________________
૧૭૪
સમતિ પ્રકરણ ૧. ગ્રંથકર્તા સિદ્ધસેનના યુગની કેટલીક પરિસ્થિતિના સૂચનને લગતો. ૨. સિકસેનની યોગ્યતા અને સ્થિતિને લગતો.
૩, બત્રીશીઓના પરિચયને લગત. . (૧) બત્રીશીઓનું વાંચન અને મનન કરતાં તેમની રચનાના યુગ વિષે મન ઉપર સામાન્ય છાપ પડે છે કે જે સમયમાં સંસ્કૃત ભાષાનું ઉત્થાન અને ખેડાણ ખૂબ જ થયું હશે, જે સમયમાં દાર્શનિક વિચારે સંસ્કૃત ભાષામાં કરવાની અને તેમને પદ્ય સુધાંમાં ગૂંથવાની પ્રવૃત્તિ જોશભેર ચાલતી હશે, જે સમયમાં દરેક સંપ્રદાયના વિદ્વાનો પિતપોતાના સંપ્રદાયની સ્થાપના, પુષ્ટિ અને પ્રચાર માટે તક અને ખાસ કરી વાદશાસ્ત્રને ઊંડે અભ્યાસ કરી તે મારફત પિતાના મંતવ્યનું સમર્થન અને પરમંતવ્યનું ખંડન કરવામાં જ કૃતકૃત્યતા માનતા હશે, જે સમયમાં કોઈ પણ વિધી સંપ્રદાયે પ્રતિષ્ઠિત કરેલી ભાવના અને વિચારસરણીને બળે પિતાના સંપ્રદાયના પાયા હચમચવાનો સંભવ ઊભો થતાં જ એ ભાવનાઓ અને વિચારસરણીઓને પિતપિતાની ઢબે લઈ લેવાની અને તેમને પિતાના સંપ્રદાયનું વલણ આપવાની બીજ સંપ્રદાયના વિદ્વાનેને ફરજ પડતી હશે, જે સમયમાં
પૂર્વાશ્રમમાં પણ રચી હોય અને પાછળથી તેમણે અગર તેમના અનુગામી શિષ્યએ તેમની એ બધી જ કૃતિઓનો સંગ્રહ કર્યો હોય અને તે સચવાઈ રહ્યા હોય.
દાર્શનિક વિભાગમાં જમિનીય જેવા પ્રસિદ્ધ દર્શનની બત્રીશી નથી દેખાતી તે એમ સૂચવે છે કે કદાચ લુપ્ત બત્રીશીઓમાં એ પણ ગઈ હેય. | મુદ્રિત બત્રીશીઓ અતિ અશુદ્ધ અને સંદિગ્ધ છે. કેટલેક સ્થળે તો સેંકડો વાર શ્રમ કર્યા પછી પણ અર્થ સમજાયો નથી અને ઘણે સ્થળે એ સંદિગ્ધ રહ્યો છે. જૂની અને અનેક લિખિત પ્રતિ એકત્ર કરી, પાઠાંતરે મેળવી, પછી વાંચવામાં આવે તો ઘણે અંશે સંદેહ અને ભ્રમ ટળે. અત્યારે બત્રીશીને લગતું અમારું બધું કથન આ શુદ્ધ, અશુદ્ધ અને અર્ધશુદ્ધ પાઠની પૂરી કે અધૂરી અત્યાર સુધીની અમારી સમજને આધારે થયેલું છે. એમાં ફેરફાર અને સુધારાને ઘણે અવકાશ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org