________________
૨. મૂળકારને પરિચય કયા અંશે ઊતર્યા છે અને ઉત્તરકાલીન ગ્રંથમાં તેમની કૃતિઓમાંથી કયા કયા અંશે ઊતર્યા છે એને કાંઈક ખ્યાલ આપવા, તેમ જ દાર્શનિક પ્રદેશમાં ચર્ચાતા વિષે કઈ કઈ રીતે વિકાસ યા સુધારે વધારે પામતા ગયા – એ જાણવા માટે અહીં સિદ્ધસેનની બીજા કેટલાક જેન–જનેતર વિદ્વાન સાથે સરખામણી કરવી એગ્ય છે. આ સરખામણી એટલે તે તે આચાર્યોના એક યા એકથી વધારે ગ્રંથે સાથે સિદ્ધસેનની કૃતિઓની સરખામણી. પ્રસ્તુત સરખામણી માત્ર દિશાસૂચક હોવાથી વિશેષ અભ્યાસી માટે વિશેષ અવલોકનનો માર્ગ ખુલ્લો મૂકે છે.
કુંદકુંદ અને ઉમાસ્વાતિ - જન વાડમયમાં પ્રકરણુરૂપે નાના ગ્રંથ રચવાની શરૂઆત કરનારા પ્રસ્તુત બે જ આચાર્યો અત્યારે ધ્યાનમાં આવે છે. કુંદકુદે સંસ્કૃતમાં કાંઈ રચના કરી હોય અને ઉમાસ્વાતિએ ૫ પ્રાકૃતમાં કાંઈ રચના કરી હોય એવું નિશ્ચિત પ્રમાણુ હજી મળ્યું નથી. એટલે જૈન સંપ્રદાયમાં કુંદકુંદ પ્રાકૃતમાં અને ઉમાસ્વાતિ સંસ્કૃતમાં પ્રકરણ રચવાની શરૂઆત કરનારા હતા એ કહી શકાય. બન્નેમાં બીજો પણ એક ફેર છે અને તે એ કે, પહેલાએ પદ્યમાં જ રચના કરી છે, ત્યારે બીજાએ ગદ્ય અને પદ્ય ઉભયમાં રચના કરી છે. આ બંને પ્રકરણકારોએ આગમિક શૈલી મુખ્ય રાખી તેનું સમર્થન કરવા તકનો આશ્રય લીધેલું હોવાથી તેઓને તકશ્રયી આગમશેલીવાળા કહી શકાય. કુંદકુંદની કૃતિઓ કરતાં ઉમાસ્વાતિની કૃતિઓમાં સપ્રમાણુત્વ અને દાર્શનિક વિશેષ દેખાય છે. તેનું કારણ પણ ખુલ્લું છે અને તે એ કે, ઉમાસ્વાતિને સંસ્કૃત ભાષા સાથે જ દાર્શનિકને વિશેષ વારસો મળ્યો હતો. સિદ્ધસેન પણ પ્રકરણના રચનારા છે; પરંતુ તેમની વિશેષતા એ છે કે તેમણે પ્રાકૃત અને સંસ્કૃતમાં એમ બને ભાષામાં અને તે પણ પદ્યમાં જ પિતાના વિચારે ગેહવ્યા છે. સિદ્ધસેનની રચના તાર્કિક શૈલીની છે. તેઓ આગમમાંથી
૭૫. પ્રાકૃતમાં રચાયેલી “શ્રાવક્વજ્ઞપ્તિ” ઉભારવાતિની કહેવાય છે, પણ તે વિશે હજુ કાંઈ નિશ્ચિત પ્રમાણ મળ્યું નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org