદ્ધ કરવાનો પ્રયત્ન કર્યો છે. એથી જણાય છે કે તેમના સમય સુધીમાં દિગમ્બર ૫રં૫રામાં પણ સન્મતિનું પ્રામાણ્ય સ્વીકૃત થઈ ગયું હતું.
“ધવલા માં (પૃ. ૧૫) સન્મતિ (૧.૬)ની હવે ઈત્યાદિ ગાથા સન્મતિના નામ સાથે ઉદ્ધત કરીને તેની સાથે પિતાના મંતવ્યને કેવી રીતે વિરોધ નથી તેનું સ્પષ્ટીકરણ કર્યું છે; એ જ વસ્તુને ફરી પણ સિદ્ધસેનના નામ સાથે ઉકત ગાથાને ઉદ્દત કરીને “જયધવલામાં” (પૃ. ૨૬૧) વિશેષરૂપે સ્પષ્ટ કરી છે. એ બતાવે છે કે આચાર્ય સિદ્ધસેનના મન્તવ્યને તે સમયમાં દિગંબર પરંપરામાં પણ કેટલું મહત્ત્વ હતું. વળી ઉક્ત બન્ને સ્થળોએ આચાર્ય સિદ્ધસેનના સન્મતિને સૂત્ર (સમડ઼સુત્ત) કહ્યું છે, તે બતાવે છે કે એ ગ્રન્થ સૂત્રકેટિનો ગણાતો હતો. વિદ્યાનંદી પણ અકલંક જેવા જ પ્રસિદ્ધ અને પ્રકાંડ દિગંબર
આચાય છે. તેમણે તે અકલંકે કરી હોય તે વિઘાનંતી કરતાં વધારે સિદ્ધસેનની કૃતિઓની ઉપાસના કરી
હેય તેમ લાગે છે. કારણ કે તેઓ પોતાના ૧૧૦શ્લેકવાર્તિકમાં માત્ર સન્મતિની ગાથા ટાંકીને જ સંતોષ નથી પકડતા પણ ક્યાંક તેઓ સિદ્ધસેનના મતને સવિશેષ સ્વીકારે છે, તે ક્યાંક તેમના મતને વિરોધ કરતા હોય તેમ લાગે છે. પર્યાયથી ગુણ જુદો ન હોવાની વાતને સ્વીકાર અકલંક જેવો સમાન હોઈ તે તરફ
સન્મતિની ૧. ૧૧; ૧. ૧૨; ૧. ૧૩; અને પૃ૦ ૨૪૯ માં સન્મતિની ૧. ૧૫ થી ૧. ૨૦ સુધીની ગાથાઓ; પૃ૦ ૨૫૨-૨૫૩ માં સન્મતિની ગા. ૧. ૮; ૧. ૩૧ ઉદ્ધત છે. પૃ૦ ર૫૬ માં સન્મતિ ૧. ૯; અને પૃ. ૨૫૭ માં સન્મતિની ૧. ૨૮ ઈત્યાદિ અનેક ગાથાઓ જયધવલામાં ઉદ્ધત છે.
૧૧૦, પૃ. ૩જામાં સન્મતિના ત્રીજા કાંડની ૪૫ મી ગાથા ટાંકેલી છે.
Page #145
--------------------------------------------------------------------------
________________
૧૨૯
સન્મતિ પ્રકરણ ધ્યાન ન આપીએ, તે પણ મૂળ બે નયોમાં ઉત્તરનની વહેચણને વિદ્યાનંદીએ કરેલે સ્વીકાર ૧૧૧સન્મતિના અવલોકનને આભારી હોય એવી કલ્પના થાય છે; કારણ કે એવી વહેચણી લૈવાતિકના આધારભૂત સર્વાર્થસિદ્ધિ કે રાજવાતિકમાં જણાતી નથી; અને પહેલવહેલી દિગંબરીય ગ્રંથમાં શ્લેકવાર્તિકમાં જ દેખાય છે. વિદ્યાનંદીએ નૈગમનય જુદો માનવા બાબત અને નયે છ નહિ પણ સાત જ હોવા જોઈએ એ બાબત જે ચર્ચા ૧૧૨કરી છે, તે સિદ્ધસેનના વનયવાદ સામે જ હેાય એમ લાગે છે; કારણ કે દિગંબરીય ગ્રંથોમાં ક્યાંય તે વનયવાદના સ્વીકારની વાત જ દેખાતી નથી. વિદ્યાનંદીનું વિશિષ્ટ અને વિસ્તૃત મયનિરૂપણ તેમના કહ્યા મુજબ ભલે ૧૧૩નયચક્રને આભારી હોય, છતાં એમાં સિદ્ધસેનના નયવિષયક વિચારોનો બહુ જ સ્પષ્ટ પડે છે. મલ્લાદીના કે બીજા જ કઈ આચાર્યના “નયચક્રના અભ્યાસના પરિણામરૂપ વિદ્યાનંદીને નિરૂપણમાં જે સપ્તભંગીઓના વિવિધ ભેદો પર વર્ણન છે, તેમાં સન્મતિના સપ્તભંગી પરિચયને થડે પણ ફાળો હોય એવી ધારણ રહે છે. વિદ્યાનંદીને સન્મતિને ખાસ પરિચય હતે એ વાત પાછળની બીનાથી સિદ્ધ થયા પછી ઉક્ત ધારણાની પુષ્ટિમાં વધારે કહેવાપણું રહેતું નથી. આ શીલાંક, વાદિવેતાળ શાંતિસૂરિ અને વાદિદેવ
આ ત્રણે સૂરિઓ સિદ્ધસેનની કૃતિઓના અભ્યાસી હતા અને તેમણે એ કૃતિઓમાંથી ઘણું પિતાની કૃતિઓમાં ઉતાર્યું છે એ વાત એમની પ્રસિદ્ધ કૃતિઓને જોતાં વેંત જ સ્પષ્ટ થઈ જાય છે. શીલાંકે
૧૧૧. ૧, ૩૩ ને શ્લોક ત્રીજે, તત્ત્વાર્થપ્લેકવાતિક પૃ૦ ર૬૮. ૧૧૨. ૧, ૩૩ ને શ્લેક ૧૭-૨૬, તત્વાર્થપ્લેક્વાતિક પૃ. ૨૨૯
૧૧૩. “તદોષT: પ્રશ્વન સંવિત્યા નયત: ” ૧,૩૩ને ૧૦૨ શ્લોક.
Page #146
--------------------------------------------------------------------------
________________
૨. મૂળકારને પરિચય
૧૨૯ ૧૧૪ આચારાંગ અને ૧૧૫સૂત્રકૃતાંગ સૂત્રની ટીકામાં તથા વાદિવેતાળ શાંતિસૂરિએ પિતાની પ્રસિદ્ધ કૃતિ ૧૧૧વરૂ૪ ટીકામાં સન્મતિનાં ઘણું પદ્યો સંવાદરૂપે ટાંકેલાં છે. વાદિદેવસૂરિના સ્થા દ્વારા માં તો સન્મતિની ટીકાને વનિ જ્યાં ત્યાં દેખાય છે; અને તેમના પ્રમાણુનિરૂપણના અનેક આધારેમાં એક ખાસ આધાર ન્યાયાવતાર પણ છે, એટલું જ નહિ પણ વાદિદેવ પિતે પિતાની રચનાના મૂળ આધાર તરીકે આ૦ સિદ્ધસેનને રત્નાકરને આરંભમાં જ ૧૧જણાવે છે.
૧૧૪. આચારાંગસૂત્રની ટીકા પૃત્ર ૧ માં દ્રવ્યાનુયોગ તરીકે પૂર્વે અને સમતિ આદિને સાથે ઉલ્લેખ કરેલો છે; તથા ૫૦ ૨૪૯ માં સન્મતિને દશનપ્રભાવક ગ્રંથ :તરીકે ઉલ્લેખ છે. તે બંને પાઠ ક્રમશઃ આ પ્રમાણે છે.
“નિયા: પૂર્વાળિ સમાવિવાર” |
નવમવિ સમાલિમ..” પૃ. ૮૦, ૮૫, ૧૪૭ અને ૧૭૧માં અનુક્રમે પહેલા અને ત્રીજા કાંડની ગાથાઓ ટાંકેલી છે. પૃ૦ ૨૩૧ અને ૨૫૦ માં બીજી અને આઠમી બત્રીસીનાં પદ્યો ટાંકેલાં છે.
૧૧૫. સૂત્રકૃતાંગસૂત્રની ટીકામાં પૂ૦ ૨૧૧ માં સન્મતિના પહેલા અને ત્રીજા કાંડની ગાથાઓ ટાંકેલી છે ઈત્યાદિ.
૧૧૬. પાઈઅ ટીકા પૃ. ૨૧માં સન્મતિના પહેલા કાંડની ત્રીજી તથા છઠ્ઠી ગાથા -
તથા ૨ મંદાતિ:” કહીને ઉદ્ધરેલી છે અને પૃ ૬૭માં ત્રીજા કાંડની ૪૭મી ગાથા ઉદ્ધરેલી છે. ૧૧૭. શ્રીfસનરમદ્રમુવ. પ્રસિદ્ધી:
ते सूरयो मयि भवन्तु कृतप्रसादाः । . येषां विमृश्य सततं विविधान् निबन्धान શા વિર્ષતિ તનપ્રતિમાડપિ માદ | ૮ | પૃ. .
Page #147
--------------------------------------------------------------------------
________________
sa
સન્મતિ પ્રકરણ :
હેમચંદ્ર અને વિજય | સર્વતંત્રસ્વતંત્ર તરીકે પ્રસિદ્ધ આચાર્ય હેમચંદ્ર પોતાની બે બત્રીશીઓ સિદ્ધસેનની બત્રીશીઓને આદર્શ સામે રાખીને જ રચી છે
એમ તેઓની રચનાને આરંભ ૧૧૮જતાં જ હેમચંદ્ર સ્પષ્ટ થાય છે. વાતષ્ઠાનની રચના તેમણે
સમંતભદ્રના સ્વયંમ સૂત્રના લઘુ અનુકરણરૂપે કરી છે ખરી; પણ અગવ્યવછેદ અને અન્ય ગવ્યવચ્છેદ નામની બત્રીશીઓમાં તો સિદ્ધસેનની કૃતિમાંથી જ મુખ્યપણે પ્રેરણું મેળવી છે. તેઓએ સિદ્ધસેનને શ્રેષ્ઠ કવિ કહેલ છે તે તેમના ઉપર પડેલ બત્રીશીઓના પ્રભાવને લીધે જ, એમ કહેવું જોઈએ.
છેલ્લે જૈન સાહિત્યની વિવિધ રીતે પુરવણી અને ઉપાસના કરનાર વાવ યશવંજયજી આવે છે. સિદ્ધસેન પછી લગભગ બારસે
વર્ષે થયેલા છતાં સિદ્ધસેનના સાક્ષાત વિદ્યાશિષ્યપણાનું યશોવિનયજ્ઞ . માન મેળવવાની યોગ્યતા ધરાવનાર એ જ
યશોવિજયજી છે. સિદ્ધસેનની કૃતિઓના અવલોકનકાર અને અભ્યાસીઓ અનેક થયા હશે, પણ એમની કૃતિઓનું ઊંડું અને સર્વાગીણુ પાન જેટલું એ વાચકે કર્યું છે તેટલું કેઈ બીજાએ કર્યું હોય એમ ખાતરીથી કહેવાને અમારી પાસે પ્રમાણુ નથી. પ્રાકૃતમાં, સંસ્કૃતમાં અને ગુજરાતીમાં વિપુલ સાહિત્ય રચનાર એ વાચકે પિતાની ત્રણેય ભાષાની અનેક કૃતિઓ ફક્ત સન્મતિના ત્રણ કાંડને આધારે રચી છે. સન્મતિના આખા કાંડના કાંડ લઈ તેમણે સ્વતંત્ર પ્રકરણે લખ્યાં છે અને બીજાં અનેક પ્રકરણમાં સન્મતિના વિચારે ગૂંથી દીધા છે. એ વાચકની બધી કૃતિઓમાં મળી આવતી અને તેમણે “૧૧૮. fસઢનસ્તુતિયો નાથ અક્ષિતારા # વૈષ !
तथापि यूथाधिपतेः पथस्थः स्खलद्गतिस्तस्य शिशुर्न शोच्यः” । એમના ટીકાકાર મહિલણ પણ એમણે કરેલા સિદ્ધસેનના અનુકરણની સૂચના આપે છે. સ્યાદ્વાદમંજરી પૃ૦ ૨.
Page #148
--------------------------------------------------------------------------
________________
૧૩૧
* ૨. મૂળકારને પરિચય વિવરણ કરેલી સન્મતિની ગાથાઓનો સરવાળે મૂકીએ, તો એમ જ કહેવું પડે કે વા યશોવિજયજીએ લગભગ આખા સન્મતિનું વિવરણ અને તેનો ઉપયોગ કર્યો છે. આ વાત પરિશિષ્ટ ન. ૩ જેવાથી સ્પષ્ટ થશે.
વાયશોવિજયજીના કયા કયા ગ્રંથ સન્મતિના કયા કયા કાંડને કેટકેટલા આભારી છે એનું સ્પષ્ટ દર્શન તે એમના ઉક્ત પરિશિષ્ટગત ગ્રંથ સાંગોપાંગ જોવાથી જ થઈ શકે; છતાં એ પરિશિષ્ટનું માત્ર અવલોકન અભ્યાસીઓને યશોવિજયજીના સન્મતિવિષયક ઊંડા અભ્યાસની પ્રતીતિ તો કરાવશે જ. યશોવિજયજીએ સન્મતિની ગાથાઓનું ક્રમે કે ઉત્ક્રમે કરેલું છૂટું પૂરું વિવરણ અને તે ઉપર દર્શાવેલા ભાવો એકત્ર કરી સન્મતિની સંક્ષિપ્ત ટીકાનું એક નવું સંસ્કરણ તૈયાર કરવાની વૃત્તિ અમે ચરિતાર્થ કરી શક્યા નથી; પણ કઈ ખંતીલે બુદ્ધિમાન વિદ્વાન એ પરિશિષ્ટ ઉપરથી એ કામ ઓછી મહેનતે કરી શકશે. જેમ યશોવિજયજી પછી જૈન વાડ્મયને વિકાસ થંભે છે, તેમ સિદ્ધસેનની કૃતિઓના અવેલેકનકાર અને અભ્યાસીઓને પ્રથમથી ચાલ્યો આવતો વિરલ પ્રવાહ પણ થંભી જાય છે.
' ૪. સિદ્ધસેન અને જૈનેતર આચાર્યો મધ્યકાળની અને અર્વાચીન કોઈ પણ વિશિષ્ટ દાર્શનિક કૃતિમાં તે તે દર્શનના સૂત્રધાર ગણાતા કણાદ, અક્ષપાદ, જમિનિ, બાદરાયણ વગેરે આચાર્યોને અને તેમના વિશિષ્ટ વ્યાખ્યાકારને એક યા બીજી રીતે પ્રભાવ ને હેય એ શક્ય જ નથી. એટલે સિદ્ધસેન જેવાની વિશિષ્ટ કૃતિઓમાં એ આચાર્યોના ગ્રંથને અભ્યાસ તરી આવે એ સ્વાભાવિક જ છે અને આપણે અત્યારે સિદ્ધસેનની ઉપલબ્ધ છેડી પણ કૃતિઓમાં એ આચાર્યોને વિચારપ્રવાહ મોટે ભાગે તેમના ૧૧૯નામ સાથે જ જોઈ શકીએ છીએ. તેથી અહીં એવા જૈનેતર આચાર્યો સાથે
૧૧. જુઓ ન્યાય, સાંખ્ય, વૈશેષિક આદિ દાર્શનિક ફાત્રિશિકાઓ.
Page #149
--------------------------------------------------------------------------
________________
૧૩૨
* સન્મતિ પ્રકરણ સિદ્ધસેનની સરખામણી કરવા ધારી જ નથી. જે કેટલાક ખાસ ખાસ જનેતર વિદ્વાનની કૃતિઓ સ્વરૂપની દૃષ્ટિએ, શૈલીની દષ્ટિએ, નામકરણની દૃષ્ટિએ અને ભાવનાની દૃષ્ટિએ સિદ્ધસેનને પિતાની કૃતિઓ રચવામાં પ્રેરક થયાની કલ્પના થાય છે, તે જ વિઠાની સાથે સિદ્ધસેનની સરખામણી અહીં અતિ ટૂંકમાં કરવા ધારી છે.
નાગાર્જુન, મૈત્રેય, અસગ અને વસુબંધુ નાગાર્જુન એ ઈ. સ. ના બીજા સૈકાનાં પ્રસિદ્ધ બૌદ્ધ વિદ્વાન
અને શુન્યવાદને સૂત્રધાર ગણાય છે. એની મમ્મકનાળુન કારિકા અને વિગ્રહવ્યાવર્તની કારિકા સિદ્ધસેને જોઈ
ન હોય એમ લાગે છે. કારણકે તેઓ પિતાની બત્રીશીમાં બૌદ્ધ વિદ્વાન દ્વારા પ્રતિષ્ઠા પામેલ મધ્યમ માર્ગને અપનાવવા તેના ખરા પ્રણેતા તરીકે મહાવીરને જ માની તે દ્વારા તેમની ૧૨°સ્તુતિ કરે છે એટલું જ નહિ પણું નાગાર્જુન દ્વારા પ્રતિષ્ઠિત થયેલ શૂન્યત્વની ભાવનાને પિતાના વિવક્ષિત અર્થમાં લઈ મહાવીર સાથે જોડી તેમની
સ્તુતિ કરે ૧૨૧છે. અને બુદ્ધનાં અનેક સાભિપ્રાય વિશેષણમાંના એક શુન્યવાદી વિશેષણને તેઓ પોતાના વિવક્ષિત અર્થમાં મહાવીર સાથે જેડી તેમની શુન્યવાદી તરીકે સ્તુતિ ૧૨૨કરે છે. શૂન્યત્વભાવનાની અને શુન્યવાદિવની પ્રતિષ્ઠા તેમજ મધ્યમ માર્ગનું મહત્વ એ મેટે ભાગે
ન્યવાદના પ્રતિષ્ઠપક મનાતા અને મધ્યમકકારિકાના રચયિતા નાગાર્જુનને આભારી છે. એ ધારણા સાચી હોય, તે સિદ્ધસેનની
સ્તુતિઓમાંના ઉક્ત ઉલ્લેખો તેમના ઉપર નાગાર્જુનની કૃતિઓના પડેલ પ્રભાવનું અનુમાન કરાવવા માટે બસ છે.
૧૨૦. જુઓ દ્વાવ ૩. ૫. ૧૨૧. શ૦ ૩, ૨૦. ૧૨૨. દ્વા૨ ૩, ૨૧.
Page #150
--------------------------------------------------------------------------
________________
.
૧૩૩
૨. મૂળકારને પરિચય મિત્રેય અને અસંગ એ બન્ને ગુરુ-
શિષ્યના અસલી ગ્રંથે તે મળ્યા નથી; પણ એમના કેટલાક ગ્રંથના ચીની મૈત્રેય અને અનુવાદ મળે છે. અને તે ઉપરથી પ્રોફેસર ટયુચીએ સં જે વિશ્વાસપાત્ર થોડુંક લખ્યું ૧૨૩ છે, તે જોતાં
છે એમ માનવાને કારણે મળે છે કે, સિદ્ધસેનને પિતાની કૃતિઓનું વસ્તુ મેળવવામાં, ચર્ચવામાં, અગર સ્પષ્ટ કરવામાં સાક્ષાત કે પરંપરાથી એ બન્ને ગુરુ શિષ્યની કૃતિઓ થોડી ઘણી ઉપકારક થઈ જ હોવી જોઈએ. કારણકે સિદ્ધસેનની વાદ વિષે બહુજ માર્મિકતાવાળી જે બે બત્રીશીઓ અત્યારે મળે છે, તેમનું વસ્તુ એ મૈત્રેય અને અસંગનાં ઉપલબ્ધ પ્રકરણોમાં સવિસ્તર હોવાની ધારણા પ્રો૦ યુચીના લેખ ઉપરથી થાય છે.
વિજ્ઞાનવાદના પ્રસિદ્ધ આચાર્ય વસુબંધુને ૧૨૪વવિધ ગ્રંથ * * અસલ રૂપમાં અત્યારે આપણી સામે નથી પણ વસુવંઘ તેમની વીસ શ્લેક જેટલી એક વિંશિકા અને ત્રીસ
* શ્લેક જેટલી એક ત્રિશિકા એ બે કૃતિઓ હમણાં જ તેમના અસલ રૂપમાં પ્રાપ્ત થઈ છે અને તે અમારી સામે૧૨૫ છે; એમને વિષય વિજ્ઞપ્તિમાત્રતાસિદ્ધિ કહેવાય છે. ઉક્ત વાવિધિને પ્રભાવ સિદ્ધસેનની વાદવિષયક બે બત્રીશીઓ ઉપર પડ હશે એવી તો અત્યારે માત્ર કલ્પના જ થઈ શકે; પરંતુ ઉક્ત વિંશિકા અને ત્રિશિકાને પ્રભાવ પડવા વિષે તો કાંઈક વધારે સંભાવના રહે છે. કારણ કે અમુક નિયત સંખ્યામાં શ્લેકે રચી તેમાં પ્રતિપાદ્ય વસ્તુ ગોઠવી તેવડાં પ્રકરણે રચવાં અને તે પ્રકરણનું સંખ્યા પ્રમાણે વિંશિકા જેવું નામ ગોઠવવું એ પદ્ધતિ અત્યારે આપણને વસુબંધુની કૃતિઓમાં જ
૧૨૩. જુઓ જનલ રેડ એ. સે. જુલાઈ ૧૯૨૯ ને અંક પૃ. ૪૫૧. • ૧૨૪. આ ગ્રંથ વસુબંધુને હવા વિશે પ્રવ ટચુચીના એક મનનીય લેખ માટે જુઓ ઇન્ડિયન હિસ્ટોરિકલ કવાર્ટલીને ડીસેંબર ૧૯૨૮ ને અંક પૃષ્ઠ ૬૩૦.
૧૫. ડૉ. સિલ્વન લેવી દ્વારા સંપાદિત. .
Page #151
--------------------------------------------------------------------------
________________
૧૩૪
સન્મતિ પ્રકરણ પહેલવહેલી મળે છે. આ પદ્ધતિ ભલે જૂની હોય પણ વસુબંધુની કૃતિએમાં તે છે જ. સિદ્ધસેને વિજ્ઞાનવાદ જે હતો એવી પણું તેમની કૃતિમાંના વિચારે જોતાં પ્રતીતિ થાય છે. વસુબંધુ જેવા પૂર્વવતી પ્રસિદ્ધ વિજ્ઞાનવાદીની કૃતિઓ સિદ્ધસેન જેવા બહુશ્રુતના હાથમાં આવી હોય એ ધારણા છેક અસ્થાને તે નથી જ. એટલે સિદ્ધસેનને અમુક શ્લોક પ્રમાણુ પ્રકરણો રચવાની અને તે પ્રકરણોને કસંખ્યા પ્રમાણે બત્રીશી જેવાં નામ આપવાની અને તે પ્રકરણ દ્વારા પિતાનું પ્રતિપાદ્ય વસ્તુ સ્થાપિત કરવાની જે ફુરણા થઈ તેમાં વસુબંધુની ઉક્ત વિશિકા, ત્રિશિકા આદિ કૃતિઓનો શેડો પણ ફાળો હશે એવી કલ્પના આપઆપ થઈ જાય છે.
અશ્વાષ અને કાલીદાસ અશ્વઘોષ અને કાલીદાસ એ બંને મહાન કવિ તરીકે પ્રસિદ્ધ છે, અને તેમની એકથી વધારે કૃતિઓ પણ જાણીતી છે. સિદ્ધસેનને હેમચંદ્ર શ્રેષ્ઠ કવિ તરીકે વર્ણવેલ છે છતાં નિર્વિવાદ રીતે તેનું જ કંઈ મહાકાવ્ય કે ખાસ કાવ્યરૂપે નાને કવિતાગ્રંથ હજી જાણવામાં આવ્યો નથી. જે કાંઈ આપણી સામે છે તે તેની બત્રીશીઓ. આ બત્રીશીઓમાંનું કાવ્યત્વ, તેમની શૈલી, કેટલાંક પડ્યો અને કેટલાક ભાવો જોતાં અને અશ્વષ તેમ જ કાલીદાસની કૃતિઓ સાથે તેમને સરખાવતાં એમ લાગ્યા વિના નથી રહેતું કે એ ત્રણે વિદ્વાનની કૃતિઓમાં બહુ જ મળતાપણું છે. અલ્પષની છાયા કાલીદાસ ઉપર છે. કાલીદાસ અને સિદ્ધસેન તદ્દન નજીક નજીક સમયમાં આગળ પાછળ થયા હોય કે સમકાલીન જ હોય એ વિષે ખાતરથી કાંઈ પણ કહેવું શક્ય નથી; છતાં એટલું તો લાગે જ છે કે કેઈ એકના વિચારો બીજામાં પ્રતિબિંબિત થયેલા છે. અષના બુદ્ધચરિત અને સૌદરાનંદમાં તેમ જ કાલીદાસના કુમારસંભવ, રઘુવંશ આદિમાં પદ્યને દબંધ, પ્રસાદગુણ અને જે સ્ફટાર્થપણું છે, તેવું જ સિદ્ધસેનની બત્રીશીઓમાં છે. બુદ્ધચરિત આદિમાં વિવિધ છંદની પસંદગી અને સર્ગો તે અંદભેદ જેવા
Page #152
--------------------------------------------------------------------------
________________
૨. મૂળ કારને પરિચય
૧૩૫ છે, તેવા જ બત્રીશીઓમાં છે. અશ્વષ પિતાને પૂજ્ય બુદ્ધને અને કાલીદાસ સ્વમાન્ય મહાદેવને તથા અજને પિતપોતાની વારસાગત સાંપ્રદાયિક ભાવના પ્રમાણે જે ઢબે વર્ણવે છે, લગભગ તે જ ઢબે સિદ્ધસેન પિતાના માન્યદેવ મહાવીરના ત્યાગનું અતિ ટૂંકમાં સ્તુતિરૂપે ચિત્ર રજૂ કરે છે.૧૨ કાલિદાસને૧૨૭ “જૂનું હોવાથી બધું કાવ્ય સારું છે એમ નથી અને નવું હોઈ બધું ખરાબ છે એમ પણ નથી,” એ સંક્ષિપ્ત. ભાવ જાણે કે ભાષ્યરૂપમાં વિકસિત થઈ વિસ્તાર પામેલે સિદ્ધસેનની આખી છઠ્ઠી બત્રીશીમાં ગોઠવાઈ ગયેલ હોય તેમ એ બત્રીશી અને ઉક્તભાવનું કાલીદાસનું પદ્ય જોતાં લાગ્યા વિના રહેતું નથી. સિદ્ધસેનના પ્રિય છે અને અશ્વઘોષ તેમ જે કાલિદાસના પ્રિય ઈદે વચ્ચે બહુ જ સમાનતા છે. એમાં શબ્દાબર નથી પણ અર્થ ગૌરવ ભારે છે. દાર્શનિક વિષયને લીધે સિદ્ધસેનની બત્રીશીઓમાં જે કઠિનતા અનુભવાય છે તે બાદ કરીએ, તે કલ્પનાની ઉચગામિતા, વક્તવ્યની આકર્ષકતા અને ઉપમાની મનહરતા વિષે એ ત્રણે બહુ જ મળતા છે.
દિનાગ અને શંકરસ્વામી બૌદ્ધ તાર્કિક દિગનાગ એ પ્રસિદ્ધ વિજ્ઞાનવાદી તરીકે જાણીતો છે.
* એની અનેક વિખ્યાત કૃતિઓમાંથી એક પણ અસલ વિના રૂપમાં અને અવિકલપણે અત્યારે આપણી સામે
નથી. આપણે એની કૃતિ વિષે જે કાંઈ જાણી શકીએ છીએ તે મુખ્યપણે એના ચીની અને તિબેટી અનુવાદો તેમ જ એ ભાષાઓમાં થયેલી વ્યાખ્યાઓને જ આભારી છે. ૧૨૮ દિનાગને
૧૨૬. જુઓ હૃા૫. ૧૨૭. પુરાણનિત્ય ન સાધુ સર્વ જાપિ ચં નવમિત્યવચમ્ सन्तः परीक्ष्यान्यतरद् भजन्ते मूढः परप्रत्ययनेयबुद्धिः ॥
- मालविकाग्निमित्र ૧૨૮. જુઓ સતીશચંદ્રનું હિસ્ટરી ઓફ ઈન્ડિયન લોજિક” તથા “ ન્યાચપ્રવેશ બીજા ભાગની પ્રો. વિધુશેખર ભટ્ટાચાર્યની પ્રસ્તાવના.
Page #153
--------------------------------------------------------------------------
________________
૧૩૬
સન્મતિ પ્રકરણ એક પ્રસિદ્ધ ગ્રંથ “ ન્યાયમુખ’ નામે છે જે હમણાં જ તેના ચીની અનુવાદ ઉપરથી પ્રો૦ ટયુચી દ્વારા અંગ્રેજીમાં તૈયાર થઈ આપણું સામે આવ્યો છે. બીજે એક “ન્યાયપ્રવેશ” નામનો ગ્રંથ અતિ પ્રસિદ્ધ અને મૂળ રવરૂપમાં જ ૧૨૯સુલભ છે. તિબેટી પરંપરા અને પ્રો. વિધુશેખર ભટ્ટાચાર્યને મત બાધિત ન હોય તો એ ગ્રંથ પણ દિગ્ગાગની જ કૃતિ છે. દિગ્ગાગ અને સિદ્ધસેનના પૌર્વાપર્ય કે સમકાલીન પણ વિષે કાંઈ જ નિશ્ચયપૂર્વક કહેવું શક્ય નથી. છતાં એમ માનવાને કારણ છે કે, એ બેની વચ્ચે કાળનું અંતર હોય તે તે નહિ જેવું જ હશે. એ બેમાંથી કેઈ એકની કૃતિઓ ઉપર બીજાની કૃતિઓને પ્રભાવ પડેલે નહિ હોય તે પણ એટલું તો ખાતરીથી કહી શકાય તેમ છે કે એ બન્નેની કૃતિઓમાં એવા અનેક સમાન અંશે છે જે બંનેને મળેલ સમાન વારસાનું પરિણામ છે. આ વાતની પ્રતીતિ સિદ્ધસેનના “ન્યાયાવતાર સાથે
ન્યાયમુખ” અને “ન્યાયપ્રવેશ અને ૧૩ સરખાવવાથી થઈ શકે તેમ છે. માત્ર નામકરણમાં કે ગ્રંથના વિષયની પસંદગીમાં જ નહિ પણું શબ્દવિન્યાસ અને વસ્તુવિવેચન સુધાંમાં આ ત્રણે ગ્રંથનું સામ્ય બહુ જ ધ્યાન ખેંચે તેવું છે. સિદ્ધસેને ન્યાયાવતાર'માં કરેલાં કેટલાંક વિધા ૧૩૧ એ “ન્યાયમુખ” અને “ન્યાયપ્રવેશનાં વિધાનની સામે જ છે કે બીજા કેઈ તેવા બૌદ્ધગ્રંથનાં વિધાનોના સામે છે, એ જાણવાને અત્યારે નિશ્ચિત સાધન કાંઈ નથી; છતાં “ન્યાયમુખ” અને “ન્યાયપ્રવેશમાંની પ્રત્યક્ષ તેમ જ અનુમાનવિષયક વિચારસરણીને સામે રાખી “ન્યાયાવતાર'માંની
૧૨૯. આ ગ્રંથ ગાયકવાડ ઓરીએન્ટલ સંસ્કૃત સિરીઝમાં ૦ એ. બી. ધ્રુવ દ્વારા સંપાદિત થઈ ગયો છે અને એની લખેલી પુષ્કળ નકલ જૈન ભંડારોમાં છે.
૧૩૦. આ માટે જુઓ “ન્યાયમુખ અને પ્રેર ટયુચીસંપાદિત અંગ્રેજી આવૃત્તિ અને “ન્યાયપ્રવેશ”ની ઉક્ત ભટ્ટાચાર્ય તથા પ્રવ સંપાદિત આવૃત્તિ.
૧૩૧. અનુમાનમાં અભ્રાંતપણાનું, પ્રત્યક્ષમાં પણ અબ્રાંતપણાનું અને પ્રત્યક્ષના સ્વાર્થપરાર્થે ભેદ હેવાનું વગેરે.
Page #154
--------------------------------------------------------------------------
________________
-
૨. મૂળકારનો પરિચય
૧૩૭ વિચારસરણી જોતાં અત્યારે એમ લાગ્યા વિના નથી રહેતું કે સિદ્ધસેને પિતાનાં વિધાને દિગ્ગાગની માન્ય પરંપરાની સામે જ કર્યા છે. જે ચીની પરંપરા અને તે ઉપરથી બંધાયેલી માન્યતા સાચી
* હોય, તે ઉક્ત “ન્યાયપ્રવેશ ” ગ્રંથ શંકરસ્વામીનો જ શંકરસ્વામી છે અને એ શંકરસ્વામી દિગ્ગાગને શિષ્ય હતો.
“તત્ત્વસંગ્રહના વ્યાખ્યાકાર ૧૩૨કમલશલે અને સન્મતિના ટીકાકાર ૧૩૩અભયદેવે નિર્દેશેલ શંકરસ્વામીથી “ન્યાયપ્રવેશના કર્તા તરીકે મનાતો શંકરસ્વામી જુદો છે કે નહિ તે જાણવાને અત્યારે કાંઈ જ સાધન નથી. પણ જે “ન્યાયપ્રવેશ અને કર્તા કઈ શંકરસ્વામી, હોય અને તે દિગ્ગાગનો શિષ્ય હોય અગર દિગ્ગાગના સમય લગભગ થયેલ હોય તો એવી સંભાવના રહે છે કે સિદ્ધસેન અને એ શંકરસ્વામી બેમાંથી કેઈ એકના ઉપર બીજાની કૃતિની અસર છે અથવા બન્નેની કૃતિમાં કોઈને વારસે છે.
ધમકીતિ અને ભામહ આ બે વિદ્વાનોમાં પહેલે કોણુ અને પછી કોણ એ વિષે મતભેદ ૧૩૪ છે; પણ અમારી દઢ ધારણા પ્રમાણે એ તો નકકી જ છે કે સિદ્ધસેન એ બંને વિદ્વાનોનાં પૂર્વવતી છે. ધમકીતિ એ સાતમા સંકાને પ્રખર બૌદ્ધ તાર્કિક છે અને ભામહ તો આલંકારિક છે. ધમકીતિને આખા દેવિ૬૧૩પ સાથે સરખાવીએ એવી સિદ્ધસેનની કઈ કૃતિ અત્યારે આપણી સામે નથી. પણ એના “ન્યાયબિંદુ’ સાથે સળંગ સરખાવી શકાય એવી એક કૃતિ તે સદ્ભાગ્યે સચવાઈ રહી છે અને
૧૩૨. તત્ત્વસંગ્રહ૫જિક પૃ૦ ૧૯. . ૧૩૩. સન્મતિટીકા પૃ૦ ૬૬૪ પં૦ ૧૫.
૧૩૪. ભામહ અને ધર્મનીતિ ઉપર દિવેકરનો લેખ જ૦ ૦ ૦ સે. ઓકટોબર ૧૯૨૯, પૃ૦ ૮૨૫ થી.
૧૩૫. આની અસલી સંસ્કૃત નકલ સભાગ્યે પાટણના જૈન ભંડારમાંથી મળી આવી છે. અને એની નકલ વિદ્યાપીઠના રાજચંદ્ર ગ્રંથભંડારમાં છે.
Page #155
--------------------------------------------------------------------------
________________
૧૩૮
સમિતિ પ્રકરણ તે કૃતિ એટલે “ન્યાયાવતાર” જ. “ન્યાયબિંદુમાં પ્રમાણસામાન્યની ચર્ચા હોવા છતાં તેમાં અનુમાનની અને ખાસ કરી પરાર્થે અનુમાનની ચર્ચા જ મુખ્યપણે અને વિસ્તૃત છે. “ન્યાયાવતારમાં પણ એ જ વસ્તુ છે. “ન્યાયમુખ” અને “ન્યાયપ્રવેશ'માંનું પ્રત્યક્ષ-લક્ષણ તેમજ ન્યાયબિંદુમાંનું પ્રત્યક્ષ-લક્ષણ સરખાવતાં બંનેની પરંપરા જુદી જુદી લાગે છે. પહેલા બે ગ્રંથની પરંપરા વિજ્ઞાનવાદની અને ત્રીજાની પરંપરા સૌત્રાંતિક જણાય છે. ભામહે તે પોતાના અલંકારગ્રંથમાં પ્રસંગવશ૧૩ જ પરાર્થ અનુમાન-ન્યાયની ટૂંકી ચર્ચા કરીને ૧૩૭ મહાન ભાર ઉઠાવવાની કવિની જવાબદારી અદા કરી છે. તેમાં પણ વિજ્ઞાનવાદની જ પરંપરા ભાસે છે. સિદ્ધસેને પિતાના ન્યાયાવતારમાં વિજ્ઞાનવાદ અને સૌત્રાંતિક બને બૌદ્ધ પરંપરા સામે જૈનદષ્ટિને બંધ બેસે એવાં કેટલાંક વિધાને કરે છે; પણ એ વિધાને અમારી સમજ મુજબ ધમકીર્તિ કે ભામહ સામે નથી, પણ ઉક્ત બન્ને બૌદ્ધ પરંપરાઓ જે ઘણું લાંબા કાળથી પહેલેથી જ ચાલી આવતી હતી અને જેના અનુગામી અનેક બીજા સમર્થ વિદ્વાનોએ એ પરંપરાની પુષ્ટિમાં પુષ્કળ સાહિત્ય રચ્યું હતું, તે પરંપરાના પિષક મિત્રેય, અસંગ અને દિગ્નાગ જેવાના ગ્રંથની સામે જ હતાં. એટલે “ન્યાયબિંદુ” કે “કાવ્યાલંકાર' સાથેના ન્યાયાવતારના કેટલાક સામ્યમાત્રથી સિદ્ધસેનના સમય પરના અનુમાન તરફ ઢળી જવું ગ્ય નથી. દર્શન કે અન્ય વિષયના પ્રદેશમાં એવી અનેક વિચારની પરંપરાઓ છે કે જેમનું આદિમૂળ શોધવું એ શક્તિની બહાર છે. તે વિચારપરંપરાઓ પહાડમાંના સ્ત્રોતની પઠે કયારેક મંદ તે કયારેક તીવ્ર વેગમાં ઉદય પામતી અનુભવાય છે. કોઈ સમર્થ વિદ્વાન થાય ત્યારે અમુક વખત સુધી અમુક પરંપરાને બહુ જોર મળે છે.
૧૩૬. જુઓ પછિદ પ. ૧૩૭. “ન સ ર ો ર તદ્નાર્થે સ ચાય ર સા ા ! जायते यन्न काव्याङ्गमहो भारो महान् कवेः ॥” ।
–કાવ્યાલંકાર પરિ૦ ૫, શ્લો ૪.
Page #156
--------------------------------------------------------------------------
________________
૨. મૂળકારનો પરિચય
૧૩૯ અને બીજી પરંપરાઓ કાં તે દબાઈ જાય છે અગર તે સહજ ગૌણ બની જાય છે. આ વખતે એ બળ પામેલ પરંપરાને એ સમર્થ વિદ્વાનની જ આદિ સૃષ્ટિ માની તે ઉપરથી એતિહાસિક અનુમાને બાંધવામાં ઘણું વાર ભૂલ થઈ જાય છે. ધર્મકીતિ અને સિદ્ધસેનના ગ્રંથગત સાદશ્ય ઉપરથી નિર્વિવાદ અનુમાન તે એટલું જ કરી શકાય કે એ બન્ને સામે અમુક અમુક પરંપરા હતી; એથી વધારે કશું જ નહિ.
Page #157
--------------------------------------------------------------------------
________________
ટીકાકારનો પરિચય શ્વેતાંબર અને દિગંબર પરંપરામાં અભયદેવ નામના અનેક૧૩૮ વિદાન ગ્રંથકાર થઈ ગયા છે, તેમાં સન્મતિટીકાકાર પ્રસ્તુત અભયદેવ શ્વેતાંબરીય છે. તેમની માહિતી મેળવા મુખ્યપણે બે સાધને અમારી સામે છે. પહેલું સાધન છે. એમની પોતાની રચેલી સન્મતિટીકાની અંતની પ્રશસ્તિ અને બીજું સાધન તે પાછળના આચાર્યોએ રચેલી વંશપ્રશસ્તિઓમાં આવતા ઉલ્લેખો. અભયદેવની પિતાની પ્રશસ્તિ અને તેનો સાર આ પ્રમાણે છે – "इति कतिपयसूत्रव्याख्यया यद् मयाऽऽप्तं
कुशलमतुलमस्मात् सन्मते व्यसार्थः । . भवभयमभिभूय प्राप्यतां ज्ञानगर्भ
विमलमभयदेव-स्थानमानन्दसारम् ॥ पुष्यद्वाग्दानवादिद्विरदघनघटाकुण्ठधीकुम्भपीठ
प्रध्वंसोद्भूतमुक्ताफलविशदयशोराशिभिर्यस्य तूर्णम् । गन्तुं दिग्दन्तिदन्तच्छलनिहितपदं व्योमपर्यन्तभागान् .
स्वल्पब्रह्माण्डाण्डोदरनिबिडभरोत्पिण्डितैः सम्प्रतस्थे ॥ प्रद्युम्नसूरेः शिष्येण तत्त्वबोधविधायिनी ।
તāવાઈમથેન સન્માવતઃ કૃતા” છે.
એ રીતે સન્મતિનાં કેટલાંક સૂત્રેની વ્યાખ્યા વડે મેં જે અમાપ પુણ્ય ઉપાર્જન કર્યું છે, એના આશ્રયથી ભવ્ય જીવ સંસારનો ભય દૂર કરી જ્ઞાનગર્ભિત નિર્મલ અને આનંદપ્રધાન એવા અભયદેવ (મોક્ષ) સ્થાનને પ્રાપ્ત કરે.
“જેને વાદિમદમર્દનથી ઉત્પન્ન થયેલ યશ વિશ્વમાં વ્યાપી ગયો હતો, તે પ્રદ્યુમ્નસૂરિના શિષ્ય અભયદેવે સન્મતિની તત્ત્વબોધવિધાયિનીનામક વૃત્તિ રચી.” ૧૩૮. જાઓ અભિધાનરાજે ૮ “અભયદેવ' શબ્દ.
૧૪૦
Page #158
--------------------------------------------------------------------------
________________
૩. ટીકાકારનો પરિચય આ ટૂંકી પ્રશસ્તિમાંથી નીચેની બાબતો તરી આવે છે. (૧) ટીકાકારના ગુરુ તરીકે પ્રદ્યુમ્નસૂરિનું અને ટીકાકાર તરીકે અભયદેવનું નામ.” (૨) મૂળ ગ્રંથનું સન્મતિ અને ટીકાનું તત્ત્વબોધવિધાયિની નામ (૩). સનમતિનાં કેટલાંક જ સૂત્રો ઉપર વ્યાખ્યાની રચના..
પ્રદ્યુમ્નસૂરિ અને અભયદેવસૂરિના નામ ઉપરાંત તેમના ગઇ, સમય, વંશ, કૃતિ અને જાતિ આદિ બીજા કશા વિશે કાંઈ પણ માહિતી ઉપર્યુક્ત પ્રશસ્તિ પૂરી પાડતી નથી; તેમ છતાં તેમના ગ૭, સમય અને પરિવાર વિષે આપણે થોડીક માહિતી અન્ય આચાર્યોની રચેલી પ્રશસ્તિઓમાં આવેલા તેમના ઉલ્લેખ ઉપરથી મેળવી શકીએ છીએ. આવા ઉલ્લેખવાળી ચાર પ્રશસ્તિઓ અત્યારે અમારી સામે છે. તેમાં સૌથી પહેલી વાદિવેતાળ શાંતિસૂરિએ પિતાની ઉત્તરાચન ઉપરની Tગ નામક ટીકાને અંતે આપેલી ૧૩પ્રશસ્તિ છે. બીજી પ્રવચનસારોદ્ધારની વૃત્તિના ર્તા સિદ્ધસેને અંતે આપેલી ૧૪પ્રશસ્તિ છે.) ૧૩૯. અતિ વિસ્તારવાનધ્યે રાતવાસવિત: |
'आसेव्यो भव्यसार्थानां श्रीकौटिकगणद्रुमः ॥१॥ तदुत्थवैरशाखायामभूदायतिशालिनी ।
विशाला प्रीतिशाखेव श्रीचन्द्रकुलसंततिः ॥२॥
यस्याभूद् गुरुरागमे गुरुनिधिः श्रीसर्वदेवाह्वयः
સૂરીરામચલેવભૂમિવ રચાતકમાળsfજ ર (?) ” ! તમેં સુપુયાધિપતા ગપતિમવિદ્યાપા (?) *
प्रत्याख्याय चिरं भुवि प्रचरतु श्रीशान्तिसूरेः कृतिः ॥८॥ ૧૪૦. જુઓ પ્રવચનસારેદ્ધારની પ્રાંત ભાગની પ્રશસ્તિ વધારા માટે. श्रीचन्द्रगच्छगगने प्रसरितमुनिमण्डलप्रभाविभवः ।
उदगान्नवीनमहिमा श्रीमदभयदेवसूरिरविः ।। ताकिकागस्त्यविस्तारिसत्प्रज्ञाचुलुकैश्चिरम् ।
वर्धते पीयमानोऽपि येषां वादमहार्णवः ॥
Page #159
--------------------------------------------------------------------------
________________
૧૪ર
સન્મતિ પ્રકરણ ત્રીજી કાવ્યપ્રકાશની સંત ટીકાના રચયિતા માણિક્યચંદ્ર પિતે રચેલા પાર્શ્વનાથ ચરિત્રને અંતે આપેલી ૧૪૧પ્રશસ્તિ છે; અને ચોથી પ્રભાવકચરિત્રના રચયિતા પ્રભાચન્દ્ર એ ચરિત્રને અંતે આપેલી ૧૪૨પ્રશસ્તિ છે. આ ચારમાં પહેલી પ્રશસ્તિના રચનાર શાંતિસૂરિને સ્વર્ગવાસ વિક સં. ૧૦૯૬માં થયેલો છે. બીજી પ્રશસ્તિ સં. ૧૨૪૮માં, ત્રીજી સં. ૧૨૭૬ માં અને ચોથી સં. ૧૩૩૪ માં રચાયેલી છે
ચારે પ્રશસ્તિઓ અભયદેવનો ચંદ્રગચ્છ વર્ણવે છે, જે તેમના શિષ્ય દ્વારા રાજગ૭ નામથી પ્રસિદ્ધ પામેલ છે. શાંતિસૂરિ પોતાના બે ગુરુઓને નિર્દેશ કરતાં પ્રમાણુશાસ્ત્રના ગુરુ તરીકે જે અભયદેવનો ઉલ્લેખ કરે છે, તે જ અભયદેવ પ્રસ્તુત સન્મતિના ટીકાકાર હોવા જોઈએ એમ ૧૪૧. તથવિવારકુમવની સવારપક્વાનન
___ स्तत्पट्टेऽभयदेवसूरिरजनि श्वेताम्बरग्रामणीः । सद्वाक्यश्रुतिलालसा मधुकरीकोलाहलाशङ्किनी
हित्वा विष्टरपङ्कजं श्रितवती ब्राह्मी यदीयाननम् ॥ दृनिम्नगाः सत्पथभेदमेता ध्रुवं करिष्यन्ति जडैः समेताः । इतीव रोधाय चकार तासां ग्रन्थं नवं वादमहार्णवं यः ।।६-७॥
श्रीअभयदेवसूरिस्तच्छिष्यस्तर्कभूरभूत् । भग्नासनाऽलितुमुलाद्गौर्यदास्यमशिश्रियत् ॥ जडोल्लासेन सन्मार्गभेदिनी दृक्तरङ्गिणीम् । .. रोद्धं चकार स नवं ग्रन्थं वादमहार्णवम् ॥ २९-३० ।।
* વધારા માટે જુઓ પાર્શ્વનાથચરિત્રની પ્રશસ્તિ. १४२. शिष्योऽस्याभयदेवसूरिरभवज्जाड्यान्धकारं हरन्
गोभिर्भास्करवत्परां विरचयन् भव्याप्तवर्गे मुदम् । ग्रन्यो वादमहार्णवोऽस्य विदितः प्रौढप्रमेयोमिभूत् । दत्तेऽर्थं जिनशासनप्रवहणे सांयात्रिकाणां ध्रुवम् ॥३९॥
વધારા માટે જુઓ પ્રભાવચરિત્રની પ્રશસ્તિ.
Page #160
--------------------------------------------------------------------------
________________
૩. ટીકાકારને પરિચય
૧૪૩ બીજી બધી બાજુને વિચાર કરતાં એખું લાગે છે; કારણ કે જે પ્રમાણુશાસ્ત્રના પારગામી હોય અને જે શાંતિસૂરિના ગુરુત્વનું સમાન મેળવવાની લાયકાત ધરાવતા હોય એવા બીજા કેઈ અભયદેવ વિક્રમના અગિયારમા સૈકાના પૂર્વાર્ધમાં વિદ્યમાન હોવાનું અત્યાર સુધી જાણવામાં આવ્યું નથી. - સિદસેન, માણિક્યચંદ્ર અને પ્રભાચંદ્રની પ્રશસ્તિમાં નિર્દેશાયેલ અભયદેવ તો નિર્વિવાદપણે પ્રસ્તુત સન્મતિના ટીકાકાર જ અભયદેવ છે; કારણ કે એ ત્રણે પ્રશસ્તિઓમાં અભયદેવને પ્રદ્યુમ્નસૂરિના શિષ્ય તરીકે અને વાદમહાર્ણવ નામક ગ્રંથના રચનાર તાર્કિક વિદ્વાન તરીકે નિર્દેશેલ છે. ૧૪વાદમહાર્ણવ એ બીજા કોઈ સ્વતંત્ર ગ્રંથનું નામ નથી, પણ પ્રસ્તુત સન્મતિની તત્ત્વધવિધાયિની ટીકાનું બીજું અનુરૂપ નામ
છે. સિદ્ધસેને આપેલી વંશપરંપરા પ્રમાણે તે પિતે અભયદેવથી નવમે * પુરુષ છે; માણિજ્યચંદ્ર તેણે આપેલી વંશપરંપરા પ્રમાણે અભયદેવથી દશમે પુરુષ છે.
સિદ્ધસેન અભયદેવના એક શિષ્ય ધનેશ્વરને મુંજરાજાના માન્ય તરીકે અને માણિકયચંદ્ર અભયદેવના શિષ્ય જિનેશ્વરને મુંજરાજાના માન્ય તરીકે વર્ણવે છે. પ્રભાચંદ્ર અભયદેવના શિષ્ય ધનેશ્વરને ત્રિભુવનગિરિના સ્વામી કઈમરાજના માન્ય તરીકે વર્ણવે છે.
જે આ પ્રશસ્તિના પ્રાપ્ત પાઠો અને તેમાંની હકીકત બરાબર હોય, તો એમ માનવું જોઈએ કે કાંતે અભયદેવના ધનેશ્વર અને જિનેશ્વર એ બે જુદા જ શિષ્ય હતા અને કાતો એક જ શિષ્યનાં બે નામે હતાં. એ જ રીતે સિદ્ધસેનની પ્રશસ્તિમાંને મુંજ અને પ્રભાચંદ્રની પ્રતિમાને ત્રિભુવનગિરિને સ્વામી કઈમરાજ એ બે કાંતો જુદી જુદી વ્યક્તિઓ છે અને કાંતે એક જ વ્યક્તિનાં બે નામે છે. કદાચ કઈમરાજસંમાનિત ધનેશ્વર અને મુંજસંમાનિત ધનેશ્વર એ બે
૧૪૩. સન્મતિટીકા ૦ ૩૦૮ નું ટિણ બીજું.
Page #161
--------------------------------------------------------------------------
________________
૧૪ -
સન્મતિ પ્રકરણ જુદા પણ હોય. ગમે તેમ હો છતાં ઉપરની બધી હકીકત ઉપરથી એકંદરે અભયદેવને ઈતિહાસ આ પ્રમાણે ફલિત થાય છે. તેઓ ચંદ્રકુલીય અને ચંદ્રગછના પ્રદ્યુમ્નસૂરિના શિષ્ય હતા. તેમને સમય વિક્રમની દશમી સદીને ઉત્તરાર્ધ અને અગિયારમી સદીના પૂર્વાર્ધ સુધીનો છે. તેમના વિદ્યા શિષ્યો અને દીક્ષા શિષ્યોને પરિવાર બહુ મેટો અને અનેક ભાગોમાં વહેચાયેલે હતો. એ પરિવારમાં ઘણું વિદ્વાન થઈ ગયા છે અને તેમાંના કેટલાકે રાજાઓ સમક્ષ સમાન પણ મેળવ્યું હતું. તેમની જાતિ કે માતાપિતા કે જન્મસ્થાન વિષે કશી જ જાણુ નથી, છતાં તેઓનું વિહારક્ષેત્ર રાજપુતાના અને ગુજરાત હતાં એમ માનવામાં પ્રબળ કારણે છે. સન્મતિતકની ટીકા ઉપરાંત તેમની બીજી કૃતિ હોવાનું કાંઈ પ્રમાણુ નથી.
પ્રશસ્તિઓ પ્રમાણે શિષ્ય પરિવાર સિદ્ધસેની પ્રશસ્તિ માણિજ્યચકિની પ્રશસ્તિ પ્રભાચકની પ્રશસ્તિ ૧ અભયદેવ અભયદેવ
અભયદેવ ૨ ધનેશ્વર જિનેશ્વર
ધનેશ્વર ૩ અજિતસિંહ અજિતસેન
અજિતસિંહ ૪ વર્ધમાન વર્ધમાન ,
વર્ધમાન ૫ દેવચંદ્ર શીલભદ્ર
શીલભદ્ર
ભરતેશ્વર
શ્રીચંદ્ર
પૂર્ણભદ્ર જિનેશ્વર
૬ ચંદ્રપ્રભ ૭ ભદ્રેશ્વર ૮ અજિતસિંહ
વૈરસ્વામી
ભરતેશ્વર
ચંદ્ર
જિનભદ્ર
નેમિચંદ્ર
ધમષ પ્રભાચંદ્ર પવાદેવ
૯ દેવપ્રભ ૧૦ સિદ્ધસેનસૂરિ
સાગરેંદુ સર્વદેવ માણકચચંદ્ર
Page #162
--------------------------------------------------------------------------
________________
મૂળ અને ટીકાગ્રંથને પરિચય માત્ર વિચાર કે માત્ર શબ્દરચના એ ગ્રંથ નથી, પણ વ્યવસ્થિત આખો પ્રમાણબદ્ધ વિચાર અને તેને દર્શાવનાર સમુચિત શબ્દવિન્યાસ એ બન્ને મળીને ગ્રંથ કહેવાય છે. અહીં મૂળ સન્મતિ અને તેની ટીકા એ અને પ્રસ્તુત ગ્રંથના શાબ્દિક અને આર્થિક સ્વરૂપને લગતી કેટલીક બબતોનો પરિચય કરીએ તે પહેલાં ત્રણ બાબતો સામાન્યપણે દર્શાવવાની છે: (૧) રચનાને ઉદ્દેશ (૨) પ્રેરક સામગ્રી; અને (3) રચનાની અસર.
(૧) જૈન દર્શનના પ્રાણરૂપ અને જૈન આગમની ચાવીરૂપ અનેકાંતદષ્ટિનું વ્યવસ્થિત રીતે નવેસર નિરૂપણ કરવું; તકશેલીએ તેનું પૃથક્કરણ કરી તાકિકેમાં તેની પ્રતિષ્ઠા સ્થાપવી; દશનાંતરમાં જૈન દર્શનનું સ્થળ શું છે, અથવા જૈન દર્શન સાથે દશનાંતરે શે સંબંધ છે, એ દર્શાવવું; અનેકાંતદષ્ટિમાંથી ફલિત થતા બીજા વાદની મીમાંસા કરવી; પિતાના સમય સુધીમાં દાર્શનિક પ્રદેશમાં ચર્ચાતા મુદ્દાઓને અનેકાંતદષ્ટિએ નિરૂપવા; અને પિતાને ફુરેલ નવીન વિચારણાએને પ્રાચીન તેમ જ પ્રતિષ્ઠિત અનેકાંતદષ્ટિના નિરૂપણનો આશ્રય લઈ વિદ્વાને સમક્ષ મૂકવી, એ મૂળગ્રંથની રચનાની પાછળ રહેલે મૂળકાર સિદ્ધસેનનો ઉદ્દેશ છે.
મૂળગ્રંથની રચનાના ઉપર કહેલ ઉદ્દેશ ઉપરાંત ટીકાની રચના પાછળ ટીકાકારનો ઉદ્દેશ જરા વધારે છે; અને તે એ કે પિતાના સમય સુધીમાં દાર્શનિક પ્રદેશમાં ચર્ચાયેલા અને વિકાસ પામેલા બધા જ વાદે વિષે લંબાણ અને ઊંડાણથી ચર્ચા – ખંડનમંડન કરી, તે દરેક વાદ પરત્વે જૈન મંતવ્ય દર્શાવવું અને એ રીતે અનેકાંતવાદની ચર્ચામાં નવા અનેક મુદ્દાઓને સમાસ કરી તેમાં વિશાળતા આવી.
૧૪૫
Page #163
--------------------------------------------------------------------------
________________
૧૪૬
સન્મતિ પ્રકરણ " (૨) કોઈ પણ વિશિષ્ટ ગ્રંથકાર જ્યારે કાંઈ રચે છે ત્યારે તેને મુખ્ય ઉદ્દેશ પિતે માનેલી વિચાર૫રંપરાનું વિશેષત્વ બતાવવાનું હોય છે. એ વિચાર પરંપરા તદ્દન નવી નથી હોતી, છતાં વિશિષ્ટ ગ્રંથકાર તેમાં નવીનત્વ આણે છે. તેનાં કારણે આ પ્રમાણે – (F) પૂર્વની બધી વિરોધી અને અવિરેધી પરંપરાઓને અભ્યાસ, (૪) ઊંડું નિરીક્ષણ, (૪) ખંડન દ્વારા, વિરોધીઓના આક્ષેપના પરિવાર દ્વારા, કે સરખામણીદ્વારા પિતાની વિચારપરંપરાના વિશેષત્વનું સ્થાપન અને (૨) પ્રતિભા-જનિત નવી ગોઠવણી અગર નવું ફુરણ.
વેદ અને ઉપનિષદના અભ્યાસના પરિણામે મીમાંસાસુ જમ્યાં. પૂર્વની તર્કપરંપરાઓ, પદાર્થવિચારપરંપરાઓ અને સાધકના માર્ગોની પરંપરાઓના અભ્યાસને પરિણામે ન્યાય, વિશેષિક, સાંખ્ય અને યેગસૂત્રો જમ્યાં. આગમ અને પિટકના અભ્યાસના પરિણામે પાછલું જેન તથા બૌદ્ધ તર્કસાહિત્ય જગ્યું. નવસજન વખતે સર્જકને અમુક પૂર્વ પરંપરા વિષે બળવાન આદર હોય છે અને છતાં તેને તેમાં ઊણપ ભાસે છે. એ ઊણપ દૂર કરવાનું બળ તે પિતાનામાં જુએ છે, ત્યારે તે આજુબાજુ વહેતી વિચારધારાઓમાંથી અમુક ઉપાદાન લઈ, તેની સાથે પોતાની પ્રતિભા જોડી, પિતે ધારેલ સર્જન કરે છે અને ઘણી વાર તે પ્રતિષ્ઠિત બને છે. સિદ્ધસેન અને અભયદેવે એ જ કર્યું. એ મૂળકાર અને ટીકાકારના સમય વચ્ચે અંતર હતું તે પ્રમાણમાં પરિસ્થિતિ પણ જુદી હતી; વૈયક્તિક શક્તિભેદ ઉપરાંત લેકની માગણી પણ જુદી જુદી હતી. તેથી જ બન્ને ગ્રંથે વચ્ચે મૂળ – ટીકાનો. સંબંધ હોવા છતાં ગુરુ શિષ્યની જેમ મોટું અંતર પડ્યું છે. સમકાલીન ગ્રંથોનાં સને પણ ઘણી વાર દેશભેદ અને જરૂરિયાતભેદને કારણે ભિન્ન ભિન્ન પ્રકારનાં બને છે. પ્રાકૃત અને સંસ્કૃત ભાષાના ઊંડા અભ્યાસ ઉપરાંત તે ભને ભાષામાં રચાયેલાં પોતપોતાના સમય સુધીનાં જૈન-જૈનેતર દર્શનની વિવિધ શાખાઓના દાર્શનિક ગ્રંથરાશિને. અભ્યાસ (જેને કાંઈક ખ્યાલ પરિશિષ્ટ નં૦ ૬ અને ૧૦ ઉપરથી
Page #164
--------------------------------------------------------------------------
________________
૪. મૂળ અને ઢીકાથને પરિચય ૧૪૭ આવી શકશે) તેણે જ સિદ્ધસેન અને અભયદેવને ગ્રંથ રચવામાં મુખ્ય પ્રેરણા આપી છે.
(૩) મૂળ ગ્રંથ સન્મતિ રચાય કે સત્વર જ તેની અસર અજબ રીતે જૈન વાડ્મય ઉપર થઈ. સાતમા સૈકાથી માંડી ચાલુ સદી સુધીના પ્રતિષ્ઠિત અને અભ્યાસી શ્વેતાંબર, દિગંબર વિદ્વાનોમાંથી કેઈએ ૧૪૪સન્મતિને જૈન દર્શનના એક પ્રભાવક ગ્રંથ તરીકે વર્ણવ્ય છે, તો કેઈ ૧૪બીજાએ પિતાના વિચારોની પુષ્ટિમાં તેને આધાર લીધો છે; ૧૪૬અને તેના ઉપર ટીકા રચી છે તો વળી બીજા ૧૪૭ઈએ સન્મતિને આશ્રય લઈ અનેક નવાં સ્વતંત્ર પ્રકરણો રચ્યાં છે; કોઈએ સન્મતિમાંના અમુક જુદા પડતા ખાસ વિચારનું ખંડન કરવા પ્રૌઢ અને અભ્યાસપૂર્ણ પ્રકરણ ૧૪૮રચ્યાં છે, તો કોઈએ પાછી એ જ વિચારોને ૧૪“સમન્વય કરી તેની પ્રતિષ્ઠા વધારી છે. ટૂંકામાં એમ કહી શકાય કે જૈન વાડ્મયમાં તકશેલીની જામેલ પ્રતિષ્ઠા મોટે ભાગે સન્મતિની રચનાને જ આભારી છે
જૈન વાય ઉપર ટીકાની રચનાની અસર મુખ્યપણે ત્રણ બાબતોમાં થયેલી નજરે પડે છે. દશમા સૈકા પછીના જેનું વાયમાં પ્રસન્ન શૈલીએ સંસ્કૃત ભાષામાં લખવાની જે રીતે દેખાય છે, વિશાળ અને વિશાળતર પરિમાણવાળા ગ્રંથે રચવાની જે ભાવના જણાય છે, અને વિવિધ જૈનેતર દર્શનના ગ્રંથને અભ્યાસ કરી તે મારફત જૈન સાહિત્ય વિકસાવવાની જે તીવ્ર વૃત્તિ ઉદય પામેલી અનુભવાય છે, એ બધામાં સન્મતિની પ્રસ્તુત ટીકાની અસરને ખાસ ફાળો છે. આ વાત
૧૪૪. જિનદાસગણિમહત્તર વગેરેએ. ૧૪૫. હરિભદ્ર, ગંધહસ્તી વગેરેએ. ૧૪૬. મલવાદી, સુમતિ વગેરેએ. ૧૪૭. ઉ૦ ચવિજયજીએ. ૧૪૮. જિનભદ્રગણું, ક્ષમાશ્રમણ વગેરેએ. ૧૪૯. જુઓ જ્ઞાનબિંદુ પૃ૦ ૧૬૪.
Page #165
--------------------------------------------------------------------------
________________
સનમતિ પ્રકરણ એ ટીકા અને તે પછીનું જૈન સંસ્કૃત વાય સરખાવવાથી સ્પષ્ટ જાણું શકાય તેમ છે.
૧. શાબ્દિક સ્વરૂપ ગ્રંથના શાબ્દિક સ્વરૂપને લગતી નામ, ભાષા, રચનાશૈલી, પરિમાણ અને વિભાગ એ પાંચ બાબતો ઉપર અહીં વિચાર કરવો ધાર્યો છે.
નામ
પ્રથમના ચાર ભાગોની શરૂઆતમાં સવિતરણ અને પાંચમા ભાગમાં સન્મતિઘરા એવું નામ છપાયેલું જોઈ વાચકને એ પરિવર્તનનું કારણ જાણવાની ઈચ્છા થાય એ સ્વાભાવિક છે. સમેતિ એ નામના ઔચિત્ય વિષે સહજ શંકા હોવા છતાં પહેલાં તેની પસંદગી કરવા અને છપાવવાનાં ત્રણ કરાણે હતાં – (૧) સંપ્રદાયમાં વિદ્વાન ગણાતા દરેક સાધુને મેઢેથી સમ્મતિ એ એક જ નામનું સંભળાવું, (૨) લિખિત પ્રતિએના મોટા ભાગમાં સમ્મતિ એ નામને ઉલ્લેખ અને (૩) શ્વેતાંબર, દિગંબર સંપ્રદાયના પ્રાચીન ગ્રંથે ઉપરાંત છેલ્લામાં છેલ્લા ઉપાધ્યાય યશોવિજયજી જેવાના ગ્રંથમાં આપેલ અવતરણોમાં પણ “સમ્મતિ” એવા ઉલ્લેખનું નજરે પડવું.
જે પુષ્ટ પ્રમાણને લીધે પાછળથી નામ બદલી છપાવવાનો ઈરાદે થયો, તે એ છે કે, ૧૫૦ધનંજયનામમાલામાં મહાવીરનાં અનેક નામેમાંનું એક નામ સન્મતિ છે. આ વાત જાણમાં આવતાં જ પ્રથમના સમ્મતિ નામના ઔચિત્ય વિષે જે શંકાઓ આવતી, તે દૂર થઈ ગઈ અને એમ લાગ્યું કે ગ્રંથકારને ખરું નામ રમતિ એ જ અભિપ્રેત હોવું જોઈએ. કારણ કે એક બાજુ એ નામ મહાવીરનું વાચક હોઈ ગ્રંથને મહાવીર સાથે સંબંધ દર્શાવે છે, અને બીજી બાજુ
૧૫૦, ધનંજયનામમાલા:
सन्मतिर्महतिवीरो, महावीरोऽन्त्यकाश्यपः ।। ११६॥
Page #166
--------------------------------------------------------------------------
________________
૪. મૂળ અને ઢીકાચથને પરિચય ૧૪૯ તે શ્રેષ્ઠ મતિ અગર શ્રેમતિવાળે એવો અર્થ શ્લેષ દ્વારા સૂચવી, ગ્રંથકર્તાનું યોગ્ય સ્થાન દર્શાવે છે. સન્મતિ એ મહાવીરવાચક નામ તેમનાં મુખ્ય સિદ્ધાંતના પ્રતિપાદક ગ્રંથ સાથે જેટલું વધારે બંધ બેસે છે, તેટલું સમ્મતિ નામ બંધ બેસતું નથી. આ ઔચિત્ય સ્પષ્ટ થતાં જ લિખિત પ્રતિઓમાં કેટલેક સ્થળે સમતિ એ ઉલ્લેખ મળે તેનો ખુલાસો થઈ ગયે અને એમ લાગ્યું કે ખરે પાઠ સન્મતિ જ હોવો જોઈએ.
સન્મતિના સ્થાનમાં સમ્મતિ એ પાઠ કેમ દાખલ થયે તેનો વિચાર કરતાં એમ લાગે છે કે, મૂળ ગ્રંથ પ્રાકૃતમાં હોઈ ગ્રંથકારે તેનું પ્રથમ નામ પ્રાકૃત જ જવું હોવું જોઈએ અને એવા પ્રાકૃત નામનો ઉલ્લેખ કવચિત મળે પણ છે. સરમત એ સંસ્કૃત રૂપનું પ્રાકૃત વ્યાકરણના નિયમ પ્રમાણે સરૂ એવું જ રૂપ બને છે. જ્યાં સુધી એ પ્રાકૃત નામ પ્રાકૃતરૂપે જ વ્યવહારમાં રહ્યું, ત્યાં સુધી તો તેમાં કશે જ ભ્રમ દાખલ ન થયે; પણ જ્યારે તેના ઉપરથી સંસ્કૃત રૂપ બનાવી વ્યવહાર કરવો શરૂ થયે, ત્યારે જેઓ મહાવીરનું સંસ્કૃત નામ સન્મતિ છે એવું નહોતા જાણતા, તેઓ માત્ર રૂ ના સ્થાનમાં જીત મૂકી સમ એ પ્રાકૃતના સ્થાનમાં સમત એવું જ સંસ્કૃત રૂપ સમજવા, બેલવા અને લખવા લાગ્યા. આ કારણથી સંસ્કૃત ભાષામાં પણ લેખકેને હાથે સમ્પતિ એવું રૂપ લખાવા લાગ્યું અને પરિણામે ઘણા વખતથી લિખિત પ્રતિઓમાં એ રૂપ મેટે ભાગે વપરાયું. તેનું એકંદર પરિણામ એ આવ્યું કે એક જ લિખિત પ્રતિમાં કેટલેક સ્થળે સમંતિ અને ક્યાંક સમતિ એવા બન્ને પાઠે દાખલ થયા અને સામાન્ય વ્યવહાર તેમજ બોલચાલમાં રમતિ એ એક જ નામ આવ્યું અને એ જ નામશ્રમમાં કારણ બન્યું. દિગંબરપરંપરામાં રમત એ નામ ભગવાન મહાવીરના એક નામ તરીકે પ્રાચીનકાળથી જ ૧૫૧વિશિષ્ટ ગ્રંથમાં પ્રસિદ્ધ હતું; તેથી જ્યાં તેમના સાહિત્યમાં પ્રસંગ આવ્યો છે, ત્યાં પ્રાયઃ સર્વત્ર સન્મતિ એવું એક જ રૂપ મળે છે.
૧૫૧. જુઓ મહાવીરચરિત્રના શ્લેક પહેલાને દિગંબરીચ હિદી અનુવાદ,
Page #167
--------------------------------------------------------------------------
________________
૧૫૦ :
સમતિ પ્રકરણ શ્વેતાંબર પરંપરામાં જે એ રૂપની મહાવીરના નામ તરીકે વિશેષ પ્રસિદ્ધિ હત, તો ઉક્ત ભ્રમ થવા ન પામત એ ખુલ્લું છે. પ્રાકૃતમાં સમર અને સંસ્કૃતમાં સન્મતિ એટલું જ નામ પ્રાચીન ગ્રંથોના અવતરણ ઉપરથી નિશ્ચિત થાય છે. તેમ છતાં તેની સાથે તર્જ શબદને વ્યવહાર બહુ જ પ્રસિદ્ધ થઈ ગયા છે અને એ વ્યવહાર ગ્રંથનો વિષય જતાં તેમ જ ગ્રંથકારની તકેદષ્ટિ જોતાં બરાબર બંધ બેસતો પણ છે; તેથી જ એ પ્રચલિત વ્યવહારને માન આપી અમે સમતા એવું નામ પહેલા ચાર ભાગોમાં છાપેલું. પણ છેલ્લા પાંચમા ભાગમાં સમત- એ જ પ્રાચીન નામ છાપ્યું છે.
પાંચમા ભાગમાં ત્રીજા કાંડની શરૂઆતના પાના ઉપર સમિતિકરમ નામ છાપેલું છે પણ બહારના અને અંદરના પૂઠ ઉપર તથા પ્રસ્તાવનામાં પણ કેટલેક સ્થળે પૂર્વના અધ્યાસથી તર્જ શબ્દ એમને એમ પડી રહેલે હમણાં જ દેખાય છે. તેને વાંચો સુધારીને વાંચશે.
સન્મતિ નામને પ્રસ્તુત ગ્રંથ પ્રકરણ કહેવાય છે. અને તેને ટીકાકારેએ પ્રથમથી જ પ્રકરણ તરીકે નિર્દેશ પણ કર્યો છે. પ્રકરણનો સામાન્ય અર્થ એટલે જ કરી શકાય કે કોઈ પણ એક વિષયને મુખ્યપણે અવલંબી, અતિ વિસ્તાર ન કરતાં ગદ્ય કે પદ્યમાં તેનું વિવેચન કરનાર ગ્રંથ તે પ્રકરણ.
ટીકામાં દરેક કાંડને છેડે આપેલા ઉલ્લેખ પરથી એ તો નકકી છે કે ટીકાકારે પિતાની ટીકાનું “તત્વવધવિધાfયનો” એવું નામ રાખેલું છે. ટીકાકારે પોતાની પ્રસ્તુત સન્મતિની વ્યાખ્યા માટે ટીકા શબ્દ નહિ પણુ વૃત્તિ શબ્દ વાપરેલ છે. ટીકાકાર અભયદેવને જે છૂટોછવાયે બહુ થડે પરિચય મળે છે, તેમાં તેમની કૃતિ તરીકે ૧૫૨“વાતાવરને જ ઉલ્લેખ છે. વિચાર કરતાં સ્પષ્ટ લાગે છે કે પ્રસ્તુત “તત્ત્વબેધવિધાયિની ” સન્મતિવૃત્તિનું “વાદમહાર્ણવ” એવું બીજું અનુરૂપ નામ પાછળથી
૧૫ર. જુઓ ટિપણ ૧૩૯–૧૪૦-૧૪૧ મું.
Page #168
--------------------------------------------------------------------------
________________
૪. મૂળ અને ટીકાયના પરિચય
પ્રશસ્તિલેખક વિદ્વાનોએ અથવા બીજા કેાઈ એ આપેલું છે. આ માન્યતાની સાબિતીમાં અત્રે ત્રણુ દલીલે આપવામાં આવે છેઃ—
.
(૧) પ્રસ્તુત અભયદેવની કૃતિ તરીકે કયાંય પણુ તેમના પરિચયમાં સન્મતિની અતિ મહતી અને અતિ ગંભીર ‘ તત્ત્વાધવિધાયિની ' નામક ટીકાના ઉલ્લેખતું ન હેાવું અને માત્ર વાદમહાવ’ના ઉલ્લેખનું હોવું; (૨) તત્ત્વોાવિધાલયની ટીકામાં આપેલા બધા જ વાદ્ય બહુ લાંખા અને બહુ જટિલ હોઈ તે માટે વાદમહાવ નામનું વધારે ઔચિત્ય; અને (૩) સ્યાદ્વાદમજરી૧૫૩ આદિમાં વાદમહાણુ વ નામની સાથે મળી આવતા અવતરણનું અક્ષરશઃ તત્ત્વવિધાયિની ટીકામાં ઉપલબ્ધ થયું.
તત્ત્વમેાધવિધાયિની એ નામમાં તત્ત્વ શબ્દથી શરૂ થતા ‘ તત્ત્વસંગ્રહ,' ‘તત્ત્વવેશારદી,’આદિ પ્રસિદ્ધ ગ્રંથાના નામસાદશ્યના પદ્મા છે.
૧૫૧
ભાષા
સન્મતિની ભાષા પ્રાકૃત છે; એ શૌરસેની, માગધી પૈશાચી આદિ વિશિષ્ટ પ્રાકૃત નથી પણુ સામાન્ય તેમજ વ્યાપક પ્રાકૃત છે એનું સ્વરૂપ ગ્રંથકારને સમય નિણી ત કરવામાં ઉપયોગી થઈ શકે નહિ; કારણ કે જે ભાષાએ એક વાર વ્યવહારમાંથી ખસી શાસ્ત્રીયતાનું રૂપ ધારણ કરે છે, તેમના વિશિષ્ટ અભ્યાસી વિદ્વાને ગમે તે સમયમાં રહીને પણુ ધારે તા અભ્યાસને ખળે પોતાનાથી ઘણા પૂવતી સમયમાં વપરાયેલી ભાષાને ઉપયેાગ કરી તેવી જ રચના કરી શકે છે. આમ હોવા છતાં સમતિની ભાષાના ઉપલબ્ધ સ્વરૂપ ઉપરથી એટલું અવશ્ય કહી શકાય કે, દક્ષિણ હિંદુસ્તાનમાં રચાયેલ અને સચવાયેલ પ્રાકૃત જૈન ગ્રંથામાં જે વિશિષ્ટ ‘દ’કાર આદિ લક્ષણા છે, તે સન્મતિમાં નથી; તેથી ઉત્તર કે પશ્ચિમ હિંદુસ્તાનમાં ગ્રંથરચનાના સંભવને પુષ્ટિ મળે છે.) એ ગ્રંથની સાચવણી અને પ્રચાર મુખ્યભાગે ઉત્તર અને પશ્ચિમ હિંદુસ્તાનમાં થયાં છે, એ તો એની ઉપલબ્ધ પ્રતિએ, એના ટીકાકારે અને પાછળના ગ્રંથામાં થયેલા તેને વિશેષ પરિમાણુમાં ઉપયાગ એ બધાથી સ્પષ્ટ જ છે.
૧પ૩. જીએ ટિપ્પણ ૧૪૨ મુ
Page #169
--------------------------------------------------------------------------
________________
૧૫ર
સન્મતિ પ્રકરણ ભાષાના સંબંધમાં અહીં એક પ્રશ્ન વિચારવા જેવો છે; અને તે એ કે, ગ્રંથકારની ઉપલબ્ધ નિશ્ચિત કૃતિઓમાં સન્મતિ સિવાયની બધી જ કૃતિઓ સંસ્કૃતમાં છે, તેથી ગ્રંથકાર સંસ્કૃતના વિશિષ્ટ પ્રભાવવાળા સમયમાં થયા હોય અગર તે તેમના ઉપર સંસ્કૃત ભાષાને વિશિષ્ટ પ્રભાવ હોય એમ માની શકાય ખરું? અલબત્ત એમ જ લાગે છે. પ્રાચીન જૈન વાડ્રમય પ્રાકૃત ભાષામાં જ લખાતું એ નિર્વિવાદ છે. ઉપલબ્ધ સમગ્ર જૈન સાહિત્યમાં વાચક ઉમાસ્વાતિની કૃતિઓ એ જ પ્રથમ જૈન સંસ્કૃત કૃતિઓ છે. તેમના પહેલાં કેઈએ સંસ્કૃત ગ્રંથે લખ્યા હતા તેવું પ્રમાણ હજી મળ્યું નથી. તેથી અત્યારે એમ કહેવામાં કશે બાધ નથી કે જેના સાહિત્યમાં સંસ્કૃત ભાષાને સૌથી પ્રથમ સ્થાન આપનાર વાચક ઉમાસ્વાતિ છે. તેમણે જૈન સાહિત્યમાં સંસ્કૃત ભાષાનું દ્વાર ખુલ્લું કર્યા પછી પ્રાચીન પ્રથા પ્રમાણે પ્રાકૃત ગ્રંથરચના થતી રહેવા સાથે સંસ્કૃતમાં પણ થવા લાગી. (સિદ્ધસેન દિવાકર જન્મથી જ સંસ્કૃત ભાષાના અને દાર્શનિક વિષયને અભ્યાસી હતા. જૈન દીક્ષા સ્વીકાર્યા પછી તેમણે પ્રાકૃતને વિશિષ્ટ અભ્યાસ કરી લીધો ખરે, છતાં તેમના ઉપર વિશિષ્ટ સંસ્કારે તે સંસ્કૃતના હતા. આ કારણથી તેમની સંસ્કૃત કૃતિઓ વધારે મળે છે. પ્રાકૃતમાં અત્યારે નિર્વિવાદ રીતે તેમની કૃતિ સન્મતિ જ છે.) તેમાં પ્રસંગ અને અભ્યાસને લઈ જો કે પ્રાકૃત શબ્દો વપરાયેલા નજરે પડે છે, છતાં કેટલાંયે એવાં પ્રાકૃત રૂપે છે કે જે તેમના ઉપરના વિશિષ્ટ સંસ્કૃત પ્રભાવની સાક્ષી૧૫૪ પૂરે છે.
(ટીકાની ભાષા તે સંસ્કૃત છે. એમાં શંકરાચાર્ય અને વાચસ્પતિમિશ્ર જેવા પ્રૌઢ વિદ્વાન દ્વારા ખેડાયેલી દાર્શનિક સંસ્કૃત ભાષાને પરિપાક દેખાય છે.)
રચનાલી (સન્મતિની આખી રચના પદ્યમય છે. તેમાં બધાં જ પડ્યો આર્યાદમાં છે. અતિહાસિક વિદ્વાની સમયનિર્ણય પરની એક
૧૫૪. સુવfાછિયાનો, વિમગવાય, આજનો ઇત્યાદિ.
Page #170
--------------------------------------------------------------------------
________________
૪. મૂળ અને ટીકાથથના પરિચય
૧૫
કસોટી, ગ્રંથકારે કરેલ છંદની પસંદગી એ પણુ છે. પરંતુ આ ગ્રંથમાં વપરાયેલ છંદુ સમયનિયની બાબતમાં ઉપકારક થઈ શકે તેમ નથી; કારણ કે આગલા અને પાલ્લ્લા પ્રાચીન ગ્રંથામાં અનુષ્ટુપ તેમ જ ઉપજાતિ આદિ છંદોમાં પ્રાકૃત રચના મળી આવે છે, છતાં એક દર પદ્યમય પ્રાકૃત રચનાએામાં પ્રાચીન સમયથી માંડી અઢારમી સદી સુધી મોટે ભાગે આર્યાં છંદ જ વપરાયેલા છે. પ્રાકૃત પદ્યકૃતિમાં આર્યાનું પ્રાધાન્ય જોતાં એમ લાગે છે કે એ છંદ બીજા બધા છંદો કરતાં પ્રાકૃત ભાષાને વિશેષ અનુકૂળ છે. તેથી જ ગ્રંથકારે એ છંદની પસંદગી કરેલી. છે. એની પસંદગીમાં સમયને વિશેષ પ્રભાવ હોય તેમ લાગતું નથી. એ છંદોબદ્ધ રચના ઉપરથી જે એક સામાન્ય અનુમાન સ્ફુરે છે તે એ છે કે, જેમ બ્રાહ્મણુ વિદ્વાનામાં સૂત્રરચનાની જામેલી પ્રતિષ્ઠાએ વાચક ઉમાસ્વાતિને સંસ્કૃતમાં જૈન સૂત્ર રચવા પ્રેર્યા, તેમ દાનિક ક્ષેત્રમાં છંદોબદ્ રચનાની નમતી પ્રતિષ્ઠાએ દિવાકરશ્રીને પણ છંદોબદ્ઘ રચનામાં દાનિક ચર્ચા કરવા પ્રેર્યાં. ગ્રંથકારની સામે છંદોબદ્ધ ગ્રંથામાં નાગાર્જુનની મધ્યમકકારિકા જેવા બૌદ્ધ ગ્રંથા અને રિકૃષ્ણની ‘સાંખ્યકારિકા’ આદિ જેવા વૈદિક ગ્રંથા તેમ જ કુંદકુંદના ‘પ્રવચનસાર ’ પંચાસ્તિકાય જેવા જન ગ્રંથા પણ હશે એમ લાગે છે.
ટીકાની રચના પદ્યમાં નહિ પણ ગદ્યમાં છે. શરૂઆતમાં મંગલ અને પ્રત્યેાજનસૂચક પદ્યો અને અંતની પ્રશસ્તિનાં ત્રણ પદ્મો ખાદ કરીએ તે આખા જ ગ્રંથ નિરપવાદપણે ગદ્યમય છે, એમાં વચ્ચે યત્રતત્ર પુષ્કળ પદ્યો આવે છે ખરાં; પણ તે તે। ટીકાકારનાં પોતાનાં નથી, માત્ર અવતરણુરૂપે લીધેલાં છે. ટીકાની ગદ્યશૈલી ‘પ્રમેયકમલમાં અને ‘ ન્યાયકુમુદચંદ્રોદય' જેવી પ્રસન્ન તેમજ અપૂર્ણ છે. દશમા સૈકા પહેલાંના શ્વેતાંબરીય સંસ્કૃત વાડ્મયમાં પ્રસ્તુત ટીકાની કક્ષામાં મૂકી શકાય એવી શૈલીવાળા ખીજો ગ્રંથ હજી કાઈ જોવામાં આવ્યે નથી. આ ટીકામાં અગિયારમા સૈકા પછીના ગ્રંથામાં દેખાય છે તેવે શબ્દાંબર કે વિરાધીએ પ્રત્યેની કટાક્ષમયતા નથી.
Page #171
--------------------------------------------------------------------------
________________
૧૫૪
સન્મતિ પ્રકરણ
પરિમાણ ગ્રંથનું પરિમાણુ વસુબંધુની “વિંશિકા” કે “ત્રિશિકા” આદિ જેવું તદ્દન નાનું, અગર પાછળના જિનભણિના “વિશેષાવશ્યક” જેવું અતિ મોટું નથી; પણ કુંદકુંદના “પ્રવચનસાર' આદિ ગ્રંથ જેવું મધ્યમસરનું છે. એનાં ૧૬૭ પદ્યો હોવાનું પ્રથમ ભાગના નિવેદનમાં જણાવ્યું છે; પરંતુ ખરી રીતે ૧૬ ૬ પદ્યો જ છે, કારણ કે ટીકાવાળી કોઈ પણ પ્રતિમાં જે એક પદ્ય નથી તે મૂળમાત્રની લિખિત અને મુદ્રિત પ્રતિમાં દેખાય છે. એ એક પદ્ય ગ્રંથના અંતિમ પદ્યની પહેલાં આવેલું છે અને તેના ઉપર ટીકા ન હોવાથી તે ગમે ત્યારે પાછળથી પ્રક્ષિપ્ત થયેલું છે. એ નિર્વિવાદ છે.(એ પદ્યમાં અનેકાંતવાદનું સયુક્તિક ગૌરવ પ્રદર્શિત કરવામાં આવેલું છે અને તેને નમરકાર કરવામાં આવ્યો છે. તે ઉપરથી એમ લાગે છે કે કેઈ અનેકાંતપ્રિય કુશલ વિદ્વાને ગ્રંથના
સ્વરૂપ અને અનેકાંતના મહત્ત્વથી આકર્ષાઈ, એ પદ્ય રચી મૂળમાં દાખલ કરી દીધું હોવું જોઈએ. એ પદ્ય આ છે:
जेण विणा लोगस्स वि ववहारो सव्वहा ण णिघडइ । तस्स भुवणेक्कगुरुणो णमो अणेगंतवायस्स ॥
અર્થ:–જેના વિના લેકેને વ્યવહાર પણ સર્વથા સિદ્ધ નથી થતો, તે ભુવનના એકમાત્ર ગુરુ – પૂજ્ય અનેકાંતવાદને નમસ્કાર હો.
( ટીકાનું પરિમાણ ૨૫,૦૦૦ લેક જેટલું છે) દશમા સૈકા પહેલાંના તાંબરીય કે દિગંબરીય વાડ્મયમાં જે સૌથી વધારે મોટા સંસ્કૃત ગ્રંથે મળે છે, તેમાં એક ગ્રંથ પરિમાણુની દૃષ્ટિએ પ્રસ્તુત ટીકાની બરાબરી કરી શકે તેવો નથી. દેશના સેકા પહેલાંના કેઈ બ્રાહ્મણ, બૌદ્ધ કે જન સંસ્કૃત દર્શનગ્રંથનું પરિમાણ ૨૫,૦૦૦ શ્લોક જેટલું હોય એવી ખાતરી કરાવનાર પ્રમાણુ અદ્યાપિ મળ્યું નથી. તેથી એમ કહી શકાય કે, કદાચ અભયદેવે પિતાના પૂર્વવતી અને સમસમી વિદ્વાને સાથે ગ્રંથપરિમાણુની બાબતમાં પણ હરીફાઈ કરવા ધારી હેય અને તેમાં સૌથી મોખરે આવવાને પ્રયત્ન પણ કર્યો હોય. પહેલી
Page #172
--------------------------------------------------------------------------
________________
૪. મૂળ અને ઢીકાથને પરિચય ૧૫૫ સદીથી માંડી દશમી સદી સુધીના ભારતીય સંસ્કૃત દાર્શનિક વાડ્મયમાં જે ક્રમે ક્રમે પરિમાણનો ઉત્તરોત્તર પ્રકર્ષ થતો આવ્યો છે, તેનું પર્યવસાન આ ટીકામાં દેખાય છે.
વિભાગ (મૂળ ગ્રંથ “સાંખ્યકારિકા” જેવો સળંગ અવિભક્ત નથી પણ પ્રવચનસારની પેઠે ત્રણ વિભાગમાં વહેચાયેલો છે. માત્ર મૂળની અને ટીકાવાળી બધી પ્રતિઓમાં ત્રણ વિભાગને કાંડ નામથી નિર્દેશવામાં આવ્યા છે. ટીકાકારે તે ત્રણ વિભાગને અંતે અનુક્રમે પ્રથમ વર્ષમ્, દ્વતીયમ્, તૃતીયમ્ એટલું જ લખ્યું છે, પણ એ કાંડને વિષયસૂચક કાંઈ વિશેષણ આપ્યું નથી. પરંતુ માત્ર મૂળ પદ્યોની મળેલ એક લિખિત પ્રતિમાં અને મુદ્રિતમાં પ્રથમકાંડને નવું અને દ્વિતીય કાંડને બીવડયું તરીકે નિદેશેલ છે; પણ ત્રીજા વિભાગને છેડે નથી સામાન્ય કાંડ શબ્દ, અગર નથી વિશેષણયુક્ત કાંડ શબ્દ. નય એ નામ પહેલા વિભાગનું યથાર્થ છે, કારણ કે તેમાં નયની જ ચર્ચા આવે છે; પરંતુ બીજા વિભાગને જીવકાંડ કહેલ છે તે બરાબર નથી; કારણ કે એ વિભાગમાં જીવતત્ત્વની ચર્ચા જ નથી. એમાં તે સળંગ અને મુખ્ય ચર્ચા જ્ઞાનની છે. તેથી જે એ વિભાગને જ્ઞાનકાંડ અગર ઉપગ-કાંડ કહેવામાં આવે તે જ તે બરાબર ગણાય. વળી ત્રીજા વિભાગના અંતમાં કાંઈ વિશેષનામ નથી તે ઉપરથી એમ લાગે છે કે, ગ્રંથકારે તો માત્ર ત્રણ વિભાગને કાંડ તરીકે જ ઓળખાવ્યા હશે અને કેઈએ પાછળથી વિષયની દૃષ્ટિએ નવું જેવાં વિશેષનામ લગાડી દીધાં હશે અને તેમ કરવામાં બીજા કાંડને બીવડાં કહેવાની અયથાર્થતા આવી હશે; અથવા તે લેખકોની કાંઈક ભૂલ થઈ હશે. વિશેષનામ દાખલ કરનારે ત્રીજા કાંડને વિશેષનામ આપ્યું હશે કે નહિ, અને આપ્યું હશે તો તેના પછીના ઉતારાઓમાં તે કેમ સરી ગયું હશે, અહેવું કઠણ છે. એનો વિશેષ નિર્ણય કરવા માટે તો મૂળની અનેક પ્રાચીન, અર્વાચીન લિખિત પ્રતિઓ મેળવવી જોઈએ.
.WWW.jainelibrary.org
Page #173
--------------------------------------------------------------------------
________________
સન્મતિ પ્રકરણ
૧૫૬
એ ત્રણે વિભાગને વિષયાનુરૂપ નયમીમાંસા,જ્ઞાનમીમાંસા અને જ્ઞેયમીમાંસા એવાં જે નામ મુદ્રિત ભાગામાં આપેલાં છે, તે અમે જ સરલતા અને સ્પષ્ટતા ખાતર યેાજેલ છે.
કાંડ સંજ્ઞા અથવેદ, શતપથ બ્રાહ્મણ આદિ પ્રાચન વૈદિક ગ્રંથામાં અને રામાયણ જેવાં પ્રાચીન કાવ્યમાં પ્રસિદ્ધ છે જ. કાંડ શબ્દને પ્રયાગ અરણ્યવાસનું પરિણામ છે. પ્રાચીન જૈન વાડ્મયમાં પણ કાંયે કાંડ નામના પ્રયોગ દેખાતા નથી, જ્યાં સુધી અમે જાણીએ છીએ ત્યાં સુધી જૈન ગ્રંથામાં કાંડ નામને પ્રયાગ સૌથી પહેલાં સન્મતિમાં જ દેખાય છે. આ હેમચંદ્રે પોતાના કાશમાં કાંડ નામે વિભાગે કર્યાં છે, પણુ તે તેા પાછળની વાત છે અને તે બહુધા અમર, ત્રિકાંડ આદિ કાશગ્રંથેનું જ અનુકરણ છે. અલબત્ત કાંડનું પ્રાકૃત ૪ કે ડયં છે તેને કાંઈક નજીક અવા પ્રાકૃત શબ્દ ગડિકા છે જે દષ્ટિવાદનામક લુપ્ત મહાન આરમા જૈન અગના ભાગેા માટે વપરાયાની યાદી મળી આવે છે. ગંડિકાનું સંસ્કૃત "ડિકા કલ્પી શકાય અને કર્કાડકા શબ્દ ઉપનિષદોના અમુક મંત્રરૂપ ભાગ માટે વપરાયેલા દેખાય છે; એટલે દષ્ટિવાદના ખાસ ભાગે માટે પ્રસિદ્ ગડિકા શબ્દ એ કડિકાની પ્રતિકૃતિ છે, કાન નહુ એ ખુલ્લુ' છે.
'
આખા સન્મતિ ગ્રંથને સુત્ત કહેવામાં આવે છે. દરેક ગાથાને પણુ સુત્ત કહેલ છે. સુત્ત એ શબ્દ પ્રાકૃત અને પાલી ભાષામાં પ્રસિદ્ધ છે. જૈન દરેક આગમ અત્યારે એક અખંડ સુત્ત કહેવાય છે. જેમકેઆચારાંગ સુત્ત, સૂત્રકૃતાંગ સુત્ત ઇ॰; પરંતુ તેના વિશિષ્ટ નાના નાના ભાગામાં સુત્ત શબ્દની પ્રસિદ્ધિ તા ધણુા જૂના વખતથી ચાલી આવે છે. પાલી પિકમાંના કેાઈ એક આખા ગ્રંથ સુત્ત કહેવાતા નથી, ફક્ત તેનાં અમુક અમુક પ્રકરણા જ સુત્ત નામથી જાણીતાં છે, જેમ·– બ્રહ્માક્ષ સુત્ત, સિંહનાદસુત્ત ઇ. સુત્ત એ પ્રાકૃત અને પાલીપદનું સરકૃતરૂપ સૂત્ર અને સૂક્ત બન્ને થાય છે. જૈન કે કર† વાડ્મયમાં વપરાયેલ સુત્ત પદનું જ્યાં જ્યાં સ ંસ્કૃતરૂપ વ્યાખ્યાકા એ કર્યું છે,
Page #174
--------------------------------------------------------------------------
________________
૪. મૂળ અને ઢીકાથને પરિચય ૧૫૭ ત્યાં ત્યાં સર્વત્ર સૂત્ર એવું જ સંસ્કૃત રૂપ લીધેલું છે; ક્યાંય સૂવત એવું રૂપ લીધેલું નજરે નથી પડતું. પરંતુ સંસ્કૃતજવી વૈદિક વામયમાં સૂવર અને સૂત્ર એ બન્ને સંસ્કૃતરૂપે ઘણા લાંબા વખતથી વપરાતાં આવે છે. વેદ જેવા સર્વપ્રાચીન ગ્રંથમાં અમુક વિશિષ્ટ ભાગને મુક્ત કહેલ છે, જે મંડલને ભાગ હોય છે અને જેમાં અનેક ઋચાઓ આવેલી હોય છે. સૂત્ર શબ્દ તો ટૂંકાં કાં ગદ્ય વાક્યો માટે પાણિનીય આદિ વ્યાકરણ ગ્રંથમાં અને શ્રૌત, સ્માત તથા દર્શન આદિ સૂત્રમાં જ વપરાયેલ છે. જે કે જૈન અને બૌદ્ધ ગ્રંથોમાં જૂના વખતથી વપરાયેલ સુત્ત શબ્દ અત્યારે એ બન્ને સંપ્રદાયમાં સંસ્કૃત સૂત્રરૂપમાં જ અવતરે છે; છતાં જે અને જેવડાં પ્રકરણ માટે સુત્ત શબ્દ વપરાયેલો છે, તેની સાથે વેદના સૂક્ત નામથી ઓળખાતાં પ્રકરણોની તુલના કરીએ, તે એવી કલ્પના થાય છે કે પ્રાચીન સૂક્તનું જ સુત્ત એ પ્રાચીન રૂપ ન હોય ? અને પછીથી સૂત્રકાળમાં સૂત્ર શબ્દની બંધાયેલી પ્રતિષ્ઠાને લીધે જ સત્તનું સૂત્રરૂપમાં સંસ્કરણ થયું ન હોય ? અસ્તુ, ગમે તે હે. અહીં મુખ્ય પ્રસ્તુત એટલું જ છે કે સન્મતિ એ આખો ગ્રંથ જેમ સૂત્ર કહેવાય છે, તેમ તેની દરેક ગાથાને પણ સૂત્ર કહેલ છેએ પદ્ય છતાં અને પદ્યમાં સૂક્ત શબ્દને વૈદિક પ્રવેગ પ્રાચીન કાળમાં હોવા છતાં, જન પરંપરાએ એ સરણી સ્વીકારી નથી અને સંસ્કૃતમાં એકમાત્ર સૂત્ર શબ્દનો વાપર તેણે અપનાવ્યું છે.
જેમ “વ્યાકરણમહાભાષ્ય, “ન્યાયમંજરી” આદિ કેટલાક ટીકાગ્રંથમાં મૂળ કરતાં જુદો વિભાગ પાડવામાં આવ્યો છે, તેમ પ્રસ્તુત ટીકામાં કરવામાં આવ્યું નથી. આમાં તે ટીકાકારે મૂળના કાંડ વિભાગને અનુસરીને જ ત્રણ વિભાગ કરેલા છે. દરેક કાંડ પૂર્ણ થતાં ટીકાકાર પણ પ્રથf ઈન્ટ કરી પોતાની ટીકાનો વિભાગ સમાપ્ત કરે છે; તેથી વિભાગની બાબતમાં ટીકા કાંઈ વિશેષત્વ ધરાવતી નથી.
૨. આર્થિક સ્વરૂપ (મૂળ અને ટીકા અને ગ્રંથને મુખ્ય વિષય અનેકાંત હોવાથી અહીં આર્થિક સ્વરૂપને લગતા મુખ્ય બે જ મુદ્દા ચર્ચવા પ્રાપ્ત થાય
Page #175
--------------------------------------------------------------------------
________________
૧૫૮
સન્મતિ પ્રકરણ છે. પહેલે અનેકાંત, અને બીજે અનેકાંતના સંબંધી વિષય. અનેકાંતના મુદ્દાની ચર્ચામાં તેનું સ્વરૂપ, તેને ઐતિહાસિક વિકાસ, અને તેની દશનાંતરમાં મળી આવતા અનેકાંતવાદ સાથે સરખામણ એ ત્રણ બાબત ઉપર અનુક્રમે વિચાર કરીશું; અને અનેકાંતને સંબંધી વિષયો એ મુદ્દાના નિરૂપણમાં અનેકાંતમાંથી ફલિત થતા વાદો, અનેકાંતના આધારમાંથી ઉત્પન્ન થતી દર્શનજ્ઞાનમીમાંસા, અને અનેકાંત તથા એકાંતનાં ઉદાહરણો તેમજ તેની પૂર્ણતા અને વિકલતા એ ત્રણ બાબત ઉપર અનુક્રમે વિચાર કરીશું.
(૪) અનેકાંત કોઈ પણ વસ્તુને તેની અનેક (સંભવતી બધી) બાજુએથી
તપાસવી – જેવી અથવા તેમ જોવાની વૃત્તિ રાખી સ્વFT Oાથ તે પ્રયત્ન કરવો, એ જ અનેકાંતદષ્ટિ છે.
ભગવાન મહાવીરના પહેલાં ભારતીય વાક્યમાં અનેકાંતષ્ટિ ન
હતી, એમ તે ન જ કહી શકાય; પણ પ્રાચીન
જન આગમને તેમના પૂર્વવત અને સમસમયવતી विकास બીજા દર્શનિક સાહિત્ય સાથે સરખાવી જોતાં એ
તે સ્પષ્ટ જ લાગે છે કે, અનેકાંદષ્ટિનું સ્પષ્ટ અને વ્યવસ્થિત નિરૂપણ તે ભ૦ મહાવીરના ઉપદેશરૂપ મનાતાં જન આગમમાં જ છે. ઉપલબ્ધ જૈન અંગગ્રંથમાં અનેકાંતદૃષ્ટિની અને તેમાંથી ફલિત થતા બીજા વાદેની ચર્ચા છે ખરી; પણ તે ટૂંકી, બહુ જ ઓછી વિગતવાળી અને ઓછાં ઉદાહરણે વાળી છે. આગમ ઉપરના નિયુક્તિ, ભાષ્ય અને ચૂર્ણિરૂપ પ્રાકૃત સાહિત્યમાં એ ચર્ચા સહેજ લંબાયેલી નજરે પડે છે ખરી, છતાં તેમાં તશૈલી અને દાર્શનિક સંધર્ષણ બહુ જ ઓછાં છે. પરંતુ જૈન વાડ્મયમાં સંસ્કૃત ભાષાને અને તે દ્વારા તક શૈલી તેમજ દાર્શનિક સંઘર્ષણને પ્રવેશ થતાં જ એ અનેકાંતની ચર્ચા
Page #176
--------------------------------------------------------------------------
________________
૪. મૂળ અને ઢીકાચથને પરિચય ૧૫૯ વિસ્તરે છે, તેમાં હકીકતો ઉમેરાય છે અને તેના મૂળ કાઠા પ્રમાણે
અનેક સપ્રમાણ વિચાર૫રંપરાઓ તેમાં સ્થાન મેળવી એગ્ય રીતે ગોઠવાઈ જાય છે. આ સંસ્કૃતજનિત વિકાસનો પહેલે દાખલે વાવ ઉમાસ્વાતિના તત્ત્વાર્થાધિગમસૂત્રના ભાષ્યમાં૧૫૫ મળે છે. ત્યારબાદ ગુપ્તકાળ અને બૌદ્ધિવિદ્યાપીઠને લીધે પૂર્વ તેમજ ઉત્તર હિંદુસ્તાનમાં, તથા પૂર્વ અને ઉત્તર બૌદ્ધવાદીઓનાં સંધર્ષણને લીધે દક્ષિણ હિંદુસ્તાનમાં સંસ્કૃત વાડ્મયને અને તેમાંય ખાસ કરીને તર્કવિદ્યાને જે બળ મળ્યું, તેની અસર જન વાડ્મય ઉપર પણ ઝપાટાબંધ અને મોટા પ્રમાણમાં થઈ. એને લીધે જ આપણે સિદ્ધસેન અને સમંતભદ્ર, મલવાદી અને પૂજયપાદ, સિંહક્ષમાશ્રમણ અને હરિભદ્ર, અકલંક અને વિદ્યાનંદી, પ્રભાચંદ્ર અને અભયદેવ આદિ અનેક વિદ્વાનો દ્વારા રચાયેલા દશમા સૈકા સુધીના સંસ્કૃત જન વાડ્મયમાં ઉત્તરોતર વધારે ને વધારે વિકાસ પામતી અનેકાંતની ચર્ચા જોઈ શકીએ છીએ.
અંગથી માંડી ચૂણિ સુધીના શ્વેતાંબરીય સાહિત્યમાં અને પ્રવચનસાર આદિ પ્રાચીન દિગંબરીય સાહિત્યમાં અનેકાંત કે નયવાદની ચર્ચામાં જે ઔપનિષદ અધ્વંતતાવાળી વિચારધારાઓનો સમન્વય નથી દેખાતે. તે સમન્વય ૧૫૬સિદ્ધસેન અને સમંતભદ્રની ૧પસ્યાદ્વાદચર્ચામાં આછા આછો દેખાય છે. અને એ જ અદૈતમીમાંસાનો સમન્વય પાછો ૧૫૮ હરિભદ્ર ૧૫ અકલંક, ૧૬વિદ્યાનંદી તેમજ ૧૬૧ અભયદેવના નયવાદનિરૂપણમાં સ્પષ્ટ તેમ જ વિસ્તારપૂર્વક દેખાય છે. બ્રહ્માત,
૧૫૫. ૧, ૩૪-૩૫. ૫, ર૯ અને ૩૧. ૧૫૬. સમતિ કાંડ ૧ ગાત્ર ૨૭, ૫૧ અને કાંડ ૩ ગા૦ ૪૮. ૧૫૭. આપ્તમીમાંસા લો૦ ૨૪ થી. ૧૫૮. શાસ્ત્રવાર્તાસમુચ્ચય લો૫૪૩ થી. ૧૫૯. લધીયશ્વરી શ્લો૦ ૩ પૃ૦ પર. ૧૬૦. તત્ત્વાર્થ શ્લોકવાતિક ૧, ૩૩ નો બ્લોગ પ૩, પૃ. ર૭૧. ૧૬૧. સતિટીકા પૃ૦ ૨૭૧.
Page #177
--------------------------------------------------------------------------
________________
"
-૧૬
સમિતિ પ્રકરણ શબ્દાત, કવ્યાત વગેરે અદ્દે તેનાં જે નામે પ્રાકૃત જૈન વાડ્મયમાં નથી દેખાતાં, તે જ નામે વિસ્તૃત શાસ્ત્રાર્થ સાથે પાગ્લા સંસ્કૃત જેન વાલ્મમાં દેખાય છે અને એ બધા વાદે સંગ્રહનયના ઉદાહરણ તરીકે ગોક્વાઈ જાય છે. પ્રાકૃત જન વાડ્મયમાં ઋજુસૂત્રનયના ઉદાહરણ તરીકે સામાન્ય રીતે જે બૌદ્ધ દર્શનનું જ નામ હતું, તેને સ્થળે પાછલા સંસ્કૃત જન તર્ક ગ્રંથોમાં બૌદ્ધદર્શનની માધ્યમિક આદિ ચાર શાખાઓ આવે છે.૧૨ અને અભયદેવદેવ જેવા વિસ્તારચિ આચાર્યો એ સમન્વયને લંબાવી ઉક્ત ચારે શાખાઓને ઋજુસૂત્રનયથી માંડી એવંભૂત સુધીના ચારે તેમાં કઈને કઈ રીતે ગોઠવી દેવાને, પ્રયત્ન કરે છે. આ તો લગભગ દશમા સૈકા સુધીના અનેકાંતવાદના વિકાસની વાત થઈ, પણ ત્યારબાદના અઢારમા સૈકા સુધીના સાહિત્યમાંય એ વિકાસ થયેલે જોઈ શકાય છે. વાદિદેવસૂરિ, આ૦ હેમચંદ્ર અને છેલ્લે ઉપાધ્યાય યશોવિજયજીના સાહિત્યમાં અનેકાંતને લગતી જે ચર્ચાઓ મળે છે, તેમાં પાલ્લા સાહિત્યના વારસાગત સમન્વય ઉપરાંત બીજે પણ સમન્વય વધેલા દેખાય છે. દાર્શનિક ક્ષેત્રમાં જેમ જેમ નવી નવી વિચારધારાઓ ઉદય પામતી ગઈ, અગર તે વિશેષ અને વિશેષ વિકાસ પામતી ગઈ તેમ તેમ જૈન આચાર્યો અભ્યાસ કરીને એ વિચારધારાઓને પોતાના અનેકાંતનિરૂપણમાં એક અગર બીજી રીતે સમાવતા જ ગયા. દ્વૈતાદ્વૈત, દૈત, વિશિષ્ટાદ્વૈત, શુદ્ધાદ્વૈત, આદિની ઉત્તરમીમાંસાગત જે ચર્ચાઓ દક્ષિણ હિંદુસ્તાનમાં લગભગ દશમા સૈકા પછીથી વિકાસ પામેલી છે, તેમને કેવલાદ્વૈત પેઠે સ્યાદ્વાદના નિરૂપણુમાં સમાસ નથી દેખાતો; તેનું કારણ એ છે કે, એ મીમાંસાગત ચર્ચાઓને અભ્યાસ કરનાર પ્રબળ જૈન વિદ્વાને દક્ષિણ હિંદુસ્તાનમાં પાક્યા જ નહિ; અને પશ્ચિમ હિંદુસ્તાનમાં જે પ્રખર અભ્યાસી જૈન વિદ્વાનો થયા, તેમને એ દૈતાદ્વૈત આદિ મંતવ્યવાળા પ્રધાન થેરે અભ્યાસ કરવાની ખાસ તક જ ન મળી. જે શાંકરમતની પેઠે નિંબાક, મવ, રામાનુજ
૧૬૨. સન્મતિ ૧, ૫ ની ટીકા.
Page #178
--------------------------------------------------------------------------
________________
૪. મૂળ અને ટીકાથને પરિચય ૧૬૧ અને વલ્લભના મતને અભ્યાસ જૈન આચાર્યોએ કર્યો હોત, તે તેમના ગ્રંથમાં એ મતે નયવાદના નિરૂપણપ્રસંગે સ્થાન પામ્યા વિના કદી જ ન રહેત; એટલું જ નહિ પણ અનેકાંતવાદમાં રહેલી વિશાલ સમન્વયશક્તિ અને જૈન આચાર્યોએ મતમતાંતરેને નયવાદમાં ગોઠવવાની કરેલી પ્રવૃત્તિનો ઈતિહાસ જોતાં એમ કહેવું એ જરાય વધારે પડતું નથી કે, જે જૈન આચાર્યોએ પારસી, ઈસ્લામી, ખ્રિસ્તી ધમને અભ્યાસ કર્યો હત, તે તેમના નયવાદનિરૂપણમાં એ ધર્મોને સમન્વય પણ ક્યારનો ય થઈ ગયો હોત. હવે અહીં પ્રશ્ન એ છે કે, આ જણાવેલ અને કાંતના ઐતિહાસિક વિકાસમાં મૂળ સન્મતિતર્ક અને ટીકાનું સ્થાન શું છે ? પાંચમા સૈકાના મૂળ સન્મતિમાં૧૬૩ ન્યાય, વૈશેષિક, સાંખ્ય અને બૌદ્ધ દર્શનને જ સ્પષ્ટપણે સમન્વય છે, ત્યારે દશમા, અગિયારમા સૈકાની તેની ટીકામાં એ ચારે દર્શને ઉપરાંત પૂર્વમીમાંસા, ઉત્તરમીમાંસા, શબ્દાત અને માધ્યમિક આદિ ચારે જુદી જુદી શાખાઓનાં મંતવ્યોને વિસ્તારપૂર્વક સમન્વય થયેલ છે.
સરખામણું 1. અત્યારે સામાન્ય માન્યતા એવી પ્રવર્તે છે કે, અનેકાંતદષ્ટિ એ જેનદર્શનનું જ એક તત્ત્વ છે અને તે માત્ર જૈન સાહિત્યમાં જ ખેડાયેલ છે. આ માન્યતા કેટલી નિરાધાર છે એ જણાવવા જનેતર દર્શનમાં મળી આવતા અનેકાંતગામિવાદ સાથે જેન અનેકાંતવાદની સરખામણી કરવી આવશ્યક છે. જો કે સામાન્ય રીતે કેઈ પણ જેનેતર દર્શનમાં એક અથવા બીજી રીતે અનેકાંદષ્ટિ સાથે બરાબર બંધ બેસે એવા વિચારો મળી જ આવે છે, અને જેના અનેકાંતવાદના વિકાસની અસરને લીધે નિંબાકી, રામાનુજ અને વલ્લભનાં દર્શનમાં તેવા વિચારે વિશેષતઃ મળી આવે છે; છતાં અહીં તો બૌદ્ધ, સાંખ્ય યોગ, અને પૂર્વમીમાંસકદર્શન સાથે જ કંઈક સરખામણી કરવા ધારી છે.
૩ ગાથા ૪૮ થી ૫૧.
૧૬૩. કા સ–૧૧
Page #179
--------------------------------------------------------------------------
________________
૧૬૨
સન્મતિ પ્રકરણ જૈનદર્શનમાં અનેકાંતદષ્ટિ શબ્દ છે અને બૌદ્ધ દર્શનમાં મધ્યમ પ્રતિપદા-મધ્યમમાર્ગ શબ્દ છે. વસ્તુની કોઈ પણ એક બાજુ તરફ ન ઢળતાં તેની અનેક બાજુ તરફ નજર રાખવી, એ અનેકાંતદષ્ટિ શબ્દને સીધો અર્થ છે. એ બંને શબ્દના સીધા અર્થમાં જે સામ્ય છે, તે કરતાં વધારે સામે તો તેમની પાછળ રહેલી ભાવનામાં છે. અનેકાંતદષ્ટિ અને મધ્યમમાગ એ બન્ને વાદો એક જ ભાવનાનાં ફલ છે અને તે ભાવના એટલે સત્યનિરૂપણની ભાવના. સાત્વિક બુદ્ધિનું વલણ તત્વગામી હોઈ તે હંમેશાં યથાર્થતાની દિશા જ પકડે છે, એટલે મહાવીર કે બુદ્ધની સાત્વિક બુદ્ધિમાંથી જન્મેલી સામ્યભાવનાને પરિણામે આ બન્ને સમાનાર્થક વાદો જમ્યા હોય એ સ્વાભાવિક જ છે. આટલું સામ્ય છતાં એ બંને વાદેનાં વિચારક્ષેત્રો જુદાં જુદાં છે એ આપણે જૈન સાહિત્ય અને બૌદ્ધ સાહિત્યમાં આવેલી એ વાદને લગતી ચર્ચાથી જાણી શકીએ છીએ. જન આગમોમાં અનેકાંતદષ્ટિનું વિચારક્ષેત્ર પ્રમેયતત્ત્વ છે, એટલે તે પ્રધાનપણે પ્રમેયના સ્વરૂપને જ વિચાર કરે છે અને તેનું ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્યાત્મક અથવા શાશ્વત-અશાશ્વત સ્વરૂપ નક્કી કરે છે; ત્યારે બૌદ્ધ પિટકમાં મધ્યમ પ્રતિપદાનું વિચારક્ષેત્ર પ્રધાનપણે જીવનવ્યવહાર છે; તેથી જ તે જીવનવ્યવહારને લગતા સંકલ્પ, વાચા, આજીવ આદિ નિયમોનું સ્વરૂપ વિચારે છે અને ઘડે છે. એ ખરું છે કે, કાળક્રમે વિકાસ થતાં અનેકાંતદષ્ટિના વિચારક્ષેત્રમાં તત્ત્વજ્ઞાન ઉપરાંત આચાર પણ દાખલ થયું છે, છતાં તેને મુખ્ય ઝુકાવ તે હંમેશાં તત્ત્વજ્ઞાન તરફ જ રહ્યો છે. એ વાત અનેકાંતદષ્ટિનાં અને તેમાંથી ફલિત થતા નય, સપ્તભંગી આદિ વાદોનાં ઉદાહરણો જેનાર માટે દીવા જેવી છે. ત્યારે મધ્યમ માર્ગની બાબતમાં એથી ઊલટું છે. આચાર એટલે જીવનવ્યવહાર ઉપરાંત તત્ત્વજ્ઞાનના પ્રદેશમાં લાગુ પડવાની શક્તિ ધરાવતો મધ્યમપ્રતિપદામાર્ગ ઠેઠ સુધી આચારપ્રદેશમાં જ ખેડાયેલ રહ્યો છે અને તેને તત્ત્વજ્ઞાન પરત્વે કશે ય ઉપગ થયાનું પ્રમાણુ બૌદ્ધ સાહિત્યમાં જણાતું નથી.
Page #180
--------------------------------------------------------------------------
________________
૪. મૂળ અને ટીકાથને પરિચય
૧૬૩ સાંખ્ય, યોગ અને પૂર્વમીમાંસક દર્શનના સાહિત્યમાં અનેકાંતદૃષ્ટિસૂચક કઈ ખાસ શબ્દ નથી, છતાં તેમાં અનેકાંતદષ્ટિગામી વિચારે બહુ છે અને તે સુસ્પષ્ટ છે. સાંખ્યોગને પરિણામવાદ અને પૂર્વમીમાંસકને ઉપાદ – ભંગ – સ્થિતિવાદ૧૪ કે જેઓ ૧૫ઉપનિષદની ક્ષરાક્ષરભાવનામાંથી ઉદય પામ્યા છે, તે બન્ને જન અનેકાંતદષ્ટિ કરતાં જરાયે જુદા પડતા નથી. અલબત્ત એમના વિષયપ્રદેશમાં અને ખેડાણમાં અંતર છે. તે અંતર એ છે કે, સાંખ્યયુગનો પરિણામવાદ ચેતન – જીવતત્ત્વને સ્પર્શ ન કરતાં માત્ર અચેતન – પ્રકૃતિને જ સ્પર્શ પ્રવર્તે છે, તેમજ પૂર્વમીમાંસકો ઉત્પાદ – ભંગ – સ્થિતિવાદ ચેતનને સ્પર્શ કરતો હોય તેમ જણાતું નથી, ત્યારે જન અનેકાંતવાદ ચેતન, અચેતન બધાં જ તને સ્પર્શીને પ્રવર્તે છે. ખેડાણુની બાબતમાં તે ભારે મોટો તફાવત છે. સાંખ્ય, યોગ કે પૂર્વમીમાંસક દર્શનના સાહિત્યમાં પ્રમેયની ચર્ચા પ્રસંગે પરિણામવાદ કે ઉત્પાદ– ભંગ – સ્થિતિવાદનું નિરૂપણ આવે છે તે ઉપરાંત એ વાદ વિષે વધારે સમજૂતી આપનારા કેઈ નાના કે મોટા સ્વતંત્ર ગ્રંથે નથી; ત્યારે જેને દર્શનના સાહિત્યમાં તેથી ઊલટું છે. એમાં તે અનેકાંતદષ્ટિનું સ્થાપન કરવા, તેના ઉપરના આક્ષેપ દૂર કરવા, તેની બારીકીઓ અને વિશેષ તાઓ સમાવવા તેમજ તેમાંથી ફલિત થતા બીજા વાદોને ચર્ચા સેંકડો નાના મોટા ગ્રંથે અને પ્રકરણે લખાયેલાં છે. એ ખેડાણુની સ્વાભાવિક અસર બીજ જનેતર દર્શને ઉપર અતિ સ્પષ્ટપણે થયેલી છે. આની ખાતરી શ્રીભાષ્ય, અણુભાષ્ય આદિ વૈદિક ગ્રંથ જેવાથી થઈ શકશે.
(a) સબંધી વિષય મૂળ અને ટીકાના મુખ્ય વિષય અનેકાંતને લગતી ત્રણ બાબતોને પાછળ વિચાર કર્યો. એ જ મુખ્ય વિષયના સમર્થન માટે ગ્રંથકારે
૧૬૪. જુઓ મીમાંસાશ્લોકવાર્તિક પૂ. ૬૧૯, ૧૬૫. શ્વેતાશ્વતર ઉ૦ ૧૮. ભગવદ્ગીતા અ૦ ૮ શ્લોક ૪, ૧૫, ૧૬.
Page #181
--------------------------------------------------------------------------
________________
સન્મતિ પ્રકરણ
૧૬૪
ગ્રંથના ત્રણે કાંડામાં જે તેના સમધી વિષયેનું નિરૂપણ કર્યું છે, તે કાંડવાર મૂળ અને ટીકામાંથી અનુક્રમે અહીં દર્શાવવું પ્રાપ્ત થાય છે. ફલિત વાદા
(પ્રથમ કાંડમાં પ્ર'થકારે અનેકાંતવાદમાંથી ફલિત થતા બે વાદાની મુખ્ય ચર્ચા કરી છે. એમાં પહેલા નયવાદ છે, અને બીજો સપ્તભંગીવાદ છે. અનેકાંતદષ્ટિની આધારભૂત જે બે દૃષ્ટિને આગમેામાં વારંવાર ઉલ્લેખ આવે છે, તે સામાન્યગ્રાહી –– દ્રવ્યાસ્તિક અને વિશેષગ્રાહી – પર્યાયાસ્તિક દૃષ્ટિનું પૃથક્કરણ કરી તેમાં ગ્રંથકારે ૧૬૬નયાની વહેંચણી કરી છે. પોતાના સમય સુધીનાં તત્ત્વદર્શનેને સમન્વય કરવાની ભાવનામાંથી ભ॰ મહાવીરે અનેકાંતદષ્ટિની સ્થાપના કરી હતી; તેથી તે સમયમાં પ્રસિદ્ધ દનાને તેમના વિચારની સ્થૂલતા સૂક્ષ્મતાને ક્રમે સાંત ભાગમાં ગોડવી અનેકાંતદષ્ટિના અંગ તરીકે સ્થાન આપવામાં આવ્યું હતું, જે. સાત ભાગા જૈન આગમમાં સાત નયના નામથી પ્રસિદ્ધ છે. દૃષ્ટિનું પૃથક્કરણુ અને તેમાં નયની વહેંચણી કરવામાં સિદ્ધસેનની એ વિશેષતાએ છે. એક તો એ કે આગમપ્રસિદ્ધ સાત નયેને છ જ નયામાં સ}લવા; અને ખીજી વિશેષતા એ કે પ્રાચીન પરંપરા પ્રમાણે દ્રવ્યાસ્તિકદષ્ટિની સીમા ઋજીસૂત્રનય સુધી હતી તેને બદલે વ્યવહારનય સુધી જ આંધવી. આ છે વિશેષતાઓને લીધે સન્મતિ પ્રમાણે સિદ્ધસેનનું મંતવ્ય એમ ફલિત થાય છે કે, નૈગમ એ કાઈ જુદા સ્વતંત્ર નય નથી; પણ સંગ્રહથી એવ’ભૂત સુધીના છ જ નો સ્વતંત્ર છે અને દ્રવ્યાસ્તિકદષ્ટિની મર્યાદા વ્યવહારનય સુધી જ છે, ઋજ્જુસૂત્રથી માંડી અધા જ નયેા પર્યાયાસ્તિકનયની મર્યાદામાં આવે છે. સિદ્ધસેન પહેલાં ષગ્નેયવાદ કાઈ ના હતા એમ અદ્યાપિ જાણવામાં આવ્યું નથી; કદાચ એને જ લીધે સિદ્ધસેન ષડ્વયવાદી કહેવાયા હોય. સિદ્ધસેને વ્યવહારનય સુધી જ બાંધેલી દ્રવ્યાસ્તિકદષ્ટિની મર્યાદા તેના પછીના સાહિત્યમાં બહુ જ પ્રતિષ્ઠિત થયેલી છે; કારણુ કે સિદ્ધસેનના વિરાધી મનાતા જિનભદ્ર
૧૬૬, સન્મતિ કા૦ ૧, ગાથા ૪–૫.
Page #182
--------------------------------------------------------------------------
________________
૪. મૂળ અને ઢીકાચથને પરિચય ક્ષમાશ્રમણ જેવાએ પણ પિતાના ભાષ્યમાં પ્રાચીન મર્યાદા ઉપરાંત એ મર્યાદાને પણ સ્વીકાર કરે છે, અને દિગંબરીય સાહિત્યમાં તે એક સિદ્ધસેને બાંધેલી મર્યાદાને જ સ્વીકાર દેખાય છે; અને તે પણ સિદ્ધસેનના પૂર્વવત દિગંબરીય આચાર્યોના ગ્રંથમાં નહિ, પણ સિદ્ધસેન પછી થયેલા તેમજ ખાતરીથી સિદ્ધસેનના ગ્રંથને જેનાર ૧૨૭વિદ્યાનંદી અને ૧૬૮માણિજ્યચંદ્રના ગ્રંથમાં જ તે સિદ્ધસેનીય મર્યાદા દેખાય છે. નયવાદની ચર્ચામાં સિદ્ધસેને મુખ્ય ચાર વાત જણાવી છે – (૧) મૂળ બે દૃષ્ટિઓને સંબંધ, (૨) વસ્તુના લક્ષણનું બે દષ્ટિએ વડે પૃથક્કરણ અને બે દૃષ્ટિએમાં જ તે લક્ષણુની પૂર્ણતા, (૩) કંઈ પણ એક જ દૃષ્ટિના સ્વીકારમાં બંધમોક્ષની અનુપત્તિ અને (૪) છૂટા મણિ અને તેમના હારના દષ્ટાંત દ્વારા છૂટા તેમજ સમ્મિલિત નાની કિંમતની આંકણી. ત્યારબાદ સિદ્ધસેને સપ્તભંગીવાદ ચચી તેને પણ મૂળ બે દૃષ્ટિઓમાં જે છે; વિશેષમાં તેમણે ઉપલબ્ધ પ્રથમના સાહિત્યમાં નહિ દેખાતી એવી વ્યંજન અને અર્થપર્યાયની સ્પષ્ટ ચર્ચા કરી તેમાં સપ્તભંગી ઉતારી છે; છેવટે તેમણે જૈનદર્શન પ્રમાણે કાંઈ બાહ્ય કે અત્યંતર જેવું સ્વતંત્ર તત્ત્વ છે કે નહિ એ જણાવી અનેકાંતદષ્ટિવાળા સંભાષણની વાસ્તવિકતા સ્વીકારવા છતાં અધિકારી જોઈ એક એક નયવાદની સાર્થકતા પણ જણાવી છે. - મૂળકારે પહેલા નયકાંડમાં વર્ણવેલી બધી જ વસ્તુઓનું
સ્પષ્ટીકરણ તે ટીકાકારે કર્યું જ છે; પરંતુ તે ઉપરાંત તેમણે પિતાના સમય સુધીના દાર્શનિક ક્ષેત્રમાં બળપૂર્વક ચર્ચાતા અને જૈનદર્શનના પ્રામાયને આડે આવતા અગર તે તેનાં ફલિત થયેલાં મંતવ્યોને બાધક થતા અનેક દાર્શનિક વાદોને કેટલીક ગાથાઓની વ્યાખ્યા કરતાં, કેઈ પણ રીતે ગાથાના મૂળ શબ્દ સાથે સંબંધ જોડીને અગર તે બીજી રીતે સંબંધ બાંધીને દાખલ કર્યા છે. એ જ રીતે
૧૬૭. જુઓ “તત્વાર્થચ્છુકવાર્તિક', નચચર્ચા. - ૧૬૮. જુઓ “પરીક્ષામુખ”.
Page #183
--------------------------------------------------------------------------
________________
સનમતિ પ્રકરણ આગળના કાંડની ટીકામાં પણ એમણે કર્યું છે. ક્યાંક ક્યાંક તો એમણે પિતાના શ્વેતાંબરીયત્વઅભિનિવેશને વશ થઈ દિગંબર સંપ્રદાય સાથેની મતભેદવાળી આચાર પરત્વેની બાબતોના પણ લાંબા લાંબા વાદો ગઠવ્યા છે. જેનદર્શનનું પ્રામાણ્ય, પુરુષપ્રણીત અને તે પણ સર્વજ્ઞપુરુષપ્રણત આગમને માનવા ઉપર અવલંબેલું છે. આ પ્રામાણ્યને મીમાંસકને મુખ્ય ચાર વાદો આડે આવે છે: અપરુષેયવાદ, તેમાંથી ફલિત થતો સ્વત:પ્રામાણ્યવાદ અને શબ્દનિત્યત્વવાદ, તેમ જ સર્વજ્ઞત્વના અસંભવને વાદ. આ ચાર વાદોનું નિરસન કરી, ટીકાકારે જનદર્શનનું પ્રામાણ્ય સિદ્ધ કરવા બહુ જ લાંબી અને બહુશ્રુતત્વવાળી શાંતિરક્ષિતને “તત્ત્વસંગ્રહને અનુસરતી જ ચર્ચા કરી છે. જેનદર્શન જગતને ભ્રષ્ટા તરીકે કોઈ વ્યક્તિવિશેષને નથી સ્વીકારતું, વળી તે આત્માને દેહપ્રમાણ માને છે અને મુક્ત અવસ્થામાં સુખાનુભવ પણ સ્વીકારે છે; તેથી આ મંતવ્યને બાધક થતા નિયાયિકવૈશેષિકના ઈશ્વરકર્તવવાદ, આત્મવ્યાપકતાવાદ, અને મુક્ત અવસ્થામાં સુખાભાવવાદનું સવિસ્તર નિરસન કરી, છેવટે જૈન મંતવ્ય દર્શાવ્યું છે. પહેલી ગાથાની ટીકામાં મુખ્યપણે ગોઠવેલા ઉક્ત વાદોમાં વચ્ચે પ્રસંગ લઈ ટીકાકારે બીજા પણ જૈનદર્શનના વિરોધી વાદનું ખંડન કરી, તે તે બાબતમાં જનદર્શન શું માને છે એ સ્પષ્ટ કર્યું છે. બીજી ગાથાની ટીકામાં તેમણે મુખ્યપણે શબ્દ, અર્થ અને તે બેના સંબંધની મીમાંસા અતિ વિસ્તારથી કરી છે; આમ કરતાં તેમણે શબ્દ, તેના અર્થ અને તેના સંબંધના સ્વરૂપ વિષે જેટજેટલા મતમતાંતરો પ્રચલિત હતા, અને જે પિતાની જાણમાં આવ્યા, તે બધાને પરસ્પર નિરાસ કરી છેવટે એ બાબતમાં જૈનદર્શનને શું માન્ય છે એ દર્શાવ્યું છે. ત્રીજી ગાથાની ટીકામાં તેમણે શુદ્ધ કવ્યાસ્તિકનયરૂપે બ્રહ્માદ્વૈતવાદ, તથા અશુદ્ધ દ્રવ્યાસ્તિકનયરૂપે સાંખ્યસંમત પ્રકૃતિપુરષદૈતવાદ ચચી, પર્યાયાસ્તિક નય દ્વારા એ બન્ને વાદોનું નિરસન કરી, છેવટે દ્રવ્યાસ્તિક પર્યાયાસ્તિક ઉભયનું પ્રામાણ્ય સ્થાપ્યું છે. પાંચમી ગાથાની વ્યાખ્યામાં તેમણે પર્યાયાસ્તિકના ભેદ તરીકે ઋજુસૂત્ર આદિ ચાર નાનું નિરૂપણ
Page #184
--------------------------------------------------------------------------
________________
૧૬૭
૪. મૂળ અને ટીકાથને પરિચય કરતાં બૌદ્ધસંમત ક્ષણભંગવાદ, વિજ્ઞતિમાત્રવાદ અને શુન્યવાદને બહુ જ ઊંડાણુ તેમજ વિસ્તારથી ચર્ચા છે; અને બૌદ્ધદર્શનની સૌત્રાંતિક,
ગાચાર, વૈભાષિક અને માધ્યમિક એ ચારે મહાયાન શાખાઓનાં મંતવ્યનું સવિસ્તર વર્ણન કર્યું છે. છઠ્ઠી ગાથાની વ્યાખ્યામાં તેમણે મૂળ બે નેમાં ચાર નિક્ષેપની વહેચણીને પ્રસંગે ભતૃહરિસંમત શબ્દબ્રહ્મવાદ અને બૌદ્ધસંમત ક્ષણભંગવાદ આદિની વિસ્તૃત ચર્ચા કરી છે; અને વચ્ચે વચ્ચે બીજા પણ દર્શનાંતરીય નાના મોટા વાદો ચર્ચા, છેવટે એ દરેક બાબતમાં જનદશન શું સ્વીકારે છે એ જ સ્થાપિત કર્યું છે. સત્તાવીશમી ગાથાની વ્યાખ્યામાં તેમણે સાંખ્ય, વૈશેષિક અને બૌદ્ધ આદિ સંમત સત્કાર્ય, અસતકાર્ય આદિ વાદેનું નિરસન કરી તસ્વાદ્વૈત, દ્રવ્યાÁત, પ્રધાનાદ્વૈત, શબ્દાદ્વૈત અને બ્રહ્માદ્વૈત આદિ વાદનું નિરસન કર્યું છે, અને એ ઉપરથી સૂચવ્યું છે કે જેનદર્શન એ દરેક બાબતમાં શું મત ધરાવે છે. બત્રીશમી ગાથાની વ્યાખ્યામાં તેમણે વ્યંજનપર્યાયની ચર્ચા પ્રસંગે વાચક-શબ્દ અને તેના વાચ્ચ–અર્થ તથા વાચ્યવાચક સંબંધના સ્વરૂપની મીમાંસા કરી છે, તેમાં તેમણે વૈયાકરણને સ્ફોટવાદ, વૈશેષિકેન અનિત્યવર્ણવાચકવવાદ, મીમાંસકોનો નિત્યવર્ણવાચકવવાદ તથા સંબંધનિત્યત્વવાદ ચર્ચા અંતે અનેકાંતદષ્ટિએ જૈનદર્શનસંમત તે બધાનું સ્વરૂપ દર્શાવ્યું છે. છત્રીસમી ગાથાની વ્યાખ્યામાં તેમણે સપ્તભંગીનું ફેટન કરતાં તેના સમર્થન માટે બહુ ઝીણવટથી અકલંક જેવાએ ચર્ચેલી વિવિધ અપેક્ષાઓને વિસ્તારી વર્ણવી છે. આ આઠ ગાથાઓ સિવાયની બીજી ગાથાઓની વ્યાખ્યા બહુધા મૂળ ગ્રંથને સ્ફટ કરનારી ટૂંકી જ છે; અને જ્યાં સહેજ લાંબી છે ત્યાં પણ મુખ્યપણે જનઆગમનાં મંતવ્ય ચલાં હોઈ, તેમાં કઈ દશનાંતરવાદ દાખલ કરેલ નથી.
દશનજ્ઞાનમીમાંસા અનેકાંત એ મૃતપ્રમાણ છે; તે દ્રવ્યાર્થિક પર્યાયાર્થિક એ બે દષ્ટિએ ઉપર અવલંબિત છે. એ બન્ને દૃષ્ટિએ અનુક્રમે સામાન્ય બેધ અને
Page #185
--------------------------------------------------------------------------
________________
સન્મતિ પ્રકરણ વિશેષ બેધને લીધે પ્રવર્તે છે. આ બંને પ્રકારના બે જનશાસ્ત્રમાં અનુક્રમે દર્શન અને જ્ઞાનના નામથી ઓળખાય છે. અનેકાંતના સ્વરૂપનું વર્ણન કરતાં સિદ્ધસેને બીજા કાંડમાં અનેકાંતની અંગભૂત દર્શનજ્ઞાનમીમાંસા હાથ ધરી છે. એ આખાય કાંડમાં તેઓ એ જ મીમાંસા કરે છે. આ મીમાંસામાં પણ સિદ્ધસેને પિતાનું વિશિષ્ટ અદ્ભુત રીતે દાખવ્યું છે. દર્શન અને જ્ઞાન બન્નેની ઉત્પત્તિ ક્રમથી થાય એ મત પ્રથમથી જ આગમપરંપરામાં પ્રસિદ્ધ હત; એ બન્નેની ઉત્પત્તિ સાથે જ થાય છે એ મત પણ પ્રથમથી ચાલ્યો આવતો. આ બને તેની સામે સિદ્ધસેને પિતાને દર્શનજ્ઞાનને અભેદવાદ મૂકયો. એ વાદની સ્થાપના એમણે પ્રસ્તુત બીજા કાંડમાં કરી છે; એ સ્થાપના તર્કબળ ઉપર અવલંબિત છે, છતાં લોકોમાં શાસ્ત્રાધાર બતાવવાની જામેલી પ્રતિષ્ઠાના બળે સિદ્ધસેનને પિતાને વાદ શાસ્ત્રવાક્યોમાંથી સિદ્ધ કરવાની ફરજ પાડી છે, તેથી જ તેઓ પિતાના વાદનું સમર્થન કરતાં પૂર્વાપર શાસ્ત્રવિરોધ ન આવે તે માટે પારિભાષિક શબ્દોની વ્યાખ્યા પિતાની - ઢબે નવેસર કરે છે અને દર્શનશાનને ક્રમવાદ તેમ જ સહવાદનું બહુ
જ માર્મિક રીતે ખંડન કરે છે. દર્શનજ્ઞાનનો અભેદવાદ જ પ્રસ્તુત કાંડને મુખ્ય વિષય છે; છતાં તેમાં સિદ્ધસેને પ્રસંગે શ્રદ્ધા અને જ્ઞાનના અકયવિષયક પિતાને મત પણ જણાવી દીધો છે. દર્શન અને જ્ઞાન તેમજ શ્રદ્ધા અને જ્ઞાનનો અભેદ એ જ પ્રસ્તુત કાંડગત સિદ્ધસેનની મીમાંસાની વિશેષતા છે. જો કે ચૂર્ણિને આધારે નંદીસૂત્રની ટીકા કરનાર યાકિનીસૂ નું હરિભદ્ર, નવાંગીવૃત્તિકાર અભયદેવ અને તેમના અનુગામી મલયગિરિ દર્શનજ્ઞાનવિષયક સહવાદ સિદ્ધસેન અને અભેદવાદ વૃદ્ધાચાર્યને વર્ણવે છે; છતાં સન્મતિના ટીકાકાર અભયદેવ તે સિદ્ધસેનને જ અમેદવાદના પુરસ્કર્તા તરીકે જણાવે છે. આ બાબતમાં હરિભદ્ર અને મલયગિરિ કરતાં અભયદેવનું જ કથન વધારે વાજબી માનવાનાં ત્રણ કારણે છે:-(૧) ક્રમવાદ અને સહવાદના નિરસન પછી છેવટ સુધી અમેદવાદનું સમર્થન, (૨) અભયદેવ સન્મતિના ટીકાકાર હોઈ તેમને
Page #186
--------------------------------------------------------------------------
________________
૧૬૯
૪. મૂળ અને ઢીકાચથને પરિચય મળેલ તેની પ્રાચીન ટીકાઓના વારસાને લીધે અને તેમણે કરેલ તેના ઊંડા અભ્યાસને લીધે તેમનામાં જ હરિભક કરતાં વિશેષ- યથાર્થતાને સંભવ અને (૩) અભેદવારને પુરસ્કર્તા તરીકે સિદ્ધસેનની જ જનપરંપરામાં પ્રસિદ્ધિ અને યશોવિજયજી જેવાનું તે બાબતમાં અકમય. સિદ્ધસેન અમેદવાદના પ્રસ્થાપક છે ખરા; તેમણે તે જ માટે સન્મતિનું બીજું કડ રહ્યું છે એ પણ ખરું; છતાં જિનભગણિ ક્ષમાશમણ જેવાએ પિતાના ભાષ્યમાં અને વિશેષણવતી ગ્રંથમાં અભેદવાદનું ખંડન કરતાં તેમજ આગમસિદ્ધ ક્રમવાદને સ્થાપિત કરતાં અમેદવાદીઓની જે જે દલીલે ટાંકી છે, અને તેમના જે જે મતભેદ વર્ણવ્યા છે, એ બધાનો સળંગ વિચાર કરતાં એમ તો લાગે જ છે કે, સિદ્ધસેનના પૂર્વવતી નહિ તે છેવટે સમસમયવર્ત અને ઉત્તરવતી કેટલાક આચાર્યો અભેદવાદની તરફદારી કરનારા પણ થયેલા હોવા જોઈએ; અને સન્મતિના બીજા કાંડ ઉપરાંત અમેદવાદનું સમર્થન કરનારાં બીજો પ્રકરણે કે ટીકાઓ સિદ્ધસેનનાં અગર બીજા કેઈ આચાર્યોનાં હેવાં જોઈએ. ગમે તેમ છે, પણ અત્યારે આપણી સામે તો સિદ્ધસેનના એ વિશિષ્ટ વાદને દર્શાવનાર પ્રસ્તુત બીજું કાંડ જ છે. ' - બીજા કાંડની વ્યાખ્યામાં ટીકાકારે પહેલી અને પંદરમી સિવાય બાકીની બધી જ ગાથાઓની સ્પષ્ટીકરણું પૂરતી ટૂંકી વ્યાખ્યા લખી છે. તેમાં કોઈ ખાસ વાદો દાખલ કર્યા નથી. પંદરમી ગાથાની વ્યાખ્યામાં પ્રસંગ ઊભું કરી તેમણે દિગંબરપરંપરા સાથે શ્વેતાંબરપરંપરાના મતભેદવાળા કેવળિકલાહારવિષયક એક જ વાદની ચર્ચા કરી છે, પરંતુ પહેલી ગાથાની વ્યાખ્યામાં તો તેમણે વાદસંગ્રહની બાબતમાં હદ જ કરી છે. પ્રમાણુના સામાન્ય સ્વરૂપ વિષે, તેના ભેદ વિષે અને તેની સંખ્યા વિષે જેન તર્કશાસ્ત્રી જે જે મંતવ્ય ધરાવે છે, તે બધાં જ મંતવ્યોને સવિશેષ સ્થાપવા માટે ટીકાકારે સમકાલીન જૈનેતર બધાં જ દર્શનના તે તે બાબતના બધા જ વાદે અતિ વિસ્તાર અને વિશિષ્ટ ગોઠવણપૂર્વક ચર્ચા છે; અને એ રીતે એ વ્યાખ્યામાં આખું
Page #187
--------------------------------------------------------------------------
________________
સન્મતિ પ્રકરણ ભારતીય પ્રમાણુશાસ્ત્ર ઉપસ્થિત કર્યું છે. પ્રસ્તુત બીજા કાંડમાં મૂળકારની વિશેષતા જે અભેદવાદની સ્થાપનાની માનવામાં આવે, તો ટીકાકારની વિશેષતા આ પ્રમાણુવાદસંગ્રહમાં માનવી જોઈએ.
અનેકાંતની ખૂબી અને એકાંતની ખામી અનેકાંતદષ્ટિએ ગેયતત્ત્વ કેવું હોવું જોઈએ એની ચર્ચા પ્રધાનપણે ત્રીજા કાંડમાં છે, પરંતુ સાથે સાથે અનેકાંતવાદનું ઉપપાદન કરી શકાય એવા બીજા પણ અનેક વિષયો એમાં લીધેલા છે. જેમ ગૌતમે પિતાના ન્યાયસૂત્ર ૪-૧-૧૪ માં અભાવકારણુવાદ, ઇશ્વરકારણુવાદ, આકસ્મિકવવાદ આદિ આઠ વાદે મૂકી છેવટે પિતાનું મંતવ્ય પ્રકટ કર્યું છે; વળી જેમ સમંતભદ્ર આપ્તમીમાંસામાં સપ્તભંગીના નિરૂપણને પ્રસંગ લઈ તેમાં સત અસત, અદ્વૈત દૈત, એકત્વ પૃથફત્વ, નિત્યત્વ અનિત્યત્વ, દૈવ પુરુષાર્થ આદિ અનેક વાદ લઈ છેવટે તેમાં અનેકાંતદૃષ્ટિએ પોતાનું મંતવ્ય સ્થાપ્યું છે, તેમ સિદ્ધસેને પણ સામાન્ય અને વિશેષવાદ, અસ્તિત્વ અને નાસ્તિત્વવાદ, આત્મારૂપવાદ, દ્રવ્ય અને ગુણનો ભેદભેદવાદ, તક અને આગમવાદ, કાય અને કારણને ભેદભેદવાદ, કાળ આદિ પાંચ કારણુવાદ, આત્માના વિષયમાં નાસ્તિત્વ આદિ છે અને અસ્તિત્વ આદિ છ વાદે વગેરે અનેક વિયેનું સૂક્ષ્મ, વિસ્તૃત તથા સ્પષ્ટ નિરૂપણ કરતાં એકાંત અને અનેકાંતનાં ઉદાહરણો આપી તેના દેષગુણો બતાવ્યા છે. તથા એકાંતવાદીની વિજેયતા અને અનેકાંતવાદીની અજેયતા તેમણે સૂચવી છે. તેમણે ઉક્ત વાદ ઉપરાંત અનેકાંતને બહાને જ કેટલીક સાંપ્રદાયિક પરિસ્થિતિનું નિરૂપણ કરવાનો પણ પ્રસ્તુત કાંડમાં બળવાન પ્રયત્ન કર્યો છે. એકદેશીય સૂત્રાભ્યાસથી કે અર્થત્ય સૂત્રમાત્રના પાઠથી કે બહુશ્રુતત્વ અને પરિવારના અભિમાનથી આગમા થઈ શકાતું નથી, એ તેમણે બહુ જ ભારપૂર્વક જણાવ્યું છે, અને તાત્વિક પ્રરૂપણ કેવી રીતે કરી શકાય એ પણ બતાવ્યું છે. સ્વ–પર દર્શનના અભ્યાસ વિનાને ક્રિયાકલાપ વ્યર્થપ્રાય છે અને જ્ઞાન તેમજ ક્રિયા બને મળીને જ કાર્યસાધક બને છે ઈત્યાદિ બાબતે જણાવી
Page #188
--------------------------------------------------------------------------
________________
૪. મૂળ અને ઢીકાથને પરિચય ૧૭૧ છેવટે તેમણે અનેકાંતરૂપ જિનવચનની કલ્યાણકામના કરી ગ્રંથ પૂર્ણ કર્યો છે.
ત્રીજા કાંડમાં સિદ્ધસેનની પ્રતિભા અનેક રીતે ચમકતી દેખાય છે. કારણ કે એમાં એમણે જે પર્યાયાર્થિકની પેઠે ગુણાર્થિક ત્રીજે નય જુદો મનાવા વિષેની ચર્ચા ઉપાડી છે, તે તેમની પહેલાંના કેઈ આચાર્યના ગ્રંથમાં જોવામાં આવી નથી. વિદ્યાનંદીએ તત્ત્વાર્થપ્લેકવાર્તિકમાં એ ચર્ચા ઉઠાવી છે તે સમતિને જ આભારી લાગે છે. શ્રદ્ધાવાદ અને તર્કવાદ વચ્ચેના ઝઘડાનું નિરાકરણ કરવા એમણે હેતુવાદ અને અહેતુવાદની જે મર્યાદા ગોઠવી છે, તે અનેકાંતદષ્ટિને શોભાવે તેવી છે. અલ્પશ્રતના અભ્યાસીને, થડા અભ્યાસમાં બહુશ્રુતપણું માનનારને, માત્ર શિષ્ય પરિવારથી મોટપ માનનારને, અર્થ જ્ઞાન વિનાના માત્ર સૂત્રપાઠના અભ્યાસીને, સ્વ-પર દર્શનને અભ્યાસ છોડી માત્ર ક્રિયાકાંડમાં કૃતાર્થતા માનનારને અને માત્ર શાસનભક્તિમાં અનેકાંતકુશળતા સમજનારને તેમણે જે સાચી અને સચોટ વાત કરી છે, તે તેમનું સ્પષ્ટ જ્ઞાન અને નીડરપણું સૂચવે છે.
ટીકાકારે ત્રીજા કાંડમાં આઠ ગાથાઓની વ્યાખ્યામાં અનેક જાતના વાદો અને શાસ્ત્રાર્થે ગઠવ્યા છે; બાકીની એકસઠ ગાથાઓની વ્યાખ્યા તે વિશદ છતાં તેવા શાસ્ત્રાર્થવાળી નથી. ઓગણપચાસમી ગાથાની વ્યાખ્યામાં આખું કણાદર્શન મૂકી તેની લાંબી સમાલોચના કરી છે. તેમજ સામાન્ય પદાર્થની ચર્ચાને પ્રસંગે “તત્ત્વસંગ્રહ” અને “પ્રમેયકમલ૦ માં ચર્ચાયેલી એવી બ્રાહ્મણત્વ જાતિની પણ ચર્ચા કરીને જાતિવાદને વિરોધ કર્યો છે. પચાસમી ગાથાની વ્યાખ્યામાં ન્યાય, વૈશેષિક, બૌદ્ધ અને સાંખ્યને સત્ તેમજ અસત વાદનું લંબાણથી નિરૂપણ કરી, છેવટે સ્વસમ્મત સદસવાદ સ્થાપ્યો છે. ત્રેપનમી ગાથાની વ્યાખ્યામાં કાળ, સ્વભાવ, નિવૃત્તિ, કર્મ અને પુરુષ એ પાંચ ઐકાંતિક કારણવાદને મૂકી, તેમનું ખંડન કરી, અંતમાં કારણુસમવાયવાદ સ્થાપ્યો છે. છપ્પનમી ગાથાની વ્યાખ્યામાં હેત્વાભાસની સંખ્યા વિષે બીજા વાદીઓ સાથે
Page #189
--------------------------------------------------------------------------
________________
૧૭ર
સન્મતિ પ્રકરણ લંબાણથી ચર્ચા કરી છે. સાઠમી ગાથાની વ્યાખ્યામાં ફરી એકાંતક્ષણિકત્વ અને એકાંતઅક્ષણિકત્વને શાસ્ત્રાર્થ છેડ્યો છે. સમી ગાથાની વ્યાખ્યામાં ફરી એકાંતક્ષણિકત્વ અને એકાંતઅક્ષણિકત્વને શાસ્ત્રાર્થ છેડયો છે. ત્રેસઠમી ગાથાની વ્યાખ્યામાં જૈન દર્શનસંમત સાત તરવાના નિરૂપણ પ્રસંગે જીવ અને અજીવ બે તત્ત્વમાં કણાદ આદિ દર્શનેને માન્ય પદાર્થો કેવી રીતે સમાઈ જાય છે તે ખૂબ સ્પષ્ટતાથી બતાવી, જનદર્શનપ્રસિદ્ધ ચાર ધ્યાન અને તેમના ભેદપ્રભેદનું સવિસ્તર વર્ણન કર્યું છે. ત્યારબાદ એ જ ગાથાની વ્યાખ્યામાં વાચ્યનું સ્વરૂપ નક્કી કરવા લટ આદિના અર્થવિચાર વિષેના અનેક મીમાંસક પક્ષ મૂકીને ઉપર વિદ્યાનંદીએ અષ્ટસહસ્ત્રીમાં કરી છે એવી નિગની વિસ્તૃત ચર્ચા કરી છે. પાંસઠમી ગાથાની વ્યાખ્યામાં દિગંબર સાથે મતભેદવાળા નિગ્રંથે વસ્ત્રપાત્ર ધારણ કરવાના, સ્ત્રીને મુક્તિનો અધિકાર હોવાના અને પ્રતિમાને વસ્ત્રાલંકાર ધારણ કરાવવાના વાદે બહુ લંબાણથી દાખલ કર્યા છે. ૧૯મી ગાથાની વ્યાખ્યામાં વળી સપ્તભંગી આદિની સ્પષ્ટ ચર્ચા કરી અનેકાંતનું સ્વરૂપ દર્શાવ્યું છે. છેવટે નિગ્રહસ્થાનના સ્વરૂપની બૌદ્ધ અને ન્યાયવાદીઓ સાથે દીર્ધ ચર્ચા કરી ટીકા પૂર્ણ કરી છે.
પ્રસ્તુત ટીકામાં આવેલા વાદો બહુધા તત્ત્વસંગ્રહ, ન્યાયમુમુદચંદય, પ્રમેયકમલમાર્તડ, સિદ્ધિવિનિશ્ચય આદિ ગ્રંથમાં છે; પરંતુ એ ગ્રંથ કરતાં પ્રસ્તુત ટીકાની વિશેષતા ભાષા પર, શૈલી પરત્વે, ગ્રંથ અને ગ્રંથકારોનાં નામ તેમજ અવતરણના ઉલ્લેખ પર એમ અનેક રીતે છે.
મૂળ ત્રણે કાંડના વિષયોનું અને ટીકામાં વપરાયેલા શાસ્ત્રાથીય વિષેનું આ અતિ ટૂંક ચિત્રણ છે. એના વિષયને ક્રમિક અને વધારે
ખ્યાલ મેળવવા ઈચ્છનારને ગ્રંથનું અધ્યયન કરવું ન હોય, તે પણ વિષયાનુક્રમ જેવાથી ઘણે ખ્યાલ આવી શકશે.
Page #190
--------------------------------------------------------------------------
________________
બત્રીશીઓને પરિચય - આચાર્ય સિદ્ધસેનની ઉપલબ્ધ બત્રીશીઓ એકવીશ અને તેમાં ન્યાયાવતાર' મેળવીએ તો બાવીશ છે. આ બત્રીશીઓના અવલોકનનું સામાન્ય અને ટૂંક તારણ અહીં આપવામાં આવે છે. એના ત્રણ ભાગ છે:
૧. સિદ્ધસેનના જીવનની માહિતીને ખરે આધાર તો એમના ગ્રંથ જ ગણાય. એમના ગ્રંથમાં બત્રીશીઓનું રથાન સન્મતિ કરતાં ઘણું દૃષ્ટિએ ચડે પણ છે; તેથી એમનું અવલોકન અહીં પ્રસ્તુત જ નહિ પણ અતિ આવશ્યક છે. માટે જ એ વિષે અહીં શેડે પ્રયાસ કરેલો છે.
અત્યારે ભાવનગર જિનધર્મપ્રચારક સભાથી પ્રકાશિત મુદ્રિત આવૃત્તિ અમારી સામે છે. એમાં જે ક્રમે બત્રીશીઓ છે, તે જ ક્રમમાં તે રચાઈ હોય .એમ લાગતું નથી. પાછળથી લેખકેએ અગર વાચકોએ તે ક્રમ બેઠવ્યા હોય એમ લાગે છે. કેટલીક બત્રીશીઓને અંતે નામ છપાયેલાં છે; ત્યારે કેટલીકને અંતે નથી. સંભવ એવું લાગે છે કે, એ નામ પાછળથી કેઈએ છ લગાડી દીધાં હશે. કહેવાય છે બધી જ બત્રીશીઓ; છતાં એમાં કયાંક ક્યાંક પદ્યની વધઘટ છે. બત્રીશ બત્રીશને હિસાબે બાવીશ બત્રીશીઓનાં કુલ - પદ્યો ૭૦૪ થવાં જોઈએ; પણ ઉપલબ્ધ મુદ્રિત બત્રીશીઓમાં એમની સંખ્યા ૬૫ની મળે છે. ૨૧ મી બત્રીશીમાં એક પદ્ય વધારે એટલે તેત્રીશ પદ્યો છે; ત્યારે ૮, ૧૧, ૧૫, અને ૧૯ એ ચાર બત્રીશીઓમાં ૩૨ કરતાં ઓછાં પડ્યો છે. પદ્યોની આ વત્તીઓછી સંખ્યા બત્રીશીઓના રચના સમચથી જ હશે કે પાછળથી વધઘટ થઈ હશે કે મુદ્રણની આધારભૂત પ્રતિઓના અપૂર્ણપણને લીધે જ મુદ્રિત આવૃત્તિમાં એ આવી હશે, એ અત્યારે કહેવું કઠણ છે. છતાં એમ લાગે છે કે આ વધઘટની ઘાલમેલ રચના પછી જ કેઈ કારણથી થઈ હોવી જોઈએ.
આ બધી જ બત્રીશીએ સિદ્ધસેને જનદીક્ષા સ્વીકાર્યા પછી જ રચી હેય એમ ન કહી શકાય. સંભવ છે કે તેમણે એમાંની કેટલીક બત્રીશીઓ
૧૭૩
Page #191
--------------------------------------------------------------------------
________________
૧૭૪
સમતિ પ્રકરણ ૧. ગ્રંથકર્તા સિદ્ધસેનના યુગની કેટલીક પરિસ્થિતિના સૂચનને લગતો. ૨. સિકસેનની યોગ્યતા અને સ્થિતિને લગતો.
૩, બત્રીશીઓના પરિચયને લગત. . (૧) બત્રીશીઓનું વાંચન અને મનન કરતાં તેમની રચનાના યુગ વિષે મન ઉપર સામાન્ય છાપ પડે છે કે જે સમયમાં સંસ્કૃત ભાષાનું ઉત્થાન અને ખેડાણ ખૂબ જ થયું હશે, જે સમયમાં દાર્શનિક વિચારે સંસ્કૃત ભાષામાં કરવાની અને તેમને પદ્ય સુધાંમાં ગૂંથવાની પ્રવૃત્તિ જોશભેર ચાલતી હશે, જે સમયમાં દરેક સંપ્રદાયના વિદ્વાનો પિતપોતાના સંપ્રદાયની સ્થાપના, પુષ્ટિ અને પ્રચાર માટે તક અને ખાસ કરી વાદશાસ્ત્રને ઊંડે અભ્યાસ કરી તે મારફત પિતાના મંતવ્યનું સમર્થન અને પરમંતવ્યનું ખંડન કરવામાં જ કૃતકૃત્યતા માનતા હશે, જે સમયમાં કોઈ પણ વિધી સંપ્રદાયે પ્રતિષ્ઠિત કરેલી ભાવના અને વિચારસરણીને બળે પિતાના સંપ્રદાયના પાયા હચમચવાનો સંભવ ઊભો થતાં જ એ ભાવનાઓ અને વિચારસરણીઓને પિતપિતાની ઢબે લઈ લેવાની અને તેમને પિતાના સંપ્રદાયનું વલણ આપવાની બીજ સંપ્રદાયના વિદ્વાનેને ફરજ પડતી હશે, જે સમયમાં
પૂર્વાશ્રમમાં પણ રચી હોય અને પાછળથી તેમણે અગર તેમના અનુગામી શિષ્યએ તેમની એ બધી જ કૃતિઓનો સંગ્રહ કર્યો હોય અને તે સચવાઈ રહ્યા હોય.
દાર્શનિક વિભાગમાં જમિનીય જેવા પ્રસિદ્ધ દર્શનની બત્રીશી નથી દેખાતી તે એમ સૂચવે છે કે કદાચ લુપ્ત બત્રીશીઓમાં એ પણ ગઈ હેય. | મુદ્રિત બત્રીશીઓ અતિ અશુદ્ધ અને સંદિગ્ધ છે. કેટલેક સ્થળે તો સેંકડો વાર શ્રમ કર્યા પછી પણ અર્થ સમજાયો નથી અને ઘણે સ્થળે એ સંદિગ્ધ રહ્યો છે. જૂની અને અનેક લિખિત પ્રતિ એકત્ર કરી, પાઠાંતરે મેળવી, પછી વાંચવામાં આવે તો ઘણે અંશે સંદેહ અને ભ્રમ ટળે. અત્યારે બત્રીશીને લગતું અમારું બધું કથન આ શુદ્ધ, અશુદ્ધ અને અર્ધશુદ્ધ પાઠની પૂરી કે અધૂરી અત્યાર સુધીની અમારી સમજને આધારે થયેલું છે. એમાં ફેરફાર અને સુધારાને ઘણે અવકાશ છે.
Page #192
--------------------------------------------------------------------------
________________
૫. અત્રીશીઓના પરિચય
૧૭૫
વૈદિકદશનની પ્રસિદ્ધ શાખાએ અને મહાયાન સંપ્રદાયની બધી જ બૌદ્ધશાખાના (માત્ર પુસ્તકૈા જ નહિ પણ) અનુગામી પ્રકાંડ વિદ્વાને અસ્તિત્વ ધરાવતા હશે અને પોતપોતાની શાખાનુ મહત્ત્વ સ્થાપવા તેમ જ સાચવવા વાદમાં ઊતરતા હશે, જે સમયમાં વાદિવવાદ માટે રાજસભા અગર તેવી જ પ્રભાવશાળી બીજી સભાઓના આશ્રય લેવાતા હશે અને પ્રભાવશાળી સભાધ્યક્ષને પોતાના તરફ આકર્ષવા તેની પ્રશંસામાં સ્તુતિપ્રથા રચવાની અગર ખીજી તેવી પ્રવૃત્તિ થતી હશે, જે સમયમાં ન્યાય–પ્રમાણુચર્ચા-ખાસ કરીને પરાર્થીનુમાનચર્ચા અને તેને લગતા વાદવિવાદના નિયમેાની વિચારણા વધારે થતી હશે તેમ જ તે વિષયનાં શાસ્ત્રો રચવા તરફ વિશેષ ધ્યાન અપાતું હશે, તે સમયમાં પ્રસ્તુત ખત્રીશીએ રચાઈ હોય એમ લાગે છે.
(૨) બત્રીશીઓના વાચન ઉપરથી તેના પ્રણેતાને લગતી જે નવ બાબતેા સ્ફુટ થાય છે, તે આ પ્રમાણે
(ક) નામ ખત્રીશીઓની રચના વખતે કર્તાનું સિદ્ધસેન નામ પ્રસિદ્ધ હતું; કારણ કે પાંચમી બત્રીશીને છેડે તે નામના ઉલ્લેખ છે. (ખ) ગતિ — શ્રુતિ અને ઉપનિષદોને મૌલિક અભ્યાસ તેમ જ સંસ્કૃત ભાષાનું પ્રભુત્વ પૂર્વાશ્રમમાં ` તેમના બ્રાહ્મણુત્વની સૂચના આપે છે.
.
-
(ગ) સત્રવાય તેઓ જનસંપ્રદાયના તે। હતા જ પણ તેમાંય શ્વેતાંબર હતા, દિગંબર નહિં જ; કારણ કે દિગંબર પરંપરામાં માન્ય નહિ અને શ્વેતાંબર આગમાને નિવિવાદ માન્ય એવી મહાવીરના ગૃહસ્થાશ્રમ તથા ચમરેદ્રના શરણાગમનની વાત તેર વ વે છે. (ध) अभ्यास अने पांडित्य - તેમના તત્કાલીન બધાં જ વૈદિક દ નાના, મહાયાન સંપ્રદાયની બધી જ શાખા અને આવિક દર્શનના મૌલિક ઊંડા અભ્યાસ હોવા ઉપરાંત જૈન દર્શનને તલસ્પર્શી અભ્યાસ હતા; કારણ કે તેઓ તે બધાં જ દનાનાં મંતવ્યેા. ટૂંકમાં
――
૨. જીએ બત્રીશી ૨, ૩ ૫, ૬.
――
Page #193
--------------------------------------------------------------------------
________________
૧૭૬
સન્મતિ પ્રકરણ પણ સ્પષ્ટપણે પ્રતિપાદક પદ્ધતિથી નાનાં નાનાં પ્રકરણમાં વર્ણવે છે. અને તેમ કરી બધા જ વિદ્વાનોને સર્વ દર્શનનો અભ્યાસ સુલભ કરવાને ટૂંકે માર્ગ ખુલ્લું મૂકે છે. - (ડ) સ્વમાવ – તેમને સ્વભાવ સદા પ્રસન્ન અને ઉપહાસશીલ હશે. કારણ કે તેઓ ઘણી વાર એક સામાન્ય વસ્તુને એવી ઢબે વર્ણવે છે કે જેને સાંભળતાવેંત ગમે તે ગંભીર માણસ એક વાર તે ખડખડાટ હસ્યા સિવાય ભાગ્યે જ રહી શકે. * (ચ) રષ્ટિ – તેમની દૃષ્ટિ સમાચક હતી એટલે તેઓ તર્ક દ્વારે કઈ પણ વસ્તુનું નિર્ભય પરીક્ષણ કરતાં છતાં તેઓ સાંપ્રદાયિકતાથી મુક્ત ન હતા; કારણ કે તેમની દષ્ટિ પર સંપ્રદાય ઉપર આક્રમણ કરતી વખતે તેને તીવ્ર આશ્રય લે છે, ત્યારે સ્વસંપ્રદાયની તકબળે સાબિત ન થઈ શકે એવી બાબતોને માત્ર શ્રદ્ધાને આધાર લઈ તેના ઉપરથી તાર્કિક પરવાદીઓ સામે તર્કબળથી જ સિદ્ધાંત સ્થાપે છે.* અર્થાત્ સ્વસંપ્રદાય અને પરસંપ્રદાયની બાબતો વિષેની પરીક્ષા કરતી વખતે તેમની તર્કબુદિની તુલા એક સરખી નથી દેખાતી.
(છ) રાગ, સમા અને વાવશોષ્ટિનો વરવા – તેઓને કોઈ પણ રાજાને ખાસ પરિચય હતો, કારણ કે તેઓ સ્તુતિ કઈ રાજાને વિષે જ રચે છે. રાજસભાને પરિચય પણ તે સ્તુતિ ઉપરથી અને વાદ વિષયક બત્રીશીઓ ઉપરથી સ્પષ્ટ થાય છે. વાદગોષ્ઠિમાં તો તેમને અંગત જ ઊભા રહેવાનો અને બીજાઓની એવી ગણિઓ નજરે જેવાને ખૂબ જ પ્રસંગ આવ્યો હોય એમ લાગે છે. કારણ કે તેઓ વાદના નિયમનું અને જલ્પવિતંડાના દોષોનું નજરે જોયું હોય એવું તાદશ વર્ણન કરે છે.
(જ) પ્રતિમા – તેમની પ્રતિભા નવસર્જનકારિણે હતી એમ લાગે છે. કારણ કે તેમણે સ્તુતિઓ રચવામાં પૂર્વાચાર્યોનું અનુકરણ
૩. દા. ત... બત્રીશી ૬, ૧, તથા ૮, ૧; ૧૨, ૧. ૪. દા. ત. બ૦ ૧, ૧૪.
Page #194
--------------------------------------------------------------------------
________________
૫. બત્રીશીઓનો પરિચય :
૧૦ કરેલું છતાં તેમાં બહુ જ ખૂબી આણી છે અને બીજાઓએ કહેલ વસ્તુને તદ્દન નવી રીતે જ કહી છે; કેટલાંક મંતવ્ય તે તદ્દન અપૂર્વ જ તેમની કૃતિઓમાં દેખાય છે અને ચાલુ પ્રથા વિરુદ્ધ વિચારો મૂકવાનું પ્રતિભાબળ પણ તેમનામાં છે.
(૪) તરવજ્ઞમતિ –એમની ભગવાન મહાવીર પ્રત્યેની ભક્તિ માત્ર શ્રદ્ધાળુની ભક્તિ નથી પણ તત્ત્વજ્ઞની ભક્તિ છે. કારણ કે તેમણે પિતાની સ્તુતિઓમાં જે ભક્તિભાવ ઠાલવ્યો છે, તેની પાછળ પ્રેરકતત્ત્વ મુખ્યપણે મહાવીરના તત્ત્વજ્ઞાનનું ઊંડું અને મર્મગ્રાહી ભાન જ છે. મહાવીરના તત્વજ્ઞાનની જે જે બાબતેઓ તેમના હૃદય ઉપર ઊંડી અસર કરી અને જેને લીધે તેઓ જૈનદર્શનરસિક થયા, તે બાબતની વિશેષતા ચમત્કારિક રીતે વર્ણવીને તેઓ મહાવીર પ્રત્યેની પોતાની જાગતી શ્રદ્ધા અને ભક્તિને પ્રગટ કરે છે. ખરી રીતે તેઓ સ્તુતિને બહાને મહાવીરના તત્ત્વજ્ઞાનના ઉત્કૃષ્ટપણાને દર્શાવવાનો પ્રયત્ન કરે છે.
[૩] બત્રીશીઓના પરિચયને બહિરંગ અને અંતરંગ એ બે ભાગમાં વહેંચી આગળ ચાલીએ. •
(ક) બત્રીશીઓની ભાષા સંસ્કૃત છે પણ તે સાધારણ કક્ષાની ન હતાં દાર્શનિક અને આલંકારિક પ્રતિભાસંપન્ન વિદ્વાન કવિને આજે તેવી પ્રૌઢ અને ગંભીર છે. પદ્યોનો બંધ કાલિદાસનાં પઘો જેવો સુશ્લિષ્ટ અને રીતિ વિદપ્રાય છે. પ્રાપ્ય બત્રીશીઓમાં લગભગ ૧૭ છેદો વપરાયેલા છે. વસ્તુચર્ચાવાળી સાતમી સિવાય બધી જ દાર્શનિક બત્રીશીઓમાં ફક્ત અનુટુપ છંદ છે અને તેમાં પ્રારંભ તથા અંતે ભેદ પણ નથી; ત્યારે સ્તુતિ, સમીક્ષા અને પ્રશંસાત્મક બત્રીશીઓમાં જુદા જુદા દે છે અને તેમાં મોટે ભાગે પ્રારંભ તેમજ અંતે ઈદભેદ પણ છે જ.
(ખ) વિષયની દૃષ્ટિએ સ્થૂલ વર્ગીકરણ કરીએ તો પ્રાપ્ય બત્રીશીઓના મુખ્યપણે ત્રણ વર્ગ પડે છે. પહેલી પાંચ, અગિયારમી અને એકવીસમી એ સાત સ્તુત્યામક છે; છઠ્ઠી અને આઠમી સમીક્ષાત્મક છે, અને બાકીની બધી દાર્શનિક તેમજ વસ્તુચર્ચાત્મક છે.
Page #195
--------------------------------------------------------------------------
________________
સન્મતિ પ્રફર
ત્યાત્મક વર્ગમાં અગિયારમી આવે છે તે કાઈ રાજાની સ્તુતિરૂપે છે, અને માકીની બધી ભગવાન ન્હાવીરની સ્તુતિરૂપે છે. તેમાં જે એકવીશમી મહાવીરદ્વાત્રિંશિકા આવે છે તેની ભાષા, રચના અને વસ્તુની બીજી ત્રીશી સાથે સરખામણી કરતાં એમ લાગે છે કે, તે ખત્રીશી કાઈ જુદા જ સિદ્ધસેનની કૃતિ છે; અને ગમે તે કારણથી દિવાકરની મનાતી કૃતિઓમાં દાખલ થઈ દિવાકરને નામે ચડી ગયેલી છે. પ સમીક્ષાત્મક વર્ગમાં છઠ્ઠી ખત્રીશી શાસ્ત્રના પ્રણેતાની સમીક્ષા કરે છે, ત્યારે આઠમી બત્રીશી જપાત્મક વાદકથાના ગુરુદેાષાની સમીક્ષા કરે છે. દાનિક અને વસ્તુચર્યાત્મક વર્ગમાં સાતમી ખત્રીશા વાદકથાને લગતા નિયમાનું સ્વરૂપ વર્ણવે છે; ત્યારે ખજી બધી દાર્શનિક છે. દાર્શનિકમાં છ બત્રીશી તે અત્યારે સ્પષ્ટપણે જૈનેતર દર્શીની ચર્ચાવાળી છે, જેમાં વેદ નામની બત્રીશી ઉપનિષદમાન્ય સગુણુ નિ પુરુષતત્ત્વનું સ્વરૂપ વધુ વે છે, બારમી ન્યાયદશ નનું, તેરમી સાંખ્યદર્શનનું, ચૌદમી વૈશેષિકદશ નનું, પદરમી બૌદ્દનનું, સેાળમી (!) કદાચિત્ નિયતિ (આજીવિક) દનનું સ્વરૂપ આલેખે છે, બાકીની દશમી, સત્તરમી અઢારમી, ઓગણીશમી, વીશમી અને ખાવી.મી એ છ તા ફક્ત જૈનદર્શનને લગતી ભાસે છે; તેમાં બાવીશી ફક્ત જૈનસમ્મત ન્યાય– પ્રમાણુવિદ્યાનું નિરૂપણ કરે છે.
૧૭
૧. હૃત્યાત્મ મયૂરનું સૂર્ય શતક, બાણુનું ચંડીશતક, સમતભદ્ર અને જમૂકવિનાં જિનશતક તેમજ રામચંદ્ર ભારતીનું યુદ્ધવિષયક ભક્તિશતક એ સ્તુતિરૂપ છે. પણ તેમાં પ્રસ્તુત ખત્રીશાની પેઠે તત્ત્વજ્ઞાનમૂલક સ્તુતિ નથી, તેથી પ્રસ્તુત ખત્રીશી સાથે એમની
૫. ઉપલબ્ધ એકત્રીશમી અને બાવીશમી ઉપરની ટીકા ઉપલબ્ધ છે અને
મુદ્રિત છે. એકવીશમી ખત્રોથી ઉપર સેાળમા સકાના ઉદ્દયસાગરસૂરિ ( વિધિપક્ષીય-આંચલિક)ની ટીકા છે. ૨૬ મી ખત્રીશી ન્યાવતાર ઉપર પ્રસિદ્ધ આચાય સિદ્ધિની ટીકા છે. ખીજી એકે બત્રીશી ઉપર કાઈની ટીકા હજી સુધી જાણી સાંભળી નથી.
Page #196
--------------------------------------------------------------------------
________________
૨૭૯
૫. બત્રીશીઓને પરિચય સરખામણું અસ્થાને છે. એવી સરખામણ માટે યોગ્ય તે સમંતભદ્રનું સ્વયંભૂરોત્ર છે. સ્વયંભૂસ્તોત્રમાં કઈ એકની નહિ પણ એવાશે તીર્થકરોની સ્તુતિ છે, ત્યારે પ્રસ્તુત બત્રીશીપંચકમાં ફક્ત મહાવીરની સ્તુતિ છે. સ્વયંભૂસ્તોત્રમાં કુલ પદ્યો ૧૪૩ છે, ત્યારે પ્રસ્તુત બત્રીશીએનાં પા ૧૬૦ થાય છે. આટલા તફાવત ઉપરાંત બનેમાં અનેક પ્રકારનું અર્થસૂચક સામ્ય છે. તેમાં છંદ, ઉપક્રમ, ઉપસંહાર, કેટલાક ખાસ શબ્દો, શેલી, તેમજ વકલ્પના અને ઉપાદાનની બાબતનું સમાનપણું સરખામણી કરનારનું મુખ્યપણે ધ્યાન ખેંચે છે.
જેમ સ્વયંભૂસ્તોત્રમાં અનેક છંદની પસંદગી છે, તેમજ બત્રીશીપંચકમાં પણ છે. સ્વયંભૂસ્તોત્રની શરૂઆત સ્વયંભૂ શબ્દથી થાય છે અને સમાપ્તિ (લે. ૧૦૨) શ્લેષમાં કર્તાના સમતભદ્ર નામ સાથે ૬. સમાન અર્થવાળાં પદ્ય – સ્વયંભૂસ્તોત્ર
બત્રીશી जिनो जितक्षुल्लकवा दिशासनः ५ प्रपश्चितक्षुल्लकतर्कशासनैः। १,९ समन्तभद्रम्
૨૪૩ समन्तसक्षिगुणम् १, २ नैतत् समालीढपदं त्वदन्यैः । ४१ परैरनालीढपथस्त्वयोदितः १. १३ जिने त्वयि सुप्रसन्नमनसस्स्थिता त्वयि प्रसादोदयसोत्सवाः स्थिताः । - वयम् १२९ त्वदाश्रयकृतादरास्तु वयमद्य वीर
સ્થિતી: ૨, ૨ मयापि भक्त्या परिणू यसेऽद्य । ३५ न केवलं श्राद्धतयैव नूयसे . १,४ वाक्सिंहनादैः ३८
સુfસના: 9ત: રૂ, રદ્દ સિંહનાદ શબ્દ બૌદ્ધપિટકમાંના મનિઝમનિકોયમાં સિંહનાદસુત્તમાં બહુ પહેલેથી પ્રસિદ્ધ છે અને અશ્વઘોષે પણ તેને લીધે છે. નrદ્ર સિંહનાદું ૦ ૧ ૦ ૮૪. ગીતા ૧, ૧૨ માં પણ એ શબ્દ છે
પોમાં આવેલા સમાન શબ્દો स्वयम्भू સ્વયંભૂ ૧
બત્રીશી ૧, ૧ વસુવિ૬ , , ૩
૫, ૫ इति निरुपम
૫, ૭૨
Page #197
--------------------------------------------------------------------------
________________
સન્મતિ પ્રકરણ થાય છે. બત્રીશીપંચકમાં પણ એમ જ છે; એમાં પણ પહેલે સ્વયંભૂ શબ્દ છે અને અંતે લેષમાં (બ૦ ૫, ૩૨) કર્તાનું સિંહસેન નામ છે. * અનેક સમાન શબ્દ બન્નેમાં એક અથવા બીજી રીતે વપરાયેલા ખાસ ધ્યાન ખેંચે છે. તત્ત્વજ્ઞાન દ્વારા સ્તુત્ય દેવની મહત્તા જણાવતાં અમુક પ્રકારનું તત્ત્વ તે જ પ્રતિપાદન કર્યું છે, બીજા કેઈએ નહિ એવી અ ગવ્યવચ્છેદની શૈલી બન્નેમાં એકસરખી છે, જે શૈલીને આગળ જતાં વિદ્યાનંદીએ આપ્તમીમાંસામાં અને હેમચંદ્ર પિતાની બીજી કાત્રિશિકામાં અપનાવી છે. “હે પ્રભુ! તારી સ્પર્ધાથી તારી બરાબરી કરવા નીકળેલ બીજા તપસ્વીઓ છેવટે હારી તારે શરણે આવ્યા.” આ આખી વસ્તુ બન્નેની સ્તુતિમાં જેવી ને તેવી છે.૮ સમંતભદ્ર અને સિદ્ધસેન બનેએ પિતા પોતાની સ્તુતિમાં દ્ધના સહસ્ત્રાક્ષપણાની પ્રસિદ્ધિ ઉપર જે કલ્પના કરી છે, તે બિંબપ્રતિબિંબ જેવી છે. બન્ને સ્તુતિકારની સ્તુતિનું અર્થોપાદાન મુખ્ય પણે તત્ત્વજ્ઞાન છે. બન્ને જણ જેન તત્ત્વજ્ઞાનના આત્મારૂપ અનેકાંતની વિશિષ્ટતા અનેક રીતે દર્શાવી, તે દ્વારા તેના પ્રરૂપક તરીકે પોતપોતાના સ્તુત્ય દેવોનું મહત્વ ગાય છે. બન્નેની સ્તુતિઓમાં જ્યાં અને ત્યાં સ્તુતિને બહાને જન તત્ત્વજ્ઞાનનાં વિવિધ અંગે અને જેન આચારના વિવિધ અંશોની જ
૭. સરખા બત્રીશી ૧, ૨૬-૨૭-૨૮; ૩, ૨૦,સાથે સ્વયંભૂ, ૧૯, ૨૫,૩૩. ८. “ यमीश्वरं वीक्ष्य विधूतकल्मषं तपोधनास्तेऽपि तथा बुभूषवः । वनौकस : स्वश्रमवन्ध्यबुद्धयः शमोपदेशं शरणं प्रपेदिरे"।.
સ્વયંભૂ૦ ૧૩૪. " अन्येऽपि मोहविजयाय निसीड्य कक्षामभ्युत्थितास्त्वयि विरूढसमानमानाः । अप्राप्य ते तव गतिं कृपणावसाना
સંવમેવ વીર શરળ યુદ્ધહસ્તે: "૨, ૨૦. ૯, રવયંભૂ ૮૯ અને બત્રીશી ૫, ૧૫.
Page #198
--------------------------------------------------------------------------
________________
૫. બત્રીશીઓનો પરિચય વિશિષ્ટતા નજરે પડે છે. ખરી રીતે બને સ્તુતિઓનું આર્થિક ઉપાદાન એકમાત્ર જન તત્વજ્ઞાન અને જૈન આચાર છે.૧૦
સ્વયંભૂ બ્રહ્મા, મહેશ્વર – શિવ અને પુરુષોત્તમ – વિષ્ણુ એ પૌરાણિક ત્રિમૂતિની દેવ તરીકે જે ભાવના લોકમાનસમાં પ્રતિષ્ઠિત થઈ હતી અને જે ભાવના સદ્ધમપંડરીક૧૧ જેવા જજૂના બૌદ્ધ ગ્રંમાં બૌદ્ધ વિદ્વાન દ્વારા બુદ્ધની સાથે જોડાયેલી આપણે જોઈએ છીએ, તે ભાવનાને તે જ પૌરાણિક શબ્દોમાં લઈ, સિદ્ધસેન૧૨ અને ૧૩સમંતભદ્ર. બન્નેએ ઓછાવત્તા પ્રમાણમાં પિતાના સ્તુત્ય દેવ તીર્થકરમાં જેન શૈલીએ બંધબેસતી કરી લોકોને એમ સૂચવવાને પ્રયત્ન કર્યો છે કે, તમે જે બ્રહ્મા, મહેશ્વર અને વિષ્ણુને માનો છો, તે ત્રિમૂર્તિ તો ખરી રીતે જૈન તીર્થકર જ છે; બીજા કોઈ નહિ. એ જ રીતે લોકોમાં પ્રતિષ્ઠા પામેલ ઈંદ્ર, સૂર્ય વગેરે વૈદિક દેવોને તથા આદિસાંખ્ય – કપિલ જેવા તત્વજ્ઞ મહર્ષિને તેમજ સદ્ધમ-પ્રચારક તરીકે એમેર ખ્યાતિ પામેલ તથાગત – સુગતને એ બન્ને સ્તુતિકાએ ઓછાવત્તા પ્રમાણમાં અપનાવી, પિતાના સ્તુત્ય તીર્થકરમાં તેમને વાસ્તવિક અર્થ ૧૪ધટાવી, લોકોને તેમાં જ તેમને સાક્ષાતકાર કરી લેવા સૂચવ્યું છે. આ જ વસ્તુ ભક્તામર (૨૩ – ર૬) અને કલ્યાણ મંદિર (૧૮)માં પણ આપણે જોઈએ છીએ.
૧૦. દા૨ ત૨ સ્વયંભૂ ૧૪, ૨૨, ૨૩, ૨૪, ૨૫, ૩૩, ૪૧, ૪૨, ૪૩, ૪૪, ૫૨, ૫૪, ૫૯, ૬૦, ૬૧, ૬૨, ૬૩, ૬૪, ૬૫, ૮૨, ૯૮, ૯૯, ૧૦૦, ૧૦૧, ૧૧૮, ૧૧૯, ૧૨૦ અને બત્રીશી ૧, ૨૦, ૨૪, ૨૬, ૨૮, ૨૯. ૨, ૨૫. ૩, ૩, ૮ ૧૦, ૧૧. ૪, ૧૯ વગેરે.
૧૧. “gવ હું પિતા સ્વયંમૂ: વિસ: સર્વજ્ઞાન નાથ: ” ઈત્યાદિ. સદ્ધર્મ પુંડરીક ૫૦ ૩૨૬
- અમરકેશમાં પણ બુદ્ધના નામ તરીકે અઠવવાદી અને વિનાયક શબ્દનો ઉપયોગ થયેલો છે. ખરી રીતે તો એ બને શદે વદિક સંપ્રદાયના છે.
૧૨. ૧, ૧, ૨, ૧. ૩, ૧. ૧૩. સ્વયંભૂ૦ ૧. ૧૪. સરખાવો ૧, ૧, ૨, ૧, ૧૯, સ્વયંભૂ૦ ૩, ૫.
Page #199
--------------------------------------------------------------------------
________________
૧૮ર
સમતિ પ્રકરણ - ઉપનિષદ અને ગીતાના અભ્યાસની ઊંડી છાપ પ્રસ્તુત સ્તુતિપંચકમાં૧૫ જ નહિ પણ, બીજી અનેક બત્રીશીઓમાં સ્પષ્ટ દેખાઈ આવે છે. પરંતુ સ્વયંભૂસ્તોત્રમાં તેવી નથી.
બ્રાહ્મણ ધમમાં પ્રતિષ્ઠિત આશ્રમવ્યવસ્થાના અનુગામી કાલીદાસે લગ્નભાવનાનું ઔચિત્ય જણાવવા મહાદેવ અને અજના લગ્નકાલીન નગરપ્રવેશને પ્રસંગ લઈ પ્રસંગે લઈ તે પ્રસંગથી હર્ષોસુક થયેલી સ્ત્રીઓના અવલોકનકૌતુકનું જે માર્મિક શબ્દચિત્ર ૧ખેંચ્યું છે, તેવું ચિત્ર અશ્વષના ૧૭કાવ્યમાં અને સિદ્ધસેનની ૧૮સ્તુતિમાં પણ છે. ૧૫. બત્રીશી
(
ગીતા " अव्यक्तमव्याहतविश्वलोकमना- “अनादिमध्यान्तमनन्तवीर्यमनन्तबाहुं fમધ્યાન્તમપુષ્યામ્ ૧, ૧. રાજાસૂર્યને ત્રમ્ અ૦ ૧૧, ૧૯.
समन्तसक्षिगुणं निरक्षं स्वयं- सर्वेन्द्रियगुणाभासं सर्वेन्द्रियમં સર્વાતાવમાસમ્” ૧, ૨. વિનતમ્” અ૦ ૧૩, ૧૪.
શ્વેતાશ્વતર અ. ૧૩, ૧૬-૧૭. વિચામરવરમ્ ૨, ૧.
માજિં તુ મહેરવર શ્વેતા ૦૪,૧ બ્રહ્માક્ષરમ્ ૨, ૧.
કઠ. ૧, ૨ અને ૧૫. ગીતા ૮, ૧૫ ૩, ૮
શ્વેતાગ ૧, ૨, ૬, ૧ * ૧૦ ૨૩-૨૪
ગીતા ૬, ૧૧–૧૩. તા. ૪, ૧૦-૧૧ ૧૦, ૨૮
ગીતા ૨, ૪૦ . ૧૩, ૩૨
કઠ૦ ૨, ૫ ૧૬. કુમારસંભવ સાગ ૭ શ્લ૦ ૫૬. રઘુવંશ સર્ગ ૭ શ્લ૦ ૫. ૧૭. બુદ્ધચ૦ સગ ૮, શ્લ૦ ૨૦.
૧૮. બ૦ ૫, ૧૦-૧૧, આમાંને દશમે શ્લોક સાદરનદના ૬, ૪ ની છાયા છે. જેમકે–
" अपूर्वशोकोपनतक्लमानि नत्रोदकक्लिन्नविशेषकाणि । વિવવતરામાન્યવાનનાનિ વિદ્યાપાલિ થાયf” | ૫, ૧૦ “सा खेदसंस्विन्नललाटकेन निःश्वासनिष्पीतविशेषकेण। .. . વિન્તવિક્ષે મુન તથૌ મર્તારમ=વિરામના સ૪è૦૬
Page #200
--------------------------------------------------------------------------
________________
૫. બત્રીશીઓના પરિચય
૧૮૩
કેર એટલે કે અશ્વદ્યેાષ અને સિદ્ધસેન અને શ્રમધર્માંમાં પ્રતિષ્ઠિત એકમાત્ર ત્યાગાશ્રમના અનુગામી હાવાથી એમનું એ ચિત્ર વૈરાગ્ય અને ગૃહત્યાગ સાથે બંધ બેસે તેવું હોઈ, તેમાં બુદ્ધ અને મહાવીરના ગૃહત્યાગથી ખિન્ન અને નિરાશ થયેલ સ્ત્રીઓની શાકનિત ચેષ્ટાઓનું સૂચન છે.
વસ ́તતિલકા છંદવાળી બીજી ખત્રીશી વાંચતાં જ ભક્તામર અને કલ્યાણમંદિરનું સ્મરણ થઈ જાય છે. એમાં શબ્દવિન્યાસ, શૈલી, પ્રસાદગુણુ અને કલ્પનાનું કેટલુંક ૧૯સામ્ય હોવા છતાં એક તફાવત ધ્યાનમાં આવે છે; અને તે એ છે કે, એ બત્રીશીમાં સિદ્ધસેનના સહજ તત્ત્વજ્ઞાનની ઊમિ`એ દેખા દે ૨૦છે; ત્યારે ભક્તામર અને કલ્યાણુમ ંદિરમાં કયાંયે તત્ત્વજ્ઞાનના ઉન્મેષ જ નથી. કલ્યાણુમંદિર સિદ્ધસેનની કૃતિ હોત, તે તેમાં તેનું સજ તત્ત્વજ્ઞાન એકાદ વાર તા આવ્યા વિના ન જ રહેત, એમ કહેવાનું મન થઈ જાય છે.
ત્રીજી ત્રીશીના આરંભમાં પુરુષોત્તમત્વની જે ભાવના મહાવીરમાં આરેાપાઈ છે, તે ગીતા (અ૦ ૧૫) માંના પુરુષોત્તમના અને યાગ સૂત્ર (૧, ૨૪) માંના પુરુષવિશેષના નને આભારી હોય એવી
કલ્પના થાય છે.
વૈતાલીય છંદમાં ચેથી સ્તુતિ વાંચીએ છીએ, ત્યારે વિષયભેદ છતાં રાખ્તબધ અને રણકારની સમાનતાને લીધે કાલીદાસના (કુમારસંભવ સ` ૪) રતિવિલાપ અને ( રઘુવંશ સ૮) અવિલાપનું તથા અશ્વશ્રેષવણુિ ત ( સૌંદરનંદ સગ ૮ ) નંદના શ્રીવિધાતનુ સ્મરણુ થયા વિના રહેતું નથી.
૧૯, સરખાવા ખચિત્ર મિત્ર ૨, ૮; ભક્તામર ૧૫; કલ્યાણમ′૦ ૨૦. અ॰ ક્ષગેન ૨, ૨૩; કલ્યાણમં બ્લેક ૧૧, ૧૫.
શૈલી માટે ખ૦ ૨, ૧૫; ભક્તામાર ૨૯; કલ્યાણ્ મ`૦ ૭.
કલ્પના માટે મ૦ ૨૭ ૨૮–૨૯; ભ૦ ૧૭–૧૮-૧૯,
૨૦. ખ૦ ૨, ૧૯, ૨૨, ૨૫, ૩૧.
Page #201
--------------------------------------------------------------------------
________________
૧૮૪
સન્મતિ પ્રકરણ જે કે પાંચે સ્તુતિઓ એક પછી એક કમથી છપાયેલ હોઈ આપણને અત્યારે સળંગ એક સ્તુતિરૂપે જ પ્રાપ્ત થાય છે; છતાં એ દરેકને આદિ અંત જોતાં એ બધી સ્વતંત્રપણે જ જુદી જુદી રચાયેલી અને પછી જ એક સાથે ગોઠવાયેલી હોય એમ લાગે છે. પાંચમી સ્તુતિ જે કે બત્રીશશ્લેકપ્રમાણ એક નાની કૃતિ છે, છતાં તેમાં ગૃહથાશ્રમ, ગૃહત્યાગ, કઠોર સાધના માટે વનવિહાર, થયેલ ભયંકર પરીષહે અને તે ઉપર મેળવેલે વિજય, પ્રાપ્ત થયેલ દિવ્ય જ્ઞાન અને તે વડે લેકેમાં કરેલ ધર્મપ્રચાર એ મહાવીરના જીવનને લગતી બાબતનું તદ્દન ટૂંકાણમાં ક્રમિક વર્ણન હાઈ ને વાંચતાં એમ થઈ આવે છે કે જાણે મહાવીરના જીવનનું ટૂંકમાં ચિત્ર ખેંચતું આ નાનકડું કાવ્ય જ ન હોય ?
સ્તુતિપંચકમાં મુખ્ય વસ્તુ સ્તુતિ છે; અને સ્તુતિ એટલે અસાધારણ ગુણનું કથન. તેથી એ તો જોવાનું પ્રાપ્ત થાય જ છે કે સિદ્ધસેને પિતાના સ્તુત્ય મહાવીરની અસાધારણતા કઈ કઈ રીતે વર્ણવી છે. આ દષ્ટિએ સ્તુતિપંચક જોતાં તેમાં વર્ણવાયેલી અસાધારણતાને મુખ્યપણે ચાર ભાગમાં વહેંચી શકાય – (૧) સંપ્રદાયસ્વીકૃત શરીરના અતિશયના વર્ણન ૧દ્વારા; (૨) જીવનમાં બન્યા તરીકે શાસ્ત્રમાં નોંધાયેલી અદ્ભુત ઘટનાઓના વર્ણન દ્વારા; (૩) અન્ય સંપ્રદાય અને તેમના માન્ય આચાર્યોને અધિક્ષેપ કરી સ્વસંપ્રદાય અને તેના પ્રણેતા મહાવીરને ચડિયાતાપણાના વર્ણન દ્વારા;૩ અને (૪) આચાર, વિચાર, ભાષા, દૃષ્ટિ અને તાત્વિક સિદ્ધાંતની બાબતમાં અન્ય પ્રવાદીઓ કરતાં મહાવીરની વિશિષ્ટતાના વર્ણન દ્વારા.૨૪
અગિયારમી બત્રીશી પછી ગુણવચનાત્રિશિકા એવું નામ મુદ્રિત છે. તેમાં કેઈ રાજાની સ્તુતિ છે. જાણે કે સ્તુતિકાર તે રાજાની સામે
૨૧. બ૦ ૧, ૧૪, ૨૨. ચમકને પ્રસંગ ૨, ૩; સંગમને પરીષહ ૫, ૧૮, ૨૩. બ૦ ૧, ૫, ૬, ૭, ૧૨. ૨૪. દાત. ૧, ૧૮-૨૪ આદિ.
Page #202
--------------------------------------------------------------------------
________________
૫. બત્રીશીઓના પરિચય
૨૫રહીને જ તેના તેજ, પરાક્રમ આદિ ગુણાનું કલ્પના અને અલંકારા વડે અનેક જુદા જુદા કરતા હાય, એમ એ સ્તુતિ વાંચતાં લાગે છે.
२. समीक्षात्मक છઠ્ઠી બત્રીશીમાં આપ્તની સમીક્ષા છે, જે સમતભદ્રની આપ્તમીમાંસા અને વિદ્યાનદીની આસપરીક્ષાની યાદ આપે છે. આ ત્રણેમાં આપ્તનું નિર્ધારણ અને આપ્ત તરીકેની છેલ્લી પસંદગી સમાન હોવા છતાં ત્રણેના માર્ગમાં થેાડે થાડા ફેર છે. સમંતભદ્ર સાધારણ લેાકમાં આપ્તત્વનાં સાધન મનાતાં બધાં જ બાહ્ય લક્ષણનું નિરાકરણ કરી, આપ્તવના ખરા સાધક એકમાત્ર વીતરાગને મુકરર કરે છે; અને તેવું વીતરાગપણું બીજા કૈાઈમાં નથી પણ જૈન તીથ કરમાં છે એમ ર૬સ્થાપે છે, અને એ સ્થાપવા એના અનેકાંતસ્પશી શાસનનું મામિ ક રીતે વણુ ન કરતાં પોતાનું જૈન તત્ત્વજ્ઞાન તેમાં ગાવે છે. વિદ્યાનંદી જૈન અરિહંતને આપ્ત તરીકે નિર્ધાર કરવા માટે વસ્તુ તે સમતભદ્રની જ લે છે; પણ નૈયાયિકાદિસંમત ષ્ઠિર, સાંખ્યસમત કપિલ અને બૌદ્ધસંમત સુગતના આપ્તપણાનું તેમનાં મંતવ્યેામાં વિરાધ દર્શાવી ખંડન કરે છે, અને મીમાંસકસ`મત વેદના અપૌરુષેયત્વ તથા અસ`જ્ઞવાદને પણ પ્રમાણવિરુદ્ધ બતાવે છે. એ રીતે તે પેાતાની આપ્તપરીક્ષામાં વિધી નાની નામનિર્દેશપૂર્વક સવિસ્તર ખંડનાત્મક સમીક્ષા કરે છે; ત્યારે સિદ્ધસેન પોતાની છઠ્ઠી બત્રીશીમાં એ જ વસ્તુ બીજી રીતે મૂકે છે. તે જુએ છે કે મહાવીરને આપ્ત તરીકે સ્વીકારવા સામે મુખ્ય આડ જૂનાને વળગી રહેવાની અને · જૂતામાં સત્ય જોવાની. પરીક્ષાશૂન્ય શ્રદ્ઘા એ છે. તેથી એ પહેલાં પુરાતનપણું એટલે શું? અને પુરાતનતા સાથે સત્યના સબધ શ છે એની કઢાર અને તલસ્પર્શી સમાલેાચના કરે ૨૭ છે. એમ કરતાં
૨૫. જીએ શ્લો૦ ૨૨.
૨૬. એ આસમી શ્લા॰ ૧-૭,
૨૭. દા॰ ત॰ છઠ્ઠી બત્રીશી શ્લા૦ ૧, ૫, ૬, ૧૬,
૧૮૫
કવિસુલભ વિવિધ છંદોમાં વધુ ન
Page #203
--------------------------------------------------------------------------
________________
૧૮૧
સન્મતિ પ્રકરણ તે દુશમન વધી જવાની કે નિંદા થવાની કે બીજી કોઈ પણ જાતની પરવા કર્યા સિવાય પિતાને તક પ્રવાહ વહેવડાવ્યે જાય છે, અને બધી જ વસ્તુ તર્કથી પરીક્ષા પૂર્વક સ્વીકારવી કે છોડવી જોઈએ એ સૂચવી,. છેવટે તર્કની કસોટીથી પિતે મહાવીરને જ આપ્ત તરીકે સ્વીકારે છે. કાલીદાસે જૂનામાં ગુણ જોવાની અને નવામાં ખામી જોવાની અંધશ્રદ્ધાને તક પૂર્વક નિષેધ કર્યો છે, પણ તે માત્ર કાવ્યને ઉદ્દેશીને અને તદ્દન ટૂંકમાં જ; ત્યારે સિદ્ધસેને પુરાતતા અને નવીનતાની સમીક્ષા કરી છે, તે બહુ વિવિધતાવાળી અને સર્વવિષયમાં લાગુ પડે તેવી છે. તેથી જ અમે પહેલાં કહી આવ્યા છીએ કે “પુરાણમયે જ સાધુ સર્વમ્' છે. કાલિદાસનું પદ્ય છઠ્ઠી બત્રીશીમાં ભાષ્યાયમાણ થયેલું ભાસે છે. કાલીદાસના એ જ પદ્યનું છેલ્લું પાદ એ જ ભાવમાં થોડા શાબ્દિક ફેરફાર સાથે પહેલી બત્રીશીમાં દેખાય ૨૮ છે. . આઠમી બત્રીશીમાં માત્ર પરપરાજય અને સ્વવિજયની ઇચ્છાથી થતી જલ્પકથાની સમીક્ષા છે. જલ્પકથા કરનાર સાદરવાદીઓમાં પણ કેવી શત્રુતા. જામે છે, જલ્પસ્થા કરનારાઓમાં સત્ય અને આવેશને તથા ત્યાગ અને કુટિલતાને કે વિરોધ છે, એ કથા કરનાર વાદી વાદને ચુકાદો આપનાર સભાપતિનું કેવું રમકડું બની શાસ્ત્રોને કેવી રીતે ઉપહાસાસ્પદ બનાવે છે, કલ્યાણ અને વાદના માર્ગો કેવી રીતે એક નથી, લાળ ઉડાડતી કરોડો કલહકથા કરતાં એક શાંતિકથા કેવી રીતે ચડે છે, વાદીને કેવી રીતે ઉજાગર કરવો પડે છે, અને તે હારજીત બન્નેમ કેવી રીતે મર્યાદા ખોઈ બેસે છે, કથાકલહને ધૂત વિદ્વાનોએ મીમાંસા જેવા સુંદર નામમાં કેવી રીતે ફેરવી નાંખ્યો છે વગેરે અનેક જાતના જલ્પકથાના દેષનું એની સમીક્ષામાં માર્મિક અને મનોરંજક૨૯ ઉદ્દઘાટન છે.
૨૮. “પરબળે રમતિર્મવાસનૈઃ” a૦ , ૨. “મૂઢ: પરપ્રત્યયવદ્ધિ:” નાવિ૦ . ૨. ત્રસ્તાવના.
૨૯. બ૦ ૮, ૧, ૨, ૪, ૭, ૯, ૧૨, ૧૬, ૨૪.
Page #204
--------------------------------------------------------------------------
________________
૫. બત્રીશીઓને પરિચય . વાર્શનિક અને વસ્તુ રમત – સાતમી ૩૦ બત્રીશીને અંતે વાદપનિષદ્ એવું નામ છે જે બરાબર સાર્થક છે. કારણ કે એમાં વાદકળાના રહસ્યનું જ ટૂંકમાં પણ માર્મિક વર્ણન છે. સોક્રેટિસના જમાનામાં અને તે પહેલાં પણ પ્રાચીન ગ્રીકલેકમાં વાદકળા વિકસેલી હતી. એ કળાના શિક્ષકો સે ફીસ્ટ (Sophists) કહેવાતા અને તેઓ જુવાનોને જાહેરમાં બેસવાની અને ચર્ચા કરવાની કળા શીખવતા. એ જ રીતે આર્યાવર્તમાં બ્રાહ્મણકાળના યજ્ઞવાટકોમાં મીમાંસા થતી અને ઉપનિષદકાળની બ્રહ્મપરિષદમાં પણ મીમાંસા થતી. એ મીમાંસાથી ચર્ચા – કથાનું સ્વરૂપ ઘડયું અને તેના વાદ, જલ્પ અને વિતંડા જેવા પ્રકારો અને તેના નિયમો ઘડાયા. એને વિકાસ એટલે સુધી થયો કે એ વિષયનાં ખાસ શાસ્ત્રો અને ખાસ પ્રકરણે રચાયાં, જે બ્રાહ્મણ અને શ્રમણની સંપ્રદાય પ્રચાર તેમ જ વિજયની
૩૦. સાતમી બત્રીશીના પહેલા પદ્યમાં “ધર્માથકીત્યધિકૃતાનિ ” એવું પદ છે. એ જ રીતે અગિયારમી રાજપ્રશંસાબત્રીશીમાં “મહીપાલેસીતિ” • એવું ૨૨ મું પદ્ય છે. પ્રો. ચાકેબીની કલ્પના ધમકીતિ પછી જ સિદ્ધસેન થયા વિષેની જેણે જાણી હોય, તેને ઉપરનાં પદે જોઈ એવી કલ્પના થઈ આવવાનો સંભવ છે કે સિદ્ધસેને પોતાના વિપક્ષી ધમકીર્તિનું સૂચન તો ઉક્ત પદેથી કર્યું ન હોય કાલીદાસના સમયને વિચાર કરનાર કેટલાક વિદ્વાને એના કાવ્યમાંથી સ્કંદ - કુમાર, દિગ્ગાગ આદિ શબ્દ લઈ તેને આધારે સમય વિષે અનેક કલ્પનાઓ કરે છે. કોઈ ગ્રંથકારના સમય વિષેનું અનુમાન કાઢવામાં આવી ખાસ શબ્દવિષયક પદ્ધતિ ઘણુવાર અનુપયોગી જ નીવડે એમ તે ન જ કહી શકાય.
પરંતુ અહીં એટલું જ જણાવવાનું છે કે બીજા બલવત્તર પ્રમાણેને આધારે સમયને નિર્ધાર થયો હોય તે જ આવી શબ્દપ્રયોગની દલીલને એના પિષક તરીકે મૂકી શકાય. આવી દલીલથી તદ્દન સ્વતંત્રપણે સમયને નિર્ધાર કદી કરી શકાય નહિ. અમે બીજાં સબળ પ્રમાણેથી એ તે બતાવ્યું જ છે કે સિદ્ધસેન ધમકીતિની પહેલાં થયેલ હોવા જોઈએ, તેથી ઉક્ત પદે સમય વિષેની કલ્પનામાં સહાયક થઈ શકે તેમ નથી.
Page #205
--------------------------------------------------------------------------
________________
સન્મતિ પ્રકરજી
૧૯૯
ભાવતાના પુરાવા છે૩૧. પ્રસ્તુત ખત્રીશીમાં એવા જ સાહિત્ય અને એવી ભાવનાની પ્રેરણા છે. તેમાં કર્તાએ સ્પષ્ટ કહ્યુ છે કે જો શાભાશાળી ક્રમાને મેળવવાં હાય, તેા સભાઓમાં વાદવિવાદ કરીને જ મેળવવાં યેાગ્ય છે, વાદીએ સભામાં જઈ પહેલાં શું તપાસવું, પછી શું કરવુ, કેવી રીતે ખેલવું, કયા ગુણા ધારણ કરવા, અને કઈ બાબત જતી કરવી, વગેરે વાદકથાનાં અનેક રહસ્યા એ બત્રીશીમાં કાવ્યત્વ સાથે જોવા મળે છે.
નવમી વેદવાદ નામની બત્રીશીમાં ઉપનિષદનું ભ્રહ્મતત્ત્વ પ્રાચીન પદ્યબદ્ધ ઉપનિષદોની ઢબે અને એમના જ શબ્દોમાં માટે ભાગે વણુ - વાયેલું છે. એમાં ખાસ કરીને શ્વેતાશ્વતર ઉપનિષદના આધાર છે; અને કયાંક કયાંક બ્રહ્મવણું નવાળી પ્રસિદ્ધ ઋગ્વેદની ઋચા પશુ સાંકળવામાં આવી છે. એ આખું વન એટલું બધું અને એવું રાધ ગર્ભિત છે કે તે કાઈ વિપક્ષી દ્વારા ખંડનદૃષ્ટિથી લખાયું હોય તે તેવે પશુ સંભવ લાગે છે; અને જો તે કેાઈ શ્રદ્ધાળુ વેદાંતી દ્વારા લખાયું હાય તા તે તેના ઊંડા તત્ત્વજ્ઞાનની પ્રતીતિ કરાવે એમ છે.
બારમીમાં ન્યાયદર્શીનનું, તેરમીમાં સાંદશ નનું, ચૌદમીમાં વૈશેષિકદશ નનું અને પંદરમીમાં ઔદનની શૂન્યવાદાદિ શાખાએનું વર્ષોંન છે. અતિ અશુદ્ધિને લીધે એમાંનું વક્તવ્ય તદ્દન સ્પષ્ટ રીતે સમજાતું. નથી; છતાં ય એટલું તે લાગે જ છે કે એ બત્રીશીએ તે તે દશ નનું પ્રતિપાદકસરણીથી વન માત્ર કરે છે. ન્યાયખત્રીશી અને વૈશેષિકબત્રીશી અનુક્રમે ગૌતમ અને કણાદનાં સૂત્રોના અભ્યાસની સાક્ષી પૂરે છે. સાંખ્યબત્રીશી જોતાં સ્પષ્ટ લાગે છે કે એની પાછળ ઈશ્વરકૃષ્ણની કારિકાથી જુદા ખીજા કાઈ સાંખ્ય ગ્રંથના અભ્યાસ છે; કાર કે ઈશ્વરકૃષ્ણની કારિકામાં પ્રમાણાની ૩૨-૩૩ જે સંખ્યા અને પ્રત્યક્ષપ્રમાણતું જે લક્ષણ આપવામાં આવ્યું છે, તે ઉક્ત બત્રીશીમાં નથી.
૩૧. ન્યાયદાન અ॰ ૨, ૧, ૧-૩. નાગાનુનની વિગ્રહવ્યાવ્રતની, યોગાચારભૂમિશાસ્ત્ર અને પ્રકરણાચ વાચા. ( જુએ · Buddhis Logic before Dinnaga જ. રા. એ. સા. જુલાઈ ૧૯૨૯ પૃ. ૪૫૭) ૩૨–૩૩, સરખાવા ઈશ્વરકૃ॰ કા ૩ અને મૂ૦ ૧૩, ૫.
>
Page #206
--------------------------------------------------------------------------
________________
ક
૫. બત્રીશીઓને પરિચય બૌદ્ધદર્શનનું વર્ણન જોતાં એમ લાગે છે કે એની પાછળ નાગાર્જુનની મધ્યમક્કારિકા જેવા ત્યવાદી ગ્રંથે ઉપરાંત બીજ વિજ્ઞાનવાદી ગ્રંથને પણ માર્મિક અભ્યાસ છે.
* દશમી બત્રીશીમાં જિનપદેશનું વર્ણન છે. એમાં સંસારના કારણભૂત આત અને રૌદ્રધ્યાન તથા મોક્ષના કારણભૂત ધર્મ અને શુક્લ યાનનું સ્વરૂપ વર્ણવાયેલું છે. પરંતુ એ વર્ણનમાં શ્વેતાશ્વતર ૩૪ અને ગીતામાં ૫ પ્રસિદ્ધ એવી સર્વગિસાધારણ ગની સ્થાન, આસન, જ૫, પ્રાણાયામ વગેરે પ્રક્રિયાનું દિગ્દર્શન છે અને ૩ગસૂત્રપ્રસિદ્ધ અપર અને પર વૈરાગ્યનું સ્પષ્ટ પૃથક્કરણ છે. એ વર્ણન છે તે ટૂંકું પણ તેમાં ઊંડાણ ઘણું ભાસે છે.
સોળમી બત્રીશી તેના છપાયેલા નામ પ્રમાણે નિયતિવાદને લગતી છે; પણ ખરી રીતે એમાં શું વસ્તુ છે એ અશુદ્ધિને લીધે બરાબર સમજાતું નથી. વળી એમાં નિયતિ શબ્દ પણ દેખાતું નથી. ત્યારે ત્રીજી બત્રીશીમાં નિયતિ શબ્દ વપરાયેલ છે; છતાં બે વાત તો નક્કી જ ભાસે છે કે, એમાં કોઈ દાર્શનિક વિષયની ચર્ચા છે અને તે બહુ ગૂઢ તથા તાર્કિક વિશ્લેષણવાળી છે.
* સત્તરમીથી વીસમી સુધીની ચાર બત્રીશીઓ અતિ અશુદ્ધ હાઈ - પૂરેપૂરી અને યથાર્થ રીતે સમજવી તદ્દન મુશ્કેલ છે. છતાં એ ચારે જૈનદર્શનને લગતી છે એ બાબત કશી શંકા રહેતી નથી. સત્તરમી અને અઢારમી પછી કાંઈ નામ છપાયેલ નથી; ત્યારે ઓગણીશમી પછી દષ્ટિપ્રબોધ અને વીસમી પછી નિશ્ચયાત્રિશિકા નામ છપાયેલું છે. વારંવાર અને બહુ પરિશ્રમપૂર્વક જેવાથી એ બત્રીશીઓ વિષે જે કાંઈ
ખ્યાલ આવ્યો છે તેનું ટૂંક તારણ આ પ્રમાણે છે:- સત્તરમી બત્રીશીમાં આસ્રવ અને સંવર એ જૈન પારિભાષિક શબ્દો આવે છે જાણે એમાં વ્યવહાર અને નિશ્ચયથી આસવ તેમજ સંવર તત્વનું નિરૂપણ
૩૪. બ૦ ૧૦, ૨૩ ૨૪. ૩૫. યોગદર્શન ૧, ૧૫-૧૬ યશવિજયછની વૃત્તિ સાથે બ૦ ૧, ૨૧. ૩૬. બર ૩, ૮.
Page #207
--------------------------------------------------------------------------
________________
૧૯૦
સન્મતિ પ્રકરણ કરાતું હોય એમ લાગે છે. સંસારના કારણનું અને મેક્ષના ઉપાયનું નિરૂપણુ એ જ એ બત્રીશીને વિષય લાગે છે.
આર્યો – શ્રેષ્ઠમતિ પુરુષે દેષોને છડે છે; ત્યારે પૃથજને – સાધારણ માણસો ઘર આદિ (સગાં પરિવાર) ને છાંડી નીકળી જાય છે. પરંતુ પરોપકારમગ્ન પુરુષો તો એ બંનેનું અનુસરણ કરે છે. (૧૬) આ ઉક્તિમાં કર્તાએ વ્યવહાર અને નિશ્ચય બંને પ્રકારની પ્રવજ્યાને સમન્વય કરેલે લાગે છે. .
કર્મનું સમાન કે અસમાન ફળ જે નિમિત્તના સંબંધને આભારી છે, તે નિમિત્તનું જ્ઞાન મેળવવું જ જોઈએ. કારણ કે વસ્તુ જાણનાર પછીથી સંતાપ પામતો નથી. જીવ મનથી જ વિષયોને ભેગવે છે અને મનથી જ ત્યજે છે. એમ હોવાથી કમનું નિમિત્ત શરીરમાં છે કે બહાર છે, બહુ છે કે ડું છે એ શી રીતે જાણી શકાય ? (૧૭ ૧૮) આમ કહી ગ્રંથકર્તા “મન gવ મળ્યા તારાં વઘોકાયો.” એ સિદ્ધાંતનું સ્પષ્ટીકરણ કરતા હોય એમ લાગે છે. .મમત્વથી અહંકાર નહિ પણ અહંકારથી તે મમતા માનવામાં આવે છે. કારણ કે સંકલ્પ-અહંકાર વિના મમતા સંભવતી જ નથી; તેથી અહંકારમાં જ અશિવ-દુઃખનું મૂળ છે. (૧૯). આમ કહી સિદ્ધસેન અહંકારને જ બધા દેનું મૂળ સૂચવે છે. અને તેના નિવારણના ઉપાય તરીકેની નામrtત’ હું નથી જ એવી બૌદભાવનાને લઈ તેને જનદષ્ટિએ અપનાવતાં કહે છે કે, એ ભાવનાને અભાવ અને ભાવરૂપે સ્વીકારવામાં આવે છે. આમ કહી કર્તા સુખદુઃખનું સ્વરૂપે વણ છે. તે જ્ઞાન અને ક્રિયા બંનેની સમ્મિલિતભાવે સાર્થકતા બતાવતાં કહે છે કે, જેમ રેગનું માત્ર જ્ઞાન એ રેગની શાંતિ કરી નથી શકતું, તેમ આચરણત્ય જ્ઞાન વિષે પણ સમજવું xxxx (૨૭)
અઢારમી બત્રીશીમાં અનુશાસન-તાલીમ કરતી વખતે કેટકેટલી બાબતેનું ધ્યાન રાખવું જોઈએ એ જણાવવા સિદ્ધસેને દેશ, કાળ, પરંપરા આચાર, ઉમર અને પ્રકૃતિ તરફ ધ્યાન ખેંચ્યું છે. (૧)
Page #208
--------------------------------------------------------------------------
________________
૧૯૧
છે. આ શીએ પરિચય એમણે શાસન કરનારમાં કેટલા ગુણ હોવા જોઈએ એ જણાવતાં કહ્યું છે કે જેનામાં અંદર અને બહારની શુદ્ધિ હોય, સૌમ્યતા હાય, જેમાં તેજ અને કરુણા બંને હય, જે પિતાના અને પારકા પ્રયજનને જાણવા ઉપરાંત વાક્પટુ હેય, તેમજ જેણે આત્મા ઉપર કાબૂ મેળવ્યો હોય તે જ શાસક થઈ શકે. (૨)
એમણે શૈક્ષ – ઉમેદવારને પ્રકારે બતાવતાં કહ્યું છે કે, કેઈ આપઆપ ઉત્પન્ન થયેલ સદેહવાળો હોય છે, તો કોઈ બીજાના પ્રયત્નથી સંદેહવાળો હોય છે. કોઈમાં ગ્રંથ-શબ્દ ધારણ કરવાની શક્તિ હોય છે, તે કઈમાં અર્થ ધારણ કરવાની શક્તિ હોય છે. ત્યારે બીજા કઈમાં ગ્રંથ અને અર્થ બને ધારણ કરવાની શક્તિ હોય છે. xxx(૫)
આચારનું વર્ણન કરતાં તે કહે છે કે શિષ્યના આચાર તેમના પ્રોજન પ્રમાણે અનેક પ્રકારના છે xxx(૬). ત્યારબાદ આવતા ગીતાર્થ અને આસેવન પરિહાર એ શબ્દ (૧૪-૧૫) ખાસ જન પરંપરાના જ બેધક છે. - ૧૯ મી બત્રીશીમાં જનદર્શનપ્રસિદ્ધ જ્ઞાનદશનચારિત્રને મેક્ષમાર્ગ તરીકે પ્રથમ નિર્દેશ છે (૧). પછી ઝીણું જ્ઞાનમીમાંસા છે. દ્રવ્યમીમાંસા પણ એમાં પ્રસંગે આવી છે, જેમાં જનશાસ્ત્ર પ્રસિદ્ધ છે દ્રમાંથી છેવટે જીવ અને પુદ્ગલ એ બે જ દ્રવ્યના અસ્તિત્વ ઉપર
ભાર મુકાયો હોય એવું આપાતતઃ ભાન થાય છે. (૨૪-૨૬) એમાં દ્રવ્યપર્યાય, વ્યંજનપર્યાય, સકલાદેશ, વિકલાદેશ (૩૧) એ પારિભાષિક જૈન શબ્દ છે જ.
વીસમી બત્રીશીમાં મહાવીરનું શાસન કેવું છે એ જણાવતાં સિદ્ધસેન કહે છે કે, “જેમાં દ્રવ્ય અને પર્યાય તેમજ, ઉત્પાદ, વ્યય અને ધ્રૌવ્યનું નિ પણ હોય, તે બધું વર્ધમાનનું જ શાસન છે. (૧)
એમાં એમણે વિવાદ કરતા વાદીઓને અનુલક્ષી કહ્યું છે કે, “બધા વાદીઓના વક્તવ્યવિષયમાં પ્રમાણે પ્રવર્તે તે છે જ. છતાં એ બાપડા નામ અને આશયભેદથી વિવાદ કર્યા કરે છે.” (૪)
Page #209
--------------------------------------------------------------------------
________________
સન્મતિ પ્રણ
કહે છે કે, આખાં કે
એમણે દાષાની શાંતિના ઉપાયે જણાવતાં કહ્યું છે કે, “ જે જ્ઞાન અથવા આચારથી દાષા ટળે, તે તેની શાંતિના ઉપાયે છે. ×××(f) અધાવાના અને છૂટવાના પ્રકાર જણાવતાં તેઓ સંસારનાં અને મેક્ષની પ્રાપ્તિનાં નિમિત્તો સરખાં જ વત્તાં નથી. (૭) એમાં સન્મતિ ત્રીજું કાંડ ગા ૪૮-૪૯ ના જેવા જ બૌદ્ધ, સાંખ્ય અને કણાદ મતનો નિર્દેશ છે. (૧૨) એમાં સકલાદેશ અને વિકલાદેશ શબ્દો પણુ આવે છે જ.
છે;
આવીશમી દ્વાત્રિંશિકામાં પ્રમાણુની ચર્ચા શરૂ કરી છેવટે તેમાં પરાથૅનુમાનની જ ચર્ચા લખાવેલી છે. તેમાં જૈન દૃષ્ટિએ પક્ષ, સાજ્ય, હેતુ, દૃષ્ટાંત, હેત્વાભાસ વગેરેનાં લક્ષણ છે અને છેવટે તેમાં નયવાદ અને અનેકાંતવાદ વચ્ચેનું અંતર બહુ જ સ્પષ્ટ રીતે બતાવવામાં આવ્યું છે. એ ગ્રંથ જૈનન્યાયના અભ્યાસ કરવા માટે રચાયે હાય એમ લાગે છે. એ ગ્રંથ ગૂજરાતી વિવેચન અને પ્રસ્તાવના સાથે જુદા પણ પ્રકાશિત ૭ થયેલા છે.
એકદર લભ્ય બત્રીશીઓમાં અનેક સ્થળે એવા વિચારે છે કે જે સન્મતિક સાથે અરામર૩૮ મળે છે.
૧૯૩
૩૭. જૈન સાહિત્યસ શોધક ખંડ ૩ અંક પહેલેા. ૩૮. 'દા. ત. :~
ખત્રીશી
૧, ૨૦
3,
૬, ૨૮
૧, ૨૯ અને ૧, ૨૭
સુખલાલ અને બેચરદાસ
સન્મતિ
3, ૫૦
૩, ૫૩
૩, ૬૫
૩, ૬
Page #210
--------------------------------------------------------------------------
________________
સન્મતિ પ્રકરણ
Page #211
--------------------------------------------------------------------------
________________
Page #212
--------------------------------------------------------------------------
________________
પ્રથમ કાંડ અસાધારણ ગુણોના કથન વડે શાસનની સ્તુતિ કરવારૂપ મંગલ – सिद्धं सिद्धत्थाणं ठाणमणोवमसुहं उवगयाणं । कुसमयविसासणं सासणं जिणाणं भवजिणाणं ।।१।।
ભવ- રાગદ્વેષના જીતનાર જિનેનું અર્થાત્ અરિહંતનું શાસન - દ્વાદશાંગ શાસ્ત્રસિદ્ધ અર્થાત્ પિતાના ગુણથી જ પ્રતિષ્ઠિત છે. કેમકે તે અબાધિત અર્થોનું સ્થાન – પ્રતિપાદક છે. પાસે આવેલાઓને અર્થાત્ શરણથીઓને તે સર્વોત્તમ સુખકારક છે અને એકાંતવાદરૂપ મિથ્યા મતનું નિરાકરણ કરનારું છે. [૧]
અહીં શાસનના ચાર અસાધારણ ગુણ કહેવામાં આવ્યા છે : ૧. ગુણસિદ્ધતા; ૨. યથાર્થવસ્તુપ્રતિપાદકતા; ૩. શરણાથીને સુખપ્રદાન અને ૪. મિથ્યા મતાનું નિવારકપણું. [૧]
ઉદ્દેશ જણાવવાપૂર્વક પ્રકરણ રચવાની પ્રતિજ્ઞા – समयपरमत्थवित्थरविहाडजणपज्जुवासणसयन्नो। आगममलारहियओ जह होइ तमत्थमुन्नेसु ॥२॥ ..
આગમને સમજવામાં ગળિયા બળદ જેવા સુસ્ત મનવાળા પણ, જે અર્થનું પ્રતિપાદન કરવાથી શાસ્ત્રના વાસ્તવિક પદાર્થોને વિસ્તારથી પ્રકાશિત કરનાર શાસ્ત્રજ્ઞ લેકની ઉપાસના કરવા માટે તત્પર થાય, તે અથનું હું પ્રતિપાદન કરીશ. [૨]
ગ્રંથકાર પિતાની રચનોને ઉદ્દેશ જણાવતાં કહે છે કે, કેટલાકને આગમોને અભ્યાસ કરવામાં રસ નથી પડત; અને તેથી તેઓ તે
Page #213
--------------------------------------------------------------------------
________________
સમતિ પ્રકરણ તરફ આકર્ષાતા નથી. એવાઓ પણ શાસ્ત્રીય રહસ્યને પ્રકાશિત કરનાર વિશેષજ્ઞ ધૃતધરની ઉપાસના કરવા, અને તેમ કરી તેમનાં વક્તવ્યોને સમજવા લલચાય, તે માટે પ્રસ્તુત પ્રકરણ રચવામાં આવે છે. [૨]
પ્રકરણના પ્રતિપાદ્ય મુખ્ય વિષયને નિર્દેશ – तित्थयरवयणसंगह-विसेसपत्थारमूलवागरणी । दव्यट्ठिओ य पज्जवणओ य सेसा वियप्पा सिं ।। ३ ।।
તીથકનાં વચનોના સામાન્ય અને વિશેષરૂપ રાશિઓના મૂળ પ્રતિપાદક દ્રવ્યાર્થિક અને પર્યાયાર્થિક નય છે. બાકીના બધા એ એના જ ભેદે છે. [3]
અહીં ત્રણ બાબતે સૂચવવામાં આવી છે: ૧. ગ્રંથને મુખ્ય વિષય; ૨. અન્ય નાને મુખ્ય માં સમાવેશ; અને ૩. મુખ્ય નનું સ્વરૂપ.
આખા ગ્રંથમાં છૂટા છૂટા અનેક વિષય ચર્ચેલા છે, પણ તે પ્રસંગવશાત. મુખ્ય પ્રતિપાદન તે અનેકાંત દષ્ટિનું જ છે.
અનેકાંતનું સ્પષ્ટીકરણ નયેના નિરૂપણથી જ થઈ શકે. ના અનેક છે પણ એ બધાને સમાસ ટૂંકમાં બે નમાં થઈ જાય છે. એ જ બે ના મુખ્ય છે. તે ૧. કવ્યાસ્તિક અને ૨. પર્યાયાસ્તિક.
પ્રવ્યાસ્તિક નય એટલે અભેદગામી દૃષ્ટિ; અને પર્યાયાસ્તિક નય એટલે ભેદગામી દષ્ટિ. મનુષ્ય કાંઈ પણ વિચારે અગર બોલે છે, ત્યારે કાં તો અભેદ બાજુ ઢળીને અને કાં તે ભેદ બાજુ ઢળીને. અભેદ બાજુ ઢળી કરવામાં આવેલા વિચારો અને તે વડે પ્રતિપાદન કરેલી વસ્તુઓ સંગ્રહ – સામાન્ય કહેવાય છે. ભેદ બાજુ ઢળી કરવામાં આવેલા વિચારે અને તે વડે પ્રતિપાદન કરવામાં આવેલી વસ્તુઓ વિશેષ કહેવાય છે. અવાંતર દૃષ્ટિએ સામાન્ય અને વિશેષના ચડતા ઊતરતા ગમે તેટલા વર્ગો પાડવામાં આવે, છતાં એ બધા વર્ગો ટૂંકમાં બે રાશિમાં સમાઈ
Page #214
--------------------------------------------------------------------------
________________
પ્રથમ કાંડ : જ
૧૯૭
જાય છે. તે જ એ રાશિ અનુક્રમે સંગ્રહપ્રસ્તાર અને વિશેષપ્રસ્તાર છે. શાસ્ત્રનાં વચના મુખ્યપણે એ એ જ રાશિમાં આવી જાય છે; કેમ કે, કેટલાંક સામાન્યએધક હાય છે અને કેટલાંક વિશેષમેધક હોય છે. એ ભય રાશિમાં સમાઈ જતાં બધાં શાસ્ત્રીય વચનેાની પ્રેરક દૃષ્ટિ પણ મુખ્યપણે એ છે : ૧. સામાન્ય વચનરાશિની પ્રેરક જે અભેદગામી દૃષ્ટિ, તે દ્રવ્યાસ્તિક નય; અને ર્. વિશેષ વચનરાશિની પ્રેરક જે ભેદગામી દૃષ્ટિ, તે પર્યાયાસ્તિક નય. આ એ નયેા જ સમગ્ર વિચાર અથવા વિચારજનિત સમગ્ર શાસ્ત્રવાકચના આધારભૂત હાવાથી, તેમને શાસ્ત્રના મૂળ વક્તા કહેલ છે. એ એ નયાનું નિરૂપણુ અને તેના સમન્વયમાં જ અનેકાંતવાદનું પવસાન હાવાથી, અનેકાંતવાદના નિરૂપણુ માટે પહેલાં આધારરૂપે એ બે નયાની જ ચર્ચા અહીં ઉપાડવામાં આવી છે. [૩]
વ્યાસ્તિક નયના ભેદો
दव्वट्टियनयपयडी सुद्धा संगहपरूवणाविसओ ।
पडिरूवे पुण वयणत्थनिच्छओ तस्स ववहारो ॥ ४ ॥
દ્રષ્યાસ્તિક નયની શુદ્ધ પ્રકૃતિ એ સંગ્રહની પ્રરૂપણાના વિષય છે; અને વસ્તુદીઠ થનાર શબ્દાનિશ્ચય એ તેા સગ્રહને વ્યવહાર છે. [૪]
અહીં એ વાતા કહેવામાં આવી છે: ૧. દ્રવ્યાસ્તિકના ભેદો; અને ૨. તેમના પરસ્પર સબંધ. વૈગમને બાદ કરતાં બાકીના માંથી સંગ્રહ અને વ્યવહાર એ પહેલા એ નય દ્રવ્યાસ્તિક નયના ભેદા છે. જગત એ કાંઈ કાઈ પણ જાતના એકચ વિનાનું માત્ર છૂટા જરા પણુ ભેદને
છૂટા આંકાડાતી પેઠે ભેદરૂપ નથી, તેમ જ
સ્પર્શ
૧. પ્રસ્તુત ૪, ૫ અને ૬ ગાથા સાથે વિશેષાવશ્યક ભાષ્યની ૭૫મી ગાથા સરખાવાં.
*
Page #215
--------------------------------------------------------------------------
________________
૧૯૮
સન્મતિ પ્રકરણ ન હોય તેવું અખંડ અભેદરૂપ પણ નથી; પરંતુ એમાં ભેદ અને અભેદ બને અનુભવાય છે. જયારે દષ્ટિ વસ્તુઓના પરસ્પર ભેદને મૂકી કેવળ તેમના અભેદને અવલંબી પ્રવર્તે છે, ત્યારે તેને બધુંયે કેવળ સત રૂપ ભાસે છે. સતગ્રાહક દૃષ્ટિ ગમે તેટલી વિશાળ હોય, છતાં લેવું મૂકવું આદિ લેકવ્યવહાર તો ભેદને જ આભારી છે. તેથી જ્યારે કાંઈ પણ વ્યવહાર કરવાનું હોય છે, ત્યારે દૃષ્ટિ કાંઈક ભેદ તરફ ઢળે છે; અને પ્રથમ ગ્રહણ કરેલ સતરૂપ અખંડ તત્ત્વના પ્રયોજન પ્રમાણે જીવ, અજીવ આદિ ભેદોને અવલંબે છે. અહીં સત્તારૂપ તત્ત્વને અખંપણે ગ્રહણ કરનાર પ્રથમ દષ્ટિ તે સંગ્રહ નય છે, અને તે જ શુદ્ધ દ્રવ્યાસ્તિક નય છે; અને સત્તાને જીવ, અજીવ આદિપે ખંડિત કરી, તે દ્વારા વ્યવહાર ચલાવવા મથતી પરિમિત અભેદસ્પશી બીજી દષ્ટિ એ વ્યવહાર નય છે. વ્યવહાર એ પરિમિત હેવાથી અપરિમિત સંગ્રહને જ અંશ છે. તેથી જે કે તે શુદ્ધ દ્રવ્યાસ્તિકનો એક પરિમિત ખંડ છે, છતાં સંગ્રહ અને વ્યવહાર એ બન્ને દ્રવ્યારિતક નયને અનુક્રમે શુદ્ધઅપરિમિત અને અશુદ્ધપરિમિત અંશે કહી શકાય. [૪]
ઋજુસૂત્રના ભેદે – मूलणिमेणं पज्जवणयस्स उज्जुसुयवयणविच्छेदो । तस्स उ सद्दाईआ. साहपसाहा सुहुमभेया ।। ५ ।।
ત્રાજુસૂત્ર નયને અર્થાત્ તદનુસરી જે વચનવિભાગ, એ પર્યાયનયને મૂળ આધાર છે; અને શબ્દ આદિ નયે તે તે
જુસૂત્રની જ ઉત્તરોત્તર સૂક્ષ્મ ભેદવાળી શાખા-પ્રશાખા
•
અહીં પણ બે વાત કહી છેઃ ૧. પર્યાયાસ્તિકના ભેદો; અને ૨. તેમનો પરસ્પર સંબંધ. સંગ્રહ અને વ્યવહાર પછીના ઋજુસૂત્ર, શબ્દ, સમભિરૂઢ અને એવંભૂત એ ચાર નયોને પર્યાયાસ્તિકના ભેદ કહ્યા છે.
Page #216
--------------------------------------------------------------------------
________________
પ્રથમ કાંડ : હું
૯૯
ડાઈ પણ સામાન્ય તત્ત્વને અવાંતર જાતિ કે ગુણુ આદિની વિશેષતાઓથી વિભાગ કરવામાં આવે, છતાં જયાં સુધી એ વિભાગમાં કાળકૃત ભેદનું તત્ત્વ ન આવે, ત્યાં સુધીના એ બધા વિભાગો વ્યવહાર નયની કિટમાં મૂકવામાં આવે છે. કાળકૃત ભેદને અવલખી વસ્તુવિભાગ શરૂ થતાં જ ઋજુસૂત્ર નય માનવામાં આવે છે, અને ત્યાંથી જ પર્યોયાસ્તિક નયના પ્રારભ લેખાય છે. તેથી જ અહીં ઋજીસૂત્ર નયને પર્યાચાસ્તિક નયના મૂળ આધાર કહ્યો છે. પછીના શબ્દ આદિ જે ત્રણ નયેા છે, તે જો કે સીધી રીતે ઋજુસૂત્ર નયને અવલખી ચાલતા હોવાથી તેના જ ભેદો છે, છતાં ઋજુસૂત્ર આદિ ચારે નયાને પર્યાયાસ્તિકના પ્રકારો લેખી શકાય. જે ષ્ટિ તત્ત્વને ફક્ત વર્તમાન કાળ પૂરતું જ સ્વીકારે છે અને ભૂત તથા ભવિષ્ય કાળને કાના અસાધક માની તેમને સ્વીકાર નથી કરતી, તે ક્ષણિક દૃષ્ટિ ઋનુસૂત્ર નય કહેવાય છે. એ દૃષ્ટિએ માનેલ વમાનકાલીન તત્ત્વમાં પણ જે દષ્ટિ લિંગ અને પુરુષ આદિ ભેદે ભેદ ક૨ે છે, તે શબ્દનય. શબ્દનયે માનેલ સમાન લિંગ વચન આદિવાળા અનેક શબ્દોના એક અર્થમાં વ્યુત્પત્તિભેદે – પર્યાયભેદે જે •ષ્ટિ અભેદ કલ્પે છે, તે સમભિરૂઢ નય. સમદ્ધેિ સ્વીકારેલ એક પર્યાયશબ્દના એક અર્થમાં પણ જે દૃષ્ટિ ક્રિયાકાળ પૂરતું જ અ તત્ત્વ સ્વીકારે છે અને ક્રિયાશૂન્ય કાળમાં નહિ, તે એવભૂત નય કહેવાય છે. આ રીતે ઉત ચારે નયાનું સ્વરૂપ હાવાથી એ સ્પષ્ટ થાય છે કે, શબ્દ આદિ ત્રણ નયે માત્ર વર્તમાનકાળસ્પી ૠજુત્ર નય ઉપર ઉત્તરાત્તર સૂક્ષ્મ વિશેષતાઓને લઈ ચાલે છે; અને તેથી તે તેના જ વિસ્તાર છે. ઋજુસૂત્ર નય એક વૃક્ષ જેવા છે; અને શબ્દનય તેની શાખા – ડાળ છે. સમભિરૂદ્ધ તેની પ્રશાખા–ડાળખી છે અને એવત એ તેની પ્રતિશાખા – ડાળખું છે. [૫]
નિક્ષેપોમાં વયાજના
नामं ठवणा दविए त्ति एस दव्वट्टियस्स निक्खेवो । भावो उपज्जवट्ठिअस्स परूवणा एस परमत्थो ।। ६ ।।
Page #217
--------------------------------------------------------------------------
________________
સન્મતિ પ્રહ્
નામ, સ્થાપના અને દ્રવ્ય એ દ્રવ્યાસ્તિકના નિક્ષેપ છે; અને ભાવ તા પર્યાયાસ્તિક નયની પ્રરૂપણા છે. એ જ પરમાથ છે. [૬]
૨૦૦
અહી નિક્ષેપના અવશ્ય સંભવતા પ્રકારે અને તેમાં નયને વિભાગ એ એ બાબત જણાવી છે. નિક્ષેપના એામાં એક્બ જે ચાર પ્રકારે સર્વત્ર સભવે છે અને કરવામાં આવે છે, તે જ અહીં ગણુાવ્યા છે. કેાઈ પશુ સાથ ક શબ્દના અથ વિચારવા હાય, ત્યારે તે એમાં એ ચાર પ્રકારના જ મળી આવે છે. તે પ્રકારે, શવાસ્થ્ય અસામાન્યના નિક્ષેપો —વિભાગા કહેવાય છે. જે નામમાત્રથી રાજા હોય, તે નામરાજા; જે રાજનનું ચિત્ર કે ખીજી કૈાઈ પ્રતિકૃતિ હોય, તે સ્થાપના રાજા; જે આગળ જતાં રાજા થનાર હોય અગર જે હમણાં નહિ
૧. શબ્દના અર્થ કરવામાં ગરબડ ન થાય અને વક્તાના અભિપ્રાય શે' છે એ ખરાખર સમજાય, એવી ભાવનામાંથી નિયુક્તિકાશના સમયમાં નિક્ષેપના વિચાર સ્પષ્ટપણે શાસ્ત્રમાં ગૂંથવામાં આન્યા છે. કાઈ પણ રાખ્યું કે વાચના અથ કરતી વખતે તે.શબ્દના જેટલા અવિભાગ સભવી શકતા હાય તે જણાવી, તેમાંથી પ્રસ્તુતમાં વક્તાના કયા અર્થ' વિક્ષિત છે અને કર્યેા અ` સગત છે એ નક્કી કરવુ', એમાં જ નિક્ષેપવિષયક વિચારસરણીની ઉપયેાગિતા છે. દાખલા તરીકે જીવના ગુણા જ્ઞાન વગેરે છે એવું વાકય હેાય; તેમાં સદેહ થાય કે જીવશબ્દથી અહીં શું કહેવાનું છે ? ત્યારે વિચારક જણાવે છે કે, અહીં જીવ નામની કોઈ વ્યક્તિ, જીવની સ્થાપના કે દ્રવ્યજીવ વિવક્ષિત નથી, પણ ચૈતન્ય ધારણ કરનાર તત્ત્વ અર્થાત્ ભાવજીવ જ વિવક્ષિત છે. અને તે જ પ્રસ્તુત વાકયમાં સંગત છે. આ રીતે દરેક શબ્દના અથ વિષે ગોટાળા ઊભા થતાં નિક્ષેપવાદી સ્પષ્ટપણે વિક્ષિત અથ જણાવી ગોટાળા દૂર કરી શકે છે, એ જ નિક્ષેપના વિચારની ઉપયોગિતા છે. અનેકાક શબ્દ આવે ત્યાં વિવક્ષિત અને નિચ કરવાના ઘણા ઉપાયે। અલકારશાસ્ત્રમાં બતાવેલા છે; પણ જૈવ નિયુક્તિથા સિવાય કોઈ પણ વૈદિક કે બૌદ્ધ ગ્રંથમાં નિક્ષેપ જેવી વિચારસરણી લેવામાં આવી નથી.
Page #218
--------------------------------------------------------------------------
________________
પ્રથમ કાંડ : ૭ પણ પ્રથમ રાજા હતા, તે દ્રવ્યરાજા; અને જે હમણાં રાજપદ અનુભવતે હોય, તે ભાવરાજા. રાજા શબ્દાર્થના આ ચાર નિક્ષેપ થયા.
તેમાં પહેલા ત્રણ નિક્ષેપોમાં કઈને કઈ જાતને અભેદ – દ્રવ્ય હેવાથી તે ત્રણે દ્રવ્યાસ્તિક નયના વિષય મનાય છે; અને ભાવનિક્ષેપમાં ભેદ – પર્યાય હોવાથી તે પયયાસ્તિક નયને વિષય મનાય છે. જેનું, નામ રાજા હોય, તે વ્યક્તિને જોઈ લો કે તેના નામ સાથે તેને અભેદ કરી કહે છે કે, “એ રાજ છે'; તે જ રીતે ચિત્ર જોઈ તેની સાથે. અસલી રાજાને અભેદ કરી લેકે ચિત્રને ઉદ્દેશી બોલે છે કે, “આ રાજા છે'; એ જ પ્રમાણે વર્તમાનમાં રાજા ન હોવા છતાં ભૂત અને. ભાવિને વર્તમાન સાથે અભેદ કરી લોકે ભૂત અને ભાવી રાજાને જેઈ કહે છે કે, “આ રાજા છે. આ ત્રણે સ્થળે અભેદને વિચાર પ્રધાન છે; પણ ભાવનિક્ષેપમાં તેમ નથી. એમાં તે વર્તમાનમાં રાજપદને અનુભવ કરવાની વિશેષતાને લીધે ભેદ જ મુખ્ય છે. તેથી ચાર નિક્ષેપમાં ઉપર પ્રમાણે નયનેક વિભાગ કરવામાં આવ્યો છે. [૬]
બને નયને વિષય એકમેકથી જુદો નથી જ એવી ચર્ચાનો ઉપક્રમ. વચનપ્રકામાં નયાજના — *
पज्जवणिस्सामण्णं वयणं दवट्ठियस्स ‘अत्थि' त्ति। अवसेसो वयणविही पज्जवभयणा सपडिवक्खो ।। ७ ।।
પર્યાય- વિશેષથી તદ્દન મુક્ત એવા સામાન્યનું પ્રતિપાદક જે અસ્તિત્વ છે એવું વચન, તે દ્રવ્યાસ્તિક નયનું અર્થાત્ તે નયને આશ્રિત છે. બાકીના બધા વચનપ્રકારો પર્યાયને સ્પર્શ કરતા હોવાથી પ્રતિપક્ષસહિત અર્થાત્ દ્રવ્યાસ્તિક અને પર્યાયાસ્તિક બન્ને નયને આશ્રિત છે. [૭] - સંગ્રહ અને વિશેષ રૂપે બે પ્રસ્તારમાં વહેચી નાંખેલ શાસ્ત્રીય અને લૌકિક વાક્યોમાં નય ઉતારી એમ બતાવવામાં આવ્યું છે કે,
Page #219
--------------------------------------------------------------------------
________________
૨૦૨
સન્મતિ પ્રકરણ કયા પ્રકારનું વાક્ય કયાં નયને વિષય હોઈ શકે. જેમાં કોઈ પણ જાતને વિશેષ, પરિમિતતા, ખંડ કે વિભાગ નથી, એવું સત્તા સામાન્ય તે જ મહાવ્યાપક સામાન્ય છે. તેવા સામાન્ય અગર તેના વિચારનું પ્રતિપાદક જે “અસ્તિ” કે તેના જેવાં “સત” ઈત્યાદિ વચને છે, તે બધાં દ્રવ્યાર્થિક નયનાં વચને સમજવાં. એ સિવાયનાં જીવ, અજીવ, મુકત, સંસારી, પરમાણુ, સ્કંધ, ગુણ આદિ બીજાં જે વચન છે, તે બધાં કેઈ ને કોઈ પ્રકારનાં મર્યાદિત સામાન્યનાં જ બેધક હોવાથી, તેમના અર્થમાં વિશેષનો, વિભાગને, ખંડને કે ભેદને સ્પર્શ આવી જ જાય છે. તેથી તેઓ માત્ર વ્યાસ્તિકનયાવલંબી ન કહેવાતાં દ્રવ્યારિતક પર્યાયાસ્તિક ઉભયનયાવલંબી છે. કારણ કે તેમના પ્રતિપાદ્ય વત્વ આદિ અર્થ અમુક રીતે સામાન્ય હોવા છતાં પણ પિતા કરતાં વિસ્તૃત સામાન્યને એક વિભાગ જ છે. • અહીં એક વાત સમજી લેવી ઘટે કે “અસ્તિ' વગેરે મહાવ્યાપક સામાન્યવાચી વચને માત્ર દ્રવ્યાસ્તિકનયાવલંબી છે; તેમ કોઈનું પણ સામાન્ય ન બની શકે એવા છેલ્લા અવિભાજ્ય વિશેષનું વાચક વચન પણ માત્ર પર્યાયાસ્તિકનયાવલંબી છે. મધ્યવતી બધાં જ વચને સામાન્યરૂપ વિશેષનાં પ્રતિપાદક હોવાથી ઉભયનયાશ્રિત છે. [૭].
એક નયના વિષયમાં બીજા નયના પ્રવેશનું સ્વરૂપ – पज्जवणयवोक्कतं वत्थु दव्वट्टियस्स वयणिज्जं। . जाव दविओवओगो अपच्छिमवियप्पनिव्वयणो।।८।।
જેની પછી વિકલ્પજ્ઞાન અને વચનવ્યવહાર નથી એ અર્થાત્ છેલ્લામાં છેલ્લે દ્રવ્યઉપયોગ – સામાન્ય બાધ જ્યાં સુધી પ્રવર્તે છે, ત્યાં સુધીની વસ્તુ દ્રવ્યાસ્તિક નયની વાચ્ય છે; અને તે પર્યાયાસ્તિક નય વડે આક્રાંત છે. [૮]
જેમાં પર્યાયાસ્તિક નયને પ્રવેશ સંભવે છે એવી વ્યાસ્તિક નયના વિષયની મર્યાદા અહીં બતાવવામાં આવી છે. જ્યાં જ્યાં
Page #220
--------------------------------------------------------------------------
________________
પ્રથમ કાંડ : ૯
૨૦૩ સામાન્યબુદ્ધિ થાય, તે બધા દ્રવ્યાસ્તિકના વિષય છે. ઉપન્ય વિશેષથી માંડી અનુક્રમે ચડતાં ચડતાં સર્વવ્યાપક સત્તા – સામાન્ય સુધી સામાન્ય ઉપયોગ થતો હોવાથી, તે બધો વિષય વ્યાસ્તિકનું વક્તવ્ય છે. અને એ જ બધા વિષય પર્યાયાક્રાંત હવાથી પર્યાયાસ્તિક નયનો પણ ગ્રાહ્ય બને છે. અર્થાત અંતિમ વિશેષ સિવાયની બધી વસ્તુઓ વ્યાસ્તિકનું વક્તવ્ય છે. કારણ કે તે બધામાં સામાન્ય ઉપયોગ પ્રવર્તે છે; તે છતાં એ બધી વસ્તુઓ વિષે પર્યાય નયની પણ ગતિ છે. કારણ કે, દ્રવ્યાસ્તિક નયે જે જે વસ્તુને સામાન્યરૂપે જાણી હોય, તે જ વસ્તુને પર્યાયાસ્તિક નય વિશેષરૂપે જાણતો હોવાથી, દ્રવ્યાસ્તિકને બધો વિષય પર્યાયાસ્તિકને વિષય બને છે જ. પરંતુ પર્યાયાસ્તિક નયની બાબતમાં એમ નથી; કારણ કે બીજા બધા વિષયોમાં ઉભય નયની પ્રવૃત્તિ હેવા છતાં એક વિષય એવો છે કે જ્યાં ફક્ત પર્યાય નય પ્રવર્તે છે. તે વિષય એટલે અંતિમ વિશેષ. અંતિમ વિશેષમાં સામાન્ય ઉપગ ન
જ સંભવે, પણ પર્યાયબુદ્ધિ તે થાય જ. તેથી અંતિમ વિશેષ સિવાયના બધા વિષય ઉભયનયસાધારણ છે. [૮]
બને નયના વિષયના મિશ્રિતપણાની ચર્ચાને ઉપસંહાર– दव्वढिओ त्ति तम्हा नत्थि णओ नियम सुद्धजाईओ। ण य पज्जवढिओ णाम कोइ भयणाय उ विसेसो।।६।।
તેથી દ્રવ્યાસ્તિક નય નિયમે કરી વિશુદ્ધ જાતીય અર્થાત્ વિરોધી નયના વિષયસ્પર્શથી મુક્ત નથી જ, તે જ રીતે કોઈ પર્યાયાસ્તિક નય પણ વિશુદ્ધ જાતીય નથી. વિવક્ષાને લીધે જ બનેને ભેદ છે. [૧]
કવ્યાસ્તિક અને પર્યાયાસ્તિક એવા નયના બે ભાગ પાડવાથી અને તેમને સામાન્ય તથા વિશેષ રૂપે વિષયવિવેક કરવાથી એમ જણાવાને સંભવ છે કે, ઉક્ત બે નયે અને તેમના વિષયોને કશે જ
Page #221
--------------------------------------------------------------------------
________________
२०४
સન્મતિ પ્રકરણ સંબંધ નથી; તે સંભવ દૂર કરી વસ્તુસ્થિતિ અહીં સ્પષ્ટ કરી છે. ખરી રીતે કોઈ સામાન્ય વિશેષ વિનાનું અને કેઈ વિશેષ સામાન્ય વિનાનું હોતું જ નથી, પરંતુ એક જ વસ્તુ કેઈ અપેક્ષાએ સામાન્ય તો બીજી અપેક્ષાએ વિશેષ રૂપ હોય છે. તેથી દ્રવ્યારિતક નયને વિષય પર્યાયાસ્તિક નયના વિષયસ્પર્શથી અને પર્યાયાસ્તિક નયને વિષય દ્રવ્યાસ્તિક નયના વિષયસ્પર્શથી મુક્ત ન જ હોઈ શકે. એવી વસ્તુ સ્થિતિ હોવા છતાં બે નયને જે ભેદ કરવામાં આવે છે, તેનું તાત્પર્ય વિષયના ગૌણપ્રધાન ભાવમાં જ છે. જ્યારે વિશેષ રૂપને ગૌણ રાખી મુખ્યપણે સામાન્ય રૂપને અવલંબીને દૃષ્ટિ પ્રવર્તે, ત્યારે તે દ્રવ્યાસ્તિક; અને જ્યારે સામાન્ય રૂપને ગૌણ કરી વિશેષ રૂપને મુખ્યપણે ગ્રહણ કરી દૃષ્ટિ પ્રવર્તે, ત્યારે તે પર્યાયાસ્તિક એમ સમજવું. [૯]
બંને નયે એક બીજાના વિષયને કેવી રીતે જુએ છે તેનું કથન – दव्वट्ठियवत्तव्वं अवत्थु णियमेण पज्जवणयस्स। तह पज्जववत्थु अवत्थुमेव दव्वट्ठियनयस्स ॥ १० ॥
દ્રાસ્તિકનું વક્તવ્ય પર્યાયાસ્તિકની દૃષ્ટિમાં નિયમથી અવસ્તુ છે, તેવી રીતે પર્યાયાસ્તિકનું વક્તવ્ય વસ્તુ દ્રવ્યાતિકની દૃષ્ટિમાં આવતુ જ છે. [૧]
વિવક્ષાથી બંને નયના વિષયને જે ભેદ કહેવામાં આવ્યો છે, તેનું સ્પષ્ટીકરણ અહીં છે. દ્રવ્યાસ્તિક નય વસ્તુને માત્ર સામાન્ય રૂપે જુએ છે, ત્યારે પર્યાયાસ્તિક નય એ જ વસ્તુને માત્ર વિશેષ રૂપે જુએ છે. આથી એક નયનું વક્તવ્ય સ્વરૂપ બીજા નયની દૃષ્ટિમાં અવસ્તુ છે. એ જ એક વિષયમાં પ્રવર્તમાન બંને નેને અને તેમના પ્રતિપાઘ અંશને ભેદ છે. [૧૦]
બંને ન એક જ વસ્તુનાં કેવાં કેવાં ભિન્ન રૂપને સ્પર્શે છે તેનું કથન –
Page #222
--------------------------------------------------------------------------
________________
પ્રથમ કાંડ : ૧૧ उप (प्प)ज्जति वियंति य भावा नियमेण पज्जवणयस्स। दव्वट्ठियस्स सव्वं सया अणुप्पन्नमविणळें ।। ११ ।।
પર્યાયાસ્તિકની દ્રષ્ટિમાં બધા પદાર્થો નિયમથી ઉત્પન્ન થાય છે અને નાશ પામે છે. દ્રવ્યાસ્તિકની દ્રષ્ટિમાં બધી વસ્તુ હમેશને માટે ઉત્પત્તિ અને નાશ વિનાની જ છે. [૧૧]
એક નય વસ્તુના સ્થિર રૂપને ગ્રાહક છે; ત્યારે બીજો તેના અસ્થિર રૂપને ગ્રાહક છે. [૧૧].
સત્ – સંપૂર્ણ વસ્તુનું લક્ષણ – दव्वं पज्जवविउयं दव्वविउत्ता य पज्जवा णत्थि। .. उप्पाय-ट्ठिइ-भंगा हंदि दवियलक्खणं एयं ।। १२ ।।
દ્રવ્ય એ ઉત્પાદ, નાશ એવા પર્યાય વિનાનું નથી; અને પર્યાય એ દ્રવ્ય-ધવાંશ વિનાના નથી. કારણ કે ઉત્પાદ, નાશ અને સ્થિતિ એ ત્રણે દ્રવ્ય - સતનું લક્ષણ છે. [૧૨]
લક્ષણ દ્વારા વસ્તુનું યથાર્થ પૂર્ણ રૂપ અહીં બતાવ્યું છે. કેઈ વસ્તુ ઉત્પાદ વિનાશ વિનાની માત્ર સ્થિર નથી. તેમ જ કઈ વસ્તુ સ્થિરતા વિનાની માત્ર ઉત્પાદ-વિનાશવાળી નથી. કારણ કે વરસ્તુને સ્વભાવ જ એવો છે કે, તે મૂળ રૂપે સ્થિર છતાં નિમિત્ત પ્રમાણે જુદે
૧. સરખાવો પંચાસ્તિકાચ ૧, ૧૨; તથા તત્વાર્થ સૂત્ર ૫. ૨૯.
ઉત્પાદ-સ્થિતિ–ભંગને જે જૈન ગ્રંથોમાં સમર્થનાત્મક વિચાર દેખાય છે, તેની સામે નાગાર્જુન જેવાઓની વિરુદ્ધ વિચારપરંપરા હતી. નાગાર્જુનની મધ્યમકકારિકામાં સરકૃતપરીક્ષા નામનું એક પ્રકરણ છે. (પૃ. ૪૫–૫૭) તેમાં વસ્તુના લક્ષણ તરીકે મનાતા ઉત્પાદ-સ્થિતિ-ભંગને નિરાસ કરવામાં આવ્યો છે. આ નિરાસ તેના પછીના બીજા બૌદ્ધ ગ્રંથોમાં પણ દેખાય છે. એવી વિરુદ્ધ પરંપરા સામે પોતાના પક્ષને બચાવ કરવા જન તાર્કિક વિદ્વાનોએ ઉત્પાદાદિ ત્રિપદીના સમર્થન માટે સર્વત્ર પ્રયત્ન કરેલ છે.
Page #223
--------------------------------------------------------------------------
________________
૨૦૬
સમતિ પ્રકરણ જુદે રૂપે બદલાતી રહે છે; તેથી એક જ વસ્તુમાં સ્થિરપણું અને અસ્થિરપણું એ વિરુદ્ધ નથી, પણ વાસ્તવિક છે. અને એ બે રૂપે હોય તે જ વસ્તુ પૂર્ણ બને છે. [૧]
બંને નયે છૂટાછૂટા મિથ્યાદષ્ટિ કેમ બને છે તેને ખુલાસે – एए पुण संगहओ पाडिक्कमलक्खणं दुवेण्हं पि। तम्हा मिच्छद्दिट्ठी पत्तेयं दो वि मूलणया ।। १३ ।।
એ ઉત્પાદ, વ્યય અને સ્થિતિ ત્રણે એકબીજા સાથે મળીને જ રહે છે, તેથી બને નયને પણ છૂટે છૂટો વિષય સતનું લક્ષણ નથી થતો, માટે એ બને મૂળ ન છૂટા છૂટા મિથ્યાષ્ટિ છે. [૧૩].
બંને ન છૂટા છૂટા મિથ્યાદષ્ટિ હેવાનું કારણ એ છે કે, બંનેમાંથી એકે નયને વિષય સતનું લક્ષણ બનતો નથી. કવ્યાર્થિકને વિષય સામાન્ય લઈએ કે પર્યાયાચિકનો વિષય વિશેષ લઈએ, પણ તે એકે સતનું લક્ષણ નથી જ. સતનું લક્ષણ તે સામાન્ય, વિશેષ બંને મળીને જ બને છે. તેથી કેઈ એક છૂટો નય જે વસ્તુના સંપૂર્ણ સ્વરૂપના પ્રતિપાદનને દાવો કરે, તે તે મિથ્યાદષ્ટિ છે. [૧૩]
બને નમાં યથાર્થપણું કેવી રીતે આવે છે તેનો ખુલાસો – ण य तइओ अत्थि णओ ण य सम्मत्तं ण तेसु पडिपुण्णं । जेण दुवे एगन्ता विभज्जमाणा अणेगन्तो।। १४ ॥
ત્રીજે નય નથી જ; એ બે નોમાં યથાર્થપણું નથી સમાતું એમ પણ નથી. કારણ કે, બને એકાંતે વિશેષ રૂપે ગ્રહણ કરાતાં જ અનેકાંત બને છે. [૧૪]
સત એ સામાન્ય વિશેષ ઉભયાત્મક છે. તેને ગ્રાહક જે કંઈ નય હેય તે અલબત સંપૂર્ણ વસ્તુગ્રાહી હોવાથી તેને સમ્યગનય કહી
Page #224
--------------------------------------------------------------------------
________________
२०७
પ્રથમ કાંડ ૧૫ શકાય; પણ એ તે નય સંભવ જ નથી. કારણ કે સંપૂર્ણ સત નું ગ્રાહી જ્ઞાન નય નહિ પણ પ્રમાણુ હોઈ શકે. ત્યારે પ્રશ્ન થાય છે કે, જે ત્રીજો નય નથી જ અને બંને નેને મિથ્યાદષ્ટિ કહે છે, તે શું નયજ્ઞાન સમ્યગ રૂપ ન હોઈ શકે ? આનો ઉત્તર એ છે કે, હોઈ શકે; પણ “તે કેવી રીતે ?” એ જ સમજવું જોઈએ. જે બે નાને મિથ્યાદષ્ટિ કહેવામાં આવ્યા છે, તે જ બે નેમાં સમ્યપણું પણ છે જ. મિથ્યાપણું અને સમ્યપણું એ બંને વિરુદ્ધ ધર્મો એક આશ્રયમાં કેવી રીતે સંભવે? એને ઉત્તર એ છે કે, જ્યારે એ બંને નો એક બીજાથી નિરપેક્ષ થઈ માત્ર સ્વવિષયને જ સરૂપે સમજવાનો આગ્રહ કરે, ત્યારે તે બંને પિતપતાના ગ્રાહ્ય એક અંશમાં સંપૂર્ણતા માનતા હોવાથી મિથ્થારૂપ છે; પણ જયારે એ જ બે ને પરસ્પર સાપેક્ષપણે પ્રવર્તે, અર્થાત્ બીજ પ્રતિપક્ષી નયના વિષયનું નિરસન કર્યા સિવાય તે વિષે માત્ર તટસ્થ રહી પિતાના વક્તવ્યનું પ્રતિપાદન કરે, ત્યારે બંનેમાં સમ્યફપણું આવે જ. કારણ કે, એ બંને નયે એક એક અંશગ્રાહી છતાં એક બીજાની અવગણના કર્યા વિના પિતા પોતાના પ્રદેશમાં પ્રવર્તતા. હેવાથી સાપેક્ષ છે, અને તેથી તે બંને યથાર્થ છે. [૧૪].
મૂલ નો સાથે ઉત્તર નાની સમાનતાનું કથન – जह एए तह अण्णे पत्तेयं दुण्णया गया सब्वे । हंदि हु मूलणयाणं पण्णवणे वावडा ते वि ।। १५ ।।
જેવી રીતે એ બે નય, તેવી રીતે બીજા બધા પણ ન છૂટા છૂટા દુનય છે. કારણ કે, તેઓ પણ મૂલ નાના ય વિષયને પ્રતિપાદન કરવામાં લાગેલા છે. [૧૫]
નિરપેક્ષપણે પ્રવૃત્તિ એ જ નયન દુર્નચપણનું બીજ છે. એ બીજ જે ઉત્તર ન માં હોય, તો તેઓ પણ બધા દુર્નય – મિથ્યા સમજવા. કારણકે, સંગ્રહ આદિ ઉત્તર નાનું પ્રતિપાદ્ય વસ્તુ કાંઈ જુદુ
Page #225
--------------------------------------------------------------------------
________________
૨૮
સન્મતિ કચ્છ નથી; તેઓ પણ મૂલ નયના પ્રતિપાદ્ય વિષયને જ પ્રરૂપવા પ્રવર્તે છે. તેથી જે તેઓ પણ વિરોધી નયના વિષયને અવગણ, પિતાના વિષયમાં જ પૂર્ણતા માને, તે મિથ્યારૂપ બને એ સ્વાભાવિક છે. [૧૫]
ઉત્તર નમાં સંપૂર્ણ સમ્રાહી કેઈ એક નય નથી એવું કરી -કથન –
सव्वणयसमूहम्मि वि णत्थि णओ उभयवायपण्णवओ। मूलणयाण उ आणं पत्तेय विसेसियं बिति ।। १६ ।।
બધા નાના સમૂહમાં પણ ઊભયવાદ– સામાન્ય વિશેષ ઉભયપને જણાવનાર નય નથી. કારણકે તે દરેક નય મૂલ નય વડે ગ્રહણ કરાયેલ વિષયને જ વિવિધ રૂપે કહે છે. [૧૬]
મૂલ બે નય ઉપરાંત ત્રીજે કઈ મૂલ નય તો ઉભયગ્રાહી નથી જ સંભવતે, પણ બે મૂલ નયના ઉત્તરભેદરૂપ જે સંગ્રહ આદિ છ
છે, તેમાં પણ કોઈ એ નય નથી કે જે વસ્તુના સામાન્ય વિશેષ ઉભયાત્મક સ્વરૂપનું પ્રતિપાદન કરે. આનું કારણ એ છે કે, દરેક ઉત્તર નય પોતે જે જે મૂલ નયને ભેદ છે, તે તે મૂલ નયના ગ્રાહ્ય વિષયને જ જુદી જુદી રીતે વર્ણવે છે. ઉત્તર નનું કાર્ય કાંઈ મૂલ નયના પ્રદેશ બહાર નથી, એ તો ફક્ત પિતાપિતાના મૂલનયગૃહીત અંશને જ કાંઈક વધારે વધારે ઝીણવટથી ચર્ચે છે. તેથી તેઓમાં ઉભયવાદજ્ઞાપકપણું ન જ હોઈ શકે. [૧૬]
કોઈ પણ એક નયના પક્ષમાં સંસાર, સુખદુઃખસબંધ, મેક્ષ આદિ ન જ ઘટી શકે એવું કથન –
ण य दव्वट्ठियपक्खे संसारो व पज्जवणयस्स। सासयवियत्तिवायी जम्हा उच्छेअवाईआ ।। १७ ।। सुह-दुक्खसम्पओगो ण जुज्जए णिच्चवायपक्खम्मि । एगंतुच्छेयम्मि य सुह-दुक्खवियप्पणमजुत्तं ।। १८ ।।
Page #226
--------------------------------------------------------------------------
________________
પ્રથમ કાંડઃ ૧૯
૨૦૯ कम्मं जोगनिमित्तं बज्झइ बंध-ट्ठिई कसायवसा। . . अपरिणउच्छिण्णेसु य बंध-टिइकारणं णत्थि ॥ १६ ॥ बंधम्मि अपूरन्ते संसारभओघदन्सणं मोज्झं । . बन्धं व विणा मोक्खसुहपत्थणा णत्थि मोक्खो य ।। २० ॥ तम्हा सव्वे वि णया मिच्छादिट्ठी सपक्खपडिबद्धा । अण्णोण्णणिस्सिआ उण हवंति सम्मत्तसब्भावा ।।२१।।
દ્રવ્યાસ્તિક પક્ષમાં સંસાર ન જ ઘટે; પર્યાયાસ્તિકપક્ષમાં પણ ન જ ઘટે. કારણકે એક શાશ્વત – નિત્ય વ્યક્તિવાદી છે અને બીજે ઉચછેદ – નાશવાદી છે. [૧૭] :
નિત્યવાદપક્ષમાં સુખ-દુઃખને સંભવ નથી ઘટતે એકાંત ઉચ્છેદવાદમાં પણ સુખ દુઃખની વિકલ્પના નથી. [૧૮]
ગને લીધે કમ બધાય છે અને કષાયને લીધે બદ્ધ કમમાં સ્થિતિ નિમિત થાય છે, પરંતુ માત્ર પરિણામી અને માત્ર ક્ષણનષ્ટમાં બંધ અને સ્થિતિનું કારણ નથી જ. [૧૯].
બંધ થતો ન હોય તો સંસારમાં ભયપ્રાચુયનું દશન એ મૂઢતામાત્ર છે અને બધા વિના મોક્ષસુખની અભિલાષા. તેમજ મોક્ષ નથી. [૨૦]
તેથી માત્ર પોતે પોતાના પક્ષમાં સંલગ્ન બધાયે નયે મિથ્યાદૃષ્ટિ છે. પરંતુ એ જ બધા નો પરસ્પર સાપેક્ષ હોય, તે સમ્યગુરૂપ બને છે. [૧] - નિરપેક્ષ એવા બને નાના પક્ષમાં અનુભવસિદ્ધ અને શાસ્ત્રીય પ્રવૃત્તિમાં કેવી રીતે બાધ આવે છે, તે અહીં આત્માને લઈ બતાવ્યું છે. જો કેવલ કવ્યાસ્તિક પક્ષ લઈએ, તે તેને મતે આત્મતત્ત્વ એકાંતનિત્ય હેઈ અપરિવર્તનશીલ છે; અને જે કેવલ પર્યાયાસિક પક્ષ લઈએ,
Page #227
--------------------------------------------------------------------------
________________
૧૦
સન્મતિ પ્રકરણ
તે તેને મતે તે માત્ર ક્ષણભ’ગુર છે. આ બન્ને પક્ષમાં સસાર, સુખદુઃખના સંબંધ, સુખની પ્રાપ્તિ અને દુઃખના ત્યાગ માટેના પ્રયત્ન, ક`ના બંધ, તેની સ્થિતિ, મેાક્ષની ઇચ્છા અને મેક્ષ એ કશું જ ઘટી ન શકે, કારણકે, એકાંતનિત્ય પક્ષમાં ફૂટસ્થપણાને લીધે આત્મામાં કષાયવિકાર કે લેપને સંભવ જ નથી; અને અનિત્ય પક્ષમાં ક્ષણભંગુરતાને લીધે આત્મા દરેક ક્ષણે નાશ પામી નવા નવા ઉત્પન્ન થતા હોવાથી, ધ્રુવત્વ સાથે બંધ એસે એવા અનુસધાન, ઇચ્છા, પ્રયત્ન આદિ કાઈ ભાવે! ન જ ઘટી શકે. તેથી જ એ બન્ને ના જો નિરપેક્ષપણે પોતપેાતાના વિષયમાં પ્રવતે, તે તે મિથ્યાષ્ટિ છે; અને પરસ્પર સાપેક્ષપણે પ્રવર્તે, તે જ સમ્યગ્દષ્ટિ છે. [૧૭-૨૧]
એ જ નયા કયારેક સમ્યગ્દષ્ટિ હોતા નથી અને કયારેક હાય છે, તેના કારણનું દૃષ્ટાંત દ્વારા સમર્થન
जहणेयलक्खणगुणा वेरुलियाई मणी विसंजुत्ता । रेणावलिववएस न लहंति महग्घमुल्ला जि ।। २२ ।। तह णिययवायसुविणिच्छिया वि अण्णोष्णपक्खणिरवेक्खा । सम्मद्दंसणसद्दं सव्वे वि गया ण पावेंति ।। २३ ॥ जह पुण ते चेव मणी जहा गुणविसेसभागपडिबद्धा । रयणावलि' त्ति भण्णइ जहंति पाडिक्कसण्णाउ ।। २४ ।। तह सव्वे णयवाया जहाणुरूवविणिउत्तवत्तव्वा । सम्मद्दंसणसद्दं लहन्ति ण विसेससण्णाओ ।। २५ ।।
'
૧જેવી રીતે અનેક લક્ષણ અને ગુણવાળાં વૈય વગેરે રત્ના બહુ કીમતી હેાવા છતાં છૂટાં છૂટાં હાય, તેા રત્નાવલી – હાર નામ નથી પામતાં; [૨૨]
૧. સરખાવે વિશેષાવશ્યક ભાષ્ય ગા॰ ૨૨૭૧.
Page #228
--------------------------------------------------------------------------
________________
પ્રથમ કાંડ : ૨૨
૨૧૧ તેવી રીતે બધા નો પિતપોતાના પક્ષમાં વધારે નિશ્ચિત છતાં પણ અંદરોઅંદર એકબીજા સાથે નિરપેક્ષ હોઈ, “સમ્યગ્દશન” વ્યવહાર પામી શકતા નથી. [૩]
વળી જેમ તે જ મણિએ દેરામાં ખાસ ખાસ ભાગ પાડી તે પ્રમાણે ગોઠવવામાં આવ્યા હોય, તો “રત્નાવલી” એમ કહેવાય છે, અને પિતાનાં જુદાં જુદાં નામે છેડી દે છે; [૨૪]
તેમ બધા નયવાદે ઘટતી રીતે ગોઠવાઈ વ્યવસ્થિત અથવાળા થાયે, તે “સમ્યગદશન વ્યવહાર પામે છે; વિશેષ સંજ્ઞા નથી પામતા. [૨૫]
રનો ગમે તેવાં પાણીદાર અને કીમતી હોવા છતાં જ્યાં સુધી બધાં છૂટાં છૂટાં હોય, ત્યાં સુધી તે હાર નથી કહેવાતાં અને હારની કિંમત નથી મેળવી શકતાં. તે જ રને જ્યારે યોગ્ય રીતે પરેવી ગોઠવી દેવામાં આવે છે, ત્યારે તેઓ પિતાનું ખાસ નામ છોડી હાર નામ ધારણ કરે છે અને યોગ્ય કિંમત મેળવે છે. તે જ પ્રમાણે નયનું છે. દરેક નયવાદ પોતપોતાના પક્ષમાં ગમે તેટલે મજબૂત હોય; છતાં જ્યાં સુધી તે બીજા પક્ષની દરકાર ન કરે, ત્યાં સુધી પરસ્પર નિરપેક્ષ બધા વાદો સમ્યગ્દર્શન નથી કહેવાતા; પણ જ્યારે તે બધાને વિષય અંદરોઅંદર એક બીજા સાથે ગોઠવાઈ જાય છે, અને બધા જુદા જુદા વિષયના પ્રતિપાદક હેવા છતાં મુખ્યપણે એક જ વસ્તુનું પ્રતિપાદન કરવા માટે સાપેક્ષપણે પ્રવર્તતા હોય છે ત્યારે તે દરેક પિતાનું ખાસ નામ છોડી સમ્યગ્દર્શન નામ ધારણ કરે છે.
રનનું હારપણું પરેવણી અને ગેઠવણ ઉપર અવલંબે છે; તેમ નયવાદનું સમ્યગ્દષ્ટિપણે તેમની પરસ્પર અપેક્ષા ઉપર અવલંબે છે. [૨૨-૨૫]
દાંત મૂકવાની સાર્થકતા સાબિત કરવા તેના ગુણનું કથન –
Page #229
--------------------------------------------------------------------------
________________
૨૧ર
સન્મતિ પ્રકરણ लोइयपरिच्छयसुहो निच्छयवयणपडिवत्तिमग्गो य । अह पण्णवणाविसउ त्ति तेण वीसत्थमुवणीओ।। २६ ।।
૧દષ્ટાંત એ લૌકિક – વ્યવહારજ્ઞ અને પરીક્ષક – શાસ્ત્રને સહેલાઈથી સમજાય તે નિશ્ચયકારી વચનના બોધને ઉપાય અને સ્થાપનાને વિષય છે, તેથી નિશકપણે અહી તે
જે છે. [૨૬] - દષ્ટાંતમાં વ્યવહાર અને શાસ્ત્ર બન્નેમાં કુશલ જનેને સરળતાથી સમજાવવાનો ગુણ છે. તેનામાં સાયને નિશ્ચય કરવામાં ઉપયોગી થવાનું અર્થાત વ્યાપ્તિજ્ઞાન પ્રગટાવવાનું સામર્થ્ય છે અને તેના વિના - પક્ષની સ્થાપના નથી બનતી. તેથી જ નિઃસંકેચપણે અહીં રત્નાવલીનું દષ્ટાંત ગ્રંથકારે મૂકેલું છે. [૨૬]
સાપેક્ષપણું ન હોય તે મિથ્યાદષ્ટિ જ છે, એ વસ્તુનું કેટલાક પ્રસિદ્ધ વાદો દ્વારા સ્પષ્ટીકરણ –
इहरा समूहसिद्धो परिणामकओ व्व जो जहि अत्थो। તે તે ન જ તે તે વેવ વ ત્તિ નિયમેળ મિત્ત ર૭ |
પ્રથમ કહ્યું તેથી ઊલટી રીતે માનીએ, એટલે કે અવયવી.. રૂપ અથવા પરિણામરૂપ જે કાય જે કારણમાં થાય છે તે કાય તે કારણરૂપ જ છે, અથવા તે કાર્ય કારણરૂપ જ નથી, અથવા કાય કારણ અભિન્ન જ છે, એમ જે એકાંતથી માનવું, તે મિથ્યાત્વ છે. [૨૭]
જુદા જુદા નયવાદે જે સાપેક્ષ પ્રતિપાદન કરે, તો જ સમ્યગ્દષ્ટિ બને છે એમ રત્નાવલીના દષ્ટાંતથી કહેવામાં આવ્યું છે. એ જ કથનને
૧. સરખાવો ન્યાયસૂત્ર ૧,૧,૨૫. ૨. સરખાવો. સિદ્ધસેનીચ બત્રીશી પહેલી, શ્લોક ૨૦.
Page #230
--------------------------------------------------------------------------
________________
૨૧૭
પ્રથમ કાંડઃ ૨૮ દઢ કરવા કેટલાક પ્રચલિત વાદ લઈ અહીં વિચાર કરવામાં આવ્યો છે.
કાર્યકારણભાવને જે દાર્શનિક સિદ્ધાંત છે, તેમાં સાંખ્ય આદિ કેટલાક વાદીઓ કાર્યને સત માને છે. કારણ કે તેઓ પરિણામવાદી હેઈ કહે છે કે, “કારણ પિતે જ કાર્યરૂપ પરિણામ પામે છે. વૈશેષિક આદિ કેટલાક વાદીઓ કાર્યને અસત કહે છે. કારણ કે તેઓ આરંભવાદી હેવાથી અવયવ દ્વારા અવયવીરૂપ કાયરને આરંભ થાય છે એમ માને છે. વળી કેટલાક અતવાદીઓ માત્ર એક દ્રવ્ય સ્વીકારતા હોવાથી, કાર્યો અને કારણ જેવું કાંઈ નથી જ એમ માને છે. પરિણામવાદ પ્રમાણે દહીં એ દૂધને પરિણામમાત્ર છે અને તેથી તે બનેમાં ભેદ જ નથી. અવયવી કાર્યવાદ પ્રમાણે કપડું એ સૂત્રસમૂહ ઉપરથી બનેલું એક કાર્ય છે અને તેથી તે કારણથી ભિન્ન જ છે. અદ્વૈતવાદ પ્રમાણે કાય કે કારણની કલ્પના પેટી છે; બધું માત્ર કાવ્યરૂપ જ છે. આ ત્રણે વાદે લઈ ગ્રંથકાર કહે છે કે, એ વાદે પિતપોતાના પક્ષનું એકાંતપણે સમર્થન કરતા હોય અને બીજો પક્ષ મિશ્યા છે એમ કહેતા હોય, તે એ ત્રણે વાદો સાપેક્ષ પ્રતિપાદન ન કરતા હોવાથી મિથ્યા જ છે.
- સાપેક્ષ પ્રતિપાદન એટલે પિતાના પક્ષનું એવી રીતે પ્રતિપાદન કરવું કે જેથી બીજા પક્ષની મર્યાદાને ભંગ ન થાય અને પિતાના પક્ષની મર્યાદા પણ સચવાય. [૨૭]
અનેકાંત મર્યાદા અને તેની વ્યવસ્થા કેમ કરે તેનું કથન – णिययवयणिज्जसच्चा सवनया परवियालणे मोहा। ते उण ण दिट्ठसमओ विभयइ सच्चे व अलिए वा ।। २८ ।।
૧બધા નો પિતપોતાના વક્તવ્યમાં સાચા છે અને બીજાના વક્તવ્યનું નિરાકરણ કરવામાં ખાટા છે; અનેકાંતશાસ્ત્રને ૧. સરખાવો વિશેષાવશ્યક ભાષ્ય ગાત્ર ૨૨૭૨.
,
Page #231
--------------------------------------------------------------------------
________________
ર૧૪
સન્મતિ પ્રકરણું જ્ઞાતા તે ન “આ સાચા છે” અને “આ બેટા છે” એ વિભાગ નથી કરતા. [૨૮]
દરેક નયની મર્યાદા તિપિતાના વિષયનું પ્રતિપાદન કરવા પૂરતી છે. એ મર્યાદામાં રહે ત્યાં સુધી તે બધા સાચા છે. એ મર્યાદાને. ભંગ કરી જ્યારે તેઓ બીજા પ્રતિપક્ષનયના વક્તવ્યનું નિરાકરણ કરવા લાગે, ત્યારે તેઓ મિશ્યા થઈ જાય છે. આ કારણથી દરેક નયની મર્યાદા સમજનાર અને તેમને સમન્વય કરનાર અનેકાંત બધા નાનું વક્તવ્ય જાણવા છતાં આ એક નય સત્ય જ છે અને બીજે અસત્ય જ છે એ વિભાગ નથી કરતે; ઊલટું તે તે કોઈ એક નયના વિષયને બીજા વિધી નયના વિષય સાથે સાંકળીને જ તે સત્ય છે એવું નિર્ધારણ કરે છે. આ રીતે અનેકાંતા વાદી કાર્યને કથંચિત જ સત યા અસત્ કહે તેમ જ દ્રવ્યને અદ્વૈત કે દૈત પણ કર્થચિત જ કહે. ૨૮]
બને મૂલ નાની વિષયમર્યાદા – दव्वट्ठियवत्तव्वं सव्वं सव्वेण णिच्चमवियप्पं। .. आरद्धो य विभागो पज्जववत्तव्वमग्गो य ।। २६ ॥
બધું. બધે પ્રકારે હમેશાં ભેદરહિત હોય તે દ્રવ્યાસ્તિકનું વક્તવ્ય છે; અને વિભાગ – ભેદ શરૂ થયું કે તે પર્યાયાસ્તિકના વક્તવ્યને માગ બને છે. [૨૯]
જગત તે ભેદભેદ ઉભયસ્પ છે, પણ તેમાં જ્યારે બધું કઈ પણ જાતના ભેદ વિના માત્ર સર્પ દેખાય, ત્યારે તે દ્રવ્યાસ્તિકને વિષય છે. અર્થાત અભેદ સુધી જ કવ્યાસ્તિકની મર્યાદા છે. જ્યારે વળી સતના દ્રવ્ય ગુણ આદિ અગર ભૂત વર્તમાન આદિ ભેદ કરવામાં આવે છે, ત્યારે જ પર્યાયાસ્તિકના વિષયને માર્ગ શરૂ થાય છે. અર્થાત મેદથી જ પર્યાયાસ્તિકના વિષયની મર્યાદા શરૂ થાય છે. [૨૯]
For Private &
Page #232
--------------------------------------------------------------------------
________________
'પ્રથમ કાંડઃ ૩૦
- ૨૧૫ ભેદનું વિશેષ વર્ણન – जो उण समासओ च्चिय वंजणणिअओ य अत्थणिअओ य। अत्थगओ य अभिण्णो भइयव्वो वंजणवियप्पो ।। ३० ।।
વળી તે વિભાગ સંક્ષેપમાં વ્યજનનિયત – શબ્દસાપેક્ષ અને અનિયત – શબ્દનિરપેક્ષ છે. અર્થગત વિભાગ અભિન્ન છે; અને શબ્દગત ભેદ ભાજ્ય-ભિન્ન તથા અભિન્ન છે. [૩૦]
દરેક પદાર્થ ભેદભેદ ઉભયાત્મક છે. તેમાં જ્યારે અભેદ ઉપર સૂક્ષ્મ વિચારણાથી કાલ દેશ આદિને લીધે ભેદોની કલ્પના કરવામાં આવે છે, ત્યારે તે ભેદે વિચારની સૂક્ષ્મતા પ્રમાણે ઉત્તરોત્તર વધતા જ જાય છે. અભિન્ન – સામાન્ય સ્વરૂપ ઉપર કપાયેલી એ અનંત ભેદની પરંપરામાં જેટલે સદશપરિણામપ્રવાહ કેઈ પણ એક શબ્દને વાચ્ય બની વ્યવહાર્ય થાય છે, તેટલો તે પ્રવાહ વ્યંજનપર્યાય કહેવાય છે; અને ઉક્ત ભેદની પરંપરામાં જે ભેદ અંતિમ હેવાથી અવિભાજ્ય હોય અથવા જે ભેદ અવિભાજ્ય ન છતાં અવિભાજય જે ભાસે, તે અર્થપર્યાય કહેવાય છે. દા. ત. ચેતન પદાર્થનું જીવત્વ એ સામાન્ય રૂપ છે; તેની કાલ કર્મ આદિ ઉપાધિત સંસારિત્વ, મનુષ્યત્વ, પુરુષત્વ, બાલવ આદિ અનંત ભેદેવાળી નાની મોટી અનેક પરંપરાઓ છે. તેમાં પુરુષ પુરુષ” એવી સમાન પ્રતીતિને વિષય અને એક પુરુષશબ્દનો પ્રતિપાઘ એવો જે સદશપર્યાયપ્રવાહ છે, તે વ્યંજનપર્યાય; અને એ પુરુષરૂપે સદશ પ્રવાહમાં બીજા બાલ્ય, યૌવન આદિ અગર તેથી પણ સૂક્ષ્મતમ ભેદે રહેલા છે, તે બધા અર્થપયાય.
વ્યંજનપર્યાયને અભિન્ન – ભિન્ન કહ્યો છે તેને ભાવ એ છે કે, પુરુષરૂપ પર્યાય શબ્દવા સદશ પ્રવાહની દૃષ્ટિએ એક છે છતાં તેમાં બીજા બાલ્ય આદિ અનેક નાના ભેદ ભાસતા હેવાથી તે ભેદ્ય પણ છે. એ જ રીતે બાલપર્યાય શબ્દવાચ્ય સદશપ્રવાહરૂપે એક હેવાથી અભિન્ન છતાં તેમાં તત્કાલજન્મ સ્તનધત્વ આદિ બીજા ભેદને લીધે
Page #233
--------------------------------------------------------------------------
________________
૨૧૬
.
સન્મતિ પ્રકરણ તે ભેદ હોવાથી ભિન્ન પણ છે. એ જ રીતે દરેક વ્યંજનપર્યાય – વ્યવહાર્ય પર્યાયની બાબતમાં ઘટાવી લેવું. અર્થપર્યાયને અભિન્ન કહ્યો છે તેને ભાવ એ છે કે, ભેદની પરંપરામાં જે ભેદ અંતિમ હેવાથી અભેદ્ય હોય, તે ભેદ પિતે બીજાનો અંશ છતાં અને બીજા ભેદેથી જુદ હેવા છતાં માત્ર પિતાના ભેદક અંશને ન ધરાવતા હોવાથી અભિન્ન છે. [૩૦]
એક જ દ્રવ્ય અનેક કેમ બને છે તેને ખુલાસો – एगदवियम्मि जे अत्थपज्जया वयणपज्जया वा वि।। તૈયાયમૂયી તાવયં ત યુવડું વં રૂ ?
એક દ્રવ્યની અંદર જે અતીત વર્તમાન અને અનાગત એવા અથપર્યાય તેમ જ શબ્દ- વ્યંજનપર્યાય હોય છે, તે દ્રવ્ય તેટલું થાય છે. [૩૧]
- કઈ પણ પરમાણુ જીવ આદિ મૂળ દ્રવ્ય વસ્તુતઃ અખંડ હોવાથી વ્યક્તિરૂપે ભલે એક જ હોય, તેમ છતાં તેમાં ત્રણે કાળના શબ્દપર્યાય અને અર્થપર્યાય અનંત હોય છે, તેથી એ એક દ્રવ્ય પણ પરપર્યાયે જુદુ જુદું ભાસમાન થવાથી અને જુદું જુદું મનાવાથી પર્યાની સંખ્યા પ્રમાણે અનંત બને છે. અર્થાત અમુક એક પર્યાયસહિત તે દ્રવ્ય કરતાં બીજા વિવક્ષિત પર્યાયસહિત તે દ્રવ્ય અને, તે કરતાં ત્રીજા વિવક્ષિત સહિત તે દ્રવ્ય જુદું છે. એમ વિશેષ્યભૂત દ્રવ્ય એક હેવા છતાં વિશેષણભૂત પર્યાના ભેદને લીધે તે જુદું જુદું માનવા જતાં પર્યાય જેટલી સંખ્યાવાળું બને છે. [૧]
વ્યંજપર્યાયને દાખલ – पुरिसम्मि पुरिससद्दो जम्माई मरणकालपज्जन्तो। तस्स उ बालाईया पज्जवजोया बहुवियप्पा ॥३२॥
Page #234
--------------------------------------------------------------------------
________________
પ્રથમ કાંડ : ૩૩
૨૧૭
જન્મથી માંડી મરણુ સમય સુધી પુરુષની અંદર પુરુષ એવા શબ્દ વપરાય છે; તેના જ ખાલ વગેરે અનેક પ્રકારના પર્યાય – અશેા છે. [૩૨]
પુરુષરૂપે જન્મ લીધો ત્યારથી માંડી મરણુ પર્યંત તે જવ પુરુષ પુરુષ ’એવા સમાન શબ્દથી વ્યવહારાય છે અને ‘પુરુષ પુરુષ એવી સમાન પ્રતીતિને વિષય અને છે; તેથી જીવનેા એ પુરુષરૂપ સદશપર્યાયપ્રવાહ વ્યંજનપર્યાય છે. તેમાં જે બીજા ખાલ્ય, યૌવન, વૃદ્ધત્વ આદિ અનેક પ્રકારના સ્થૂલ પર્યાયે કે તેથી ખીજા સૂક્ષ્મ પર્યાયેા ભાસે છે, તે બધાયે પુરુષરૂપ વ્યંજનપર્યાયના અવાંતર — પેટા પર્યાય છે. અર્થાત્ કાઈ પણ એક બ્ય જનપર્યાય લઈ એ, તે તેના બીજા ભેદો શકય હોવાથી તેને અનેક પર્યાયો સંભવે જ છે, [૩૨] વ્યંજનપર્યાયમાં એકાંત અભિનપણું સ્વીકારતાં શે દ્વેષ આવે તેનું કથન
अस्थि ति णिव्वियप्पं पुरिसं, जो भइ पुरिसकालम्मि । सो बालाइवियप्पं न लहइ तुल्लं व पावेज्जा ।। ३३ ।।
જે વક્તા પુરુષને તેની પુરુષદશામાં વિધિરૂપે માત્ર અભિન્ન કહે છે, તે માલ આદિ ભેદે જાણવા નથી પામતા, તેથી તે તુલ્ય જ પ્રાપ્ત કરે છે. [૩૩]
જો પુરુષરુપ વ્યંજનપર્યાયને એકાંતપણે અભિન્ન માનવામાં આવે, તો તેને અથ એ જ થાય કે તેના અવાંતર પર્યાયેા નથી; અને એમ માનવા જઈ એ તેા પરિણામે એ પુરુષરૂપ પર્યાય પણ સિદ્ધ ન થાય. કારણ કે પુરુષત્વ એટલે અનેક અવાંતર પાઁયાને સમુદાય. હવે જે અવાંતર પર્યાય જ ન હોય, તે સમુદાયરૂપ પુરુષપર્યાય ન જ હાઈ શકે; તેથી એકાંત અભિન્ન માનતાં અવાંતર પપૈયાને લેપ થવાને લીધે
Page #235
--------------------------------------------------------------------------
________________
ર૧૮
સમિતિ પ્રકરણ છેવટે વ્યંજનપર્યાય પણ અવાંતર પર્યાયની તુલ્ય ટિમાં એટલે લેપ દશામાં મૂકાય. [૩]
ચાલુ દાખલામાં વ્યંજનપર્યાય અને અર્થપર્યાયનું સ્પષ્ટપણે પૃથક્કરણ –
वंजणपज्जायस्स उ 'पुरिसो' 'पुरिसो' त्ति . णिच्चमवियप्पो। , बालाइवियष्पं पुण पासई से अत्थपज्जाओ ।। ३४ ।।
વ્યંજનપર્યાયની અપેક્ષાએ જેનારને હમેશાં “પુરુષ” એમ નિવિકલ૫–અભિન્ન ભાસે છે, વળી તે બાલાદિ વિકલપને • જુએ છે તે તો તેના અથપર્યા છે. [૩] : એક જ પુરુષવ્યક્તિમાં નિર્વિકલ્પ – અભિન્ન અને સવિકલ્પ – ભિન્ન એવી બુદ્ધિ થાય છે. જ્યારે પુરુષ એ પ્રકારની નિર્વિકલ્પ
બુદ્ધિ થાય છે, ત્યારે તેને વિષય પુરૂષપર્યાય એ અભિન્ન વ્યંજનપર્યાય છે. અને તે જ પુરુષ વ્યક્તિમાં પુરુષપ્રતીતિ વખતે જે બાલ આદિ અનેક વિકપ – ભેદો નજરે પડે છે, તે બધા પુરુષરૂપ વ્યંજનપર્યાયના અર્થપર્યા છે; અર્થાત એકાકાર બુદ્ધિથી ગ્રહણ કરાતા વ્યંજનપર્યાયમાં ભાસતા ભેદ એ તે વ્યંજનપર્યાયના અર્થ પર્યાય છે. [૩૪] .
એકાંતમાન્યતાવાળામાં અશાસ્ત્રાવ દેષનું કથન – सवियप्प-णिव्वियप्पं इय पुरिसं जो भणेज्ज अवियप्पं । सवियप्पमेव वा णिच्छएण ण स निच्छिओ समए ।। ३५॥
એ પ્રકારે સવિકલ્પ અને નિવિકલ્પ ઉભયરૂપ પુરુષને જે માત્ર નિવિકલ્પ કહે, અથવા સવિકલ્પ જ કહે, તે શાસ્ત્રમાં અવશ્ય નિશ્ચિત - સ્થિર બુદ્ધિ નથી. [૩૫]
પુરુષ એ તો માત્ર એક દાખલો છે. ખરી રીતે બધા વ્યંજનપર્યાયે પુરુષની પેઠે અભિન્ન અને ભિન્ન ઉભયરૂપ છે, તેમ છતાં જે તેને એકાંત અભિન્નરૂપ જ અથવા ભિન્નરૂપ જ માને, તેને વિષે
Page #236
--------------------------------------------------------------------------
________________
પ્રથમ કાંડ : ૩૬
૨૧૯ ખાતરીથી એમ કહેવું જોઈએ કે તેવો એકાંતદષ્ટિવાળો અનેકાંતશાસ્ત્રનું . મમ નથી જાતિ. [૩૫].
સાત ભંગનું સ્વરૂપ – अत्यंतरभूएहि य णियएहि य दोहि समयमाईहि । वयणविसेसाईयं दव्वमवत्तव्वयं पडइ ।। ३६ ।। अह देसो सब्भावे देसोऽसब्भावपज्जवे णियओ। नं दवियमत्थि णत्थि य आएसविसेसियं जम्हा ।। ३७ ।। सब्भावे आइट्ठो देसो देसो य उभयहा जस्स। . तं अत्यि अवत्तव्वं च होइ दविअं वियप्पवसा ।। ३८ ।। आइट्ठोऽसब्भावे देसो देसो य उभयहा जस्स। तं णत्थि अवत्तव्वं च होइ दवियं वियप्पवसा ।। ३ ।। सब्भावाऽसब्भावे देसो देसो य उभयहा जस्स। तं अत्थि णत्थि अवत्तव्वयं च दवियं वियप्पवसा ।। ४०।।
અર્થાતરભૂત – પરપર્યાય અને નિજ - સ્વપર્યાય એ બન્ને વડે (જુદુ જુદુ વિવક્ષિત દ્રવ્ય અસત્ અને સત્ છે તથા) એક જ સાથે વિવક્ષિત થયેલું દ્રવ્ય વચનવિશેષથી અતીત થઈ અવક્તવ્ય બને છે. [૩૬]
જેને એક દેશ– ભાગ સદૂભાવપર્યાયમાં નિયત હોય અને એક દેશ અભાવપર્યાયમાં નિયત હોય, તે દ્રવ્ય અસ્તિ અને નાસ્તિરૂપ છે; કારણ કે તે વિવક્ષાથી વિશિષ્ટ બને છે. [૩]
જેને એક ભાગ અસ્તિરૂપે અને એક ભાગ ઉભયરૂપે વિવક્ષિત છે, તે દ્રવ્ય વિકલ્પને લીધે અસ્તિ અવક્તવ્ય બને છે. [૩૮]
Page #237
--------------------------------------------------------------------------
________________
રર
: સન્મતિ પ્રકરણ - જેને એક ભાગ નાસ્તિરૂપે અને એક ભાગ ઉભયરૂપે વિવક્ષિત છે, તે દ્રવ્ય વિકલ્પને લીધે નાસ્તિ અવક્તવ્યરૂપ બને છે. [૩૯]
જે દ્રવ્યનો એક ભાગ અસ્તિનાસ્તિરૂપે અને એક ભાગ ઉભયરૂપે વિવિક્ષિત છે, તે દ્રવ્ય વિકલ્પને લીધે અસ્તિ નાસ્તિ અને અવક્તવ્યરૂપ બને છે. [૪૦]
કઈ પણ વસ્તુનું તેને એક ધર્મને લઈ ભાવ કે અભાવરૂપે, વાસ્તવિક કથન તે ભંગ. એવા ભંગ મૂળમાં છે અને બહુ તે ત્રણ છે; પરંતુ એ ભંગરૂપ વાક્યોના અરસપરસ મિશ્રણથી અને સંચારણથી વધારેમાં વધારે સાત વાક્યો બને છે. એ જ સાત પ્રકારની વાક્યરચના સપ્તભંગી કહેવાય છે. - જેમ કે, આત્મા નિત્ય છે, અનિત્ય છે, અવક્તવ્ય છે, નિત્ય તથા અનિત્ય છે, નિત્ય તથા અવક્તવ્ય છે, અનિત્ય તથા અવક્તવ્ય છે અને નિત્ય અનિત્ય તથા અવક્તવ્ય છે. આત્મા ગમે તેટલી જુદી જુદી દશા અનુભવે છતાં એ તત્ત્વરૂપે નથી ક્યારે ય નવો ઉત્પન્ન થતા અને નથી તદ્દન નાશ પામતે, તેથી એ દ્રવ્યાર્થિક દૃષ્ટિએ નિત્ય જ છે. એ જ રીતે તે તસ્વરૂપે અનાદિ અનંત હેવા છતાં નિમિત્તાનુસાર જુદી જુદી દશાઓ અનુભવે છે, તેથી તે પર્યાયાર્થિક દૃષ્ટિએ અનિત્ય જ છે. એક એક દષ્ટિ લઈ તેને વિચાર કરતાં તેને નિત્ય પણ કહી શકાય અને અનિત્ય પણ કહી શકાય. પણ એ બને દૃષ્ટિએ એક જ સાથે અમે તેનું નિરૂપણ કરવું હોય, તે શબ્દ દ્વારા એમ કરવું શક્ય જ નથી; તેથી એ અપેક્ષાએ તેને અવ્યક્ત જ કહી શકાય. બન્ને દૃષ્ટિ સાથે લાગુ પાડી ક્રમથી નિરૂપણ કરવું હોય, તે તેને એ અપેક્ષાએ નિત્ય તથા અનિત્ય જ એમ કહી
-
૧. સરખા વિશેષાવશ્યક ગા. ૨૨૩ર અને સન્મતિ પૂ. ૪૪૧.
Page #238
--------------------------------------------------------------------------
________________
- પ્રથમ કાંડ : ૪૦
રર૧ શકાય. એક દ્રવ્યાર્થિક દૃષ્ટિ જુદી લઈને અને બન્ને દૃષ્ટિઓને અક્રમથી એક સાથે લઈને નિરૂપણ કરવું હોય તે નિત્ય તથા અવક્તવ્ય જ કહી શકાય. એ જ રીતે પર્યાયાર્થિક દૃષ્ટિ જુદી લઈને અને બન્ને દૃષ્ટિ અક્રમથી સાથે લઈને વિચાર કરતાં અનિત્ય તથા અવક્તવ્ય જ કહી શકાય. અને બન્ને દષ્ટિને ક્રમથી સાથે લઈને તેમ જ અક્રમથી સાથે લઈને વિચાર કરતાં નિત્ય અનિત્ય તથા અવક્તવ્ય જ કહી શકાય. • ઉપરના ભંગોમાં જોઈ શકાય છે કે નિત્ય, અનિત્ય અને અવક્તવ્ય એ ત્રણ મુખ્ય છે; બાકીનાં વાક્યો તે પરસ્પર ઊલટા સુલટા મિશ્રણથી થયેલાં છે. તિથી મૂલભૂત ત્રણ ભાગનું સ્વરૂપ સમજાતાં બાકીના બધા ભંગેનું સ્વરૂપ સમજાઈ જાય છે. પહેલે ભંગ આત્મા નિત્યરૂપ હેવાનું વિધાન કરે છે અને બીજે તેથી ઊલટું એટલે તે રૂપે ન હોવાનું પણ વિધાન કરે છે. આ બન્ને વિધાનો વાસ્તવિક તે જ કહી શકાય કે જે તે બાધિત ન હોય. તસ્વરૂપે આત્માનું શાશ્વતપણું પૂર્વાપરના અનુસંધાનથી સિદ્ધ છે અને અવસ્થાભેદથી અશાશ્વતપણું પણ અનુભવસિદ્ધ છે; એટલે જે તસ્વરૂપે અનિત્યપણું અને અવસ્થાભેદરૂપે નિત્યપણું માનવામાં આવે, તો જ એ ભગો અવાસ્તવિક ઠરે. એક જ
આત્માના વિષયમાં નિત્ય હવા અને ન હોવાનાં બન્ને વિધાનો પરસ્પર વિધી છતાં અસંદિગ્ધ છે; કારણ કે તે દષ્ટિભેદસાપેક્ષ હાઈ ખરી રીતે અવિરેધી જ છે. આ ભાવનું સૂચન કરવા માટે જ દરેક ભંગ સાથે શરૂઆતમાં “અપેક્ષાવિશેષ” અને અંતમાં “જ” શબ્દ વપરાય છે. તેથી એકંદર પહેલા ભંગની વાક્યરચના “આત્મા અપેક્ષાવિશેષે નિત્ય જ છે' એવી બને છે. એ જ પ્રમાણે આગળના ભંગમાં પણ જોડવું. સંસ્કૃતમાં “કથંચિત” શબ્દ અથવા “રયાત” શબ્દ વાપરી
ચંfજ નિત્ય ' અથવા સ્થાન્નિત્ય જીવ' એમ બોલવામાં આવે છે. જુદી જુદી અપેક્ષા વડે વિચાર કરતાં જે જે સ્વરૂપ સિદ્ધ થતું હોય તે સ્વરૂપ એગ્ય શબ્દથી જણાવી શકાય; પણ એ બધી અપેક્ષાઓવડે એક સાથે અને અમે વિચાર કરી સ્વરૂપ જણાવવું હોય, તે તે
Page #239
--------------------------------------------------------------------------
________________
સન્મતિ પ્રકરણ માટે જે તે શબ્દ ન મળે અને તેથી તે દૃષ્ટિએ “અવક્તવ્ય જ છે” એમ કહેવું પ્રાપ્ત થાય છે. આજ જ ત્રીજો ભંગ છે અને તે પિતાની દષ્ટિએ વાસ્તવિક જ છે.
મનુષ્ય વિષે સાત ભંગ નીચે પ્રમાણે બને – અપેક્ષાવિશેષ મનુષ્ય જ છે, અમનુષ્ય જ છે, અવક્તવ્ય જ છે, મનુષ્ય તથા અમનુષ્ય જ છે, મનુષ્ય તથા અવક્તવ્ય જ છે, અમનુષ્ય તથા અવક્તવ્ય જ છે અને મનુષ્ય અમનુષ્ય તથા અવકતવ્ય જ છે.
મનુષ્યપણું એટલે અમુક ચોક્કસ આકાર અને ગુણધર્મનું હોવું અને બીજા આકાર તથા ગુણધર્મનું ન હોવું. તેથી જ ફલિત થાય છે કે મનુષ્ય એ સ્વરૂપથી મનુષ્ય છે, પરરૂપથી નહિ; તેમ જ સ્વરૂપ અને પરરૂપથી તેનું અક્રમે – એક સાથે નિરૂપણ કરવું હોય, તે તેને અવક્તવ્ય જ કહેવું પડે. આ રીતે મનુષ્ય, મનુષ્ય અને અવક્તવ્ય એ ત્રણ મૂળ ભંગ થતાં જ બાકીના પણ ભંગ બની જાય છે. [૩૬-૪૦
અર્થ પર્યાય અને વ્યંજનપર્યાયમાં સાત અંગેની વહેચણ– एवं सत्तवियप्पो वयणपहो होइ अस्थपज्जाए।
वंजणपज्जाए उण सवियप्पो णिन्वियप्पो य ॥४१॥ ' એ રીતે સાતે પ્રકારને વચનમાગ અથ પર્યાયમાં હોય છે અને વ્યંજનપર્યાયમાં તે સવિકલ્પ તથા નિવિકલ્પ વચનામાગ હોય છે. [૧] - પર્યાય એટલે ભેદ યા વિશેષ. ભેદ હોય એટલે તે દેશ, કાળ યા સ્વરૂપથી પરિમિત હોય જ; અને જે પરિમિત હોય, તે અમુક સ્વરૂપ ધારણ કરવા છતાં બીજા સ્વરૂપોથી શુન્ય જ હોય. એ રીતે ભેદમાં અમુક સ્વરૂપે અસ્તિત્વ અને બીજા સ્વરૂપે નાસ્તિત્વ સિદ્ધ થાય છે. એ જ અસ્તિત્વ અને નારિતત્વને લીધે કયારેક તે અસ્તિ તો ક્યારેક તે નાસ્તિ શબ્દથી વ્યવહારાય છે; અને તેનું
Page #240
--------------------------------------------------------------------------
________________
પ્રથમ કાંડ : ૪૧
* ૨૨ એ અસ્તિત્વ અને નાસ્તિત્વ અક્રમથી – એક સાથે ન કહી શકાવાને લીધે એ ભેદ અવક્તવ્ય પણ છે. તે રીતે અસ્તિ, નાસ્તિ અને અવક્તવ્ય એ ત્રણ ભંગ પર્યાયમાં સિદ્ધ થતાં, બાકીનાં ચાર પણ સિદ્ધ થઈ જાય છે. સાત ભંગ પર્યાયમાં હોવાનું કહ્યું છે તે ફક્ત અર્થપર્યામાં સમજવું, વ્યંજનíયમાં નહિ. કારણ કે વ્યંજનપર્યાય એટલે શબ્દસાપેક્ષ અર્થાત શબ્દપ્રતિપાદ્ય પર્યાય. જે પર્યાય શબ્દ દ્વારા પ્રતિપાદ્યરૂપે વ્યંજનપર્યાય કહેવાતો હોય, તે વક્તવ્ય હોવાથી તેને અવક્તવ્ય કેમ કહી શકાય ? તેથી અવક્તવ્ય અને અવકતવ્યમિશ્રિત પાછળના ત્રણ ભંગે વ્યંજનપર્યાયમાં નથી સંભવતા એમાં ફક્ત સવિકલ્પ – નાસ્તિ અને નિર્વિકલ્પ – અતિ એ બે ભંગ સંભવે છે અને બહુ તે સવિકલ્પ અને નિર્વિકલ્પ ઉભયરૂપ ત્રીજો ભંગ પણ ઘટાવી શકાય. આ જ કારણથી અર્થપર્યાયમાં સાત અને વ્યંજનપર્યાયમાં બે અંગે કહ્યા હોય તેમ લાગે છે.૧
પુરુષશબ્દનો વ્યંજનપર્યાય પુરુષત્વ અને ઘટશબ્દનો ઘટવ એ બને સદશ પર્યાય પ્રવાહરૂપે એક એક હોવાથી નિર્વિકલ્પ – સામાન્યરૂપ છે; અને દર ક્ષણે નવા નવા ઉત્પન્ન થતા પર્યાય દ્વારા ભિન્ન થતા હેવાથી સવિકલ્પ – વિશેષરૂપ પણ છે. એ રીતે એ બને પર્યાયે સવિકલ્પ નિવિકલ્પરૂપ હોવા છતાં અવકતવ્ય નથી. કારણ કે તે પર્યા અનુક્રમે પુરુષ અને ઘટશબ્દ દ્વારા કહેવાતા હોવાથી વક્તવ્ય છે; પરંતુ દર ક્ષણે ઉત્પાદ અને વિનાશ પામતા એવા જે શબ્દનિરપેક્ષ અર્થ પર્યા છે, તેમાં તે અવક્તવ્ય આદિ ભગે પણ ઘટાવી શકાય. [૧]
કેવલ પર્યાયાર્થિક નયની દેશને એ પૂણ નથી એવું કથન –
૧. અહીં પ્રસ્તુત ગાથાને જે ભાવ લખે છે તે જ ગ્રંથકારને વિવક્ષિત છે કે નહિ એ ઘણું વિચાર્યા છતાં નક્કી કરી શકાયું નથી. ટીકાકાર શ્રીઅભયદેવસૂરિએ અને શ્રીયશોવિજયજી ઉપાધ્યાયે પણ આ ગાથાને અથ ચોક્કસ નથી લખ્યું. તેમણે પણ માત્ર કલ્પનાઓ દેડાવી છે, માટે વિચારકેએ પરપરા જાણવા પ્રયત્નશીલ થવું. જુઓ “દ્રવ્યગુણપર્યાયરાસ’ ઢાલ ૪, દૂહ ૧૩.
Page #241
--------------------------------------------------------------------------
________________
૨૨૪
સન્મતિ પ્રકરણ ... जह दवियमप्पियं तं तहेव अत्थि त्ति पज्जवणयस्स। ण य ससमयपन्नवणा पज्जवणयमेत्तपडिपुण्णां ।। ४२ ॥
જે દ્રવ્ય જે પ્રકારે અપિત–ઉપસ્થિત હોય, તે દ્રવ્ય તેમ જ છે એમ પર્યાયાર્થિક નયની દેશના છે. પણ દ્રવ્યનિરપેક્ષ અર્થાત્ માત્ર પર્યાય નયમાં પૂર્ણતા પામતી એ દેશના તે સ્વસમયની પ્રરૂપણ નથી. [૪]
કેવલ દ્રવ્યાર્થિક નયની દેશનાનું જે વક્તવ્ય છે, તેનું યુક્તિ વડે કથન –
पडिपुण्णजोव्वणगुणो जह लज्जइ बालभावचरिएण । कुणइ य गुणपणिहाणं अणागयसुहोवहाणत्थं ।। ४३ ॥
જુવાનીની અવસ્થાને પ્રાપ્ત થયેલો પુરુષ જેવી રીતે બાલપણની ચેષ્ટા વડે શરમાય છે, તેવી જ રીતે ભાવિ સુખ મેળવવા માટે ગુણોની અભિલાષા કરે છે. [૩]
પર્યાયાર્થિક નય ઇન્દ્રિયગોચર પ્રત્યક્ષ રૂપને જ સ્વીકાર્ત હોવાથી તેની દષ્ટિએ ત્રણે કાળમાં સ્થાયી એવું કઈ તત્ત્વ નથી. એ ફક્ત વર્તમાન કાળમાં દેખાતાં સ્વરૂપને જ માનતે હેવાથી, તેની દૃષ્ટિમાં અતીત અને અનાગતના સંબંધ વિનાની ફક્ત વર્તમાન વસ્તુ સત્ય છે; તેને મતે દર ક્ષણે વસ્તુ જુદી જુદી છે. તેથી ઊલટું દ્રવ્યાર્થિક નય ત્રણે કાળમાં સ્થાયી એવા એક ધ્રુવ તત્ત્વને જ જુએ છે, તેથી તેની દૃષ્ટિમાં સૈકાલિક ભેદો જેવી કાંઈ વસ્તુ જ નથી.
દ્રવ્યાર્થિક નય એક સૈકાલિક સ્થાયી તત્વને સિદ્ધ કરવા યુક્તિ આપીને કહે છે કે, જ્યારે કઈ પુરુષ જુવાન થાય છે અને ગુણદોષની
૧. ગાગ ૨ અને ૩ ને ભાવાર્થ અહીં ભેગે આપે છે.
Page #242
--------------------------------------------------------------------------
________________
, ૨૨૫
પ્રથમ કાંડઃ જ પરીક્ષા કરવા જેટલી બુદ્ધિ કેળવાય છે ત્યારે તેને પિતાની બાલ અવસ્થાની ભૂલે યાદ આવે છે અને તેથી તે શરમાય છે; એ જ રીતે તેને વિવેક તેને ભાવિ સુખ મેળવવા માટે ગુણ કેળવવા પ્રેરે છે. આ રીતે જુવાનીમાં ભૂતકાળના દેવસ્મરણથી થતી ગ્લાનિ અને ભાવિ સુખની આશામાંથી ઉત્પન્ન થતી ગુણચિ એ બને જુવાનીમાં વર્તમાન પુરુષને ભૂત અને ભવિષ્ય સાથે સંબંધ જોડે છે; કારણ કે જે તે પહેલાં ન હોય અને તેણે ભૂલ ન કરી હોત તો આજે શાને શરમાય ? અને જે તે ભાવિમાં રહેવાનો ન જ હોય તે કોના સુખ માટે અત્યારે તે સાધન મેળવવા ઈછે? તેથી પુરુષ એ ધ્રુવ જ છે.
એ રીતે પ્રથમ દેશના ભેદસ્પશી હોવાથી માત્ર ઉપરના બાલ્ય યૌવન આદિ ભાવોને જુદા જુદા સત્ય માને છે, અને બીજી દેશના અભેદસ્પર્શી હોવાથી અંદરના વૈકાલિક ધ્રુવ અંશને સત્ય માને છે. આ બન્ને દેશના પિતપિતાના પ્રદેશમાં સમર્થ હોવા છતાં જુદી જુદી હોય તે અધૂરી જ છે. તેથી તે નિરપેક્ષ હોય તો જૈન પ્રરૂપણામાં સ્થાન નથી પામતી. [૪૨-૪૩]
ખરી રીતે પુરુષ કેવા સ્વરૂપવાળે છે તેનું કથન અને તે દ્વારા જીવના સ્વરૂપને નિશ્ચય – ... य होइ जोव्वणत्थो बालो अण्णो वि लज्जइ ण तेण।
ण.वि य अणागयवयगुणपसाहणं जुज्जइ विभत्ते ॥४४॥ जाइ-कुल-रूव-लक्खण-सण्णा-संबंधओ अहिगयस्स । बालाइभावदिट्ठविगयस्स जह तस्स संबंधो ।। ४५। तेहिं अतीताणांगैयदोसगुणदुगुंछणऽब्भुवगमेहि । तह बंध-मोक्ख-सुह-दुक्खपत्थणा होइ जीवस्स ।। ४६ ।।
જુવાનીમાં વતતે પુરુષ એ બાળ જ નથી અર્થાત ભિન્ન છે, તેમ જ તે માત્ર ભિન્ન નથી, કારણ કે ભિન્ન હોય
Page #243
--------------------------------------------------------------------------
________________
સન્મતિ પ્રકરણ
२२६
તેા તે ખાળચરિત્રથી શરમાય નહીં. તે જ રીતે યુવક અને વૃદ્ધ અત્યંત ભિન્ન હાય, તા ભાવિ ઉમ્મર માટે ગુણાની સાધના પણ ન જ ઘટે (માટે તે અભિન્ન છે.) [૪૪]
જાતિ, કુલ, રૂપ, લક્ષણ, નામ અને સબધ વડે એકરૂપ જણાયેલ અને ખાલ વગેરે દૃષ્ટ અવસ્થા વડે નાશ . પામેલ એવા તે પુરુષને જે પ્રકારના સબધ ઘટે છે; [૪૫]
તથા એ અતીત દોષની જુગુપ્સા અને ભાવિ ગુણની પસંદગી વડે તે પુરુષના જે પ્રકારના સબધ ઘટે છે; અર્થાત્ જેમ પુરુષમાં ભેદાભેદના સબધ મધ બેસે છે, તેમ જીવમાં અધ, માક્ષ, સુખ અને દુઃખની ભાવના હાય છે. [૪૬] ·
અહીં પુરુષમાં ભેદાભેદ એ પ્રકારે સાધવામાં આવ્યા છે. પ્રથમને દાખલો લઈ એ. એમાં બાળક અને યુવક વચ્ચેના ભેદ સ્પષ્ટ છે. એ ભેદ છતાં જો ભૂત-બાહ્ય અને વર્તમાન–યૌવન વચ્ચે . એક તત્ત્વ ન હોય, અગર વત માન અને ભાવિ–વૃદ્ધત્વ વચ્ચે એક તત્ત્વ ન હોય, તે પ્રથમના દાષસ્મરણથી જવાનીમાં જે શરમ થાય છે તે, અને યુવાનીમાં ભાવિ સુખ માટે જે પ્રયત્ન દેખાય છે તે, કદી જ.ન ઘટે; તેથી પુરુષ એ ભેદાભેદ ઉભયરૂપ છે.
જાતિ, કુલ, રૂપ, તલ આદિ લક્ષણ, નામ, અને ખીજા પુત્ર-પિતા આદિના સબંધે પુરુષને અભિન્નરૂપ સાખિત કરે છે; તે જ રીતે અલ્પ યૌવન આદિ અવસ્થાઓ જે એક પછી એક આવી આવીને ચાલી જાય છે, તે પુરુષને ભિન્નરૂપ સિદ્ધ કરે છે. માત્ર શરીરવતી જાતિ, કુલ તથા ખાલ્ય, યૌવન આદિ ભાવા જ પુરુષને ભિન્નાભિન્નરૂપ સિદ્ધ કરે છે એમ નથી; પણ કેટલાક આંતરિક ભાવા પણ પુરુષનું એવું સ્વરૂપ સિદ્ધ કરે છે. ભૂત દેાષાની ધૃણા અને ભાવિ ગુણાની સ્પૃહા એ આંતરિક ભાવા પશુ પુરુષનું ભિન્નાભિન્નરૂપ સાબિત કરે છે.
Page #244
--------------------------------------------------------------------------
________________
પ્રથમ કાંડ : ૭ :
રર૦ જેમ પુરુષ ભિનાભિન્ન હોય તે જ તેના ઉક્ત બાહ્ય અને આંતરિક બધા ભાવોની સંગતિ થઈ શકે, તેવી રીતે જીવતત્વને ભિન્નભિન્ન માનવાથી જ તેનામાં બંધ અને મેક્ષ ઘટાવી શકાય; તેમ જ તેનામાં દેખાતી દુઃખ-પરિહારની અને સુખપ્રાપ્તિની ઇચ્છી તથા પ્રવૃત્તિ પણ ઘટાવી શકાય. તેથી મનુષ્યની પેઠે આત્મતત્ત્વ પણ એકાંત ભિન્ન કે એકાંત અભિન્ન ન હતાં ભિન્નભિન્ન ઉભયરૂપ છે. [૪૪-૪૬] - જીવ અને પુદ્ગલના કથંચિત ભેદભેદનું સમર્થન –
अण्णोण्णाणुगयाणं 'इमं व तं ब' त्ति विभयणमजुत्तं । । जह दुद्ध-पाणियाणं जावंत विसेसपज्जाया ।। ४७ ॥ . रूआइ पज्जवा जे देहे जीवदवियम्मि सुद्धम्मि। ते अण्णोण्णाणुगया. पण्णवणिज्जा भवत्थम्मि ॥४८॥
દૂધ અને પાણીની જેમ અંદરોઅંદર ઓતપ્રોત થયેલ પદાર્થમાં “આ” અને “તું” એ વિભાગ કરો એગ્ય નથી. જેટલા વિશેષ ધર્યા હોય તેટલો અવિભાગ સમજે. [૭] - શરીરમાં જે રૂપ વગેરે પર્યા છે અને જે પર્યાય વિશુદ્ધ જીવનમાં છે, તે અંદરોઅંદર મળેલ સ્વરૂપે જ સંસારી જીવમાં વર્ણવવા. [૪૮]
* “આત્મવ્યમાં બંધ મોક્ષનો અધિકાર અને સુખપ્રાપ્તિ તથા દુઃખયાગનો પ્રયત્ન ઘટાવવા માટે પુરુષના દાખલાથી ભેદભેદ – ઉત્પાદવ્યય-ધ્રૌવ્ય સાધવામાં આવ્યા છે પણ એ દાખલે , બરાબર નથી. કારણ કે દાષ્ટાંતિક એક જ આત્મદ્રવ્યમાં ભેદભેદ સિદ્ધ કરવાને છે; તેથી દષ્ટાંત પણ ભેદભેદના નિશ્ચયવાળું કોઈ એક જ તત્ત્વ હોવું જોઈએ. ત્યારે અહીં ઊલટું છે. પુરુષ એટલે માત્ર દેહ કે માત્ર તગત જીવ એમ નહિ, પણ એ તો જીવ અને દેહ ઉભયરૂપ છે.
Page #245
--------------------------------------------------------------------------
________________
૨૨૮
સન્મતિ પ્રકરણ : બાલ્ય, યૌવન, વાર્ધકય આદિ જુદી જુદી અવસ્થાએ જે પુરુષમાં ભેદ, દર્શાવવા લેવામાં આવે છે, તે તે દેહગત હોવાથી દેહને ભેદ દર્શાવી, શકે; અને ભૂત દોષનું સ્મરણ અથવા ભાવિ ગુણની. સ્પૃહા વગેરે જે ભાવો પુરુષમાં અભેદ દર્શાવવા લેવામાં આવે છે, તે તે માત્ર જીવના ધર્મો હોઈ તેને જ અભેદ દર્શાવી શકે. એટલે પુરુષદષ્ટાંતમાં જે ભેદ કહ્યું, તે તે તેના દેહમાં છે, અને અભેદ કહ્યો, તે એ દેહગત જીવમાં છે. પણ કેઈ પુરુષનામક એક તત્વમાં ભેદભેદ નથી. તે પછી એ દાખલો લઈ આત્મદ્રવ્યમાં ભેદભેદ શી રીતે સાબિત કરી શકાય ? ” એવી શંકાનો જવાબ આપવા ગ્રંથકાર કહે છે કે, જીવ અને દેહ દૂધ-પાણીની પડે એકબીજામાં એવા ઓતપ્રેત છે અને એકબીજાના પ્રભાવથી એવા બદ્ધ છે કે, તે બન્નેને “આ દેહ અને પેલો જીવ’ એવો દેશકૃત ભાગ પાડી છૂટા પાડી શકાય તેમ જ નથી. એટલું જ નહિ પણ જે બાલ્ય યૌવન આદિ અવસ્થાઓ અને વર્ણ ગંધ આદિ ગુણોને દેહધર્મ તરીકે લેવામાં આવે છે, તે માત્ર દેહને જ ધર્મ છે અને તે ધર્મો ઉપર જીવની કશી જ અસર નથી, એમ ન કહી શકાય. તે જ રીતે જે જ્ઞાન, સ્મરણ, સુખ, દુઃખ આદિ ભાવને જીવના પર્યાય તરીકે લેવામાં આવે છે, તે પર્યાય માત્ર જીવના છે અને તેમાં દેહની કશી જ અસર નથી એમ પણ ન કહી શકાય. ખરી રીતે સંસારી જીવમાં જે શરીરગત કે આત્મગત પર્યાયે અનુભવાય છે, તે બધા કર્મ પુદ્ગલ અને જીવ ઉભયના સંગનું પરિણામ હોવાથી માત્ર એકએકના ન માનતાં ઉભયના જ માનવા જોઈએ. તેથી કહેવાતા દેહગત પર્યાયે પુગલ ઉપરાંત જીવના પણ છે; અને કહેવાતા છવગત પર્યાયે જીવના હવા ઉપરાંત દેહને પણ છે. આમ હવાથી, બાલ્ય યૌવન આદિ ભાવો દેહની પેઠે તગત જીવમાં પણ ભેદ દશાવે છે; અને ભૂતસ્મરણ અદિ ભાવો જીવ ઉપરાંત તેના આશ્રય શરીરમાં પણ અભેદ દર્શાવે છે. તેથી જીવ અને દેહ ઉભયરૂપ પુરુષમાં ભેદભેદ છે એમ માનવામાં કશી અડચણ નથી.
Page #246
--------------------------------------------------------------------------
________________
પ્રથમ કાંડ : ૪૯
૨૨૯
જવ અને તેના આશ્રય દેહના દેશકૃત વિભાગ શકય ન હોવા છતાં તાત્ત્વિક દૃષ્ટિએ અનેનાં લક્ષણા જુદાં હાવાથી અને ભિન્ન તા - છે જ. સંસાર અવસ્થાના બધા જીવપાઁયા કર્માધીન હોવાથી અને બધા સ્થૂલ સૂક્ષ્મ કપુદ્ગલકૃત પર્યાયા ઘ્વાધીન હોવાથી જીવ - અને કમ શરીરના જેટલા પર્યાયેા સંભવી શકે, તે બધા અવિભક્તરૂપે એતપ્રેાત જીવ અને કમ બન્નેના ગણાવા જોઈ એ.
આ કારણથી પુરુષરૂપ દાંત અને આત્મદ્રવ્યરૂપ દાીતિકમાં અપેક્ષિત 'સામ્ય છે જ. આત્મા અમૃત છે તેથી ભૂત કમ પુદ્ગલ સાથે તેને સબંધ શી રીતે હોઈ શકે, એ પ્રશ્નના ઉત્તર વસ્તુ સ્વભાવમાં છે. [૪૭-૪૮]
જીવ અને પુદ્ગલ દ્રવ્યના ઐતપ્રાતપણાને લીધે કેવા કુવા શાસ્ત્રીય વ્યવઙારે થાય છે તેનું કથન
'
एवं ' एगे आया एगे दंडे य होइ किरिया य 1 करणविसेसेण य तिविहंजोगसिद्धी वि अविरुद्धा ।। ४६ ।।
એમ હાવાથી - એક આત્મા, એક ક્રૂડ અને, એક ક્રિયા” એવા વ્યવહાર સિદ્ધ થાય છે. તેમ જ કરણવિશેષને લીધે ત્રિવિધ ચાગની સિદ્ધિ પણ અવિરુદ્ધ છે. [૪૯]
સ્થાનાંગ આદિ શાસ્ત્રોમાં આત્મા એક છે, દંડ એક છે, ક્રિયા એક છે,” એવા પણુ વ્યવહાર થયેલા છે; તેમ જ આત્મામાં યાગ ત્રણ પ્રકારના છે એવું પણુ શાસ્રકથન છે. આ બધુ જીવ અને પુદ્ગલ દ્રવ્યને પરસ્પર અત્યંત ભિન્ન માનવાથી ન ઘટી શકે. કારણ કે દંડ એટલે મન, વચન અને કાયા, અને એ ત્રણ તા પુદ્ગલસ્ક ધરૂપ હોવાથી વસ્તુતઃ અનેક પુદ્ગલ દ્રવ્યા છે. તેમ જ ક્રિયા પણુ મન, વચન અને રારીરને આશ્રિત હોવાથી અનેક છે, એટલે એ. અનેકને એક કેમ કહી શકાય? એ જ રીતે યાગ એટલે સ્પંદમાન આત્મવીય,
Page #247
--------------------------------------------------------------------------
________________
૨૩૦
સમતિ પ્રકરણ એને ત્રિવિધ પણ કેમ કહી શકાય કાં તે એ વીર્ય આત્મરૂપે હોઈ એક કહેવાય અને કાં તે શક્તિરૂપ અનંત કહેવાય; પણ ત્રિવિધ તે કેમ કહેવાય? * પરતુ આત્મા અને પુદ્ગલ દ્રવ્યને પરસ્પર અભેદ માનવાથી 'ઉપરના પ્રશ્નગત વિરોધને અવકાશ જ નથી રહેતો. માનસિક વાચિક
અને કાયિક દ્રવ્ય અનેક હોવા છતાં અને તજાતિ ક્રિયાઓ અનેક હોવા છતાં પણ એક આત્મતત્વ સાથે સંબદ્ધ હોવાથી તે દ્રવ્યો અને ક્રિયાને પણું એક દં' અને એક ક્રિયા કહ્યાં છે, તે ઘટે છે જ. એ જ પ્રમાણે મન વચન અને શરીરરૂપ ત્રિવિધ પુદ્ગલાત્મક કરણ – સાધનના સંબંધને લીધે આત્મવીયને પણ ત્રિવિધ ગરૂપે કહેવામાં કશે બાધ નથી. [૪૯].
અમુક તત્વ બાહ્ય છે અને અમુક આત્યંતર છે એવા વિભાગ ' વિષે ખુલાસો -
ण य बाहिरओ.भावो अब्भंतरओ य अस्थि समयम्मि।
વિર્ય પુખ પદુષ્ય હો મંતરવિસરો ૫૦ | "
સિદ્ધાંતમાં બાહ્ય અને આંત્ર્યતર ભાવ એ ભેદ નથી, પરંતુ નેઈદ્રિય-મનને આશ્રીને આત્યંતરપણને વિશેષ છે. [૫૦]
સુખ દુખ આદિને અનુભવ કરનાર કોઈ તત્વ આંતરિક જ છે; અને રૂપ આદિ ગુણ ધારણ કરનાર પુદ્ગલ બાહ્ય જ કહેવાય છે. હવે જે પ્રથમ કહ્યા પ્રમાણે આત્મા અને પુદ્ગલને પરસ્પર પ્રવેશ માનવામાં આવે તે, પુદ્ગલ એ જીવમાંના પ્રવેશને લીધે આભ્યતંર કહેવાવું જોઈએ અને જીવ એ પુદ્ગલમાંના પ્રવેશને લીધે બાહ્ય કહેવાવો જોઈએ. અને જો એમ થાય, તે જે બાહ્ય આવ્યેતરપણાની વ્યવસ્થા છે, તે જન શાસ્ત્રમાં શી રીતે ઘટશે, એવી શંકાને ઉત્તર અહીં આપવામાં આવ્યો છે.
Page #248
--------------------------------------------------------------------------
________________
પ્રથમ કાંડ પ૧
૨૩. જૈન શાસ્ત્રમાં અમુક પદાર્થો બાહ્ય જ છે અને અમુક નિયત પદાર્થો આત્યંતર જ છે, એ સ્વાભાવિક વિભાગ નથી. એનું કહેવું એ છે કે, જે માત્ર મનને વિષય હોઈ બાહ્ય ઈદ્રિયોથી ગ્રહણ ન કરાય, તે આત્યંતર; અને જે બાહ્ય ઈદ્રિયેથી ગ્રહણ કરી શકાય એવો હોય, તે બાહ્ય. આ વ્યાખ્યા પ્રમાણે પુગલ પણ આત્યંતર હોઈ શકે અને જીવ પણ બાહ્ય કહેવાઈ શકે. જે કર્મ આદિ પુદ્ગલ બાહ્ય ઈદ્રિયોના વિષય નથી, તે અત્યંતર જ છે; અને આત્મા સૂક્ષ્મ છતાં પુદ્ગલ દ્વારા તેની ચેષ્ટાઓ બાહ્ય ઈદ્રિયોથી ગ્રહણ થઈ શકતી હોવાથી દેહધારી રૂપે તે બાહ્ય પણ છે. [૫]
પ્રત્યેક નયની દેશના પ્રમાણે શું શું ફલિત થાય છે તેનું કથન – दवट्टियस्स आया बंधइ कम्मं फलं च वेएइ।. ., बीयस्स भावमेत्तं ण कुणइ ण य कोइ वेएइ ॥ ११ ॥ दवट्ठियस्स जो चेव कुणइ सो चेव वेयए णियमा। अण्णो करेइ अण्णो परिभुंजइ पज्जवणयस्स ।। ५२ ।।
દ્રવ્યાસ્તિક નયની દૃષ્ટિએ આત્મા છે, માટે તે કમ બાંધે છે અને ફલ અનુભવે છે. બીજા પર્યાયાસ્તિક નયની દૃષ્ટિએ ફક્ત ઉત્પત્તિ છે, તેથી નથી કેઈ બધ કરતું કે નથી કોઈ ફલ જોગવતું. [૧]
દ્રવ્યાસ્તિક નયની દષ્ટિએ, જે કરે છે તે જ અવશ્ય ભગવે છે. પર્યાયાસ્તિક નયની દષ્ટિએ, કરે છે અન્ય અને ભેગવે છે અન્ય. [૫૨]
દ્રવ્યાસ્તિક નય સ્થિર તત્ત્વ સ્વીકારે છે, તેથી તેની દેશના પ્રમાણે કેાઈ કમ બાંધનાર અને ભેગવનાર એક આશ્રય છે એમ કહેવાને તથા જે કમ બાંધે છે તે જ ફળ ભેગવે છે એમ કહેવાને
Page #249
--------------------------------------------------------------------------
________________
સન્મતિ પ્રકરણે
૨૩૨
અવકાશ છે. પરંતુ પર્યાયાસ્તિક નયની દેશના પ્રમાણે તે એટલું યે કહેવાને અવકાશ નથી. કારણુ કે તે ક્ષણિકવાદી હાવાથી તેને મતે વસ્તુ ઉત્પન્ન થઈ બ્રીજે જ ક્ષણે નાશ પામે છે; એટલે કરનાર કાણુ અને ભગવનાર કાણુ ? જો ઉત્પત્તિકાળમાં જ કર્તાપણું કે ભાતાપણું માનીએ, તેાયે વધારેમાં વધારે એટલું જ કહી શકાય કે કરનાર કાઈ એક છે અને ભેગવનાર કાઈ બીજો છે.
પહેલી દેશનામાં આશ્રય સ્થિર હોવાથી એકમાં કતૃત્વ–ભકતૃત્વની કલ્પનાને સ્થાન છે; છતાં એમાં ખામી એ રહે છે કે, આત્મા ઐકાંતિક ફૂટસ્થ હોય તે તે સ્થિર છતાં અવસ્થાભેદ શી રીતે પ્રાપ્ત કરે? અને તેમ કર્યાં વિના કર્તૃત્વ ભકતૃત્વ કેવી રીતે ઘટે? તેથી એ ખામી દૂર કરવા એણે. ખીજી દેશનાના અવસ્થાભેદવાદ સ્વીકારવા જોઈએ. ખીજ દેશનામાં કાઈ એક એવા સ્થિર આશ્રય જ નથી કે જ્યાં ભિન્ન ભિન્ન સમયભાવી કતૃત્વ ભોકતૃત્વ ધટાવી શકાય. તેથી તેણે પણ સ્થિર તત્ત્વ સ્વીકારવા પહેલી દેશનાના આશ્રય લેવા જોઈએ. આમ હોવાથી જૈન શાસ્ત્રમાં એ અને દેશનાઓને સ્થાન છે. [૫૧-પર]
જૈન દૃષ્ટિની દેશના કેવી છે તેનું કથન
जे वयणिज्जवियप्पा संजुज्जंतेसु होन्ति एएसु । .
सा ससमयपण्णवणा तित्थयराऽऽसायणा अण्णा ।। ५३ ।। એ અન્ને નયે સયુક્ત થવાને લીધે વકતવ્ય વસ્તુને જણાવનાર વિચારના અને વાકચના જે પ્રકારા થાય છે, તે સ્વસમય – જૈન દૃષ્ટિની દેશના છે; બીજી તીથ કરની અશાતના છે. [૫૩] .
-
દ્રવ્યાસ્તિક અને પર્યાયાસ્તિક અને નિરપેક્ષ નયની દેશના વસ્તુનું સંપૂર્ણ સ્વરૂપ પ્રકાશિત કરતી ન હોવાથી અધૂરી અને મિથ્યા છે. તેથી ઊલટું, એક ખીજાની મર્યાદા સ્વીકારી પ્રવતતા એ બન્ને નમની
Page #250
--------------------------------------------------------------------------
________________
પ્રથમ કાંડ ૫૪
૨૩. સાપેક્ષ દષ્ટિ વસ્તુનું સંપૂર્ણ સ્વરૂપ જણાવતી હોવાથી પૂર્ણ અને યથાર્થ છે. એવી દષ્ટિમાંથી જે વિચારે અગર વાક્ય ફલિત થાય છે, તે જ જૈન દેશના છે. જેમ કે, આત્માના નિત્યની બાબતમાં તે અપેક્ષાવિશેષે નિત્ય પણ છે અને અનિત્ય પણ છે; મૂર્તવ્યની બાબતમાં તે કથંચિત મૂર્ત છે અને કર્થચિત અમૂર્ત છે; શુદ્ધત્વની બાબતમાં તે . કથંચિત શુદ્ધ અને કથંચિત અશુદ્ધ છે; પરિણામની બાબતમાં તે કથંચિત
વ્યાપક અને કથંચિત અવ્યાપક છે; સંખ્યાની બાબતમાં તે કથંચિત એક અને કથંચિત અનેક છે, વગેરે અનેક મુદ્દાઓ પરત્વેનાં વા અને વિચારે. ' આવા સમવયસૂચક વિચારે અને વાક્યો જે પ્રમાણમૂલક હોય, તે જ જૈન દેશનામાં સ્થાન પામે છે; માત્ર ભિન્ન ભિન્ન મતના સંગ્રહની પ્રમાણુવિધ ઉદારતાને લીધે નહિ. તેથી એકાંતિક અગર સમન્વયસૂચક દેખાતાં પણ વાક્યો પ્રમાણબાધિત હોવાથી જેન દૃષ્ટિની અવજ્ઞા જ કરે છે. જેમકે “આત્મા નિત્ય જ છે” એવો અગર આત્મા અનિત્ય જ છે” એ એકાંતિક વિચાર તેમ જ “આત્મા સ્વભાવે મૂર્ત છે અને પરભાવે અમૂર્ત છે; સ્વાભાવિક રીતે તે અશુદ્ધ છે, પરંતુ પાધિક રીતે તે શુદ્ધ પણ સંભવે છે વગેરે ખોટી અપેક્ષાવાળા સમન્વયાભાસી વિચારે. [૫૩] '
, '' જેન દૃષ્ટિની દેશનામાં અપવાદને પણ સ્થાન છે તેનું કથન – पुरिसज्जायं तु पडुच्च जाणओ पण्णवेज्ज अण्णयरं। પરિશ્મા નિમિત્તે રાષ્ટ્રી સો વિસાં વા ૪૪ .
અભિજ્ઞ વકતા પુરુષસમૂહને આશ્રી બેમાંથી હરકોઈ એક નયની દેશના કરે; કારણ કે તે વક્તા શ્રોતાની બુદ્ધિને સસ્કારી બનાવવા માટે વિશેષ પણ બતાવશે. [૫૪]
જૈન દષ્ટિ પ્રમાણે અનેકાંતબેધક વાક્યો બેલવાં જોઈએ એ ખરું; છતાં ઘણી વાર શ્રોતાઓને અધિકાર જોઈ એક નયાશ્રિત
Page #251
--------------------------------------------------------------------------
________________
૨૩૪
સન્મ ત પ્રકરણ વાક્યો પણ ઉચ્ચારવામાં કશી અડચણ નથી. અનેકાંતકુશલ વક્તા
જ્યારે એમ જુએ છે કે, ભિન્ન ભિન્ન સંસ્કારવાળા શ્રોતાઓ અનેક છે, અગર એમ જુએ કે અમુક શ્રેતા દ્રવ્યવાદને અને અમુક શ્રોતા પર્યાયવાદને તે સ્વીકારે જ છે, ત્યારે તે અસ્વીકૃત અંશનું જ શ્રોતા સમક્ષ પ્રતિપાદન કરે છે. તેથી ક્યારેક તે દ્રવ્યવાદી શ્રોતા સમક્ષ માત્ર પર્યાયનું અને પર્યાયવાદી શ્રોતા સમક્ષ માત્ર દ્રવ્યનું સ્થાપન કરે છે. કારણ કે તે એમ સમજે છે કે, એમ કરવાથી શ્રોતાની એક દેશના તરફ ઢળેલી, એકાંગી બુદ્ધિ બીજી બાજુના જ્ઞાનથી સંકારી થશે અને પરિણામે તે અનેકાંત દષ્ટિને સ્પર્શશે. આવી સમજથી કરાયેલી એક નયની દેશનાને પણ જન શાસ્ત્રમાં સ્થાન છે જ. [૪].
પ્રથમ કાંડ સમાસ
Page #252
--------------------------------------------------------------------------
________________
દ્વિતીય કાંડ દર્શન અને જ્ઞાનનું પૃથક્કરણ– जं सामण्णग्गहणं दंसणमेयं विसेसियं णाणं । વોટ્ટ વિ જયા સો વાવ થામ્ભાગો / શi.
સામાન્યનું જે ગ્રહણ તે દશન, અને વિશેષનું ગ્રહણ તે જ્ઞાન છે. એ બને એ બે નો જુદો જુદો અથબધ છે. [૧]
અહીં જૈનશાસ્ત્રસિદ્ધ બે બાબત કહી છે. ૧. દર્શન અને જ્ઞાનની વ્યાખ્યા; અને ૨. તેમની નમાં વહેચણું. કઈ પણ વસ્તુને બેધ કરવા પ્રવર્તતી ચેતના તે વસ્તુને સામાન્યરૂપે અને વિશેષરૂપે ગ્રહણ કરે છે; એનું તે સામાન્યગ્રહણ જૈન પરિભાષામાં દર્શનને નામે પ્રસિદ્ધ છે; અને વિશેષગ્રહણ જ્ઞાનને નામે પ્રસિદ્ધ છે.
એ સામાન્યગ્રાહી દર્શન નામને વ્યાપાર દ્રવ્યાસ્તિક દૃષ્ટિને પ્રેરક છે; અને વિશેષગ્રાહી જ્ઞાન નામને વ્યાપાર પર્યાયાસ્તિક દૃષ્ટિને પ્રેરક છે. તેથી દર્શને એ દ્રવ્યાસ્તિક નયમાં અને જ્ઞાન એ પર્યાયાસ્તિક નયમાં માનવામાં આવે છે. [૧] • એક જ વિષય પર દર્શનકાળમાં અને જ્ઞાનકાળમાં શું છે તફાવત હોય છે તેનું કથન
दव्वट्ठिओ वि होऊण दंसणे पज्जवढिओ होइ। . उवसमियाईभावं पडुच्च णाणे उ विवरीयं ।। २।।
આત્મા દશન વખતે દ્રવ્યાસ્તિક-સામાન્યરૂપે ભાસમાન છતાં પશમિક આદિ ભાવોની અપેક્ષાએ પર્યાયાસ્તિક-વિશેષ
૨૩૫
Page #253
--------------------------------------------------------------------------
________________
ર૩૬
. સન્મતિ પ્રકરણ રૂપ પણ હોય છે. જ્ઞાન વખતે તે તેથી ઊલટું છે, અર્થાત્ વિશેષરૂપે ભાસિત છતાં તે સામાન્યરૂપ હોય છે. [૨]
અન્ય વિષય હોય કે આત્મા હોય પણ તે બધા સામાન્ય વિશેષ ઉભયાત્મક છે; તેથી પ્રશ્ન થાય છે કે, જ્યારે ચેતના એ વિષયને સામાન્યરૂપે ગ્રહણ કરે છે અને જ્યારે વિશેષરૂપે ગ્રહણ કરે છે, ત્યારે એ બે સ્થિતિ વચ્ચે એ વિષયમાં કાંઈ તફાવત હોય છે. ખરે? એને ઉત્તર અહીં આપેલ છે.
દર્શન અને જ્ઞાનકાળમાં ગ્રાહ્ય વસ્તુમાં કાંઈ ખાસ ફેર પડતો નથી; ફેર પડતો હોય તો તે એટલે જ કે જ્યારે અમુક વિષય દર્શનમાં સામાન્યરૂપે ભાસિત થાય છે, ત્યારે તેનું વિશેષ રૂપે કાયમ હેવા છતાં માત્ર તે વખતે તે ભાસિત થતું નથી. એ જ રીતે જ્ઞાનકાળમાં વિશેષ રૂપ ભાસિત થાય છે, અને સામાન્ય રૂ૫ કાયમ છતાં તે વખતે ભાસિત થતું નથી. દાખલા તરીકે આત્મા લઈએ. તે
જ્યારે સામાન્ય ગ્રહણમાં ચૈતન્ય આદિ સામાન્ય સ્વરૂપે ભાસે છે, ત્યારે પણ તે પથમિક ક્ષાયિક આદિ ભિન્ન ભિન્ન વિશેની અપેક્ષાએ વિશેષાત્મક હોય છે જ; માત્ર એ વિશેષ તે વખતે ભાસમાન નથી હતા. તેથી ઊલટું, જ્યારે ઉક્ત વિશેષો વિશેષગ્રહણ કાળમાં ભાસમાન થાય છે, ત્યારે પણ ચૈતન્ય આદિ સામાન્ય સ્વરૂપ હોય છે જ, છતાં તે વખતે તે ભાસમાન નથી થતું. સારાંશ એ છે કે, દર્શનકાળમાં વિષયને વિશેષ અંશ અભાસમાન હોઈ ગૌણ છે, અને જ્ઞાનકાળમાં - તેને સામાન્ય અંશ ગૌણ હોય છે. ૨] - દર્શન અને જ્ઞાનના સમયભેદની મર્યાદાનું કથન – . मणपज्जवणाणतो णाणंस्स य दरिसणस्स य विसेसो। . केवलणाणं पुण दंसणं ति णाणं ति य समाणं ।। ३ ।।
જ્ઞાન અને દશનને વિશ્લેષ એટલે કાળભેદ મન ૫ર્યાય જ્ઞાન સુધી છે, પરંતુ કેવળજ્ઞાનની બાબતમાં દર્શન અને જ્ઞાન
Page #254
--------------------------------------------------------------------------
________________
દ્વિતીય કાંડ : ૩
२३७ એ બાને સમાન છે અર્થાત્ એ બને સમકાળ છે અથવા એક છે. [3]
દર્શન અને જ્ઞાનની પૂર્વોક્ત (પ્રસ્તુત કાંડની પ્રથમ ગાથામાં આવેલી) પારિભાષિક વ્યાખ્યા જોતાં તેમ જ દર્શનમાં વિશેષનું અને જ્ઞાનમાં સામાન્યનું ભાન નથી થતું એ થન જોતાં ત્રણ પ્રશ્નો થાય છે. શું દર્શન અને જ્ઞાન એ બંને એક જ ચેતનાના ભિન્ન ભિન્ન સમયભાવી વ્યાપાર છે? કે શું તે બંને એકસમયભાવી વ્યાપાર છે? કે શું તે એક જ ચેતના વ્યાપારના ગ્રાહ્ય સામાન્ય-વિશેષ-રૂપ વિષયના ભેદની અપેક્ષાથી બે જુદાં જુદાં નામો છે?
એ પ્રશ્નનો ઉત્તર આપવા ગ્રંથકાર મતભેદ વિનાની બાબત પહેલાં મૂકે છે અને પછી મતભેદવાળી બાબત પર પિતાને સિદ્ધાંત રજૂ કરે છે. • , જન શાસ્ત્રમાં પાંચ જ્ઞાને અને ચાર દશને જાણીતાં છે, તેમાંથી મનપર્યાયજ્ઞાન સુધીનાં ચાર જ્ઞાન એ દર્શનેથી ભિન્ન સમયમાં થનાર છે અને તેથી તે દર્શન કરતાં ભિન્ન છે જ. આટલી બાબત તે નિર્વિવાદ છે. એટલે એમ ફલિત થયું કે, છાઘસ્થિક અર્થાત સાવરણ ઉપયોગમાં જ્ઞાન અને દર્શન બંને ઉપગે પરસ્પર ભિન્ન છે, એટલું જ નહિ પણ તે ભિન્ન ભિન્ન સમયવતી પણ છે. પરંતુ નિરાવરણ ઉપયોગની બાબતમાં ગ્રંથકાર ચાલુ પરંપરાથી પિતાને મતભેદ દર્શાવતાં કહે છે કે, કેવળ ઉપગની બાબતમાં એમ નથી. એમાં તે જ્ઞાન કહે કે દર્શન કહો બંનેને અર્થ તુલ્ય જ છે. આ કથનને ફલિત અર્થ એ છે કે, નિરાવરણ ચેતનનો ઉપયોગ છાઘસ્થિક ઉપગ કરતાં જુદા પ્રકારને હેય છે. તેથી તે સામાન્ય અને વિશેષ બંનેનું ગ્રહણ કરે છે; અને તેથી જ સામાન્યગ્રહણ અંશને લઈ તે દર્શન અને વિશેષગ્રહણ અંશને લઈ તે જ જ્ઞાન કહેવાય છે. આથી કેવલ્ય અવસ્થામાં
૧. જુઓ તત્વાર્થસૂત્ર અ. ૨ સૂ૦ ૯.
Page #255
--------------------------------------------------------------------------
________________
૨૨૮
સમતિ પ્રકરણ દર્શન અને જ્ઞાન એ બે ઉપયોગો નથી જુદા જુદા સમયમાં થનારા, કે નથી એક જ સમયમાં જુદા જુદા થનારા. [૩]
સમાચના માટે આગમિક ક્રમવાદી પક્ષને ઉલ્લેખ – केई भणंति ‘जइया जाणइ तइया ण पासइ जिणो' त्ति । સુત્તમસંવમાં તિય રાસાયમી ૪
. તીર્થકરની આશાતનાથી ભય ખાનાર અને તેથી જ સૂત્રનું અવલંબન કરનાર કેટલાક આચાર્યો એમ કહે છે કે, સર્વજ્ઞ જ્યારે જાણે છે અર્થાત્ વિશેષ ગ્રહણ કરે છે, ત્યારે દર્શન એટલે સામાન્ય ગ્રહણ કરતા નથી. [૪] આ ગ્રંથકાર કેવળ ઉપગની બાબતમાં પિતાની પહેલાં પ્રચલિત બે પક્ષમાંથી અહીં પહેલાં ક્રમવાદ પક્ષને લે છે અને તે શું માને છે તે જણાવે છે. ક્રમવાદી કહે છે કે, વસ્તુસ્થિતિ જ એવી છે કે ચેતના સામાન્ય અને વિશેષનું ગ્રહણ એક સમયમાં કરી શકતી જ નથી. તેથી તે છાઘસ્થિક હોય કે નિરાવરણ, પણ તેના દર્શન અને જ્ઞાન એ બંને વ્યાપાર ક્રમવતી જ હોવાના. આમ કહેવામાં ક્રમવાદીને ખાસ ટેકે મૂત્રપાઠને છે. તેઓ સૂત્રના ઉપદેશક તીર્થકરોના મંતવ્યને લેપ થવાથી રખે તેમની આશાતના થાય એવા ભયથી સૂત્રને જે. ૫રંપરાગત શબ્દાર્થ ચાલ્યો આવે છે, તેના આધારે પિતાને પક્ષ મૂકે છે. પોતાના પક્ષની પુષ્ટિમાં તેઓ કેટલાંક સૂત્રે દર્શાવે છે જેમ કે – ___केवली णं भंते ! इमं रयणप्प पुढदि आगारेहि हेहि उवमाहिं विट्ठतेहिं वणेहिं संठाणेहिं पमाणेहि पडोयारेहिं जं समयं जाणति तं समयं पासइ ? जं समयं पासइ तं समयं जाणइ ?"
નોરમા ! જો તિ સમા ”
" से केपट्टेणं संते ! एवं वुच्चति - केवली णं इमं रयणप्पभं पुढवि आगाहिं जौं समयं जाणति नो तं समयं पासति ज समयं पासति नो તે સમથે નાગતિ ?
Page #256
--------------------------------------------------------------------------
________________
" દ્વિતીય કાંડ : ૫ - જોરાસારે છે જે મતિ, મારે જે મતિ, से तेगडेणं जाव णो तं समयं जाणति एवं जाव अहे सत्तमं । एवं सोहम्मकप्पं जाव. अच्चुयं गेविज्जगविमाणा • अणुत्तरविमाणा ईसीपब्भारं पूढवि परमाणुपोग्गलं दुपदेसियं खंधं जाव अणंतपदेसियं खंध" ।
– પ્રજ્ઞાવના ૩૦, , પૃષ્ઠ ૧૩૬ છે પ્રશ્ન – હે ભગવન! કેવલી આકાર હેતુ ઉપમા દષ્ટાંત વર્ણ સંસ્થાના પ્રમાણ અને પ્રત્યવતાર વડે આ રત્નપ્રભા પૃથ્વીને જે સમયે જાણે છે, તે સમયે જુએ છે ? અને જે સમયે જુએ છે, તે સમયે જાણે છે?” - “ઉત્તર – હે ગૌતમ! એ અર્થ સમર્થ નથી.”
જ પ્રશ્ન – હે ભગવન ! કેવલી આકાર વગેરે વડે આ રત્નપ્રભા. પૃથ્વીને જે સમયે જાણે છે, તે સમયે જતા નથી; અને જે સમયે જુએ છે, તે સમયે જાણતા નથી, તેનું શું કારણ?”
“ઉત્તર – હે ગૌતમ ! તેનું જ્ઞાન સાકાર છે અને તેનું દર્શન અનાકાર છે. તેથી તેઓ જે સમયે જાણે છે, તે સમયે જોતા નથી; અને જે સમયે જુએ છે, તે સમયે જાણતા નથી. એ પ્રમાણે યાવત અધઃ સપ્તમી પૃથ્વી અને સૌધર્મ કલ્પથી યાવત ઈષત્રા ભાર પૃથ્વી અને પરમાણુ પુદ્ગલથી અનંતપ્રદેશિક રકંધ સુધી જાણવાને અને જેવાને ક્રમ સમજી લે.”
ભગવતીસૂત્રના ૧૪ શતકના દશમા ઉદ્દેશમાં અને ૧૮ શતકના આઠમા ઉદ્દેશમાં આ જાતનાં અનેક સૂત્ર આવે છે..
સમાચન માટે સહવાદી પક્ષને ઉલ્લેખ – केवलणाणावरणक्खयजायं केवलं जहा णाणं। तह दंसणं पि जुज्जइ णियआवरणक्खयस्संते ।। ५ ।। भण्णइ खीणावरणे जह मइणाणं जिणे ण संभवइ । तह खीणावरणिज्जे विसेसओ दंसणं नत्थिं ।। ६ ॥
Page #257
--------------------------------------------------------------------------
________________
૨૪૦
સન્મતિ પ્રકરણ सुत्तम्मि चेव साई अपज्जवसियं ति केवलं वुत्तं । . सुत्तासायणभीरूहि तं च दट्टब्वयं होइ।। ७ ।। संतम्मि केबल दसणम्मि णाणस्स संभवो णत्थि । - केवलणाणम्मि य दंसणस्स तम्हा सणिहणाइं ॥ ८ ।।
કેવલજ્ઞાનાવરણના ક્ષયથી ઉત્પન્ન થનાર કેવલજ્ઞાન જેવી રીતે હોવું ઘટે છે, તેવી રીતે પોતાના આવરણના ક્ષય પછી કેિવલદશન પણ હોવું ઘટે છે. [૧]
કહે છે કે ક્ષીણઆવરણવાળા કેવલીમાં જેમ મતિજ્ઞાન નથી સંભવતું, તેમ ક્ષીણઆવરણવાળામાં કાળભેદથી દર્શન નથી. [૬]
કેવલ એ સાદિ અનંત છે એમ સૂત્રમાં જ કહ્યું છે. સૂત્રની આશાતનાથી બીનારાએ તે સૂત્ર પણ વિચારવું જોઈએ. [૭] - કેવલશન હોય ત્યારે જ્ઞાનને સંભવ નથી, તેમ જ કેવલજ્ઞાન વખતે દશનને પણ સંભવ નથી, તેથી એ બને અંતવાળાં કરે છે. [૮] '
' | મુખ્યપણે યુક્તિબળને અવલંબતો એક બીજો સહવાદી પક્ષ હતો તેને જ ગ્રંથકાર અહીં ક્રમપક્ષની સામે સમાચક તરીકે મૂકી તેની પાસે ક્રમવાદ વિરુદ્ધ કહેવડાવે છે. સહવાદી અહીં ક્રમવાદી સામે ત્રણ દલીલે મૂકે છે, તે આ પ્રમાણે
૧. જે કારણે અમુક ક્ષણમાં કેવલજ્ઞાન છે તે જ કારણે તે જ ક્ષણમાં કેવલદર્શન હોવું જ જોઈએ. કેવલજ્ઞાન હેવાનું કારણ જે તેના આવરણને ક્ષય છે, તે આવરણક્ષય સમાન હોવાથી તે જ ક્ષણમાં કેવલદર્શન શા માટે ન હોય? ખરી વાત તો એ છે કે, જેમ
Page #258
--------------------------------------------------------------------------
________________
દ્વિતીચ કાંડ : ૯ વસ્તુસ્વભાવને લીધે અનાવૃત સૂર્ય એકસાથે તાપ અને પ્રકાશ પ્રકટાવે છે, તેમ નિરાવરણ ચેતના એક જ સાથે જ્ઞાન-દર્શન શા માટે ન પ્રવર્તાવે? ૨, સમગ્ર જ્ઞાનાવરણ કર્મોને ક્ષય કરેલ હોવા છતાં જેમ કેવલીમાં મતિ શ્રત આદિ જ્ઞાન કેવલજ્ઞાનથી જુદાં નથી સંભવતાં, તેમ દર્શનાવરણ કર્મને ક્ષય થયેલ હોવા છતાં કેવલીમાં જ્ઞાનથી જુદા સમયમાં દર્શન ન જ હેવું ઘટે. અને ૩. આગમમાં કેવલજ્ઞાન, કેવલદશન બનેને સાદિ અનંત કહ્યાં છે અને ક્રમવાદ પ્રમાણે તે તે સાદિ સાંત કરે છે, કેમ કે, ક્રમવાદમાં કેવલદર્શન વખતે કેવલજ્ઞાનને અને કેવલજ્ઞાન વખતે કેવલદર્શનને અભાવ જ હોય છે. તેથી તેમને મતે એ આગમવિધ સ્પષ્ટ છે. એ આગમ આ પ્રમાણે છે––
“વાળો પુછા ” “જયના! તાતા પાર્વાસણ” |
प्रज्ञाप० ५० १८, सू० २४१, पृ० ३८९ । પ્રશ્ન – હે ભગવન્! કેવલજ્ઞાની કેવલજ્ઞાની એ પ્રમાણે કાલથી ક્યાંથી ક્યાં સુધી કહેવાય ? ”
ઉત્તર–હે ગૌતમ ! કેવલજ્ઞાની કાલથી સાદિ અને અપર્યાવસિત – અવિનાશી છે.”
વિરોધી પક્ષને પ્રશ્ન કરી સિદ્ધાંતને ઉપન્યાસ – दसणणाणावरणक्खए संमाणम्मि कस्स पुव्वअरं। होज्ज समं उप्पाओ हंदि दुए त्थिा उवओगा ।। ६ ।।
દશન અને જ્ઞાનના આવરણને ક્ષય તુલ્ય છતાં બેમાંથી પહેલાં કેની ઉત્પત્તિ થશે? એમ કઈ પૂછે, તે જવાબ એ જ આપવું પડશે કે બન્નેની સાથે ઉત્પત્તિ થશે; તે તેઓએ પણ જાણવું જ જોઈએ કે બે ઉપગે નથી જ. [૯]
એક પગવાદી સિદ્ધાંતી, સહવાદીની દલીલથી ક્રમવાદીને પરાસ્તા કરવા પ્રશ્ન કરે છે કે, જે કેવલજ્ઞાનાવરણ અને કેવલદર્શનાવરણ
Page #259
--------------------------------------------------------------------------
________________
૨૪૨
સન્મતિ પ્રકરણ બનેને ક્ષય એક જ સાથે થયેલ છે, તે પ્રતિબંધકનો અભાવ બને માટે સમાન હોવા છતાં પહેલાં કેની ઉત્પત્તિ માનશે? પહેલું કેવલજ્ઞાન અને પછી કેવલદર્શન થશે એમ કહેવાને કશું જ કારણ નથી; છતાં જે તમે ક્રમવાદી એમ કહેશો જ, તે તે તમારો પ્રતિપક્ષી એમ કાં ન કહે કે પહેલું કેવલદર્શન અને પછી કેવલજ્ઞાન પ્રગટશે? તેથી તમે આ પ્રશ્નને ખુલાસો કરે કે, બન્ને ઉપયોગનું કારણ આવરણક્ષય એક જ વખતે હોવા છતાં ઉ૫ત્તિમાં ક્રમ શાને લીધે છે?
ક્રમવાદની એ મુકેલી સહવાદમાં નથી; કારણ કે, તે બને ઉપગોની ઉત્પત્તિ એક જ ક્ષણમાં એક જ સાથે સ્વીકારે છે. છતાં સહવાદ પણ યુક્તિસંગત નથી એમ જણાવવા સિદ્ધાંતી તેને કહે છે કે, ભલે તારા પક્ષમાં ઉત્પત્તિક્રમનો દોષ ક્રમવાદની પિઠે ન હોય, તથાપિ તું જે ઉપગભેદ માને છે, તે જ બેઠું છે. ખરી રીતે કેવલદશામાં એક જ ઉપયોગ છે. [૯].
વિરોધી પક્ષ સામે સિદ્ધાંતીએ મૂકેલા દે– जइ सव्वं सायारं जाणइ एक्कसमएण सव्वण्णू । जुज्जइ सया वि एवं अहवा सव्वं ण याणाइ ।। १० ।। परिसुद्धं सायारं अवियत्तं दंसणं अणायारं। ण य खीणावरणिज्जे जुज्जइ सुवियत्तमवियत्तं ।। ११ ।। अद्दिढ अण्णायं च केवली एव भासइ सया वि। एगसमयम्मि हंदी वयणवियप्पो न संभवइ ।। १२ ।। अग्णायं पासंतो अद्दिटुं च अरहा वियाणंतो। किं जाणइ किं पासइ कह सव्वण्णु त्ति वा होइ ।। १३ ।। केवलणाणमणतं जहेव तह दंसणं पि पण्णत्तं । सागारग्गहणाहि य णियमपरित्तं अणागारं ॥ १४ ।।
Page #260
--------------------------------------------------------------------------
________________
૨૪૩
દ્વિતીચ કાંડઃ ૧૦૪ જે સર્વજ્ઞ એક સમયમાં સર્વ સાકાર જાણે છે, તે એ પ્રમાણે સદાયે હેવું ઘટે અથવા બધું ન જાણે. [૧૦]
સાકાર – જ્ઞાન એ પરિશુદ્ધ – વ્યક્ત હોય છે અને અનાકાર- દશન એ અવ્યક્ત હોય છે. પરંતુ ક્ષીણઆવરણવાળામાં વ્યક્ત અને અવ્યક્ત એ ભેદ હોવો ન ઘટે. [૧૧]
કેવલી જ સદાયે અણદીઠું અને અણજાણ્યું બેલે છે એવું પ્રાપ્ત થતું હોવાથી, કેવલીમાં એક સમયમાં જ જ્ઞાત અને દૃષ્ટ વસ્તુને ઉપદેશ કરવાની માન્યતા નહિ ઘટે. [૧] - અજ્ઞાતને જેતે અને અષ્ટને જાણ કેવલી શું જાણે અને શું જુએ, તેમજ તે સવજી કેવી રીતે હેઈ શકે? [૧૩]
જેવી રીતે કેવલજ્ઞાનને તેવી જ રીતે કેવલદશનને પણ અનંત કશું છે; પરંતુ અનાકાર-દશન સાકાર ગ્રહણથી નિયમ કરી અલ્પ વિષયક જ ઠરવાનું. [૧૪]
સિદ્ધાંતી ગ્રંથકાર પિતાને એક પગવાદ સિદ્ધ કરવા અને પક્ષે ઉપર પાંચ દેશે એકસરખી રીતે મૂકે છે, તે આ પ્રમાણે
૧. ક્રમવાદ હોય કે સહવાદ, બન્નેમાં ઉપગભેદની માન્યતા સમાન હવાથી બન્નેને એટલું તે માનવું જ પડે છે, કેવલજ્ઞાન વિષ્ય માત્ર વિશેષ અને કેવલદર્શનને વિષય માત્ર સામાન્ય છે; અર્થાત એ બને વાદમાં કેવલજ્ઞાન અને કેવલદર્શનરૂપ બન્ને ઉપગ મતિ આદિ જ્ઞાનની પેઠે સર્વ વિષયમાંથી ફક્ત એક એક ભાગના ગ્રાહક છે. આટલું માન્યું એટલે તે બને વાદમાં કઈ પણ એક ઉપયોગ સર્વગ્રાહક ન ‘હેવાથી તેમને મતે સર્વાપણું અને સર્વદશ પણું શી રીતે ઘટી શકે ? હવે જે એ ઘટાવવા પ્રત્યેક સમયમાં સંપૂર્ણ જગતને સામાન્ય વિશેષ ઉભયરૂપે દરેક ઉપયોગ ગ્રહણ કરે છે એમ માનવામાં આવે, તો હંમેશાં
Page #261
--------------------------------------------------------------------------
________________
૨૪૪
સમતિ પ્રકરણ સર્વજ્ઞપણું અને સર્વદશીપણું ઘટાવવા માટે તે જ રીતે એક ઉપયોગ દ્વારા સર્વ વસ્તુનું ગ્રહણું માનવું જ પડશે; અને એમ માનતાં એકેપગવાદને સ્વીકાર થઈ જશે.
