________________
માં કયાંય અક્ષરને લીધી છે પણ લવિયા
સન્મતિ પ્રકરણ વર્ગ ક્યાંય ક્યાંય પાઠની અસમાનતા ધરાવતે. તે વર્ગો એકમલક હોવા છતાં આ અસમાનતાનું કારણ વાંચનાર કે ભણનારે કરેલા ફેરફાર કે લેખકદેષ હતાં. પ્રતિઓને પરિચય લખતી વખતે એ પાંચ વર્ગોની જ પ્રતિએ માત્ર અમારી પાસે છે. એથી બધી પ્રતિઓને પશ્ચિય ન આપતાં એટલી જ આપ્યો છે. - - ૫. પ્રતિઓની લિપિ અક્ષરે અને અકે .
બધી પ્રતિઓમાં લિપિ દેવનાગરી છે પણ લહિયાઓના જુદી જુદી જાતના મરોડવાળ અક્ષરોને લીધે સમાન લિપિવાળી પ્રતિઓ છતાં અક્ષરમાં ક્યાંય ક્યાંય ભિન્નતા દેખાય છે. માંની પહેલા ખંડની પ્રતિ અને આખી વિ૦ પ્રતિ સિવાયની બીજી બધી પ્રતિઓમાં પડિમાત્રાવાળી લિપિ છે. જે લિપિમાં માત્રા અક્ષરને માથે નહિ પણ જમણું બાજુ પાછળ લખવામાં આવે તેનું નામ પડમાત્રા (પ્રતિ+ માત્રા) વાળી લિપિ છે. આ લિપિમાં જે કં ો ૌ એવા માત્રાવાળા અક્ષરે સિવાય બીજા અક્ષરેમાં ચાલુ દેવનાગરીથી બીજે કશે ફેરફાર નથી. .
પડિમાત્રા લખવામાં તે સરળ છે પણ એને વાંચનારે બરાબર સમજે એવી વ્યવસ્થાથી લખી હોય તો જ તે સફળ કહેવાય. એ લિપિમાં વર્તમાન બંગાલી૧૫ લિપિની પિઠે અક્ષરની જમણી બાજુ આવી માત્રા હોય છે, પણ લહિયાઓ એને માત્રાના ઘાટમાં ન લખતાં આમ | દંડના ઘાટમાં લખે છે. આ દંડ જેવી માત્રા એની આગળના અક્ષરને કાને ન સમજાય માટે એ માત્રા સહિત અક્ષરનું સળંગ માથું બાંધવામાં આવે છે. એટલે આમ જ લખવાથી એની પૂર્વનું દંડ જેવું ચિહ્ન તે એની માત્રા છે, પૂર્વના અક્ષરને કાને છે, કે અમથે દંડ જ છે, એવા વિકલ્પોને અવકાશ છે. પણ એ જ
- ૧૫. જુઓ પ્રાચીન લિપિમાળા લિપિપત્ર ૭૮ મું અને ૭૯ મું -બંગલાલિપિ, મૈથિલી લિપિ અને ઉડિયા લિપિ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org