SearchBrowseAboutContactDonate
Page Preview
Page 228
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રથમ કાંડ : ૨૨ ૨૧૧ તેવી રીતે બધા નો પિતપોતાના પક્ષમાં વધારે નિશ્ચિત છતાં પણ અંદરોઅંદર એકબીજા સાથે નિરપેક્ષ હોઈ, “સમ્યગ્દશન” વ્યવહાર પામી શકતા નથી. [૩] વળી જેમ તે જ મણિએ દેરામાં ખાસ ખાસ ભાગ પાડી તે પ્રમાણે ગોઠવવામાં આવ્યા હોય, તો “રત્નાવલી” એમ કહેવાય છે, અને પિતાનાં જુદાં જુદાં નામે છેડી દે છે; [૨૪] તેમ બધા નયવાદે ઘટતી રીતે ગોઠવાઈ વ્યવસ્થિત અથવાળા થાયે, તે “સમ્યગદશન વ્યવહાર પામે છે; વિશેષ સંજ્ઞા નથી પામતા. [૨૫] રનો ગમે તેવાં પાણીદાર અને કીમતી હોવા છતાં જ્યાં સુધી બધાં છૂટાં છૂટાં હોય, ત્યાં સુધી તે હાર નથી કહેવાતાં અને હારની કિંમત નથી મેળવી શકતાં. તે જ રને જ્યારે યોગ્ય રીતે પરેવી ગોઠવી દેવામાં આવે છે, ત્યારે તેઓ પિતાનું ખાસ નામ છોડી હાર નામ ધારણ કરે છે અને યોગ્ય કિંમત મેળવે છે. તે જ પ્રમાણે નયનું છે. દરેક નયવાદ પોતપોતાના પક્ષમાં ગમે તેટલે મજબૂત હોય; છતાં જ્યાં સુધી તે બીજા પક્ષની દરકાર ન કરે, ત્યાં સુધી પરસ્પર નિરપેક્ષ બધા વાદો સમ્યગ્દર્શન નથી કહેવાતા; પણ જ્યારે તે બધાને વિષય અંદરોઅંદર એક બીજા સાથે ગોઠવાઈ જાય છે, અને બધા જુદા જુદા વિષયના પ્રતિપાદક હેવા છતાં મુખ્યપણે એક જ વસ્તુનું પ્રતિપાદન કરવા માટે સાપેક્ષપણે પ્રવર્તતા હોય છે ત્યારે તે દરેક પિતાનું ખાસ નામ છોડી સમ્યગ્દર્શન નામ ધારણ કરે છે. રનનું હારપણું પરેવણી અને ગેઠવણ ઉપર અવલંબે છે; તેમ નયવાદનું સમ્યગ્દષ્ટિપણે તેમની પરસ્પર અપેક્ષા ઉપર અવલંબે છે. [૨૨-૨૫] દાંત મૂકવાની સાર્થકતા સાબિત કરવા તેના ગુણનું કથન – Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001075
Book TitleSanmati Tarka Prakaran
Original Sutra AuthorSiddhasen Divakarsuri
AuthorSukhlal Sanghavi, Bechardas Doshi
PublisherGujarat Vidyapith Ahmedabad
Publication Year1932
Total Pages375
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Philosophy, Nyay, & Anekantvad
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy