________________
૧૨૨
સન્મતિ પ્રકરણ પણ છે. એ જ રીતે વિશેષણવતીમાં ક્રમવાદને સ્થાપન કરનારી બધી જે દલીલે અને અભેદને દૂષિત કરનારા બધા જ આક્ષેપ સન્મતિમાં નથી પણ તેમાંના કેટલાક છે અને તે ઉપરાંત બીજા પણ છે. સિદ્ધસેન અને જિનભદ્ર સમકાલીન હોઈ સામસામે હતા અથવા સિદ્ધસેન ઉત્તરવત હતા એમ માનવાને કશે નિશ્ચિત આધાર નથી, એ વાત શરૂઆતમાં જ કહેવામાં આવી છે. એટલે સવાલ થાય છે કે, અભયદેવના કહ્યા મુજબ જિનભદ્ર ક્રમવાદના પુરસ્કર્તા હોય, તો સિદ્ધસેને સન્મતિમાં ક્રમવાદની દલીલો ખંડન કરવા લીધી છે તે કયા ક્રમવાદી દ્વારા મુકાયેલી, અને સિદ્ધસેને કયા ક્રમવાદી સામે પિતાને અભેદ પક્ષ સ્થાપેલે? આને ઉત્તર એ જ લાગે છે કે, જિનભદ્ર પહેલાં પણ ક્રમવાદના સ્થાપક આચાર્યો ત થયેલા જ; કદાચ તેમણે તે વિષયનું સાહિત્ય ન પણ રચ્યું હોય છતાં તેમની દલીલો તે મુખપાઠ અભ્યાસીઓમાં ચાલી આવતી હશે. એ જ ક્રમવાદની દલીલ જિનભદ્રને વારસામાં મળી, તેમણે તેમાં ઉમેરે કર્યો અને ખાસ તે એ કર્યું કે ક્રમવાદને વ્યવસ્થિત રીતે સમર્થન કરનાર અને અભેદનું સચોટ ખંડન કરનારાં પ્રકરણે રચી કાઢ્યાં; જેવાં કે પહેલાં કઈ ક્રમવાદીએ વ્યવસ્થિત રીતે રચ્યાં નહિ હોય. આવિષ્કારક અર્થમાં નહિ પણ આ જ અર્થમાં “અભયદેવે જિનભદ્રને ક્રમવાદના સૂત્રધાર કે સમર્થક કહ્યા છે એમ સમજવું જોઈએ. પરંતુ ખરો સવાલ તે સિદ્ધસેન પરત્વેને છે. શું અભેદવાદ તેમના પહેલાં કેઈએ પ્રસ્તુત કરી થોડે ઘણે સ્થાપેલે? કે તેમણે જ એ વાદ સર્વપ્રથમ ઉપસ્થિત કરી સન્મતિ વગેરેમાં વ્યસ્થિત રીતે ચર્ચો? જિનભદ્ર વિશેષણવતી અને ભાષ્યમાં અભેદનું જે ખંડન કર્યું છે, તે જોતાં એમ લાગે છે કે તેમની સામે અભેદના સ્થાપક એકથી વધારે આચાર્યોનાં મંતવ્ય હતાં. કારણકે તેઓ “જિ” અને “જે” શબ્દથી જુદા જુદા અભેદવાદીઓને લઈ તેમની જુદી જુદી દલલેને તોડે છે. આ અનેક
૫. સન્મતિટીકા પૃ. ૬૦૪, પ૦ ૨૧. ૯૬. વિશેષાવશ્યકભાષ્ય ૩૧૧૩.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org