________________
તૃતીય કડઃ ૨૩૪
૨૮૩ ગુણ એ બન્ને જુદા જુદામાં ઘટશે, પરંતુ એક સમગ્ર સત્ વસ્તુમાં નહિ ઘટે. [૨]
વળી દ્રવ્યથી ભિન્ન એવા તે ગુણે કાં તે મૂત્ત કાં તો અમૃત્ત હોય. જે તે મૂત્ત હોય તે કઈ પરમાણુ જ ન રહે; અને અમૂત્ત હોય તો તેનું જ્ઞાન જ ન થાય. [૨]
કઈ ભેદવાદી સ્થિરતાને દ્રવ્યનું લક્ષણ અને ઉત્પત્તિ-વિનાશને ગુણનું લક્ષણ કહે છે. તેની સામે ગ્રંથકાર કહે છે કે, એ બંને લક્ષણ દ્રવ્ય અને ગુણના એકાંતભેદ ઉપર અવલંબિત છે. તેથી તે કેવળ ધર્મ - ગુણશન્ય આધારમાં અને કેવળ ધર્મ – આધારશૂન્ય ગુણમાં જ ઘટે. પરંતુ ધર્મ અને ધર્મે એવી રીતે કેવળ એકાંતભિન્ન છે જ નહિ, એ તે પરસ્પર અભિન્ન પણ છે; તેથી ધર્મી પણ ધર્મની પેઠે ઉત્પાદન વિનાશવાન છે જ અને ધર્મ પણ ધર્મની પેઠે સ્થિર છે જ. એટલે ધર્મીને માત્ર સ્થિર કહેવામાં અને ધમને માત્ર અસ્થિર કહેવામાં લક્ષણની અપૂર્ણતા છે. પૂર્ણ લક્ષણ તે પરસ્પર અભિન્ન ધમ ધર્મી ઉભયક્ષ વસ્તુ મળી તેનું બાંધવામાં આવે તે જ ઘટી શકે. એવું લક્ષણ વાચક ઉમાસ્વાતિએ તત્ત્વાર્થ સૂત્ર ૫, ૨૯ માં બાંધ્યું છે. તે કહે છે કે, જે ઉત્પાદવ્યય-ધ્રૌવ્યયુક્ત હોય તે સત – ધમધમી ઉભયરૂપ વસ્તુ. ભેદદષ્ટિએ બાંધેલાં ઉક્ત બે લક્ષણોમાંથી એકે લક્ષણ આ સાત વસ્તુને લાગુ નથી જ પડતું. • ભેદદષ્ટિને દૂષિત બનાવવા તેના ઉપર રચાયેલાં લક્ષણમાં અવ્યાપ્તિદેષ બતાવ્યા ઉપરાંત ગ્રંથકાર બીજી રીતે પણ દેષદર્શન કરાવે છે. તે ભેદવાદીને પૂછે છે કે, દ્રવ્યથી ભિન્ન માનેલા ગુણોને તમે મૂર્ત – ઈદ્રિયગ્રાહ્ય માને છે કે અમૂર્ત—ઈદ્રિયગ્રાહ્ય ? જે મૂર્ત કહેશે તે પરમાણુ અતીંદ્રિય દ્રવ્ય મનાય છે તે જ નહિ રહે. કારણ કે મૂર્ત— ઈદ્રિયગ્રાહ્ય ગુણના આધાર હોવાથી પરમાણુ પિતે પણ ઈદ્રિયગ્રાહ્ય બનશે અને તેમ થાય તે અતીદિયત્વ જવાને લીધે તેમનું પરમાણુત્વ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org