________________
૫. અત્રીશીઓના પરિચય
૧૭૫
વૈદિકદશનની પ્રસિદ્ધ શાખાએ અને મહાયાન સંપ્રદાયની બધી જ બૌદ્ધશાખાના (માત્ર પુસ્તકૈા જ નહિ પણ) અનુગામી પ્રકાંડ વિદ્વાને અસ્તિત્વ ધરાવતા હશે અને પોતપોતાની શાખાનુ મહત્ત્વ સ્થાપવા તેમ જ સાચવવા વાદમાં ઊતરતા હશે, જે સમયમાં વાદિવવાદ માટે રાજસભા અગર તેવી જ પ્રભાવશાળી બીજી સભાઓના આશ્રય લેવાતા હશે અને પ્રભાવશાળી સભાધ્યક્ષને પોતાના તરફ આકર્ષવા તેની પ્રશંસામાં સ્તુતિપ્રથા રચવાની અગર ખીજી તેવી પ્રવૃત્તિ થતી હશે, જે સમયમાં ન્યાય–પ્રમાણુચર્ચા-ખાસ કરીને પરાર્થીનુમાનચર્ચા અને તેને લગતા વાદવિવાદના નિયમેાની વિચારણા વધારે થતી હશે તેમ જ તે વિષયનાં શાસ્ત્રો રચવા તરફ વિશેષ ધ્યાન અપાતું હશે, તે સમયમાં પ્રસ્તુત ખત્રીશીએ રચાઈ હોય એમ લાગે છે.
(૨) બત્રીશીઓના વાચન ઉપરથી તેના પ્રણેતાને લગતી જે નવ બાબતેા સ્ફુટ થાય છે, તે આ પ્રમાણે
(ક) નામ ખત્રીશીઓની રચના વખતે કર્તાનું સિદ્ધસેન નામ પ્રસિદ્ધ હતું; કારણ કે પાંચમી બત્રીશીને છેડે તે નામના ઉલ્લેખ છે. (ખ) ગતિ — શ્રુતિ અને ઉપનિષદોને મૌલિક અભ્યાસ તેમ જ સંસ્કૃત ભાષાનું પ્રભુત્વ પૂર્વાશ્રમમાં ` તેમના બ્રાહ્મણુત્વની સૂચના આપે છે.
.
Jain Education International
-
(ગ) સત્રવાય તેઓ જનસંપ્રદાયના તે। હતા જ પણ તેમાંય શ્વેતાંબર હતા, દિગંબર નહિં જ; કારણ કે દિગંબર પરંપરામાં માન્ય નહિ અને શ્વેતાંબર આગમાને નિવિવાદ માન્ય એવી મહાવીરના ગૃહસ્થાશ્રમ તથા ચમરેદ્રના શરણાગમનની વાત તેર વ વે છે. (ध) अभ्यास अने पांडित्य - તેમના તત્કાલીન બધાં જ વૈદિક દ નાના, મહાયાન સંપ્રદાયની બધી જ શાખા અને આવિક દર્શનના મૌલિક ઊંડા અભ્યાસ હોવા ઉપરાંત જૈન દર્શનને તલસ્પર્શી અભ્યાસ હતા; કારણ કે તેઓ તે બધાં જ દનાનાં મંતવ્યેા. ટૂંકમાં
――
૨. જીએ બત્રીશી ૨, ૩ ૫, ૬.
――
For Private & Personal Use Only
www.jainelibrary.org