________________
૨૧.
વતીય કાંડઃ ૨૨ સંબંધને લીધે જ લઘુત્ર માનવામાં આવતું, તે જ પુરુષને સંબંધ હવે મહત્ત્વને સાધક કેમ બની શકશે ? અને જેને સંબંધ પ્રથમ મહત્ત્વસાધક હતું, તેને જ સંબંધ હવે લધુત્વસાધક કેમ બનશે? તેથી દષ્ટાંતભૂત પુરુષમાં કે દસ્કૃતિક ફળ આદિ વસ્તુઓમાં માત્ર સામાન્ય તત્ત્વ ન સ્વીકારતાં, વિશેષો પણ વાસ્તવિકપણે તેમાં છે એવું સ્વીકારવું જોઈએ. અન્ય વસ્તુઓના સંબંધો તે તે વિશેષોના માત્ર વ્યંજક બને તે ઉપરથી કાંઈ વ્યંજક સંબંધોને સ્વીકારી, વ્યંગ્ય વિશેષ ઉડાડી મૂકી શકાય નહિ. કારણ કે, જે વિશેષ એ પિતે જ બ્રાંત હશે, તે એકે એકે તે ખોટા ઠરતાં છેવટે સામાન્ય પણ ખોટું જ કરશે. કારણ કે, સામાન્ય એટલે સમાન અગર એક; અને જે ભેદ ન હોય, તે કેનું સમાન અને કેનું એક કહી શકાય? તેથી વિશેષ – ગુણ અને સામાન્ય – દ્રવ્ય. બને વાસ્તવિક હાઈ ભિન્ન છતાં અભિન્ન છે એમ માનવું જોઈએ. એટલે અભેદને એકાંત પણ બાધિત હાઈ રવીકારવો યોગ્ય નથી.
અહીં એકાંતઅભેદવાદી સિદ્ધાંતીને પિતાના પક્ષના બચાવ માટે. એમ કહે છે કે, જો તમે એમ માનતા હો કે દરેક વસ્તુ કેઈ ને કઈ પ્રકારના સંબંધવાળી તે છે જ અને તેમાં પરસ્પર સંબંધ-- પણું ઘટે છે જ, તે અમે એ જ માન્યતાને લંબાવી આગળ વધી એમ કહીશું કે, સંબંધના વૈવિધ્યને લીધે સંબંધી વસ્તુમાં વૈવિધ્ય શા માટે સિદ્ધ ન થાય ?
આને ઉત્તર સિદ્ધાંતી એમ આપે છે કે, અલબત્ત વિશેષ વિશેષ પ્રકારના સંબંધને લીધે એક જ વસ્તુ વિશેષ વિશેષ પ્રકારે વ્યવહારાય છે; જેમ એક જ માણસ લાકડીના સંબંધથી લાકડીવાળો અને ચેપપડીના સંબંધથી ચોપડીવાળો કહેવાય છે. પરંતુ અમે જે અનેક વસ્તુઓની કાળાશમાં વૈષમ્ય બતાવ્યું છે, તેની ઇન્દ્રિયના સંબંધમાત્રથી ઉપપતિ શી રીતે થશે ? કારણ કે ઓછી વધતી કાળાશવાળી એ બધી વસ્તુઓ એક જ વખતે એક જ પુરુષની નયનેંદ્રિય સાથે એકસરખે સંબંધ ધરાવે છે. એ રીતે એક જ પુરુષની રસનેંદ્રિયનો વિષય બનતાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org