________________
તુતીય કાંડઃ ૨૯-૩૧
૨૮૯ રીતે કઈ પણ એક જ દિશામાં એક કાળે ગતિ સંભવતી હેવાથી તે વખતે તે વસ્તુમાં બીજી દિશાઓની અપેક્ષાએ ગતિ નથી જ. આ પ્રમાણે સૂક્ષ્મ દૃષ્ટિથી દેખાયેલા સાપેક્ષ ગતિ અને તેના અભાવને લીધે સ્થૂળ દષ્ટિએ એક જ વસ્તુમાં ભાસેલે ગતિ–અગતિને વિરોધ આપોઆપ ટળી જાય છે, અને એ વસ્તુ કઈ રીતે ગતિવાળી અને કઈ રીતે ગતિ વિનાની એક જ કાળમાં છે, એ સ્વરૂપ અનેકાંતદષ્ટિએ નક્કી થઈ જાય છે.
અગ્નિ એ લાકડાં વગેરેને દહે – બળે છે માટે તે દહન છે અને કચરાને ઉડાડી અનાજને સૂપડાની પેઠે સાફ કરે છે માટે વાયુ એ પવન છે. દહન પવન આદિ શબ્દની વ્યુત્પત્તિ જાણનાર જે સ્થૂળ દષ્ટિવાળે હોય, તે દહનને અદહન અને પવનને અપવન કહેતા કોઈને સાંભળી જરૂર વિરોધ માને અને કહે છે, એમ કહેવું તે ખોટું છે. આ સ્થળે શું સત્ય છે તે જાણવું હોય, તે થોડા પ્રશ્નો જ કરવા અસ છે. અગ્નિ બાળે છે માટે જ દહન કહેવાય છે ને ? જે એમાં હોય તે તે ઘાસ વગેરે બળવા લાયક વસ્તુઓને બાળે છે પણ આકાશ આત્મા આદિ અમૂર્ત વસ્તુઓને ક્યાં બાળે છે ? એટલે તે દાહ્ય વસ્તુઓની અપેક્ષાએ દહન હોવા છતાં અદાહ્ય વસ્તુઓની અપેક્ષાએ દહન નથી; પણ આ રીતે જોતાં દહન એ યૌગિક નામ હે જયાં દાહ ન કરી શકે ત્યાં તે એ નામ ધારણ ન જ કરી શકે. એટલે એક જ અગ્નિમાં દહનપણું અને અદહનપણું સાપેક્ષ રીતે છે : તેમાં કશે જ વિરોધ નથી. એ વાત અનેકાંતદષ્ટિ સિદ્ધ કરે છે. એ જ યુકિત પવનમાં લાગુ પડે છે.
જીવ એ એક સ્વતંત્ર દ્રવ્યભાવાત્મક વસ્તુ છે, એ જ રીતે ઘટ આદિ ગુગલ પણ સ્વતંત્ર દ્રવ્ય હોઈ ભાવાત્મક વસ્તુ છે. એ બને દ્રવ્યને કઈ અભાવાત્મક કહે તે સ્થૂળ દૃષ્ટિવાળાને વિરોધ જ દેખાય;
અને તે એમ કહે કે જે જીવ એ દ્રવ્ય છે, તે અભાવાત્મક કેમ હઈ શકે ? એ જ રીતે ઘટ પણ પુદ્ગલદ્રવ્ય હેઈ અભાવાત્મક કેમ
સ–૧૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org