________________
૨૮ર
સન્મતિ પ્રકરણ બે ફળોમાંના મધુર રસના વૈષમ્યનું ઉપપાદન રસનના સંબંધમાત્રથી શી રીતે થશે ? માટે વિશેષનું વ્યંગ્યપણું ભલે વ્યંજકાધીન હોય, છતાં તેઓનું અસ્તિત્વ તે સ્વતઃસિદ્ધ છે એમ ફલિત થાય છે. વિશેષે એ જ ગુણ પર્યાયે અગર પરિણામો. તેથી દ્રવ્ય અને તેમના વચ્ચે એકાંતભેદ કે એકાંતઅભેદ ન માનતાં તે કથંચિત જ માનવો જોઈએ.
અહીં સિદ્ધાંતી સામે એક પ્રશ્ન ઊભો થાય છે અને તે એ કે, તમે દ્રવ્યમાં જે પર્યાનું વૈષમ્ય સહજ માને છે, તે કેવી રીતે થશે? કારણ કે, જેમ કેઈ એક વસ્તુમાં ઠંડક અને ગરમી બનેને સંભવ વિરુદ્ધ જ છે, તેમ એક જ ફળ આદિ વસ્તુમાં માધુર્ય કે અમ્લતાનું વૈષમ્ય પણ વિરુદ્ધ જ છે. આને ઉત્તર આપતાં સિદ્ધાંતી કહે છે કે, કેઈ પણ વસ્તુમાં અમુક ગુણનું જે વૈષમ્ય હોય છે, તેને આધાર દ્રવ્ય, ક્ષેત્ર કાળ આદિ આજુબાજુના બાહ્ય સંજોગે ઉપર છે; વળી એ વિષમ્ય બાહ્ય સંજોગેને જ આભારી છે એમ પણ નથી, કારણ કે એમાં એ વસ્તુ પોતે પણ નિમિત્ત છે જ. તેથી કેઈ પણ વૈષમ્ય પરિણામને માત્ર બાલ્યનિમિત્તજન્ય કે માત્ર સ્વાશ્રયભૂતવરતુજન્ય ન માનતાં ઉભયજન્ય જ માનવો જોઈએ. [૧૬-૨૨].
કોઈ ભેદવાદીએ બાંધેલ દ્રવ્ય અને ગુણના લક્ષણની તથા તેના ભેદવાદની સમાલોચના
दव्वस्स ठिई जम्म-विगमा य गुणलवखणं ति वत्तव्वं । एवं सइ केवलिणो जुज्जइ तं णो उ दवियस्स ।। २३ ।' दव्वत्थंतरभूया मुत्ताऽमुत्ता य ते गुणा होज्ज । जइ मुत्ता परमाणू णत्थि अमुत्तेसु अग्गहणं ।। २४॥
ભેદવાદી કહે છે કે, દ્રવ્યનું લક્ષણ સ્થિતિ અને ગુણનું લક્ષણ ઉત્પત્તિ તથા વિનાશ એમ કહેવું જોઈએ. સિદ્ધાંતી કહે છે કે, જે એમ માનશે તે તે લક્ષણ કેવળ દ્રવ્ય અને કેવળ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org