________________
ટીકાકારનો પરિચય શ્વેતાંબર અને દિગંબર પરંપરામાં અભયદેવ નામના અનેક૧૩૮ વિદાન ગ્રંથકાર થઈ ગયા છે, તેમાં સન્મતિટીકાકાર પ્રસ્તુત અભયદેવ શ્વેતાંબરીય છે. તેમની માહિતી મેળવા મુખ્યપણે બે સાધને અમારી સામે છે. પહેલું સાધન છે. એમની પોતાની રચેલી સન્મતિટીકાની અંતની પ્રશસ્તિ અને બીજું સાધન તે પાછળના આચાર્યોએ રચેલી વંશપ્રશસ્તિઓમાં આવતા ઉલ્લેખો. અભયદેવની પિતાની પ્રશસ્તિ અને તેનો સાર આ પ્રમાણે છે – "इति कतिपयसूत्रव्याख्यया यद् मयाऽऽप्तं
कुशलमतुलमस्मात् सन्मते व्यसार्थः । . भवभयमभिभूय प्राप्यतां ज्ञानगर्भ
विमलमभयदेव-स्थानमानन्दसारम् ॥ पुष्यद्वाग्दानवादिद्विरदघनघटाकुण्ठधीकुम्भपीठ
प्रध्वंसोद्भूतमुक्ताफलविशदयशोराशिभिर्यस्य तूर्णम् । गन्तुं दिग्दन्तिदन्तच्छलनिहितपदं व्योमपर्यन्तभागान् .
स्वल्पब्रह्माण्डाण्डोदरनिबिडभरोत्पिण्डितैः सम्प्रतस्थे ॥ प्रद्युम्नसूरेः शिष्येण तत्त्वबोधविधायिनी ।
તāવાઈમથેન સન્માવતઃ કૃતા” છે.
એ રીતે સન્મતિનાં કેટલાંક સૂત્રેની વ્યાખ્યા વડે મેં જે અમાપ પુણ્ય ઉપાર્જન કર્યું છે, એના આશ્રયથી ભવ્ય જીવ સંસારનો ભય દૂર કરી જ્ઞાનગર્ભિત નિર્મલ અને આનંદપ્રધાન એવા અભયદેવ (મોક્ષ) સ્થાનને પ્રાપ્ત કરે.
“જેને વાદિમદમર્દનથી ઉત્પન્ન થયેલ યશ વિશ્વમાં વ્યાપી ગયો હતો, તે પ્રદ્યુમ્નસૂરિના શિષ્ય અભયદેવે સન્મતિની તત્ત્વબોધવિધાયિનીનામક વૃત્તિ રચી.” ૧૩૮. જાઓ અભિધાનરાજે ૮ “અભયદેવ' શબ્દ.
૧૪૦
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org