________________
૧૦૯
૨. મૂળકારને પરિચય આચાર્યોએ કઈ કઈ રીતે જૈન દર્શનનું ઊંડાણ સ્પષ્ટ કર્યું, જૈન વાડમયમાં તર્કની પ્રતિષ્ઠા કરી, અને આગળ જતાં બીજા જન આચાર્યોએ એ જ રીતને અવલંબી કેટકેટલે વિકાસ સામે એ જોવાની દષ્ટિ; અને ૫. દેશભેદ અને પરંપરાભેદ હોવા છતાં ગ્રંથરચનાના ધ્યેયમાં અર્થાત અનેકાંત દૃષ્ટિના સમર્થનમાં બન્ને આચાર્યોનું વલણ એક સરખું કેટલું છે તે જોવાની દૃષ્ટિ.
સરખામણી કરીએ તે પહેલાં કેટલીક ખાસ બાબતે જાણી લેવી જરૂરની છે. જન પરંપરામાં આદિ સ્તુતિકાર તરીકેનું માન પ્રસ્તુત બે આચાર્યો ભેગવે છે. દિગંબર પરંપરામાં સમંતભદ્ર પહેલાં અને વેતાંબર પરંપરામાં સિદ્ધસેન પહેલાં કોઈ સ્તુતિકાર તરીકે જાણુતિ નથી. બન્નેની બધી જ કૃતિઓ લભ્ય છે એમ પણ નથી; જે લભ્ય છે, તેમાં કઈ કઈ પદ્ય અવિકલરૂપે અને કેઈ સહજ ફેરફાર સાથે બનેની કૃતિઓમાં મળે છે. ન્યાયાવતારનું “તોપમનુધ્યમ્ ” ઈ. ૯ મું પદ્ય “રત્નકરંડકશ્રાવકાચાર માં નં. ૯ મું જેમનું તેમ છે; “ન્યાયાવતારના ૨૮મા અને “આપ્તમીમાંસા ના ૧૦રમાં પદ્યમાં શાબ્દિક ૮૩ ફેરફાર બહુ ઓછો છે. સ્વયંભૂસ્તોત્રની વિમલનાથની સ્તુતિમાં આવેલું– “નાસ્તવ સ્થા ” ઇવ પદ્ય તો સન્મતિના ટીકાકાર ૮૪અભયદેવની દૃષ્ટિમાં સિદ્ધસેનનું છે. પ્રસ્તુત બને આચાર્યોની મુખ્ય મુખ્ય કૃતિઓને વિષય અને તેમના નિર્માણની શિલી જોતાં એક વાત સ્પષ્ટ થાય છે કે, બન્ને આચાર્યોનું ધ્યેય સમાન હતું. તે થેય ટૂંકમાં એટલું જ
८३. “प्रमाणस्य फलं साक्षादज्ञानविनिवर्तनम् । केवलस्य सुखोपेक्षे शेषस्यादानहानधीः " ॥
–– ન્યાયાવતાર. " उपेक्षाफलमाद्यस्य शेषस्यादानहानधीः ।। पूर्व वाऽज्ञाननाशो वा सर्वस्यास्य स्वगोचरे" ।।
– આસમીમાંસા. ૮૪. જુઓ પાછળ પાન ૭૪માં ટિ. ૨૮.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org