________________
૧૫ર
સન્મતિ પ્રકરણ ભાષાના સંબંધમાં અહીં એક પ્રશ્ન વિચારવા જેવો છે; અને તે એ કે, ગ્રંથકારની ઉપલબ્ધ નિશ્ચિત કૃતિઓમાં સન્મતિ સિવાયની બધી જ કૃતિઓ સંસ્કૃતમાં છે, તેથી ગ્રંથકાર સંસ્કૃતના વિશિષ્ટ પ્રભાવવાળા સમયમાં થયા હોય અગર તે તેમના ઉપર સંસ્કૃત ભાષાને વિશિષ્ટ પ્રભાવ હોય એમ માની શકાય ખરું? અલબત્ત એમ જ લાગે છે. પ્રાચીન જૈન વાડ્રમય પ્રાકૃત ભાષામાં જ લખાતું એ નિર્વિવાદ છે. ઉપલબ્ધ સમગ્ર જૈન સાહિત્યમાં વાચક ઉમાસ્વાતિની કૃતિઓ એ જ પ્રથમ જૈન સંસ્કૃત કૃતિઓ છે. તેમના પહેલાં કેઈએ સંસ્કૃત ગ્રંથે લખ્યા હતા તેવું પ્રમાણ હજી મળ્યું નથી. તેથી અત્યારે એમ કહેવામાં કશે બાધ નથી કે જેના સાહિત્યમાં સંસ્કૃત ભાષાને સૌથી પ્રથમ સ્થાન આપનાર વાચક ઉમાસ્વાતિ છે. તેમણે જૈન સાહિત્યમાં સંસ્કૃત ભાષાનું દ્વાર ખુલ્લું કર્યા પછી પ્રાચીન પ્રથા પ્રમાણે પ્રાકૃત ગ્રંથરચના થતી રહેવા સાથે સંસ્કૃતમાં પણ થવા લાગી. (સિદ્ધસેન દિવાકર જન્મથી જ સંસ્કૃત ભાષાના અને દાર્શનિક વિષયને અભ્યાસી હતા. જૈન દીક્ષા સ્વીકાર્યા પછી તેમણે પ્રાકૃતને વિશિષ્ટ અભ્યાસ કરી લીધો ખરે, છતાં તેમના ઉપર વિશિષ્ટ સંસ્કારે તે સંસ્કૃતના હતા. આ કારણથી તેમની સંસ્કૃત કૃતિઓ વધારે મળે છે. પ્રાકૃતમાં અત્યારે નિર્વિવાદ રીતે તેમની કૃતિ સન્મતિ જ છે.) તેમાં પ્રસંગ અને અભ્યાસને લઈ જો કે પ્રાકૃત શબ્દો વપરાયેલા નજરે પડે છે, છતાં કેટલાંયે એવાં પ્રાકૃત રૂપે છે કે જે તેમના ઉપરના વિશિષ્ટ સંસ્કૃત પ્રભાવની સાક્ષી૧૫૪ પૂરે છે.
(ટીકાની ભાષા તે સંસ્કૃત છે. એમાં શંકરાચાર્ય અને વાચસ્પતિમિશ્ર જેવા પ્રૌઢ વિદ્વાન દ્વારા ખેડાયેલી દાર્શનિક સંસ્કૃત ભાષાને પરિપાક દેખાય છે.)
રચનાલી (સન્મતિની આખી રચના પદ્યમય છે. તેમાં બધાં જ પડ્યો આર્યાદમાં છે. અતિહાસિક વિદ્વાની સમયનિર્ણય પરની એક
૧૫૪. સુવfાછિયાનો, વિમગવાય, આજનો ઇત્યાદિ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org