૨. સાકાર ગ્રહણ અને નિરાકાર ગ્રહણમાં તફાવત એટલે જ હોય છે કે, પહેલું વ્યક્ત હોય છે અને બીજું અવ્યક્ત. હવે જે કેવલીમાં આવરણનો સર્વથા વિલય થયું છે, તે તેના ઉપયોગમાં વ્યક્તપણું અને અવ્યક્તપણાનો ભેદ શી રીતે હોઈ શકે? કારણ કે, એ ભેદ તે આવરણકૃત છે.
૩. આગમમાં કેવલી વિષે કહેવામાં આવ્યું છે કે તે પ્રત્યેક સમયે જ્ઞાત અને દષ્ટ વસ્તુનું જ કથન કરે છે. આ આગમકથન ક્રમવાદ કે સહવાદ એકે પક્ષમાં સંગત થઈ શકતું નથી. ક્રમવાદમાં અમુક સમયે જે જ્ઞાત છે, તે તે સમયમાં દષ્ટ નથી; અને બીજે સમયે જે દષ્ટ છે, તે જ્ઞાત નથી. એટલે જે જે ભાષણ કેવલી કરશે, તે પિતાના બોધ પ્રમાણે જ કરશે. એમ હોવાથી એમનું ભાષણ અજ્ઞાત ભાષણ અને અદષ્ટ ભાષણ હેવાનું. સહવાદમાં બન્ને ઉપયગો સાથે પ્રવર્તતા હોવા છતાં બનેની વિષયમર્યાદા સામાન્ય-વિશેષરૂપે વહેચાયેલી હોવાથી, જે અંશ જ્ઞાત હશે તે દષ્ટ નહિ હોય, અને જે દષ્ટ હશે તે જ્ઞાત નહિ હોય એટલે તે વાદ પ્રમાણે પણ હંમેશાં કેવલી અદષ્ટ અને અજ્ઞાત-ભાવી જ ઠરશે.
૪. ઉપગભેદ હોવાને લીધે ક્રમવાદ કે સહવાદમાં એમ માનવું પ્રાપ્ત થાય છે કે, કેવલી અજ્ઞાત અંશને જુએ છે અને અદષ્ટ અંશને જાણે છે; આવું માનવા જતાં એમ ફલિત થાય છે કે, એક એક ભાગ તે બને ઉપયોગને વિષય થયા સિવાય રહી જ જાય છે. તો પછી સર્વને જાણવાથી સર્વત્તપણું અને સર્વને જોવાથી સર્વદશપણું જે માનવામાં આવે છે, તે કેમ ઘટશે? ઊલટું જ્ઞજ્ઞ પણું અને afપણું કેવલીમાં પ્રાપ્ત થશે.
Page #262
--------------------------------------------------------------------------
________________
દ્વિતીચ કાંડઃ ૧૫
૨૫ ૫. શાસ્ત્રમાં જ્ઞાન અને દર્શને બન્નેને અનંત કહ્યાં છે. હવે જે બન્ને વાદ પ્રમાણે ઉપગભેદ માનીએ, તે એ કથન સંગત નહિ થાય; કારણ કે અનાકારગ્રાહી દર્શન સાકારગ્રાહી જ્ઞાન કરતાં અવશ્ય પરિમિત વિષયવાળું જ હેવાનું.
એડોપગપક્ષમાં એક જ ઉપયોગ સંપૂર્ણ જગતને સામાન્ય વિશેષ ઉભયરૂપે દર ક્ષણે ગ્રહણ કરતે હેવાથી, તે જ કેવલજ્ઞાન અને તે જ કેવલદર્શન કહેવાવાને લીધે, ઉપરને એકે દોષ નથી આવતો. [૧૦-૧૪]
ક્રમવાદી પક્ષે કરેલે બચાવ અને તેને સિદ્ધાંતીએ આપેલે ઉત્તર– भण्णइ जह चउणाणी जुज्जइ णियमा तहेव एवं पि। મuT; ગંગાળી નવ વર તય વિ . ?
કમવાદી કહે છે કે, જેવી રીતે ચતુર્ગાની ઘટે છે તેવી રીતે એ પણ સમજવું. સિદ્ધાંતી કહે છે કે, જેમ સવજ્ઞ પચજ્ઞાની નથી કહેવાતા તેમજ એ પણ સમજ ૧૫]
ક્રમવાદી કહે છે કે, જેમ કેઈ ચાર જ્ઞાનવાળો છદ્રસ્થ ક્રમથી ઉપયોગમાં વર્તતા હોવા છતાં ચારે જ્ઞાનની શક્તિ સતત હોવાને લીધે સાદિ અપર્યાવસિત જ્ઞાનવાળા, સદા જ્ઞાનોપલબ્ધિવાળ, વ્યક્ત બોધવાળો, જ્ઞાતદષ્ટભાષી તેમજ જ્ઞાતા અને દ્રષ્ટા કહેવાય છે, તેવી રીતે ઉપયોગને ક્રમ હોવા છતાં કેવલી પણ શક્તિની અપેક્ષાએ અપર્યાવસિત જ્ઞાનદશનવાન , સદા સર્વજ્ઞ સર્વદશી, વ્યક્તબોધવાન, જ્ઞાતદષ્ટભાષી, જ્ઞાતા દ્રષ્ટા કહેવાશે. તે પછી ઉક્ત દેશે ક્રમપક્ષમાં કેવી રીતે લાગે? ક્રમવાદીના આ બચાવને રદિયો આપતાં સિદ્ધાંતી કહે છે કે, શક્તિની અપેક્ષા કેવલીમાં લેવી ન ઘટે; નહિ તે શક્તિ હોવા છતાં અરિહંત પંચજ્ઞાની કેમ નથી કહેવાતા ? તેથી એમ માનવું જોઈએ કે, સાદિ અપર્યવસિત જ્ઞાન, સર્વજ્ઞ સર્વદશીપણું આદિ જે સર્વજ્ઞમાં વ્યવહારાય છે, તે લબ્ધિની અપેક્ષાએ નહિ પણ ઉપગની અપેક્ષાએ જ ઘટાવવું. [૧૫]
Page #263
--------------------------------------------------------------------------
________________
સન્મતિ પ્રકરણ પૂર્વ દષ્ટાંતનું વિશદીકરણ અને ઉપસંહાર – पण्णवणिज्जा भावा समत्तसुयणाणदंसणाविसओ ।
ओहिमणपज्जवाण उ अण्णोण्णविलक्खणा विसओ ।। १६ ।। तम्हा चउविभागो जुज्जइ ण उ णाणदंसणजिणाणं । सयलमणावरणमणंतमक्खयं केवलं जम्हा ।। १७ ।।
સમસ્ત શ્રતજ્ઞાનરૂપ બુદ્ધિને વિષય શબ્દપ્રતિપાદ્ય ભાવે છે અને અવધિ તથા મન:પર્યાયને વિષય અંદરોઅંદર વિલક્ષણ એવા પદાર્થો છે. [૧૬] .
તેથી જિનોના જ્ઞાનદશનમાં ચાર જ્ઞાનની માફક વિભાગ નથી જ ઘટતો; કારણ કે તે કેવલ, સકલ, અનાવરણ, અનંત અને અક્ષય છે. [૧૭]
છઠ્ઠી ગાથામાં કહેવામાં આવ્યું છે કે, જે કેવલજ્ઞાન અને કેવલદર્શનને મતિ આદિની પેઠે ક્રમવતી માનવામાં આવે, તો તે અક્રમે માત્ર વિશેષગ્રાહી અને માત્ર સામાન્યગ્રાહી હાઈ અસર્વવિષયક કરે; અને જે ઉપગ અસર્વવિષયક હોય છે તો ક્ષીણઆવરણવાળામાં મતિઆદિની પેઠે સંભવી જ ન શકે.
આ કથનમાં મતિઆદિના દષ્ટાંતથી ક્રમવતી કેવલઉપયોગના અસર્વાર્થપણાની આપત્તિ સર્વજ્ઞમાં આપવામાં આવી છે. તેથી એ દષ્ટાંતમાં સર્વાર્થપણું કેવી રીતે છે એ જણાવવા ગ્રંથકાર કહે છે કે, મતિ અને શ્રતનો વિષય ફક્ત અભિલાય પદાર્થો છે; કારણ કે તે બને જ્ઞાન પરિમિતપર્યાયસહિત જ સર્વ દ્રવ્યોને જાણી શકે છે. એ જ રીતે અવધિનો વિષય ફક્ત પુદ્ગલ અને મન:પર્યાયનો વિષય ફક્ત ચિંતનપગી મને દ્રવ્ય છે, બધાં કશે નહિ. તેથી ચારે ક્રમવતી જ્ઞાનનું પરિમિતવિષયગ્રાહીપણું સ્પષ્ટ છે.
Page #264
--------------------------------------------------------------------------
________________
દ્વિતીય કાંડ : ૧૮
૨૭ જેમ અસર્વાર્થપણાને લીધે તેમ જ ક્ષયોપશમ આદિ કારણભેદને લીધે મતિ આદિ ચારે જ્ઞાનોમાં પરસ્પર ભેદ છે, તેમ કેવલજ્ઞાન કેવલદર્શનમાં ક્રમસહિત કે કમરહિત કોઈ પણ જાતને પરસ્પર ભેદ હાઈ ન શકે; કારણ કે તે નથી અસર્વાર્થ કે નથી લાપશમ આદિ ઉક્ત કારણભેદ. તેથી સામાન્ય વિશેષ ઉભયગ્રાહી એક જ કેવળબેધ માને જોઈએ. [૧૬-૧૭.
આગમવિરોધને પરિહાર– परवत्तव्वयपक्खा अविसिट्ठा तेसु तेसु सुत्तेसु । अत्थगईअ उ तेसि वियंजणं जाणओ कुणइ।। १८ ।।
તે તે સૂત્રોમાં પરવક્તવ્યના પક્ષે જેવા જ અભ્યપગમે – વચનો ભાસે છે, તેથી જ્ઞાતા પુરુષ અથની સંગતિ પ્રમાણે જ તે સૂત્રોની વ્યાખ્યા કરે. [૧૮]
પાછળની યુક્તિઓથી કેવળજ્ઞાન અને કેવલદર્શનને અભેદ સિદ્ધ થાય છે ખરો, પણ સૂત્રના પાઠ સાથે વિરોધ આવે તેનું શું કરવું ? કારણ કે, કેવલીમાં ઉપગભેદનાં પ્રતિપાદક સૂત્રો સ્પષ્ટ છે. એ શંકાનું નિવારણ કરવા ગ્રંથકાર કહે છે કે, જે એક વાર વસ્તુ પ્રમાણથી અમુક
સ્પ સિદ્ધ થતી હોય અને પછી કાંઈ શાસ્ત્રવિરોધ દેખાય, તો તે સ્થળે શાસ્ત્રની વ્યાખ્યા અન્ય પ્રમાણે સાથે વિરોધ ન આવે તેવી જ રીતે કરવી જોઈએ. પ્રસ્તુતમાં અનેક યુક્તિ પ્રમાણથી અભેદ સિદ્ધ થત હોવાને લીધે શાસ્ત્રીય ભેદપ્રતિપાદક વાકયની વ્યાખ્યા કુશળ પુરુષે યુક્તિપ્રમાણોને બાધ ન આવે તેવી રીતે કરવી જોઈએ. તેથી જે જે સૂત્રોમાં જ્ઞાન-દર્શનના ભેદબોધક વચનો છે તે બધાં કણાદ આદિ અન્ય દર્શનનાં મંતવ્ય જેવાં છે. તે અન્ય દર્શને અસર્વજ્ઞમાં જ્ઞાનનું અયુગપપણું માને છે, તેના જેવો જ ભાવ જનસૂત્રોમાં વર્ણવેલ છે.
Page #265
--------------------------------------------------------------------------
________________
૨૪૮
સન્મતિ પ્રકરણ તેથી ૧૪ સમયં નાગ; આ સૂત્રમાં અધૂરા કેવલીપદને સર્વજ્ઞ અર્થ ન કરતાં શ્રુતકેવલી, અવધિકેવલી અને મનઃ પર્યાયકેવલી એ ત્રિવિધ કેવલી અર્થ લે. એ અર્થ લેતાં ઉક્ત સૂત્રને ભાવ એમ ફલિત થાય છે કે, ઉક્ત ત્રણે કેવલી જે સમયે દર્શન કરે છે, તે સમયે જ્ઞાન નથી કરતા; * અને જે સમયે જ્ઞાન કરે છે, તે સમયે દર્શન નથી કરતા. [૧૮]
સ્વપક્ષમાં આવતી શંકાનું સિદ્ધાંતી દ્વારા સમાધાનजेण मणोविसयगयाण दंसणं णत्थि दव्वजायाण । तो मणपज्जवणाणं णियमा णाणं तु णिद्दिळं ।। १६ ।।
જે કારણથી મન:પર્યાય જ્ઞાનના વિષયભૂત થયેલા દ્રવ્યસમૂહનું દર્શન નથી, તેથી મન:પર્યાય જ્ઞાનને નિયમે જ્ઞાન જ કહ્યું છે. [૧૯]
જે કેવલો પગ એક જ હોય અને તે એકમાં જ જ્ઞાનદર્શન બને શબ્દોને વ્યવહાર સ્વીકારવામાં આવે, તે એક જ મનઃપર્યાય ઉપગમાં પણ એ બે શબ્દને વ્યવહાર સ્વીકારી, કેવલજ્ઞાન કેવલદર્શન એ ભેદવ્યવહારની પેઠે મન:પર્યાયજ્ઞાન મન:પર્યાયદર્શન એવો વ્યવહાર કેમ કરવામાં નથી આવ્યો ? એ આશંકાને ઉતર અહીં સિદ્ધાંતી આપે છે.
• મનઃ પર્યાય ઉપયોગને વિષય મનમાં ઉપયોગી થતા મને વર્ગણાના સ્કંધે છે. તે ઉપગ પિતાના ગ્રાહ્ય સ્કંધોને વિશેષ રૂપે જ જાણે છે, સામાન્ય રૂપે નહિ. મનઃપયયદ્વારા ઉક્ત દ્રવ્યનું સામાન્યપે ભાન ના થતું હોવાથી એને શાસ્ત્રમાં જ્ઞાન જ કહેલ છે, દર્શન કહેલ નથી. કેવલ ઉપગની બાબતમાં એથી ઊલટું છે; તે એક હોવા છતાં રેય પદાર્થોને સામાન્ય અને વિશેષ ઉભય પે રહે છે, તેથી તેમાં દર્શન અને જ્ઞાન અને શબ્દને વ્યવહાર સંગત છે. [૧૯]
૧. આ સૂવ માટે જુએ પાનું ૨૩૮. '
Page #266
--------------------------------------------------------------------------
________________
૨૪૯
દ્વિતીચ કાંડઃ ૨૦૦૨ એક છતાં ભિન્ન કહેવાનું બીજું કારણ— चक्खुअचक्खुअवहिकेवलाण समयम्मि दंसणविअप्पा। परिपढिया केवलणाणदंसणा तेण ते अण्णा ।। २० ।।
શાસ્ત્રમાં ચક્ષુ, અચક્ષુ, અવધિ અને કેવલ વડે દશનના ભેદો કહેલા છે, તેથી એ કેવલ જ્ઞાન અને દશન ભિન્ન છે. [૨
યુક્તિથી કેવલપિગ એક જ છે એમ સિદ્ધ થયેલું હોવા છતાં, કેવલજ્ઞાન અને કેવલદર્શન અને ભિન્ન છે એવી માન્યતા હઢ થવાનું કારણ ફક્ત શાસ્ત્રવ્યવહાર છે. જૈન શાસ્ત્રમાં દર્શનના ચાર ભેદમાં કેવલદર્શન જુદું ગણવેલું છે; જે વસ્તુતઃ ભેદ ન હોય તે શાસ્ત્રકારોએ જ કેવલજ્ઞાન કેવલદર્શન જુદાં કેમ કહ્યાં ? એ પ્રશ્ન ઉભવે ખરે. પણ તેનું સમાધાન પહેલાં અપાઈ ગયું છે અને તે એ કે સામાન્ય અને વિશેષ એ બે ગ્રાહ્ય અંશોના ભેદની અપેક્ષાએ એક જ ગ્રાહક ઉપગમાં દર્શન અને જ્ઞાન શબ્દને ભિન્ન ભિન્ન વ્યવહાર શાસ્ત્રકારોએ કરેલ છે, નહિ કે ગ્રાહક ભેદની અપેક્ષાએ. રિ]
એકદેશીમતનું વર્ણન– दसणमोग्गहमेत्तं ‘घडो' त्ति णिव्वण्णणा हवइ णाणं । जह एत्थ केवलाण वि विसेसणं एत्तियं चेव ।। २१ ॥ दंसणपुव्वं गाणं णाणिमित्तं तु दंसणं णत्थि। तेण सुविणिच्छियामो दंसणणाणाण. अण्णत्तं ।। २२ ।।
જેવી રીતે અવઝડમાત્ર એ દશન છે, અને “ આ ઘટ. છે એવી નિશ્ચયાત્મક વણના-મતિ તે જ્ઞાન છે, તેવી રીતે અહીં કેવલજ્ઞાન કે કેવલદશનની બાબતમાં પણ એટલે જ વિશેષ છે. [૨૧].
Page #267
--------------------------------------------------------------------------
________________
૨પ૦
સન્મતિ પ્રકરણ જ્ઞાન દશનપૂવક છે, પરંતુ દશન જ્ઞાનપૂર્વક નથી; તેથી અમે યથાર્થ પણે નિશ્ચય કરીએ છીએ કે, દશન અને જ્ઞાન (કેવલમાં) ભેદ નથી (પામતાં). [૨]
કેઈ બીજે વાદી કેવલજ્ઞાન કેવલદર્શનને અભેદ માને છે, પણ તેણે અભેદ સિદ્ધ કરવા માટે જે દાખલ આપે છે, તે સિદ્ધાંતને માન્ય નથી; તેથી તેનું નિરાકરણ કરવા અહીં એકદેશીને મતનો ઉલ્લેખ સિદ્ધાંતી કરે છે.
જ નથી. તેથી તેના માટે જે ખલનને અભેદ માર
એકદેશી કહે છે કે, જેમ મતિઉપગ એક છતાં તેને પ્રાથમિક અવગ્રહ-નિર્વિકલ્પ ભાગ એ જ દર્શન છે, અને પછીને –સવિકલ્પ ભાગ એ જ જ્ઞાન છે; અર્થાત વસ્તુતઃ મહિનામક એક જ સુદીર્ઘ ઉપગવ્યાપારમાં પૂર્વવતી અસ્પષ્ટાંશ અને ઉત્તરવતી સ્પષ્ટાંશને લીધે જ દર્શન અને જ્ઞાન એવા બે શબ્દો જાય છે, તે જ પ્રમાણે અહીં કેવલની બાબતમાં સમજવું જોઈએ. અર્થાત કેવલપિગ એક છે, છતાં ભિન્ન ભિન્ન ગ્રાહ્યની અપેક્ષાએ દર્શન અને જ્ઞાન જુદા જુદા નામથી વ્યવહારાય છે.
કેવલીમાં વાસ્તવિક રીતે જ્ઞાન દર્શનને અભેદ માનવામાં ન આવે, તે એક શાસ્ત્રીય નિયમને બાધ આવે છે અને તે એ કે સર્વત્ર જ્ઞાનને દર્શન પછી જ માનવામાં આવ્યું છે. હવે જે જ્ઞાન દર્શન અને ભિન્ન હોય, તે કેવલીમાં પણ એ જ ક્રમ પ્રમાણે દર્શન પછી જ્ઞાનની ઉત્પત્તિ માનવી પડે; પણ તેમ માની શકાય એવું નથી. કારણ કે બધી લબ્ધિઓ સાકાર ઉપગ – જ્ઞાનરૂપે જ પ્રથમ પ્રાપ્ત થતી હોવાથી, કેવલલબ્ધિને આરંભ પણ સાકારો પગથી થવાનો; અને તેમ થાય તે જ્ઞાનપૂર્વક દર્શન માનવું પડે, જે અસ્વાભાવિક છે. સ્વભાવ તો એ છે કે, કેઈ પણ જ્ઞાતા વસ્તુને સામાન્યરૂપે જ ગ્રહણ કરીને પછી વિશેષરૂપે ગ્રહણ કરે છે. [૨૧-૨૨]
Page #268
--------------------------------------------------------------------------
________________
દ્વિતીય કાંડ ઃ ૨૩૪
૨૫૧ એકદેશીએ આપેલ દષ્ટાંતની સમાલોચના– जइ ओग्गहमेत्तं दंसणं ति मण्णसि विसेसिअं णाणं । मइणाणमेव दंसणमेवं सइ होइ निप्फण्णं ।। २३ ।। एवं सेसिदियदंसणम्मि नियमेण होइ ण य जुत्तं । अह तत्थ णाणमेत्तं घेप्पइ चक्खुम्मि वि तहेव ॥ २४ ।।
અવગ્રહમાત્ર એ દર્શન અને વિશેષગ્રહણ એ જ્ઞાન છે એમ જે તું માને, તે તેથી ફલિત થાય છે કે મતિજ્ઞાન જ દશન છે. [૩]
એ જ પ્રમાણે શેષ ઇદ્રિના દર્શનમાં પણ નિયમથી ફલિત થશે. પરંતુ તે યુક્ત નથી. હવે જે તેમાં અન્ય ઇંદ્રિાના વિષયમાં જ્ઞાનમાત્ર માનવામાં આવે, તો નેત્રના વિષયમાં પણ તેમ જ માનવું ઘટે. [૨૪]
એકદેશીસમ્મત અભેદ તો સિદ્ધાંતીને પણ માન્ય છે; પરંતુ તેણે આપેલ છાંત સિદ્ધાંતીને ગ્રાહ્ય નથી. તેથી એ પિતાની અરુચિ જણાવવા તે દાંત માનતાં શું શું અનિષ્ટ પ્રાપ્ત થાય છે એ સમાલોચના દ્વારા જણાવે છે. - સિદ્ધાંતી એકદેશીને કહે છે કે, જો તું મતિના અવગ્રહમાત્ર અંશને દર્શન અને વિશેષગ્રહણને જ્ઞાન માનીશ, તે ચક્ષુઈદ્રિયના વિષયમાં ચાક્ષુષ અવગ્રહ મતિજ્ઞાન એ જ ચક્ષુદર્શન એમ ફલિત થશે. તે જ રીતે બીજી ઈનિા વિષયમાં પણ થવાનું. એટલે શ્રેત્રજ અવગ્રહ મતિ એ જ શ્રેત્રદર્શન અને ધ્રાણજ અવગ્રહ મતિ એ જ ઘાણદર્શને ઈત્યાદિ માનવું પ્રાપ્ત થશે. પરંતુ શાસ્ત્રમાં ક્યાંયે શ્રોત્રદર્શન બ્રાહુદર્શનને વ્યવહાર નથી, એટલે તેમ માની લેવું યોગ્ય નથી. જે શ્રેત્રદશન ઘાણદશન આદિ વ્યવહાર ન હોવાથી અને શ્રોત્રવિજ્ઞાન અને ધ્રાણુવિજ્ઞાન આદિ વ્યવહાર હોવાથી અવગ્રહમાં દર્શનની માન્યતા
Page #269
--------------------------------------------------------------------------
________________
ર૫ર
સમતિ પ્રકરણ ફકત ચક્ષુદ્રિય પૂરતી છે એમ તું કહીશ; તે સામે અમે એમ કહી શકીશું કે એ પક્ષપાત શા માટે ? તેથી શ્રોત્ર આદિની પિઠે ચક્ષુની બાબતમાં દર્શનને વ્યવહાર ન માન. એટલે છેવટે તું અવગ્રહને દર્શન માનતાં ચક્ષુદર્શન ચક્ષુદર્શન આદિ કેમ ઘટાવીશ? કાં તે તારે ચક્ષુદર્શનની પિઠે શ્રેત્રદર્શન ઘાણદર્શન આદિ બીજી ઈદ્રિનાં દર્શને પણ માનવાં પડશે અને કાં તે ચક્ષુદર્શનની માન્યતા પણ જતી કરવી પડશે. એટલે એકંદર શાસ્ત્રમાં ચક્ષુદર્શન ચક્ષુદર્શન એવાં બે નામ છે તેની ઉપપત્તિ થવી તારે મને કણ છે. રિ૩-૨૪]
સિદ્ધાંતીને ખુલાસોणाणं अप्पुढे अविसए य अत्थम्मि सदसणं होइ । मोत्तूण लिंगओ जं अणागयाईयविसएसु ॥२५ ।।
અનાગત આદિ વિષયમાં લિગ – હેતુ બળથી જે જ્ઞાન થાય છે, તેને છોડીને અસ્પષ્ટ અને અવિષય એવા પદાર્થમાં થનારું જ્ઞાન તે દશન છે. [૨૫ . જે જ્ઞાન અને દર્શન ઉપયોગને પરસ્પર ભિન્ન ન માનવામાં આવે, તેમ જ મતિના અવગ્રહમાત્ર અંશને પણ દર્શન કહેવામાં ન આવે, તે પછી શાસ્ત્રમાં જે ચક્ષુદર્શન ચક્ષુદર્શન એવાં બે નામો ખાસ જુદા જુદા ઉપગઅર્થમાં વપરાતાં દેખાય છે, તેમની ઉપપત્તિ તમે શી રીતે કરવાના ? એ પ્રશ્નને ઉત્તર આપવા સિદ્ધાંતી પિતાને મત જાણું-- વતાં કહે છે કે, અલબત્ત જ્ઞાન અને દર્શન એ બે ભિન્ન ભિન્ન પ્રકારના ઉપયોગ નથી જ. તેમ જ મતિજ્ઞાનના પ્રાથમિક અવગ્રહમાત્ર અંશને પણ દર્શન કહેવું અને તે રીતે દર્શન શબ્દના પ્રયોગની સાર્થકતા. સિદ્ધ કરવી એ પણ બરાબર નથી. તેમ છતાં શાસ્ત્રમાં વપરાતા એ બને શબ્દોની અર્થમર્યાદા એવી છે કે જેથી બન્ને શબ્દના પ્રયોગની સાર્થકતા પણ સિદ્ધ થાય છે અને યુક્તિસિદ્ધ અભિન્ન ઉપગ માનવામાં
Page #270
--------------------------------------------------------------------------
________________
૨૫૩
દ્વિતીય કાંડઃ ૨૬ કશી અડચણ નથી આવતી. તે માટે દર્શન શબ્દની વ્યાખ્યા સિદ્ધાંતી એવી કરે છે કે અનુમાનરૂપ જ્ઞાનને છોડી જે અપ્રાપ્યકારી ચક્ષુ અને મન દ્વારા જ્ઞાન થાય છે, તે જ અનુક્રમે ચક્ષુદર્શન અને અચક્ષુદર્શન કહેવાય છે. આ વ્યાખ્યા પ્રમાણે પોતાને નહિ અડકેલા એવા ચંદ્ર સૂર્ય આદિ દૂરસ્થ પદાર્થોમાં ચક્ષુ જે જ્ઞાન ઉત્પન્ન કરે છે, તે ચક્ષુદર્શન કહેવાય છે, અને કેઈ પણ બાહ્ય ઇદ્રયના વિષય ન બની શકે તેવા પરમાણુ વગેરે સૂક્ષ્મ તથા વ્યવધાનવાળા પદાર્થોમાં મનદ્વારા જે ચિંતનાત્મક બોધ થાય છે, તે અચક્ષુદર્શન કહેવાય છે. અચક્ષુદર્શનમાં માત્ર મનજન્ય જ્ઞાન લેવામાં આવે છે; બીજી કઈ ઈદ્રિયથી જન્ય જ્ઞાન લેવામાં નથી આવતું. તેથી વસ્તુતઃ ફલિત એમ થાય છે કે, અપ્રાપ્યકારી ઈદ્રિયો બે છે અને તે બે ઇતિ દ્વારા થનાર જ્ઞાન જ ચક્ષુદર્શન અચક્ષુદર્શન શબ્દનાં પ્રતિપાદ્ય છે.
અલબત્ત એટલે ફેર જરૂર છે કે, અપ્રાપ્તપદાર્થવિષયક ચક્ષુજન્ય બધું જ જ્ઞાન ચક્ષુદર્શન કહેવાય છે તેમ ઈદ્રિયગ્રાહ્યપદાર્થવિષયક બધું મનજન્ય જ્ઞાન અચ@દર્શન કહેવાતું નથી. તેથી જ અનુમાન છોડીને એમ કહ્યું છે. હેતુકારા જે ભૂત વર્તમાન કે ભવિષ્ય વિષયનાં વિવિધ અનુમાન થાય છે, જેવાં કે નદીનું નવું પૂર જેઈ ઉપરવાસ વરસાદ થયાનું કે ખાસ વાદળાં ચડેલ જોઈ તકાળમાં વરસાદ થવાનું કે ધૂમાડે જોઈ રસોડામાં આગ હોવાનું વગેરે, તે બધાં ઈદ્રિયગ્રાહ્યવિષયક મને જન્ય જ્ઞાન હોવા છતાં અચક્ષુદર્શન કહેવાતાં નથી. સારાંશ એ છે કે, અચક્ષુદર્શનથી મને જન્ય ભાવનાત્મક જ્ઞાન જ ફક્ત લેવું. [૨૫]
અતિપ્રસંગનું નિવારણ– मणपज्जवणाणं दंसणं ति तेणेह होइ ण य जुत्तं । भण्णइ णाणं णोइंदियम्मि ण घडादयो जम्हा ।। २६ ।।
ઉક્ત વ્યાખ્યા પ્રમાણે મન:પર્યાયજ્ઞાન દશન છે એમ અહીં માનવું પડશે; પરન્તુ એમ માનવું નથી. કહે છે
Page #271
--------------------------------------------------------------------------
________________
૨૫૪
સન્મતિ પ્રકરણ કે જ્ઞાન નદ્રિય – મન વિષે જ પ્રવર્તમાન છે. કારણ કે ઘટ વગેરે તેના વિષય નથી. [૨૬] - “ઈદ્રિય વડે અસ્પષ્ટ કે અગ્રાહ્ય વિષયનું જ્ઞાન જ દર્શન છે” એવી દર્શનની વ્યાખ્યા કરતાં તે મન:પર્યાયજ્ઞાન પણ દર્શન કહેવાશે. કારણ કે એ જ્ઞાન જે પારકાના મન દ્વારા ચિંતિત થતા ઘટ આદિ પદાર્થોમાં પ્રવર્તે છે, તે પદાર્થો ગ્રાહક આત્મા અગર તેના મનને અડકેલા હોય એમ તે નથી જ. અહીં ઈષ્ટ્રપતિ કર્યો પણ ચાલે તેમ નથી, કારણ કે શાસ્ત્રમાં મન પર્યાય સાથે દર્શનશબ્દનો વ્યવહાર ક્યાંય દેખાતો નથી, તે પછી ઉક્ત વ્યાખ્યા પ્રમાણે વ્યવસ્થા શી રીતે થશે ? એ શંકાનું નિવારણ કરવા સિદ્ધાંતી કહે છે કે, શંકા જ અસ્થાને છે, કારણ કે જે એમ કહેવામાં આવ્યું કે મન:પર્યાય એ અસ્પષ્ટ ઘટાદિ પદાર્થોમાં પ્રવર્તે છે, તે જ ખોટું છે. મન:પર્યાયને વિષય પરકીય મન દ્વારા ચિંતિત થતા પદાર્થો નથી પણ એ પદાર્થોની ચિંતામાં લાગેલ પરકીય મદ્રવ્ય જ છે. મનઃપર્યાયજ્ઞાની પર દ્વારા ચિંતિત થતા બાહ્ય પદાર્થોનું જ્ઞાન કરે છે ખરે; પણ તે મનઃ પર્યાય દ્વારા નહિ કિનું અનુમાન દ્વારા પ્રથમ તે એ પરકીય મનદ્રવ્યને સાક્ષાત જાણે છે અને પછી તે ઉપરથી તે ચિંતિત થતા બાહ્ય પદાર્થોનું અનુમાન કરે છે; એટલે ચિંતિત પદાર્થો મન પર્યાયને વિષય જ નથી; અને જે વિષય છે તે પરકીય મને દ્રવ્યો તો તદ્દન અસ્કૃષ્ટ તે નથી જ; કારણ કે તે દ્રવ્ય ગ્રાહક આત્મા વડે સ્પર્શાવેલ મને વહુનાં સજાતીય હાઈ સ્પષ્ટ જેવાં છે. તેથી મન:પર્યાયમાં દર્શનને પ્રસંગ જ નથી. [૨૬]
કરેલ વ્યવસ્થા માટે વિશેષ ખુલાસો – मइसुयणाणणिमित्तो छउमत्थे होइ अत्थउवलंभो । एगयरम्मि वि तेसिं ण दंसणं दंसणं कत्तो? ॥२७ ।। ' છદ્મસ્થમાં મતિ અને શ્રુતજ્ઞાનને લીધે અથને ઉપલભ થાય છે, તે બેમાંથી એકમાં દશન કયાંથી જ રહે ? [૭]
Page #272
--------------------------------------------------------------------------
________________
દ્વિત્તીય કાંડ : ૨૮૯
૫૫.
એક બાજુ યુક્તિથી દન અને જ્ઞાન એ અન્ને ભિન્ન છે એમ સિદ્ધ થાય છે. કારણ કે માત્ર અવગ્રહરૂપ જ્ઞાન દર્શીન છે એવી વ્યવસ્થા પણ અડચણુથી મુક્ત નથી, અને ખીજી બાજુ છદ્મસ્થમાં મતિ અને શ્રુતને લીધે જ અપ્રતીતિ માનવામાં આવે છે. હવે જો મતિ અને શ્રત એ એમાંથી એકે ઉપયોગમાં દર્શન શબ્દના અર્થની મર્યાદા આંકવામાં ન આવે, તે વ્યવહાર જ કેવી રીતે સંગત થાય ? તેથી પાળ જે દશનની વ્યાખ્યા આપી તેના અર્થની મર્યાદા બાંધવામાં આવી છે તે માનવી જ જોઈએ. [૨]
શ્રુતજ્ઞાનદર્શન કેમ ન કહેવાય ? એ શંકાના ઉત્તર-
जं पच्चक्खग्गहणं ण इन्ति सुयणाणसम्मिया अत्था । तम्हा दंसणसद्दो ण होइ सयले वि सुयणा ।। २८ ।। શ્રુતજ્ઞાન દ્વારા ગૃહીત થતા પદાર્થા જે માટે પ્રત્યક્ષ ગ્રહણને પ્રાપ્ત નથી થતા, તેથી જ સઘળાય શ્રુતજ્ઞાનમાં દર્શનશબ્દ લાગુ નથી થતા. [૨૮]
ઇંદ્રિયા વડે અસ્પૃષ્ટ અને અગ્રાહ્ય વિષયેનું અનુમાનથી જુદું જે જ્ઞાન તે દર્શન છે' એવી વ્યાખ્યા પ્રમાણે તેા શ્રુતજ્ઞાન પણુ દર્શન કરે છે, કારણ કે તેના વિષયેા કાંઈ બધા જ સ્પષ્ટ કે ઇંદ્રિયગ્રાહ્ય નથી હોતા; તો પછી મતિ શ્રુત એકેમાં દર્શનશબ્દ નહિ ઘટે એમ. તે શી રીતે કહી શકાય ? એ શંકાને જવાબ એટલો જ છે કે, શ્રુતજ્ઞાન અસ્પૃષ્ટ વિષયેાને ઋણુ કરે છે ખરું, પણ પ્રત્યક્ષરૂપે નહિ કિન્તુ પરાક્ષરૂપે; અને દન શબ્દની ઉક્ત વ્યાખ્યામાં તો પ્રત્યક્ષ ગ્રહણુ લેવાનું છે તેથી સઘળુંય શ્રુતજ્ઞાન દર્શન શબ્દની અમર્યાદા બહાર રહે છે. [૨૮] અવધિદર્શનની વ્યવસ્થા
जं अप्पुट्ठा भावा ओहिण्णाणस्स होंति पच्चक्खा । तम्हा ओहिणाणे दंसणसद्दो वि उवउत्तो ॥ २६ ॥
Page #273
--------------------------------------------------------------------------
________________
સન્મતિ પ્રકરણ જે માટે અસ્કૃષ્ટ પદાર્થો અવધિજ્ઞાન વડે પ્રત્યક્ષાા છે, તેથી અવધિજ્ઞાનમાં પણ દશનશબ્દ વપરાયેલ છે. [૨]
ઉક્ત વ્યાખ્યા પ્રમાણે અવધિદર્શન શબ્દને શાસ્ત્રીય વ્યવહાર અંધ બેસવામાં કશી જ અડચણ આવતી નથી. કારણ કે ઈદ્રિય વડે અસ્પૃષ્ટ અને અગ્રાહ્ય એવા પરમાણુ આદિ પદાર્થોને અવધિજ્ઞાન પ્રત્યક્ષપણે ગ્રહણ કરે છે, તેથી દર્શનની ઉક્ત વ્યાખ્યામાં પણ અવધિજ્ઞાન આવી જાય છે. [૨૯].
એક જ કેવળઉપગમાં જ્ઞાન-દર્શનશબ્દની ઉપપત્તિजं अप्पुढे भावे जाणइ पासइ य केवली णियमा । तम्हा तं गाणं दंसणं च अविसेसओ सिद्धं ॥ ३० ।।
કેવળી નિયમથી અસ્કૃષ્ટ પદાર્થોને જે માટે જાણે અને જુએ છે, તેથી તે ભેદ વિના જ જ્ઞાન અને દશન સિદ્ધ થાય છે. [૩]
જે કેવળી હોય છે તે સંપૂર્ણ જગતને વિશેષ અને સામાન્ય એકસાથે અવશ્ય પ્રત્યક્ષપણે ગ્રહણ કરે છે, અને એ બધું જગત કાંઈ તેના આત્માથી સ્પર્શાયેલું નથી; તેથી તેનું સંપૂર્ણ જગત વિષયક ગ્રહણ એ અસ્કૃષ્ટ-વિષયક પ્રત્યક્ષ ગ્રહણ છે. માટે તે એક જ ગ્રહણ એટલે ઉપગ અપેક્ષાવિશેષે જ્ઞાન અને દર્શન બન્ને શબ્દને સમાનપણે વાચ્ય સિદ્ધ થાય છે. એ ગ્રહણમાં વિશેષાહિતાને લીધે જ્ઞાનશબ્દ અને સામાન્યગ્રાહિતાને લીધે દર્શનશબ્દ વપરાય છે. એટલે બન્નેને પ્રતિપાઘ ઉપયોગ એક છે. માત્ર એ બન્ને શબ્દના પ્રવૃત્તિનિમિત્ત ધર્મો ઉપયોગમાં જુદા છે, તેથી એકે પગવાદમાં કશી અનુપત્તિ નથી. [૩૦]
શાસ્ત્રમાં આવતા વિરોધને પરિહાર– साई अपज्जवसियं ति दो वि ते ससमयओ हवइ एवं । परतित्थयवत्तव्वं च एगसमयंतरुप्पाओ ।।३१ ।।
Page #274
--------------------------------------------------------------------------
________________
દ્વિતીય કાંડઃ ૩૨-૩
૨૫૭ સ્વસિદ્ધાંત પ્રમાણે એ જ્ઞાન દશન અને સાદિ અનત છે; એમ હોવાથી શાસ્ત્રમાં જે એક સમયને અંતરે ઉત્પત્તિ સંભળાય છે, તેને પરદશનનું મંતવ્ય સમજવું. [૩૧]
યુક્તિથી અભેદ સિદ્ધ થયે છતાં શાસ્ત્રવિરોધ તે રહે જ છે; કારણ કે જ્યારે કેવલી જાણે છે ત્યારે જેતા. નથી અને જુએ છે ત્યારે જાણતા નથી, એવું સમયાંતરથી જ્ઞાન દર્શનની ઉત્પત્તિવાળું કથન તે શાસ્ત્રમાં છે જ. એટલે એ વિરોધનું શું કરવું એ પ્રશ્નનો ઉત્તર સિદ્ધાંતી અહીં આપે છે. તે કહે છે કે, યુક્તિથી જે જ્ઞાન દર્શન અને શબ્દને પ્રતિપાઘ એક જ ઉપયોગષ્પ અર્થ સિદ્ધ થાય છે, તે જ
સ્વસિદ્ધાંત છે, અને જે એક વાર સ્વસિદ્ધાંત નક્કી થયે, તો પછી બીજું વિધી વર્ણન નયવાદસાપેક્ષ છે એમ જ માનવું જોઈએ. તેથી જે
કેવલજ્ઞાનદર્શનની ક્રમે ઉત્પત્તિ જન પ્રવચનમાં નજરે પડે છે, તે દર્શન નાંતરનાં મંતવ્ય છે. શાસ્ત્રમાં બધાં વણને કોઈ સ્વસિદ્ધાંત જ નથી હતાં. એમાં ઘણું બાબતે સ્વસિદ્ધાંતને અમાન્ય અને દર્શનાંતરને માન્ય એવી પણ હોય છે. તેને વિવેક કરી શાસ્ત્રનું તાત્પર્ય શોધવામાં જ યુક્તિની સાર્થક્તા છે.
અભેદપક્ષમાં સાદિઅનંતપણાનું કથન કેવલરૂપે ઘટાડવું અર્થાત દરસમયે ઉપયોગને ઉત્પાદ અને વિનાશ હોવા છતાં પણ તે કેવલપે ધ્રુવ-અનંત હોવાથી સાદિ અનંત છે જ. [૩૧].
શ્રદ્ધા અર્થમાં વપરાતા દર્શન શબ્દનું સ્પષ્ટીકરણ– एवं जिणपण्णत्ते सद्दहमाणस्स भावओ भावे । पुरिसस्साभिणिबोहे दंसणसद्दो हवइ जुत्तो ।। ३२ ॥ सम्मण्णाणे णियमेण दंसणं दंसणे उ भयणिज्जं। सम्मण्णाणं च इमं ति अत्थओ होइ उववण्णं ॥३३॥
Page #275
--------------------------------------------------------------------------
________________
સન્મતિ પ્રકરણ
શબ્દ
એ પ્રમાણે જિનકથિત પદાર્થાં વિષે ભાવથી શ્રદ્ધા કરતા પુરુષનું જે અભિનિષેધરૂપ જ્ઞાન તેમાં દેશન યુક્ત છે. [૩૨]
૨૫૦
સભ્યજ્ઞાનમાં નિયમથી દશન છે, પરતુ દૃશ`નમાં સમ્યગજ્ઞાન વિકલ્પ્ય છે — અર્થાત્ છે અને નથી પણ. તેથી જ સમ્યજ્ઞાન૫ આ સમ્યગ્દર્શન અર્થે બળથી સાષિત થાય છે. [૩૩]
જૈનશાસ્ત્રમાં દર્શન શબ્દ ખાસ પારિભાષિક છે. એની પરિભાષા પ્રમાણે તે શબ્દના એ અથ ખાસ લેવાય છે. એક ા સાકારથી ભિન્ન એવા નિરાકાર ઉપયેગ; અને બીજો અથ શ્રદ્ધા. પહેલા અથ વિષે ગ્રંથકારે પેાતાના મતભેદ બતાવી તેને સ્થાને તેને શે। અ માનવા જોઈ એ, એ પાછળ સાબિત કરી દીધું; અર્થાત્ તેમણે એમ જણાવ્યું કે, દશ નશબ્દના અર્થ જ્ઞાનશબ્દના અથભૂત સાકાર ઉપયેગ કરતાં ભિન્ન નિરાકાર ઉપયોગ એવા નથી, પણુ જ્ઞાનશબ્દપ્રતિપાદ્ય ઉપયાગ જ અપેક્ષાવિશેષે દર્શન શબ્દના પ્રતિપાદ્ય બને છે. એ જ પ્રમાણે ખીન્ન અના વિષયમાં પેાતાના મતભેદ ખતાવતાં ગ્રંથકાર અહીં પેાતાનું વક્તવ્ય સ્પષ્ટ કરે છે, તે કહે છે કે, મેાક્ષના ત્રણ ઉપાયે। પૈકી પ્રથમ ઉપાયભૂત સમ્યગ્દર્શન જે સમ્યગ્નાનથી જુદુ મનાય છે, તે ખરી રીતે જુદું નથી; સમ્યજ્ઞાન જ સમ્યગ્દર્શન છે. અલબત્ત કયું સમ્યગ્નાન સમ્યગ્દર્શન માનવું એ પ્રશ્ન થશે; પણ તેને ઉત્તર એ છે કે, જિનકથિત તત્ત્વ વિષે જે અપાયાત્મક નિશ્ચય હોય તે જ સમ્યગ્દર્શન કહેવાય છે. સમ્યગ્દર્શન એ વિશિષ્ટ રુચિરૂપ છે, પણ રુચિ એ કાંઈ જ્ઞાનથી જુદી વસ્તુ નથી. જિનેાક્ત પદાર્થો વિષે જે વાસ્તવિક અને અટલ નિશ્ચય થાય છે, તે જ મતિરૂપ જ્ઞાન રુચિ હાઈ સમ્યગ્દર્શન છે; તેથી કમ`પ્રકૃતિમાં દનાવરણુ અને દૃર્શીનમાહનીય એ અન્ને સ્થળે દર્શન શબ્દના અર્થ જ્ઞાનથી ભિન્ન નથી, એમ સમજવુ જોઈએ.
.
Page #276
--------------------------------------------------------------------------
________________
દ્વિતીય કાંડઃ ૩૪૬
૨૫૯ એ ખરું જ કે જે જે સમ્યજ્ઞાન છે, તે બધાં સમ્યગ્દર્શન છે જ; પણ બધાં દર્શને કાંઈ સમ્યજ્ઞાન નથી. કારણ કે, જે દર્શન એકાંતવિષયક રુચિસ્પ હય, તે મિથ્યાજ્ઞાન હોઈ સમ્યજ્ઞાન નથી હોતું; માત્ર અનેકાંતવિષયક રુચિપ દર્શન જ સમ્યજ્ઞાન હોય છે. તેથી છેવટે ફલિત એ થાય છે કે, જિનેક્ત તત્વવિષયક યથાર્થ દર્શન અનેકાંતરુચિપ હેવાથી સમ્યજ્ઞાનપ જ છે, નહિ કે સમ્યજ્ઞાનથી જુદું; માટે સમ્યગ્દર્શનના અથએ અનેકાંત તત્ત્વના અવધારણ વાસ્તે જ પ્રયત્ન કરવો જોઈએ. [૩૨-૩૩]
સાદિ અપર્યાવસિત શબ્દમાં થયેલી કોઈની બ્રાંતિને ઉલેખ અને તેનું નિવારણकेवलणाणं साई अपज्जवसियं ति दाइयं सुत्ते । तेत्तियमित्तोत्तूणा केइ विसेसं ण इच्छंति ।। ३४॥ जे संघयणाईया भवत्थकेवलिविसेसपज्जाया । ते सिज्झमाणसमये ण होति विगयं तओ होइ ॥ ३५ ॥ सिद्धत्तणेण य पुणो उप्पण्णो एस अत्थपज्जाओ । केवलभावं तु पडुच्च केवलं दाइयं सुत्ते ॥३६॥
સૂત્રમાં કેવલજ્ઞાન સાદિ અપર્યવસિત બતાવેલું છે તેટલા માત્રથી ગાવિષ્ઠ થયેલા કેઈ વિશેષ અર્થાત્ પયવસાનરૂપ પર્યાય નથી માનતા. [૩૪] .
ભવસ્થ કેવલીમાં હનન વગેરે જે વિશેષ પર્યા હોય છે, તે સિદ્ધ થતી વખતે નથી રહેતા; તેથી તે કેવલ વિગત – નષ્ટ થાય છે. [૩૫]
વળી આ (કેવલબેધપ) અથપર્યાય સિદ્ધપણુરૂપે ઉત્પન્ન થાય છે; કેવળપણને આશ્રી સૂત્રમાં કેવલને (અપય. વસિત) બતાવેલું છે. [૩૬]
Page #277
--------------------------------------------------------------------------
________________
૨૬૦
સન્મતિ પ્રકરણ - સાદિ એટલે આદિવાળું અર્થાત ઉત્પન્ન થનાર; અપર્યાવસિત એટલે પર્યવસાન વિનાનું અર્થત નાશ ન પામનાર-અનંત. આ પ્રમાણે સાદિ અને અપર્યાવસિત શબ્દનો અર્થ છે, અને સૂત્રમાં કેવલજ્ઞાન કેવલદર્શન બનેને સાદિ અપર્યવસિત કહેલાં છે. એ જોઈ કે કોઈ આચાર્યો કેવલજ્ઞાન અને કેવલદર્શનમાં સાદિ અપર્યાવસિતપણું ઘટાવવા એમ માને છે કે, એ બને આવરણના ક્ષય પછી ઉત્પન્ન થતાં હોવાથી સાદિ છે; પણ ફરી આવરણ આવતું ન હોવાથી અને આવરણને અભાવે તે બન્નેના ક્ષયને ફરી સંભવ ન હોવાથી તે બન્ને એક વાર ઉત્પન્ન થયા પછી કદી નાશ પામતાં જ નથી. એટલે કે કેવલજ્ઞાન કેવલદર્શન અને એક વાર ઉત્પન્ન થાય છે, પણ પછી કદી જ નાશ પામતાં નથી, એ રીતે જ તેમનું સાદિ અપર્યવસિતપણું છે.
આ અર્થ ઘટાવનારને સિદ્ધાંતી કહે છે કે, તમે તે સાદિ અપર્યાવસિત શબ્દાર્થના મેહમાં વસ્તુતત્વ જ ભૂલી જાઓ છો અને અન્યથા કલ્પના કરે છે. વસ્તુતત્ત્વ શું છે ? અને સાદિ અપર્યવસિતપણું ઘટાવવા માટે ખરી કલ્પના શી છે ? એ સાહજિક પ્રશ્નનો ઉત્તર આ પ્રમાણે છે –
જૈનમત પ્રમાણે જે પદાર્થ ઉત્પાદ વ્યય અને ધ્રૌવ્યામક ન હોય, તે સત જ નથી. કેવલપર્યાય સતસ્પ હેવાથી તે પણ ઉત્પાદ વ્યય અને પ્રૌવ્યાત્મક હે જ જોઈએ, એ તો વસ્તુસ્થિતિ થઈ. કેવલીમાં દેહાવસ્થા વખતે જે સંહનન પરિમાણ આદિ દેહગત વિશેષો હોય છે, તે વિશેષ સિદ્ધિ પ્રાપ્ત થતાં જ દેહ સાથે નાશ પામે છે. દેહાવસ્થામાં દેહના દેખાતા વિશેષ આત્માના પણ છે, કારણ કે દેહ અને આત્મપ્રદેશ વચ્ચે ક્ષીરનીર જેવો સંબંધ હોવાથી એકના પર્યાયે તે બીજાના છે જ. આમ હોવાથી એ પર્યાયે નષ્ટ થયા એટલે તે રૂપે આત્મા પણ ન રહ્યો. અર્થાત તે પે નાશ પામે, અને આત્મા કેવલરૂપ હોવાથી કેવલ પણ નાશ જ પામ્યું. વળી તે જ આત્મા સિદ્ધ થયે એટલે સિદ્ધપર્યાય તેમાં ઉત્પન્ન થયે, તેથી તે કેવલ પણ
Page #278
--------------------------------------------------------------------------
________________
દ્વિતીય કાંડઃ ૩૭-૪ર
ર૬૧ ઉત્પન્ન થયું. આ રીતે ભવપર્યાયનો નાશ અને સિદ્ધત્વપર્યાયના ઉત્પાદની દષ્ટિએ આત્માના પૂર્વ કેવલજ્ઞાનદર્શનપર્યાયને નાશ અને નવીન કેવલજ્ઞાનદર્શનપર્યાયને ઉત્પાદ સિદ્ધ થાય છે. એટલે કે કેવલજ્ઞાન કેવલદર્શન માત્ર સાદિ નથી પરંતુ તે સપર્યાવસાન પણ છે. એમ હોય તે શાસ્ત્રમાં તેમને અપર્યવસિત કેમ કહ્યાં છે, એ પ્રશ્નને ઉત્તર પષ્ટ છે; અને તે એ કે, દર ક્ષણે જ્ઞાનદશનપર્યાય ઉત્પત્તિ અને નાશ પામવા છતાં કેવલપે–સત્તાપે ધ્રુવ છે. તેથી તે અનંત છે અર્થાત કેવલબેધ એક વાર અપૂર્વ ઉત્પન્ન થવાને લીધે સાદિ છે અને પછી પર્યાયપે ઉત્પાદ અને નાશવાન હોવા છતાં સત્તાપે ધુવ હેઈ अपय वसित छ. [३४-३६]
જીવ અને કેવલના ભેદની આશંકા અને તેનું દષ્ટાંતપૂર્વક નિરસન– जीवो अणाइणिहणो केवलणाणं तु साइयमणंतं । इअ थोरम्मि विसेसे कह जीवो केवलं होइ ।। ३७ ।। तम्हा अण्णो जीवो अण्णे णाणाइपज्जवा तस्स । उवसमियाईलक्खणविसेसओ केइ इच्छन्ति । ३८ ।। अह पुण पुव्वपयुत्तो अत्थो एगंतपक्खपडिसेहे । तह वि उयाहरणमिणं ति हेउपडिजोअणं वोच्छं ।। ३६ ।। जह कोइ सट्ठिवरिसो तीसइवरिसो णराहिवो जाओ। उभयत्थ जायसद्दो वरिसविभागं विसेसेइ ॥ ४० ॥ एवं जीवद्दव्वं अणाइणिहणमविसेसियं जम्हा । रायसरिसो उ केवलिपज्जाओ तस्स सविसेसो ।। ४१ ।। जीवो अणाइनिहणो 'जीव' त्ति य णियमओ ण वत्तव्यो। जं पुरिसाउयजीवो देवाउयजीवियविसिट्ठो ॥ ४२ ।।
Page #279
--------------------------------------------------------------------------
________________
૨૬ર
સમતિ પ્રકરણ જીવ એ અનાદિનિધન છે અને કેવલજ્ઞાન તે સાદિ અનત છે; એ પ્રકાર માટે ભેદ હોવાથી જીવ એ કેવલપ કેવી રીતે હોઈ શકે ? [૩૭]
તેથી ઔપશમિક આદિ લક્ષણભેદને લીધે જીવ એ ભિન્ન છે, અને તેના જ્ઞાન આદિ પર્યાયે ભિન્ન છે, એમ કઈ માને છે. [૩૮]
એકાંત પક્ષના પ્રતિષેધ વખતે આ બાબત પહેલાં કહેવાઈ ગઈ છે, છતાં હેતુને સાધ્ય સાથે સંબધ દર્શાવતું આ ઉદાહરણ તે કહીશ. [૩૯]
જેમ કઈ સાઠ વષને પુરુષ ત્રીશ વર્ષે રાજા થયે (એમ કહેવામાં) બન્નેમાં અર્થાત્ મનુષ્ય અને રાજામાં વપરાયેલે “જાત-થયે” શબ્દ વર્ષને વિભાગ બતાવે છે;-[૪૦]
એ પ્રમાણે કઈ પણ પ્રકારના વિશેષ વિનાનું જીવદ્રવ્ય અનાદિનિધન છે, માટે જે રાજસદશ કેવલી પર્યાય તે તે તેને વિશેષ છે. [૧]
અનાદિનિધન એ જીવ “આ જીવ જ છે” અર્થાત્ માત્ર સામાન્યરૂપ જ છે એમ એકાંતથી કહી ન શકાય; કારણ કે પુરુષાયુષ્ક જીવ દેવાયુષ્ક જીવથી ભિન્ન વ્યવહારાય
જીવ કેવલરૂપ છે એ અભેદકથનને અસંગત બતાવવા કઈ કહે છે કે, જીવ એ દ્રવ્યરૂપ હોઈ અનાદિ અનંત છે, અને કેવલ એ સાદિ અનંત પર્યાયરૂપ છે. બન્ને વચ્ચે આટલે બધે તફાવત છે તે પછી જીવને કેવલરૂપ કેમ કહી શકાય ? અર્થાત દ્રવ્ય અને પર્યાયને અભેદ કેમ માની શકાય ?
Page #280
--------------------------------------------------------------------------
________________
દ્વિતીય કાંડઃ ૩૭-જર
૨૬૩ આ સિવાય બન્ને વચ્ચે લક્ષણભેદ પણ છે. કેવલ આદિ પર્યાયે સાયિક આદિ ભાવવાળા હોય છે, ત્યારે જીવ પરિણામિક ભાવવાળો છે. તેથી જીવ અને તેના જ્ઞાન આદિ પર્યાયે પરસ્પર ભિન્ન જ છે, એમ માનવું જોઈએ.
આ પ્રકારના એકાંતભેદવાદને નિષેધ કરતાં ગ્રંથકાર કહે છે કે, જો કે દ્રવ્ય અને પર્યાયના એકાંતભેદવિષયક મતને નિષેધ પ્રથમ જ (દ્રવ્યલક્ષણ વખતે કાંડ ૧, ગા. ૧૨ માં) કરવામાં આવ્યો છે, છતાં વિશેષ સ્પષ્ટતા ખાતર દષ્ટાંત આપી તે દ્વારા હેતુની સાધ્ય સાથે વ્યાપ્તિ અહીં બતાવવામાં આવે છે.
જેમ સાઠ વર્ષની ઉમ્મરને કોઈ પુરુષ ત્રીસ વર્ષે રાજા બને, ત્યારે એમ કહેવાય છે કે, આ મનુષ્ય રાજા થયે; તેમ જીવરૂપે ભવ્ય જીવ અનાદિ હોવા છતાં જ્યારે કેવલજ્ઞાન પ્રગટે છે, ત્યારે એમ કહેવાય છે કે “આ જીવ કેવલી થ'. દષ્ટાંતમાં વિવક્ષિત વ્યક્તિ મનુષ્યરૂપે પ્રથમથી જ હતી અને પછી પણ છે; તેમાં માત્ર અરાજપર્યાય ગયે છે અને રાજપર્યાય આવ્યો છે; દાર્શતિકમાં જીવ દ્રવ્ય પ્રથમથી પણ હતું અને પછી પણ છે; માત્ર અકેવલપર્યાય ગયે અને કેવલપર્યાય થયે. આ બને સ્થળે પર્યાય અને સામાન્યને પરસ્પર અભેદ હેવાથી જ પર્યાયના ઉત્પાદ અને નાશને સામાન્ય ઉત્પાદ નાશ માની એમ નિબંધ વ્યવહાર થાય છે કે, “આ માણસ અરાજા મટી રાજા થયો અને “આ જીવ છદ્મસ્થ મટી કેવલી થયો. અર્થાત સામાન્ય ધ્રુવ છતાં પૂર્વ પર્યાય રૂપે નષ્ટ અને ઉત્તર પર્યાય રૂપે ઉત્પન્ન થયું કહેવાય છે, તે જ દ્રવ્ય અને પર્યાયને અભેદ સાબિત કરે છે, માટે “દ્રવ્ય એ માત્ર દ્રવ્ય રૂપ જ ' એમ ન કહી શકાય.
જે તેમ હોય તે અનાદિઅનંત છત્ર દ્રવ્ય જીવરૂપે માત્ર એક જ છે એમ માનવું પડે; અને તેમ માનતાં આ વર્તમાન પુરુષદેહધારી જીવ પૂર્વ દેવદેહધારી જીવથી ભિન્ન છે એવો વ્યવહાર કદી પ્રામાણિક ન ઠરે. કારણ કે બન્ને અવસ્થામાં જીવ તે એક જ છે;
Page #281
--------------------------------------------------------------------------
________________
સન્મતિ પ્રકરણ
૨૬૪
એટલે તે ભેદવ્યવહાર શી રીતે પામી શકે ? અને ભેદવ્યવહાર તે પ્રામાણિક છે જ; તેથી માનવું જોઈ એ કે, દ્રવ્ય અને પર્યાય પરસ્પર અભિન્ન છે. આમ માનવાથી જવરૂપે એક હાવા છતાં પુરુષપર્યાય અને દેવપર્યાય પરસ્પર ભિન્ન હોવાથી એ પર્યાયેાથી અભિન્ન એવા જીવ પણુ પુરુષ અને દેવ રૂપે ભિન્નપણાને વ્યવહાર નિર્માધપણે પામે છે. આ ઉપરથી કૂલિત એમ થયું કે સત્ હેવાને કારણે પર્યાય એ દ્રવ્યથી અને દ્રવ્ય એ પર્યાયથી અભિન્ન છે; જેમ મનુષ્ય અને તેના આરાજત્વ આદિ પર્યાય. તેમ જ સત્ હોવાના કારણે કેવલજ્ઞાન પર્યાય અને દ્રવ્ય એ અને પરસ્પર અભિન્ન હોવાથી કેવલરૂપ જીવ એમ કહેવું અસંગત નથી. અહીં જીવમાં કૈવલના અભેદ સિંદ્ઘ કરી શકાય એવું- સામાન્યને વિશેષથી અભિન્ન સિદ્ધ કરનાર — અનુમાન
આ પ્રમાણે દેરી શકાયઃ સામાન્ય એ વિશેષાથી અભિન્ન છે; શાથી જે તેમાં વિશેષોને લીધે ભેદવ્યવહાર પ્રામાણિકપણે થાય છે; જેમ એક જ મનુષ્ય ક્યારેક અરાજા અને ક્યારેક રાજારૂપે વ્યવહાર પામે છે તેમ એક જ જીવ ક્યારેક અકેવલી રૂપે અને ક્યારેક કૈવલીરૂપે વ્યવહારાય છે. માટે તે જીવદ્રવ્ય કેવલ અને ડેવલપર્યાયથી અભિન્ન છે. જો એ પર્યાયથી માત્ર ભિન્ન જ છે એમ સ્વીકારીએ, તે। પર્યાયાના ભેદ પર્યાયામાં જ રહે અને જીવમાં વ્યવહાર જ પામે. [૩૭૪૨]
--
અભિન્ન પર્યાયાની ભિન્નતાનું ઉપપાદન~~
संखेज्जमसंखेज्जं अनंतकप्पं च केवलं जाणं । तह रागदोसमोहा अण्णे वि य जीवपज्जाया ।। ४३ ।। કૈવલજ્ઞાન એ સખ્યાત અસખ્યાત અને અનત પ્રકારનું છે; તેવી રીતે રાગ દ્વેષ અને મેહ રૂપ બીજા પણ જીવપર્યાયે. સમજવા. [૪૩]
શાસ્ત્રમાં કેવલજ્ઞાનને સખ્યાત અસ ંખ્યાત અને અનંત પ્રકારનું કહ્યું છે; તે જ પ્રમાણે રાગ દ્વેષ અને મેહ રૂપ વૈભાવિક પર્યાયાને પણ
Page #282
--------------------------------------------------------------------------
________________
દ્વિતીય કાંડઃ ૪૩
૨૫ સંખ્યાત અસંખ્યાત અને અનંત પ્રકારના કહ્યા છે. પ્રત્યેક પર્યાયમાં જે આ સંખ્યાભેદનું શાસ્ત્રીય કથન છે, તે સૂચવે છે કે ભગવાનની દ્રષ્ટિમાં દ્રવ્ય અને પર્યાયને માત્ર અભેદ નથી, પણ ભેદ સુધ્ધાં છે. ભેદ વિના સંખ્યાનું વૈવિધ્ય સંભવી જ ન શકે. તેથી દ્રવ્ય અને પર્યાયની વચ્ચે અભેદની પેઠે ભેદ પણ માનવો જોઈએ, એટલે કે તે બને કથંચિત ભિન્ન અભિન્ન છે. [૪૩]
દ્વિતીય કાંડ સમાપ્ત
Page #283
--------------------------------------------------------------------------
________________
તૃતીય કાંડ
સામાન્ય અને વિશેષ એ બન્નેના પરસ્પર અભેદનું સમર્થન– सामण्णम्मि विसेसो विसेसपक्खे य वयणविणिवेसो । दव्वपरिणाममण्णं दाएइ तयं च णियमेइ ।।१।। एगंतणिव्विसेसं एयंतविसेसियं च वयमाणो । दव्वस्स पज्जवे पज्जवा हि दवियं णियत्तेइ ।। २ ॥
સામાન્યમાં વિશેષવિષયક વચનને અને વિશેષમાં સામાન્યવિષયક વચનને જે પ્રયોગ થાય છે, તે અનુક્રમે સામાન્યદ્રવ્યના પરિણામને તેનાથી ભિન્ન રૂપે દર્શાવે છે; અને તેને વિશેષને સામાન્યમાં નિયત કરે છે. [૧] - એકાંત નિવિશેષ એવા સામાન્યનું અને એકાંત વિશેષનું પ્રતિપાદન કરનાર દ્રવ્યના પર્યાયોને એનાથી ખસેડી મૂકે છે અને પર્યાથી દ્રવ્યને ખસેડી મૂકે છે. [૨] .
દરેક વ્યવહાર જ્ઞાનમૂલક છે. વ્યવહારની અબાધિતતા એ જ જ્ઞાનની યથાર્થતાને પુરાવો છે. વસ્તુનું સ્વરૂપ કેવું છે એ નકકી કરવાનું એકમાત્ર સાધન યથાર્થ જ્ઞાન છે. આટલે સર્વસામાન્ય સિદ્ધાંત છે.
સત દ્રવ્ય આદિ કઈ પણ પર–અપર સામાન્ય વ્યવહારમાં તે વિશેષ રૂપે જ આવે છે, અને પૃથ્વી-ઘટ આદિ કોઈ પણ વિશેષ સામાન્ય રૂપે વ્યવહારાય છે જ. વળી આ વ્યવહાર બાધિત પણ નથી, તેથી પૂર્વોક્ત સર્વસામાન્ય સિદ્ધાંતને આધારે એમ માની શકાય છે કે, સામાન્ય ઉપરાંત તેને પરિણામ વિશેષ પણ છે. અને તેમ છતાં તે વિશેષ સામાન્ય સ્વરૂપથી જુદો નથી. અર્થાત સામાન્ય એ વિશેષમાં ઓતપ્રેત
.
:
Page #284
--------------------------------------------------------------------------
________________
તૃતીય કડઃ ૩૪
૨૬૭ છે અને વિશેષે એ અભિન્ન સામાન્યની ભૂમિકા ઉપર જ રહેલા છે. તેથી વસ્તુમાત્ર પરસ્પર અવિભાજ્ય એવા સામાન્ય વિશેષ ઉભયરૂપ સિદ્ધ થાય છે.
હવે જે વિશેષ વિનાનું કેવળ સામાન્ય હોય, તે માત્ર સામાન્યવિષયક પ્રતીતિને આધારે વ્યવહાર કરનારને વિશેષે છોડી જ દેવા પડે; એટલે તેને પ્રતીતિ અને વ્યવહારસિદ્ધ કડું કુંડલ આદિ અનેક આકારોને વિચાર અને વાણીમાંથી ફેંકી દઈ માત્ર સેનું છે એટલે જ સામાન્ય વ્યવહાર કરે પ્રાપ્ત થશે. એ જ રીતે સામાન્ય વિનાના કેવળ વિશેને સ્વીકારનારે વિચાર અને વાણીમાંથી સુવર્ણરૂપ સામાન્ય સવ ફેંકી દઈ માત્ર કડું કુંડલ આદિ આકારે જ વિચારપ્રદેશમાં લાવવા પડશે, અને તેમને જ વાણીમાં મૂકવા પડશે. પરંતુ અનુભવ તે એવો છે કે, કોઈ પણ વિચાર અથવા વાણી માત્ર સામાન્ય કે માત્ર વિશેષને અવલંબી પ્રવર્તતાં નથી; તેથી એ બને ભિન્ન છતાં પરસ્પર અભિન્ન છે એમ સિદ્ધ થાય છે. [૧-૨]
પ્રતીત્યવચન કોને કહેવાય અને તે શા માટે ?– पच्चुप्पन्नं भावं विगयभविस्सेहिं जं समण्णेइ । एयं पडुच्चवयणं दव्वंतरणिस्सियं जं च ।।३।। दव्वं जहा परिणयं तहेव अत्थि त्ति तम्मि समयम्मि। विगयभविस्सेहि उ पज्जएहिं भयणा विभयणा वा ।। ४।।
જે વચન વતમાન પર્યાયને ભૂત અને ભવિષ્ય પર્યાય સાથે સમન્વય કરે છે, અને જે વચન ભિન્ન દ્રવ્યમાં રહેલ સામાન્ય સમન્વય કરે છે, તે પ્રતીત્યવચન છે. (કારણ કે-)
જે સમયમાં જે દ્રવ્ય જે રૂપે પરિણામ પામ્યું હોય, તે સમયમાં તે તે રૂપે જ છે. ભૂત અને ભવિષ્ય પર્યાયે સાથે
Page #285
--------------------------------------------------------------------------
________________
૨૬૮
સમતિ પ્રકરણ તે ભજના એટલે અભેદ તથા વિભાજના એટલે ભેદ પણ છે. [૩]
જે વચન પ્રતીતિપૂર્વક અર્થાત વસ્તુના વારતવિક બેધપૂર્વક બેલવામાં આવે, તે પ્રતીત્યવચન. એ જ વચન આપ્તવચન છે.
કડું ભાંગી કુંડલ બનાવેલું હોય ને તેમાંથી આગળ હાર બનવાને હોય, ત્યારે દેખીતી રીતે વર્તમાન કંડલને આકાર એ ભૂતકાલીન કડાના આકાર અને ભાવી હારના આકાર કરતાં જુદો તે છે જ; છતાંયે એની સાથે એકરૂપ પણ છે. કારણ કે, એ ત્રણેનું દ્રવ્ય જુદું નથી. ત્રણે આકારમાં એ જ સુવર્ણ અનુગત હોવાથી એ ત્રણે આકારોને એકબીજાથી તદ્દન ભિન્ન અને વિચ્છિન્ન કેમ કહી શકાય ? એ જ ન્યાયે કઈ પણ એક દ્રવ્ય ઉપર કાલક્રમથી દેખાતા તેના અનેક વિશેષ વિશેષરૂપે પરસ્પર ભિન્ન અને વિચ્છિન્ન હોવા છતાં એ દ્રવ્યરૂપે તે તેઓ એકાત્મક જ છે એમ માનવું જોઈએ. આમ હવાથી જ વર્તમાન પર્યાયને ભૂત–ભાવી સાથે અને ભૂત–ભાવી પર્યાયને વર્તમાન સાથે સમન્વય દર્શાવનાર વાક્યને જ પ્રતીત્યવચન કહેલ છે.
એ જ પ્રમાણે એક જ સમયે દેશભેદના વિસ્તાર ઉપર પથરાયેલ કાળી ધોળી નાની મોટી આદિ અનેક વ્યક્તિઓ વ્યક્તિરૂપે ભિન્ન દેખાવા છતાં ગે આદિરૂપે સમાન પણ ભાસે છે. તેથી એવી પરસ્પર ભિન્ન અને વિચ્છિન્ન દેખાતી વ્યક્તિઓમાં પણ અમુકરૂપે એક ન્યાયપ્રાપ્ત હેવાથી, એ રીતે તેમને સમન્વય કરનાર વચન તે પણ પ્રતીત્યવચન છે. [૩૪]
એક વસ્તુમાં અસ્તિપણું અને નાસ્તિપણની ઉપપત્તિ– परपज्जवेहिं असरिसगमेहि णियमेण णिच्चमवि नत्थि। सरिसेहिं पि वंजणओ अत्थि ण पुणऽत्थपज्जाए ॥५॥ पच्चुप्पण्णम्मि वि पज्जयम्मि भयणागई पडइ दव्वं । जं एगगुणाईया अणंतकप्पा गुणविसेसा ।।६।।
Page #286
--------------------------------------------------------------------------
________________
૨૬૯
તૃતીય કાંડઃ ૫૬ કઈ પણ વસ્તુ વિજાતીય ભાસતા એવા પરપર્યા વડે હમેશાથે નિયમથી નથી. સજાતીયમાં પણ વ્યંજનપર્યાયથી તે વસ્તુ છે, અર્થપર્યાયથી નથી જ. [૫]
વર્તમાન પર્યાયમાં પણ દ્રવ્ય ભજનાગતિ એટલે ઉભયપતાને સ્પર્શે છે. કારણ કે ગુણના વિશે એક ગુણથી લઈ અનત પ્રકારના હોય છે. [૬]
કઈ પણ વસ્તુ વ્યવહારને વિષય બને છે, તે તેના પ્રતિનિયત સ્વરૂપને લીધે જ. પ્રતિનિયત સ્વરૂપ એટલે ચક્કસ સ્વરૂપ; નહિ કે માત્ર ભાવાત્મક અગર નહિ માત્ર અભાવાત્મક. આ જ તવ વસ્તુમાં અસ્તિ નાસ્તિ ઉભયપતા દ્વારા અહીં દર્શાવવામાં આવેલ છે. વસ્તુ એ પરપર્યાયપે અવશ્ય નથી જ, અને સ્વપર્યાયપે છે. જે પર્યાયે વિજાતીય હેય (વિલક્ષણ બુદ્ધિજનક) તે પરપર્યાય જ છે; અને જે સજાતીય (સદબુદ્ધિજનક) હોય તેમાં વ્યંજનપર્યાય અને અર્થપર્યાય એ બેને સમાસ થાય છે. તેમાંથી વ્યંજનપર્યાયરૂપે વસ્તુ છે અને અર્થપર્યાયપે વસ્તુ નથી. આ વ્યવસ્થા એક દાખલા દ્વારા સ્પષ્ટ કરીએ. એ પૂર્વવત કડા અને ઉત્તરવતી હારસ્વરૂપ પરપર્યાયપે નથી, તેમ જ ઘટ પટ આદિ સમકાલીન પરપર્યાયપે પણ નથી જ; અર્થાત તે બધા વિજાતીય પર્યાયથી કંડલને આકાર ભિન્ન જ છે.
- કુંડલઆકારમાં પરિણત સુવર્ણ એ સત, દ્રવ્ય, સેનું, કુંડલ આદિ અનેક શબ્દથી વ્યવહારાય છે. એ શબ્દોની પ્રતિપાદનમર્યાદામાં જે જે અર્થ સમાય છે, તે વ્યંજનપર્યાય છે. એટલે વ્યંજનપર્યાયમાં તે તે શબ્દના પ્રતિપાઘ બધા અર્થો આવી જતા હોવાથી, તે સદઉપર્યાય છે. તેથી કુંડલ વ્યંજનપર્યાયપે છે એનો અર્થ એ થયો કે કુંડલ કહેવાતાં
અને કુંડલપે પ્રતીત થતાં બધાં જ કુંડલ કુંડલ નામે એકલ્પ હોઈ ભિન્ન નથી, અને એક કુંડલ વ્યક્તિ પણ કુંડલસ્વરૂપ બની જ્યાં સુધી
Page #287
--------------------------------------------------------------------------
________________
ર૭૦
સમતિ પ્રકરણ તે પે રહેશે ત્યાં સુધી કુંડલ નામે એક જ છે. કુંડલ એવા એક શબ્દથી પ્રતિપાદિત થવાને લીધે અને “આ કુંડલ” છે એવી એક પ્રકારની બુદ્ધિના વિષય થવાને લીધે બધાં કુંડલ અગર રચનાથી ભંગ સુધીના કારણનું એક જ કુંડલ એકપ છે, છતાં જ્યારે શબ્દમર્યાદા છોડી આગળ જઈએ ત્યારે તેમ નથી દેખાતું. કારણ કે કઈ પણ એક કુંડલ એના અમુક વિવક્ષિત સમયમાં પૂર્વ અને ઉત્તરવતી સમયના પરિણામથી ભિન્ન જ છે. દર સમયે પરિણામ થતું રહેતું હેવાથી પૂર્વ અને ઉત્તરવત સમયના પરિણામપ અર્થ પર્યાય કરતાં વર્તમાન સમયગત પરિણામરૂ૫ અર્થપર્યાય ભિન્ન જ છે. તેથી એક શબ્દપ્રતિપાઘત્વની દષ્ટિએ કુંડલ કુંડલ વચ્ચે અને એક જ કુલઆકારનાં પૂર્વ ઉત્તર તેમ જ વર્તમાન પરિણામે વચ્ચે ભેદ ન ભાસવા છતાં અર્થગત તાત્વિક દષ્ટિએ એ બધામાં ભેદ ભાસે જ છે. એ જ સદશ અર્થપર્યાયરૂપે નાસ્તિત્વ છે.
સમયભેદે પરિણામભેદ હોવાથી પૂર્વ અને ઉત્તરકાલીન કુંડલપરિણામરૂપ અર્થપર્યાય કરતાં વર્તમાન કુંડલ પરિણામસ્પ અર્થપર્યાય ભિન્ન છે એટલું જ નહિ પરંતુ એકસમયવતી બે કુંડલ વ્યક્તિઓમાં અમુક વિવક્ષિત કુંડલપરિણામરૂપ અર્થપર્યાય એ બીજા કુંડલ પરિણામ અર્થપર્યાયથી ભિન્ન જ છે. કારણ કે એ બન્ને કુંડલ વ્યકિતઓ સુવર્ણરૂપ સમાન દ્રવ્ય અને કુંડલરૂપ સમાન આકાર તેમજ પીતવર્ણ મૃદુસ્પર્શ આદિ સમાન ગુણધર્મોને લીધે તુલ્ય હેવા છતાં તત્ત્વતઃ ભિન્ન જ છે. કારણ કે બન્નેનું દ્રવ્ય જુદું હોઈ આકાર પણ ભિન્ન જ છે, અને પીળાશ કે મૃદુતા તુલ્ય જણાવા છતાં વસ્તુતઃ એમાં અંતર અવશ્ય હેય છે. એક જેવો જણાતો પીત વર્ણ કે મૃદુ સ્મશ અનેક વ્યકિતએમાં તરતમભાવે રહેલે હોય છે. એકની પીળાશ કરતાં બીજાની પીળાશ અને બીજા કરતાં ત્રીજાની પીળાશમાં સંખ્યાત અસંખ્યાત અનંત ગુણુ કે ભાગ પ્રમાણુ ચડા–ઊતરી હોય છે. [૫૬]
Page #288
--------------------------------------------------------------------------
________________
તૃતીય કાંડઃ ૭૮
૨૭૧ એક જ પુરુષમાં ભેદભેદની વ્યવસ્થા– कोवं उप्पायंतो पुरिसो जीवस्स कारओ होइ । तत्तो विभएयव्वो परम्मि सयमेव भइयव्वो ॥ ७ ॥
કેપપરિણામ ઉત્પન્ન કરે તે પુરુષ જીવને કારક થાય છે તેથી તે ભેદગ્ય છે અને પરભવમાં પોતે જ હાઈ અભેદ ગ્ય છે. [૭]
સંસારી આત્મા પિતાની ભાવીદશા પોતે જ સરજે છે, તેથી તે ભાવી અજયમાન દશાપ કાર્ય કરતાં સજકઅવસ્થાત્મક કારણુપે ભિન્ન છે એમ માનવું જોઈએ. કારણ કે કાર્યકારણભાવ ભેદગર્ભિત જ હોય છે, તેમ છતાં તે જે સજકઅવસ્થાવાળે આત્મા ભાવી સુજ્યમાન અવસ્થામાં વર્તમાન હોય છે, બીજે કઈ નહિ; તેથી દશાભેદે ભેદ હોવા છતાં બન્ને દશામાં મૂળ તત્ત્વ એક જ હેવાથી કર્તા એ કાર્યથી અભિન્ન પણ છે. જેમ મૂપિંડ પિંડરૂપે ઘટસ્પનું કારણ હોઈ તે બન્ને ભિન્ન છે, છતાં પિંડ અને ઘટ બને દશામાં એક જ મૃત્તિકા અનુગત હેવાથી તે પે ઘટ અને પિંડ અભિન્ન પણ છે. તેમ જ જ્યારે કે આત્મા પ્રસાદ ક્રોધ આદિ શુભ અશુભ પે પરિણમે છે, ત્યારે તે પરિણમાનુસાર પિતાની ભાવી રિથતિ ઘડે છે. એ રીતે તે ભાવી સ્થિતિનો કર્તા હોઈ તેથી ભિન્ન હોવા છતાં વસ્તુતઃ બને અવસ્થામાં અનુગત પોતે જ હોવાથી અભિન્ન પણ છે. [૭]
દ્રવ્ય અને ગુણના ભેદભાવને પૂર્વપક્ષપે નિર્દેશ – रूव-रस-गंध-फासा असमाणग्गहण-लवखणा जम्हा । तम्हा दव्वाणुगया गुण त्ति ते केइ इच्छंति ।।८।।
જે માટે રૂ૫ રસ ગધ અને સ્પશ એ દ્રવ્યથી ભિન્નપ્રમાણગ્રાહ્ય તેમ જ ભિન્ન લક્ષણવાળા દેખાય છે, તે માટે તે ગુણે દ્રવ્યના આશ્રિત છે એમ કઈ માને છે. [૮]
Page #289
--------------------------------------------------------------------------
________________
ર૭૨
સમતિ પ્રકરણ વૈશેષિકાદિ દર્શનાન્તરના અનુયાયી અને કેટલાક જૈન દર્શનાનુયાયી વિદ્વાને પણ માને છે કે, જે ભિન્ન ભિન્ન પ્રમાણથી ગ્રાહ્ય હોય અગર જેનાં લક્ષણે ભિન્ન હોય તેના વચ્ચે ભેદ જ હોય છે, જેમ કે થાંભલા અને ધડા વચ્ચે; તે જ પ્રમાણે દ્રવ્યના ગ્રાહક પ્રમાણ કરતાં સ્પ આદિનું ગ્રાહક પ્રમાણ ભિન્ન છે. કારણ કે, ઘટ આદિ દ્રવ્ય નેત્ર સ્પશન એ બે ઇન્દ્રિયથી ગ્રાહ્ય બને છે અને એક માનસ અનુસંધાનને વિષય બને છે, ત્યારે પ સ્પર્શ આદિ ગુણો ફક્ત એકએક ઇદ્રિયગ્રાહ્ય છે અને ઉભયઈદ્રિયજન્ય ગ્રહણના માનસ અનુસંધાનના વિષય બનતા નથી. એ જ રીતે બન્નેનાં લક્ષણે પણ જુદાં છે. દ્રવ્ય એ ગુણાશ્રય અને ક્રિયાશ્રય છે, જ્યારે ગુણે એ દ્રવ્યમાં રહેનારા તથા સ્વયં નિર્ગુણ અને નિષ્ક્રિય છે. તેથી જ દ્રવ્યને આશરે રહેલા ગુણ એ તેનાથી ભિન્ન છે એમ જ માનવું યોગ્ય છે. [૮]
દ્રવ્ય અને ગુણના ભેદના નિરા પ્રસંગે ગુણ અને પર્યાયના અભેદની ચર્ચા –
दूरे ता अण्णत्तं गुणसद्दे चेव ताव पारिच्छं । किं पज्जवाहिओ होज्ज पज्जवे चेव गुणसण्णा ।६।। . दो उण णया भगवया दवट्ठिय-पज्जवट्ठिया नियया ।
एत्तो य गुणविसेसे गुणट्ठियणओ वि जुज्जंतो॥१०॥
૧. મૂળ ગાથામાં તો “કે” એવા અર્થવાળું વેન્દ્રિત પદ છે. અહીં ટીકાકારે કરેલ અર્થ લેવામાં આવે છે. કયા જૈન વિદ્વાનોને લક્ષીને ટીકાકારે સ્વયૂરો અર્થ કર્યો હશે એ કહી ન શકાય. કોઈ એવા પણ જિન વિદ્વાને અગર તેમના ગ્રંથે ટીકાકાર સામે હોય કે જેઓ વિશેષિક આદિની પેઠે ગુણેને દ્રવ્યથી ભિન્ન માનતા હોય. કુંદકુંદ, ઉમાસ્વાતિ વગેરે ગુણોને ભિન્ન માને છે છતાં તેઓ એકાંતવાદી તો નથી જ; એટલે તેમને લક્ષોને ટીકાકાર સ્વયૂશ્ચ કેમ કહી શકે?
Page #290
--------------------------------------------------------------------------
________________
વતીય કંડ ૯૫
ર૭૩ जं च पुण अरिहया तेसु तेसु सुत्तेसु गोयमाईणं । पज्जवसण्णा णियमा वागरिया तेण पज्जाया ।। ११ ॥ परिगमणं पज्जाओ अणेगकरणं गुण त्ति तुल्लत्था । तह वि ण गुण 'त्ति' भण्णइ पज्जवणयदेसणा जम्हा ।। १२ ।। जंपन्ति अत्थि समये एगगुणो दसगुणो अणंतगुणो । रूवाई परिणामो भण्णइ तम्हा गुणविसेसो ।। १३ ।। गुणसद्दमंतरेणावि तं तु पज्जवविसेससंखाणं । सिज्झइ णवरं संखाणसत्थधम्मो ‘तइगुणो' त्ति ॥ १४ ।। जह दससु दसगुणम्मि य एगम्मि दसत्तणं समं चेव। अहियम्मि वि गुणसद्दे तहेय एयं पि दट्ठव्वं ।। १५ ।।
દ્રવ્ય અને ગુણેને ભેદ દૂર રહે, પહેલાં ગુણશબ્દના વિષયમાં જ વિચાર કરવાને છે. તે એ કે, શું ગુણ એ સંજ્ઞા પર્યાયથી ભિન્ન અર્થમાં પ્રયુક્ત છે, કે પર્યાયઅર્થમાં જ પ્રયુક્ત છે? [૯]
ભગવાને દ્રવ્યાસ્તિક અને પર્યાયાસ્તિક એ બે જ નય નકકી કરેલ છે. જે એનાથી – પર્યાયથી ગુણે જુદે હોત, તે ગુણાસ્તિક નય પણ તેમણે નક્કી કરે ઘટતો હતો. [૧]
. પરંતુ જે માટે અરિહતે તે તે સૂત્રોમાં ગૌતમ વગેરે વાસ્તે પર્યાયસંજ્ઞા નક્કી કરી અને તેનું જ વિચેચન કર્યું છે, તેથી એમ માનવું જોઈએ કે પર્યાપે જ છે, અર્થાત પર્યાયથી ગુણ જુદા નથી. [૧૧] - પર્યાય એટલે વસ્તુને વિવિધરૂપે પરિણમાવનાર, અને ગુણ એટલે વસ્તુને અનેકરૂપ કરનાર, આ રીતે એ બને
Page #291
--------------------------------------------------------------------------
________________
૨૭૪ :
સન્મતિ પ્રકરણ શબ્દ તુલ્યાક જ છે, એમ છતાં ય એ ગુણ એમ નથી કહેવાતા. કારણ કે દેશના તો પર્યાયનયની જ છે, ગુણુસ્તિકનયની નથી. [૧૨]
કઈ કહે છે કે આગમમાં રૂપાદિપરિણામ એકગુણ કાળે, દશગુણ કાળો, અનતગુણ કાળે ઇત્યાદિ પ્રકારે વ્યપદેશાવેલ છે. તેથી પર્યાયથી ગુણનો ભેદ કહેવામાં આવે છે. [૧૩] - પાદિના બેધક ગુણશબ્દ સિવાય પણ જે એકગુણકાલક, દશગુણકાલક વગેરે વચન છે, તે પર્યાયગત વિશેની સંખ્યાનું બેધક સિદ્ધ થાય છે (નહિ કે ગુણાસ્તિકનયનું બેધક). વિશેષ
એ છે કે, આ તેટલા ગણુ છે એટલા કથનમાત્રથી તો સખ્યાન (ગણિત) શાસ્ત્ર પ્રસિદ્ધ સખ્યા ધર્મ જ સૂચવાય છે. [૧૪]
જેવી રીતે ગુણશબ્દ અધિક હોવા છતાં દશ વસ્તુઓમાં અને દશગુણ એક વસ્તુમાં દશમણું સમાન જ છે, તેવી જ રીતે એ પણ (એકગુણ કાળે દ્વિગુણ કાળો વગેરે) સમજવું. [૧૫]
દ્રવ્ય અને ગુણના ભેદની ચર્ચાને પ્રસંગે એ બે વચ્ચે ભેદ માને કે નહિ, તેને નિર્ણય કરવા માટે પહેલાં એ જેવું પ્રાપ્ત થાય છે કે, શાસ્ત્રમાં વપરાયેલ ગુણશબ્દ માત્ર પર્યાય અર્થનો બેધક છે ? કે તે પર્યાયથી ભિન્ન એવા કેઈ અર્થને બેધક છે ? આ બે વિકલ્પમાં સિદ્ધાંત એવો ફલિત થાય છે કે, તે પર્યાયથી ભિન્ન એવા દ્રવ્યગત ધર્મ – અર્થને બેધક નથી. કારણ કે, ભગવાને શાસ્ત્રમાં જે નયદેશના કરી છે, તેની શબ્દમર્યાદા જોતાં એમ લાગે છે કે, તેમની દૃષ્ટિમાં દ્રવ્યના ધમ તરીકે ગુણ અને પર્યાય વચ્ચે કશો જ ભેદ નથી, અર્થાત બન્ને એક જ છે. કારણ કે, તેમણે દ્રવ્યાસ્તિક અને પર્યાયાસ્તિક એવા બે નયવિભાગ કર્યા છે. જે તેમની દૃષ્ટિમાં ગુણશબ્દને અર્થ પર્યાયથી ભિન્ન એવો કોઈ
Page #292
--------------------------------------------------------------------------
________________
તૃતીય કાંડઃ ૯-૧૫
ર૫ દ્રવ્યગત ધર્મ હેત, તે તેઓ પર્યાયાસ્તિકની પેઠે ત્રીજો ગુણાસ્તિકનય પણ કહેત.
