SearchBrowseAboutContactDonate
Page Preview
Page 302
Loading...
Download File
Download File
Page Text
________________ તૃતીય કાંડ : ૨૭-૮ ૨૦૫ છે, તેઓ તે વસ્તુની યથાર્થતાના લેપ કરતા હાવાથી ખરી રીતે અજ્ઞાન જ છે. એટલે જૈન શાસ્ત્રમાં એકાંતવાદને સ્થાન જ નથી. તેમ હતાં અહીં જે એકાંતવાદના પૂર્વ પક્ષની ભૂમિકા ઉપર વિસ્તૃત ચર્ચા કરવામાં આવી છે, તેનું પ્રયેાજન ફક્ત જિજ્ઞાસુ શિષ્યાની વિચારશકિત વિકસાવવી એટલું જ છે. એટલે તેઓએ જાણવું ઘટે કે, એ પૂ`પક્ષા જૈનમતાશ્રિત નથી પણુ અન્યમતાશ્રિત છે. ભેદવાદ એ વૈશેષિક ન્યાય આદિ દશનાની છાયા છે અને અભેદવાદ એ સાંખ્ય આદિ દશાની છાયા છે. એ બન્ને વાદના સમુચિત સમન્વયમાં જૈન અનેકાંત દૃષ્ટિ રહેલી છે. [૨૫-૨૬] અનેકાંતની વ્યાપકતા भयणा विहु भइयव्वा जइ भयणा भयइ सव्वदव्वाई । एवं भयणा णियमो वि होइ समयाविरोहेण ॥। २७ ॥ णियमेण सद्दहंतो छक्काए भावओ न सद्दह । हंदी अपज्जवेसु वि सद्दहणा होइ अविभत्ता ।। २८ ।। જેમ અનેકાંત સવ વસ્તુઓને વિકલ્પનીય કરે છે, તેમ અનેકાંત પણ વિકલ્પના વિષય થવા ચાગ્ય છે. એમ હાવાથી સિદ્ધાંતને વિરાધ ન આવે તેવી રીતે અનેકાંત એ એકાંત પણ હાય છે. [૨૭] છ કાયાને નિયમથી શ્રદ્ધતા પુરુષ ભાવથી શ્રદ્ધા નથી જ કરતા, કારણ કે વિભાગા – પર્યાયામાં પણ અવિભક્ત શ્રદ્ધા થાય છે. [૨૮] અનેકાંતદૃષ્ટિ તે એક પ્રકારની પ્રમાણપદ્ધતિ છે. તે એવી વ્યાપક છે કે, જેમ એ અન્ય બધા પ્રમેયામાં લાગુ પડી તેનું સ્વરૂપ નક્કી કરે છે, તેમ તે પોતાના વિષયમાં પણ લાગુ પડે છે અને પોતાનું Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001075
Book TitleSanmati Tarka Prakaran
Original Sutra AuthorSiddhasen Divakarsuri
AuthorSukhlal Sanghavi, Bechardas Doshi
PublisherGujarat Vidyapith Ahmedabad
Publication Year1932
Total Pages375
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Philosophy, Nyay, & Anekantvad
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy