________________
સન્મતિ પ્રકરણ આવતું જ નથી. એટલે પાદલિપ્ત અને સ્કોદિલ બંને વિદ્યાધર. આમ્નાયમાં થયા એ વાતને માત્ર પ્રભાવક ચરિત્રથી જૂનો આધાર બીજે કોઈ નથી. પાદલિપ્તને સમય વિક્રમની પહેલી – બીજી સદીમાં હોય એમ પરંપરા જોતાં લાગે છે અને વૃદ્ધવાદીના ગુરુ પ્રસ્તુત સ્કંદિલ જે અનુગધર તરીકે નિર્દેશાયેલ અને માથુરી વાચનાના સૂત્રધાર તરીકે પ્રખ્યાતિ પામેલ જ સ્કંદિલ હોય, તે તેમને સમય વિક્રમની ચોથી ૪જસદી લગભગ ધારવામાં આવે છે. એટલે પાદલિપ્ત અને સ્કંદિલ વચ્ચે બે વર્ષથી ઓછું અંતર નહી જ હેય.
() પ્રભાવક ચરિત્ર વૃકવાદીને સ્કંદિલના શિષ્ય અને ૪“પ્રબંધચિંતામણિનું ટિપ્પણ તેમને આર્યસહસ્તીના શિષ્ય કહે છે. આમાં “પ્રભાવક ચરિત્રનું કથન જ સંગત લાગે છે. સુહરતી એ સંપ્રતિના ધર્મગુરુ આર્યસહસ્તી સિવાય બીજા પ્રસિદ્ધ નથી. અને આયસુહસ્તી વિક્રમથી બસો વર્ષ પૂર્વે થયેલા હોઈ તેમની સાથે વૃદ્ધવાદીના સમયને મેળ બેસો શક્ય જ નથી. “પ્રબંધચિંતામણિ નું કથન મહાકાળ તીર્થ સાથેના દિવાકર અને સુહસ્તીના સંબંધની ભ્રાંત પરંપરામાંથી ઉદ્ભવેલું હોય એમ લાગે છે.
() આ ભાગને લગતો સમયને વિચાર સમયના મથાળા નીચે પ્રારંભમાં જ આવી ગયા છે.
૩. દિવાકરનું કાત્યાયન ગોત્ર, તેમના માતપિતાનું નામ અને બહેન સાવી હોવાની વાત આ બધા માટે અત્યારે “પ્રભાવચરિત્ર' કરતાં
૪૬. શ્રીમાન કલ્યાણવિજયજીને “નાગરીપ્રચારિણ-પત્રિકામાં પ્રસિદ્ધ થયેલ લેખ, પુત્ર ૧૦, અંક ૪.
૪૭. “પ્રબંધચિંતામણિમાં સિદ્ધસેન કે વૃદ્ધવાદીને કઈ ખાસ પ્રબંધ નથી, પણ વિક્રમાર્કના પ્રબંધમાં તેની સાથેના સંબંધ પૂરતો સિદ્ધસેનને ઉલ્લેખ છે; એથી સંપાદકે સિદ્ધસેન અને તેના ગુરુ વૃદ્ધવાદીની હકીક્ત કઈ પ્રબધાંતરથી લઈ એ પ્રબંધના ટિપ્પણમાં મૂકેલી છે. તે ટિપ્પણમાં વૃદ્ધવાદીને આયસુહસ્તીના શિષ્ય તરીકે જણાવેલા છે. પૃ૦ ૧૬–૨૩.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org