પરંતુ આગમગત સૂત્રોમાં ગૌતમ આદિ ગણધરે સમક્ષ ભગવાને તે વણુપર્યાય ગંધ પર્યાય વગેરે શબ્દો વાપરી તેમાં પણ આદિ સાથે પર્યાયશબ્દ જ લગાડેલે છે અને તે શબ્દનું નિર્વાચન કરેલું છે; કયાંયે વર્ણગુણ ગંધગુણ આદિ કહી વણું આદિ સાથે ગુણશબ્દ લગાડ્યો નથી. તેથી એ ખુલ્લું છે કે, ભગવાનની દૃષ્ટિમાં ગુણશબ્દને પ્રતિપાદ્ય અર્થ વર્ણઆદિ પર્યાયો જ છે, તેથી ભિન્ન કોઈ દ્રવ્યધર્મ નથી.
ગુણ અને પર્યાય શબ્દની નિયુકિત જોઈએ તેયે બનેને અર્થ સરખો જ નીકળે છે. કોઈ પણ દ્રવ્યનું સહભાવી કે ક્રમભાવી ભેદોમાં બદલાતા રહેવું તે પર્યાય, અને કઈ પણ દ્રવ્યનું અનેક રૂપમાં મુકાતા રહેવું તે ગુણ; આ રીતે પર્યાય અને ગુણ બને શબ્દને અર્થ છે કે તાત્વિક રીતે ભિન્ન નથી, છતાં ભગવાને તો પર્યાયનની દેશના કરી છે, અર્થાત્ વ ગંધ રસ આદિ બધા દ્રવ્યધર્મોને પર્યાયશબ્દથી જ વર્ણવ્યા છે, અને ગુણશબ્દથી કયાંયે વર્ણવ્યા નથી. તેથી પર્યાયથી ભિન્ન એવા ગુણ નથી એટલું ફલિત થાય છે.
અહીં ગુણ અને પર્યાય વચ્ચે ભેદ માનનાર શંકા કરતાં એમ કહી શકે કે આગમમાં રૂપના વિષયમાં એક ગુણ કાળું, દિગુણુ કાળું, અનંતગુણ કાળું વગેરે જે વ્યવહાર છે, તેમાં ગુણશબ્દ વપરાયેલ છે તેથી એ માનવું જોઈએ કે ગુણશબ્દની દેશના પણ ભગવાને કરી છે અને તેને અર્થ પર્યાયથી ભિન્ન છે.
એનો ઉત્તર એ છે કે, તે તે સ્થાનમાં રૂપ આદિ બેધક ગુણશબ્દ વિના જ અર્થાત્ વર્ણ ગુણ ગંધગુણ રસગુણ વગેરે પ્રયોગ વિના જ જે
એક ગુણ કાળું, દિગુણ કાળું, અનંતગુણ કાળું આદિ વચનમાં ગુણશબ્દ વપરાયેલે છે, તે વર્ણઆદિ પર્યાના પરસ્પર તરતમભાવરૂપ વિશેની સંખ્યાને બેધક સિદ્ધ થાય છે; અર્થાત એક વર્ણપર્યાય કરતાં બીજા સજાતીય વપર્યાયમાં જે વૈષમ્યનું પરિણામ છે, તેને બેધક સિદ્ધ
Page #293
--------------------------------------------------------------------------
________________
૨૦૬
સન્મતિ પ્રકરણ
થાય છે, અને વૈષમ્યનું સંખ્યાત્મક પરિમાણુ એ તે ગણિતની વતુ છે.
<
આ પદાર્થોં બીજા અમુક પદા કરતાં આટલા ગુણા છે' એમ કહ્યુંવાથી એ પદાર્થ ખીજા પદાર્થ કરતાં કાઈ બાબતમાં એટલા ગુણા ચડિયાતા અને બીજો પદાર્થ પહેલા પદાર્થ કરતાં એટલા ગણા ઊતરતા છે, અર્થાત એ એ પદાર્થના અમુક રૂપે રસ આદિ સજાતીય ધર્મો વચ્ચે કેટલુ ચડતા—ઊતરતાપણું છે તે જ સૂચવાય છે; એથી કાંઈ પર્યાયથી ભિન્ન એવા કાઈ દ્રવ્યધમ ગુણરૂપે સિદ્ધ થતા નથી.
જુદી જુદી પડેલી દશ વસ્તુઓમાં આ દશ ચીજો છે એવા વ્યવહાર થાય છે. અને કાઈ એક જ વસ્તુ પરિમાણુમાં ખીજી વસ્તુ કરતાં દશગુણી હોય, ત્યારે તેમાં આ દશગુણુ છે એવા વ્યવહાર થાય છે. આ અને વ્યવહારમાં પહેલા કરતાં ખીજામાં ગુરુથબ્દ વધારે છે, હતાં દક્ષપણાની સખ્યા તે બન્નેમાં સમાન જ છે. અર્થાત પહેલા સ્થળમાં ધી ગત દૃશત્વ સખ્યા માટે દૃશ શબ્દ વપરાયેલા છે; અને ખીજા સ્થળમાં ધી એક જ છતાં તેના પરિમાણુનું તારતમ્ય બતાવવા ગુણુશબ્દ સાથે દશશબ્દ વપરાયેલા છે. તે જ પ્રમાણે પરમાણુ એકણુ કાળા, દશગુણુ કાળા, અનંતગુણુ કાળા વગેરે પ્રયાગસ્થળામાં પણ ગુણુશબ્દ જુદે વપરાયા છતાં તેને પર્યાયશબ્દના દ્રવ્યગત ધ રૂપ અર્થ કરતાં તેવા દાઈ જુદા અથ નથી. ત્યાં જુદા જુદા સજાતીય પર્યાયા વચ્ચે જે વૈષમ્ય – પ્રકર્ષાપકનું પરિણામ છે, તેના જ માત્ર ખેાધક ગુણુશબ્દ છે. એટલે એકંદર ફલિત એ થાય છે કે, પર્યાયશબ્દના પ્રતિપાદ્યથી ભિન્ન એવા કાઈ દ્રવ્યગત ધ રૂપ અર્થ ગુણુશબ્દને પ્રતિપાદ્ય નથી.
ઉપરના વિચારથી જો એમ સિદ્ધ થયુ કે દ્રવ્યગત બધા જ ધર્મોને જૈન શાસ્ત્રમાં પર્યાય કહેલ છે, અને એ પર્યાયેા જ ગુણુશબ્દના પણુ પ્રતિપાદ્ય છે, તે હવે દ્રવ્ય અને ગુણુને ભેદ માનવે કે અભેદ એ ખામતમાં નિણુ ંય એવા થાય છે કે, ગુણુ એ દ્રવ્યથી ભિન્ન નથી પણુ અભિન્ન છે. કારણ કે ગુણુ એટલે પર્યાય જ અને પર્યાય તે દ્રવ્યરૂપ જ છે, તેમ જ દ્રવ્ય એ પર્યાયરૂપ જ છે. આત્મા જ્ઞાનરૂપ જ છે,
Page #294
--------------------------------------------------------------------------
________________
ર૭૭
તૃતીય કડઃ ૧૬૮ દર્શન સ્વરૂપ જ છે વગેરે વ્યવહારોમાં અને ઘડે લાલ છે, પોળો છે વગેરે વ્યવહારમાં તે તે દ્રવ્ય તે તે પર્યાયરૂપે વ્યવહારતું હેઈ, દ્રવ્ય અને પર્યાયને અભેદ સિદ્ધ જ છે; અને જે પર્યાયનો અભેદ સિદ્ધ હેય, તે ગુણ તેથી જુદા ન હોવાને લીધે તેને પણ દ્રવ્ય સાથે અભેદ આપોઆપ સિદ્ધ થાય છે. [૯-૧૫] - દ્રવ્ય અને ગુણને એકાંત અમેદવાદીનું જ વિશેષ કથન–
एयंतपक्खवाओ जो उण दव्व-गुण-जाइभेयम्मि । अह पुव्वपडिक्कुट्ठो उआहरणमित्तमेयं तु ।। १६ ।। ઉપ-પુત્ત-g-મવી-માળનું પુપુરિસંવંધો ! ण य सो एगस्स पिय त्ति सेसयाणं पिया होइ ।। १७ । जह संबंधविसिट्ठो सो पुरिसो पुरिसभावणिर इसओ। तह दवमिंदियगयं रूवाइविसेसणं लहइ ।।१८ ।।
વળી જે દ્રવ્યજાતિ અને ગુણજાતિના ભેદ વિષે એકાંત પક્ષપાત છે, એ પહેલાં જ દૂષિત કર્યો છે. હવે અહીં જે કહેવાનું એ તો ફકત અદસાધક ઉદાહરણ માત્ર છે. [૧૬]
પિતા, પુત્ર, પૌત્ર, ભાણેજ અને ભાઈને એક જ પુરુષ સાથે જુદે જુદે સંબધ માનવો જોઈએ. કારણ કે તે એક બાપ છે તેથી બાકી બધાને બાપ નથી થતો. [૧૭]
જેવી રીતે પુરુષરૂપે સમાન હોવા છતાં જુદા જુદા સંબંધને લીધે ભિન્ન બને છે, તેવી રીતે એક જ દ્રવ્ય ઇંદ્રિથોને પ્રાપ્ત થવાથી પ વગેરે ભેદોને પ્રાપ્ત કરે છે. અર્થાત્ રૂ૫ રસ આદિ અનેક વિશેષરૂપે વ્યવહારાય છે. [૧૮]
Page #295
--------------------------------------------------------------------------
________________
૨૦૦૮
સન્મતિ પ્રકરણ
સિદ્ધાંતીનું કથન—
होज्जाहि दुगुणमहरं अनंतगुणकालयं तु जं दव्वं । ण उ हरओ महल्लो व होइ संबंधओ पुरिसो ॥। १६ ।।
જે કાઈ દ્રવ્ય દ્વિગુણુ મધુર કે અનતગુણુ કાળું હાય તે, તેમ જ કાઈ પુરુષ નાના અથવા માટે હોય છે તે, સબધમાત્રથી તે ન જ ઘટે. [૧૯]
` એકાંત અભેદવાદીનેા અચાવ––
भण्णइ संबंधवसा जह संबंधित्तणं अणुमयं ते । णणु संबंधविसेसं संबंधिविसेसणं सिद्धं ।। २० ।।
અમારુ એમ કહેવું છે કે, જો સબધસામાન્યને લીધે સામાન્ય સંબધીપણુ તમને માન્ય હાય, તા એ જ ન્યાયે સબવિશેષને લીધે વિશેષ સંબધીપણું સિદ્ધ થશે. [૨૦] સિદ્ધાંતીનું કથન—
जुज्जइ संबंधवसा संबंधिविसेसणं ण उण एयं । णयणाइविसेसगओ रुवाइविसेसपरिणामो ।। २१ ।।
સબધવિશેષને લીધે વિશેષસબધપણું ઘટે, પરંતુ રૂપ આદિ વિશેષ પરિણામ નેત્ર આદિના વિશેષસબધને લીધે છે એ બાબતમાં એ નહિ ઘટે. [૨૧]
એકાંત અભેદવાદીને પ્રશ્ન અને તેને સિદ્ધાંતીએ દીધેલ ઉત્તર-भण्णइ विसमपरिणयं कह एवं होहिs त्ति उवणीयं । तं होइ परणिमित्तं ण वत्ति एत्थऽत्थि एगंतो ।। २२ ।।
અમે એમ પૂછીએ છીએ કે, એ દ્રવ્ય વિશેષપરિણામવાળુ કેવી રીતે બનશે ? આના ઉત્તર અનેકાંતવાદી આપ્તાએ
Page #296
--------------------------------------------------------------------------
________________
તૃતીય કાંડઃ ૨૨
ર૭૯ આપે છે કે તે વિષમ પરિણામવાળું પર નિમિત્તોથી થાય છે અને નથી થતું, આ વિષયમાં કઈ એકાંત નથી. [૨૨]
પાળની ચર્ચાથી પર્યાય અને ગુણ એ બને શબ્દ એકાક સિદ્ધ થયા, પણ મુખ્ય પ્રશ્ન તો હજી ઊભે જ છે અને તે એ કે, દ્રવ્ય અને ગુણને એકાંતભેદ જે કાઈના મત તરીકે મૂકવામાં આવ્યો છે, તે સ્વીકાર કે નહિ. આને ઉત્તર સિદ્ધાંતી આપે તે પહેલાં એકાંતઅભેદવાદી એમ આપે છે કે, દ્રવ્યની જાતિ અને ગુણની જાતિ વચ્ચે એકાંત ભેદ માનવાના પક્ષને તે પ્રથમ જ૧ એટલે સામાન્ય વિશેષનો અભેદ દર્શાવતી વખતે દૂષિત કવામાં આવ્યો છે, તેથી બન્ને વચ્ચે અભેદ જ આપોઆપ ફલિત થાય છે. અહીં તે અમારે એ અભેદનું વિશેષ સ્પષ્ટીકરણ જ કરવું બાકી રહે છે, જે નીચેના ઉદાહરણથી થઈ જાય છે.
જેવી રીતે કોઈ એક જ પુરુષ ભિન્ન ભિન્ન વ્યક્તિઓ સાથે જુદા જુદા સંબંધને લીધે પિતા, પુત્ર, પૌત્ર, ભાણેજ, મામો, ભાઈ આદિ અનેક રૂપે વ્યવહાર પામે છે; તે અમુક એક વ્યક્તિને પિતા છે તેથી કાંઈ બધાઓને પિતા નથી બનતે; તેમ જ એકનો માને છે, તેથી બધાઓને મામે નથી બનતે; તે પુરુષરૂપે સૌના પ્રત્યે સમાન જ છે, માત્ર તે તે વ્યક્તિ સાથેના જુદા જુદા સંબંધને લીધે તે જુદા જુદા વ્યવહાર પામે છે; તે જ રીતે કોઈ પણ દ્રવ્ય એ તત્ત્વતઃ એક સામાન્ય વસ્તુ જ છે, તેમાં સહજ કેઈ વિશેષો નથી; તેમ છતાં જ્યારે તે જ દ્રવ્ય ઇંદ્રિયેના સંબંધમાં આવી નેત્રગ્રાહ્ય બને છે. ત્યારે સ્પ કહેવાય છે. અને જયારે ધ્રાણુ કે રસન આદિ ઇંદ્રિયને વિષય બને છે, ત્યારે ગંધ કે રસાદિ સ્વરૂપે વ્યવહારાય છે; અર્થાત બધાં દ્રવ્ય માત્ર સામાન્ય૫ હાઈ, તેમાં સહજ વિશેષ કંઈ નથી. જે વિશેષ કહેવાય છે, તે ભિન્ન ભિન્ન ઈદ્રિયોના સંબંધથી થતા ભિન્ન ભિન્ન ભાસોને આભારી છે.
૧. પ્રસ્તુત કાંડ ગાથા -૨.
Page #297
--------------------------------------------------------------------------
________________
૨૮૦
સ અતિ પ્રકરણ માટે ગુણ જેને જેન આગમમાં પર્યાય કહે છે, તે તત્ત્વતઃ દ્રવ્યથી ભિન્ન નથી; એટલે દ્રવ્યજાતિ અને ગુણજાતિને ભેદ વારતવિક નથી પણ એક કવ્યજાતિ જ છે, જેને દ્રવ્યાકૅત પણ કહી શકાય.
અમેદવાદી દ્વારા એકાંત ભેદનું નિરસન કરાવી હવે તે અભેદમાં પણ એકાંતપણાને દોષ ન આવે તે માટે અનેકાંતવાદી સિદ્ધાંતી એકાંત અભેદ સામે કહે છે કે, જે એકાંતદ્રવ્ય એટલે સામાન્ય જ માનવામાં આવે, અને તેમાંથી વારતવિક વિશે ફેંકી દઈ માત્ર બાહ્ય ઉપાધિઓ વડે જ વિશેષ વ્યવહારની ઉપપત્તિ કરવામાં આવે, તો બે ફળને રસનેંદ્રિથ સાથે સંબંધ સમાન હોવા છતાં એક કરતાં બીજું બમણું મધુર છે અને બીજા કરતાં પહેલું અડધું મધુર છે તે અનુભવસિદ્ધ ભેદ શી રીતે ઘટશે ? કારણ કે, મધુર એ રસ છે અને તે તે રસનેંદ્રિયના સંબંધજનિત વિશેષ ઉપરાંત દ્રવ્યાદ્વૈતવાદમાં બીજુ કશું જ નથી, અને સંબંધ તો બને ફળો સાથે સરખો જ છે. એ
જ પ્રમાણે જે નેત્રના સંબંધજનિત વિશેષ ઉપરાંત પ જેવું કંઈ તત્વ દ્રવ્યમાં વાસ્તવિક ન હોય, તે નેત્રની સાથે સરખો સંબંધ ધરાવનારા અનેક પદાર્થોમાં એક અનંતગુણ કાળે અને બીજે તેથી ઓછી ઓછી કાળાશવાળો દેખાય છે, તે કેવી રીતે ઘટશે ? એટલું જ નહિ પણ દષ્ટાંત તરીકે લેવામાં આવેલ પુરુષની બાબતમાં પણ પૂછી શકાય કે, જે પુરુષ એ સાહજિક વિશેષ વિનાની માત્ર સામાન્યાત્મક જ વસ્તુ હોય, અને ભિન્ન ભિન્ન વ્યકિતઓ સાથેના સંબંધને લીધે જ તે બાપ બેટા આદિ વિશેષરૂપે ભાસતી હોય, તો પછી પુરુષ નાને કે મોટો કહેવાય છે તે એવા સંબંધને લીધે કેમ ઘટશે ? અર્થાત એક પુરુષ ઊંચાઈમાં બીજથી નાનું અને ત્રીજાથી મેટ દેખાતે અને કહેવાતે હોય, તે સ્થળે એનું લધુત્વ અને મહત્ત્વ એ વાસ્તવિક ન હોઈ છે પરસાપેક્ષ જ ભાસમાત્ર હોય, તો તે જ પુરુષ કયારેક વળી પ્રથમના બીજા પુરુષ કરતાં મોટો અને પ્રથમના ત્રીજા પુરુષ કરતાં ના દેખાય તેમ જ કહેવાય છે, તે શી રીતે ઘટશે ? કારણ કે, જે બીજા પુરુષના
Page #298
--------------------------------------------------------------------------
________________
૨૧.
વતીય કાંડઃ ૨૨ સંબંધને લીધે જ લઘુત્ર માનવામાં આવતું, તે જ પુરુષને સંબંધ હવે મહત્ત્વને સાધક કેમ બની શકશે ? અને જેને સંબંધ પ્રથમ મહત્ત્વસાધક હતું, તેને જ સંબંધ હવે લધુત્વસાધક કેમ બનશે? તેથી દષ્ટાંતભૂત પુરુષમાં કે દસ્કૃતિક ફળ આદિ વસ્તુઓમાં માત્ર સામાન્ય તત્ત્વ ન સ્વીકારતાં, વિશેષો પણ વાસ્તવિકપણે તેમાં છે એવું સ્વીકારવું જોઈએ. અન્ય વસ્તુઓના સંબંધો તે તે વિશેષોના માત્ર વ્યંજક બને તે ઉપરથી કાંઈ વ્યંજક સંબંધોને સ્વીકારી, વ્યંગ્ય વિશેષ ઉડાડી મૂકી શકાય નહિ. કારણ કે, જે વિશેષ એ પિતે જ બ્રાંત હશે, તે એકે એકે તે ખોટા ઠરતાં છેવટે સામાન્ય પણ ખોટું જ કરશે. કારણ કે, સામાન્ય એટલે સમાન અગર એક; અને જે ભેદ ન હોય, તે કેનું સમાન અને કેનું એક કહી શકાય? તેથી વિશેષ – ગુણ અને સામાન્ય – દ્રવ્ય. બને વાસ્તવિક હાઈ ભિન્ન છતાં અભિન્ન છે એમ માનવું જોઈએ. એટલે અભેદને એકાંત પણ બાધિત હાઈ રવીકારવો યોગ્ય નથી.
અહીં એકાંતઅભેદવાદી સિદ્ધાંતીને પિતાના પક્ષના બચાવ માટે. એમ કહે છે કે, જો તમે એમ માનતા હો કે દરેક વસ્તુ કેઈ ને કઈ પ્રકારના સંબંધવાળી તે છે જ અને તેમાં પરસ્પર સંબંધ-- પણું ઘટે છે જ, તે અમે એ જ માન્યતાને લંબાવી આગળ વધી એમ કહીશું કે, સંબંધના વૈવિધ્યને લીધે સંબંધી વસ્તુમાં વૈવિધ્ય શા માટે સિદ્ધ ન થાય ?
આને ઉત્તર સિદ્ધાંતી એમ આપે છે કે, અલબત્ત વિશેષ વિશેષ પ્રકારના સંબંધને લીધે એક જ વસ્તુ વિશેષ વિશેષ પ્રકારે વ્યવહારાય છે; જેમ એક જ માણસ લાકડીના સંબંધથી લાકડીવાળો અને ચેપપડીના સંબંધથી ચોપડીવાળો કહેવાય છે. પરંતુ અમે જે અનેક વસ્તુઓની કાળાશમાં વૈષમ્ય બતાવ્યું છે, તેની ઇન્દ્રિયના સંબંધમાત્રથી ઉપપતિ શી રીતે થશે ? કારણ કે ઓછી વધતી કાળાશવાળી એ બધી વસ્તુઓ એક જ વખતે એક જ પુરુષની નયનેંદ્રિય સાથે એકસરખે સંબંધ ધરાવે છે. એ રીતે એક જ પુરુષની રસનેંદ્રિયનો વિષય બનતાં
Page #299
--------------------------------------------------------------------------
________________
૨૮ર
સન્મતિ પ્રકરણ બે ફળોમાંના મધુર રસના વૈષમ્યનું ઉપપાદન રસનના સંબંધમાત્રથી શી રીતે થશે ? માટે વિશેષનું વ્યંગ્યપણું ભલે વ્યંજકાધીન હોય, છતાં તેઓનું અસ્તિત્વ તે સ્વતઃસિદ્ધ છે એમ ફલિત થાય છે. વિશેષે એ જ ગુણ પર્યાયે અગર પરિણામો. તેથી દ્રવ્ય અને તેમના વચ્ચે એકાંતભેદ કે એકાંતઅભેદ ન માનતાં તે કથંચિત જ માનવો જોઈએ.
અહીં સિદ્ધાંતી સામે એક પ્રશ્ન ઊભો થાય છે અને તે એ કે, તમે દ્રવ્યમાં જે પર્યાનું વૈષમ્ય સહજ માને છે, તે કેવી રીતે થશે? કારણ કે, જેમ કેઈ એક વસ્તુમાં ઠંડક અને ગરમી બનેને સંભવ વિરુદ્ધ જ છે, તેમ એક જ ફળ આદિ વસ્તુમાં માધુર્ય કે અમ્લતાનું વૈષમ્ય પણ વિરુદ્ધ જ છે. આને ઉત્તર આપતાં સિદ્ધાંતી કહે છે કે, કેઈ પણ વસ્તુમાં અમુક ગુણનું જે વૈષમ્ય હોય છે, તેને આધાર દ્રવ્ય, ક્ષેત્ર કાળ આદિ આજુબાજુના બાહ્ય સંજોગે ઉપર છે; વળી એ વિષમ્ય બાહ્ય સંજોગેને જ આભારી છે એમ પણ નથી, કારણ કે એમાં એ વસ્તુ પોતે પણ નિમિત્ત છે જ. તેથી કેઈ પણ વૈષમ્ય પરિણામને માત્ર બાલ્યનિમિત્તજન્ય કે માત્ર સ્વાશ્રયભૂતવરતુજન્ય ન માનતાં ઉભયજન્ય જ માનવો જોઈએ. [૧૬-૨૨].
કોઈ ભેદવાદીએ બાંધેલ દ્રવ્ય અને ગુણના લક્ષણની તથા તેના ભેદવાદની સમાલોચના
दव्वस्स ठिई जम्म-विगमा य गुणलवखणं ति वत्तव्वं । एवं सइ केवलिणो जुज्जइ तं णो उ दवियस्स ।। २३ ।' दव्वत्थंतरभूया मुत्ताऽमुत्ता य ते गुणा होज्ज । जइ मुत्ता परमाणू णत्थि अमुत्तेसु अग्गहणं ।। २४॥
ભેદવાદી કહે છે કે, દ્રવ્યનું લક્ષણ સ્થિતિ અને ગુણનું લક્ષણ ઉત્પત્તિ તથા વિનાશ એમ કહેવું જોઈએ. સિદ્ધાંતી કહે છે કે, જે એમ માનશે તે તે લક્ષણ કેવળ દ્રવ્ય અને કેવળ
Page #300
--------------------------------------------------------------------------
________________
તૃતીય કડઃ ૨૩૪
૨૮૩ ગુણ એ બન્ને જુદા જુદામાં ઘટશે, પરંતુ એક સમગ્ર સત્ વસ્તુમાં નહિ ઘટે. [૨]
વળી દ્રવ્યથી ભિન્ન એવા તે ગુણે કાં તે મૂત્ત કાં તો અમૃત્ત હોય. જે તે મૂત્ત હોય તે કઈ પરમાણુ જ ન રહે; અને અમૂત્ત હોય તો તેનું જ્ઞાન જ ન થાય. [૨]
કઈ ભેદવાદી સ્થિરતાને દ્રવ્યનું લક્ષણ અને ઉત્પત્તિ-વિનાશને ગુણનું લક્ષણ કહે છે. તેની સામે ગ્રંથકાર કહે છે કે, એ બંને લક્ષણ દ્રવ્ય અને ગુણના એકાંતભેદ ઉપર અવલંબિત છે. તેથી તે કેવળ ધર્મ - ગુણશન્ય આધારમાં અને કેવળ ધર્મ – આધારશૂન્ય ગુણમાં જ ઘટે. પરંતુ ધર્મ અને ધર્મે એવી રીતે કેવળ એકાંતભિન્ન છે જ નહિ, એ તે પરસ્પર અભિન્ન પણ છે; તેથી ધર્મી પણ ધર્મની પેઠે ઉત્પાદન વિનાશવાન છે જ અને ધર્મ પણ ધર્મની પેઠે સ્થિર છે જ. એટલે ધર્મીને માત્ર સ્થિર કહેવામાં અને ધમને માત્ર અસ્થિર કહેવામાં લક્ષણની અપૂર્ણતા છે. પૂર્ણ લક્ષણ તે પરસ્પર અભિન્ન ધમ ધર્મી ઉભયક્ષ વસ્તુ મળી તેનું બાંધવામાં આવે તે જ ઘટી શકે. એવું લક્ષણ વાચક ઉમાસ્વાતિએ તત્ત્વાર્થ સૂત્ર ૫, ૨૯ માં બાંધ્યું છે. તે કહે છે કે, જે ઉત્પાદવ્યય-ધ્રૌવ્યયુક્ત હોય તે સત – ધમધમી ઉભયરૂપ વસ્તુ. ભેદદષ્ટિએ બાંધેલાં ઉક્ત બે લક્ષણોમાંથી એકે લક્ષણ આ સાત વસ્તુને લાગુ નથી જ પડતું. • ભેદદષ્ટિને દૂષિત બનાવવા તેના ઉપર રચાયેલાં લક્ષણમાં અવ્યાપ્તિદેષ બતાવ્યા ઉપરાંત ગ્રંથકાર બીજી રીતે પણ દેષદર્શન કરાવે છે. તે ભેદવાદીને પૂછે છે કે, દ્રવ્યથી ભિન્ન માનેલા ગુણોને તમે મૂર્ત – ઈદ્રિયગ્રાહ્ય માને છે કે અમૂર્ત—ઈદ્રિયગ્રાહ્ય ? જે મૂર્ત કહેશે તે પરમાણુ અતીંદ્રિય દ્રવ્ય મનાય છે તે જ નહિ રહે. કારણ કે મૂર્ત— ઈદ્રિયગ્રાહ્ય ગુણના આધાર હોવાથી પરમાણુ પિતે પણ ઈદ્રિયગ્રાહ્ય બનશે અને તેમ થાય તે અતીદિયત્વ જવાને લીધે તેમનું પરમાણુત્વ
Page #301
--------------------------------------------------------------------------
________________
ર૮૪
સન્મતિ પ્રકરણ ક્યાં રહ્યું છે જે ગુણોને અમૂર્ત કહેશે, તે તે કદી ઈડિયજ્ઞાનના વિષય ન જ બનવા જોઈએ; ત્યારે ઘટ પટાદિમાં તેથી ઊલટું છે. તેથી એકાંત ભેદપક્ષમાં ગુણોને કેવળ મૂર્ત કે કેવળ અમૂર્ત સ્વીકારવામાં ઉક્ત દેશે આવતા હોવાથી તેમને અભિન્ન માનવા જોઈએ તેમ માનતાં ઉક્ત દેષ નથી આવતા. જ્યાં દ્રવ્ય પિતે જ મૂત – ઈદ્રિયગ્રાહ્ય હેય, ત્યાં તેના ગુણે મૂર્ત અને જ્યાં દ્રવ્ય પિતે જ અમૂર્ત હોય ત્યાં તેને ગુણે અમૂર્ત, આમ હોવાથી અતીંદિય પરમાણુના ગુણે અતીન્દ્રિય જ છે અને અંતિયક ઘટપટ આદિના ગુણ ઐકિયક છે. [૨૩-૨૪]
પ્રસ્તુત ચર્ચાનું પ્રજન– सीसमईविप्फारणमेत्तत्थोऽयं कओ समुल्लावो । इहरा कहामुहं चेव पत्थि एवं ससमयम्मि ।।२५।। ण वि अत्थि अण्णवादो ण वि तव्वाओ जिणोवएसम्मि । तं चेव य मण्णंता अवमण्णंता ण याणंति । २६ ।।
આ પ્રબંધ શિષ્યની બુદ્ધિના માત્ર વિકાસ માટે છે. નહિ તે સ્વશાસ્ત્રમાં એ રીતે કથાના આરંભને જ અવકાશ નથી. કારણ કે–
જેન ઉપદેશમાં નથી ભેદવાદ કે નથી અમેદવાદ. તે જ છે એમ માનનારાઓ મતવ્ય વસ્તુની અવજ્ઞા કરતા હોઈ, કશું જ જાણતા નથી. [૨૫-૨૬]
દ્રવ્ય અને ગુણના ભેદ તથા અભેદ ઉપર આટલી બધી લાંબી ચર્ચા કર્યા પછી.ગ્રંથકાર પોતે જ તેના પ્રયજન વિષે કહે છે કે, ખરી રીતે આવી ચર્ચાને જેન સિદ્ધાંતમાં સ્થાન જ નથી. કારણ કે એમાં કયાંયે ગુણ – ગુણીને માત્ર ભેદ કે માત્ર અભેદ માનવામાં જ નથી આવ્યું. જેઓ ગુણને ગુણીથી ભિન્ન જ અથવા ગુણસ્વરૂપ જ માને
Page #302
--------------------------------------------------------------------------
________________
તૃતીય કાંડ : ૨૭-૮
૨૦૫
છે, તેઓ તે વસ્તુની યથાર્થતાના લેપ કરતા હાવાથી ખરી રીતે અજ્ઞાન જ છે. એટલે જૈન શાસ્ત્રમાં એકાંતવાદને સ્થાન જ નથી. તેમ હતાં અહીં જે એકાંતવાદના પૂર્વ પક્ષની ભૂમિકા ઉપર વિસ્તૃત ચર્ચા કરવામાં આવી છે, તેનું પ્રયેાજન ફક્ત જિજ્ઞાસુ શિષ્યાની વિચારશકિત વિકસાવવી એટલું જ છે. એટલે તેઓએ જાણવું ઘટે કે, એ પૂ`પક્ષા જૈનમતાશ્રિત નથી પણુ અન્યમતાશ્રિત છે. ભેદવાદ એ વૈશેષિક ન્યાય આદિ દશનાની છાયા છે અને અભેદવાદ એ સાંખ્ય આદિ દશાની છાયા છે. એ બન્ને વાદના સમુચિત સમન્વયમાં જૈન અનેકાંત દૃષ્ટિ રહેલી છે. [૨૫-૨૬]
અનેકાંતની વ્યાપકતા
भयणा विहु भइयव्वा जइ भयणा भयइ सव्वदव्वाई । एवं भयणा णियमो वि होइ समयाविरोहेण ॥। २७ ॥ णियमेण सद्दहंतो छक्काए भावओ न सद्दह । हंदी अपज्जवेसु वि सद्दहणा होइ अविभत्ता ।। २८ ।।
જેમ અનેકાંત સવ વસ્તુઓને વિકલ્પનીય કરે છે, તેમ અનેકાંત પણ વિકલ્પના વિષય થવા ચાગ્ય છે. એમ હાવાથી સિદ્ધાંતને વિરાધ ન આવે તેવી રીતે અનેકાંત એ એકાંત પણ હાય છે. [૨૭]
છ કાયાને નિયમથી શ્રદ્ધતા પુરુષ ભાવથી શ્રદ્ધા નથી જ કરતા, કારણ કે વિભાગા – પર્યાયામાં પણ અવિભક્ત શ્રદ્ધા થાય છે. [૨૮]
અનેકાંતદૃષ્ટિ તે એક પ્રકારની પ્રમાણપદ્ધતિ છે. તે એવી વ્યાપક છે કે, જેમ એ અન્ય બધા પ્રમેયામાં લાગુ પડી તેનું સ્વરૂપ નક્કી કરે છે, તેમ તે પોતાના વિષયમાં પણ લાગુ પડે છે અને પોતાનું
Page #303
--------------------------------------------------------------------------
________________
૨૮૬
સન્મતિ પ્રકરણ સ્વપ વિશેષ સ્કુટ કરે છે. પ્રમેયમાં લાગુ પડવાને અર્થ એ છે કે, તેમના વિષયમાં જે સ્વરૂપ પર જુદી જુદી દષ્ટિઓ બંધાયેલી હોય અગર બંધાવાને સંભવ હોય, તે બધી દષ્ટિઓને યોગ્ય રીતે સમન્વય કરી અર્થાત તે દરેક દૃષ્ટિનું સ્થાન નક્કી કરી, પ્રમેયનું એકંદર સ્વરૂપ કેવું હોવું જોઈએ તે સ્થિર કરવું. જેમ કે જગતના મૂળ તત્ત્વ જડ અને ચેતનના વિષયમાં અનેક દૃષ્ટિએ પ્રવર્તે છે. કેઈ એમને માત્ર અભિન્ન કહ્યું છે તે કઈ માત્ર ભિન્ન. કેઈ એમને માત્ર નિત્યક્ષ માને છે તે કોઈ માત્ર અનિત્યપ. વળી કેઈએમને એક માને છે તો કઈ અનેક કહે છે. આ અને આના જેવા બીજા અનેક વિકલ્પનું સ્વરૂપ, તારતમ્ય અને અવિરધીપણું વિચારી સમન્વય કરે કે એ તો સામાન્ય દૃષ્ટિએ જોતાં અભિન્ન, નિત્ય અને એક છે, તેમ જ વિશેષ દૃષ્ટિએ જોતાં ભિન્ન, અનિત્ય અને અનેક પણ છે. આ પ્રમેયના વિષયમાં અનેકાંતની પ્રવૃત્તિને એક દાખલ થયે.
એ જ પ્રમાણે અનેકાંતદષ્ટિ જ્યારે પિતાના વિષયમાં પ્રવર્તે છે, ત્યારે પિતાના સ્વરૂપ વિષે તે જણાવે છે કે, તે અનેક દષ્ટિઓને સમુચ્ચય હોઈ અનેકાંત તે છે જ, તેમ છતાં એ એક સ્વતંત્ર દષ્ટિ હોઈ તેટલા પૂરતી એકાંત દૃષ્ટિ પણ છે. એ જ રીતે અનેકાંત એટલે બીજું કાંઈ નહિ પણ જુદી જુદી દષ્ટિપ એકમને સાચે સરવાળો. આમ હોવાથી તે અનેકાંત હોવા છતાં એકાંત પણ છે જ. અલબત એમાં એટલી વિશેષતા છે કે, તેમાં સમાતું એકાંતપણું યથાર્થતાનું વિરોધી ન હોવું જોઈએ. સારાંશ એ છે કે, અનેકાંતમાં સાપેક્ષ (સમ્યફ ) એકાંતેને સ્થાન છે જ.
જેમ અનેકાંતદષ્ટિ એ એકાંતદષ્ટિ ઉપર પ્રવર્તતા મતાંતરોના અભિનિવેશથી બચવાની શિક્ષા આપે છે, તેમ તે અનેકાંતદષ્ટિને નામે બંધાતા એકાંતગ્રહોથી બચવાની પણ શિક્ષા આપે છે. જેના પ્રવચન અનેકાંતરૂપ છે એમ માનનારા પણ જો તેમાં આવેલા વિચારોને એકાંતએ પ્રહણ કરે, તે તે સ્થળ દષ્ટિએ અનેકાંતસેવી છતાં તાત્વિક દષ્ટિએ
Page #304
--------------------------------------------------------------------------
________________
તીય કાંડઃ ર૯-૩૦
૨૮૭ એકતી જ બની જાય છે અને તેથી તે સમ્યગ્દષ્ટિ નથી હોતે. દાખલા તરીકે જ્ઞાન અને આચારની એક એક બાબત અહીં લઈએ.
જૈન શાસ્ત્રમાં સંસારી જીવના છ નિકા ( જાતિઓ) બતાવેલ છે અને આચારની બાબતમાં કહેલું છે કે, હિંસા એટલે વઘાત અને તે અધમનું કારણ છે. આ બન્ને વિચારોને એકાંતરૂપે ગ્રહણ કરવામાં યથાર્થતાને લેપ થતો હોવાથી, અનેકાંતદષ્ટિ રહેતી જ નથી. જીવની છ જ જાતિઓ છે અથવા છ જાતિઓ જ છે એવું એકાંત માનતાં ચૈતન્યપે જીવતત્ત્વનું એકત્વ ભુલાઈ જવાય છે અને માત્ર ભેદ જ દૃષ્ટિમાં આવે છે. તેથી પૃથ્વીકાય આદિ છ વિભાગને એકાંતરૂપે ગ્રહણ ન કરતાં તેમાં ચેતન્યરૂપે સ્વતત્ત્વનું એકપણું ગ્રહણ કરવું એ જ યથાર્થ છે; અને એ જ રીતે આત્મા એક છે તથા અનેક છે એવાં શાસ્ત્રીય ભિન્ન ભિન્ન વાકોને સમન્વય થાય છે. તે જ પ્રમાણે જીવઘાતને એકાંત હિંસાપે સમજવામાં પણ યથાર્થતાને લેપ થાય છે; કારણ કે પ્રસંગવિશેષમાં જીવને ઘાત હિંસાપ નથી પણ બનત. કેઈ અપ્રમત્ત મુનિ સંપૂર્ણ જાગૃત રહ્યા હતાં અને સંપૂર્ણ યતના રાખવા છતાં જ્યારે જીવને નથી બચાવી શકતો, ત્યારે તેના દ્વારા થયેલો એ ઘાત હિંસાકેટિમાં નથી આવતું. તેથી કયારેક છવઘાત એ અહિંસા પણ છે. માટે જીવઘાતને એકાંત હિંસાપે કે એકાંત અહિંસાપે ગ્રહણ ન કરતાં યોગ્ય રીતે ઉભયસ્વરૂપ સમજવામાં જ અનેકાંતદષ્ટિ છે અને તે જ સમ્યગ્દષ્ટિ છે. [૨૭-૨૮].
પ્રમેયની બાબતમાં અનેકાંતદષ્ટિ લાગુ પાડવાના કેટલાક દાખલાઓ–
गइपरिगयं गई चेव केइ णियमेण दवियमिच्छंति ) तं पि य उड्ढगईयं तहा गई अन्नहा अगई ॥२६. गुणणिव्वत्तियसण्णा एवं दहणादओ वि दट्ठव्वा । जं तु जहा पडिसिद्धं दव्वमदव्वं तहा होइ ॥ ३० ॥
Page #305
--------------------------------------------------------------------------
________________
૨૮
સન્મતિ પ્રકરણ कुंभो ण जीवदवियं जीवो वि ण होइ कुंभदवियं ति। तम्हा दो वि अदवियं अण्णोण्णविसेसिया होति ।। ३१ ।।
કઈ ગતિપરિણુત દ્રવ્યને ગતિવાળું જ માને છે. તે પણ ઊદવગતિવાળું હોઈ તે રીતે ગતિમત્ છે અને બીજી રીતે અગતિમતુ છે. [૨૯].
એ રીતે ગુણથી સિદ્ધ સંજ્ઞાવાળા દહન વગેરે સમજવા. કારણ કે જે દ્રવ્ય – ભાવ જે પ્રકારે નિષિદ્ધ હોય તે તે પ્રકારે અદ્રવ્ય – અભાવાત્મક હોય છે. [૩૦]
ઘડે એ છવદ્રવ્ય નથી અને જીવ પણ કુંભદ્રવ્ય નથી. તેથી પરસ્પર ભિન્ન એવા એ બને પણ તે તે રૂપે અદ્રવ્ય છે. [૩૧]
જેમાં અનેકાંતદષ્ટિ લાગુ કરવી હોય તેનું સ્વરૂપ બહુ બારીકીથી તપાસવું. તેમ કરવાથી સ્થૂળ દષ્ટિએ દેખાતા કેટલાક વિરોધો આપઆપ સરી જાય છે અને વિચારણીય વસ્તુનું તાત્ત્વિક સ્વરૂપ ચક્કસ રીતે ધ્યાનમાં આવે છે. આ વસ્તુસ્થિતિ સ્પષ્ટ કરવા ગ્રંથકાર અહીં ગતિયુક્ત દ્રવ્યને, દહન પવન આદિ સંજ્ઞાઓનો અને જવ ઘટ આદિની ભાવાત્મકતાને એમ ત્રણ દાખલાઓ અનુક્રમે લે છે.
કોઈ પણ સ્થૂળ દષ્ટિએ વિચારનાર જ્યારે અમુક વસ્તુને ગતિવાળી જુએ, ત્યારે તે એમ જ માને અને કહે કે આ વતુ ગતિવાળી જ છે અને તેમાં ગતિને અભાવ નથી. આ માન્યતા કેટલે અંશે સાચી છે તે તપાસવા જરા ઊંડા ઊતરતાં જ દેખાય છે કે તણખલું
જ્યારે ગતિમાં હોય છે ત્યારે પણ તે કાંઈ પૂર્વ પશ્ચિમ ઊંચે નીચે આદિ બધી દિશા - વિદિશાઓમાં ગતિ કરતું નથી હોતું. જે એ ઊંચે ઊડતું હોય છે, તે તે નીચી દિશામાં ગતિ નથી જ કરતું; જે તે પૂર્વ દિશામાં જતું હોય છે, તે પશ્ચિમ દિશામાં તેની ગતિ નથી જ. એ જ
Page #306
--------------------------------------------------------------------------
________________
તુતીય કાંડઃ ૨૯-૩૧
૨૮૯ રીતે કઈ પણ એક જ દિશામાં એક કાળે ગતિ સંભવતી હેવાથી તે વખતે તે વસ્તુમાં બીજી દિશાઓની અપેક્ષાએ ગતિ નથી જ. આ પ્રમાણે સૂક્ષ્મ દૃષ્ટિથી દેખાયેલા સાપેક્ષ ગતિ અને તેના અભાવને લીધે સ્થૂળ દષ્ટિએ એક જ વસ્તુમાં ભાસેલે ગતિ–અગતિને વિરોધ આપોઆપ ટળી જાય છે, અને એ વસ્તુ કઈ રીતે ગતિવાળી અને કઈ રીતે ગતિ વિનાની એક જ કાળમાં છે, એ સ્વરૂપ અનેકાંતદષ્ટિએ નક્કી થઈ જાય છે.
અગ્નિ એ લાકડાં વગેરેને દહે – બળે છે માટે તે દહન છે અને કચરાને ઉડાડી અનાજને સૂપડાની પેઠે સાફ કરે છે માટે વાયુ એ પવન છે. દહન પવન આદિ શબ્દની વ્યુત્પત્તિ જાણનાર જે સ્થૂળ દષ્ટિવાળે હોય, તે દહનને અદહન અને પવનને અપવન કહેતા કોઈને સાંભળી જરૂર વિરોધ માને અને કહે છે, એમ કહેવું તે ખોટું છે. આ સ્થળે શું સત્ય છે તે જાણવું હોય, તે થોડા પ્રશ્નો જ કરવા અસ છે. અગ્નિ બાળે છે માટે જ દહન કહેવાય છે ને ? જે એમાં હોય તે તે ઘાસ વગેરે બળવા લાયક વસ્તુઓને બાળે છે પણ આકાશ આત્મા આદિ અમૂર્ત વસ્તુઓને ક્યાં બાળે છે ? એટલે તે દાહ્ય વસ્તુઓની અપેક્ષાએ દહન હોવા છતાં અદાહ્ય વસ્તુઓની અપેક્ષાએ દહન નથી; પણ આ રીતે જોતાં દહન એ યૌગિક નામ હે જયાં દાહ ન કરી શકે ત્યાં તે એ નામ ધારણ ન જ કરી શકે. એટલે એક જ અગ્નિમાં દહનપણું અને અદહનપણું સાપેક્ષ રીતે છે : તેમાં કશે જ વિરોધ નથી. એ વાત અનેકાંતદષ્ટિ સિદ્ધ કરે છે. એ જ યુકિત પવનમાં લાગુ પડે છે.
જીવ એ એક સ્વતંત્ર દ્રવ્યભાવાત્મક વસ્તુ છે, એ જ રીતે ઘટ આદિ ગુગલ પણ સ્વતંત્ર દ્રવ્ય હોઈ ભાવાત્મક વસ્તુ છે. એ બને દ્રવ્યને કઈ અભાવાત્મક કહે તે સ્થૂળ દૃષ્ટિવાળાને વિરોધ જ દેખાય;
અને તે એમ કહે કે જે જીવ એ દ્રવ્ય છે, તે અભાવાત્મક કેમ હઈ શકે ? એ જ રીતે ઘટ પણ પુદ્ગલદ્રવ્ય હેઈ અભાવાત્મક કેમ
સ–૧૯
Page #307
--------------------------------------------------------------------------
________________
૨૯૦.
સમતિ પ્રકરણ હઈ શકે ? તેને દેખાતે આ વિરોધ કેટલે અંશે ઠીક છે તે જોવા એ બન્ને દ્રવ્યોની સરખામણું કરવી પડશે. જીવ દ્રવ્ય છે અને ઘટ પણ દ્રવ્ય છે એ ખરું; પણ શું બને દ્રવ્યો સર્વીશે સમાન જ છે? જે અનુભવ એમ કહે કે, એ બન્નેમાં તફાવત પણ છે અને તે એ કે એકમાં ચૈતન્ય છે ને બીજામાં નથી, અને બીજામાં ૫ આદિ મૂત ગુણે છે તે પહેલામાં નથી; તે એ કથનને અર્થ એ જ થાય છે કે, જીવ એ ચૈતન્યપે છે અને પ આદિ ગુણરવરૂપે નથી. એ પ્રમાણે ઘટ પ આદિ પૌગલિક ધર્મસ્વપે છે અને ચૈતન્ય નથી. આ સર્વ જોતાં જે પહેલાં ભાવાત્મક અને અભાવાત્મકપણા વચ્ચે વિરોધ દેખાતો હતો, તે રહેતે જ નથી અને એ બને અંશે સાપેક્ષપણે ગોઠવાઈ જાય છે અને નક્કી થાય છે કે, છેવદ્રવ્ય ચૈતન્ય સ્વરૂપે ભાવાત્મક હોવા છતાં જે પૌલિક સ્વરૂપે તે નથી તે સ્વરૂપે તે આભાવાત્મક પણ છે. એ જ ન્યાય ઘટ આદિ પૌગલિક દ્રવ્યોમાં લાગુ પડે છે. [૨૯-૩૧]
દ્રવ્યગત ઉત્પાદ અને નાશના પ્રકારોउप्पाओ दुवियप्पो पओगजणिओ य वीससा चेव ।
तत्थ उ पओगजणिओ समुदयवायो अपरिसुद्धो ।। ३२ ।। साभाविओ वि समुदयकओ व्व एगंतिओ (एगत्तिओ)व्व होज्जाहि । आगासाईआणं तिण्हं परपच्चओऽणियमा ॥३३ ।। विगमस्स वि एस विही समुदयजणियम्मि सो उ दुवियप्पो। समुदयविभागमेत्तं अत्यंतरभावगमणं च ॥ ३४ ॥
ઉત્પાદએ પ્રયત્નજન્ય અને વિસસિક (અપ્રયત્નજન્ય - સ્વા ભાવિક) એમ બે પ્રકાર છે. તેમાં જે પ્રયત્નજન્ય છે, તે તો સમુદાયવાદ નામથી જાણીતું છે અને તે અપરિશુદ્ધ પણ કહેવાય છે. [૩૨]
Page #308
--------------------------------------------------------------------------
________________
eતીય કાંડઃ ૩ર-૪
૨૯૧ સ્વાભાવિક વૈસિક) ઉત્પાદ સમુદાયકૃત અને ઐકત્વિક એમ બે પ્રકાર છે. ઐકત્વિક ઉત્પાદ આકાશ વગેરે ત્રણ દ્રવ્યમાં પરનિમિત્તજન્યરૂપે અનિયમથી દેખાય છે. [૩૩]
વિનાશને પણ એ જ પ્રકાર છે. સમુદાયકૃત ઉત્પાદમાં એટલે પ્રયત્નજન્ય અને સ્વાભાવિક અને પ્રકારના સમુદાયકૃત ઉત્પાદમાં તે વિનાશ બબ્બે પ્રકાર છે. એક તે સમુદાયના માત્ર વિભાગરૂ૫ છે અને બીજો અર્થ તરપર્ણની પ્રાપ્તિ રૂપ છે. [૩૪]
ઈશ્વરકારણવાદી દર્શનેના મત પ્રમાણે પ્રાણીના પ્રયત્નથી દેખાતા અને પ્રાર્થના પ્રયત્ન વિના જ જન્ય દેખાતા દરેક જન્ય પદાર્થને ઉત્પાદ અને વિનાશ ઈશ્વરાધીન હાઈ ઈશ્વરપ્રયત્નજનિત છે જ, એ મત જૈન દર્શનને માન્ય નથી એ બતાવવા ગ્રંથકાર કહે છે કે, સઘળા પદાર્થોને ઉત્પાદ અને વિનાશ માત્ર પ્રયત્નજન્ય નથી, કારણ કે ઈશ્વરનું કવિ સંભવતું જ નથી; તેથી અનુભવ પ્રમાણે જ્યાં કોઈ પણ પ્રાણીને પ્રયત્ન હોય, ત્યાં ઉત્પાદ અને વિનાશ પ્રયત્નજન્ય માનવા અને
જ્યાં કેઈને પ્રયત્ન ન હોય ત્યાં ઉત્પાદ અને વિનાશ અપ્રયત્નજન્ય માનવા એ જ યોગ્ય છે. એટલે એકંદર જન્ય પદાર્થના ઉત્પાદ અને વિનાશ બન્ને પ્રાયોગિક (પ્રયત્નજન્ય) અને વૈઐસિક (અપ્રયત્નજન્ય કે સ્વાભાવિક) એમ બબ્બે પ્રકારના છે, એ જ ફલિત થાય છે. તેને વિશેષિક આદિ દશનની પેઠે માત્ર પ્રાયોગિક માનવા એ અનુભવવિરુદ્ધ છે.
ઉત્પાદ અને વિનાશનું વિશેષ સ્વપ–
સમુચિ – છૂટા છૂટા રહેલા અવયના મળવાથી સમુદાયરૂપે પદાર્થને જે ઉત્પાદ થાય છે, તે સામુદાયિક ઉત્પાદ છે. તેને જ જનદર્શનમાં સ્કંધ, અને ન્યાય આદિ દર્શનેમાં અવયવી કહે છે. એ
Page #309
--------------------------------------------------------------------------
________________
૨૯૨
સન્મતિ પ્રકરણ
ઉત્પાદ ક્રાઈ એક જ દ્રવ્યને આશ્રિત ન હાવાથી અશુિદ્ધ પણુ કહેવાય છે. એ જ પ્રમાણે સમુદાય સ્કંધ કે અવયવરૂપે ઉત્પન્ન થયેલ પદાર્થના જે નાશ થાય છે, તે સામુદાયિક નાશ છે. સામુદાયિક ઉત્પાદ કે વિનાશ અન્ને જન્મકધસાપેક્ષ હાવાથી અને તેવા સ્કંધ પુદ્ગલ દ્રવ્યમાં જ સંભવતા હેાવાથી, એ બન્ને મૃત દ્રવ્યમાં જ ઘટી શકે, અમૃત માં નહિ. કારણુ કે અમૂત દ્રવ્યના જન્ય સ્કધર સ ંભવતા જ નથી. સામુદાયિક ઉત્પાદ અને વિનાશ અને તેમ જ વેસસિક અમ્બે પ્રકારના છે. ઘટ પટ આદિ જે સધા કાઈ ને કાઈના પ્રયત્નથી અને છે તેમ જ નાશ પામે છે, તે સામુદાયિક ઉત્પાદ અને વિનાશ પ્રાયેાગિક છે; અને વાદળાં પહાડ આદિ સ્પધા જે ડાઈના પ્રયત્ન વિના જ ઉત્પન્ન થાય છે અને નાશ પામે છે, તે સામુદાયિક ઉત્પાદ અને વિનાશ વૈસિક છે.
પ્રાયાગિક
ઐત્તિ – કાઈ ખીજા દ્રવ્ય સાથે મળી સ્ક ંધત્વનું રૂપ ધારણ કર્યાં વિના જ રહેલ અર્થાત્ સ્વતંત્ર એક એક દ્રવ્યવ્યક્તિમાં જે ઉત્પાદ અને વિનાશ સભવે છે, તે ઐત્વિક ઉત્પાદ અને વિનાશ છે. એ ઉત્પાદ અને વિનાશ કધાશ્રિત ન હેાઈ પરિશુદ્ધ પણુ કહેવાય. આવા ઉત્પાદ અને વિનાશના વિષય અમૃત દ્રવ્ય અને તેમાં પણુ જે અમૃત દ્રવ્ય માત્ર એક એક વ્યક્તિરૂપ છે તે જ હાઈ શકે. તેથીજ આકાશ, ધર્મ અને અધમ એ ત્રણુ અસ્તિકાયમાં એકત્વિક ઉત્પાદન અને વિનાશ કહેવામાં આવ્યા છે. આ ઉત્પાદ અને વિનાશ માત્ર વૈરુસિક હોય છે, પ્રાયેાગિક નથી હોતો. કારણુ કે આકાશ આદિ ઉક્ત ત્રણે દ્રવ્યો પરિણામી હાવા છતાં ગતિક્રિયા વિનાનાં હાવાથી તેમાં પુદ્ગલની પેઠે પ્રયત્નને અવકાશ જ નથી. ક્રિયાશીલ પુદ્ગલ અને ચૈતન્યની અવગાહન તેમ જ ગતિ–સ્થિતિ ક્રિયામાં દેશભેદે અને કાળભેદે તટસ્થ નિમિત્ત અનવું કે ન બનવું એ જ આકાશ આદિ ઉક્ત ત્રણે દ્રવ્યાના ઉત્પાદ અને વિનાશ છે, જે માત્ર પરસાપેક્ષ હાઈ અનિયત છે.
Page #310
--------------------------------------------------------------------------
________________
તૃતીય કાંડઃ ૩ર૪
૨૩
૧વિનાશ વિષે ખાસ બાબત જાણવાની એ છે કે, પ્રાયેાગિક અને વૈઅસિક અને પ્રકારને સામુદાયિક વિનાશ સમુદાયવિભાગમાત્ર અને અર્થાતરભાવપ્રાપ્તિ એમ અે પ્રકારના છે. સમુદાયના ભંગ થવાથી અવયવેાનું છૂટા પડી જવું અને સ્કધપણું ત્યજી દેવું એ સમુદાયવિભાગ માત્રરૂપ નાશ કહેવાય છે. એના પ્રાયેાગિક દાખલા પ્રયત્નથી મકાન તૂટવાને લીધે ઈંટ વગેરે અવયવાનું છૂટા પડવું તે છે; અને નૈસસિક દાખલા પ્રયત્ન વિના જ વાદળુ' વીખરાવાથી કે પહાડ તૂટવાથી તેના અવયવનું જુદા પડવું તે છે. અવયવાન વિભાગ થયા સિવાય જ સ્કંધદ્રવ્યનું પૂર્વ આકાર છેોડી બીજા આકારમાં બદલાઈ જવું તે અથાં તરભાવપ્રાપ્તિરૂપ વિનાશ છે. આને પ્રાયોગિક દાખલા કડાનું કુંડલ ખનાવવું તે છે; અને વાસિક દાખલા મરક્નું પાણી અને પણીનું હવારૂપમાં ભૌતિક સંયેાગે કે ઋતુના પ્રભાવ આદિથી બદલાઈ જવું તે છે.
અહીં એ પ્રશ્ન થાય છે કે, સંસારી તેમ જ મુક્ત આત્મામાં જે પર્યાયાને ઉત્પાદ વિનાશ થાય છે તેને, અને છૂટાં છૂટાં સ્વતંત્ર પરમાણુએમાં જે પર્યાયના ઉત્પાદ વિનાશ થાય છે તેને પ્રાયોગિક કે વૈજ્ઞસિક ઉત્પાદ વિનાશમાં અહીં કયાંય અેમ નથી મૂકયા ? આને ઉત્તર વિચારતાં ગ્રંથકારના એ આશય હોય તેમ લાગે છે. ઈશ્વરના ત સામે પ્રાયેાગિક અને વૈસિકની ચર્ચા હેાવાથી જેમાં જેમાં ઇશ્વરના કતૃત્વ વિષેની કાઈની માન્યતા હોય, તે તે પદાર્થોના જ ઉત્પાદ વિનાશ અહીં પ્રસ્તુત છે; તેથી પરમાણુ કે ચેતન દ્રવ્યને અહીં લીધાં નથી. કારણ કે, ઢાઈ શ્વિરકારવાદી પરમાણુ કે ચેતન દ્રવ્યને જન્મ જ નથી માનતા. અવયવીમાત્રને ઇશ્વરજન્ય માનનાર વૈશેષિક આદિ છે અને કાશને ઈશ્વરજન્ય માનનાર ઔપનિષદ દર્શન છે. તેથી મૃતદ્રવ્યમાંથી પરમાણુને અને અમૃત દ્રવ્યમાંથી આત્માને છોડીને જ અહીં
૧. પ્રસ્તુત વિનાશ અને ઉત્પાદન બધા વિચાર, · તત્ત્વાય ભાષ્ય વૃત્તિ અ૦ ૫, ૨૯, પૃ૦ ૩૮૩ માં છે.
Page #311
--------------------------------------------------------------------------
________________
સન્મતિ પ્રકરણ ચર્ચા કરી હોય એવો સંભવ છે. જે દ્રવ્ય સ્કંધલ્પ છે તેની જ ચર્ચા પ્રસ્તુત છે. પરમાણુ તે સ્કંધ જ નથી. આત્મા આકાશની પેઠે પ્રદેશને અનાદિ સ્કંધ છે ખરે, છતાં તેના ઉત્પાદ–વિનાશને જ વિચાર સાતમી ગાથામાં આવી જતું હોવાથી અહીં તેને લીધે ન હોય. તે પિતે જ પિતાની અવસ્થાને કર્યા હોવાથી તેના પર્યાયોને ઉત્પાદ વિનાશ તેના પ્રયત્નની અપેક્ષાએ પ્રાયોગિક જ કહી શકાય. જીવ કઈ પણ દશામાં વર્તતે કેમ ન હોય છતાં તેના પર્યાયે તેના વિર્યજનિત હાઈ પ્રાયોગિક જ છે; પછી તે વીર્ય અભિસંધિજ વીર્ય છે કે અનભિસં. ધિજ વીર્ય [૩૨-૩૪].
ઉત્પત્તિ નાશ અને સ્થિતિના કાળભેદ આદિની ચર્ચા– तिण्णि वि उप्पायाई अभिण्णकाला य भिण्णकाला य। अत्यंतरं अणत्यंतरं च दवियाहि णायव्वा ।। ३५ ।। जो आउंचणकालो सो चेव पसारियस्स वि ण जुत्तो। तेसिं पुण पडिवत्ती-विगमे कालंतरं णत्थि ।। ३६ ।। उप्पज्जमाणकालं उप्पण्णं ति विगयं विगच्छंतं । दवियं पण्णवयंतो तिकालविसयं विसेसेइ ।। ३७ ॥
ઉત્પાદ વગેરે ત્રણેને કાળ અભિન્ન પણ છે અને ભિન્ન પણ છે. તેમ જ તેમને દ્રવ્યથી ભિન્ન તેમ જ અભિન્ન જાણવા. [૩૫]
જે આકુચનકાળ છે, તે જ પ્રસરણને પણ યુક્ત નથી; વળી તે આકુંચન અને પ્રસરણના ઉત્પાદઅને વિનાશમાં કાળનું અંતર – ભેદ નથી. [૩૬]
૧. આ માટે જુઓ તત્વાર્થ ભાષ્ય વૃત્તિ પૃ૦ ૩૮૯-૩૯૦.
Page #312
--------------------------------------------------------------------------
________________
તૃતીય કાંડઃ ૩પ૭ ઉત્પન્ન થઈ રહેલ દ્રવ્યને આ ઉત્પન્ન થયું છે અને ઉત્પન્ન થનાર છે) તેમ જ નાશ પામેલું છે, નાશ પામી રહ્યું છે અને નાશ પામનાર છે) એ રીતે જણાવતે પુરુષ તે દ્રવ્યને ત્રિકાળના વિષયરૂપે વિશિષ્ટ બનાવે છે. [૩૭]
સતનું લક્ષણ ઉત્પાદ નાશ અને સ્થિતિ એવું કરવામાં આવ્યું છે. તેનું વિશેષ સ્પષ્ટીકરણ કરતાં ગ્રંથકાર જણાવે છે કે, લક્ષણભૂત ઉત્પાદ આદિ ત્રણે અંશેનો કાળ એકબીજાથી ભિન્ન પણ છે અને અભિન્ન પણ છે; તેમ જ એ લક્ષણ લક્ષ્યભૂત દ્રવ્ય – સતથી ભિન્ન પણ છે અને અભિન્ન પણ છે. - દરેક વસ્તુ દ્રવ્ય અને પર્યાય ઉભયરૂપ હોઈ તેનું સંપૂર્ણ સ્વરૂપ તે ઉભયમાં જ સમાય છે. પર્યાયે કેટલાક પરસ્પર વિરોધી હાઈ ક્રમવર્તી હોય છે તે કેટલાક અવિરોધી હોઈ સહવર્તી હોય છે. ક્રમવર્તી બે પર્યાને લઈ તેના ઉત્પાદ અને વિનાશના સમયને વિચાર કરીએ, તે તે સમકાલીન છે એમ કહેવું જોઈએ. કારણ કે અનંતર પૂર્વપર્યાયની અંતિમ કાલસીમા તે જ ઉત્તર પર્યાયની આદિ કાલસીમા હેય છે. પરંતુ કોઈ પણ એક પર્યાયને લઈ તેના ઉત્પાદ વિનાશના સમયને વિચાર કરીએ, તે જણાશે કે તે બન્ને ભિન્નકાલીન છે. કારણ કે, એક પર્યાયના કાળની આદિ સીમા અને અંતિમ સીમાં જુદી જુદી હોય છે. પૂર્વ પર્યાયની નિવૃત્તિ અને ઉત્તર પર્યાયની ઉત્પત્તિ જે સમયમાં થતી હોય છે, તે જ સમયમાં તે વસ્તુ અમુક સામાન્યરૂપે સ્થિર પણ હોય છે. તેથી એ રીતે જોતાં ઉત્પાદ વિનાશ અને સ્થિતિ એ ત્રણે સમકાલીન છે. પરંતુ કોઈ એક જ પર્યાયને લઈ સ્થિતિને વિચાર કરીએ, તે તેના ઉત્પાદ અને વિનાશની પેઠે તેની સ્થિતિને કાળ ભિન્ન છે એમ લાગશે; અર્થાત તેને ઉત્પાદ એટલે પ્રારંભ સમય અને વિનાશ એટલે તેને નિવૃત્તિસમય અને સ્થિતિ એટલે પ્રારંભથી નિવૃત્તિ સુધી સામાન્યપે રહેવાને તેને બધો સમય એ
:
Page #313
--------------------------------------------------------------------------
________________
૨૯૬
- સન્મતિ પ્રકરણ ત્રણે ભિન્ન છે. ગ્રંથકાર આ બાબતને એક આંગળીના દાખલાથી વધારે સ્પષ્ટ કરે છે.
આંગળી એ એક વસ્તુ છે, તે જ્યારે વાંકી હોય ત્યારે સીધી નથી રહી શકતી અને જ્યારે સીધી હોય ત્યારે વાંકી નથી રહી શકતી. વક્રતા અને સરળતા એક જ વસ્તુમાં એક કાળે સંભવતાં ન હોવાથી કમવત છે. આંગળીમાં વક્રતાપર્યાયના વિનાશ અને સરળતાપર્યાયના ઉત્પાદ વચ્ચે સમભેદ નથી જ. એ બંને એક જ સમયમાં એક જ ક્રિયાનાં થતાં બે પરિણમે છે. એ જ સમયે આંગળી તો આંગળીપે સ્થિર હોય છે જ, તેથી આંગળીમ્પ એક વસ્તુમાં તે એક જ સમયે ઉત્પાદ વિનાશ અને સ્થિતિ ઘટી જાય છે, તેથી ઊલટું તેને એક જ વક્રતા કે સરળતા પર્યાયને લઈએ, તે તેમાં ઉત્પાદ વિનાશ અને સ્થિતિને કાળભેદ ઘટે છે. આંગળી વાંકી મટી સીધી થઈ તે તેના સરળતાપર્યાયને ઉત્પાદસમય, અમુક વખત સીધી રહી પાછી વાંકી. થાય ત્યારે તે તેના સરળતાપર્યાયનો વિનાશ સમય અને સીધી થવાના ક્ષણથી માંડી સીધી મટી જવાના ક્ષણ સુધીનો વચલો એક૫ સીધી રહેવાને ગાળે તે સરળતાપર્યાયને સ્થિતિસમય એ કાળભેદ થયે.
ઉક્ત ભિન્નકાલીન કે એકકાલીન ઉત્પાદ નાશ અને સ્થિતિ એ ત્રણે એક સત્ – ધમી દ્રવ્યના ધર્મો હેવાથી તેનાથી ભિન્ન પણ છે અને અભિન્ન પણ છે. ભિન્ન એટલા માટે કે તે તેના અંશ છે, અને અભિન્ન એટલા માટે કે તે અંશ હોવા છતાં પિતાના ધમીભૂત લયમાં જ સમાઈ જાય છે, તેનાથી જુદું અસ્તિત્વ ધરાવતા નથી. કોઈ એક દ્રવ્યને ત્રિકાલવતી વસ્પ વિશેષથી અંકિત કરવું હોય – સમજવું હોય તો
આ પ્રમાણે સમજવું જોઈએ. મકાનપ એક દ્રવ્યપર્યાય લઈ વિચારીએ કે જ્યારે તે બનતું હોય છે ત્યારે એક સળંગ આખા મકાનરૂપે ઉત્પમાન (બનતું) છે; તેમાં જેટજેટલો ભાગ બન્યો હોય તેટલા ભાગરૂપે એ બનતું જ મકાન ઉત્પન્ન (બન્યું) છે; અને જે ભાગ હજી બનવાનો છે તેની અપેક્ષાએ તે મકાન ઉત્પસ્યમાન (બનનાર) છે. આ
Page #314
--------------------------------------------------------------------------
________________
તીય કાંડઃ ૩૮
ર૭ રીતે તે ઉત્પન્ન થતા મકાનમાં ઈંટ આદિ અવય તિપિતાની વિશકલિત – છૂટાપણું અવસ્થા છોડતા હેવાથી અવયવ એ વિગત (નાશ પામી રહ્યું છે અને જેટલો ભાગ બન્યા હોય તેટલામાં અવયોની વિશકલિત અવસ્થા નાશ પામેલી હોવાથી તે ભાગમાં તે વિગત (નાશ પામેલું) છે; તેમ જ જે ભાગ બનવો બાકી હોય, તેમાં અવયવોનું વિશકલિતપણું જવાનું હોવાથી તે ભાગમાં તે વિગમિષ્યત (નાશ પામનાર) છે. એ જ પ્રમાણે એ મકાનમાં સૈકાલિક રિથતિ ઘટાવી શકાય. આથી ઊંડા ઊતરી વિશેષ વિચાર કરનાર એકેક ઉત્પદ્યમાન ઉત્પન્ન અને ઉત્પશ્યમાનમાં સૈકાલિક વિગમ અને તેવા પ્રત્યેક વિગમમાં સૈકાલિક સ્થિતિ પણ ઘટાવી શકે. પરંતુ એ સ્થૂલ કે સુક્ષ્મ કેઈ પણ વિચારમાં જે એક સામાન્ય બાબત અહીં ધ્યાનમાં રાખવાની છે તે એ છે કે, ટૂંકાલિક ઉત્પાદ નાશ અને સ્થિતિ એક આધારમાં ઘટાવવા માટે કાં તે કેઈ એક દ્રવ્યપર્યાય ૧ લે અને કાં તે કઈ એક ગુણપર્યાય લે. કારણ કે કેવળ દ્રવ્ય કે કેવળ ગુણમાં એ ઘટવાને સંભવ નથી. અને જયારે કોઈ દ્રવ્યપર્યાય કે ગુણપર્યાય લઈ, એ ઉક્ત વિકલ્પ ઘટાવવામાં આવે છે, ત્યારે તે પર્યાય બીજા બધા સજાતીય વિજાતીય પર્યાયથી ભિન્નરૂપે જ ગ્રહણ થાય છે. આ વિચાર વરતુને વિશેષરૂપે ગ્રહણ કરવાના ઉપાયમાત્ર છે. [૩૬-૩૭]
વૈશેષિકઆદિસમ્મત દ્રવ્યો પાક્ની પ્રક્રિયાની ચર્ચા– दव्वंतरसंजोगाहि केचि दवियस्स बेंति उप्पायं । उप्पायत्थाऽकुसला विभागजायं ण इच्छंति ॥३८॥
૧. અનેક પરમાણુ વગેરે સજાતીય વ્ર ઉપરથી જે કંધપર્યાય થાય છે તે, તેમ જ જીવ અને પુદગલ જેવાં વિજાતીય ટ મળવાથી જે મનુષ્યત્વ આદિ પર્ચા થાય છે, તે દ્રવ્યપર્યાય કહેવાય છે; અને દ્રવ્યમાં વર્તતા વર્ણ આદિ અગર ચેતના આદિ ગુણોનું જે હાનિ વૃદ્ધિ આદિપ પરિણમન થયા કરે છે, તે ગુણપર્યાય કહેવાય છે. આ માટે જુઓ “પ્રવચનસારને બીજો અધિકાર ગાગ ૧, અમૃતચંદ્રની ટીકા.
Page #315
--------------------------------------------------------------------------
________________
૨૯૮,
સન્મતિ પ્રકરણ अणु दुअणुएहि दव्वे आरद्धे तिअणुयं' ति ववएसो। तत्तो य पुण विभत्तो अणु त्ति जाओ अणू होइ ॥ ३६॥ बहुयाण एगसद्दे जह संजोगाहि होइ उप्पाओ । णणु एगविभागम्मि वि जुज्जइ बहुयाण उप्पाओ ।। ४० ।। एगसमयम्मि एगदवियस्स बहुया वि होंति उप्पाया । उप्पायसमा विगमा ठिईउ उस्सग्गओ णियमा ।। ४१।। વાય-મ-વચન-વિજ્યા-દવારૂ-વિસનો વાવ संजोयभेयओ जाणणा य दवियस्स उप्पाओ ॥ ४२ ।।
કઈ વાદી એક દ્રવ્યને બીજા દ્રવ્ય સાથે સોગ થવાથી જ નવીન દ્રવ્યની ઉત્પત્તિ વર્ણવે છે અને દ્રવ્યને વિભાગથી "ઉત્પન્ન થનાર નથી માનતા. તેઓ ઉત્પત્તિના સ્વરૂપથી અનભિન્ન છે. (કારણ કે–)
બે પરમાણુઓના મળવાથી આરંભાયેલ દ્રવ્યમાં આ અણુ છે એ વ્યવહાર થાય છે અને અનેક પ્રયણુકના મળવાથી આરંભાયેલ દ્રવ્યમાં આ વ્યક છે એ વ્યવહાર થાય છે. વળી તે ત્યણુકથી વિભક્ત થયેલ અણુ એ અણુ ઉત્પન્ન થયે એમ વ્યવહારાય છે. [૩૮-૩૯]
બહુમાં એક શબ્દના થતા પ્રયોગને લીધે જે . સાગથી ઉત્પત્તિ થાય છે એમ માનવામાં આવે, તે ખરેખર એકના વિભાગમાંથી બહુની પણ ઉત્પત્તિ ઘટે છે. [૪૦]
૧. અહી ગાથામાં અણુ શબ્દ છે તેને પરમાણુ અને દ્વચણુક એ બન્ને અર્થ કરવા. જે અણુત્વપરિમાણવાળું હોય, તે બધું જ અણુક કહેવાય છે, માત્ર પરમાણુ નહિ. કચણુકમાં પણ અણુત્વપરિમાણ માનવામાં આવ્યું છે. ચણુકથી પરમાણુ પણ છું પડે અને કચણુક પણ, તેથી બને જાત કહેવાય.
Page #316
--------------------------------------------------------------------------
________________
તૃતીય કાંડઃ ૩૮ર એક સમયમાં એક દ્રવ્યમાં બહુ પણ ઉત્પાદ હેાય છે. વિનાશે પણ ઉત્પાદ જેટલા જ હોય છે અને સ્થિતિઓ તેટલી જ સામાન્યરૂપે નિયત છે. [૧]
શરીર, મન, વચન, ક્રિયા, જપ આદિ અને ગતિના વિશેષથી તેમ જ સરગવિભાગથી અને જ્ઞાનના વિષયત્વથી દ્રવ્યને ઉત્પાદ છે. [૨]
જન્ય દ્રવ્યની ઉત્પત્તિની બાબતમાં પરિણામવાદ, સમૂહવાદ અને આરંભવાદ એવી મુખ્ય ત્રણ પ્રક્રિયાઓ છે. સાંખ્ય આદિ પરિણામવાદી છે, કારણ કે તેઓ કાર્યક્રવ્યને કારણને માત્ર પરિણામ એટલે માત્ર રૂપાન્તર માને છે. બૌદ્ધ આદિ સમૂહવાદી છે, કારણ કે તેઓ સ્થૂળ દેખાતા દ્રવ્યને સૂક્ષ્મ અવયનો સમૂહ માત્ર માને છે. તેઓ નથી માનતા અવયવદ્રવ્યનું કઈ પાન્તર કે નથી માનતા તે ઉપરથી અપૂર્વ અવયવી દ્રવ્યની ઉત્પત્તિ. વૈશેષિક આદિ આરંભવાદી કહેવાય છે, કારણ કે તેઓ કાયદ્રવ્યને કારણને માત્ર પરિણામ કે માત્ર સમૂહ ન માનતાં કારણો ઉપરથી બનેલ એક અપૂર્વ અવયવી દ્રવ્ય જ માને છે. જેના દર્શન ઉક્ત ત્રણે પક્ષેને પિતાની વિશિષ્ટ રીતે સ્વીકારે છે તેમ છતાં તેને વૈશેષિક આદિના આરંભવાદ સામે કાંઈક કહેવાનું છે અને તે જ આ સ્થળે ગ્રંથકારે બતાવ્યું છે. •
આરંભ એટલે અપૂર્વ કાર્યદ્રવ્યની ઉત્પત્તિ. આવી ઉત્પત્તિ વૈશેષિક આદિ દશમાં સંગજનિત જ માનવામાં આવે છે. તેઓ કહે છે કે, જ્યારે કેઈ નાનું કે મેટું દ્રવ્ય નવું બને છે, ત્યારે તે અનેક અવયભૂત દ્રવ્યના સાગથી જ બને છે અને વિભાગથી કઈ દ્રવ્ય નથી
૧. જન દર્શન જન્ય દ્રવ્યને સ્કંધ એવા ખાસ નામથી ઓળખાવે છે, છતાં તે તેને પરિણામ પણ કહે છે, સમૂહ પણ કહે છે અને અવયવી પણ કહે છે. કારણ કે તેને મતે સ્કધનું બનવું એટલે તે સાપે પરિણમવું કે વિશિષ્ટ સમૂહ રૂપે ગોઠવાવું કે અવયવીભાવને પામવું એ બધું એક જ છે.
Page #317
--------------------------------------------------------------------------
________________
૩૦૦
સન્મતિ પ્રકરણ બનતું. ઘટ જેવું એક દ્રવ્ય ફૂટવાથી જે કટકાઓ દેખાય છે, તે તેમને મતે ઘટના વિભાગમાંથી સીધાં ઉત્પન્ન થયેલ નવાં દ્રવ્યો નથી પણ મૂળ આરંભક પરમાણુઓના વિભાગ દ્વારા ધણુક આદિના નાશને ક્રમે ઘટને નાશ થઈ શેષ રહેલ પરમાણુઓ ઉપરથી ફરી ઠયણુક આદિની સૃષ્ટિ દ્વારા અનુક્રમે સંગથી બનેલા એ કડકાઓ છે. આ મતને નિરાસ કરતાં ગ્રંથકાર એ મતવાદીઓને ઉત્પત્તિના સ્વપથી અનભિજ્ઞ કહી પિતાનો પક્ષ સ્થાપિત કરવા માટે કહે છે કે –
જેમ અવયવોના સંગથી કાર્યક્રવ્યને આરંભ દેખાય છે, તેમ કાચંદ્રવ્યમાંથી અવયવો છૂટાં પડવાને લીધે પણ નવું દ્રવ્ય બને છે. અર્થાત અવયવોના સંગની પકે વિભાગમાંથી પણ કાર્યક્રવ્યને આરંભ અનુભવસિદ્ધ છે. તે પછી માત્ર સંયોગજન્ય દાદ માનવાને શે અર્થ ? બે પરમાણુઓના સંગથી આરંભાયેલ દ્રવ્યમાં “આ દૂષણક થયું ” એ પ્રકારનો વ્યવહાર જેમ થાય છે, અગર અનેક દ્વતણુકના સંગથી આરંભાયેલ દ્રવ્યમાં “આ ચણક ઉત્પન્ન થયું” એ પ્રકારના
વ્યવહાર જેમ થાય છે, તેમ ચણુક કે બીજા કોઈ મોટા દ્રવ્યસ્કંધમાંથી વિભાગ પામેલા – છૂટા પડેલા નાના ખંડોમાં પણ “આ અણુ થયા,
એવો વ્યવહાર થાય છે જ. તેથી સોગ અને વિભાગ ઉભયજન્ય દત્પત્તિ માનવી એ જ યુક્ત છે.
કદાચ પૂર્વપક્ષી એવી દલીલ કરે કે, ઘણા તંતુઓમાં દશાવિશેષ એક કપડું છે એવી એકાકાર પ્રતીતિ અને એક કપડાશબ્દ પ્રયોગ દેખાય છે, તેથી અનેક અવયવોના સંગથી એક દ્રવ્યની ઉત્પત્તિ માનવાને ટેકે મળે છે; એ ટેકે વિભાગથી કત્પત્તિ માનવામાં
ક્યાં છે ? તે તેને ઉત્તર આપતાં ગ્રંથકાર કહે છે કે, વિભાગજન્ય દ્રવ્યોત્પત્તિ માનવામાં પણ એવો ટકે છે જ, કારણ કે કોઈ એક સ્કંધદ્રવ્ય તૂટતાં તેના વિભાગમાંથી અનેક દ્રવ્યને ઉત્પાત પણ તાતિ અને વ્યવહારસિદ્ધ છે; એક ઘટ ફૂટતાં ઘણું કકડાની ઉત્પત્તિ ભેદપ્રતીતિ
Page #318
--------------------------------------------------------------------------
________________
પર આપ
કોઈ પણ એક કવ્યા
પર્વત ઉભાવી અને
તૃતીય કાંડ : ૩૮૪૨
૩૦૧ અને ભેદવ્યવહારથી સિદ્ધ જ છે, તેથી દ્રવ્યસ્પત્તિને સંયોગજન્ય કે વિભાગજન્ય માનવામાં સરખી જ દલીલ છે.
કઈ પણ એક દ્રવ્યમાં દર સમયે એક ઉત્પાદ, એક નાશ અને એક સ્થિતિ સંભવતાં હોવાથી અનંતકાળના અનંત સમયે લઈ વિચારતાં તેમાં અનંત ઉત્પાદ, અનંત નાશ અને અનંત સ્થિતિઓ ઘટી શકે ખરી; પણ એક જ સમયમાં તેમાં અનંત ઉત્પાદ આદિ માનવામાં આવે છે તે કેવી રીતે ઘટે? એ પ્રશ્નનો ઉત્તર આપતાં ગ્રંથકાર કહે છે કે, એક સમયમાં પણ એક દ્રવ્યમાં અનંત ઉત્પાદ આદિ ઘટે જ છે. કારણ કે કઈ પણ એક દ્રવ્ય વિવક્ષિત એક જ સમયમાં સહભાવી અનંત પર્યાયરૂપે પરિણમે છે ત્યારે એક જ સાથે પૂર્વવત અનંત પર્યાયના અનંત નાશે અને ઉત્તરવતી અનંત પર્યાયના અનંત ઉત્પાદે તેમાં હોય છે જ, એ જ રીતે તે તે વિશેષ
પે પરિણામ પામતું તે દ્રવ્ય અનંત સામાન્યરૂપે સ્થિર હોઈ અનંત સ્થિતિએ પણ ધારણ કરે છે જ. તેથી એક જ સમયમાં એક જ દ્રવ્યમાં ઉત્પાદ આદિ ત્રણે અનંત હવામાં કશું જ બાધ નથી. આ મુદ્દો એક છવદ્રવ્ય લઈ સ્પષ્ટ કરવામાં આવ્યો છે.
સંસારી જવ એટલે દેહધારી, ચેતન. એના પર્યાય એટલે કેવલપુદ્ગલાશ્રિત કે કેવલચેતનાશ્રિત પર્યાયે નહિ પણ યથાસંભવ ઉભયાશ્રિત સમજવાના છે. મન વચન અને કાય આદિપ વિવિધ પરિણતિ પૌલિક હોવા છતાં તે કાષાયિક પરિણામ અને વીર્યવિશેષના દૂર કે નજીકના સંબંધ વિના સંભવતી ન હોવાથી, ચેતનાશ્રિત પણ છે. એ જ રીતે જ્ઞાન અને વીર્યવિશેષ આદિ પરિણતિ ચેતનાશ્રિત હોવા છતાં કર્મયુગલસાપેક્ષ હોઈ પગલાશ્રિત પણ છે જ. એક સંસારી જવદ્રવ્યમાં જે સમયે સૂક્ષ્મ કે સ્થૂળ દેહરૂપે પુગલ પરિણમે છે, તે જ સમયે મનોવણાના પુગલે મનરૂપે અને વચનવર્ગણાના પુત્ર વચન
પે પરિણમે છે, તે જ સમયે શરીર અને આત્માના પારસ્પરિક સંબંધથી અસંખ્ય આત્મપ્રદેશમાં કાયિક આદિ ક્રિયાઓ થાય છે, તે
Page #319
--------------------------------------------------------------------------
________________
૩૦૨
સન્મતિ પ્રકરણ જ સમયે રૂપઆદિ અનેક પર્યાયે પણ તરતમભાવે પરિણમન પામતા હેય છે, તે જ સમયે ભાવિ ગતિને અનુકૂળ એવા કર્મબંધ કર્મોદય આદિ પર્યાયે પણ થતા હોય છે, તે જ સમયે લેવાતા અનંતાનંત પરમાણુઓના નવ નવ સંયેગો ઉત્પન્ન થતા હોય છે અને છૂટા પડતા પૂર્વસંયુક્ત પરમાણુઓના વિભાગ થતા હોય છે, તે જ વખતે તરતમભાવથી વિવિધ વિષયક જ્ઞાન આદિ પર્યાને અને સ્વપરજ્ઞાનવિષયત્વ
૫ આદિ પર્યાને આવિર્ભાવ થતું હોય છે. આ અને આના જેવા બીજા અનંત સહવતી નવીન પર્યાના ઉત્પાદે, પૂર્વ પર્યાના વિનાશે અને પૂર્વોત્તર પર્યાયમાં અનુગત સામાન્યરૂપે સ્થિતિઓ એ બધું એક જ સમયમાં સંભવતું હોઈ એક સંસારી જેવદ્રવ્ય કેઈ પણ એક જ જન્મઆદિના સમયમાં અનંત ઉત્પાદ, વિનાશ તથા સ્થિતિયુક્ત ઘટી શકે છે. [૩૮-૪૨]
શ્રદ્ધાપ્રધાન અને બુદ્ધિપ્રધાન આગમનું પૃથક્કરણदुविहो धम्मावाओ अहेउवाओ य हेउवाओ य । तत्थ उ अहेउवाओ भवियाऽभवियादओ भावा ।। ४३ ।। भविओ सम्मइंसण-णाण-चरित्तपडिवत्तिसंपन्नो । णियमा दुक्खंतकडो त्ति लक्खणं हेउवायस्स ॥४४ ।। जो हेउवायपक्खम्मि हेउओ आगमे य आगमिओ । सो ससमयपण्णवओ सिद्धंतविराहओ अन्नो ॥४५॥
ધમ-વસ્તપ્રતિપાદક જે આગમ, તે અહેતુવાદ અને હેતુવાદ એમ બે પ્રકાર છે. તેમાંથી અહેતુવાદ છે તેને વિષય ભવ્ય અભવ્ય આદિ પદાર્થો છે. [૩]
ભવ્ય એ સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન અને સમ્યક્રચારિત્રની પ્રાપ્તિવાળે થઈ અવશ્ય દુઃખને અત કરનાર થાય છે; તે હેતુ વાનું લક્ષણ છે. [૪૪]
Page #320
--------------------------------------------------------------------------
________________
તૃતીય કાંડઃ ૪૩૫
૩૭ જે હેતુવાદના વિષયમાં હેતુથી અને આગમવાદના વિષયમાં માત્ર આગમથી પ્રવર્તે છે, તે સ્વસમય – સિદ્ધાંતને પ્રપક – આરાધક છે અને બીજે સિદ્ધાંતને વિરાધક છે. [૪૫]
મનુષ્યના સ્વભાવમાં શ્રદ્ધા અને બુદ્ધિ એ બને ત છે, પણ કઈમાં શ્રદ્ધા મુખ્ય ભાગ ભજવે છે તે કઈમાં બુદ્ધિ. વ્યક્તિની પેઠે સમૂહમાં પણ કયારેક શ્રદ્ધાના તે કયારેક બુદ્ધિના ઉકેકને યુગ આવે છે. શ્રદ્ધાયુગના માણસો બુદ્ધિ અને તર્કની સામે થઈ તેની પ્રવૃત્તિને વિરોધ કરે છે; અને બુદ્ધિયુગનાં માણસો શ્રદ્ધાની પ્રવૃત્તિને વિરોધ કરે છે. આ પ્રમાણે શ્રદ્ધા અને બુદ્ધિનું ચક્ર ઉપર નીચે થયા કરે છે.
માત્ર શ્રદ્ધાળી થવું કે માત્ર બુદ્ધિજીવી થવું એ બને એકાંતના પરસ્પર વિરોધી એવા અપૂર્ણ છેડાઓ છે. માત્ર બુદ્ધિજીવી થવામાં અપૂર્ણતામાં પૂર્ણતા માની લેવાનું અગર તે પિતાનાથી ચડિયાતી શક્તિને ઇન્કાર કરવાનું અભિમાન આવતું હોવાથી ઘણું સાચી બાબતે છૂટી જવાને દોષ ખુલે છે; અને માત્ર શ્રદ્ધાજવી થવામાં તદ્દન પરાશ્રયીપણું તેમ જ પિતાનાથી સાધી શકાય તેટલા બુદ્ધિવિકાસને પણ નાશ સંભવ હોવાથી તેમાં અસત્ય વસ્તુઓના સ્વીકારને દોષ ખુલ્લો છે. આમ હોવાથી સત્યનું સમતોલપણું સાચવવા ગ્રંથકાર અનેકાંતદષ્ટિને આશ્રય લઈ શ્રદ્ધા અને બુદ્ધિ બન્નેને આદર કરે છે. અને આપણું જેવા સાધારણ મનુષ્ય માટે શ્રદ્ધાનું ક્ષેત્ર કયું અને બુદ્ધિનું ક્ષેત્ર કયું, એ પૃથકકરણપૂર્વક બતાવી, શ્રદ્ધા અને બુદ્ધિ બન્નેના વાસ્તવિક ઉપગને માર્ગ દર્શાવે છે, અને તેમ કરી શ્રદ્ધાયુગ અને બુદ્ધિયુગના વિરોધને ટાળી, બન્ને યુગને જીવનમાં સમન્વય કરવાનું સૂચવે છે.
