________________
સન્મતિ પ્રકરણ જણાવે છે કે જેથી તે વ્યાકરણના મૂળ ઉદાહરણ સાથે ન જ આવી શકે; અથવા કદાચ આ ઉદાહરણને મૂળ ઉદાહરણની સાથે અંદર જ મૂકવામાં આવે તે સંપાદક એવું ટિપ્પણ તો કરે જ કે આ ઉદાહરણ મૂળ ગ્રંથકારનું નથી, પણ વસ્તુપાળના સમયના કોઈ અભ્યાસીએ વ્યાકરણુમાં ઉમેરેલું છે. એ જ રીતે આચારના કેટલાય ગ્રંથેમાં અપવાદ અને ઉત્સર્ગને બાદ કરીને પણ એવી અનેક વિધી બાબતે આવે છે, જેમાં મૂળ વસ્તુ અમુક જ હોય છે અને કોઈ કાળે પાઠાંતર રૂપે થયેલી અને પાછળથી મૂળ ગ્રંથમાં ઉમેરાયેલી એવી બાબતે પણ અનેક આવે છે. આ સ્થળે સંપાદક ગ્રંથકારને આશય, ગ્રંથને સંદર્ભ, ગ્રંથનું વાચ્ય, ગ્રંથકારને સમય એ બધું ધ્યાનમાં રાખીને જે પાઠાંતરનું પૃથક્કરણ કરે, તે જ ગ્રંથનું હાર્દ અભ્યાસીઓને બરાબર ખ્યાલમાં આવે અને મૂળ ગ્રંથમાં થયેલા ઉમેરા પણ પૃથફ થઈ જાય; જે તે સમયના ઇતિહાસ-શોધનમાં ઉપયોગી બને. આ રીતે લિપિ, ભાષા, અર્થ અને ઈતિહાસ એ બધી દૃષ્ટિએ પાઠાંતરની પૃથક્કરણપૂર્વક યેજના અત્યંત મહત્ત્વની છે. સંપાદકે પાઠાંતરે માટે આવી કાળજી ન રાખે, તો ગ્રંથના અર્થજ્ઞાનમાં, ઈતિહાસમાં અને ગ્રંથને લગતી બીજી આવશ્યક પરંપરા સમજવામાં ગોટાળે જ થવાને. ' ' આપણે ત્યાં મળે તેટલાં પાઠાંતર મૂકવાની પ્રથા નહિ જેવી છે. શાસ્ત્રીઓ સમજે છે કે અશુદ્ધ નકલને માત્ર શુદ્ધ કરી છપાવીએ એટલે સયું. આ વિચારમાં સંપાદનની માત્ર એક બાજુ મુખ્ય છે. શુદ્ધ છપાવવું એ તે ખરું પણ પાઠાંતરે થવાનાં અને વધવાનાં કારણોને વિચાર કરનાર કોઈ સંપાદક પાઠાંતરે મૂકવાની સંપાદનની બીજી બાજુને પણ નહીં ભૂલે. આ સંપાદનથી અમારે જાત અનુભવ એવો છે કે પ્રાચીન કાળમાં બનેલાં પુસ્તકોને-વેઆગમ, ઇતિહાસ, વૈદક, ખગળ, કે ગણિત વગેરેને ગ્રંથને-પ્રકાશિત કરનારે તે ગ્રંથેની વર્તમાનમાં જેટલી નકલ મળતી હોય તેટલી મેળવવી. તે પ્રતિઓની પરસ્પર સરખામણું કરીને તેમનું વર્ગીકરણ કરવું. વર્ગીકરણ કર્યા પછી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org