________________
બત્રીશીઓને પરિચય - આચાર્ય સિદ્ધસેનની ઉપલબ્ધ બત્રીશીઓ એકવીશ અને તેમાં ન્યાયાવતાર' મેળવીએ તો બાવીશ છે. આ બત્રીશીઓના અવલોકનનું સામાન્ય અને ટૂંક તારણ અહીં આપવામાં આવે છે. એના ત્રણ ભાગ છે:
૧. સિદ્ધસેનના જીવનની માહિતીને ખરે આધાર તો એમના ગ્રંથ જ ગણાય. એમના ગ્રંથમાં બત્રીશીઓનું રથાન સન્મતિ કરતાં ઘણું દૃષ્ટિએ ચડે પણ છે; તેથી એમનું અવલોકન અહીં પ્રસ્તુત જ નહિ પણ અતિ આવશ્યક છે. માટે જ એ વિષે અહીં શેડે પ્રયાસ કરેલો છે.
અત્યારે ભાવનગર જિનધર્મપ્રચારક સભાથી પ્રકાશિત મુદ્રિત આવૃત્તિ અમારી સામે છે. એમાં જે ક્રમે બત્રીશીઓ છે, તે જ ક્રમમાં તે રચાઈ હોય .એમ લાગતું નથી. પાછળથી લેખકેએ અગર વાચકોએ તે ક્રમ બેઠવ્યા હોય એમ લાગે છે. કેટલીક બત્રીશીઓને અંતે નામ છપાયેલાં છે; ત્યારે કેટલીકને અંતે નથી. સંભવ એવું લાગે છે કે, એ નામ પાછળથી કેઈએ છ લગાડી દીધાં હશે. કહેવાય છે બધી જ બત્રીશીઓ; છતાં એમાં કયાંક ક્યાંક પદ્યની વધઘટ છે. બત્રીશ બત્રીશને હિસાબે બાવીશ બત્રીશીઓનાં કુલ - પદ્યો ૭૦૪ થવાં જોઈએ; પણ ઉપલબ્ધ મુદ્રિત બત્રીશીઓમાં એમની સંખ્યા ૬૫ની મળે છે. ૨૧ મી બત્રીશીમાં એક પદ્ય વધારે એટલે તેત્રીશ પદ્યો છે; ત્યારે ૮, ૧૧, ૧૫, અને ૧૯ એ ચાર બત્રીશીઓમાં ૩૨ કરતાં ઓછાં પડ્યો છે. પદ્યોની આ વત્તીઓછી સંખ્યા બત્રીશીઓના રચના સમચથી જ હશે કે પાછળથી વધઘટ થઈ હશે કે મુદ્રણની આધારભૂત પ્રતિઓના અપૂર્ણપણને લીધે જ મુદ્રિત આવૃત્તિમાં એ આવી હશે, એ અત્યારે કહેવું કઠણ છે. છતાં એમ લાગે છે કે આ વધઘટની ઘાલમેલ રચના પછી જ કેઈ કારણથી થઈ હોવી જોઈએ.
આ બધી જ બત્રીશીએ સિદ્ધસેને જનદીક્ષા સ્વીકાર્યા પછી જ રચી હેય એમ ન કહી શકાય. સંભવ છે કે તેમણે એમાંની કેટલીક બત્રીશીઓ
૧૭૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org