ગ્રંથકાર કહે છે કે, શાસ્ત્રમાં કેટલેક ભાગ અહેતુવાદ છે, તે બીજે કેટલેક ભાગ હેતુવાદ છે. જે વિષયોમાં આપણુ જેવા સાધારણ મનુબેના પ્રત્યક્ષ કે અનુમાન જ્ઞાનને અવકાશ જ નથી અને જે માત્ર આગમકથિત હોઈ આગમ ઉપર વિશ્વાસ કેળવીને જ માનવા યોગ્ય છે,
Page #321
--------------------------------------------------------------------------
________________
સન્મતિ પ્રકરણ
૩૦૪
તેવા પદાર્થીનું નિરૂપણુ કરનાર શાસ્ત્ર તે અહેતુવાદ; અને જે પદાર્થોને આપણા જેવા સાધારણ મનુષ્યેા પ્રત્યક્ષથી જાણી શકે કે અનુમાનથી સાધી શકે, અગર તો જેને સ્વીકારવામાં આગમ ઉપર વિશ્વાસ 3ળવવાની જરૂર નથી રહેતી, તેવા પદાર્થનું નિરૂપણુ કરનાર શાસ્ત્ર તે હેતુવાદ. અહેતુવાદ શાસ્ત્રને શ્રદ્ધાથી જ સ્વીકારી તેમાં કહેલ ભાખતા શ્રદ્ધાથી જ માની લેવી, અને ખીજી રીતે છેવટનું દિવ્ય જ્ઞાન ન થાય ત્યાં સુધી તેવી બાબતે - ઉપર મુદ્ધિ કે તર્કના પ્રયાગ ન કરવા; અને હેતુવાદ શાસ્ત્ર હોય ત્યાં તેમાં કહેલી બાબા પ્રત્યક્ષ અને અનુમાનથી તપાસી ખાતરી કરવી અને પછી જ તેના ઉપર શ્રદ્દા કેળવવી. આમ અપૂણુ′ સાધકે એક બાજુ શ્રદ્ધા અને બીજી બાજુ બુદ્ધિ બન્નેને વિકાસ કરતા જવું અને એ રીતે ક્રમે ક્રમે બન્નેના વિષયનું અંતર તેાડી, શ્રદ્ઘા અને બુદ્ધિના અભેદ સાધવા.
અહેતુવાદ અને હેતુવાદનું પૃથક્કરણ કરી તેને સમજાવવા બન્નેના દાખલાએ આપતાં ગ્રંથકાર કહે છે કે, શાસ્ત્રમાં જે ભવ્ય અને અભવ્ય એવા બે વિભાગ કરી જીવની એ સ્વતઃસિદ્ધ જાતા દર્શાવવામાં આવી છે, તે અહેતુવાદના વિષય છે. કારણ કે, બધા જીવ ભગ્ય જ કે બધા જીવ અભવ્ય જ કેમ નહિ? એ પ્રશ્નના ઉત્તર કઈ પણુ તકથી આપી શકાતા જ નથી. ભવ્ય અને અભવ્ય એવી એ જીવની જાતા સ્વીકારવામાં આગમનું પ્રામાણ્ય અને તેના વક્તાનું આપ્તત્વ માની લેવુ એ એક જ ઉપાય છે. ભવ્ય અભવ્યની જાતના વિભાગનું કારણુ બુદ્ધિથી શોધી શકાય તેમ જ નથી. એને માનવામાં વાના એવે સ્વભાવ છે અને સ્વભાવ સવ નગમ્ય છે” એવા વિશ્વાસ રાખવા એ એક જ ઉપાય છે. તેથી ભવ્ય અભવ્યની જાતિના વિભાગ દર્શાવનાર શાસ્ત્રીય વચનાને અહેતુવાદ સમજવાં. એ જ રીતે સાધારણ વનસ્પતિમાં અનંત જીવે છે અને પ્રત્યેકમાં એક જીવ છે એવુ શાસ્ત્રીય કથન તે પણ અહેતુવાદ છે. ભગ
અભવ્યને જાતિવિભાગ અને તેનાં શાસ્ત્રોક્ત લક્ષણા માની લીધા પછી જ્યારે એ સમ્યગ્દર્શન આદિ લક્ષણા ઢાઈમાં દેખાય, ત્યારે તે જોઈ
Page #322
--------------------------------------------------------------------------
________________
તૃતીય કાંડઃ ૪૩૫ એમ અનુમાન કરવું કે, આ જીવ સમ્યગ્દર્શન આદિ ગુણવા હેઈ ભવ્ય છે, અને તે કયારેક ખાતરીથી સંસારને અંત કરશે; તે હેતુવાદ છે. એ જ રીતે જ્યાં જીવનું લક્ષણ ન દેખાય ત્યાં અછવપણાનું અનુમાન કરી તે પુદ્ગલ આદિ પદાર્થોને અજીવ માનવા, તે હેતુવાદની મર્યાદા છે.
અહેતુવાદ અને હેતુવાદની વિષયમર્યાદા જાણી લઈ, જે હેતુવાદના વિષયમાં જ હેતુ તર્ક કે યુક્તિને પ્રવેગ કરે, અને આગમના વિષયમાં માત્ર આગમને આધાર લે પણ તેમાં હેતુનો પ્રયોગ ન કરે, તે જ વક્તા જૈન સિદ્ધાંતની પ્રરૂપણાને અધિકારી છે અને તે જ નવચનને આરાધક છે. તેથી ઊલટું, જે વક્તા અહેતુવાદના વિષયમાં હેતુને પ્રયોગ કરે, અને હેતુવાદના વિષયમાં માત્ર આગમ ઉપર આધાર રાખે, તે અનેકાંતશાસ્ત્રની પ્રરૂપણાને અધિકારી ન હોઈ, તેની પ્રરૂપણ કરવા જતાં તે તેનો વિરોધક બને છે એમ સમજવું. દાખલા તરીકે વ અજવા આદિ નવ માં જીવતત્ત્વ યુક્તિથી સિદ્ધ થઈ શકે પણ તેના સ્વલ્પ અને પ્રકારની બાબતમાં સર્વત્ર યુક્તિવાદ ન ચાલી શકે. જીવન અસંખ્યાત પ્રદેશો છે, તે પ્રત્યેક પ્રદેશનું અમુક સ્વરૂપ છે, કમ અને જીવને સંબંધ અનાદિ છે, અનંત નેગેદિક છો એક જ શરીરમાં રહે છે, વગેરે બાબતે કેવળ આગમવાદ ઉપર જે અવલંબિત છે. એ જ રીતે અજીવ તત્ત્વની બાબતમાં ધર્મારિતકાય આદિનું અસ્તિત્વ યુક્તિથી સિદ્ધ થઈ શકે છતાં તેનું સ્વરૂપ તે છેવટે આગમવાદ ઉપર જ અવલંબિત છે. અસવ આદિ તોમાં પણ અમુક અંશ યુક્તિસાય હેય છતાં બીજે કેટલોક ભાગ આગમવાદને જ વિષય હોય છે, તેથી એ બને વાદળી વિષયમર્યાદા સમજીને જ પ્રત્યેક તત્ત્વનું નિરૂપણ કરવામાં તે તે વાદને આશ્રય કરવામાં આવે, તે જ શ્રેતાઓને જન પ્રવચન ઉપર આદરશીલ કરી શકાય; નહિ તો ઊલટા તેઓ અસંભવ અસંગતિ આદિ દોષે જોઈ શાસ્ત્ર ઉપરની આસ્થા ગુમાવી બેસે. [૪૩-૪૫]
Page #323
--------------------------------------------------------------------------
________________
સન્મતિ પ્રકરણ - નયવાદને લગતી ચર્ચા– परिसुद्धो नयवाओ, आगममेत्तत्थसाहओ होइ । सो चेव दुण्णिगिण्णो दोण्णि वि पक्खे विधम्मेइ ।। ४६ ।. जावइया वयणवहा तावइया चेव होंति णयवाया । जावइया णयवाया तावइया चेव परसमया ॥४७॥ जं काविलं दरिसणं एयं दवट्ठियस्स वत्तव्वं । सुद्धोअणतणअस्स उ परिसुद्धो पज्जवविअप्पो ।। ४८ ।। दोहि वि णएहि णीअं सत्थमुलूएण तह वि मिच्छत्तं । जं सविसअप्पहाणत्तणेण अण्णोण्णणिरवेक्खा ।। ४६ ।।
પરિશુદ્ધ નયવાદ એ કેવલ શ્રુતપ્રમાણના વિષયને સાધક બને છે; વળી તે જે ખોટી રીતે મૂકવામાં આવ્યું હોય, તે બન્ને પક્ષોને ઘાત કરે છે. [૪૬]
- જેટલા વચનોના માગે છે તેટલા જ નયવાદે છે અને જેટલા નયવાદે છે તેટલા જ પરસમ છે. [૪૭] - જે કપિલ (કપિલે કહેલું સાંખ્ય) દશન છે એ દ્રવ્યાસ્તિકનયનું વક્તવ્ય છે. શુદ્ધોદનના પુત્ર અર્થાત્ બુદ્ધનું દર્શન તે પરિશુદ્ધ પર્યાયનયને વિકલ્પ છે. [૪૮]
- જે કે ઉલૂકે અર્થાત્ કણદે બને નથી પિતાનું શાસ્ત્રદશન પ્રરૂપ્યું છતાં તે મિથ્યાત્વ અર્થાત્ અપ્રમાણ છે; કારણ કે, એ બન્ને પોતપોતાના વિષયની પ્રધાનતાને લીધે અંદરોઅંદર એકબીજાથી નિરપેક્ષ છે. [૪૯].
અહીં નયવાદની ચર્ચામાં મુખ્ય ત્રણ બાબત કહેવામાં આવી છે. પરિશુદ્ધ અને અપરિશુદ્ધ નયવાદનું પરિણામ, પરસમયનું વાસ્ત
Page #324
--------------------------------------------------------------------------
________________
તૃતીય કાંડઃ ૬૯
૩૭, વિક પરિમાણ તથા તેને આધાર, અને પ્રસિદ્ધ પરસમયે – દર્શનની નયવાદમાં જના.
પ્રમાણુની દરેક વસ્તુ અને ધર્માત્મક સિદ્ધ છે; તેનું કઈ પણ એક વિવક્ષિત અંશરૂપે પ્રતિપાદન કરવાનો અભિપ્રાય તે નયવાદ છે. જે એ અભિપ્રાય એકાંશસ્પર્શ હોવા છતાં તે વસ્તુના બીજા અવિવક્ષિત અંશપરત્વે માત્ર ઉદાસીન હોય, અર્થાત તે અંશનું નિરસન કરવાનો આગ્રહ ન ધરાવતો હોય, અને પિતાના વક્તવ્ય પ્રદેશમાં જ પ્રવર્તતે હેય, તે તે પરિશુદ્ધ નયવાદ છે. તેથી ઊલટું, જે અભિપ્રાય પિતાના વક્તવ્ય એક અંશને જ સંપૂર્ણ માની તેનું પ્રતિપાદન કરવા સાથે જ બીજા અંશોનું નિરસન કરે, તે અપરિશુદ્ધ નયવાદ છે. પરિ. શુદ્ધ નયવાદ એક અંશને પ્રતિપાદક છતાં ઈતર અંશોને નિરાસ ન કરતે હોવાથી તેને બીજા નયવાદે સાથે વિરોધ નથી હોત; એટલે છેવટે તે મૃતપ્રમાણુના અખંડ વિષયને જ સાધક બને છે; અર્થાત - નયવાદ જે કે હેાય છે અંશગામી, પણ જે તે પરિશુદ્ધ એટલે ઇતરસાપેક્ષ હોય, તો તેના વડે છેવટે શ્રતપ્રમાણસિદ્ધ અનેકધર્માત્મક આખી વસ્તુનું જ સમર્થન થાય છે. સારાંશ એ છે કે, બધા જ પરિશુદ્ધ નયવાદે પિતાપિતાના અંશાભૂત વક્તવ્ય દ્વારા એકંદર સમગ્ર વસ્તુનું જ પ્રતિપાદન કરે છે; એ જ પરિશુદ્ધ નયવાદનું ફળ છે. તેથી ઊલટું અપરિશુદ્ધ નયવાદ માત્ર પિતાથી જુદા પડતા બીજા પક્ષનું જ નહિ પણું સ્વપક્ષ સુધ્ધાંનું નિરસન કરે છે. કારણ કે, તે જે બીજા અંશને અવગણી પિતાના વક્તવ્યને કહેવા માગે છે, તે બીજા અંશ સિવાય તેનું વક્તવ્ય સંભવી જ નથી શકતું; એટલે બીજા અંશનું નિરસન કરવા જતાં તે પિતાના વક્તવ્ય અંશનું પણ નિરસન કરી જ બેસે છે. વસ્તુનું સમગ્ર સ્વરૂપ અનેક સાપેક્ષ અંશોથી ઘડાયેલું છે એટલે જ્યારે એ સાપેક્ષ અંશને એકબીજાથી તદ્દન છૂટા પાડી દેવામાં આવે, ત્યારે તેમાંથી એકે રહેતે કે સિદ્ધ થતા નથી. તેથી જ એમ કહ્યું છે કે, અપરિશુદ્ધ એટલે બીજાની પરવા ન કરતો નયવાદ પિતાના અને બીજાના એમ બન્ને પક્ષનાં મૂળ ઉખાડે છે.
Page #325
--------------------------------------------------------------------------
________________
સન્મતિ પ્રકરણ
વચનને આધાર વક્તાના અભિપ્રાય ઉપર છે; તેથી કાઈ પણુ એક વસ્તુપરત્વે જેટલા વચનપ્રકારા મળી આવે અગર તે। સભવી શકે, તેટલા જ તે વસ્તુપરત્વે બંધાયેલા જુદા જુદા અભિપ્રાયા છે, એમ સમજવું જોઇએ. અભિપ્રાયા એટલે નયવાદ. વચનના પ્રકાશ જેટલા જ નયવાદ સમજવા. એ બધા જ નયવાદ અંદરા દર એકબીજાથી નિરપેક્ષ રહે, તે તે જ પરસમયે એટલે જૈનેતર દૃષ્ટિ છે. તેથી પરસ્પર વિરાધ કરતા કે દાદર પક્ષ–પ્રતિપક્ષપણું ધારણ કરતા જેટલા નયેા હાય, વાસ્તવિક રીતે તેટલા જ પરસમયે છે; અર્થાત્ એકબીજાનુ' નિરસન કરતી જેટલી વિચારસરણી મળે, અગર સંભવે, તેટલાં જ તે વસ્તુપરત્વેદના અને એ અજન. જૈન દર્શન તે અનેક તે વિરોધી દવેના સમન્વયમાંથી ઉદ્ભવતું હેવાથી, એક જ છે. અજૈન અને જૈન દર્શનોનુ નિયામક તત્ત્વ વિરાધ અને સમન્વય છે. પોતાના વકતવ્યના પ્રતિપાદનમાં જેને ઉદ્દેશ પરિવરોધના હોય, તે અજૈન દન; અને જેને ઉદ્દેશ સમન્વયના હોય તે જૈન દર્શન.
૩૯
સાંખ્યદર્શન આત્મા આદિ તત્ત્વા પરત્વે નિત્યત્વવાદી અને બૌદ્ધદર્શન અનિત્યત્વવાદી છે. એ બન્ને દૃષ્ટિ પરસમય છે; કારણુ કે તેએ એકબીજાને અવગણે છે. એ મને દૃષ્ટિએના સમન્વય કરતાં જૈન દર્શન કહે છે કે, આત્મા આદિ તāામાં નિત્યત્વ છે. પશુ તે દ્રવ્યાસ્તિક દૃષ્ટિએ; અને તેમાં અનિત્યત્વ પણ છે પરંતુ તે પર્યાયાસ્તિક દષ્ટિએ. આ પ્રમાણે સાંખ્ય અને બૌદ્ધ અને દર્શાનાના સમન્વય ઉપર જે એને સિદ્ધાંત ડાયેા છે કે આત્મા આદિ તત્ત્વા અપેક્ષાવિશેષે નિત્ય પણ છે અને અનિત્ય પશુ છે, તે સિદ્ધાંત જ જૈન સિદ્ધાંત.
.
અહીં પ્રશ્ન થાય છે કે, એક જ વસ્તુપરત્વે નિત્યત્વ અનિત્ય આદિ વિરાધી ધર્મીના સમન્વયમાં જ જો જૈનર્દિષ્ટ આવતી હાય, તા વૈશેષિક દર્શનને પણ જૈનદર્શન કહેવું પડશે; કારણુ કે એ ન પણ માત્ર નિત્યત્વ કે માત્ર અનિત્યત્વ ન સ્વીકારતાં નિત્યત્વ અનિત્યત્વ, અન્ને
Page #326
--------------------------------------------------------------------------
________________
તૃતીય કાંડ : ૪૬૯
૩૦૯
સ્વીકારે છે, તેને ઉત્તર એ છે કે, વૈશેષિકદશ નમાં નિયત્વ અને અનિત્યત્વ એ વિધી એ શાનું પ્રતિપાદન હોવાથી એમાં દ્રવ્યાસ્તિક અને પર્યાયાસ્તિક બન્ને નયાને સ્થાન છે ખરું; પણુ એ અને નયા પોતપોતાના વિષયનુ સ્વતંત્રપણે જ પ્રતિપાદન કરે છે. કારણ કે, વૈશેષિકદન એમ માને છે કે, જે પરમાણુ આત્મા આદિ પદાર્થો નિત્ય છે, તે નિત્ય જ છે; અને જે ઘટ પટ આદિ પદાર્થો અનિત્ય છે, તે અનિત્ય જ છે; એટલે નિત્ય મનાયેલ પદાથ માં અનિત્યત્વને અને અનિત્ય મનાયેલ પદાર્થોમાં નિત્યત્વને સ્થાન જ નથી. આખા દન પરત્વે નિત્યત્વ અનિત્ય અન્તને સ્વીકાર હોવા છતાં, વસ્તુપરત્વે એ અને ધર્માં એકબીજાથી છૂટા અને સ્વતંત્રપણે જ સ્વીકારાયેલા છે. તેથી એ દનમાં ઉપલક દષ્ટિએ નિતંત્ર અને અનિયંત્વગામી બન્ને નયે। દેખાવા છતાં, તાત્ત્વિક રીતે તેમાં સમન્વય પામેલા નથી; માટે જ વૈશેષિક દાન એ જૈનદર્શન નથી. જૈનદર્શન કાઈ પણુ એક જ વસ્તુપરત્વે એ વિધી દેખાતા ધર્મોના સમન્વય અપેક્ષાવિશેષથી કરે છે; અને વૈશેષિક દર્શન વસ્તુભેદ વિરેધી ધર્મના ભેદ સ્વીકારે છે. આ જ બન્નેમાં તફાવત છે. એ જ પ્રમાણે સામાન્ય વિશેષની ખાખતમાં પણ ખુલાસા છે. વૈશેષિકદન વસ્તુમાં થતા સામાન્ય અને વિશેષ વ્યવહારના નિયામક તરીકે એ વસ્તુમાં એકબીજાથી નિરાળાં
સામાન્ય
એવાં સામાન્ય અને વિશેષ એ સ્વતંત્ર તત્ત્વા સ્વીકારે છે; જ્યારે જૈન દર્શન એ જ વ્યવહારના નિયામક તરીકે વસ્તુમાત્રને વિશેષ ઉભયસ્વરૂપ સ્વીકારી લે છે અને કહે છે કે તદ્દન સ્વતંત્ર એવા સામાન્ય વિશેષ જુદા ધર્મો કેાઈ પણ વસ્તુમાં સંભવી જ ન શકે. [૪૬-૪૯ ]
કા સ્વરૂપ પરત્વે એકાંત અને અનેકાંત દૃષ્ટિના તફાવત—— जे संतवायदोसे सक्कोलूया भणति संखाणं । संखा य असव्वाए तेसिं सव्वे वि ते सच्चा ।। ५० ।।
Page #327
--------------------------------------------------------------------------
________________
સન્મતિ પ્રકરણ ते उ भयणोवणीया सम्मइंसणमणुत्तरं होंति । जं भवदुक्खविमोक्खं दो वि न पूरेंति पाडिक्कं ॥५१॥ नत्थि पुढवीविसिट्ठो ‘घडो' त्ति जं तेण जुज्जइ अणण्णो। जं पुण ‘घडो' त्ति पुव्वं ण आसि पुढवी तओ अण्णो ।। ५२ ।
શાક-બૌદ્ધી, ઔલૂ-વૈશેષિકે સાંખ્યના સાદપક્ષમાં જે દોષો કહે છે, અને વળી તે સાંખ્ય બૌદ્ધ અને વૈશેષિકના અસદ્વાદપક્ષમાં જે દેષો કહે છે, તે બધાયે સાચા છે. [૫૦]. - તે સાદ અને અસદ્ધાદ બને અનેકાંતદષ્ટિએ ગોઠવાય ત્યારે જ સર્વોત્તમ સમ્યગ્દશન બને છે; કારણ કે એ બને એક એક જુદા સંસારના દુઃખથી છૂટકારે સાધતા નથી. [૫૧]
જે માટે ઘટ એ પૃથ્વીથી ભિન્ન નથી તેથી તે તેનાથી અભિન્ન ઘટે છે; વળી જે માટે પૃથ્વી એ પહેલાં ઘડો ન હતી તેથી તેનાથી ભિન્ન છે. [૨]
અહીં બે વાતો બતાવવામાં આવી છે. એકાંતદષ્ટિમાં આવતા દેષને અનેકાંતદષ્ટિમાં સ્થાન નથી જ; અને અનેકાંતષ્ટિ પ્રમાણે ફલિત થતું વસ્તુનું સ્વરૂપ.
કાર્ય અને કારણને ભેદભેદ વિષે અનેક દષ્ટિએ પ્રવર્તે છે. બૌદ્ધ અને વૈશેષિક દર્શન ભેદવાદી હોઈ કારણ અને કાર્ય ભિન્ન ભિન્ન છે એમ માને છે, તેથી જ તેઓ અસત એટલે ઉત્પત્તિ પહેલાં કારણમાં નહિ એવા અપૂર્વ જ કાર્યની ઉત્પત્તિ સ્વીકારે છે. તેથી ઊલટું, સાંખે અભેદવાદી હેઈ કારણ અને કાર્ય અભિન્ન છે એમ માને છે અને તેથી જ તેઓ સત એટલે ઉત્પત્તિ પહેલાં પણ કારણમાં વિદ્યમાન એવા કાર્યની ઉત્પત્તિ વર્ણવે છે. બૌદ્ધ અને વશેષિક પિતાના પક્ષનું સ્થાપન કરતાં સાંબેના સતકાર્યવાદને દૂષિત કરવા કહે છે કે,
Page #328
--------------------------------------------------------------------------
________________
તૃતીય કાંડઃ ૫૨ એ કારણમાં ઉત્પત્તિ પહેલાં પણ કાર્ય સત–વિદ્યમાન હોય, તે ઉત્પત્તિ માટે પ્રયત્ન નકામે છે; તેમજ ઉત્પત્તિ પહેલાં પણ સત હેવાથી કારણમાં કાર્ય દેખાવું જોઈએ અને કાર્યસાપેક્ષ બધી ક્રિયાઓ, અને બધા વ્યવહારે કાર્યની ઉત્પત્તિ પહેલાં પણ થવા જોઈએ ઈત્યાદિ. એ જ રીતે સાંખે પિતાના પક્ષનું સ્થાપન કરતાં બૌદ્ધ અને વૈશેષિકેના અસાદને દૂષિત કરવા કહે છે કે, જે અસત કાર્યની ઉત્પત્તિ થતી હોય, તે ગમે તે કારણમાંથી ગમે તે કાય કેમ નથી નીપજતું ? માટીમાંથી ઘટ જ અને સૂતરમાંથી કપડું જ થાય છે એવો નિયમ શા માટે ? તેમ જ જે અસત વસ્તુની ઉત્પત્તિ થતી હોય, તો માણસને શીંગડાં કેમ ન આવે? વગેરે. આ બને દૃષ્ટિઓ એક બીજાને જે દેષ આપે છે તે બધા જ સાચા છે, કારણ કે એ દષ્ટિએ એકાંગી હાઈ બીજી બાજુ જતી જ નથી. એ ઊણપને લીધે સ્વાભાવિક રીતે જ તેમાં દેષ આવી જાય છે.
પરંતુ એ બને દષ્ટિઓ સમન્વયપૂર્વક ગોઠવવામાં આવે, તે એક બીજાની ઊણપ ટળી જાય છે અને તે પૂર્ણ બને છે, એટલે તે દેને જગ્યા જ રહેતી નથી. જેમકે, કાય અને કારણ એ ભિન્ન છે છતાં અભિન્ન પણ છે. ભિન્ન હોવાથી ઉત્પત્તિ પહેલાં કાર્ય અસત છે, અભિન્ન હોવાથી સત પણ છે. સત છે તે શક્તિની અપેક્ષાએ એટલે ઉત્પત્તિ માટે પ્રયત્નની અપેક્ષા રહે જ; અને તેથી જ ઉત્પત્તિ પહેલાં અવ્યક્ત દશામાં વ્યક્તકાર્ય સાપેક્ષ વ્યવહાર નથી સંભવતા. એ જ રીતે અસત છે તે ઉત્પત્તિની અપેક્ષાએ; શક્તિની અપેક્ષાએ તે કાર્ય સત જ છે; તેથી જ દરેક કારણમાંથી દરેક કાર્યની ઉત્પત્તિને અગર મનુષ્યશૃંગ જેવી અત્યંત અસત વસ્તુની ઉત્પત્તિને અવકાશ જ નથી. જે કારણમાં જે કાર્ય પ્રગટાવવાની શક્તિ , તેમાંથી પ્રયત્ન થયા પછી તે કાય પ્રગટે, બીજું નહિ. આ રીતે સત અને અસતવાદને સમન્વય થતાં જ દૃષ્ટિ પૂર્ણ અને શુદ્ધ થતી હોવાથી
FOT "
Page #329
--------------------------------------------------------------------------
________________
૩૧૨
સન્મતિ પ્રકરણ તેમાંથી દેષ સરી જાય છે. એક એક છૂટે વાદ ગમે તેટલે પ્રબળ દેખાતો હોય, છતાં તે એકદેશીય માન્યતા ઉપર બંધાયેલે હાઈ યથાર્થ જ્ઞાન પૂરું નથી પાડી શકતો; અને તેટલી ખામીને લીધે પરંપરાએ તે પિતાનામાં બદ્ધ થનારને કલેશમુક્ત પણ નથી કરી શકતે. જ્યારે સમ
ન્વય એ, દષ્ટિની વિશાળતા ઉપર રચાયેલે હાઈ યથાર્થ જ્ઞાન પૂર પાડે છે અને માણસને સંકુચિતતાજનિત લેશબંધનમાંથી છૂટો
અનેકાંતદષ્ટિ પ્રમાણે ઘટરૂપ કાર્ય એ પૃથ્વીરૂપ કારણથી અભિન્ન અને ભિન્ન ફિલિત થાય છે. અભિન્ન એટલા માટે કે માટીમાં ઘડો જન્માવવાની શક્તિ છે અને ઘડે બને છે ત્યારે પણ એ માટી વિનાને નથી હોતો. ભિન્ન એટલા માટે કે ઉત્પત્તિ પહેલાં માટી જ હતી અને ઘડે નજરે પડતો ન હતો અને તેથી જ ઘડાથી સધાનારાં કામે પણ થતાં ન હતાં. [૫૦-૫૨ ]
કરણવિષયક વાદોનું એકાંતને લીધે મિથ્યાપણું અને અનેકાંતને લીધે સમ્યપણું–
कालो सहाव णियई पुवकयं पुरिसकारणेगंता ।
मिच्छत्तं ते चेवा (व) समासओ होंति सम्मत्तं ।। ५३ ।। * કાલ, સ્વભાવ, નિયતિ, પૂવકૃત – અદષ્ટ અને પુરુષરૂપ કારણ વિષેના એકાંતવાદે મિથ્યાત્વ – અયથાર્થ છે; અને તે જ વાદે સમાસથી – પરસ્પર સાપેક્ષપણે મળવાથી સમ્યકત્વ - યથાર્થ છે. [૩]
કાર્યની ઉત્પત્તિ કારણને આભારી છે. કારણું વિષે પણ અનેક મતે છે. તેમાંથી અહીં પાંચ કારણવાદોને ઉલ્લેખ છે.
૧. આ બધા કારણવાદ શ્વેતાશ્વતર ઉપનિષદમાં છે; અધ્યાય ૧. આની વધારે સરખામણું માટે જુઓ સન્મતિ ટીકા પૃ૦ ૭૧૦, ટિપ્પણ પ.
Page #330
--------------------------------------------------------------------------
________________
તૃતીય કાંડ: ૫૩
૩૧૩
કાઈ ફાલવાદી છે; જેએ ફક્ત કાલને જ કારણ માની તેની . પુષ્ટિમાં કહે છે કે, જુદાં જુદાં કળા, વરસાદ, શરદી, ગરમી વગેરે અધુ ઋતુભેદને જ આભારી છે અને ઋતુભેદ એટલે કાળવિશેષ.
ઢાઈ સ્વભાવવાદી છે; જે ફ્કત સ્વભાવને જ કાર્ય માત્રનું કારણુ માની તેના સમર્થનમાં કહે છે કે, પશુઓનુ સ્થળગામીપણું, પક્ષીઓનુ ગગનગામીપણું અને ફળનું કામળપણું તેમજ કાંટાનું તીખાપણું - અણીદારપણું એ બધું પ્રયત્ન કે કાઈ ખીજા કારણથી નહિ પણુ વસ્તુગત સ્વભાવથી જ સિદ્ધ છે.
-
કાઈ નિયતિવાદી છે; તે નિયતિ સિવાય ખીજા કશાને કારણુ ન માનતાં પોતાના પક્ષની પુષ્ટિમાં કહે છે કે, જે સાંપડવાનું હોય તે સારું કે નરસું સાંપડે જ છે, ન થવાનું થતું નથી અને થવાનું મટતું નથી; તેથી તે અધું નિયતિને આભારી છે, એમાં કાળ સ્વભાવ કે ખીજા એકે કારણુને સ્થાન નથી.
કાઈ અદૃષ્ટવાદી અદૃષ્ટને જ કારણુ માની તેની પુષ્ટિમાં કહે છે. કે, બધા માણુસા પૂર્વ સંચિત કર્મ યુક્ત જન્મે છે અને પછી તેએ પેાતે ધાયુ ન હેાય તેવી રીતે સચિત કર્માંના પ્રવાહમાં તણાય છે. માણુસની બુદ્ધિ સ્વાધીન નથી, પૂજિત સ ંસ્કાર પ્રમાણે જ તે પ્રવતે છે; માટે અદૃષ્ટ જ બધાં કાર્યાંનુ કારણ છે.
કર્ણ પુરુષવાદી પુરુષને ફક્ત કારણુ માની તેની પુષ્ટિમાં કહે છે. કે, જેમ કરેાળિયેા બધા તાંતણા સરજે છે, જેમ ઝાડ બધા ફણગા પ્રગટાવે છે, તેમ જ શ્વર જગતના સર્જન પ્રલય અને સ્થિતિના કાઁ છે. ઈશ્વર સિવાય બીજું કશુ જ કારણ નથી. જે કારણરૂપે ખીજુ રૃખાય છે, તે પણુ ઈશ્વરને જ અધીન છે; તેથી બધુ' જ ફક્ત ઈશ્વરતંત્ર છે.
આ પાંચે વાદા યથાર્થ નથી, કારણ કે તે દરેક પોતાનાં મતવ્યો ઉપરાંત બીજી બાજુ જોઈ શકતા ન હેાવાથી અપૂણુ છે; અને છેવટે અધા પારસ્પરિક વિરાધેાથી જ હણાય છે. પણ જ્યારે એ પાંચે વાદો
Page #331
--------------------------------------------------------------------------
________________
૧૪
અતિ પ્રકરણ પરસ્પર વિરેાધીપણું છોડી એક જ સમન્વયની ભૂમિકા ઉપર આવી ઊભા રહે છે, ત્યારે તેમાં પૂર્ણતા આવે છે અને પારસ્પરિક વિરોધ જ રહે છેએટલે તે યથાર્થ બને છે. એ સ્થિતિમાં કાળ સ્વભાવ આદિ ઉક્ત પાંચે કારણેનું કાર્યજનક સામર્થ્ય જે પ્રમાણુસિદ્ધ છે, તે સ્વીકારાય છે અને એક પ્રમાણસિદ્ધ કારણને અપલોપ થતો નથી. [૫૩]
આત્મા વિષે નાસ્તિત્વ આદિ છ પક્ષનું મિથ્યાપણું અને અસ્તિત્વ આદિ છ પક્ષનું સમ્યફપણું
पत्थि ण णिच्चो ण कुणइ कयं ण वेएइ णत्थि णिव्वाणं । णत्थि य मोक्खोवाओ छ म्मिच्छत्तस्स ठाणाई ।। ५४ ।। अत्थि अविणासधम्मी करेइ वेएइ अत्थि णिव्वाणं । अत्थि य मोक्खोवाओ छ स्सम्मत्तस्स ठाणाइं ॥ ५५ ।।
આત્મા નથી, તે નિત્ય નથી, તે કાંઈ કરતો નથી, તે કરેલ કમને વેદત નથી, તેને નિર્વાણ – મેક્ષ નથી અને મોક્ષને ઉપાય નથી, એ છ મતે મિથ્યાજ્ઞાનનાં સ્થાને છે. [૫૪]
આત્મા છે, તે અવિનાશી છે, તે કરે છે, અનુભવે છે, તેને નિર્વાણ છે, અને મોક્ષને ઉપાય છે, એ છ મતે યથાર્થ જ્ઞાનનાં સ્થાને છે.
આધ્યાત્મિક વિકાસની સંપૂર્ણતા સાધવામાં જે પક્ષના આગ્રહ એક કે બીજી રીતે આડે આવે છે, અને જે આગ્રહે તેમાં સહાયક થાય છે, તે બંને પ્રકારના આગ્રહનું અહીં કથન છે. સાધનામાં બાધક અનારા આગ્રહ ભ્રાંત દૃષ્ટિ ઉપર રચાયેલા હોઈ અયથાર્થ, અને અબ્રાંત દૃષ્ટિ -ઉપર રચાયેલા સહાયક આગ્રહો યથાર્થ છે. તે અનુક્રમે આ પ્રમાણે
૧. એમ માનવું કે આત્મા જેવું કાંઈ તત્ત્વ જ નથી તે અના-ત્મવાદ; ૨. એમ માનવું કે આત્મતત્તવ છે છે ખરું પણ તે નિત્ય ન
Page #332
--------------------------------------------------------------------------
________________
વતીય કાંડઃ ૫૫
૩૧૫ હાઈ વિનાશી છે તે ક્ષણિકાત્મવાદ, ૩. એમ માનવું કે આત્મા છે તે નિત્ય પણ તે ફૂટસ્થ હોઈ કશું કર્તવ નથી ધરાવતા તે અકર્તવવાદ ૪. એમ માનવું કે આત્મા કાંઈક કરે છે ખરો પણ તે ક્ષણિક હેઈ અગર નિલેપ હોઈ કાંઈ વિપાક અનુભવ નથી તે અતૃત્વવાદ; ૫. એમ માનવું કે આત્મા હંમેશાં જ કર્તા અને ભક્તા રહેતા હોવાથી તેના સ્વરૂપની પેઠે રાગ દ્વેષ આદિ દેને અંત જ નથી આવતે તે અનિર્વાણુવાદ; ૬. એમ માનવું કે સ્વભાવથી આત્મા કયારેક મેક્ષ પામે છે પણ તેને મેળવવાને બીજે કશે જ ઉપાય નથી તે અનુપાયવાદ.
આ છમાંથી કોઈ પણ એક વાદને આગ્રહ બંધાઈ જાય, તે કાં તે આધ્યાત્મિક સાધનમાં પ્રવૃત્તિ જ ન થાય અને તે તે વિશેષ આગળ ન ચાલે અને છેવટ સુધી તે ટકે જ નહિ; તેથી એના સ્થાનમાં અનુક્રમે નીચેના આગ્રહ આવશ્યક છે: ૧. આત્મા છે એમ માનવું; ૨. તે છે એટલું જ નહિ પરંતુ અવિનાશી છે એમ માનવું; ૩. તે માત્ર અવિનાશી જ નહિ પણ કવશકિત ધરાવે છે એમ માનવું; ૪. તે જેમ કત્વ શકિત ધરાવે છે તેમ ભકતૃત્વશકિત પણ તેમાં છે એમ માનવું; ૫. કતૃત્વ અને ભકતૃત્વ શક્તિ હોવા છતાં કયારેક પ્રવૃત્તિના પ્રેરક રાગ દ્વેષ આદિ દોષોને અંત શક્ય છે એમ માનવું; અને ૬. તે અંતને ઉપાય છે અને તે આચરી શકાય એવો છે એમ માનવું. આ છયે આગ્રહો સાંધકને શ્રદ્ધા અર્પે તે દ્વારા સાધનામાં આગળ વધવા પ્રેરે છે, તેથી તે સમ્યફ છે. [૫૪-૫૫].
વાદમાં અનેકાંતદષ્ટિના અભાવે આવતા દે– साहम्मउ व्व अत्थं साहेज्ज परो विहम्मओ वा वि। अण्णोण्णं पडिकुट्ठा दोण्णवि एए असव्वाया ॥ ५६ ॥ दव्वट्ठियवत्तव्वं सामण्णं पज्जवस्स य विसेसो । एए समोवणीआ विभज्जवायं विसेसेंति ॥ ५७ ।।
Page #333
--------------------------------------------------------------------------
________________
સમતિ પ્રકરણ हेउविसओवणीअं जह वयणिज्जं परो नियत्तेइ । जइ तं तहा पुरिल्लो दाइंतो केण जिव्वंतो ।। ५८ ।। एयंताऽसब्भूयं सब्भूयमणिच्छियं च वयमाणो । लोइय-परिच्छियाणं वयणिज्जपहे पडइ वादी ।। ५६ ।।
પર અર્થાત્ એકાંતવાદી સાધમ્યથી કે વૈધમ્યથી અથ. –સાધ્યનું સાધન કરે, ત્યારે પરસ્પર અથડાતા એ બન્ને અસદ્ધાદ ઠરે છે. [૫૬]
દ્રવ્યાસ્તિકનું વક્તવ્ય સામાન્ય અને પર્યાયાસ્તિકનું વક્તવ્ય વિશેષ છે. એ બને નિરપેક્ષપણે છૂટા છૂટા જવામાં આવે, તે એકાંતવાદને વિશિષ્ટ બનાવે છે અર્થાત્ ઊભું કરે છે. [૫]
(વાદી દ્વારા) હેતના વિષયરૂપે મૂકવામાં આવેલ સાધ્યને પર – પ્રતિવાદી જે રીતે આક્ષેપ સમજી દૂષિત કરે છે, જે વાદીએ તે સાધ્યને તે જ રીતે દર્શાવ્યું હોય, તે તે કેઈનાથી જિતાત ? અર્થાત્ કાઈથી ન જિતાત. [૫૮]
એકાંત અસત્ય બેલનાર કે સત્ય છતાં અનિશ્ચિત બોલનાર વાદી લૌકિક અને પરીક્ષાના આક્ષેપનો વિષય બને છે. [૧]
વાદભૂમિમાં ઊતરનાર વાદી જે અનેકાંતદષ્ટિ રાખ્યા વિના તેમાં ઊતરે, તે તે કદી સફળ ન થાય; ઊલટું અસવાદી ઠરે, હારે અને શિષ્ટોની નિંદાનું પાત્ર બને, એ વસ્તુ અહીં બતાવવામાં આવી છે. - કોઈ પણ વાદી પિતાના પક્ષનું સાધન ભલે સાધમ્ય કે વૈધમ્ય દષ્ટાંતથી કરે, પણ જો તેનો પક્ષ એકાંત હશે, તો બીજા વિરોધી પક્ષ સાથે અથડાશે અને છેવટે એ બને અસાદ – મિથ્યા સિદ્ધ કરવાના. માટે અનુમાનમાં જે સાય મૂકવું તે એકાંત દષ્ટિએ ન મૂકવું.
Page #334
--------------------------------------------------------------------------
________________
તૃતીય કાંડઃ ૫૬૯
૩૧૭ દ્રવ્યાસ્તિકને વિષય કેવલ સામાન્ય અને પર્યાયાસ્તિકને વિષય કેવલ વિશેષ એ બને જો એકમેકથી છૂટા પાડી કઈ પણ વસ્તુમાં સાધવામાં આવે, તે તેનાથી એકાંતવાદ જ ઊભે થાય અને અનેકાંતદષ્ટિ લેપાય. તેથી એ બંનેનું પરસ્પર સાપેક્ષપણે જ સાધન કરવું પ્રાપ્ત થાય છે.
કઈ વાદી પૂર્વપક્ષ કરતાં હેતુથી સિદ્ધ કરવા ધારેલા પિતાના સાધ્યને જે એકાંતપે છે, તે પ્રતિવાદી તેની ખામી જોઈ તેના પક્ષને તેડી પાડે છે અને તે હાર ખાય છે, આવી વસ્તુસ્થિતિ છે. હવે જે એ જ પૂર્વપક્ષીએ પ્રથમથી જ પોતાના પક્ષમાં ખામી ન રહે તે માટે અનેકાંતદષ્ટિએ સાધ્ય ક્યું , તે ગમે તેવા પ્રબલ પ્રતિવાદીથી પણ તેને હાર ખાવી ન પડંત એ ખુલ્લું છે. માટે વાદમાં ઊતરનાર અનેકાંતદષ્ટિએ જ સાધ્યને ઉપન્યાસ કરે; જેથી તે કદી ન હારે.
એકાંતપણાને લીધે જે નિતાંત છેટું હોય તેની તે વાત જ શી ? પણ એકાંતરૂપે સાચું હોવા છતાં જે તેને અનિશ્ચિત – સંદિગ્ધરૂપે વાદગોષ્ટીમાં મૂકવામાં આવે, તે તે વાદી વ્યવહારકુશળ અને શાસ્ત્રકુશલ બધા જ સભ્યોની દૃષ્ટિમાં ઊતરી પડે છે; તેથી માત્ર અનેકાંદષ્ટિ રાખવી એટલું જ બસ નથી પણ એ દૃષ્ટિ સાથે અસંદિગ્ધવાદીપણું પણ વાદગોષ્ટીમાં આવશ્યક છે. [૫૬-૫૯] .
તત્ત્વપ્રપણાની ગ્ય રીતનું કથન– दव्वं खित्तं कालं भावं पज्जाय-देस-संजोगे । भेदं च पडुच्च समा भावाणं पण्णवणपज्जा ।। ६० ।।
પદાર્થોની પ્રરૂપણાને માગદ્રવ્ય, ક્ષેત્ર, કાલ, ભાવ, પર્યાય, દેશ, સંજોગ અને ભેદને આશ્રીને જ યોગ્ય થાય છે. [૬૦] .
પદાર્થોની અનેકાંતદષ્ટિપ્રધાન પ્રસ્પણ ગ્ય રીતે કરવી હોય, તે જે જે બાબતે તરફ ધ્યાન અવશ્ય રાખવું ઘટે, તે બાબતેને અહીં
Page #335
--------------------------------------------------------------------------
________________
૩૧૮
સમતિ પ્રકરણ નિર્દેશ છે. એવી બાબતે આઠ છે. તે આ પ્રમાણેઃ ૧. દ્રવ્ય પદાર્થની મૂળજાતિ; ૨. ક્ષેત્ર –સ્થિતિક્ષેત્ર; ૩. કાલ–સમય; ૪. ભાવ-પદાર્થગત મૂળશક્તિ; ૫. પર્યાય – શક્તિનાં અવિર્ભાવ પામતાં કાર્યો; ૬. દેશ – વ્યાવહારિક જગ્યા; ૭. સંજોગ - આજુબાજુની પરિસ્થિતિ અને ૮. ભેદ – પ્રકારે. . દાખલા તરીકે ધ્યાન ત્યાગ આદિ કેઈ ચારિત્રાશના અધિકારનું નિરૂપણ કરવું હોય, અગર આત્મતત્વનું સ્વરૂપ બતાવવું હોય, તે ઓછામાં ઓછું ઉપરની આઠ બાબતે ઉપર બરાબર લક્ષ્ય રાખવાથી જ તે વિશદ રીતે અને અબ્રાંત રીતે થઈ શકશે. [૬]
માત્ર એક એક નયાશ્રિત સૂત્રમાં સંપૂર્ણ સૂત્રત્વની માન્યતાથી આવતા દે – पाडेक्कनयपहगयं सुत्तं सुत्तहरसद्दसंतुट्ठा । વિવિયનામથી નહામમિત્તવિવસ્તી દર , सम्मइंसणमिणमो सयलसमत्तवयणिज्जणिद्दोस । अत्तुक्कोसविणट्ठा सलाहमाणा विणासेंति ।। ६२ ॥
એક એક નયમાગને આશ્રિત એવા સૂત્રને ભણું જેઓ સૂત્રધરશબ્દથી સંતુષ્ટ થઈ જાય છે, તેઓ વિદ્વાનોગ્ય સામર્થ્ય વિનાના રહી જાય છે, અને તેથી તેઓની પ્રતિપત્તિ આગમ પ્રમાણે જ વિભક્ત હેય છે, અર્થાત્ માત્ર શબ્દસ્પશી હોય છે. [૬૧].
પિતાની બડાઈ હાંકતા તેઓ આત્મત્કષથી નષ્ટ થઈ સંપૂર્ણ ધર્મોમાં સમાતા વક્તવ્યને લીધે નિર્દોષ એવા એ સમ્યગદશન- અનેકાંતદષ્ટિને નાશ કરે છે. [૨]
કઈ પણ એક વસ્તુ પર જેઓ બધી દષ્ટિઓને વિચાર કર્યા વિના એકાદ દષ્ટિને પકડી લે છે, અને તે દષ્ટિના સમર્થક સૂત્રને
Page #336
--------------------------------------------------------------------------
________________
૩૯
તૃતીય કાંડ ૧૩ અભ્યાસ કરી પિતાને સૂત્રધર મનાવી તેટલામાં જ સંતુષ્ટ થઈ જાય છે, તેમાં અનેકાંતદષ્ટિયોગ્ય વિદ્વત્તાનું સામર્થ્ય નથી જ આવતું અને તેથી તેઓનું જ્ઞાન માત્ર શબ્દપાઠ પૂરતું વિશદ હોય છે; સ્વતંત્રપ્રજ્ઞાજન્ય વિશદતા નથી આવતી. એટલે તેઓ ચેડામાં ઘણું માની ફુલાઈ જાય છે અને પિતાની બડાઈ હાંકતાં છેવટે અનેકાંતદષ્ટિને નાશ જ કરે છે. [૬૧-૬૨]
શાસ્ત્રપ્રપણાના અધિકારી થવા માટે આવશ્યક ગુણ ण हु सासणभत्तीमत्तएण सिद्धंतजाणओ होइ । ण वि जाणओ वि णियमा पण्णवणाणिच्छिओ णामं ॥ ६३॥
માત્ર આગમની ભક્તિથી કઈ સિદ્ધાંતને જ્ઞાતા નથી થતું તેમ જ તેને જ્ઞાતા પણ કાંઈ નિયમથી પ્રરૂપણાને યોગ્ય નથી. બનતો. [૬૩] .
કાઈ માત્ર શાસ્ત્રભક્તિથી પ્રેરાઈ તેની પ્રપણાને અધિકાર પિતામાં માને છે; અને કેઈથેડું જ્ઞાન થયું એટલે તેને અધિકાર પિતામાં માને છે. તે બન્નેને લક્ષી ગ્રંથકાર કહે છે કે, શાસ્ત્રની યથાવત્ પ્રપણાને અધિકાર મેળવવા માટે તેનું પૂર્ણ અને નિશ્ચિત જ્ઞાન જોઈએ. એ કાંઈ માત્ર શાસ્ત્રની ભક્તિથી કે તેના થોડા ઘણું જ્ઞાનથી સિદ્ધ નથી થતું; કારણ કે ભક્તિ છતાં ઘણામાં શાસ્ત્રનું જ્ઞાન નથી હોતું અને શાસ્ત્રનું જ્ઞાન ધરાવનાર બધા જ કાંઈ નિયમથી પ્રપણું કરવાની લાયકાત નથી ધરાવતા. એવી લાયકાત શાસ્ત્રોમાં પણ વિરલને જ હોય છે કે જેઓ અનેકાંતદષ્ટિને સ્પર્શનારા હોય છે. [૬૩]
તના પૂર્ણ અને નિશ્ચિત જ્ઞાન માટે શું કરવું તેનું કથનसुत्तं अत्थनिमेणं न सुत्तमेत्तेण अत्थपडिवत्ती । अत्थगई उण णयवायगहणलीणा दुरभिगम्मा ।। ६४ ।।
Page #337
--------------------------------------------------------------------------
________________
. ૩૨૦.
સન્મતિ પ્રકરણ तम्हा अहिगयसुत्तेण अत्थसंपायणम्मि जइयव्वं । । आयरियधीरहत्था हंदि महाणं विलंबेन्ति ।। ६५ ।।
સૂત્ર એ અર્થનું સ્થાન છે. પણ માત્ર સૂત્રથી અર્થની પ્રતિપત્તિ થતી નથી; અર્થનું જ્ઞાન પણ ગહન નયવાદને આશ્રિત હોઈ દુલભ છે. [૬] - તેથી સૂત્ર શીખેલાએ અથ મેળવવા પ્રયત્ન કરે; કેમ કે
અકુશલ અને દુષ્ટ આચાર્યો આથી શાસનની વિડંબના કરે છે. [૬૫
કોઈ સૂત્રપાઠના અભ્યાસમાત્રથી તત્ત્વજ્ઞતાને દાવો કરે, તે તેને ઉત્તર આપતાં ગ્રંથકાર કહે છે કે, સૂત્રપાઠ એ અર્થનું પ્રતિપાદક હોઈ તેને આધાર છે ખરી; પરંતુ માત્ર સૂત્રપાઠથી અર્થનું પૂર્ણ અને વિશદ જ્ઞાન થઈ શકતું નથી. એવું જ્ઞાન ગહન નયવાદ ઉપર આધાર રાખતું હોવાથી, તેને મેળવવું કઠણ છે. જે નયવાદમાં બરાબર પ્રવેશ થાય, તે જ એવું જ્ઞાન સુલભ થાય. - તેથી જે તનું પૂર્ણ અને વિશદ જ્ઞાન મેળવવા ઈચ્છે, તેણે સૂત્રપાઠ શીખી લીધા પછી પણ તેને નયસાપેક્ષ પૂર્વાપર અવિરુદ્ધ અર્થ જાણવા માટે પ્રયત્ન કરે જ જોઈએ; અરે તે માટે તેણે નયવાદમાં પ્રવેશ કરવો જ જોઈએ. જેઓ એમ નથી કરતા અને અકુશલ છતાં ધૃષ્ટ થઈ શાસ્ત્રપ્રરુપણ કરે છે, તેઓ પ્રવચનને બીજાની દૃષ્ટિમાં ઉતારી પાડે છે. [૬૪-૬૫] ગંભીર ચિંતન વિનાના બાહ્ય આડંબરમાં આવતા દેનું કથનजह जह बहुस्सुओ सम्मओ य सिस्सगणसंपरिवुडो य । अविणिच्छिओ य समए तह तह सिद्धंतपडिणीओ ।।६६ ।।
Page #338
--------------------------------------------------------------------------
________________
તીય કાંડઃ ૬૭ चरण-करणप्पहाणा ससमय-परसमयमुक्कवावारा । चरण-करणस्स सारं णिच्छयसुद्धं ण याणंति ।। ६७ ।।
સિદ્ધાંતમાં નિશ્ચિત નહિ થયેલો કઈ જેમ જેમ બહુશ્રુતરૂપે મનાતા જાય અને શિષ્યસમૂહથી વીંટળાતે જાય, તેમ તેમ તે સિદ્ધાંતને શત્રુ બને છે. [૬૬]
જેઓ વ્રત અને તેના પિષક નિયમોમાં મગ્ન છે અને સ્વસિદ્ધાંત તેમ જ પરસિદ્ધાંતના ચિંતનનું કાર્ય છેડી બેઠા છે, તેઓ નિશ્ચયષ્ટિથી શુદ્ધ એવું વ્રતનિયમનું ફળ જ નથી જાણતા. [૬૭]
જેઓ પદવી અને શિષ્ય પરિવારના મેહમાં રત છે તેમને, તથા જેઓ શાસ્ત્રીય ચિંતન છોડી માત્ર ક્રિયામાં રત છે તેઓને લક્ષી ગ્રંથકાર કહે છે કે, સિદ્ધાંતના ચિંતન વિનાને પુરુષ જેમ જેમ તેવા લેકમાં બહુશ્રુત તરીકે માન્ય થતો જશે અને તેવા જ શિષ્યોને એકત્રિત કરી તેઓને નેતા થતે જશે, તેમ તેમ તે જૈન સિદ્ધાંતને શત્રુ જ થવાને. બહુશ્રુતપાણાની છાપ કે મોટે શિષ્ય પરિવાર એ કાંઈ સિદ્ધાંતના નિશ્ચિત જ્ઞાનનાં કારણ નથી; ઊલટું બાહ્ય આડંબર અને દંભ તેવા નિશ્ચિત જ્ઞાનના બાધક જ થાય છે.
વ્રત-નિયમે અને તેમને લગતા વિવિધ આચામાં રત થઈ તત્ત્વચિંતન છેડનારા એ વ્રત-નિયમ અને આચારના ફળથી વંચિત રહી જાય છે. એમનું ફળ તનું યથાર્થ જ્ઞાન મેળવી, તે પ્રમાણે વિશદરુચિ કેળવી, આત્મશુદ્ધિ કરવી એ છે. હવે જે શાસ્ત્રચિંતન જ છોડી દેવામાં આવે, તે તનું સામાન્ય જ્ઞાન પણ ન સંભવે; સામાન્ય જ્ઞાન ન હોય એટલે એ તરોનું વિશેષરૂપે વિશદ જ્ઞાન કયાંથી જ સંભવે ? એવા વિશદ જ્ઞાન વિના વાસ્તવિક તત્વચિ – સમ્યગ્દર્શન પણ
Page #339
--------------------------------------------------------------------------
________________
સન્મતિ પ્રકરણ ન જ સંભવે; અને એના વિના આત્મશુદ્ધિ પણ અટકે. તેથી આત્મશુદ્ધિના લક્ષથી વ્રત-નિયમ અંગીકાર કરનાર માટે જરૂર છે કે તેણે તત્વચિંતન કદી ન છોડવું. - જે સ્વતંત્રપણે તત્વચિંતન કરવા અસમર્થ હોય, તેણે પણ છેવટે યોગ્ય ગુરુ વગેરેને આશ્રય લઈ તત્ત્વચિંતનના વાતાવરણમાં જીવન વ્યતીત કરવું એ જ વ્રત-નિયમને સફળ બનાવવાને રાજમાર્ગ છે. [૬૭]
એકલા જ્ઞાન અને એકલી ક્રિયાના અનુપયોગીપણાનું કથન– णाणं किरियारहियं किरियामत्तं च दो वि एगंता । असमत्था दाएउं जम्म-मरणदुक्ख मा भाई ।। ६८ ।।
ક્રિયા વિનાનું જ્ઞાન અને માત્ર જ્ઞાનશૂન્ય ક્રિયા એ બને એકાંતે હોઈ, જન્મમૃત્યુના દુઃખથી નિભયપણું આપવા અસમર્થ છે. ૬િ૮].
પાક્ષી ગાથામાં ક્રિયા સાથે જ્ઞાનનું આવશ્યકપણું બતાવ્યું છે. અહીં એ બન્નેને સમન્વય સાધવા અનેકાંતદષ્ટિને ઉપયોગ કરવાની સૂચના છે.
આત્માની શક્તિઓને એકસરખો વિકાસ સાધ્યા સિવાય કંઈ પણ ફળ પ્રાપ્ત કરી શકાય નહિ. એની શક્તિઓ મુખ્ય બે છે. એક ચેતના અને બીજી વાય. એ બને શક્તિઓ અરસપરસ એવી સંકળાયેલી છે કે, એકના વિકાસ વિના બીજને વિકાસ અધૂરો જ રહી જાય છે. તેથી બને શક્તિઓને સાથે જ વિકાસ આવશ્યક છે. ચેતનાને વિકાસ એટલે જ્ઞાન મેળવવું અને વીર્યને વિકાસ એટલે એ જ્ઞાન પ્રમાણે જીવન ઘડવું. સૂઝ ન હોય તો જીવન યોગ્ય રીતે ઘડાય કેમ? અને સૂઝ હોય છતાં તે પ્રમાણે વર્તવામાં ન આવે તે તેથી જીવનને શું લાભ? એટલે જ કહેવામાં આવ્યું છે કે જ્ઞાન અને ક્રિયા એ બન્ને એકાંતો અર્થાત જીવનના છૂટા છુટા છેડાઓ છે. એ બને છેડાએ ગ્ય રીતે ગોઠવાય
Page #340
--------------------------------------------------------------------------
________________
૩૨૩
ધરાવણ
,
તીય કાંડઃ ૬૯ તે જ તે ફળસાધક બને, અન્યથા નહિ. આ બાબતમાં અંધ-પંગુન્યાય પ્રસિદ્ધ છે. [૬૮]
ઉપસંહારમાં જિનવચનની કુશળકામના– भई मिच्छादसणसमूहमइयस्स अमयसारस्स । जिणवयणस्स भगवओ संविग्गसुहाहिगम्मस्स ।। ६६ ।।
મિથ્યાદર્શનના સમૂહરૂપ, અમૃત (અમરપણું) આપનાર અને મુમુક્ષુઓ વડે અનાયાસથી સમજી શકાય એવા પૂજ્ય જિનવચનનું ભદ્ર હ. [૬]
અહીં જિનવચનની કુશળકામના કરતાં ગ્રંથકારે એને ત્રણ વિશેષ આપ્યાં છે: ૧. મિથ્યાદર્શનના સમૂહમય એ વિશેષણથી એમ સૂચવ્યું છે કે, જેનદર્શનની ખૂબી કે વિશેષતા, છૂટી છૂટી અને એકબીજીને અવગણતી હેઈટી કરતી અનેક વિચારસરણીઓને યોગ્ય રીતે ગોઠવી, તેમની ઉપગિતા સાધવામાં જ છે. ૨. સંવિગ્નસુખાધિગમ્ય એ વિશેષણથી એમ સૂચવ્યું છે કે, જૈનદર્શન એ અનેક પરસ્પર વિરોધી દષ્ટિઓને સમુચિત સરવાળો હેઈ, ગમે તેટલું જટિલ હોવા છતાં પણ એ મુમુક્ષતટસ્થ માટે વગર મહેનતે સમજી શકાય તેવું છે. એને સમજવાને અધિકાર લેશશાંતિ (મુમુક્ષપણા)માં રહે છે. ૩. અમૃતસાર એ વિશેષણથી એમ સૂચવ્યું છે કે, જેમાં મધ્યસ્થપણું કેન્દ્રસ્થાને છે અને તેથી જે મધ્યસ્થ વડે જ સમજી શકાય તેવું છે, તે જિનવચન લેશને નાશ કરવા દ્વારા અમરપણું મેળવી આપવાની, જે અધિકારી ‘ઉપગ કરવા ધારે તે, શક્તિ ધરાવે છે. આ ત્રણે વિશેષણોને લીધે જ એની પૂજ્યતા છે. [૬૯]
-
તૃતીય કાંડ સમાપ્ત
Page #341
--------------------------------------------------------------------------
________________
પ્રસ્તાવનાના વિશેષ શબ્દોની
સૂચિ
અકલંક ૧૨૫, ૧૨૭, ૧૫૯ અક્ષપાદ ૧૩૧ અક્ષર ૨૬ અજ ૧૩૫, ૧૮૨, ૧૮૩ અજિતસિંહ ૧૪૪
અજિતસેન ૧૪૪ - અણુભાષ્ય ૧૬૩ અથર્વવેદ ૧૫૬ અદ્વૈતમીમાંસા ૧૫૯-૧૬૦ અદ્વૈતવાદ ૧૧૨ અનંતનાથ ૧૩ અનિત્યવર્ણવાચકવવાદ ૧૬૭ અનુણ્ય ૧૫૩, ૧૭૭ અનેકાર્થ સંગ્રહ ૪૯ અનેકાંત ૧૫૯-૧૬૫, ૧૬૭ અનેકાંત જયપતાકા ૧૧૪, ૧૨૪, ૧૨૫ ટિ અનેકાંતષ્ટિ ૧૪૫, ૧૭૦ અનેકાંતવાદ ૧૧૧-૨, ૧પ૪ અન્યયોગવ્યવદ ૧૩૦, ૧૮૦ અપરવૈરાગ્ય ૧૮૯ અપૌરુષેયવાદ ૧૧૨, ૧૬૬, ૧૮૫. અભયચૂલા ૧૭ અભયદેવ ૭૪ ટિ૦, ૮૯, ૧૦૦, ૧૦૯,
૧૧૪, ૧૨૨-૪, ૧૩૭, ૧૪૦-૪,
૧૪૬-૭, ૧૫૪, ૧૫૯, ૧૬૦;
–નવાંગીતિકાર ૧૬૮ અભાવકારણનાદ ૧૭૦ અભિધાનરાજે ૧૪૦ ટિ. અભેદવાદ ૧૨૦, ૧૨૫, ૧૬૮-૯ અમદાવાદ ૧૩, ૨૧ અમરકોશ ૫ ટિ, ૧૫૬, ૧૮૧ ટિ. અમરસિંહ ૬૩ ટિ. અગવ્યવહેદ ૧૩૦ અલંકાર પત્ર અવંતિ ૫૩, ૯૫ અવંતિસુકમાલ ૯૩ ૦િ, ૯૪, ૯૫ અશોક ૩૫ અશ્વઘોષ ૧૩૪-૫, ૧૭૯ ટિ, ૧૮૨-૩ અષ્ટસહસ્ત્રી ૬૫ ૦િ, ૧૧૪, ૧૭૨ અસત્કાર્ય ૧૬૭ અસવંશવાદ ૧૮૫ અસંગ ૭૨, ૧૩ર-૩, ૧૩૮ અસ્તિત્વ અને નાસ્તિત્વવાદ ૧૭૦ અહેતુવાદ ૧૭૧ અંક ૩૦ અંગ ૧૫૯ આ૦ ૧૪, ૨૪-૫ આકસિમકત્વવાદ ૧૭૦
૨૪
Page #342
--------------------------------------------------------------------------
________________
કર૫
ઉત્તરાધ્યયન ૧૪૧ ઉત્તરમીમાંસા ૫૦, ૧૬૦, ૧૬૨ ઉત્તહિંદુસ્તાન ૧૫૧, ૧૫૯, ૧૬૦ ઉત્પાદબંગ-સ્થિતિ-વાદ ૧૬૨ ૩ ઉદયસાગરસૂરિ ૧૭૮ ટિવ
ઉપજાતિ ૧૫
આગમ ૧૪૬, ૧૫૮, ૧૬૪, ૧૬૬ આગમવાદ ૧૧૨, ૧૭૦ આચારાંગ ૮૯, ૯૩ ૦િ, ૧૦૨,
- ૧૨૯, ૧૫૬ આવક ૧૧૩, ૧૭૫, ૧૭૮
( જુઓ નિયતિ) આણંદસાગરજી ૧૩ આત્મરૂપવાદ ૧૭૦ આત્મવ્યાપકતાવાદ ૧૬૬ આદિસાંખ્ય – કપિલ ૧૮૧ આપ્તપરીક્ષા ૧૮૫ આપ્તમીમાંસા ૧૦૯-૧૧૩, ૧૫૯ ટિ,
૧૭૦, ૧૮૦, ૧૮૫ આ૦ પ્રતિ ૧૪, ૨૨ (જુઓ આ૦) આર્યભટ્ટ ૩૫ આર્યસિદ્ધાંત ૩૫ આર્ચ સુહતી (જુઓ સુહસ્તી) આર્યાદ ૧૫૨ આવશ્યકચૂણિ ૯૩ ટિવ આસ્રવ ૧૮૯ ઈસિંગ ૬૬ ટિવ.. ઇસ્લામી ધમ ૧૬૧ ઇડિયન હિસ્ટોરિકલ કવાર્ટલ ૧૩૩ ટિ ઈદ્ર ૧૮૦-૧ ઈશ્વરકત્વવાદ ૧૬૬ ઈશ્વ૨કારણવાદ ૧૭૦ ઈશ્વરકૃષ્ણ ૧૫૩, ૧૮૮ ઉજજયિની, ઉર્જાની, ઉજજૈની ૬૧,
૭૬, ૭, ૮૧, ૮૪, ૮૮, ૮૯,
૯૩ ટિ૦, ૫ ઉડિયાલિપિ ૨૬ ટિવ
ઉપનિષદ્ ૫૦, ૧૪૬, ૧૫૬, ૧૬૩,
૧૭૫, ૧૭૮, ૧૮૨, ૧૮૮ ઉપયોગાભેદવાદ ૫૮ ટિવ ઉમાસ્વાતિ ૧૦૩-૪, ૧૦૬,૭,
૧૫૨-૩, ૧૫૯ વેદ ૧૫ ચાએ ૧૫૭, ૧૮૮ *સૂત્રનય ૧૬૦, ૧૧૪ ઋષભદેવ ૮૪, ૮૭, ૮૯ એકાંતવાદ ૧૧૧-૨ એ પીગ્રાફીઆ હડિકા ૨૯ ટિવ એવંભૂતનચ ૧૬૦ એઝા ૧૯ કચ્છ ૧૩ કચ્છપી પુસ્તક ૯, ૧૦ કઠઉપનિષદ ૧૮૨ ટિ. કણાદ ૧૧૭, ૧૩૧, ૧૭૧-૨, ૧૮૮ કથાવલિ ૫, ૮૬, ૧૧૪, ૧૧૫ કર્ણાટક ૮૭ કમરાજ ૧૪૩ કપિલ ૧૧૭, ૧૮૫ કમલશીલ ૧૩૭. કર્માર (ગામ, નગર) ૭૮,૭૯, ૮૯, ૯૩ કલકત્તા ૧૩ કલ્પસૂત્ર ૯૦-૧
Page #343
--------------------------------------------------------------------------
________________
•
૩૨૬
કલ્યાણમંદિર ૮૩,૯૭,૯૯, ૧૦૦૮,
૧૦૨, ૧૮૧, ૧૮૩ કલ્યાણવિજયજી ૫૮ ≥િ૦, ૯૨ ટિ કસાયપાહુડ ૧૨૬ કડ ૧૫૬
કથારિકાકુડગ ૯૪
કૅમિકા ૫, ૬
કાગળ ४
કાઠિયાવાડ ૧૩, ૬૮
કાત્યાયન ૭૬, ૮૯
કાંડ ૧૫૬ કાંતિવિજયજી કામરૂદેશ ૭૮
૧૩
કારણસમવાયવાદ
૧૭૧
કારણકાંતવાદ ૧૧૨ કા કારણભેદાભેદવાદ ૧૦૦
કાલિદાસ ૬૨, ૬૩ ૮િ૦, ૯૪ āિ૦, ૯૫,
૧૩૪-૫, ૧૭૭, ૧૮૨, ૧૮૭, ૧૮૬, ૧૮૭ ટિ。
કાવ્યપ્રકાશ ૧૪૨
કાવ્યાલ કાર ૧૩૮ ૦
કાળ આદિ (પાંચ) કારણવાદ કાશીતી
· Keith,
સૂચિ
૧૭૦
Indian Logic and
Atomism ૭ ટિ૦ કુટુંબેશ્વર ૯૩ ટિ કુંડંગ ૯૫
૧૮૭
કુંડગેશ્વર ૮૧, ૮૬, ૮૯, ૯૩, ૯૫ કુમાર કુમારસ‘ભવ ૧૩૪, ૧૮૨ ટિ૦, ૧૮૩ કુમાલિ ૧૧૬ ૦િ
કુમુદચંદ્ર ૭૭, ૮૯, ૯૦, ૯૯, ૧૦૨ કું’ડગ્રામ ૯૩ ટ૦
કુંદકુંદ ૧૦૩૭, ૧૨૦, ૧૨૪, ૧૫૪ કૃપાચ૬૭ ૧૩
કેવલાદ્વૈત ૧૬૦ વલિવલાહાર ૧૬૯
કેવલાપયેાગ ૧૨૦
કાચડા 13
કલાટ ૩
*મવાદ ૧૨૦-૧, ૧૨૫, ૧૬૮-૯ ક્રમાપયેાગવાદ ૬૮
ક્રાઉઝ ૬૨ ૦, ૯૩
ક્ષણભગવાદ ૧૬૭
ક્ષપણક ૬૧, ૬૩ ૦ ક્ષમાશ્રમણ (જીએ જિનભદ્ર)
ખંભાત ૧૫
ખડિયો ૯
ખાખા
૧૭
ખ્રિસ્તી
૧૬૧
ગટ્ટ ભિલ્લ
R
ગડિકા ૧૫૬ ગડી પુસ્તક ૯ ગધવતી ઘાટ ૯૩ ટ
ગંધહસ્તી ૮૯, ૧૦૧, ૧૦૨, ૧૧૯, ૧૨૫, ૧૪૭ ટિ૦
ગભીરવિજયજી ૧૩ ગાયકવાડ એરિ॰ સિરીઝ ૧૩૬ ૦ ગાંઠ ૫
ગિરનાર ૯૦
ગીતા ૧૭૯ ૮૦, ૧૮૨-૩, ૧૮૯ ગુણધર આચાય ૧૨૬
Page #344
--------------------------------------------------------------------------
________________
ગુવચનદ્વાત્રિંશિકા ૬૨, ૧૮૪ ગુલામવિજયજી ૧૩
ગુપ્તકાળ ૨૫૯
ગુપ્તવશ ૯૪
ગુજરાત ૧૩, ૧૪૪
ગેાકળભાઈ
૧૩
ગેાની ૧૭
ગૌડ ૯૩
ગૌતમ ૭૦, ૧૭૦, ૧૮૮
યાત્ર ૨૫
ગ્રંથી ७
ગ્રીક લેાકા ૧૮૭
ઘટકર ૩
ચતુવિ‘શતિ પ્રખધ ૭૫, ૮૭, ૯૭ ચરે ૧૭૫, ૧૮૪ ટ૰
ચાંચળબહેન ૧૩
ચડીશતક ૧૭૮
ચંદ્ર ૧૪૪
ચદ્રકુલીચ ૧૪૪
ચદ્રગચ્છ ૧૪૨, ૧૪૪ ચંદ્રગુપ્ત ૬૨ ટિ, ૯૪
ચંદ્રપ્રભ ૧૪૪
ચદ્રપ્રભસૂરિ ૮૬ ચિત્તોડ ૯૩
ચિત્રકૂટ ૭૮, ૮૯, ૯૩
ચીન ૧૩-૭
ચીર જીલાલ ૨૧
ચૂર્ણિ` ૫૭, ૧૫૮-૯, ૧૬૮
દ ૧૫૩
ણ ૫, ૮ છાંદોગ્ય ૧૦૫ ટિ
સૂચિ
ઝિવાડી પુસ્તક
૧૦
જયધવલા ૧૨૬૭
જયવિજયજી
13
જ. સ. એ. સા. ૭૦, ૭૨, ૧૩૩ ટિ,
૧૩૭ ટિ૦, ૧૮૮ દિ॰
જલ્પા ૧૮૬
જમ્મૂકવિ ૧૭૮ જ'ભૂવિજય ૬૬ ટિ
જાકુટિ ૮૫
જાતિવાદ ૧૭૧
જીત૫ ૬૦ ટ જિનદાસ,જિનદાસગણિ
३२७
મહત્તર
૫૭, પટિ૦, ૬૦, ૬૧ ઢિ, ૧૧૯, ૧૪૭ ટિ૦
જિનભ, જિનભદ્રગણિ ક્ષમાશ્રમણ ૬૦, ૬૧ ટિ૦, ૬૮, ૧૧૫, ૧૧૭૯, ૧૨૨-૩, ૧૪૪, ૧૪૭ ટિ૦, ૧૫૪, ૧૬૫, ૧૬૯
જિનવિજયજી ૬૦ ટિ૦, ૬૧ ઢિ૦, ૬૮ ટ
જિનશતક ૧૭૮
જિનેશ્વર ૧૪૩, ૧૪૪
જીવસમાસવૃત્તિ
૪૨
જીગલિશાર ૫૦, ૬૯, ૭૩, ૧૦૧ નુજબળ ૮
જૈન, “અનેકાંતવાદ ૧૬૧; આગમ, વાડ્મય, શાસ્ર,સાહિત્ય,સૂત્ર ૧૦૩, ૧૩૦, ૧૪૫, ૧૫૧, ૧૫૩૪, ૧૫૬-૮, ૧૬૦, ૧૬૮; – આચા ૧૬૧; – તીથ કર ૧૧૦, ૧૮૧, ૧૮૫૬-દર્શન, ટ્ટિ ૫૦, ૧૦૯, ૧૩૮, ૧૪૫-૭, ૧૬૧,
૧૬૫-૭,
Page #345
--------------------------------------------------------------------------
________________
૩૮
૧૭૨, ૧૭૫, ૧૭૭૮, ૧૮૦-૧,
૧૯૦-૨૬ - પરપરા
૧૧૫,
૯૫, ૧૨૦, ૧૬૯; ~ સપ્રદાય ૧૭૫ જૈન ગ્રંથાવલિ ૫૬ ટિ૦ જૈનધમ પ્રસારક સભા ૧૭૩ ટિ。 જૈનસાહિત્ય સાધક ૧૬ ટિ૦, ૧૯૨ િ જેને દ્રવ્યાકરણ ૭૬, ૧૮૦ િ જૈમિનિ ૧૧૨, ૧૩૧
જ્ઞાનબિંદુ ૧૨૩ ટિ૦, ૧૪૭ ટિ જ્યાતિષ ૫૦
ટિકેટ ૧૩૫
ટચ્ચી, પ્રા૦ ૭૦, ૧૩૩ ટિ૦, ૧૬૬
ઢાકુરસીહે ઠાકરશી ૧૬
ડભાઈ ૧૩, ૨૧
ડેમી ૮
ડહેલાના ભંડાર ૧૩
સૂચિ
તત્ત્વખાધવિધાચિની ૧૪૦-૧, ૧૪૩,
૧૫૦-૧
તત્ત્વવેશારદી ૧૫૧
તત્ત્વસ’ગ્રહ ૩૯, ૬૪ ૦િ, ૧૧૬ ટિ૦,
૧૩૭, ૧૬૬, ૧૦૧-૨
તત્ત્વસંગ્રહપ‘જિકા ૧૩૭ ટિ૦ તત્ત્વાદ્વૈત ૧૬૭
તા ૬૭, ૧૦૭ તત્ત્વાથટીકા ૧૧૯ ૦
૧૦૧
તાય ભાખ્ય તત્ત્વા ભાષ્યવૃત્તિ ૯૮ ૦, ૧૨૫ તત્ત્વાથ વિવેચન ૧૦૧ તત્ત્વાથ શ્લાકવાતિક ૧૨૮ ટિ૦, ૧૫૯ ટિ૦, ૧૬૫ ટિ, ૧૭૧
૧૫૯
તત્ત્વાર્થાધિગમસૂત્ર તથાગત ૭૧ ટિ, ૧૮૧
ત
૧૫૦, ૧૭૦
તા. ૧૪
તાડપત્ર ૪, ૬, ૧૪
તાલરાસક ૮૪, ૮૯, ૯૩ ત્રિકાંડ ૧૫૬
ત્રિંશિકા ૧૩૩૪, ૧૫૪
ત્રિપાટ
૧૧
ત્રિપાઠ ૧૧
ત્રિભુવનગિરિ ૧૪૩ ત્રિમૂર્તિ ૧૮૧
દક્ષિણ ૧૩, ૮૪-૬, ૮૭ દક્ષિણ હિંદુસ્તાન ૧૫, ૧૬૦ દક્ષિણાપથ ૮૫
દૃભવતી ૨૧
દેશ નગ્રંથા ૧૫૭ દશ નજ્ઞાનમીમાંસા દાવકાલિક 忘
દશાસૂણિ ૫૮ કિંવ
કડ
४७
દ્દિગંબર – આચાય ૧૦૧, ૧૨૫, ૧૨૭;
-
- પરંપરા, સપ્રદાય ૫૬, ૬૭, ૧૦૧, ૧૦૯, ૧૨૦, ૧૨૬, ૧૪૦, ૧૪૮૯, ૧૬૯, ૧૭૨, ૧૭૫; -- સાહિત્ય ૧૧૯, ૧૨૮, ૧૫૪, ૧૫૯, ૧૬૫
દિમાગ ૬૬ ટિ, ૭૩, ૧૩૫-૮, ૧૮૭ દિવાકર, સિદ્ધસેન ૫૬, ૬૬, ૬૯,
૧૬૭ ૩૦
૭૪-૮૯, ૯૧-૩, ૯૬-૧૦૨, ૧૨૫,
૧૫૩, ૧૭૮ (જીએ સિદ્ધસેન)
Page #346
--------------------------------------------------------------------------
________________
દિવેકર ૧૩૭ ટિક દૃષ્ટિપ્રબોધ ૧૮૯ દષ્ટિવાદ ૧૫૬ દેવચંદ્ર ૧૪૪ દેવનદી ૬૬, ૧૦૮ દેવનાગરી ૨૬ દેવપાળ ૭૮, ૮૭, ૮૯, ૯૩ દેવપ્રભ ૧૪૪ દેવર્ષિ ૭૬ દેવશ્રી ૭૬ દેવસુંદરસૂરિ ૧૬
દ્રવ્યાત ૧૬૦, ૧૬૭ દ્રવિડી ૩૯ દિવ્યગુણ-ભેદભેદવાદ ૧૭૦ દ્વાર્નાિશિકા ૧૩૧, ૧૮૦ દ્વાદશાનિયચક્ર ૬૯, ૧૧૪ દ્વત ૧૬૦ દ્વૈતાદ્વૈત ૧૬૦ - ધ જૈન ટીચર્સ ઓફ અકબર ર૯ ટિ ધનંજય ૮૫ ધનંજયનામમાળા ૧૪૮ ધનેશ્વર ૧૪૩-૪ ધરણે ૮૩ ધમકીતિ ૬૯, ૧૧૫, ૧૩૭૯,
૧૮૭ ટિવ ધર્મઘોષ ૧૪૪ ઘમલિપિ ૩૫ ધર્મસંગ્રહણી ૧૧૯ ટિ, ૧૨૪ ધર્મોત્તર ૧૧૫ ધવલા ૧૨૬-૭
ધ્યાન ૧૭૨, ૧૮૯ ધ્રુવ ૧૩૬ ટિવ નય ૧૨૮, ૧૫૫, ૧૭૧ નયચક્ર ૬૫, ૧૨૪, ૧૨૮ નયવાદ ૧૬૪-૫ નયરત્ન ૬૧-૨, ૧૫૯, ૧૬૧ . નવાંગીવૃત્તિકાર અભયદેવ ૧૬૮ નદીચૂણિ ૫૭, ૫૮ટિ, ૧૧૯ ટિ નદીટીક ૧૨૩ કિ નદીસૂત્ર પ૭, ૯૧, ૧૬૮ નાગરીપ્રચારિણે પત્રિકા ૬૨, ૯૨ ટિ નાગાર્જુન ૧૩૨, ૧૫૩, ૧૮૮ ટિ,
૧૮૯ નારસિંહ ૯૫ નાસદીયસૂક્ત ૧૦૫ નિંબાર્ક ૧૬૦-૧ નિઆકસ ૪ નિત્યવર્ણવાચંકવાદ ૧૬૭ નિયતિ (આજીવિક) દર્શન ૧૭૮, ૧૮૯ નિગ ૧૭૨ નિયુક્તિ ૧૧૮, ૧૫૮ નિવાણકલિકા ૯૧ ટિગ નિશીથ ૫૭ નિશીથચૂર્ણિ ૫૭, ૫૮ ટિવ નિશીથભાષ્ય ૬૦ નિશ્ચચલાવિંશિકા - ૧૮૯ નેમિચંદ્ર ૧૪૪ નિગમન, ૧૨૮ નિયાચિક ૧૧૨, ૧૬૬, ૧૮૫ ન્યાય ૫૦,૭૨, ૧૩૧ ટિ,૧૪૬,૧૬૧,
૧૭૧-૨, ૧૭૮, ૧૮૮
Page #347
--------------------------------------------------------------------------
________________
ન્યાકુમુદચંદ્રોદય ૧૫૩, ૧૭૨ . ન્યાયગમાનુસારણું ૬૫ ન્યાચપ્રવેશ ૭૧ ટિ૭, ૭૨, ૮૦, ૮૧,
૧૩૬.૮ ન્યાચબત્રીશી ૧૮૮ : ન્યાયબિંદુ ૭૦, ૧૧૫, ૧૩૮ ન્યાયમંજરી ૧૫૭ ન્યાચમુખ ૭૧ ટિ, ૭૨, ૧૩૬, ૧૩૮ ન્યાચવાર્તિકતાત્પર્યટીકા ૫૧ ન્યાયસૂત્ર ૭૦, ૧૭૦ ન્યાયાવતાર ૭૦, ૭૨, ૮૩, ૯૬,
૯૭, ૯૯, ૧૦૦ ટિ૦, ૧૦૫, ૧૦૯, ૧૨૪, ૧૨૬, ૧૨૯, ૧૩૬, ૧૩૮, ૧૭૩, ૧૭૮ ટિ
પાદલિપ્ત ૬૬, ૭૬, ૮૮ પાદલિપ્ત સૂરિ ૮૫, ૯૧ પાનું ૩ પારસ ૧૭ પારસી ૧૬૧ પારસંચિક ૮૧, ૮૯ પણ ૩ પાર્શ્વનાથ ૮૪, ૮૬, ૮૭, ૯૬ પાર્શ્વનાથચરિત્ર ૬૪ ૦િ, ૧૪૨ પાલણપુર ૧૩ પાલિપિટક ૧૫૬ પિટક ૧૪૬ પિશાચમુકતેશ્વર ૯૫ પુણ્યવિજયજી ૧૨ પુરણચંદ્ર ૧૩ પુરાતત્ત્વ ત્રિમાસિક ૧૨ પુરુષોત્તમ – વિણ ૧૮૧, ૧૮૩ પુષ્પદંત ૧૨૬ પૂજ્યપાદ ૬૬, ૧૦૮, ૧૫૯ પૃના ૧૩ પૂર્ણભદ્ર ૧૪૪ પૂર્વમીમાંસા ૫૦, ૧૬૧, ૧૬૩ પેઠાણ ૮૫, ૮૮ પિશાચી ૧૫૧ પૌરુષેયવાદ ૧૧૨ પ્રકરણ ૧૫૦ પ્રકરણાયવાચા ૭૧, ૧૮૮ ટિ પ્રકૃતિપુરુષતવાદ ૧૬૬ પ્રજ્ઞપ્તિપ્રવેશિકા ૧૯ પ્રતિ ૩ પ્રતિ ૧૧
પત્ત ૩ પદ્મદેવ ૧૪૪ પરમભાગવત ૯૪ ટિવ પરવરાગ્ય ૧૮૯ પરિણામવાદ ૧૬૩ પરિશિષ્ટપર્વ ૯૪ ટિવ પરીક્ષામુખ ૧૬૫ ટિવ પશ્ચિમ હિંદુસ્તાન ૧૫૧. ૧૬૦ પચપાટ ૧૧ પંચપાઠ ૧૧ પંચવતુ ૫૬, ૧૦૦ ટિવ , પંચાસ્તિકાચ ૧૦૪-૬, ૧૫૩ પંજાબ ૧૩ પાક ૧૨૯, ૧૪૧ પાટણ ૧૩, ૧૯, ૧૩૭ ટિ. પાઠાંતર ૫૦ પાણિનીય ૧૫૭
,
Page #348
--------------------------------------------------------------------------
________________
સૂચિ
૩૧
પ્રતિમા ૧૭ર પ્રતિષ્ઠાનપુર ૮૫, ૮૯ - પ્રદ્યુમ્નસૂરિ ૮૬, ૧૪૩, ૧૪૪ પ્રધાનાત ૧૬૭ પ્રબંધચિંતામણિ ૫, ૮૭, ૯૦,
પ્રભાચંદ્ર ૬૩, ૬૫, ૮૬, ૧૪૨,
૧૪૪, ૧૫૯ પ્રભાચંદ્રની પ્રશસ્તિ ૧૪૨-૩ પ્રભાવક ચરિત્ર ૬૩, ૬૫, ૭૫, ૮૬-૭,
૮૯-૯૩, ૯૬-૭, ૧૦૨, ૧૧૪, ૧૪૨ પ્રમાણસમુચ્ચય ૪૫, ૬૯ પ્રમેયકમલમાર્તડ ૧૫૩, ૧૭૧-૨ પ્રવચનસાર ૧૦૪-૬, ૧૨૦ ૦િ,
૧૫૩, ૧૫૪-૫, ૧૫૯ પ્રવચનસારોદ્ધાર ૧૪૧ પ્રવતિનીપદ ૧૭ પ્રાકૃવ ૭૪, ૮૦, ૮૮, ૧૦૩, ૧૪૭,
૧૪૯, ૧૫-૩ પ્રાગ્વાટ–પોરવાડ ૧૭ પ્રાચીન લિપિમાળા ૨૬, ૩૩ પ્રાયોપવેશન ૮૫ કાંટિયું ૮ બત્રીશીએ ૯૬, ૯૮, ૯, ૧૦૦,
૧૧૦-૧, ૧૨૪-૫, ૧૩૦-૫, ૧૭૩ ઇ. બલમિત્ર ૬૨, ૮૫ બહિરર્થ પરીક્ષા ૬૪ ટિ બંગલા લિપિ ૨૬ ટિ બંગાળા ૧૩ બંગીચ વિશ્વકોશ ૯૫ ટિ બા૦ ૧૪, ૨૦, ૨૫, ૨૭
બાણ ૧૮ બાદરાયણ ૧૩૧ બાલુચર ૧૩ બુદ્ધ ૧૧૩, . ૧૩૫, ૧૬૨, ૧૭૮,
૧૮૧, ૧૮૩, બુદ્ધચરિત ૧૩૪, ૧૮૨ ટિવ બુદ્ધિપ્રકાશ ૬૬ ટિવ મૂહુર ૨૮-૯ Buddhist logic before Dinnaga
૧૮૮ ટિવ બૂ૦ ૧૪, ૧૫, ૧૭, ૨૫ બૃહથ્રિપનિકા ૬૪ ટિ બહથ્રિપણિકાકાર ૧૧૪ બૌદ્ધ, ધર્મ, પંથ ૫, ૧૩૮, ૧૮૫;
-દર્શન, વાદ ૫૧, ૧૬૦-૧, ૧૬૭, ૧૭૧, ૧૭૮, ૧૮૮-૯, ૧૯૦, ૧૯૨; - વાદીઓ ૬૫, ૧૩૫-૭;
- સાહિત્ય, શાસ્ત્ર ૧૩૬, ૧૪૬, : ૧૫૪, ૧૫૬-૭, ૧૬૨, ૧૮૧;
- વિદ્યાપીઠે ૧૫૯ બીપિટક ૧૭૯ ટિ બૌદ્ધવ્યંતર ૬૫ બ્રહ્મજાલસુત્ત ૧૫૬ બ્રહ્મ પરિષદ ૧૮૭ બ્રહ્મા ૧૮૧ બ્રહ્મતત્ત્વ ૧૮૮ બ્રહ્માત ૧૫૯, ૧૬૬-૭ બ્રાહ્મણધમ ૧૮૨ ભક્તામર ૧૮૧, ૧૮૩ ‘. ભક્તિશતક ૧૭૮ ભગવદ્દગીતા ૧૬૩ કિ.
Page #349
--------------------------------------------------------------------------
________________
સૂચિ ભટ્ટાચાર્ય, પ્રો. વિધુશેખર ૧૩૫ ટિ, મરાઠા સમચ ૯૫ ૧૩૬
માલધારી ૧૧૮ ભદ્રેશ્વર ૭૫, ૧૪૪
માલધારી હેમચંદ્ર ૪૨, ૧૨૩ ભરતેશ્વર ૧૪૪
મલયગિરિ ૬ ટિ૭, ૧૬૮ ભરૂચ ૮૪, ૮૫, ૮૮-૯
મલ્લવાદી ૬૫, ૬૯, ૧૧૪૫, ૧૨૪, ભતૃહરિ ૧૬૭
૧૪૭ ટિ૭, ૧૫૯ ભાગવત ૪૧
મલ્લેિષણ ૭૪ ટિ, ૧૩૦ ટિ ભામહ ૧૧૬ ટિ, ૧૩૭૮
મહિલણ પ્રશસ્તિ ૬૪ ટિવ ભારતીય પ્રાચીન લિપિમાળા ૪ ટિ,
મષી ૫ ૧૨
મણીપાત્ર ૮ ભારતીય વિદ્યા ૬૧ ટિ, ૬૮ ટિ
મશીભાજન ૮ ભાવનગર ૧૩, ૧૭૩ ટિવ
મહં–મહેતા ૧૬ ભાવરત્ન ૬૩ ટિવ
મહણા ૧૭ ભાષ્ય ૧૫૮; – (તસ્વાર્થ) ૧૦૧;
મહાકાલ ૮૯, ૯૨, ૯૩, ૯૪, ૯૫ -(વિશેષાવશ્યક) ૧૧૫ ઇ૦, ૧૬૮
મહાકાલપ્રાસાદ ૮૭ ભાષ્યકાર ૧૧૫
મહાદેવ ૧૩૫, ૧૮૨ ભાસ્વામી ૧૦૧ ભાસ્વામીશિષ્ય ૧૦૨
મહાભારત ૪૧, ૫૦ ભા. ૧૪, ૨૧, ૨૫
મહામતિ ૧ર૯ ટિ.
મહાયાન ૧૬૩, ૧૭૫ ભાંડારકર પ્રાચ્યવિદ્યા સંશોધન
મહાવીર ૯૩.૦, ૧૧૩, ૧૩૫, ૧૪૮ મંદિર ૧૩
-૧૫૦, ૧૫૮, ૧૬૨,૧૭૫, ૧૭૭૯, ભાંડારકર સ્મારક ગ્રંથ ર૯ ટિ.
