________________
સન્મતિ પ્રકરણ
$«
અને દિગંબર પર પરામાં એ પ્રથાની જામેલી પ્રતિષ્ઠા, એ બધુ જોતાં સિદ્ધસેન દિવાકર વિક્રમની ચેાથી-પાંચમી શતાબ્દીમાં થયાની વાત વિશેષ સમન પામે છે.
*
સિદ્ધસેન દિવાકર અને જિનભદ્રગણુ ક્ષમાશ્રમણુના સબંધ પણું એક વિચારવા જેવા પ્રશ્ન છે. જિનભદ્રના ‘વિશેષણુવતી ’ ગ્રંથમાં તેમ જ ‘વિશેષાવશ્યક ભાષ્ય માં અને સન્મતિના કાણ્ડ ખીજામાં ક્રમપયોગવાદ અને એકાપયેાગવાદની ચર્ચા આવે છે. આ ચર્ચા સિદ્ધસેન અને જિનભદ્ર એ એમાંથી કાઈ એકનું પૂવતી પણું અને બીજાનું ઉત્તરવતી પણ નિશ્ચયપૂર્વક સાબિત કરવા માટે સીધી રીતે ઉપયોગી થઈ શકે તેમ નથી; પરંતુ ખીન્ન પુરાવાઓ ઉપરથી જે પૌર્વાપય નક્કી થઈ શકતું હોય, તેા તેની પુષ્ટિમાં એ જરૂર ઉપયેગી થઈ શકે તેમ છે. આપણે મુખ્યપણે પરંપરાના પુરાવાએને આધારે પહેલાં વિચારી ગયા કે, સિદ્ધસેનના સમય. વિક્રમના ચેાથેપાંચમે સર્કા વધારે સાઁભવિત છે. હવે જિનભદ્રષ્ણુિના વિશેષાવશ્યક મહાભાષ્યની એક અતિ પ્રાચીન લિખિત પ્રતિમાં તે ગ્રંથને રચનાકાલ ગ્રંથકારે પોતે જ આપેલા છે.× તદનુસાર તે ગ્રંથવિક્રમ સંવત ૬૬૬માં કાઠિયાવાડ વલભીમાં સમાપ્ત થયા છે. અન્ય ગ્રંથાની રચના સાથે વિશેષાવશ્યક ભાષ્ય જેવા સર્વ શાસ્ત્રસ દોહનરૂપ વિસ્તૃત, ગંભીર અને પરિપકવ ગ્રંથની રચના તેમ જ સાધુવન-સુલભ આયુષ્યને વિચાર કરતાં એમ લાગે છે કે, ક્ષમાશ્રમણને જીવનકાલ વિક્રમના છઠ્ઠા સૈકાના અંતિમ ભાગથી સાતમા સૈકાના ત્રીજા પાદ સુધી લંબાયેલા હાય એમ બનવા જોગ છે. એટલે, જિનભદ્ર ક્ષમાશ્રમણે પેાતાના ગ્રંથામાં
* સન્મતિટીકા રૃ, ૧૯૭
× એ પ્રતિ જેસલમેરના ભડારમાંથી છેક ઈ. સ. ૧૯૪૨ના ડિસેમ્બર માસમાં મુનિશ્રી જિનવિજયજીને હાથ લાગી હતી. જીએ તે વિષે તેમના · ભારતીયવિદ્યા–નિબંધસંગ્રહમાં’ ૯ ભાષ્યકાર જિનભદ્રગણિ ક્ષમાશ્રમણના સુનિશ્ચિત સમય' એ લેખ, પૃ. ૧૯૧.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org