________________
તૃતીય કાંડ : ૪૬૯
૩૦૯
સ્વીકારે છે, તેને ઉત્તર એ છે કે, વૈશેષિકદશ નમાં નિયત્વ અને અનિત્યત્વ એ વિધી એ શાનું પ્રતિપાદન હોવાથી એમાં દ્રવ્યાસ્તિક અને પર્યાયાસ્તિક બન્ને નયાને સ્થાન છે ખરું; પણુ એ અને નયા પોતપોતાના વિષયનુ સ્વતંત્રપણે જ પ્રતિપાદન કરે છે. કારણ કે, વૈશેષિકદન એમ માને છે કે, જે પરમાણુ આત્મા આદિ પદાર્થો નિત્ય છે, તે નિત્ય જ છે; અને જે ઘટ પટ આદિ પદાર્થો અનિત્ય છે, તે અનિત્ય જ છે; એટલે નિત્ય મનાયેલ પદાથ માં અનિત્યત્વને અને અનિત્ય મનાયેલ પદાર્થોમાં નિત્યત્વને સ્થાન જ નથી. આખા દન પરત્વે નિત્યત્વ અનિત્ય અન્તને સ્વીકાર હોવા છતાં, વસ્તુપરત્વે એ અને ધર્માં એકબીજાથી છૂટા અને સ્વતંત્રપણે જ સ્વીકારાયેલા છે. તેથી એ દનમાં ઉપલક દષ્ટિએ નિતંત્ર અને અનિયંત્વગામી બન્ને નયે। દેખાવા છતાં, તાત્ત્વિક રીતે તેમાં સમન્વય પામેલા નથી; માટે જ વૈશેષિક દાન એ જૈનદર્શન નથી. જૈનદર્શન કાઈ પણુ એક જ વસ્તુપરત્વે એ વિધી દેખાતા ધર્મોના સમન્વય અપેક્ષાવિશેષથી કરે છે; અને વૈશેષિક દર્શન વસ્તુભેદ વિરેધી ધર્મના ભેદ સ્વીકારે છે. આ જ બન્નેમાં તફાવત છે. એ જ પ્રમાણે સામાન્ય વિશેષની ખાખતમાં પણ ખુલાસા છે. વૈશેષિકદન વસ્તુમાં થતા સામાન્ય અને વિશેષ વ્યવહારના નિયામક તરીકે એ વસ્તુમાં એકબીજાથી નિરાળાં
સામાન્ય
એવાં સામાન્ય અને વિશેષ એ સ્વતંત્ર તત્ત્વા સ્વીકારે છે; જ્યારે જૈન દર્શન એ જ વ્યવહારના નિયામક તરીકે વસ્તુમાત્રને વિશેષ ઉભયસ્વરૂપ સ્વીકારી લે છે અને કહે છે કે તદ્દન સ્વતંત્ર એવા સામાન્ય વિશેષ જુદા ધર્મો કેાઈ પણ વસ્તુમાં સંભવી જ ન શકે. [૪૬-૪૯ ]
કા સ્વરૂપ પરત્વે એકાંત અને અનેકાંત દૃષ્ટિના તફાવત—— जे संतवायदोसे सक्कोलूया भणति संखाणं । संखा य असव्वाए तेसिं सव्वे वि ते सच्चा ।। ५० ।।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org