________________
૧૦૭
૨. મૂળ કારનો પરિચય ગુણુપર્યાયવાળું હોય તે દ્રવ્ય” એમ કહેલું હતું અને એ જ દષ્ટિ પ્રમાણે જ્યાં પ્રસંગ આવ્યું ત્યાં તે બન્નેએ દ્રવ્ય, ગુણ અને પર્યાય એ ત્રણેનું જુદું જુદું નિરૂપણ કર્યું હતું. સિદ્ધસેન સન્મતિ કાં ૩, ગા. ૮-૧૫ માં એ નિરૂપણ સામે બળપૂર્વક વાંધ લે છે અને આગમિક અકાટય દલીલેથી સાબિત કરે છે કે ગુણ અને પર્યાય એ બે કઈ જુદી જુદી વસ્તુ નથી પણ બન્ને શબ્દો માત્ર એક જ અર્થના બેધક છે. સિદ્ધસેનનું આ મંતવ્ય એટલું સ્પષ્ટ અને પ્રભાવશાલી છે કે જેને સ્વીકાર કરવાની ફરજ અકલંક જેવા કુંદકુંદના અનુગામીઓને પણ પડી. યશોવિજયજી જેવા વિચારકે પણ એ વાત ૮૧મંજૂર રાખી. ગુણ પર્યાયના ભેદ વિષયક મતનું સંશોધન સિદ્ધસેને કર્યું છે તે કુંદકુંદ અને ઉમાસ્વાતિને લક્ષીને જ કર્યું હોય એવો વધારે સંભવ છે.
ઉમાસ્વાતિના સંબંધમાં ફક્ત એટલું જ જણાવવાનું છે કે, તેમણે
તત્વાર્થ (૧, ૬) માં પ્રમાણ અને નય દ્વારા તત્ત્વની ૩માસ્વાતિ વિચારણા કરવાની જે સૂચના કરી છે, અને નયનું
(૧, ૩૪-૩૫) પાંચ વિભાગમાં પિતાની દૃષ્ટિએ જે નિરૂપણ કર્યું છે, જાણે તે જ સૂચનાને વધાવી લેતા હોય અને તે જ નિયનિરૂપણની બાબતમાં પોતાનો ખાસ મત દર્શાવવા ઈચ્છતા હોય તેમ સિદ્ધસેને સન્મતિમાં નય અને પ્રમાણુનું સ્વરૂપ દર્શાવવા અને તે બાબત પિતાને ખાસ મત સ્થાપિત કરવા આખાં બે કાંડ ક્યાં છે અને ઉમાસ્વાતિએ પ્રારંભેલ સંસ્કૃત દાર્શનિક શૈલીને વિકસાવી છે.
૮૧. ગુણ પર્યાયને લગતી પ્રાચીન પરંપરા અને સિદ્ધસેનની તેની સામેની નવી દષ્ટિ વિશેની વિગતવાર માહિતી સન્મતિ વૃત્તિ પૃ૦ ૬૩૧ ના થા ટિપ્પણમાં આપવામાં આવી છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org