________________
૨. મૂળકારને પરિચય શ્લેક પ્રમાણુ “કલ્યાણુમંદિર” દ્વારા દિવાકરે સ્તુતિ કર્યાનું પણ કથન છે. આ પ્રમાણે જે કલ્યાણુમંદિરનું નામ પહેલા બે લિખિત પ્રબંધોમાં નથી, તે “પ્રભાવચરિત્રમાં ઉમેરાય છે અને કદાચ એ જ કારણથી એ બે પ્રબંધોમાં સિદ્ધસેનનું કુમુદચંદ્ર નામ નથી, પણ પ્રભાવક ચરિત્રમાં દીક્ષા દેતી જ વખતે ગુરુ વૃધવાદીએ સિકસેનનું કુમુદચંદ્ર નામ પાડયું” એવું કથન છે. આ સ્થળે વાચકેએ યાદ રાખવું જોઈએ કે, કલ્યાણમંદિરના છેલ્લા પદ્યમાં જે કુમુદચંદ્ર એવું ભગવાનનું વિશેષણ છે, તેને શ્લેષાત્મક માની તે ઉપરથી જેન પરંપરાના વિદ્વાને સિદ્ધસેનનું કુમુદચંદ્ર એ બીજું નામ સૂચવે છે. “પ્રબંધચિંતામણિમાં બત્રીશીઓની સંખ્યા અગર કલ્યાણુમંદિરને ઉલેખ જ નથી. પરંતુ “ચતુર્વિશતિપ્રબંધમાં બત્રીશીઓની બત્રીશ સંખ્યા અને કલ્યાણમંદિરને ઉલ્લેખ પાછે છે. એકંદર રીતે પાંચે પ્રબંધેની હકીકત જોતાં બહુ તે એટલું જ ફલિત થાય છે કે, બત્રીશ બત્રીશીઓ અને કલ્યાણમંદિર એમ તેત્રીશ કૃતિઓ દિવાકરની છે.
ન્યાયવતાર બત્રીશ ગ્લૅક પ્રમાણ છે. “પ્રભાવચરિત્ર'ના કથન પ્રમાણે એ પણ બત્રીશમાંની એક બત્રીશી છે. સૌથી જૂના પ્રબંધમાં બત્રીશીઓની બત્રીશ સંખ્યા માત્રને જે નિર્દેશ છે, તેમાં “ન્યાયાવતાર” આવી જતો હશે કે કેમ એ જાણવા માટે કશું જ સાધન નથી. પણ જે તે બત્રીશ સંખ્યામાં “ન્યાયવતાર' ન આવતો હોય, તો તેને બત્રીશ ઉપરાંત ગણતાં કલ્યાણુમંદિર સાથે એકંદર ૩૪ સંસ્કૃત કૃતિઓ પ્રબધો ઉપરથી દિવાકરની ફલિત થાય છે. અત્યારે દિવાકરને નામે ચડેલી ૨૧ બત્રીશીઓ, “ન્યાયાવતાર” અને “કલ્યાણમંદિર” એ ત્રેવીશ સંસ્કૃત કૃતિઓ ઉપલબ્ધ છે. “પ્રભાવક ચરિત્ર'ના કથન પ્રમાણે ૩૩ અને “ન્યાયાવતારને જુદો ગણુએ તે ૩૪ સંસ્કૃત કૃતિઓમાંથી ઉપલબ્ધ ત્રેવીસ બાદ કરતાં શેષ ૧૦ અથવા ૧૧ કૃતિઓ આજે લુપ્તપ્રાય છે. તે લુપ્ત કૃતિઓ
૬૦ “ઝનનયનમુદ્રિ ” ઇત્યાદિ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org