________________
તૃતીય કડઃ ૩૪
૨૬૭ છે અને વિશેષે એ અભિન્ન સામાન્યની ભૂમિકા ઉપર જ રહેલા છે. તેથી વસ્તુમાત્ર પરસ્પર અવિભાજ્ય એવા સામાન્ય વિશેષ ઉભયરૂપ સિદ્ધ થાય છે.
હવે જે વિશેષ વિનાનું કેવળ સામાન્ય હોય, તે માત્ર સામાન્યવિષયક પ્રતીતિને આધારે વ્યવહાર કરનારને વિશેષે છોડી જ દેવા પડે; એટલે તેને પ્રતીતિ અને વ્યવહારસિદ્ધ કડું કુંડલ આદિ અનેક આકારોને વિચાર અને વાણીમાંથી ફેંકી દઈ માત્ર સેનું છે એટલે જ સામાન્ય વ્યવહાર કરે પ્રાપ્ત થશે. એ જ રીતે સામાન્ય વિનાના કેવળ વિશેને સ્વીકારનારે વિચાર અને વાણીમાંથી સુવર્ણરૂપ સામાન્ય સવ ફેંકી દઈ માત્ર કડું કુંડલ આદિ આકારે જ વિચારપ્રદેશમાં લાવવા પડશે, અને તેમને જ વાણીમાં મૂકવા પડશે. પરંતુ અનુભવ તે એવો છે કે, કોઈ પણ વિચાર અથવા વાણી માત્ર સામાન્ય કે માત્ર વિશેષને અવલંબી પ્રવર્તતાં નથી; તેથી એ બને ભિન્ન છતાં પરસ્પર અભિન્ન છે એમ સિદ્ધ થાય છે. [૧-૨]
પ્રતીત્યવચન કોને કહેવાય અને તે શા માટે ?– पच्चुप्पन्नं भावं विगयभविस्सेहिं जं समण्णेइ । एयं पडुच्चवयणं दव्वंतरणिस्सियं जं च ।।३।। दव्वं जहा परिणयं तहेव अत्थि त्ति तम्मि समयम्मि। विगयभविस्सेहि उ पज्जएहिं भयणा विभयणा वा ।। ४।।
જે વચન વતમાન પર્યાયને ભૂત અને ભવિષ્ય પર્યાય સાથે સમન્વય કરે છે, અને જે વચન ભિન્ન દ્રવ્યમાં રહેલ સામાન્ય સમન્વય કરે છે, તે પ્રતીત્યવચન છે. (કારણ કે-)
જે સમયમાં જે દ્રવ્ય જે રૂપે પરિણામ પામ્યું હોય, તે સમયમાં તે તે રૂપે જ છે. ભૂત અને ભવિષ્ય પર્યાયે સાથે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org