________________
સમતિ પ્રકરણ ૧૦. વિક્રમાદિત્ય પછી ડેક વખતે કોઈ શ્રાવકે ગિરનારમાં કઈક ઉદારકૃત્ય કર્યાનું અને ત્યાંના જૂના મઠમાંથી પ્રશસ્તિ મળી આવ્યાનું તેમ જ એ પ્રશસ્તિમાંથી કાંઈક વૃત્તાંત ઉદ્ધત કર્યાનું જે સુચન
પ્રભાવક ચરિત્ર માં છે, તેને ખરે ઈતિહાસ શું છે? “પ્રભાવક્યરિત્ર” તથા “પ્રબંધચિંતામણિ ની હકીકતોને જૂનામાં જૂના શા શા આધાર છે તેમ જ એ બે જુદી પડતી હકીકતમાં વજૂદ રાખવા જેવી કઈ છે ?
પટ્ટાવળીઓ, ચારિત્રાત્મક પ્રબંધો અને બીજાં સ્થળોમાં આચાર્યો વિષે જે હકીકત મળે છે, તે અધૂરી અને ઘણીખરી જગ્યાએ પરસ્પર વિરુદ્ધ જતી હોવાથી સંપૂર્ણ ખાતરીલાયક તો નથી જ. તેથી તેમને આધારે ઉપર ટાંકેલી વિચારણીય બાબતોને સંપૂર્ણ વિશ્વાસગ્ય ખુલાસો કરવો એ અત્યારે અશક્ય છે, તેમ છતાં તે હકીકતો ઉપરથી અને બીજા પૂર્વાપર વિચારથી અત્યારે એ બાબતો પરત્વે અમે જે સંભાવનાઓ બાંધી શક્યા છીએ, તે જ અત્યારે ટૂંકમાં આપવા ધારીએ છીએ.
૧. વૃદ્ધવાદીને ગુરુ આર્યસ્કંદિલ વિદ્યાધરવર આમ્નાયમાં થયા એટલી જ નોંધ “પ્રભાવચરિત્રમાં છે. આ નોંધમાં વિદ્યાધરવરઆમ્નાય શબ્દ વાપરવામાં આવ્યો છે. તે વિદ્યાધર ગરછનો કે વિદ્યાધર શાખાનો બોધક હોવો જોઈએ. - વજીસ્વામીના શિષ્ય વનસેન આદિ ચાર શિષ્ય પૈકી વિદ્યાધર નામક શિષ્યથી વિદ્યાધર ગછ નીકળ્યાને ઉલ્લેખ વજન ૪ પ્રબંધમાં પ્રભાવચરિત્રકારે કરેલ છે. આર્યસહસ્તીના શિષ્ય સુસ્થિત સુપ્રતિબદ્ધના પાંચ શિષ્ય પૈકી વિદ્યાધર પાલ શિષ્યથી વિદ્યાધરી શાખા નીકળ્યા ઉલેખ કલ્પસૂત્રની૪૩ સ્થવિરાવલીમાં છે. ઉક્ત વિદ્યાધર ગચ્છ અને વિદ્યાધરી શાખા બંને તેમના પ્રવર્તકનાં નામ અને સમયનું અંતર જોતાં
કર: પ્રભાવચરિત્ર થ્ય. ૧૯૬–૧૯૮ પૃ. ૧૩.
४३. थेरेहितो णं विज्जाहरगोवालेहितो कासवगुत्तेहिंतो एत्थ णं વિજ્ઞારી સાહા નિયા,” | કલ્પસૂત્ર મૂળ પૂ૦ ૫૫.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org