________________
૨૬૮
સમતિ પ્રકરણ તે ભજના એટલે અભેદ તથા વિભાજના એટલે ભેદ પણ છે. [૩]
જે વચન પ્રતીતિપૂર્વક અર્થાત વસ્તુના વારતવિક બેધપૂર્વક બેલવામાં આવે, તે પ્રતીત્યવચન. એ જ વચન આપ્તવચન છે.
કડું ભાંગી કુંડલ બનાવેલું હોય ને તેમાંથી આગળ હાર બનવાને હોય, ત્યારે દેખીતી રીતે વર્તમાન કંડલને આકાર એ ભૂતકાલીન કડાના આકાર અને ભાવી હારના આકાર કરતાં જુદો તે છે જ; છતાંયે એની સાથે એકરૂપ પણ છે. કારણ કે, એ ત્રણેનું દ્રવ્ય જુદું નથી. ત્રણે આકારમાં એ જ સુવર્ણ અનુગત હોવાથી એ ત્રણે આકારોને એકબીજાથી તદ્દન ભિન્ન અને વિચ્છિન્ન કેમ કહી શકાય ? એ જ ન્યાયે કઈ પણ એક દ્રવ્ય ઉપર કાલક્રમથી દેખાતા તેના અનેક વિશેષ વિશેષરૂપે પરસ્પર ભિન્ન અને વિચ્છિન્ન હોવા છતાં એ દ્રવ્યરૂપે તે તેઓ એકાત્મક જ છે એમ માનવું જોઈએ. આમ હવાથી જ વર્તમાન પર્યાયને ભૂત–ભાવી સાથે અને ભૂત–ભાવી પર્યાયને વર્તમાન સાથે સમન્વય દર્શાવનાર વાક્યને જ પ્રતીત્યવચન કહેલ છે.
એ જ પ્રમાણે એક જ સમયે દેશભેદના વિસ્તાર ઉપર પથરાયેલ કાળી ધોળી નાની મોટી આદિ અનેક વ્યક્તિઓ વ્યક્તિરૂપે ભિન્ન દેખાવા છતાં ગે આદિરૂપે સમાન પણ ભાસે છે. તેથી એવી પરસ્પર ભિન્ન અને વિચ્છિન્ન દેખાતી વ્યક્તિઓમાં પણ અમુકરૂપે એક ન્યાયપ્રાપ્ત હેવાથી, એ રીતે તેમને સમન્વય કરનાર વચન તે પણ પ્રતીત્યવચન છે. [૩૪]
એક વસ્તુમાં અસ્તિપણું અને નાસ્તિપણની ઉપપત્તિ– परपज्जवेहिं असरिसगमेहि णियमेण णिच्चमवि नत्थि। सरिसेहिं पि वंजणओ अत्थि ण पुणऽत्थपज्जाए ॥५॥ पच्चुप्पण्णम्मि वि पज्जयम्मि भयणागई पडइ दव्वं । जं एगगुणाईया अणंतकप्पा गुणविसेसा ।।६।।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org