________________
સન્મતિ પ્રકરણ
વચનને આધાર વક્તાના અભિપ્રાય ઉપર છે; તેથી કાઈ પણુ એક વસ્તુપરત્વે જેટલા વચનપ્રકારા મળી આવે અગર તે। સભવી શકે, તેટલા જ તે વસ્તુપરત્વે બંધાયેલા જુદા જુદા અભિપ્રાયા છે, એમ સમજવું જોઇએ. અભિપ્રાયા એટલે નયવાદ. વચનના પ્રકાશ જેટલા જ નયવાદ સમજવા. એ બધા જ નયવાદ અંદરા દર એકબીજાથી નિરપેક્ષ રહે, તે તે જ પરસમયે એટલે જૈનેતર દૃષ્ટિ છે. તેથી પરસ્પર વિરાધ કરતા કે દાદર પક્ષ–પ્રતિપક્ષપણું ધારણ કરતા જેટલા નયેા હાય, વાસ્તવિક રીતે તેટલા જ પરસમયે છે; અર્થાત્ એકબીજાનુ' નિરસન કરતી જેટલી વિચારસરણી મળે, અગર સંભવે, તેટલાં જ તે વસ્તુપરત્વેદના અને એ અજન. જૈન દર્શન તે અનેક તે વિરોધી દવેના સમન્વયમાંથી ઉદ્ભવતું હેવાથી, એક જ છે. અજૈન અને જૈન દર્શનોનુ નિયામક તત્ત્વ વિરાધ અને સમન્વય છે. પોતાના વકતવ્યના પ્રતિપાદનમાં જેને ઉદ્દેશ પરિવરોધના હોય, તે અજૈન દન; અને જેને ઉદ્દેશ સમન્વયના હોય તે જૈન દર્શન.
૩૯
સાંખ્યદર્શન આત્મા આદિ તત્ત્વા પરત્વે નિત્યત્વવાદી અને બૌદ્ધદર્શન અનિત્યત્વવાદી છે. એ બન્ને દૃષ્ટિ પરસમય છે; કારણુ કે તેએ એકબીજાને અવગણે છે. એ મને દૃષ્ટિએના સમન્વય કરતાં જૈન દર્શન કહે છે કે, આત્મા આદિ તāામાં નિત્યત્વ છે. પશુ તે દ્રવ્યાસ્તિક દૃષ્ટિએ; અને તેમાં અનિત્યત્વ પણ છે પરંતુ તે પર્યાયાસ્તિક દષ્ટિએ. આ પ્રમાણે સાંખ્ય અને બૌદ્ધ અને દર્શાનાના સમન્વય ઉપર જે એને સિદ્ધાંત ડાયેા છે કે આત્મા આદિ તત્ત્વા અપેક્ષાવિશેષે નિત્ય પણ છે અને અનિત્ય પશુ છે, તે સિદ્ધાંત જ જૈન સિદ્ધાંત.
.
અહીં પ્રશ્ન થાય છે કે, એક જ વસ્તુપરત્વે નિત્યત્વ અનિત્ય આદિ વિરાધી ધર્મીના સમન્વયમાં જ જો જૈનર્દિષ્ટ આવતી હાય, તા વૈશેષિક દર્શનને પણ જૈનદર્શન કહેવું પડશે; કારણુ કે એ ન પણ માત્ર નિત્યત્વ કે માત્ર અનિત્યત્વ ન સ્વીકારતાં નિત્યત્વ અનિત્યત્વ, અન્ને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org