________________
૨૮
સન્મતિ પ્રકરણ कुंभो ण जीवदवियं जीवो वि ण होइ कुंभदवियं ति। तम्हा दो वि अदवियं अण्णोण्णविसेसिया होति ।। ३१ ।।
કઈ ગતિપરિણુત દ્રવ્યને ગતિવાળું જ માને છે. તે પણ ઊદવગતિવાળું હોઈ તે રીતે ગતિમત્ છે અને બીજી રીતે અગતિમતુ છે. [૨૯].
એ રીતે ગુણથી સિદ્ધ સંજ્ઞાવાળા દહન વગેરે સમજવા. કારણ કે જે દ્રવ્ય – ભાવ જે પ્રકારે નિષિદ્ધ હોય તે તે પ્રકારે અદ્રવ્ય – અભાવાત્મક હોય છે. [૩૦]
ઘડે એ છવદ્રવ્ય નથી અને જીવ પણ કુંભદ્રવ્ય નથી. તેથી પરસ્પર ભિન્ન એવા એ બને પણ તે તે રૂપે અદ્રવ્ય છે. [૩૧]
જેમાં અનેકાંતદષ્ટિ લાગુ કરવી હોય તેનું સ્વરૂપ બહુ બારીકીથી તપાસવું. તેમ કરવાથી સ્થૂળ દષ્ટિએ દેખાતા કેટલાક વિરોધો આપઆપ સરી જાય છે અને વિચારણીય વસ્તુનું તાત્ત્વિક સ્વરૂપ ચક્કસ રીતે ધ્યાનમાં આવે છે. આ વસ્તુસ્થિતિ સ્પષ્ટ કરવા ગ્રંથકાર અહીં ગતિયુક્ત દ્રવ્યને, દહન પવન આદિ સંજ્ઞાઓનો અને જવ ઘટ આદિની ભાવાત્મકતાને એમ ત્રણ દાખલાઓ અનુક્રમે લે છે.
કોઈ પણ સ્થૂળ દષ્ટિએ વિચારનાર જ્યારે અમુક વસ્તુને ગતિવાળી જુએ, ત્યારે તે એમ જ માને અને કહે કે આ વતુ ગતિવાળી જ છે અને તેમાં ગતિને અભાવ નથી. આ માન્યતા કેટલે અંશે સાચી છે તે તપાસવા જરા ઊંડા ઊતરતાં જ દેખાય છે કે તણખલું
જ્યારે ગતિમાં હોય છે ત્યારે પણ તે કાંઈ પૂર્વ પશ્ચિમ ઊંચે નીચે આદિ બધી દિશા - વિદિશાઓમાં ગતિ કરતું નથી હોતું. જે એ ઊંચે ઊડતું હોય છે, તે તે નીચી દિશામાં ગતિ નથી જ કરતું; જે તે પૂર્વ દિશામાં જતું હોય છે, તે પશ્ચિમ દિશામાં તેની ગતિ નથી જ. એ જ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org