SearchBrowseAboutContactDonate
Page Preview
Page 286
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૬૯ તૃતીય કાંડઃ ૫૬ કઈ પણ વસ્તુ વિજાતીય ભાસતા એવા પરપર્યા વડે હમેશાથે નિયમથી નથી. સજાતીયમાં પણ વ્યંજનપર્યાયથી તે વસ્તુ છે, અર્થપર્યાયથી નથી જ. [૫] વર્તમાન પર્યાયમાં પણ દ્રવ્ય ભજનાગતિ એટલે ઉભયપતાને સ્પર્શે છે. કારણ કે ગુણના વિશે એક ગુણથી લઈ અનત પ્રકારના હોય છે. [૬] કઈ પણ વસ્તુ વ્યવહારને વિષય બને છે, તે તેના પ્રતિનિયત સ્વરૂપને લીધે જ. પ્રતિનિયત સ્વરૂપ એટલે ચક્કસ સ્વરૂપ; નહિ કે માત્ર ભાવાત્મક અગર નહિ માત્ર અભાવાત્મક. આ જ તવ વસ્તુમાં અસ્તિ નાસ્તિ ઉભયપતા દ્વારા અહીં દર્શાવવામાં આવેલ છે. વસ્તુ એ પરપર્યાયપે અવશ્ય નથી જ, અને સ્વપર્યાયપે છે. જે પર્યાયે વિજાતીય હેય (વિલક્ષણ બુદ્ધિજનક) તે પરપર્યાય જ છે; અને જે સજાતીય (સદબુદ્ધિજનક) હોય તેમાં વ્યંજનપર્યાય અને અર્થપર્યાય એ બેને સમાસ થાય છે. તેમાંથી વ્યંજનપર્યાયરૂપે વસ્તુ છે અને અર્થપર્યાયપે વસ્તુ નથી. આ વ્યવસ્થા એક દાખલા દ્વારા સ્પષ્ટ કરીએ. એ પૂર્વવત કડા અને ઉત્તરવતી હારસ્વરૂપ પરપર્યાયપે નથી, તેમ જ ઘટ પટ આદિ સમકાલીન પરપર્યાયપે પણ નથી જ; અર્થાત તે બધા વિજાતીય પર્યાયથી કંડલને આકાર ભિન્ન જ છે. - કુંડલઆકારમાં પરિણત સુવર્ણ એ સત, દ્રવ્ય, સેનું, કુંડલ આદિ અનેક શબ્દથી વ્યવહારાય છે. એ શબ્દોની પ્રતિપાદનમર્યાદામાં જે જે અર્થ સમાય છે, તે વ્યંજનપર્યાય છે. એટલે વ્યંજનપર્યાયમાં તે તે શબ્દના પ્રતિપાઘ બધા અર્થો આવી જતા હોવાથી, તે સદઉપર્યાય છે. તેથી કુંડલ વ્યંજનપર્યાયપે છે એનો અર્થ એ થયો કે કુંડલ કહેવાતાં અને કુંડલપે પ્રતીત થતાં બધાં જ કુંડલ કુંડલ નામે એકલ્પ હોઈ ભિન્ન નથી, અને એક કુંડલ વ્યક્તિ પણ કુંડલસ્વરૂપ બની જ્યાં સુધી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001075
Book TitleSanmati Tarka Prakaran
Original Sutra AuthorSiddhasen Divakarsuri
AuthorSukhlal Sanghavi, Bechardas Doshi
PublisherGujarat Vidyapith Ahmedabad
Publication Year1932
Total Pages375
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Philosophy, Nyay, & Anekantvad
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy