________________
તૃતીય કાંડઃ ૬૯
૩૭, વિક પરિમાણ તથા તેને આધાર, અને પ્રસિદ્ધ પરસમયે – દર્શનની નયવાદમાં જના.
પ્રમાણુની દરેક વસ્તુ અને ધર્માત્મક સિદ્ધ છે; તેનું કઈ પણ એક વિવક્ષિત અંશરૂપે પ્રતિપાદન કરવાનો અભિપ્રાય તે નયવાદ છે. જે એ અભિપ્રાય એકાંશસ્પર્શ હોવા છતાં તે વસ્તુના બીજા અવિવક્ષિત અંશપરત્વે માત્ર ઉદાસીન હોય, અર્થાત તે અંશનું નિરસન કરવાનો આગ્રહ ન ધરાવતો હોય, અને પિતાના વક્તવ્ય પ્રદેશમાં જ પ્રવર્તતે હેય, તે તે પરિશુદ્ધ નયવાદ છે. તેથી ઊલટું, જે અભિપ્રાય પિતાના વક્તવ્ય એક અંશને જ સંપૂર્ણ માની તેનું પ્રતિપાદન કરવા સાથે જ બીજા અંશોનું નિરસન કરે, તે અપરિશુદ્ધ નયવાદ છે. પરિ. શુદ્ધ નયવાદ એક અંશને પ્રતિપાદક છતાં ઈતર અંશોને નિરાસ ન કરતે હોવાથી તેને બીજા નયવાદે સાથે વિરોધ નથી હોત; એટલે છેવટે તે મૃતપ્રમાણુના અખંડ વિષયને જ સાધક બને છે; અર્થાત - નયવાદ જે કે હેાય છે અંશગામી, પણ જે તે પરિશુદ્ધ એટલે ઇતરસાપેક્ષ હોય, તો તેના વડે છેવટે શ્રતપ્રમાણસિદ્ધ અનેકધર્માત્મક આખી વસ્તુનું જ સમર્થન થાય છે. સારાંશ એ છે કે, બધા જ પરિશુદ્ધ નયવાદે પિતાપિતાના અંશાભૂત વક્તવ્ય દ્વારા એકંદર સમગ્ર વસ્તુનું જ પ્રતિપાદન કરે છે; એ જ પરિશુદ્ધ નયવાદનું ફળ છે. તેથી ઊલટું અપરિશુદ્ધ નયવાદ માત્ર પિતાથી જુદા પડતા બીજા પક્ષનું જ નહિ પણું સ્વપક્ષ સુધ્ધાંનું નિરસન કરે છે. કારણ કે, તે જે બીજા અંશને અવગણી પિતાના વક્તવ્યને કહેવા માગે છે, તે બીજા અંશ સિવાય તેનું વક્તવ્ય સંભવી જ નથી શકતું; એટલે બીજા અંશનું નિરસન કરવા જતાં તે પિતાના વક્તવ્ય અંશનું પણ નિરસન કરી જ બેસે છે. વસ્તુનું સમગ્ર સ્વરૂપ અનેક સાપેક્ષ અંશોથી ઘડાયેલું છે એટલે જ્યારે એ સાપેક્ષ અંશને એકબીજાથી તદ્દન છૂટા પાડી દેવામાં આવે, ત્યારે તેમાંથી એકે રહેતે કે સિદ્ધ થતા નથી. તેથી જ એમ કહ્યું છે કે, અપરિશુદ્ધ એટલે બીજાની પરવા ન કરતો નયવાદ પિતાના અને બીજાના એમ બન્ને પક્ષનાં મૂળ ઉખાડે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org