________________
૨૮૬
સન્મતિ પ્રકરણ સ્વપ વિશેષ સ્કુટ કરે છે. પ્રમેયમાં લાગુ પડવાને અર્થ એ છે કે, તેમના વિષયમાં જે સ્વરૂપ પર જુદી જુદી દષ્ટિઓ બંધાયેલી હોય અગર બંધાવાને સંભવ હોય, તે બધી દષ્ટિઓને યોગ્ય રીતે સમન્વય કરી અર્થાત તે દરેક દૃષ્ટિનું સ્થાન નક્કી કરી, પ્રમેયનું એકંદર સ્વરૂપ કેવું હોવું જોઈએ તે સ્થિર કરવું. જેમ કે જગતના મૂળ તત્ત્વ જડ અને ચેતનના વિષયમાં અનેક દૃષ્ટિએ પ્રવર્તે છે. કેઈ એમને માત્ર અભિન્ન કહ્યું છે તે કઈ માત્ર ભિન્ન. કેઈ એમને માત્ર નિત્યક્ષ માને છે તે કોઈ માત્ર અનિત્યપ. વળી કેઈએમને એક માને છે તો કઈ અનેક કહે છે. આ અને આના જેવા બીજા અનેક વિકલ્પનું સ્વરૂપ, તારતમ્ય અને અવિરધીપણું વિચારી સમન્વય કરે કે એ તો સામાન્ય દૃષ્ટિએ જોતાં અભિન્ન, નિત્ય અને એક છે, તેમ જ વિશેષ દૃષ્ટિએ જોતાં ભિન્ન, અનિત્ય અને અનેક પણ છે. આ પ્રમેયના વિષયમાં અનેકાંતની પ્રવૃત્તિને એક દાખલ થયે.
એ જ પ્રમાણે અનેકાંતદષ્ટિ જ્યારે પિતાના વિષયમાં પ્રવર્તે છે, ત્યારે પિતાના સ્વરૂપ વિષે તે જણાવે છે કે, તે અનેક દષ્ટિઓને સમુચ્ચય હોઈ અનેકાંત તે છે જ, તેમ છતાં એ એક સ્વતંત્ર દષ્ટિ હોઈ તેટલા પૂરતી એકાંત દૃષ્ટિ પણ છે. એ જ રીતે અનેકાંત એટલે બીજું કાંઈ નહિ પણ જુદી જુદી દષ્ટિપ એકમને સાચે સરવાળો. આમ હોવાથી તે અનેકાંત હોવા છતાં એકાંત પણ છે જ. અલબત એમાં એટલી વિશેષતા છે કે, તેમાં સમાતું એકાંતપણું યથાર્થતાનું વિરોધી ન હોવું જોઈએ. સારાંશ એ છે કે, અનેકાંતમાં સાપેક્ષ (સમ્યફ ) એકાંતેને સ્થાન છે જ.
જેમ અનેકાંતદષ્ટિ એ એકાંતદષ્ટિ ઉપર પ્રવર્તતા મતાંતરોના અભિનિવેશથી બચવાની શિક્ષા આપે છે, તેમ તે અનેકાંતદષ્ટિને નામે બંધાતા એકાંતગ્રહોથી બચવાની પણ શિક્ષા આપે છે. જેના પ્રવચન અનેકાંતરૂપ છે એમ માનનારા પણ જો તેમાં આવેલા વિચારોને એકાંતએ પ્રહણ કરે, તે તે સ્થળ દષ્ટિએ અનેકાંતસેવી છતાં તાત્વિક દષ્ટિએ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org