________________
૧૬૯
૪. મૂળ અને ઢીકાચથને પરિચય મળેલ તેની પ્રાચીન ટીકાઓના વારસાને લીધે અને તેમણે કરેલ તેના ઊંડા અભ્યાસને લીધે તેમનામાં જ હરિભક કરતાં વિશેષ- યથાર્થતાને સંભવ અને (૩) અભેદવારને પુરસ્કર્તા તરીકે સિદ્ધસેનની જ જનપરંપરામાં પ્રસિદ્ધિ અને યશોવિજયજી જેવાનું તે બાબતમાં અકમય. સિદ્ધસેન અમેદવાદના પ્રસ્થાપક છે ખરા; તેમણે તે જ માટે સન્મતિનું બીજું કડ રહ્યું છે એ પણ ખરું; છતાં જિનભગણિ ક્ષમાશમણ જેવાએ પિતાના ભાષ્યમાં અને વિશેષણવતી ગ્રંથમાં અભેદવાદનું ખંડન કરતાં તેમજ આગમસિદ્ધ ક્રમવાદને સ્થાપિત કરતાં અમેદવાદીઓની જે જે દલીલે ટાંકી છે, અને તેમના જે જે મતભેદ વર્ણવ્યા છે, એ બધાનો સળંગ વિચાર કરતાં એમ તો લાગે જ છે કે, સિદ્ધસેનના પૂર્વવતી નહિ તે છેવટે સમસમયવર્ત અને ઉત્તરવતી કેટલાક આચાર્યો અભેદવાદની તરફદારી કરનારા પણ થયેલા હોવા જોઈએ; અને સન્મતિના બીજા કાંડ ઉપરાંત અમેદવાદનું સમર્થન કરનારાં બીજો પ્રકરણે કે ટીકાઓ સિદ્ધસેનનાં અગર બીજા કેઈ આચાર્યોનાં હેવાં જોઈએ. ગમે તેમ છે, પણ અત્યારે આપણી સામે તો સિદ્ધસેનના એ વિશિષ્ટ વાદને દર્શાવનાર પ્રસ્તુત બીજું કાંડ જ છે. ' - બીજા કાંડની વ્યાખ્યામાં ટીકાકારે પહેલી અને પંદરમી સિવાય બાકીની બધી જ ગાથાઓની સ્પષ્ટીકરણું પૂરતી ટૂંકી વ્યાખ્યા લખી છે. તેમાં કોઈ ખાસ વાદો દાખલ કર્યા નથી. પંદરમી ગાથાની વ્યાખ્યામાં પ્રસંગ ઊભું કરી તેમણે દિગંબરપરંપરા સાથે શ્વેતાંબરપરંપરાના મતભેદવાળા કેવળિકલાહારવિષયક એક જ વાદની ચર્ચા કરી છે, પરંતુ પહેલી ગાથાની વ્યાખ્યામાં તો તેમણે વાદસંગ્રહની બાબતમાં હદ જ કરી છે. પ્રમાણુના સામાન્ય સ્વરૂપ વિષે, તેના ભેદ વિષે અને તેની સંખ્યા વિષે જેન તર્કશાસ્ત્રી જે જે મંતવ્ય ધરાવે છે, તે બધાં જ મંતવ્યોને સવિશેષ સ્થાપવા માટે ટીકાકારે સમકાલીન જૈનેતર બધાં જ દર્શનના તે તે બાબતના બધા જ વાદે અતિ વિસ્તાર અને વિશિષ્ટ ગોઠવણપૂર્વક ચર્ચા છે; અને એ રીતે એ વ્યાખ્યામાં આખું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org