________________
પ્રતિના પરિચય
૧૯
તૂટેલાં અને અસ્તવ્યસ્ત થયેલાં પાનાંવાળી તાડપત્રની પ્રતિ ઉપરથી લખાઈ હશે; એથી આમાં ઘણી જગ્યાએ ગ્ર ંથનાં વાયા આડાંઅવળાં થઈ ગયાં છે અને લખનારાની લિપિની અજ્ઞાનતાને લીધે કેટલાક અક્ષરા ખરાખર `લખાયા નથી. જે સ્થળે કા પ્રતિની ગતિ નહીં ચાલતી ત્યાં અમને આ પ્રતિએ ઘણી જ આવશ્યક સહાયતા આપી છે અને એ દૃષ્ટિએ અમે આ પ્રતિને વધારે શુદ્ધ માનીએ છીએ. તાડપત્રની પેઠે વા॰ ના બન્ને ખાંડની વચ્ચે પ્રતિમાં કાણું તે નથી પણ દરેક પાંનાના મધ્ય ભાગમાં કાણાની યાદગીરી માટે યજ્ઞકુંડના ઘાટ જેવી ખાલી જગ્યા તે છે જ, જો કે વા॰ પ્રતિના પ્રથમ ખંડનું છેલ્લું પાનું જાણે પૂરું લખાયું હોય તેમ લખાયું છે પણ તેને ખીજો ખંડ શ્વેતાં વચ્ચેથી છાપેલાં ૧૮ પાનાં જેટલા ભાગ તૂટી ગયા છે; એટલે વા૦ પ્રતિના પ્રથમ ખંડનું અંત ભાગનું લખાણ છાપેલા સન્મતિના ૩૭૬ મા પાનાની ત્રીજી પક્તિ સુધીનુ છે, અને એના ખીજા ખંડની શરૂઆત છાપેલા ૩૯૪ મા પાનાની ૧૪મી પક્તિથી થાય છે. ખીજા ખંડના દરેક પાનામાં પંક્તિઓ ૧૫ છે અને એક એક પક્તિમાં અક્ષરાની સરેરાશ પર થી ૫૫ સુધીની આવે છે. આ ખંડને છેડે લહિયાએ પોતાનું નામ, લખાવનારનું નામ, અને સાલ વગેરે લખેલું છે. આ પ્રતિને સ` ૧૬૫રના ફાગણુ. વદ ૧૧ ને રવિવારના દિવસે એઝા રુદ્રે લખેલી છે. લખાવનારનું નામ પ્રપ્તિ શ્રાવિકા છે; અને પાટણુના ભડારની આ પ્રતિ છે.
.
તે ઉલ્લેખ અક્ષરશઃ આ પ્રમાણે છે:
संवत १६ से ५२ वर्षे फाल्गुनमासे कृष्णपक्षे एकादश्यायां तिथौ रविवासरे उ रुद्रलिखितं ॥ लेाठक जयोस्तु ॥ छ ॥ श्रीसंघाय क्षेमं भूयात् ॥ ॥ छ ॥ o 11
खंड एको लेखितः श्राविकया प्रज्ञप्त्या || स्वपुण्याय वाच्यमाना माना चिरं नंद्यात् प्रतिरियं ॥ भांडागारे श्रीपत्तनपुरवरे ॥ श्रीः .
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org