________________
ર૮૪
સન્મતિ પ્રકરણ ક્યાં રહ્યું છે જે ગુણોને અમૂર્ત કહેશે, તે તે કદી ઈડિયજ્ઞાનના વિષય ન જ બનવા જોઈએ; ત્યારે ઘટ પટાદિમાં તેથી ઊલટું છે. તેથી એકાંત ભેદપક્ષમાં ગુણોને કેવળ મૂર્ત કે કેવળ અમૂર્ત સ્વીકારવામાં ઉક્ત દેશે આવતા હોવાથી તેમને અભિન્ન માનવા જોઈએ તેમ માનતાં ઉક્ત દેષ નથી આવતા. જ્યાં દ્રવ્ય પિતે જ મૂત – ઈદ્રિયગ્રાહ્ય હેય, ત્યાં તેના ગુણે મૂર્ત અને જ્યાં દ્રવ્ય પિતે જ અમૂર્ત હોય ત્યાં તેને ગુણે અમૂર્ત, આમ હોવાથી અતીંદિય પરમાણુના ગુણે અતીન્દ્રિય જ છે અને અંતિયક ઘટપટ આદિના ગુણ ઐકિયક છે. [૨૩-૨૪]
પ્રસ્તુત ચર્ચાનું પ્રજન– सीसमईविप्फारणमेत्तत्थोऽयं कओ समुल्लावो । इहरा कहामुहं चेव पत्थि एवं ससमयम्मि ।।२५।। ण वि अत्थि अण्णवादो ण वि तव्वाओ जिणोवएसम्मि । तं चेव य मण्णंता अवमण्णंता ण याणंति । २६ ।।
આ પ્રબંધ શિષ્યની બુદ્ધિના માત્ર વિકાસ માટે છે. નહિ તે સ્વશાસ્ત્રમાં એ રીતે કથાના આરંભને જ અવકાશ નથી. કારણ કે–
જેન ઉપદેશમાં નથી ભેદવાદ કે નથી અમેદવાદ. તે જ છે એમ માનનારાઓ મતવ્ય વસ્તુની અવજ્ઞા કરતા હોઈ, કશું જ જાણતા નથી. [૨૫-૨૬]
દ્રવ્ય અને ગુણના ભેદ તથા અભેદ ઉપર આટલી બધી લાંબી ચર્ચા કર્યા પછી.ગ્રંથકાર પોતે જ તેના પ્રયજન વિષે કહે છે કે, ખરી રીતે આવી ચર્ચાને જેન સિદ્ધાંતમાં સ્થાન જ નથી. કારણ કે એમાં કયાંયે ગુણ – ગુણીને માત્ર ભેદ કે માત્ર અભેદ માનવામાં જ નથી આવ્યું. જેઓ ગુણને ગુણીથી ભિન્ન જ અથવા ગુણસ્વરૂપ જ માને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org