________________
પ્રતિઓને પરિચય થઈ ગયે છે (જુઓ ૬૦ ૨૮૨ દિ૦ ૨૬ તથા પૃ. ૨૪ દિ. ૨૨). લહિયાઓએ જ્યાં અનુનાસિક અક્ષરે લખવા જોઈતા હતા ત્યાં બધે લખવાની સગવડતાને લીધે અનુસ્વાર મૂકેલાં છે. જેમકે રહ્યું ને બદલે લિપિકાર સંવ લખે છે. આને લીધે પણ કેટલીક અશુદ્ધિઓ થવા પામી છે. - ગ્રંથ લખાવનારાઓએ લેખન – લખાવવાની પ્રવૃત્તિ દ્વારા લહિયાએને ઉત્તેજીને એ કળાને વધારેમાં વધારે વિકાસ સધાવ્યું છે એમાં જરાયે શક નથી. પણ એ સાથે લહિયાઓમાં વિદ્યાવૃદ્ધિ થાય એટલે કે તેઓ જે જે ગ્રંથ લખે તેમાં વિદ્યાવૃદ્ધિને કારણે અશુદ્ધિઓ ઘણીઓછી થાય, એ માટે વિશેષ લક્ષ્ય અપાયું હોત, તથા જે લહિયે વધારેમાં વધારે શુદ્ધ લખે અને જેના લખાણમાં ઘણું ઓછી અશુદ્ધિઓ આવે એ માટે જ ભાર અપાયું હતું, તે આ બધું અહીં લખવાનો પ્રસંગ જ ન આવત...
અત્યારે જે પ્રાચીન સાહિત્ય ઉપલબ્ધ છે તે લહિયાઓને જ આભારી છે. આંખને નાશ કરનાર અને ડોક કે કેડને ભાંગી નાંખનાર આ કઠણું વ્યવસાય કરનારા લહિયાઓને વર્ગ ન ઉત્પન્ન થયે હોત અને સમાજે તેને આદર ન કર્યો હોત, તો અત્યારે જે કાંઈ લિખિત સાહિત્ય મળે છે તે ન જ મળત એ નિઃસંશય વાત છે. લહિયાઓએ લેખનકળામાં એટલી બધી પ્રવીણતા મેળવી હતી કે માત્ર અમુક ગજ લાંબા ટીપણામાં મોતીના દાણા જેવા સૂક્ષ્મ અક્ષરે દ્વારા મહાભારત અને ભાગવત જેવા મેટા મેટા ગ્રંથે તેઓ લખી શક્યા હતા; એ ગ્રંથે આજે પણ ગાયકવાડ–વડેદરાના સંગ્રહમાં છે. એ અક્ષરે એટલા બધા ઝીણું છે કે જેમને વાંચવા માટે અત્યારે આપણી આંખ તો કામ જ નથી કરતી. નાનાનું મેટું દેખાડે એવા કાચ (Eyeglass) દ્વારા તે અત્યારે આપણાથી માંડ વર્ચી શકાય છે. ત્યારે આશ્ચર્યની વાત છે કે લખનારાઓ એને શી રીતે લખી શક્યા હશે! અત્યારે જેમ એક ઘઉંના દાણું ઉપર બારાક્ષરી લખનારા અને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org