________________
સન્મતિ પ્રકરણ એક પત્તા ઉપર અમુક ગ્રંથને સમાવી દેનારા આપણને આશ્ચર્ય ઉત્પન્ન કરે છે, તેમ તેવા આશ્ચર્ય ઉજવનારા પહેલાં તો કેટલાયે હતા એ વાતની પ્રતીતિ હસ્તલિખિત પ્રાચીન સાહિત્ય જોનારને થયા વિના રહેનાર નથી. લહિયાઓની લખવાની સફાઈ તે અવર્ણનીય જ છે. કેઈ પણ લખેલી પ્રતિ જુઓ તે તેમાં એક પણ જરાય વાંકી લીટી નહિ હોય, લગભગ અક્ષરે બધા એક સરખા જ હશે અને દરેક પાનામાં પંક્તિઓ બન્ને બાજુએ સરખી હશે. લહિયાઓ લખતા એટલું જ નહિ પણ તાડપત્ર કે કાગળ ઉપર સંસ્કારો પણ કરતા જેથી એ સુંવાળા અને ચળકતા બનતા. તેમજ અનેક પ્રકારની શાહી બનાવવાની કળા પણ એમના હાથમાં હતી. શાહી પણું ચળકતી, સુંદર, ટકાઉ અને ચીકણુ તેઓ બનાવતા. આજે પણ ૮૦૦ વર્ષ પહેલાંની લખેલી પ્રત “જીવસમાસવૃત્તિ – લખનાર માલધારિ હેમચંદ્ર કર્તા પિતે સં. ૧૧૬૪ મળે છે જેના અક્ષરે અને શાહી જાણે ગઈ કાલનાં જ હોય એમ લાગે છે. તાડપત્રની પ્રતના ભંડારે નજરે જેવાથી આ હકીકત વિશેષ સ્પષ્ટ થઈ શકે એમ છે. લહિયાઓએ જેનેન અને બ્રાહ્મણોના કેટલાક પવિત્ર ગ્રંશે સાચી સોનેરી અને રૂપેરી શાહીમાં કાગળને રાતા કે વાદળી રંગીને લખેલા છે, જે જૂના હોવા છતાં અત્યારે તદ્દન નવા જેવા લાગે છે. આ ઉપરાંત કલ્પસૂત્રનાં પુસ્તકોમાં અને કેટલાક રાસાનાં પુસ્તકમાં લહિયાઓએ દોરેલા ચિત્રો એમની ચિત્રકળાગત સિદ્ધહસ્તતાને જ સાબિત કરે છે. તાડપત્રનાં પુસ્તકે ઉપર પણ એમણે સુંદર ચિત્ર દોરેલાં છે. એમનાં લખવાનાં અને આંકવાનાં જુજબલ અને ફાંટિયું એ સાધન એવાં સુંદર અને ચોખાં રહેતાં કે જેને જોઈ આજને જેનાર જરૂર આશ્ચર્ય પામે. પુસ્તકે વધારે ચિરસ્થાયી રહે એ માટે, લખેલાં પુસ્તકે સાથે કઈ કઈ ઔષધિઓ –ઘેડાવજ, તમાકુ વગેરે રાખવી એ પણ લહિયાઓના ખ્યાલ બહાર ન હતું. પુસ્તકે ઉપર એમને એટલે બધો પ્રેમ હતો જે એમનાં લખેલાં પુસ્તકનાં છેલ્લા પાનાનાં પોમાંથી તરી આવે છે. લહિયાઓનાં એ પદ્યો આ પ્રમાણે છે: .
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org