________________
દ્વિતીય કાંડ : ૧૮
૨૭ જેમ અસર્વાર્થપણાને લીધે તેમ જ ક્ષયોપશમ આદિ કારણભેદને લીધે મતિ આદિ ચારે જ્ઞાનોમાં પરસ્પર ભેદ છે, તેમ કેવલજ્ઞાન કેવલદર્શનમાં ક્રમસહિત કે કમરહિત કોઈ પણ જાતને પરસ્પર ભેદ હાઈ ન શકે; કારણ કે તે નથી અસર્વાર્થ કે નથી લાપશમ આદિ ઉક્ત કારણભેદ. તેથી સામાન્ય વિશેષ ઉભયગ્રાહી એક જ કેવળબેધ માને જોઈએ. [૧૬-૧૭.
આગમવિરોધને પરિહાર– परवत्तव्वयपक्खा अविसिट्ठा तेसु तेसु सुत्तेसु । अत्थगईअ उ तेसि वियंजणं जाणओ कुणइ।। १८ ।।
તે તે સૂત્રોમાં પરવક્તવ્યના પક્ષે જેવા જ અભ્યપગમે – વચનો ભાસે છે, તેથી જ્ઞાતા પુરુષ અથની સંગતિ પ્રમાણે જ તે સૂત્રોની વ્યાખ્યા કરે. [૧૮]
પાછળની યુક્તિઓથી કેવળજ્ઞાન અને કેવલદર્શનને અભેદ સિદ્ધ થાય છે ખરો, પણ સૂત્રના પાઠ સાથે વિરોધ આવે તેનું શું કરવું ? કારણ કે, કેવલીમાં ઉપગભેદનાં પ્રતિપાદક સૂત્રો સ્પષ્ટ છે. એ શંકાનું નિવારણ કરવા ગ્રંથકાર કહે છે કે, જે એક વાર વસ્તુ પ્રમાણથી અમુક
સ્પ સિદ્ધ થતી હોય અને પછી કાંઈ શાસ્ત્રવિરોધ દેખાય, તો તે સ્થળે શાસ્ત્રની વ્યાખ્યા અન્ય પ્રમાણે સાથે વિરોધ ન આવે તેવી જ રીતે કરવી જોઈએ. પ્રસ્તુતમાં અનેક યુક્તિ પ્રમાણથી અભેદ સિદ્ધ થત હોવાને લીધે શાસ્ત્રીય ભેદપ્રતિપાદક વાકયની વ્યાખ્યા કુશળ પુરુષે યુક્તિપ્રમાણોને બાધ ન આવે તેવી રીતે કરવી જોઈએ. તેથી જે જે સૂત્રોમાં જ્ઞાન-દર્શનના ભેદબોધક વચનો છે તે બધાં કણાદ આદિ અન્ય દર્શનનાં મંતવ્ય જેવાં છે. તે અન્ય દર્શને અસર્વજ્ઞમાં જ્ઞાનનું અયુગપપણું માને છે, તેના જેવો જ ભાવ જનસૂત્રોમાં વર્ણવેલ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org