SearchBrowseAboutContactDonate
Page Preview
Page 223
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૬ સમતિ પ્રકરણ જુદે રૂપે બદલાતી રહે છે; તેથી એક જ વસ્તુમાં સ્થિરપણું અને અસ્થિરપણું એ વિરુદ્ધ નથી, પણ વાસ્તવિક છે. અને એ બે રૂપે હોય તે જ વસ્તુ પૂર્ણ બને છે. [૧] બંને નયે છૂટાછૂટા મિથ્યાદષ્ટિ કેમ બને છે તેને ખુલાસે – एए पुण संगहओ पाडिक्कमलक्खणं दुवेण्हं पि। तम्हा मिच्छद्दिट्ठी पत्तेयं दो वि मूलणया ।। १३ ।। એ ઉત્પાદ, વ્યય અને સ્થિતિ ત્રણે એકબીજા સાથે મળીને જ રહે છે, તેથી બને નયને પણ છૂટે છૂટો વિષય સતનું લક્ષણ નથી થતો, માટે એ બને મૂળ ન છૂટા છૂટા મિથ્યાષ્ટિ છે. [૧૩]. બંને ન છૂટા છૂટા મિથ્યાદષ્ટિ હેવાનું કારણ એ છે કે, બંનેમાંથી એકે નયને વિષય સતનું લક્ષણ બનતો નથી. કવ્યાર્થિકને વિષય સામાન્ય લઈએ કે પર્યાયાચિકનો વિષય વિશેષ લઈએ, પણ તે એકે સતનું લક્ષણ નથી જ. સતનું લક્ષણ તે સામાન્ય, વિશેષ બંને મળીને જ બને છે. તેથી કેઈ એક છૂટો નય જે વસ્તુના સંપૂર્ણ સ્વરૂપના પ્રતિપાદનને દાવો કરે, તે તે મિથ્યાદષ્ટિ છે. [૧૩] બને નમાં યથાર્થપણું કેવી રીતે આવે છે તેનો ખુલાસો – ण य तइओ अत्थि णओ ण य सम्मत्तं ण तेसु पडिपुण्णं । जेण दुवे एगन्ता विभज्जमाणा अणेगन्तो।। १४ ॥ ત્રીજે નય નથી જ; એ બે નોમાં યથાર્થપણું નથી સમાતું એમ પણ નથી. કારણ કે, બને એકાંતે વિશેષ રૂપે ગ્રહણ કરાતાં જ અનેકાંત બને છે. [૧૪] સત એ સામાન્ય વિશેષ ઉભયાત્મક છે. તેને ગ્રાહક જે કંઈ નય હેય તે અલબત સંપૂર્ણ વસ્તુગ્રાહી હોવાથી તેને સમ્યગનય કહી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001075
Book TitleSanmati Tarka Prakaran
Original Sutra AuthorSiddhasen Divakarsuri
AuthorSukhlal Sanghavi, Bechardas Doshi
PublisherGujarat Vidyapith Ahmedabad
Publication Year1932
Total Pages375
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Philosophy, Nyay, & Anekantvad
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy