________________
૨. મૂળાકારને પરિચય
૧૨૧ એટલે આગમભક્ત ક્રમવાદી શ્વેતાંબર વિદ્વાનોને અભેદવાદનું ખંડન કરવું કઠણ થઈ પડયું. હવે અમેદવાદીઓને યુગ૫દ્વાદીઓની પિઠે ફક્ત
એટલું જ કહ્યું ચાલે એમ ન હતું કે તમારે વાદ તો શાસ્ત્રાધાર વિનાને છે. આ હકીકત વિશેષણવતી ગાથા ૧૮માં આવેલી પ્રસ્તુત ચર્ચાને આરંભ જોતાં જ સ્પષ્ટ થઈ જાય છે. તેમાં યુગપઠાદને તે ફક્ત શાસ્ત્રાધાર વિનાનો કહી બાજુએ મૂક્યો છે અને ક્રમવાદનું સ્થાપન અભેદવાદના ખંડનથી જ શરૂ થાય છે. આખી ચર્ચામાં પૂર્વપક્ષ રૂપે કેંદ્રસ્થાને અભેદવાદ જ છે; અને જે જે આગમવિરોધ, યુક્તિ-ન્યતા વગેરે આક્ષેપ મૂકવામાં આવ્યા છે, તે બધા અમેદવારને જ સીધી રીતે લક્ષીને કરવામાં આવ્યા છે. જે અભેદવાદ ઉપસ્થિત થયો ન હેત અને ઉપસ્થિત થયા છતાં તે પિતાની સાથે શાસ્ત્રોને ટેકે લઈ આવ્યો ન હેત, તો આ વાદ ટકી શક્યો પણ ન હેત. સારાંશ એ છે કે, પ્રસ્તુત વાદને વિકાસ એ મુખ્ય પણે તર્ક અને આગમનિકાના સંઘર્ષણને જ આભારી છે.
() પ્રસ્તુતવાદના આદ્ય સૂત્રધારનો સવાલ આપણને સન્મતિ અને વિશેષણુવતીમાંની પોતપોતાના પક્ષને સ્થાપતી તથા સામા પક્ષને તેડતી દલીલો તપાસવા પ્રેરે છે. સન્મતિના બીજા કાંડની ૪-૩૧ સુધીની ગાથાઓમાં અભેદવાદની સ્થાપના અને મુખ્યપણે ક્રમવાદનું ખંડન હોવાથી અભેદનું સમર્થન કરનારી અને ક્રમનું ખંડન કરનારી દલીલો છેત્યારે વિશેષણવતીની ૧૮૪-૮૦ સુધીની ગાથાઓમાં અને વિડ ભા૦ ની ૩૦ ૮૯ થી શરૂ થતી ગાથાઓમાં તેથી ઊલટું છે; એમાં ક્રમવાદનું સમર્થન કરનારી અને મુખ્યપણે અભેદનું ખંડન કરનારી દલીલે છે. આ બંનેમાંથી કઈ એકની સિદ્ધાંતરૂપ દલીલે તે બીજામાં પૂર્વપક્ષ આવે એ તે ખુલ્લું છે જ; છતાં બન્નેની બરાબર બારીક સરખામણી કરતાં ચેખું દેખાય છે કે, સન્મતિમાં અભેદનું સ્થાપન કરતી બધી જ દલીલ અને ક્રમવાદને દૂષિત કરતા બધા જ આક્ષેપ વિશેષણવતીમાં નથી, પણ તેમાંના કેટલાક છે અને એ ઉપરાંત બીજા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org