૧૮૩, ૧૮૪, ૧૮૬, ૧૯૧ ભૂતબલિ ૧૨૬
મહાવીરચરિત્ર ૧૪૯ ટિ૮ ભેજ પત્ર ૪.
મહાવીરદ્વાવિંશિકા ૧૭૮ મજિઝમનિકાય ૧૭૯
મહેયર – શિવ ૧૮૧ મત્સ્ય ૯૫
માગધી ૧૫૧ મધ્યમકકારિકા ૧૩૨, ૧૫૩, ૧૮૯ માણિચંદ્ર ૧૪૨-૪, ૧૬૫ મધ્યમકવૃત્તિ પ૧
માણિજ્યચંદ્રની પ્રશરિત ૮૫ મધ્યમપ્રતિપદા ૧૬૨
માથુરી વાચના ૬૪, ૨ મધ્યમમાર્ગ ૧ ૬૨
માધ્યમિક ૧૬૦-૧, ૧૬૭ મધ્ય ૧૬૦
માલવિકાગ્નિમિત્ર ૧૩૫ ટિ, ૧૮૬ ટિવ મયુર ૧૭૮
માળવા ૬૨
Page #350
--------------------------------------------------------------------------
________________
સૂચિ
૩૩૩
માં. ૧૪, ૨૦, ૨૫, ૨૬ માંડળ ૧૩, ૨૧ મીમાંસક ૧૬૬-૭, ૧૮પ મીમાંસાસૂત્ર ૧૪૬ મીમાંથ્યાર્તિક ૧૬૩ ટિવ
મુષ્ટિ પુસ્તક ૧૦ મુસલમાન સમય ૯૫ મુંજ ૧૪૩ મુંદ્રા ૧૩ મુંબઈ ૧૩ મૂલાચાર ૧૧૩ મેઘદૂત ૯૪ ટિ, ૯૫ મિત્રેય ૧૩૨-૩, ૧૩૮ મૈથિલીલિપિ ૨૬ 2િ. ચશધર્મદેવ ૬૨ ચશેવિજય ૬૫, ૧૦૧, ૧૧૪, ૧૨૩,
૧૩૦-૧, ૧૪૭ ટિ, ૧૪૮, ૧૬૦,
૧૬૯, ૧૮૯ ટિ. યાકિનીસૂનુ હરિભદ્ર (જુઓ હરિભદ્ર) ચાકાબી, પ્ર. ૬૯, ૭૨, ૧૦૦ ટિ,
૧૮૭ ટિવ યુક્તકાંત ૯૩ યુગપદુપયોગવાદ ૧૧૪, ૧૨૦, ૧૨૪,
યોગિનતંત્ર ૧૨
નિપ્રાભૂત ૫૯ રધુવંશ ૯૪ ટિ, ૫ ટિ, ૧૩૪,
૧૮૨ ટિ. ૧૮૩ રતિવિલાપ ૧૮૩ રત્નકરંડકશ્રાવકાચા૨ ૭૩, ૧૦૯ રત્નાકર ૧૨૯ રાજપુતાના ૧૪૪ રાજગચ્છ ૧૪૨ રાજપ્રશંસાબત્રીશી ૧૮૭ રાજપ્રશ્નીચ ૫, ૬ રાજવાતિક ૧૨૫-૬ રામચંદ્ર ભારતી ૧૭૮ રામ (પિતા) ૮૬ રામાનુજ ૧૬૦-૧ રામાયણ ૫૦, ૯૩, ૧૫૬ રાયચંદ્ર ગ્રંથભંડાર ૧૩૭ ટિ.. રેવતાચલ ૮૫ . રિચલ ૮ લ૦ ૧૪, ૧૭ લક્ષ્મી (માતા) ૮૬ લખાટા ૭. લવીયસ્રયી ૧૨૬, ૧૫૯ લ૦ પ્રતિ ૧૪, ૧૭ લલિતવિસ્તર ૫ લહિયે ૩૬ લિપિ ૨૬
ગ ૧૬૧, ૧૬૩ યોગદર્શન ૫૦, ૧૮૯ ટિવ યોગસૂત્ર ૧૪૬, ૧૮૯
ગાચાર ૧૬૭ યોગાચારભૂમિશાસ્ત્ર ૭૦, ૭૨, ૧૮૮
લિગ્રાસન ૫, ૮ લીંબડી ૧૩ લીબડીના ભંડારનાં સૂચિપત્ર ૧૨ લેખિની ૫, ૮ લેટીન ૩૨, ૩૫
Page #351
--------------------------------------------------------------------------
________________
૩૩૪
સૂચિ
વિક્રમ ૬૧, ૭૭, ૮૭, ૯૧ વિક્રમ સંવત ૮૭ વિક્રમવૉલ્યુમ ૬૨ ટિવ : વિક્રમસ્મૃતિગ્રંથ ૯૩ ટિવ વિક્રમાદિત્ય ૬૨, ૭૬, ૮૫, ૮૯, ૮૯,
વિક્રમાક પ્રબંધ ૮૭ વિગ્રહવ્યાવતની ૧૮૮ ટિવ વિગ્રહવ્યાવર્તનીકારિકા ૧૩૨ વિજયવર્મા ૭૮, ૮૯, ૯૩ વિજ્ઞપ્તિમાત્રવાદ ૧૬૭ વિજ્ઞપ્તિમાત્રતાસિદ્ધિ ૧૩૩ વિજ્ઞાનવાદી ૭૧ ટિ, ૭૩, ૧૩૩-૫,
વજ ૯૦૧ વજસેન ૯૦-૧ વક્કર ૧૧૩ વડોદરા ૧૩, ૪૧ વતરણું ૫ વરરુચિ ૬૩ ટિવ વરાહમિહિર ૬૩ ટિવ વર્ણતિરક ૫ વર્ધમાન ૧૪૪, ૧૯૧ વલભી ૬૮ વલ્લભ ૧૬૧ વલ્લભમત ૧૬૨ વસંતતિલકા ૧૮૩ વસુબંધુ ૬ર ટિ, ૬૬ ટિ, ૭૩,
૧૩૨-૪, ૧૫૪ વસુરાત ૬૬ ટિ. વસ્તુપાળ પ૩-૪ વાડ ૧૪, ૧૮, ૨૫ વાકશ્યપદીય ૬૬ ટિ. વાચસ્પતિમિશ્ર ૧૫ર વાડીપાર્શ્વનાથ ૧૩ વાસ્યાયન ૭૦ વાદમહાર્ણવ ૧૪૩, ૧૫૦-૧ વાદવિધિ ૧૩૩ વાદિદેવ ૧૨૮-૯, ૧૬૦ વાદિરાજસૂરિ ૬૪ ટિવ વાદિવેતાળ શાંતિસૂરિ ૧૨૮, ૧૪૦ વાદોપનિષદ્ ૧૮૭ વાવ પ્રતિ ૧૮, ૨૫ વિજયાનંદ સૂરિ ૧૩ વિશિકા ૧૩૩-૪, ૧૫૪ વિ૦ ૧૪, ૨૫, ૨૬
વિદ્યાધર ૬૩, ૭૨ ટિ, ૭૩, ૭૬,
૮૫, ૮૮ વિદ્યાધર ગોપાલ ૯૧ . વિદ્યાધરવર આમ્નાય ૯૧ વિદ્યાધરી ૯૦ વિદ્યાનંદી ૬૫ ટિ, ૧૨૫, ૧૨૮,
૧૫૯, ૧૬૫,૧૭૧, ૧૭૨,૧૮૦,૧૮૫ વિદ્યાપીઠ ૩૯, ૧૦૧, ૧૩૭ ટિ વિદ્યાભૂષણ ૬૨ વિધિપક્ષીય આંચલિક ૧૭૮ ટિ વિનાયક ૧૮૧ ટિ. વિ૦ પ્રતિ ૨૩, ૨૪, ૨૫, ૨૬ વિમલનાથ ૧૦૯ વિશાલા ૭૬, ૮૪, ૮૫ વિશિષ્ટાદ્વૈત ૧૬૦. વિશેષણવતી ૬૮, ૧૧૫, ૧૧૯,૧૨૧-૨,
Page #352
--------------------------------------------------------------------------
________________
સૂચિ
૩૬૫ વિશેષાવશ્યક ભાષ્ય ૬૮, ૧૧૫-૧૨૩, શતપથબ્રાહ્મણ ૧૫૬ ૧૫૪
શત્રુંજય લેખ ૨૯ ટિવ વિષણુ ૧૮૧
શબ્દનિત્યત્વવાદ ૧૬૬ વીરનિર્વાણ ૧૨૬
શબ્દબ્રહ્મવાદ. ૧૬૭ વીરસેન ૧૨૫-૬
શબ્દાદ્વૈત ૧૬૦-૧, ૧૬૭ વરસ્તુતિ ૮૩, ૯૬
શાસ્ત્રવાર્તા ૧૧૬ ટિવ, ૧૨૫ કિ. વીલ ૧૬
શાસ્ત્રવાર્તાસમુચ્ચય ૧૨૪, ૧૫૯ ટિ વૃદ્ધવાદી ૬૩, ૭૫ ટિ, ૭૬, ૭૯,
શાહી ૧૨, ૪૨ ૮૫-૯, ૯૨, ૯૭, ૧૦૦, ૧૦૧
શાંકરમત ૧૬૦ વૃદ્ધાચાર્ય ૧૨૩
શાંતિરક્ષિત ૬૪ ટિ૭, ૧૬૬ વૃદ્ધિચંદ્રજી ૧૩
શાંતિસૂરિ ૧૨૮-૯, ૧૪૧-૩ વેદ ૫૦, ૧૪૬
શિવલિંગ ૮૩-૪, ૮૭, ૯૪ ટિ૭, ૯૬ દબત્રીશી ૧૭૮
શીલભદ્ર ૧૦૪ વેદવાદ ૧૮૮
શીલાંક ૧૦૨, ૧૨૮ વિદર્ભ ૧૭૭
શુદ્ધાદ્વૈત ૧૬ વૈતાલીય ૧૮૩
શુન્યવાદ ૧૬૭, ૧૮૮-૯ વૈદ્ય, પ્રે. પી. એલ. ૪૭, ૬૯
શેવ ૯૫ વૈદ્યક ૫૦
શૌરસેની ૧૫૧ વૈભાષિક ૧૬૭
શ્રવણબેલ્શલ ૬૪ ટિ વિયાકરણ ૧૬૭
શ્રાવકપ્રજ્ઞપ્તિ ૧૦૩ ટિવ રસ્વામી ૧૪૪
શ્રીચંદ્ર ૧૪૪ વૈશેષિક ૫૦, ૭૨, ૧૧૨, ૧૩૧ ટિo,
શ્રી તાડપત્ર ૧૮. ૧૪૬, ૧૬૧, ૧૬૬-૭, ૧૭૧, ૧૭૮
શ્રી ભાગ્ય ૧૬૩ વૈશેષિક દર્શન ૧૮૮
શ્રતસેન ૬૩ ટિ. વૈશેષિક બત્રીશી ૧૩૧ ટિ, ૧૮૮
શ્રૌતગ્રંથ ૧૫૭ વૈષ્ણવ ૯૫
શ્લોકવાતિક ૧૨૮ વ્યાકરણ ૫૦
શ્વેતાંબર પરંપરા ૬૭, ૧૦૯, ૧૪૦, વ્યાકરણ મહાભાષ્ય ૧૫૭
૧૪૮, ૧૬૯
વેતાંબર સંપ્રદાય ૫૬, ૧૦૧, ૧૨૦, શંકરસ્વામી ૭૩, ૧૩૫, ૧૩૭
૧૭૫ શંકરાચાર્ય ઉપર
શ્વેતાંબરીચ ૧૧૯, ૧૫૩, ૧૫૪, ૧૫૯,
૨
૯-૯
,
Page #353
--------------------------------------------------------------------------
________________
૩૩૬
સૂચિ વેતાશ્વતર ૧૬૩ ટિ, ૧૮૮, ૧૮૯ રમત ૨૩ વખંડાગમ ૧૨૬
સમતિત ૨૩ દર્શનસમુચ્ચય ૧૨૪, ૧૨૫ ટિ સમયસાર ૧૦૬ વનયવાદ ૧૨૮, ૧૬૪.
સમરાઈશ્ચકહા ૫૬ ટિ૭, ૬૯ ટિવ સલાહત પ્રતિષ્ઠાન ૧૩૦
સમુદ્રગુપ્ત ૬૨ ટિ, ૯૪ ટિ સતીશચંદ્ર વિદ્યાભૂષણ ૬૧, ૭૦ ટિo,
સમ્મર ૫૬, ૧૨૭, ૧૪૯ ૧૧૫, ૧૩૫ ટિવ
સમતિ પ૬, ૧૪૮-૧૫૦ સત્કાર્ચ ૧૬૭
સમ્મતિતક ૧૫૦ સદસવાદ ૧૭૧
સર્વજ્ઞત્વના અસંભવને વાદ ૧૬૬ સદ્ધમંપુંડરિક ૧૮૧
સર્વદેવ ૧૪૪ સમતિ ર૫, ૫૯, ૬૦, ૬૪ ટિ,
સર્વાર્થસિદ્ધિ ૬૭, ૧૨૮ ૬૫, ૬૮, ૬૮ ટિ૦, ૮૯, ૯૮
સહવાદ ૧૬૮ ટિ૭, ૯૯, ૧૦૦, ૧૦૪ ટિ,
સંકેત ૧૪૨ ૧૦૫-૭, ૧૦૯, ૧૧૧-૩, ૧૧૫-૭,
સંગમ ૧૮૪ ટિવ ૧૧૯, ૧૨૨, ૧૩૧, ૧૪૭૫૨,
સંઘવી ૧૩, ૧૭ ૧૫૬, ૧૫૯, ૧૬૦-૧, ૧૬૮-૯,
સંપુટફલક ૯, ૧૦ ૧૭૧, ૧૯૨
સંપત્તિ ૯૨ સન્મતિ (સુમતિ) ૬૪ ટિ
સંબંધ નિત્યવાદ ૧૬૭ સન્મતિટીકા ૧૧૯ ૦િ, ૧૨૨ ટિ,
સંમતિ ૧૮
સંવ૨ ૧૮૯ ૧૨૩ ટિ, ૧૪૭, ૧૪૮, ૧૫૯ .
સંસ્કૃત ૧૦૩, ૧૦૭, ૧૩૦, ૧૪૭, ૧૫૦, સન્મતિતક ૩, ૧૫, ૨૬, ૬૦, ૮૯,
૧૫-૧૬૦, ૧૭૪, ૧૭૭ ૧૦૦, ૧૬૧, ૧૯૨
સાગરેદુ ૧૪૪ सन्मतितर्फ प्रकरण १४८
સાણંદ ૧૩ સન્મતિપ્રકરણ ૯૮, ૧૦
સામાન્ય અને વિશેષવાદ ૧૭૦ સન્મત્તિકાળ ૯૮, ૧૪૮, ૧૫૦
સાંકળ ૫, ૮ સન્મતિવૃત્તિ ૧૦૦ ટિ, ૧૦૭ ટિ, સાંખ્ય ૫૦, ૧૧૩, ૧૩૧ ટિ, ૧૪૬, ૧૫૦
૧૬૧, ૧૬૩, ૧૬૬-૭, ૧૭૧, ૧૭૮, સપ્તભંગી ૧૨૮, ૧૬૪-૫, ૧૬૭, ' ૧૮૫, ૧૯૨ ૧૭૦, ૧૭૨
સાંખ્યકારિકા ૧૫૩, ૧૫૫ સમંતભ૮ ૭૩, ૭૪૦,૧૦૪-૫, ૧૦૮, સાંખ્યદર્શન ૧૮૮ ૧૫૯, ૧૭૦, ૧૭૮-૧૮૧
સાંખ્ય બત્રીશી ૧૩૧ ટિ, ૧૮૮
Page #354
--------------------------------------------------------------------------
________________
સાંખ્યયેાગ ૧૬૩ સિકર ૪ સિદ્ધષિ ૧૭૮ ૮૦
સિદ્ધશ્રી ૮૫
સિદ્ધસેન ૧૭૮
સિદ્ધસેન ૫૬, ૫૮-૬૧, ૬૨ ટિ, ૬૩,
૬૮, ૭૨-૪, ૭૬, ૮૦, ૮૫-૯, ૯૨ ટિ૦,૯૪ ટિ૦,૯૬-૯, ૧૦૨-૯, ૧૧૧, ૧૧૩-૪, ૧૧૭-૧૨૦, ૧૨૨-૧૩૯, ૧૪૬-૭, ૧ ૫૯, ૧૬૪-૫, ૧૬૮-૧૭૧, ૧૭૩-૫, ૧૮૦૫, ૧૮૭ ડિ૦, -૧૯૦-૧
સિદ્ધસેન આચાય
સૂચિ
૫૯, ૧૪૧, ૧૪૩,
૧૪૪
સિદ્ધસેનગણિ ૧૦૧-૨ સિદ્ધસેન દિવાકર ૫૬-૭, ૭૨-૪, ૭૯, ૮૫, ૯૯-૧૦૨, ૧૨૬,
૫ર
સિદ્ધસેનસુરિ ૫૬, ૭૭
સિદ્ધસેનીય પ્રશસ્તિ ૧૪૪ સિદ્ધહેમ ૧૧૪, ૧૧૫ સિદ્ધિવિનિશ્ચય ૪૫, ૫૯, ૧૭૨
f
૧૩૩ ટિ
સિપ્રા ૯૫ સિલ્વન લેવી સિંહક્ષમાશ્રમણ ૧૨૪, ૧૯ સિંહનાદ સુત્ત ૧૫૬, ૧૭૯ ટિ૦ સિહપુરી ૯૩ ટિ॰ સિંહસૂર ૧૦૧
સુગત ૧૮૧ સુખાભાવવાદ ૧૬૬ સુત્ત ૧૧
सुत्त ૧૫૬
સુધર્માસ્વામી ૯૧ સુપરરાયલ ૮. સુપ્રતિબદ્ધ ૯૦
સુમતિ ૧૮, ૨૨, ૬૪ ટિ॰, ૧૪૭ ટિ સુમતિ ( સન્મતિ ) ૬૪ ટિ૦
સુરત ૧૩
સૂત્રકૃતાંગ ૧૨૯ સૂત્રકૃતાંગ સુત્ત
સૂર્ય ૧૮૬ ૬૧-૩૦, સૂર્યશતક પાટિ ૯
૧૭.
સુપા પુસ્તક ૧૦ સાક્રેટિસ ૧૮૭
સેફ (Sophists ) ૧૮૭ સામતિલક ૧૬, ૧૭ સામતિલક સૂરિ ૧૬ ટિ૦, ૧૭
સુવિહિતસાધુ ૨૮ સુસ્થિત ૯૦
સુહસ્તી ૮૭, ૮૯, ૯૦, ૯૨, ૯૫
રક્ત ૧ ૫૭
સડ
સૂત્ર
૩ ૧
૧૧, ૧૫૭
૩૩૭
૧૫૬
સામનાથ ૯૫
સામસૂરિ ૧૭ સૌગતદાન ૧૧૭ સૌત્રાંતિક ૭૩, ૧૬૭
સૌદરાન૬ ૧૩૪, ૧૮૨ ટિ, ૧૮૩
સ્કંદ્ર ૯૫, ૧૮૭ ટિ૦
સ્કંદપુરાણ ૯૩ કિં
સ્કંદિલ ૬૩-૪, ૮૮, ૯૦-૨ દિલાચાય ૭૬, ૮૭, ૯૧
Page #355
--------------------------------------------------------------------------
________________
૩૩૮
ભતીય
૧૭
સ્તંભતીર્થ –ખભાત
૧૭
સ્તુતિકાર ૯૮, ૧૦૧, ૧૦૮, ૧૦૯ સ્તુતિષચક્ર ૧૮૨, ૧૯૪ સ્રોમુક્તિવાદ ૧૭૨
સ્થવિરાવલિ ૯૧
સ્ફાટવાદ ૧ ૬૭ સ્મા ૧૫૭
સ્મિથ, વિન્સેન્ટ, એ. ૨૯ ૦ સ્યાદ્વાદચર્ચા, `૧૫૯
સ્યાદ્વાદમ‘જરી ૫૧, ૭૪ ટિ૦, ૧૩૦
૦, ૧૫૧
સ્યાદ્વાદરત્નાકર ૪૫, ૧૨૯ સ્વતઃપ્રામાÄવાદ ૧૬૬
સ્વચ‘ભૂ ૧૩૦, ૧૭૯
સ્વયંભૂ-બ્રહ્મા ૧૮૧ સ્વચ ભૂસ્તાત્ર ૧૦૯-૧૧૨, ૧૮૦ ટિ, ૧૮૧ ટિ૦, ૧૮૨ સ્વામી સમતભદ્રે
૬૯ ટિ૦, ૧૦૧
સૂચિ
૧૭૯,
હરિચ'દ ૧૭ હરિભદ્ર ૯, ૫૬, ૬૪ ૦, ૬૫, ૧૦૦, ૧૦૨, ૧૧૪, ૧૧૯, ૧૨૪, ૧૪૦૦િ,
૧૫૯, ૧૬૮
સવિજયજી ૧૩
.
હુ
હા ૧૪, ૨૩
હાલાભાઈ ૧૩
હિસ્ટરી આફ ઇન્ડિયન
લેાજીક ૬૨
ટિ॰, ૭૦, ૧૧૫ ટિ, ૧૩૫ ટિ
હિંદુસ્તાન ૧૫૧, ૧૫૯, ૧૬૦ હીરવિજયજી ૩૯
હુએન્સીંગ ૫ હુશિયારપુર ૧૩ હેતુબિંદુ ૧૩૭ હેતુવાદ ૧૧૧, ૧૭૧ . હેત્વાભાસ ૧૭૧, ૧૯૨ હેમચંદ્ર ૪૯, ૫૩, ૯૪, ૧૦૦ ટ॰,
૧૧૪, ૧૧૫, ૧૩૦, ૧૩૪, ૧૫૬, ૧૬૦, ૧૮૦
Page #356
--------------------------------------------------------------------------
________________
- સન્મતિ-પ્રકરણની સૂચિ
અકતૃત્વવાદ ૩૧૫
અનંતગુણ (કાળું) ર૭૪, ૨૮ અકુશલ (આચાર્ય) ૩૨૦ ,
અનંત નાશ ૩૦૧ અકેવલપર્યાય ૨૬૩
અનંતપ્રદેશિક સ્કંધ ૨૩૯ અક્ષય ૨૪૬
અનંતસ્થિતિ ૩૦૧ અગતિમત ૨૮૮
અનાકાર દર્શન ર૩૯, ૨૪૩ અગ્નિ ૨૮૯
અનાગત ૮અર્થ વ્યંજન પર્યાય) ૨૧૬ અચક્ષુ (દશન) ૨૪૯
અનામત વિષય ૨૫૨ અચક્ષુદશને ૨૫-૩
અનાજ ૨૮૯ અજીવ ૨૦૨
અનાત્મવાદ ૩૧૪-૫ અજન (દર્શન) ૩૦૬-૯
અનાદિનિધન ર૬૨ અજ્ઞાત ૨૪૩
અનાવરણ ૨૪૬ અણ જાયું ૨૪૩
અનિત્યવાદી (બૌદ્ધદશન) ૩૦૮-૯ અણદીઠું ૨૪૩
અનિત્યપક્ષ ર૦૯-૧૦ અણુ ર૯૮ ઇ.
અનિવવાદ ૩૧૫ અતીત (અર્થવ્યંજન પર્યાય) ૨૧૬ અનિશ્ચિત (બેલનાર વાદી) ૩૧૬ અતીન્દ્રિય પરમાણુ (–ના ગુણ) અનુપાયવાદ ૩૧૫ - ૨૮૩ ૪૦
અનુમાન ૨૫૩-૪, ૩૧૬ અદહન ૨૮૯
અનેકાંત ૨૦૬, ૨૮૫, ઇ. અદૃષ્ટ ૨૪૩, ૩૧૨
અનેકાંતષ્ઠિ ૨૮૫-૯, ૩૧૭; અછવાદી ૩૧૩
-ગતિ, અગતિમાં ૨૮૮; અદ્રવ્ય ૨૮૮ ઇ
-દહન, અદહનમાં ૨૮૯; અતવાદી ૨૧૩
–ભાવાત્મકતા અને અભાવાત્મક્તામાં અધમ ૨૨
૨૮-૨૯૦; અધઃસપ્તમી પૃથ્વી ૨૩૯
-શ્રદ્ધા અને બુદ્ધિના વિષયમાં ૩૦૩; અનભિસંધિજવીચ ૨૯૪
–સદ્વાદ અને અસદ્ધાદ અંગે ૩૧૦ અનંત ૨૪૬, ૨૫૭, ૨૬૨
–અને કાર્યકારણને ભેદભેદ ૩૧૦; અનંત ઉત્પાદ ૩૦૧
-અને વાદી ૩૧૬; ૩૩૯
Page #357
--------------------------------------------------------------------------
________________
- જ્ઞાન ૩૨૦
૨૫૩
૩૪૦
સન્મતિ પ્રકરણ –ને નાશ કરનાર સૂત્રધર ૩૧૯; અભેદસ્પશી દેશના ૨૨૫ -અને ક્રિયા તથા જ્ઞાન ૩૨૨ , અભોકતૃત્વવાદ ૩૧૫ અનેકાંતવાદી (આપ્ત) ૨૭૮
અલ્પપગમ ૨૪૭ અનેકાંતશાસ્ત્ર ૨૧૩, ૨૧૯
અમૂર્ત (ગુણ) ૨૮૩ અપરિણામી ૨૦૯
અમૂર્ત દ્રવ્ય ૨૯૨ અપરિશુદ્ધ ઉત્પાદ ર૯૦
અમૃત આપનાર ૩૨૩ અપરિશુદ્ધ નયવાદ ૩૦૬
અમૃતચંદ્ર ૨૮૭ ટિવ અપર્યાવસિત ૨૫૯ (જુઓ સાદિ અમૃતસાર ૩ર૩ અપર્યાવસિત).
અરાજપર્યાય ૨૬૩ અપવને ૨૮૯ :
અરિહંત ર૭૩ “અપેક્ષા વિશેષ” ૨૨૧
અલંકારશાસ્ત્ર ૨૦૦ ટિ. અપ્રમાણ (મિથ્યાત્વ) ૩૦૬
અર્થ –ની સંગતિ ૨૪૭; ને ઉપાલંભ અપ્રયત્નજન્ય ઉત્પાદ ૨૯૦ ,
ર૫૪;-(સાધ્ય)નું સાધન ૩૧૬;-નું અપ્રાપ્તપદાર્થવિષયક (ચક્ષુજન્યજ્ઞાન).
અર્થગત વિભાગ ૨૧૫ - અપ્રાપ્યકારી (ઇદ્રિ) ૨૫૩ અર્થનિયત વિભાગ ૨૧૫ અબાધિત વ્યવહાર ૨૬૬
અર્થાપચય ૨૧૫, ૨૧૮, ૨૨૨, ૨૫૯, અભવ્ય ૩૦૨, ૩૦૪
૨૬૯-૭૦ અભાવાત્મક ૨૬૯, ૨૮૮
અર્થબોધ ૨૩૫ અભિજ્ઞવકતા ૨૩૩
અર્થ મર્યાદા ૨૫ અભિનિબંધરૂપ જ્ઞાન ૨૫૮
અથ વિભાગ ૨૦૦ ટિ અભિન્ન ૨૧૫-૮, ૨૮૩, ૨૯૪ અર્થાતરપણાની પ્રાપ્તિરૂપ વિનાશ અભિન્નતા અને ભિન્નતા ૩૧૦ 1. ૨૯૧ અભિલાષા (ગુણેની) ૨૨૪
અર્થાતરભૂત (-પરપર્યાય) ર૧૯ અભિસંધિજ વીય ર૯૪ . અર્પિત (-ઉપસ્થિત) ૨૨૪ અભેદ ૨૬૮;
અવક્તવ્ય ૨૧૯ -દ્રવ્ય ગુણને ૨૭૭, ૨૮૩-૪
અવક્તવ્યભંગ ૨૨૩ અભેદપક્ષ (કેવલદર્શન-જ્ઞાનને) ૨૫૭ અવક્તવ્યમિશ્રિત ત્રણ ભગ ૨૨૩ અભેદગ્ય ર૭૧
અવગ્રહ ૨૪૯ અભેદવાદ (દ્રવ્ય ગુણન) ૨૮૪ અવધિ ૨૪૬, ૨૪૯ અમેદવાદી ૨૭૯ ઇ ; –દ્રવ્યગુણને અવધિકેવલી ર૪૮
ર૭૯;-કાર્યકારણની ૩૧ ઈ૦ અવધિજ્ઞાન ૨૫૬
Page #358
--------------------------------------------------------------------------
________________
અવધિજ્ઞાન ૨૫૬ અવચવી ૨૧૨, ૨૯૧, ૨૯૯ ટિ૦, ૨૯૨
અવયવી કાવાદ
૨૧૩
વસ્તુ .૨૦૪
અવસ્થા (બાલ્ય વગેરે) ૨૨૬
અવસ્થાભેદવાદ ૨૩૨ અવાંતર પર્યાય ૨૧૭
સન્મતિ-પ્રકરણની સૂચિ
વિભાગ ૨૨૭ અવિરાધી પર્યાય અવિષય પદાર્થોંનું જ્ઞાન ૨૫૨
૨૫
અવ્યક્ત ૨૪૩
અવ્યાપ્તિદોષ (ભેદવાદીના લક્ષણમાં)
૨૮૩
અસત્ –ની ઉત્પત્તિ ૩૧૦; -કા ૩૧૧ અસત્ય ખાલનાર વાદી ૩૧૬ અસદ્ભાવપર્ચાય ૨૧૯
અસાદ ૩૬
અસાદ પક્ષ ૩૧૦ અસાદી ૩૧૬
અસર્વા પણાની આપત્તિ ૨૪૬
અસંખ્યાત ૨૬૪ અસ ખ્યાત પ્રદેશ ૩૦૫ અસંદિગ્ધવાદીપણું ૩૧૭ અસ્તિઅવક્તવ્ય ૨૧૯
અસ્તિ, “છે” (એવું વચન) ૨૦૧ અસ્તિ-નાસ્તિ અને અવક્તવ્ય ૨૨૦ અસ્તિ-નાસ્તિ૫ ૨૧૯-૨૦
અસ્તિરૂપ ૨૧૯
અસ્થિરૂપે ૨૦૫
અસ્પષ્ટાંરા (જીએ વિકલ્પ ભાગ) અસ્પૃષ્ટ પુદા
૨૫૬ અસ્પૃષ્ટ વિષય ૨૫૨, ૨૫૪, ૨૫૬ .
-
અહેતુવાદ ૩૦૨-૩ અહિંસા ૨૮૭
અંત (દુઃખના) ૩૦૨ અતિમ ભેદ ૨૧૫
અતિમ વિશેષ
૨૦૩
અધપગુન્યાય ૩૨૩
આ’ અને ‘તે’ (એવેા વિભાગ) ૨૨૭
આકાર ૨૩૯
આકાશ ૨૯૧-૨
આકુચનકાળ
આક્રાંત ૨૦૨
આગ ૨૫૩
આગમ ૨૪૧, ૨૭૪, ૩૦૨-૫; --ની
ભક્તિ ૩૧૯
૧૯૪
આગમવાદ ૩૦૩ આગવિરોધ ૨૪૧
૩૪૧
આચારરતતા ૩૨૧
આચાર્યોં ૨૩૮
આત્મપ્રદેશ (અને દેહ વચ્ચેના સંબધ)
૩૬૦.
આત્મા ૨૩૧, ૨૩૫, ૩૧૪; -સ’સારી ૨૭૧; એક એવા વ્યવહાર ૨૨૯; ના પર્યાયેાના ઉત્પાદ નારા ૨૯૩; –ની બે રાક્તિ, ૩૨૨ આત્મા ૩૧૮
આપ્ત ૨૦૮
આપ્તવચન 5
૨૩૦
આભ્ય તરભાવ આરભ (એટલે) ૨૯૯ આરંભક પરમાણુ ૩૦૦
આરંભવાદ. ૨૯૯
આર લવાદી
૨૧૩ -
Page #359
--------------------------------------------------------------------------
________________
૩ર
સન્મતિ પ્રકરણ આરાધક ૩૦૩-૩૦૫
ઉપનિષદ, શ્વેતાશ્વતર ૩૧૨ ટિવ આવરણ ૨૪૦-૧
ઉપમા ૨૩૯ આશાતના ૨૩૮; તીર્થંકરની ૨૩૨; ઉપગ ૨૪૧, ૨૪૫-કેવલ ૨૩૭; –સૂત્રની ૨૪૦
. - છાબૈચ્છિક કે સાવરણ-નિરાવરણ આસ્રવ ૩૦૫
૨૩૭ આંગળી (-નું ઉદાહરણ) ૨૯૬ ઉપરવાસ વરસાદ ૨૫૩ ઇંદ્રિય ૨૫૧, ૨૫૩, ૨૭૭
ઉપલંભ ૨૫૪ ઇવિયાગ્રાહ્ય પદાર્થ ૨૫૩
ઉપાચ વિશેષ ૨૦૩ ઈશ્વર –કારણ ૨૧૩;-નું કતૃત્વ ર૯૧,
ઉપાય મોક્ષના, ત્રણ ૨૫૮ ૨૯૩
ઉપાસના ૧૯૫
ઉભયગ્રાહી નય ૨૦૮ ઈશ્વરકારણવાદ ૨૯૧
ઉભયજન્ય, વિષમ્ય પરિણામ ૨૮૨ ઈશ્વરકારણવાદી ૨૯૧-૨૮૩
ઉભયનય સાધારણ વિષ ૨૦૩ ઈશ્વરજન્ય ૨૯૩
ઉભયનયાવલંબી વચન ૨૦૨ ઈશ્વરપ્રયત્નજનિતઉત્પાદ ર૯૧
ઉભચરૂ૫ ૨૧૯, ૨૬૭ ઈષ~ાભારપૃથ્વી ૨૩૯
ઉભયરૂપતા ૨૬૯ ઇટ ૨૯૩
ઉભયવાદનય ૨૦૮ ઉદવાદ ૨૦૯
ઉમાસ્વાતિ ર૭૨ ટિવ ઉચછેદવાદી ૨૦૯
, ઉલૂકનું દર્શન ૩૦૬ ઉત્તરપચ ૨૬૩
ઊર્ધ્વગતિ ૨૮૮ ઉત્પત્તિ ૨૦૫, ૨૩૧, ૨૮૨, ૯૮;
હજુસૂત્ર ૧૯૮-૯ જ્ઞાનદર્શનની કેવળીમાં ૨૫૭;
ઋતુભેદ ૩૧૩ –સંયોગ, વિભાગથી ર૯૮ ;
એક ૨૯૮ -અસત્ અને સની ૩૧૦ ઈ.
“એક આત્મા” રરર ઉત્પસ્યમાન ૨૯૬
એકઠાલીન ઉત્પાદવિનાશ ર૯૬ ઉત્પમાન ૨૯૬
“એક ક્રિયા” રર૯ ઉત્પન્ન ૨૯૬
એક ગુણ ૨૭૪ ઉત્પાદ ૨૦૫, ૨૦૫ ટિ, ૨૦૬, ૨૬૦, “એક દંડ” ૨૨૯ ૨૯૦-૨, ર૯૪-૬, ૨૯૯
એકદેશીમત, કેવલદશન–જ્ઞાનના અભેદઉદાહરણ ૨૬૨;-વ્યગુણના અભેદનું નો ૨૫૦ ર૭૭, ૨૭૯
એક નયની દેશના ૨૩૪ - - ઉદેશ ગ્રંથની રચનાને ૧૯૫
એક માનસ અનુસંધાન ૨૭૨
Page #360
--------------------------------------------------------------------------
________________
સન્મતિ પ્રકરણની સૂચિ - ૩૪૩
૩૪૭ એકાંત ૨૦૨, ૨૮૫; –અનેકાંત ક્યારે કથંચિત ભિન્ન અભિન્ન ૨૬૫
બને ૨૦૬;-થી મિથ્યાત્વનું દષ્ટાંત કથા ૨૮૪ ૨૧૨; –દ્રવ્ય વિષમ પરિણામવાળું કપડું ૩૦૦ થવામાં ર૭૯; – સાપેક્ષ, સમ્યક કરણવિશેષ ૨૨૯ એવા ૨૮૬; -જ્ઞાન અને ક્રિયાના
કતૃત્વ ઈશ્વરનું ૨૯૩ ૨૩૨
કમ ૨૦૯, ૨૩૧, ૩૧૪ એકાંત અભેદવાદી (દ્રવ્ય ગુણને) ર૭૦ કમંપુદ્ગલકૃતપર્યાય ૨૨૮ એકાંત અસત્ય બોલનાર વાદી ૩૧૬ કર્મ પ્રકૃતિએ ૨૫૮ એકાંતગ્રહ, અનેકાંત દષ્ટિના ૨૮૬ કબંધ ૩૦૨ એકાંત નિત્યપક્ષ ૨૧૦
કમં શરીર ર૨૯ એકાંત નિવિશેષ સામાન્ય ૨૬૬ . કર્મોદય ૩૦૨ એકાંતપક્ષ ૨૬૨
કષાય ૨૦૯ એકાંતભેદ (દ્રવ્ય ગુણો) ર૭૯; –નું
કપિલદર્શન ૩૦૬ નિરસન ૨૮૦
કારક ૨૭૧ એકાંત ભેદવાદ ૨૬૩
કારણ ૨૧૨; – વિના એકાંતવાદ એકાંતવાદ ૧૯૫;-કારણ વિષે ૩૧૨; ૩૧૨ – અને સામાન્ય વિશેષ ૩૧૬
કારણુવાદ પાંચ ૩૧૨, ૩૧૨ ટિવ એકાંતવાદી ૩૧૬
કાર્ય ૨૧૨ એકાંત વિશેષ ર૬૬
કાર્યકારણભાવ ર૭૧; –ને સિદ્ધાંત એકેપયોગવાદ ૨૪૩;–ની સંગતિ ૨૧૩ ૨૫૬
કાલ, –ને આશ્રીને પ્રરૂપણ ૩૧૭; એકાગવાદી સિદ્ધાંતી ૨૪૧
– કારણ ૩૧૨; –કારણવાદી એવભૂતનય ૧૯૯
૩૧૩; (–જુએ કાળ) ઐકવિક ૨૯૧;-ઉત્પાદ, વિનાશ કાષાયિક પરિણામ ૩૦૧ ૨૯૨
કાળ-આકુંચન-પ્રસરણને ર૯૪; એદ્રિચક ગુણ ૨૪
–ઉત્પાદ વગેરેને ૨૯૪ ઓતપ્રેત ૨૨૭
કાળભેદ – જ્ઞાન દર્શનને ર૩૬; –થી ઔપથમિક ૨૩૫, ૨૬૨
દશન ૨૪૦ લૂક્યો ૩૧૦
કાળા ર૭૪ કડું ર૬૭, ૨૬૮, ર૬૯, ૨૯૩ કુલ ૨૨૬ કણાદ ૨૪૭; –નું દર્શન ૩૦૬ કુંડલ ૨૬૭, ૨૬૮, ૨૬૯, ૨૯૩ “કથ ચિત્ ” ૨૨૧
કુંદકુંદ ર૭૨ ટિ.
Page #361
--------------------------------------------------------------------------
________________
૩૪૪
સન્મતિ પ્રકરણ કુંભદ્રવ્ય ૨૮૮
ક્ષીણ આવરણવાળ કેવલી ૨૪૦, કેવલ ૨૪૦, ૨૪૬, ૨૪૯, ૨૫૯
૨૪૩ કેવલ ઉપયોગ ૨૩૭, ૨૪૬
ક્ષીરનીરસંબંધ ર૬૦ કેવલજ્ઞાન ૨૩૬, ૨૪૦, ૨૪૨, ૨૪૩, ક્ષેત્ર ૩૧૭
૨૪૬, ૨૪૯, ૨૫૯, ૨૬૨, ૨૬૪ ગણધર ર૭૫ કેવલજ્ઞાનદર્શનપર્યાય ૨૬૧
ગણિત ૨૭૬ કેવલજ્ઞાનાવરણ ૨૪૦, ૨૪૧
ગણું, અર્થમાં ગુણ શબ્દ ૨૭૪ કેવલજ્ઞાની ૨૪૧
ગતિ ર૯૯; –અગતિમાં અનેકાંતદષ્ટિ કેવલદર્શન ૨૪૦, ૨૪૨, ૨૪૩, ૨૪૯
૨૮૮ કેવલદશનાવરણ ર૪૧ -
ગળિયે બળદ ૧૯૫ કેવલબાધ ૨૬૧
ગર્વિષ્ઠ ૨૫૯ કેવલરૂપ (જીવ) ૨૬૨
ગંધ ૨૭૧; -ગુણ ર૭૫ – પર્યાય કેવલલબ્ધિ ૨૫૦
૨૭૫ કેવલીપચ ૨૬૨-૩
ગુણ ૨૦૨, ૭૧, ર૭૩-૪, ૨૮૩, કેવલી ૨૩૯, ૨૪૦, ૨૪૩, ૨૫૦
૨૮૮–ની અભિલાષા ૨૨૪; –ના . (જુઓ કેવળી)
વિશેષ ૨૬૯; કેવલોપયોગ ૨૪૮
–એટલે પર્યાય ર૭૩; – ગણું કેવળપણું ૨૫૯
અર્થમાં ર૩૪; –એટલે ૨૭૩; કેવળી ૨૫૬
– અને પર્યાયને ભેદ ર૭૪-જાતિ કેપપરિણામ ૨૭૧
ર૭૭; –નું ભેદવાદીનું લક્ષણ કમવતી પર્યાય ૨૫
૨૮-૩; -શબ્દની નિયુક્તિ ર૭૫ ક્રમવાદ પક્ષ (કેવલ ઉપયોગમાં) ૨૩૮ ગુણપર્યાય ર૯૭ ક્રમવાદી ૨૩૮, ૨૪૧, ૨૪૫
ગુણાસ્તિકનય ર૭૩-૪ ક્રિયા ર૯૯
ત્વ ૨૬૮ જ્યિાં, એક” એવો વ્યવહાર ૨૨૯
ગૌતમ ૨૩૯, ૨૪૧, ૨૭૩ ક્રિયા અને ચિંતન ૩૨૧-૨; વિનાનું
ઘટ ૨૪૯, ૨૫૪, ર૭૧, ૨૭૨, ૨૮૪; - જ્ઞાન ૩૨૨
૨૯૨ (જુઓ ઘડો) - કલેશ–ને નાશ ૩૨૩; -શાંતિ ૩૨૩ : --ના કટકાઓની ઉત્પત્તિ ૩૦૦ ક્ષણનષ્ટ ૨૦૯
-અને પૃથ્વીની ભિન્નતા ક્ષણિકવાદી ૨૩૨
અભિનંતા ૩૧૦ ક્ષણિકાત્મવાદ ૩૧૫
ઘડા ૨૮૮ ક્ષાયિકભાવ ૨૬૩
પ્રાણજ અવગ્રહમતિ ૨૫૧
Page #362
--------------------------------------------------------------------------
________________
૨૮૪
સન્મતિ ઝકરણની સૂચિ
૩૫ ધ્રાણદર્શન ૨૫૧
૨૬૨; –ને કારક ર૭૧; ધ્રાણવિજ્ઞાન ૨૫૧
–નૈદિક ૩૦૫ ચક્ષુ ૨૪૯
છવઘાત અહિંસા ક્યારે? ૨૮૭ ચક્ષુઈદ્રિય ૨૫૧
જીવથ ૨૬૨, ૨૮૮, ૩૦૧ ચક્ષુદશન ૨૫૧-૩
જીવ૫ર્યાય ૨૨૯, ૨૬૫ ચતુર્કાની ૨૪૫
જુગુપ્સા (અતીત દોષની) ૨૨૬ ચંદ્રસૂર્ય ૨૫૩
જુવાની પામેલો પુરુષ ૨૨૪, ૨૨૫ ચાક્ષુષ અવગ્રહમતિજ્ઞાન ૨૫૧ જૈન અનેકાંત દૃષ્ટિ ૨૮૫ ચાર જ્ઞાન ૨૪૬
જૈન ઉપદેશ અને ભેદ અભેદવાદ ચિત્ર, રાજાનું ૨૦૧ ચિંતન, –શાસ્ત્રનું ૩૨૧; -અને ક્રિયા જૈન દર્સન ર૭૨; –પ્રમાણે સ્કંધ ૩૨૧
૨૯૯; અને સમન્વય ૩૦૮; ચેતના અને વીર્ય ૩૨૨
–અને અજૈન દર્શનનું નિયામક ચેતનાશ્રિત પરિણતિ ૩૦૧
તત્ત્વ ૩૦૮ છે, કાચ ૨૮૫
જન દૃષ્ટિ (–ની. દેશના) ૨૩૨ * * છ મત (અનાત્મવાદ ઇ.) ૩૧૪
જૈન પ્રવચન (-માં ક્રમોત્પત્તિ) ર૫૭ છદ્મસ્થ ૨૪૫ ૨૫૪
જૈન શાસ્ત્ર ૨૩૭, ૨૭૬ 'છાઘસ્થિક ર૩૭, ૨૩૮
જૈનેતર દૃષ્ટિએ ૩૦૮ જ” શબ્દ (ભંગના અંતમાં) ૨૨૧ જ્ઞાત ૨૪૩ જન્મ ૨૧૭
જ્ઞાતા પુરૂષ ૨૪૭ જન્મ મૃત્યુનું દુ:ખ ૩૨૨
જ્ઞાન ૨૪૦-૧, ૨૪૬, ૨૪૮-૫૪, ૨૫૬, જન્ય દ્રવ્ય ૨૯૯
૨૬૨, ૨૮૩; જત–થયો” ૨૬૨
–એટલે ૨૩૫; –વખતે આત્મા જાતિ ર૨૬
૨૩૬; અને દર્શનને વિશ્લેષ જિન ૧૫; -કથિત પદાર્થોમાં શ્રદ્ધા
૨૩૬;-શબ્દ કેવળ ગ્રહણમાં ૨૫૬; ર૫૮;- વચનનું ભ૮ ૩૨૩
–અને દર્શન, કેવળીનાં ૨૫૭; જિનેનું જ્ઞાન-દર્શન ૨૪૬
- અભિનિબંધરૂ૫ ૨૫૮;- ની છવ ૨૨૦, ૨૨૬, ૨૬૨, ૨૮૮, ૨૯૭ યથાર્થતાને પુરા ૨૬૬; –અને
2િ; –વિશુદ્ધ, રર૭; સંસારી આચારને એકાંત ૨૮૭;-નું રર૭, ૩૦૧ -અને દેહ ર૨૭; વિષયત્વ ર૯૯;-વિનાની ક્રિયા -અનાદિનિધન ૨૨૨; -કેવલરૂપ ૩૨૨ ૨૬૨; –પુરૂષાયુષ્ક ર૬૨; -દેવાયુષ્ક જ્ઞાનાવરણ કર્મો ર૪૧
Page #363
--------------------------------------------------------------------------
________________
૩૪૬
તd, નવ ૩૦૫
તત્ત્વચિંતન ૩૨૨
તત્ત્વાં ભાષ્યવૃત્તિ ૨૯૩ ટિ૦, ૨૯૪ ટિ૦ તત્ત્વાર્થ સૂત્ર ૨૦૫, ૨૯૩, ૨૯૪ ટિ૦ તીર્થંકર ૨૩૮
તીથકરની આશાતના ૨૩૨ ત્રણ —ઉપાય, મેાક્ષના ૨૫૮; –પ્રક્રિયાએ જન્મ દ્રષ્યની ઉત્પત્તિમાં ૨૯૯
ત્રિકાળ
૨૯૫ . ત્રિપદી ૨૦૫ ડિ ત્રિવિધયેાગ ૨૨૯
સન્મતિ પ્રકરણ
ત્રીજો ભગ ૨૨૨ ત્રીશવ ૨૬૨ વૈકાલિક વિગમ, સ્થિતિ ૨૯૭ ચણુક ૨૯૮, ૨૯૮ કિં., ૩૦૦ દેશન ૨૩૮, ૨૪૦૩, ૨૪૬, ૨૪૮,
૨૪૯, ૨૫૧,૨૫૩, ૨૫૫-૬, ૨૫૮; –એટલે ૨૩૫; અને જ્ઞાનની નયામાં વહેંચણી ૨૩૫; –વખતે આત્મા ૨૩૫; –અને જ્ઞાન-કાળમાં ગ્રાહ્ય વસ્તુમાં ફેર ર૩૬; ~અને વિશ્લેષ ૨૩૬; –કાળભેદથી ૨૪૦; “ના ભેદ ૨૪૯; “અને જ્ઞાન, કૈવલીમાં ભિન્ન નહિ ૨૫૦; -જ્ઞાનપૂર્ણાંક નથી ૨૫૦; –એટલે રપર; અને જ્ઞાન કેવળીનાં ૨૩૭; શ્રદ્ધા અથ માં ૨૫૮; –ના ખે પારિભાષિક અર્થ' ૨૫૮; -ક્યારે સભ્યજ્ઞાન નહિ ૨૫૮; -કાલિ ૩૦૬; -બુદ્ધનું ૩૦૬; -ઉલૂનું
૩૦૬ દેશન માહનીય
૨૫૮
દેશ નાવરણ દેશનાંતર
દરાગુણ (ગણુ) ૨૭૪, ૨૭૬
દહન ૨૮૮
દહી ૨૧૩
૨૫૮; -કર્માં ૨૪૧
૨૫૭
ક્રૂડ ૨૨૯
દારા નિક સિદ્ધાંત, કાય -કારણ-ભાવને
૨૧૩
દાય ૨૦૯
દૂધ ૨૧૩, ૨૨૭
દુનય
૨૦૭
દુઃખ ૨૨૬, ૩૦૨,
દૃષ્ટ ૨૪૩
દૃષ્ટાંત
૨૧૨, ૨૩૯, ૨૬૩
દૃષ્ટિએ કા કારણના ભેદાભેદમાં ૩૧૦ દેવાયુષ્ક જીવ ૨૬૨ દેશ ૨૧૯, ૩૧૭
દેશના ૨૩૨, ૨૭૪;
-પર્યાચાથિકની
૩૧૦, ૩૨૨
૨૩૪; જન
દૃષ્ટિની ૨૩૨-૩; –એક નચની ૨૩૪ દેહ અને જીવ ૨૨૭; -અને આત્મપ્રદેશ ૨૬૦
દેહાવસ્થા ૨૬૦
āચણુક ૨૯૮, ૨૯૮, ટિ૦, ૩૦૦ દ્વાદશાંગ ૧૯૫
દ્વિગુણુ કાળે ર૭૪; -મધુર ૨૭૮ દ્વેષ ૨૬૪
દ્રવ્ય ૨૦૦, ૨૧૬, ૨૨૪, ૨૬૬-૭, ૨૬૯, ૨૭૦૧, ૨૭૩, ૨૭૭ ૮, ૨૮૩, ૨૮૮, ૨૯૧, ૨૯૪-૫, ૨૯૮-૯; -સતનું લક્ષણ ૨૦૫; -અવક્તેચ્ ચારે અને ૨૧૯; -અસ્તિ
Page #364
--------------------------------------------------------------------------
________________
સન્મતિ પ્રકરણની સૂચિ નાસ્તિરૂપ કયારે ૨૧૯; –અસ્તિ -વિશુદ્ધ જાતીય નથી ૨૦૩; અવક્તવ્ય કયારે ૨૨૦; –નાસ્તિ –અને પર્યાચા૦ ભેદનું તાત્પર્યા અવક્તવ્ય કયારે ૨૨૦;-અસ્તિ ૨૦૪; –નું વક્તવ્ય ૨૦૪, ૨૧૪, નાસ્તિ અને અવક્તવ્ય કયારે ૨૨૦;
૩૧૬; –ની દૃષ્ટિ ૨૦૫; –ની દષ્ટિ -નિર્ગુણ છે ૨૭૨; –પર્યાયને
આત્માની બાબતમાં ર૩૧; અભેદ ૨૪૪; –રૂપ, ગંધ, રસાદિ
–સામાન્ય ર૩૫; –કાપિલ દર્શન કયારે કહેવાય ૨૭૯; –ના વિશેષ શાને આભારી ર૭૯;
દ્રવ્યાસ્તિક નયાવલંબી વચન ૨૦ -નું લક્ષણ, ભેદવાદીનું ૨૮૨;
દ્રવ્યાસ્તિક પક્ષ ૨૦૯ -અભાવાત્મક કયારે ૨૮૮; –માં
દ્રોત્પત્તિ ૨૯૯ - ૩૦૦ ઉત્પાદ વિનાશને કાળભેદ ૨૯૫;
ધમ ર૯૨; વસ્તુ પ્રતિપાદક આગમ -ન ઉત્પાદ શાથી ર૯; –ને આશ્રીને પ્રરૂપણા ૩૧૭
ધર્માસ્તિકાય ૩૦૫ દિવ્યઉપયોગ ૨૦૨,
ધૂમાડે ૨૫૩ દ્રવ્યગુણ પર્યાયરાસ રર૩ ટિવ ધ્રષ્ટ (આચાર્ય) ૩૨૦ દ્રવ્યજાતિ રહ૭
નદીનું નવું પૂર ૨૫૩ દ્રવ્યનિરપેક્ષ દેશના ૨૨૪
નય ૨૭૩, ૩૦૬; –મુખ્ય ૧૯૬; દ્રવ્યપર્યાય ર૯૫, ૨૯૭ ટિ.
–જુમૂત્ર આદિ ૧૯૮; –ને
વિભાગ, નિક્ષેપમાં ૨૦૦; ના દ્રવ્યરાજા ર૦૧ દિવ્યસમૂહ (મન:પર્યાયના વિષયભૂત)
દુનયપણાનું બીજ ૨૦૭; -ઉભ
ચગ્રાહી નથી ૨૦૮; –સમ્યગરૂપ દ્રવ્યદ્વૈત ૨૮૦
કયારે ૨૦૯, ૨૧૧; –ની મર્યાદા દિવ્યાતવાદ ૨૮૦
૨૧૪;.–દ્રવ્યા, પર્યાયા. ર૩૧-૨,
ર૩૫ દ્વવ્યાર્થિક દૃષ્ટવ્ય ૨૨. ઇ.
નયજ્ઞાન ૨૦૭. દ્રવ્યાર્થિકનય ૧૯૬; –ની દૃષ્ટિ ૨૨૪ દ્રવ્યાતિક દૃષ્ટિ ર૩૫, ૩૦૮
નચમાગ ૩૧૮ દ્રવ્યારિતક નય ર૭૩; –એટલે ૧૬,
નયવાદ ૨૧૧, ૨૫૦, ૩૦૬-૮, ૩૨૦ ૧૯૭; –ના ભેદો ૧૯૭; –ના નિક્ષેપ
નવતત્વ ૩૦૫ ૨૦૦;-ના વિષય તરીકે ત્રણ નિક્ષેપ નાગાર્જુન ૨૦૫ ટિવ ૨૦૧; –નું વચન, ૨૦૧; –ની નામ ૨૦૦, ૨૨૬ વાચ્ય વસ્તુ ર૦૨; –ના વિષયની નામરાજા ૨૦૦ મર્યાદા ૨૦૨; –ના વિષયો ર૦૩; નાશ ૨૦૫, રહ્યું
Page #365
--------------------------------------------------------------------------
________________
૩૪૮
- સનમતિ પ્રકરણ નાસ્તિ –રૂપ રર૦૬ – અવક્તવ્યરૂપ નોઈદ્રિય-મન ર૩૦, ૨૫૪ ૨૨૦ .
ન્યાયે ૨૮૫, ૨૯૧ નિક્ષેપ -વ્યાસ્તિકના ૨૦૦; –એટલે ન્યાયસૂત્ર ૨૧૨ ટિવ ૨૦૦ :
પક્ષ ૨૧૨ નિક્ષેપવાદી ૨૦૦ /
પટ ર૯૨ નિક્ષેપ વિષચક વિચારસરણી ૨૦૦ ટિ પદાર્થોની પ્રરૂપણાને માગ ૨૧૭ નિજ-સ્વપર્યાય ૨૧૯
પર–અપ૨ સામાન્ય ર૬૬; –એકાંતનિત્ય (આત્મા) ૩૧૪
વાદી ૩૧૬; –પ્રતિવાદી ૩૧૬ નિત્ય (આત્માનું) ૨૩૩; –વાદી પરકીય મને દ્રવ્ય ર૫૪ ' - ૩૦૮
પરદર્શન ૨૫૭ નિત્યવાદ પક્ષ ૨૦૯
પરનિમિત્ત ર૭૯; –જન્મ ૨૯૧ નિમિત્ત ર૭૯
પરપર્યાય ૨૧૯, ૨૬૯ નિયતિ ૩૧૨ –વાદી ૩૧૩
પરભવ ર૭૧ - નિયમો-વ્રતો ૩૨૧
પરમાણુ ૨૦૨, ૨૭૬, ૨૮૩; –નું નિયામક તત્વ, જૈન અને અજન અચક્ષુ દર્શન ર૫૩; –ના ઉત્પાદ | દર્શનનું ૩૦૮
વિનાશ વિષે ર૯૩; થી અણુ નિરાવરણ ઉપગ ચેતના ર૩૭
ર૭૮ ઇ . નિરુક્તિ (ગુણ પર્યાય શબ્દની) ર૭૫
'પરમાણુ પુદ્ગલ ૨૩૯ નિર્ગુણ (દ્રવ્ય) ર૭૨.
પરવક્તવ્ય ૨૪૭ નિયુક્તિ ગ્રંથે ૨૦૦ ટિ
પરિણતિ –ચેતનાશ્રિત અને પુદગલાશ્રિત
૩૦.૧ નિયુક્તિકાર ર૦૦ ટિo
પરસમય ૩૦૬, ૩૦૮, નિર્વાણ - મેક્ષ ૩૧૪
પર સિદ્ધાંત ૩૨૧ નિવિકલ્પ ૨૧૮; –અભિન્ન
પરિણામ ર૯૯ ટિ; –રૂપ કાર્ય ૨૧૨ ર૧૮; –ભાગ મતિજ્ઞાનને ૨૫૦
પરિણામ ભેદ ૨૭૦ નિશ્ચય દૃષ્ટિ ૩૨૧
પરિણામવાદ ૨૯૯ નિશ્ચયાત્મક વણના મત ૨૪૯ પરિણામવાદી ૨૧૩ નિષ્ક્રિય, દ્રવ્ય ર૭ર “
પરિમાણ (આત્માનું) ૨૩૩ નીરક્ષીર (સંબંધ) ૨૬૦,
પરિશુદ્ધ –વ્યક્ત ૨૪૩; –ઉત્પાદ અને નેત્ર ૨૫૧
વિનાશ ૨૯૨; –નયવાદ ૩૦૬; નિગમ ૧૯,
-પર્યાચનચ ૩૦૬ . નૈદિક જીવ. ૩૦૫
પરીક્ષક ૨૧૨, ૩૧૬
Page #366
--------------------------------------------------------------------------
________________
સમિતિપ્રકરણની સૂચિ - ૩૯ પરોક્ષરૂપે શ્રતજ્ઞાન રપપ
–વડે આકાંત વસ્તુ ૨૦૨૪-વિશુદ્ધ પર્યાવસાનરૂપ પર્યાય (કેવલ જ્ઞાનમાં) જાતીય નથી ૨૦૩; –નું વક્તવ્ય ૨૫૯
અવસ્તુ ક્યારે ૨૦૪; –ની દૃષ્ટિ પર્યાય ૨૦૫, ૨૨૭, ૨૬૬, ૨૮૫, ૨૦૫; –ના વક્તવ્યને માર્ગ ૨૧૪;
ર૯૭ ટિ;-વિશેષથી મુક્ત સામાન્ય –ની દૃષ્ટિ, આત્માની બાબતમાં ૨૦૧; –જીવના તથા વિશુદ્ધ જીવના
૨૩૧; –નું વક્તવ્ય ઉ૧૬ ૨૨૭; –પર્યવસાનરૂ૫ ૨૫૯; જ્ઞાન પર્યંચાસ્તિક નયાવલંબી વચન ૨૦૨ આદિ ર૬૨; –અરાજ, રાજ, પર્યાયારિતક પક્ષ અને સંસાર ૨૦૯ અકેવલ, પૂર્વ, ઉત્તર પુરુષ, દેવ પવન ૨૮૯ - ૨૬૩ ઇ0;-જીવના૨૬૪;-વર્તમાન પહાડ ૨૯૨-૩ ભૂતભવિષ્ય, ૨૬૭; –વિલક્ષણ અને પહેલે ભંગ ૨૨૧
શબુદ્ધિ જનક ૨૬૯; –સંજ્ઞા પંચજ્ઞાની ૨૪૫ અને ગુણ સંજ્ઞા ૨૭૩ ઇ-;-એટલે પંચાસ્તિકાય ૨૦૫ ટિવ ૨૨૨, ૨૭૩, ૨૭૫; –અને ગુણનો પાણી -અને દૂધ ૨૨૭ ભેદ ર૭૪; -શબ્દની નિયુક્તિ ર૭૫; પારિણામિક ભાવ ૨૬૩. -સહવતી, કમવતી, વિરોધી, પિતા ર૭૭ અવિરોધી ર૯૫; –પૂર્વવતી, પિંડ ૨૭૧ ઉત્તરવતી ૩૦૧; –ને આશ્રીને પીતવર્ણ ૨૭૦ - પ્રરૂપણા ૩૧૭
પુત્ર ર૭૭ પર્યાચનય ર૭૪, ૨૫; –ને મૂળ પુદ્ગલ ૨૪૬, ૨૯૭; –પરમાણુ ૨૩૯;
આધાર ૧૯૮; –નો વિશેષ ૨૦૩; -દ્રવ્ય ૨૯૧; –મવર્ગના અને -પરિશુદ્ધ ૩૦૬ :
વચનવગણના ૩૦૧ પર્યાયાર્થિક દૃષ્ટિ ૨૨૦; –નો પ્રેરક : પુદ્ગલાશ્રિત પરિણતિ ૩૦૧ વ્યાપાર ર૩૫; –અને અનિત્યત્વ પુરૂષ ૨૧૭, ૨૧૮, ૨૨૪-૬, ૨૭%,
૨૮૫, ૨૯૫; –સાઠ વર્ષને ૨૬૨; પર્યાયાર્થિન ૧૯૬; –ની દેશના૨૨૪; –કપપરિણામ યુક્ત ર૭૧; કારણ ની દૃષ્ટિ ૨૨૪-૫
- ૩૧૨; –કારણવાદી ૩૧૩ પર્યાયાસ્તિક–વિશેષ ૨૩૫
પુરુષદશા ર૧૭ પર્યાયાસ્તિકનય ર૩૫, ૨૭૩; એટલે કે પુરુષ સમૂહ (શ્રોતાવર્ગ) ૨૩૩
૧૯૬; –ના ભેદો ૧૯૯;-ની 'પુરુષાયુ જીવ ર૬ર પ્રરૂપણા ૨૦૦; –ને વિષય ૨૦૧; પૂજ્યતા જિનવચનની ૩૨૩ –નો આશ્રિત વચનપ્રકાર ૨૦૧; પૂર, નદીનું ૨૫૩
૩૦૮
Page #367
--------------------------------------------------------------------------
________________
૩પ૦
સન્મતિ પ્રકરણ પૂર્વકૃત-અષ્ટ ૩૧૨ -
અડાઈ ૩૧૮ પૂર્વપર્યાય ૨૬૩ .
બહુ ૨૯૮ પૃથ્વી અને ઘટ ૩૧૦
બહુશ્રતપણું ૩૨૧ પૃથ્વીકાય ૨૮૭
બંધ ર૦૯, ૨૨૬, ૨૩૧ પૌત્ર ૨૧૭
બાલ ૩૫; –વગેરે પર્યાય ૨૧૭; પ્રતિનિયતસ્વરૂ૫ ૨૬૯
-ચરિત્ર ૨૨૬; –અવસ્થા ૨૨૬ પ્રતિપક્ષ સહિત ૨૦૧
બાલપણ, બાલ્ય –ની ચેષ્ટા ૨૨૪ પ્રતિપત્તિ –શબ્દ સ્પર્શી ૩૧૮-અર્થની બાપ ૨૨૬, ૨૭૭
બાહ્યભાવ ૨૩૦ પ્રતિવાદી ૩૧૬, ૩૧૭
બીજો ભંગ ૨૨૧ પ્રતિશાખા ૧૯૯
બુદ્ધનું દર્શન ૩૦૬ પ્રતીત્યવચન ૨૬૭
બુદ્ધિ –નો વિકાસ ૨૮૪; –અને ' પ્રત્યક્ષ ર૫૫; –ગ્રહણ ૨૫૫; –ગ્રાહ્ય શ્રદ્ધા ૩૦૩ ૨૫૬
બુદ્ધિયુગ ૩૦૩ પ્રત્યવતાર, ૨૩૯
બૌદ્ધ –ગ્રંથ ૨૦૦ ટિ, ૨૦૫ ટિ; પ્રદેશ, અસંખ્યાત ૩૦૫ .
સમૂહવાદી સૌથી ર૯૯; -દશન પ્રબંધ ૨૮૪
૩૦૮; –નો સદ્વાદપક્ષને વિરોધ પ્રમાણુ ર૦૭, ર૩૯, ૨૭ર
૩૧૦; –ભેદવાદી ૩૧૦. પ્રમાણપદ્ધતિ ૨૮૫ .
ભક્તિ આગમની ૩૧૯ પ્રમેચ ર૮૬
ભગવતીસૂત્ર ૨૩૯ પ્રયત્નજન્ય (ઉત્પાદ) ર૯૦-૧
ભગવાન ૨૩૯, ૨૪૧; –ની દૃષ્ટિ ર૬૫ પ્રયોજન ૨૮૪
ભજન – અભેદ ૨૬૮; –ગતિ ૨૬૯ પ્રરૂપક (સ્વસમયને) ૩૦૩
ભદ્ર જિનવચનનું ૩૨૩ પ્રરૂપણ ૨૨૪,૩૦૫,૩૧૭;-સંગ્રહની ભયપ્રચુર્ય ૨૦૯
૧૯૭; -પર્યાયાસ્તિકની ૨૦૦; સ્વ- ભાવ જિનેનું શાસન ૧૯૫ સમયની ૨૨૪-૫; –ને અધિકાર ભવપર્યાય ર૬૧ ૩૧૯
ભવસ્થ કેવલી ૨૫૯ પ્રવચનસાર ૨૯૭
ભવ્ય ૩૦૩-૪ પ્રશાખા ૧૯૮-૯
ભવિષ્ય પર્યાય ૨૬૭ પ્રસરણું ૨૯૪
ભંગ –એટલે ર૨૦; –પહેલો, બીજે પ્રાયોગિક (ઉત્પાદ અને નાશ) ર૯૧ અને ત્રીજે ર૨૧ ઇ. ફલ ૨૩૧
ભાઈ ૨૭૭
Page #368
--------------------------------------------------------------------------
________________
૩પ૧
સન્મતિ પ્રકરણની સૂચિ ભાણેજ ૨૭૭
મકાન ૨૯૩, ૨૯૬ ભાવ ૨૦૦; – બાહ્ય અને આત્યંતર મણિ ૨૧૧
ર૩૦; – પરામિક આદિ ૨૩૫; મતિ ઉપયોગ ૨૫૦ -શબ્દ પ્રતિપાદ્ય ૨૪૬;-(અભાવ) મતિજ્ઞાન ૨૪૦, ૨૪૯, ૨૫૧, ૨૫૪
૨૮૮; –ને આશ્રીને પ્રરૂપણા ૩૧૭ મધ્યમકકારિકા ર૦૫ ટિ . ભાવજીવ ૨૦૦
મધ્યસ્થપણું ૩૨૩ ભાવનિક્ષેપ ૨૦૧
મન ૨૩૦, ૨૯૯ ભાવ રાજા ૨૦૧
મન:પર્યાય કેવલી ૨૪૮ ભાવાત્મક ૨૬૯
મન:પર્યાયજ્ઞાન ર૩૬-૭, ૨૪૬, ૨૪૮ , ભાવગુણ ર૨૬
- ૨૫૩-૪ ભાવીદશા ર૭૧
મનુષ્યત્વ પર્યાય ૨૯૭ ટિવ ભાવીસુખ ૨૨૪
મનુષ્યાંગ ૩૧૧ ભિન્ન ૨૧૫, ૨૧૮, ૨૬૨, ૨૬૫, મનજન્યજ્ઞાન રપ૩ ર૭૭, ૨૮૩, ૨૮૮, ૨૯૪
મનોદ્રવ્ય ૨૪૬, ૨૫૪ ભિન્નકાલીન (ઉત્પાદ વિનાશ) ર૯૫ મને વર્ગ ૨૪૮, ૨૫૪, ૩૯૧ ભિન્નતા (ઘટ પૃથ્વીની) ૨૩૦ મરણ ૨૧૭ . ભિન્નભિન્ન (પુરુષ) ૨૨૬ :
મર્યાદિત સામાન્ય ર૦ર ભૂતપર્યાય ૨૬૭
મહાસ્યાપક સામાન્ય ૨૦૨ ભેદ ૨૯૪; – અંતિમ ૨૧૫; – બાહ્ય માર્ગ –વચનના ૩૦૬; -પદાર્થોની અને આત્યંતર ભાવનો ૨૩૦;
- પ્રરૂપણાને ૩૧૭ –વિભાજના ૨૬૮; –પર્યાય અને
મિથ્યાજ્ઞાનનાં સ્થાન, (છ મત) ૩૧૪ ગુણને ર૭૪; -દ્રવ્ય અને ગુણને
મિથ્યાત્વ ૨૧૨, ૩૦૬, ૩૧૨ ર૭૪; - વ્યજાતિ અને ગુણજાતિને
મિથ્યાદર્શનનો સમૂહ ૩૨૩, ર૭૭; –દ્રવ્ય અને ગુણને ર૮૩,
મિથ્યાષ્ટિ, ૨૦૬, ૨૦૯ ૨૮૪; –ને આશ્રીને પ્રરૂપણા ૩૧૭
મુક્ત ૨૦૨ ભેદદષ્ટિ (દ્રવ્યગુણમાં) ૨૮૩
મુખ્ય નચ ૧૯૬ ભેદોગ્ય ર૭૧
મુમુક્ષુ ૩૨૩ ભેદરહિત ૨૧૪
મૂત ૨૮૩ ભેદવાદ ૨૮૪
મૂવ (આત્માનું) ૨૩૩ ભેદવાદી ૨૨, ૩૧૦
મૂર્તદ્રવ્ય ર૯૩ - ભેદસ્પશી દેશના ર૨૫
મૂલનચ ૨૦૬, ૨૦૮ ભેદભેદ –પુરુષમાં ૨૨૬; –કાર્ય મુપિંડ ૨૭૧ કારણને ૩૧૦
મૃદુસ્પર્શ ૨૭૦
Page #369
--------------------------------------------------------------------------
________________
ઉપર
સન્મતિ પ્રકરણ મેક્ષ ૨૦૯, ૨૨૬, ૨૨૮, ૩૧૪ વચનપ્રકાર ૨૦૧ મોક્ષસુખની અભિલાષા ૨૦૯ વચનમાર્ગ ૩૦૬; (સાત પ્રકારનો) મેહ ૨૬૪
૨૨૨ યથાર્થ જ્ઞાનનાં સ્થાન (છ મત) ૩૧૪ વચનવર્ગણ ૩૦૧ યુવક ૨૨૬
વચન વિશેષ ૨૧૯ ગ ૨૦૯, ૨૨૯
વચન વ્યવહા૨ ૨૦૨ યૌગિક ર૮૯
વનસ્પતિ (ના અનંતજીવ) ૩૦૪ રત્ન ૨૧૦
વરસાદ ૨૫૩ રત્નપ્રભા પૃથ્વી ર૩૯
વર્ણ ર૩૯; –પીત, ૨૭૦ રત્નાવલી ૨૧૦
વણું ગુણ ૨૭૫ રસ ૨૭૧, ૨૭૭
વર્ણપર્યાય ૨૭૫ રસગુણ ૨૭૫
વર્તમાન –અર્થવ્યંજન પર્યાય ૨૧૬ રસોડું ર૫૩
વર્તમાન પર્યાય ૨૬૭, ૨૭૯ - રાગ ૨૬૪
વ્રતનિયમ ૩૨૧ - રાગદ્વેષ ૧૯૫ *
વર્ષ ૨૬૨ રાજપર્યાય ૨૬૩
વાવસ્તુ (કવ્યાસ્તિકની) ૨૦૨ રાજસદશ કેવલપર્યાય ૨૬૨
વાદ (કારણ વિના) ૩૧૨ રાજા ૨૬૨ .
વાદગેઝી ૩૧૭ રાજાનું ચિત્ર ૨૦૦
વાદભૂમિ ૩૧૬ રાશિ ૧૯૬ :
વાદળાં ૨૫૩, ૨૯૨, ૨૯૩ રૂ૫ ૨૨૬, ૨૨૭, ૨૭૧, ૨૭૪, ૨૭૭, વાદી ૩૧૬-૭ ૨૯૯
વિકલ્પ ૨૫૮; ૨૮૫ લક્ષણ ર૨૬; -દ્રવ્યનું (ભેદવાદીનું)
વિકલ્પજ્ઞાન ૨૦૨ ૨૮૨; -ગુણનું ૨૮૨; –સનું વિકાસ (શિષ્યોની બુદ્ધિને) ૨૮૪ * ૨૯૫; –ભવ્યનું ૩૦૨
વિગચ્છત ર૯૭ લક્ષણભેદ (જીવ અને કેવલ વચ્ચે) / ૨૬૩
વિગત ૨૫૯, ૨૯૭ લબ્ધિ ર૪૫, ૨૫૦
વિગમિત ૨૯૭ લાકડાં ૨૮૯
વિજાતીચ -પરપર્યાય ર૯ લિંગ –હેતુબળ ર૫ર
વિડંબના, શાસનની ૩૨૦ લૌકિક ૨૧૨, ૩૧૬
વિભક્ત ૩૧૮ : લૌકિક વાક્યો ૩૦૧
વિભાજના ભેદ ૨૬ વક્તા ૨૧૭, ર૩૩
વિધિ ૨૧૭ વચન ૨૯૯
વિનાશ ૨૮૨, ર૦૧૩, ર૯૪, ર૯
Page #370
--------------------------------------------------------------------------
________________
સન્મતિપ્રકરણની સૂચિ
૩૫૩. વિભાગ ૨૧૪-૫, રર૭, ૨૬૨, ૨૮૫ વય ૨૯૪; –અને ચેતના ૩રર
-રૂપ વિનાશ ૯૧, ર૯૩; –થી . વીર્યજનિત પર્યાય ૨૯૪ દ્રવ્યની ઉત્પત્તિ ૨૯૮ :
વીય વિશેષ ૩૦૧ વિરાધક ૩૦૩, ૩૦૫
વૃદ્ધ પુરૂષ ૨૨૬ વિરોધ –સૂત્રના પાઠ સાથે ર૪૭;
- વૈદૂર્ય ૨૧૦ –શ્રદ્ધા અને બુદ્ધિયુગને ૩૦૩;
વિભાવિક ૨૬૪
વિદિક ગ્રંથ ૨૦૦ –અને સમન્વય ૩૦૩
વૈધમ્ય ૩૧૬ વિરોધી પર્યાય ૨૫
વિશેષિક દર્શન ૨૧૩, ૨૭૨, ર૭ર ટિ, વિલક્ષણ બુદ્ધિજનક પર્યાય ૨૬૯
૨૮૫, ૨૯૧, ૩૦૦; અને ઘટના વિષમ પરિણામ ર૭૯
કટકાની ઉત્પત્તિ ૨૯૯ –આરંભવાદી, વિષય (ગ્રંથને) ૧૯૬
ર૯૯; –અને સમન્વચ ૩૦૮-૯; વિષયત્વ (જ્ઞાનનું). ર૯૯
-જૈન શાથી નહિ ૩૦૯; –અને વિશિષ્ટ ર૫
સામાન્ય વિશેષ ૩૦૯; –અને વિશુદ્ધ જાતીય ૨૦૩
સદ્વાદપક્ષ ૩૧૦; –ભેદવાદી ૩૧૦ વિશુદ્ધ જીવ રર૭
વૈઋસિક ર૯૦-૩ વિશેષ ૨૬૨, ૨૬૬, ૨૯૯, ૩૧૬; વિષમ્ય પ્રકર્ષાપકર્ષ ર૭૬. -એટલે ૧૯૬; –નું ગ્રહણ ૨૩૬,
વ્યક્ત ૨૪૩ ર૩૮ (જુએસ વિશેષગ્રહણ);
વ્યય ૨૦૬ -કેવલજ્ઞાન અને દર્શનને, ર૯૪; *
વ્યવહાર ૨૬૯; –સંગ્રહને ૧૯૭; -અંતિમ ૨૦૩; -એકાંત ૨૬૬;
-જ્ઞાનમૂલક ૨૬૬; –ની અબાધિતતા -ગુણના ૨૬૯; –પર્યાયગત ર૭૪;
-પરિણામ ર૭૮; –કાવ્યના ર૭૯ વ્યવહારકુશળ– લૌકિક ૩૧૭ વિશેષગ્રહણ ૨૫૧
વ્યવહારનય ૧૯૭, ૧૯૯ ' વિશેષગ્રાહિતા ૨૫૬
વ્યંજક સંબંધો ૨૮૧ , વિશેષપર્યાય ૨૨૭, ૨૫૯
વ્યંગ્ય વિશેષે ૨૮૧ વિશેષ પ્રસ્તાર ૧૯૭
વ્યંજન નિયત (વિભાગ) ૨૧૫ . વિશેષસંજ્ઞા ૨૧૧
વ્યંજન પર્યાય ૨૧૫, ૨૧૭, ૨૧૮, વિશેષ સંબંધીપણું ર૭૮
૨૨૨-૩, ૨૬૯ * * વિશેષાવશ્યક ૧૯૭ ટિવ, ર૧૦ ૦િ, વ્યાખ્યાં (સૂત્રોની) ર૪૭. ૨૧૩ ટિ, ૨૨૦
વ્યાપ્તિ ૨૬૩ વિશ્લેષ, જ્ઞાનદર્શનને ર૩૬
વ્યાતિજ્ઞાન ૨૧૨
Page #371
--------------------------------------------------------------------------
________________
૩૫૪ *
સન્મતિ પ્રકરણું વ્રત ૩૧૨; –નિયમ ૩૨૧-૨
Aતકેવલી ૨૪૮ શક્તિ (આત્માની) ર૩ર
: શ્રતજ્ઞાન ૨૪૬, ૨૫૪, ૨૫૫ શત્ર, સિદ્ધાંતને ૩૨૧ -
મૃતધર ૧૯૬ શબ્દ –નચ ૧૮-૯;-વ્યંજનપર્યાય ૨૧૬ શ્રતપ્રમાણ ૩૦૬ શબ્દગત ભેદ ર૧૫
શ્રોતા ૨૩૪ શબ્દનિરપેક્ષ (વિભાગ) ર૧૫
શ્રોત્રજ અવગ્રહમતિ ૨૫૧
શ્રોત્રદર્શન ૨૫૧, શબ્દપ્રતિપાદ્યભાવ ૨૪૬
શ્રોત્રવિજ્ઞાન ર૫ શબ્દસાપેક્ષ (વિભાગ) ૨૦૧૫
શ્વેતાશ્વતર ઉપનિષદ ૩૧૨ ટિ.. શબ્દસ્પશી (પ્રતિપત્તિ) ૩૧૮
સકલ ૨૪૬ ,, શરણાથી ૧૯૫
સજાતીય વ્યંજનપર્યાય ૨૬૯ શરમ (બાલપણાના દેશની) ૨૨૪
સત્ –નું લક્ષણ ૨૦૫; –ઉત્પાદવ્યય શરીર રર૭, ર૯
અને ધ્રૌવ્યાત્મક ર૬૦; –વસ્તુ શંકા (દર્શનની વ્યાખ્યામાં) ૨૫૪ ૨૮૩; –નું લક્ષણ ૨૫; –ની શાચો – બૌદ્ધો ૩૧૨
ઉત્પત્તિ ૩૧૧ શાખા ૧૯૮
સત કાર્યવાદ ૩૧૦ શાશ્વત વ્યક્તિવાદી ૨૦૯ [૩૨૦
સત્તા સામાન્ય ૨૦૨ શાસન નાગુણ ૧૯૫; –ની વિડંબના 'સંદેશ બુદ્ધિજનક પર્યાય ૨૬૯ શાસ્ત્ર (જૈન) –માં સ્થિર બુદ્ધિ ૨૧૮; સદશ પર્યાય ૨૬૯
–અને કેવલ જ્ઞાનદર્શનને ભેદ સભાવ પર્યાય ૨૧૯
૨૪૯; –અને દર્શનના ભેદે ૨૪૯ સન્મતિ ટીકા ૨૨૦ ટિ, ૩૧૨ ટિ. શાસ્ત્રકુશળ (પરીક્ષક) ૩૧૯
સવાદપક્ષ ૩૧૦ શાસ્ત્રજ્ઞ ૧૯૫૫
સપ્તભંગી ૨૨૦ શાસ્ત્ર પ્રરૂપણું ૩૨૦
સમકાલીન ઉત્પાદ વિનાશ ૨૯૫ શાસ્ત્રભક્તિ ૩૧૯
સમન્વય ૨૮૬, ૨૮૭; –સામાન્યનો શાસ્ત્રવિરોધ, ૨૪૭; –નો પરિહાર ૨૫૭ શાસ્ત્રીયવાક્યો ૨૦૧
૨૬૭, ૨૮૬; –શ્રદ્ધા અને બુદ્ધિને
[૨૫૬ શાસ્ત્રીય વ્યવહાર (અવધિ દર્શનનો)
૩૦૩;-અને વિરોધ ૩૦૮-૯; -પંચ શિષ્ય –સમૂહ ૩૨૧; –પરિવાર ૩૨૧;
કારણવાદને ૩૧૪ ની બુદ્ધિને વિકાસ ૨૮૪
સમભિરૂઢ ૧૯૯ શુદ્ધત્વ (આત્માનું) ૨૩૩
સમયભેદે પરિણામભેદ ૨૦૭ શુદ્ધોદનના પુત્ર -નું દર્શન ૩૦૬ . સમુદાયકૃત ઉત્પાદ ર૯૧ શ્રદ્ધા ૨૫૮, ૨૮૫, ૩૦૩
સમુદાયવાદ ર૯૦ શ્રદ્ધાયુગ ૩૦૩
સમુદાય વિભાગરૂપવિનાશ ર૯૧, ૨૯૩
Page #372
--------------------------------------------------------------------------
________________
સન્મતિ પ્રકરણની સૂચિ
૩૫૫ સમૂહ ર૯ ટિ
સંસારી ર૦૨ સમૂહવાદ ૨૯૯
સંસારી આત્મા ૨૭૧ સમ્યફ ચારિત્ર ૩૦૨
સંસારી જીવ ૨૨૦, ૩૦૧ સમ્યક્ત્ર (કારણ વિના એકાંત. સંસ્કૃત પરીક્ષા ૨૦૫ ટિવ વાનું) ૩૧૨
સંસ્થાન ૨૩૯
સં હનન ૨૫૯ સમ્યજ્ઞાન ૨૫૮-૯, ૩૦૨
સાકાર ૨૫૩ સમ્યગ્દર્શન ૨૧૧, ૨૫૮, ૩૦૨,
સાકાર ઉપયોગ ૨૫૦ ૩૧૦, ૩૧૮
સાકાર ગ્રહણ ૨૪૩ સમ્યગ્દષ્ટિ ૨૧૦ ૨૮૮
સાકાર જ્ઞાન ૨૪૩ સમ્યગ્નય ર૦૬
સાઠ વર્ષને પુરૂષ ૨૬૨ સરળતા પર્યાય ૨૯૩
સાત પ્રકારને વચનમાર્ગ રરર સર્વવ્યાપક સત્તા – સામાન્ય ૨૦૩
સાત વાક્યો . ૨૨૦ સવિકલ્પ ભાગ (ભતિજ્ઞાન) ૨૫૦
સાદિ અનંત ૨૪૦, ૨૫૭, ૨૬૨ સુવિકલ્પ.- ભિન્ન ૨૧૮
સાદિઅપર્યાવસિત ૨૪૧, ૨૫૯ સહવતી પર્યાય ૨૫
સાદિ સાંત ૨૪૧ સહવાદી ૨૪૧
સાધન ૩૧૬ સહવાદી પક્ષ ૨૩૯ [ ૨૬૫
સાધમ્ય ૩૧૬ સંખ્યા –આત્માની ૨૩૩; –નું ધર્યું
સાધ્ય ૨૧૨, ૨૬૨, ૩૧૬ સંખ્યાત ૨૫૪
સાપેક્ષ (સમ્યગ એકાંત) ૨૮૬ સંખ્યાનશાસ્ત્ર ૨૭૪ [ ર૭૪
સાપેક્ષ પ્રતિપાદન ૨૧૩ સંખ્યાવાચક –ગુણ શબ્દ ર૭૪; –ધમ સામાન્ય ૧૯૬, ૨૦૧, ૨૩૫-૬, ૨૩૮, સંગતિ, અર્થની ૨૪૭
૨૬૨, ૨૬૬-૭, ૨૯, ૩૦૯, ૩૧૬ સંગ્રહ (નય). ૧૯૭, ૧૯૮
સામાન્યગ્રાહિતા ૨૫૬ સંગ્રહ પ્રસ્તાવ * ૧૯૭, ૨૦૧
સામાન્ય બુદ્ધિ ૩૦૩ સંગ્રહ સામાન્ય ૧૯૬
સામાન્ય બેધ ૨૦૨ સંજોગ ૩૧૭
સામાન્ય સંબંધીપણું ર૭૮ સંબંધ ૨૨૬, ૨૭૯ - ૨૮૧
સામુદાયિક (ઉત્પાદ નાશ) ૨૯૧ ઈ૦ સંબંધ વિશેષ ર૭૮
સાવરણ ઉપયોગ ર૩૭ સંબધ સામાન્ય ર૭૭-૮
સાંગ (દર્શન) ૨૧૩, ૨૮૫, ૨૯૯, સંગ ર૯૮
૩૦૮, ૩૧૦ સંયોગ વિભાગ ૨૯૯ ઇ.
સિદ્ધ ૨૫૯ સંવિગ્નસુખાધિગમ્ય ૩ર૩
સિદ્ધત્વ પર્યાય ૨૬૧ સંસાર ૨૦૯, ૩૧૦
સિદ્ધપણું ૨૫૯
Page #373
--------------------------------------------------------------------------
________________
સુખ રે
૩૫૬
સમતિ પ્રકરણ સિદ્ધ પર્યાય ૨૬૦
સ્થાનાંગ ૨૨૯ સિદ્ધસેનીય બત્રીશી ૨૧૩ ટિવ . સ્થાપના ૨૦૦, ૨૧૨ સિદ્ધાંત ૨૩૦, ૩૧૯, ૩૨૧
સ્થાપના રાજા ૨૦૦ સિદ્ધાંતી ૨૪૫, ૨૮૨
સ્થિતિ ૨૦૫, ૨૦૬, ૨૦૯ ૨૮૨, ૨૯૯ સિદ્ધિ (ત્રિવિધ ગની) ૨૨૯ સ્થિરરૂ૫ ૨૦૫ '.
સ્પર્શ ૨૭૦, ર૭ . સુવર્ણ ૨૬૭-૮
સ્પષ્ટાંશ જુઓ સવિકલ્પ ભાગ સૂપડું ૨૮૯ ' .
“સ્યા” ૨૨૧ સૂત્ર ૨૩૮, ૨૭૩, ૩૧૮-૩૨૦; –ની સ્વપર્યાય ૨૯, ૨૬૯ આશાતના ૨૪૦; –ની વ્યાખ્યા
સ્વભાવ ૩૧૨; –વાદી ૩૧૩ ૨૪૭; –અને સાદિ પર્યાવસિત શબ્દ ૨૫૯
સ્વચૂંથ્ય ૨૭૨ સૂત્રધાર (બડાઈ હાંકનાર) ૩૧૮
સ્વશાસ્ત્ર ર૮૪. સૂત્ર પાઠ (ને ટેકો ક્રમવાદીને) ૨૩૮
સ્વસમય ૨૨૪, ૨૩૨, ૩૦૩ સૂર્ય ર૫૩
સ્વસિદ્ધાંત ૨૫૭, ૩૨૧ સોનું ૨૬૭, ૨૬૯ *
સ્વાભાવિક ઉત્પાદ ર૯૦-૧ સૌધમકલ્પ ર૩૯ ર૯ ટિ હાર ૨૬૮, ૨૬૯ સ્કંધ ૨૦૨, ૨૩૯, ૨૪૮, ૨૯૧, , હિંસા ર૮૭ સ્કંધ પર્યાય ૨૯૭ ટિ૦ [૩૧૪ હેતુ ર૩૯, ૨૫૨, ૨૬૨,૩૦૩, ૩૧૬ સ્થાન (મિથ્યા અને યથાર્થ જ્ઞાનનાં) હેતુવાદ ૩૦૨-૫
પાન લીટી ૧૫૯ ૧૮૩. ૨૨ ૧૮૩ ૨૦૯ ૧૪ ૨૨૪ ૨૨૭ ૧૭ ૨૩૨ ૨૨ ૨૩૯ : ૫ ૨૭૪ ૨૦
શુદ્ધિ અશુદ્ધ બૌદ્ધિ સૌંદરનંદ ભક્તામારા પરિણામી પુરુષ . જીવનમાં અશાતના
શુદ્ધ બૌદ્ધ સૌંદરાનંદ ભક્તામર અપરિણામી પુરુષ જીવમાં આશાતના
પૂર્વ
पुढविं
પર્યાયથી
પર્યાયથી
Page #374
--------------------------------------------------------------------------
________________
wwdainelibrar