________________
પ્રતિએને પરિચય
૧૧ પણ લાંબું કે ટૂંકું હોય છે; અર્થાત એના લંબાણ કરતાં એની પહોળાઈ ઓછી હોય છે.
આ જાતનાં પુસ્તકોનાં નામ અત્યારે તો પ્રચારમાં નથી; અત્યારે જે નામ લહિયાઓના પ્રચારમાં છે તે પુસ્તકની લખવાની ઢબ ઉપરથી પાડેલાં છે. જે પુસ્તકમાં વચ્ચે મોટા અક્ષરથી મૂળ અને ઉપર અને નીચે
એથી નાના અક્ષરમાં ટીકા લખવામાં આવે છે; त्रिपाठ
અર્થાત જે એમ ત્રણ વિભાગમાં લખાય એ પુસ્તક
ત્રિપાઠ કે ત્રિપદ કહેવાય છે. જે પુસ્તકમાં ઉપર કહ્યા પ્રમાણે વિભાગ હેવા સાથે પાનાની
આજુબાજુ પણ લખ્યું હોય; એટલે જેમાં એમ पंचपाठ પાંચ વિભાગે લખ્યું હોય, તે પંરપાઇ કે પંચવટ
કહેવાય છે. જે પુસ્તકમાં કઈ પણ જાતના વિભાગ સિવાય સળંગ લખવામાં આવ્યું હોય તેને સૂડ કહેવામાં આવે છે. આ સૂડને શબ્દાર્થ કળી
શકાતો નથી; પણ કદાચ સૂત્ર સુર અને સૂટ થયું સુક હોય. એટલે એકલાં મૂળ સૂત્રો કે એકલે મૂળ
ભાગ જ લખવામાં આવ્યો હોય તેના ઉપરથી આ શબ્દને પ્રચાર થયો હોય અને તેને બધે લાગુ કરવામાં આવ્યું હેય; અથવા સૂતરના તાંતણુની પેઠે સીંધું લખાણ હોવાથી પણ સૂડ - કહેવાયું હોય.
આ બધી જાતનાં લખેલાં પુસ્તકે પ્રતિને નામે પ્રસિદ્ધ છે. પ્રતિ અર્થ પ્રતિકૃતિ, પ્રતિબિંબ કે પ્રતિનિધિ થાય છે, જેને આપણે આદર્શ
કે નકલ કહીએ છીએ. એક પુસ્તક ઉપરથી જે પ્રતિ બીજું પુસ્તક લખવામાં આવ્યું હોય, તે બીજું
પુસ્તક મૂળ પુસ્તકને સ્થાને ઉપયોગમાં આવતું હેવાથી તેનું નામ પ્રતિકૃતિ પ્રતિબિંબ કે પ્રતિનિધિ બરાબર બંધ બેસે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org