________________
૨. મૂળાકારને પરિચય અમેદવાદીઓમાં મૂળ સૂત્રધાર કેણુ અને તેમના પિષક અનુગામી કે ઉત્તરવર્તી બીજાએ કહ્યું કેણુ અને તેમના ગ્રંથે હતા કે નહિ અને હતા તે કયા કયા, એ બધું નિશ્ચયપૂર્વક કહેવું શક્ય નથી; છતાં એટલું તે ચોક્કસ છે કે, જિનભદ્ર સામે સન્મતિ ઉપરાંત બીજા પણ સિદ્ધસેનના અગર અન્ય આચાર્યોના અભેદસમર્થક ગ્રંથે અવશ્ય હતા. હરિભદ્ર અભેદના પક્ષકાર તરીકે સૂચવેલ વૃદ્ધાચાર્ય એ ખરેખર કઈ ઐતિહાસિક હોય અને તેઓ જ અભેદના મૂળ સૂત્રધાર હોય તો એમ કહેવું જોઈએ કે, ૮અભયદેવ સિદ્ધસેનને અભેદવાદના પુરસ્કર્તા તરીકે જે સૂચવે છે તેને અર્થ એટલે જ કે તેમણે અભેદને વ્યવસ્થિત રીતે સ્થાપવા સપ્રમાણુ પહેલવહેલાં પ્રકરણ રચ્યાં અથવા પહેલાંના પ્રકરણોથી શ્રેષ્ઠ પ્રકરણે રચ્યાં એમ માનવું જોઈએ. આ માન્યતાની પુષ્ટિમાં એક દલીલ આપી શકાય તેમ છે, તે એ કે સિદ્ધસેને સન્મતિ કા ર ગાવે ૨૧ માં યશવિજયજીની વ્યાખ્યા મુજબ કોઈ એક દેશીય અભેદવાદીનો નિરાસ કર્યો છે તે જ સૂચવે છે કે સિદ્ધસેનની પહેલાં અગર છેવટે તેમની સામે બીજા અભેદવાદીઓ અને તેમની જુદી જુદી માન્યતાઓ હતી, જેમને સિદ્ધસેને નિરાશ કર્યો. સિદ્ધસેન પિતે જ અભેદવાદના પ્રથમ આવિર્તા હોય કે તે વાદને વ્યવસ્થિત રીતે અને વધારે સચોટપણે સર્વપ્રથમ લિપિબદ્ધ કરનાર હોય – ગમે તેમ છે, પણ એટલું ચોક્કસ છે કે સિદ્ધસેન ઉપરાંત બીજા પણ તેમના સમકાલીન કે ઉત્તરકાલીન અભેદવાદી ખાસ આચાર્યો થયેલા અને તેમણે તે વિષય ઉપર પ્રકરણ પણુ રચેલાં. મલધારી હેમચંદ્ર એક સંસ્કૃત પદ્ય ૧૦°વિશેષાવશ્યકભાષ્યની ટીકામાં ટાંકેલું છે; તે પદ્ય અમેદવાદનું સમર્થક હાઈ સિદ્ધસેનનું હશે એવી સંભાવના થાય છે,
૯૭. નદીટીકા પૃ. પર. ૯૮. સન્મતિટીકા પૃ. ૬૦૮, ૫૦ ૨૫. ૯૯, જ્ઞાનબિંદુ પૃ૦ ૧૬૦ કિ. ૧૦૦, પૃ૦ ૧૧૯૮,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org