SearchBrowseAboutContactDonate
Page Preview
Page 164
Loading...
Download File
Download File
Page Text
________________ ૪. મૂળ અને ઢીકાથને પરિચય ૧૪૭ આવી શકશે) તેણે જ સિદ્ધસેન અને અભયદેવને ગ્રંથ રચવામાં મુખ્ય પ્રેરણા આપી છે. (૩) મૂળ ગ્રંથ સન્મતિ રચાય કે સત્વર જ તેની અસર અજબ રીતે જૈન વાડ્મય ઉપર થઈ. સાતમા સૈકાથી માંડી ચાલુ સદી સુધીના પ્રતિષ્ઠિત અને અભ્યાસી શ્વેતાંબર, દિગંબર વિદ્વાનોમાંથી કેઈએ ૧૪૪સન્મતિને જૈન દર્શનના એક પ્રભાવક ગ્રંથ તરીકે વર્ણવ્ય છે, તો કેઈ ૧૪બીજાએ પિતાના વિચારોની પુષ્ટિમાં તેને આધાર લીધો છે; ૧૪૬અને તેના ઉપર ટીકા રચી છે તો વળી બીજા ૧૪૭ઈએ સન્મતિને આશ્રય લઈ અનેક નવાં સ્વતંત્ર પ્રકરણો રચ્યાં છે; કોઈએ સન્મતિમાંના અમુક જુદા પડતા ખાસ વિચારનું ખંડન કરવા પ્રૌઢ અને અભ્યાસપૂર્ણ પ્રકરણ ૧૪૮રચ્યાં છે, તો કોઈએ પાછી એ જ વિચારોને ૧૪“સમન્વય કરી તેની પ્રતિષ્ઠા વધારી છે. ટૂંકામાં એમ કહી શકાય કે જૈન વાડ્મયમાં તકશેલીની જામેલ પ્રતિષ્ઠા મોટે ભાગે સન્મતિની રચનાને જ આભારી છે જૈન વાય ઉપર ટીકાની રચનાની અસર મુખ્યપણે ત્રણ બાબતોમાં થયેલી નજરે પડે છે. દશમા સૈકા પછીના જેનું વાયમાં પ્રસન્ન શૈલીએ સંસ્કૃત ભાષામાં લખવાની જે રીતે દેખાય છે, વિશાળ અને વિશાળતર પરિમાણવાળા ગ્રંથે રચવાની જે ભાવના જણાય છે, અને વિવિધ જૈનેતર દર્શનના ગ્રંથને અભ્યાસ કરી તે મારફત જૈન સાહિત્ય વિકસાવવાની જે તીવ્ર વૃત્તિ ઉદય પામેલી અનુભવાય છે, એ બધામાં સન્મતિની પ્રસ્તુત ટીકાની અસરને ખાસ ફાળો છે. આ વાત ૧૪૪. જિનદાસગણિમહત્તર વગેરેએ. ૧૪૫. હરિભદ્ર, ગંધહસ્તી વગેરેએ. ૧૪૬. મલવાદી, સુમતિ વગેરેએ. ૧૪૭. ઉ૦ ચવિજયજીએ. ૧૪૮. જિનભદ્રગણું, ક્ષમાશ્રમણ વગેરેએ. ૧૪૯. જુઓ જ્ઞાનબિંદુ પૃ૦ ૧૬૪. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001075
Book TitleSanmati Tarka Prakaran
Original Sutra AuthorSiddhasen Divakarsuri
AuthorSukhlal Sanghavi, Bechardas Doshi
PublisherGujarat Vidyapith Ahmedabad
Publication Year1932
Total Pages375
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Philosophy, Nyay, & Anekantvad
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy