SearchBrowseAboutContactDonate
Page Preview
Page 333
Loading...
Download File
Download File
Page Text
________________ સમતિ પ્રકરણ हेउविसओवणीअं जह वयणिज्जं परो नियत्तेइ । जइ तं तहा पुरिल्लो दाइंतो केण जिव्वंतो ।। ५८ ।। एयंताऽसब्भूयं सब्भूयमणिच्छियं च वयमाणो । लोइय-परिच्छियाणं वयणिज्जपहे पडइ वादी ।। ५६ ।। પર અર્થાત્ એકાંતવાદી સાધમ્યથી કે વૈધમ્યથી અથ. –સાધ્યનું સાધન કરે, ત્યારે પરસ્પર અથડાતા એ બન્ને અસદ્ધાદ ઠરે છે. [૫૬] દ્રવ્યાસ્તિકનું વક્તવ્ય સામાન્ય અને પર્યાયાસ્તિકનું વક્તવ્ય વિશેષ છે. એ બને નિરપેક્ષપણે છૂટા છૂટા જવામાં આવે, તે એકાંતવાદને વિશિષ્ટ બનાવે છે અર્થાત્ ઊભું કરે છે. [૫] (વાદી દ્વારા) હેતના વિષયરૂપે મૂકવામાં આવેલ સાધ્યને પર – પ્રતિવાદી જે રીતે આક્ષેપ સમજી દૂષિત કરે છે, જે વાદીએ તે સાધ્યને તે જ રીતે દર્શાવ્યું હોય, તે તે કેઈનાથી જિતાત ? અર્થાત્ કાઈથી ન જિતાત. [૫૮] એકાંત અસત્ય બેલનાર કે સત્ય છતાં અનિશ્ચિત બોલનાર વાદી લૌકિક અને પરીક્ષાના આક્ષેપનો વિષય બને છે. [૧] વાદભૂમિમાં ઊતરનાર વાદી જે અનેકાંતદષ્ટિ રાખ્યા વિના તેમાં ઊતરે, તે તે કદી સફળ ન થાય; ઊલટું અસવાદી ઠરે, હારે અને શિષ્ટોની નિંદાનું પાત્ર બને, એ વસ્તુ અહીં બતાવવામાં આવી છે. - કોઈ પણ વાદી પિતાના પક્ષનું સાધન ભલે સાધમ્ય કે વૈધમ્ય દષ્ટાંતથી કરે, પણ જો તેનો પક્ષ એકાંત હશે, તો બીજા વિરોધી પક્ષ સાથે અથડાશે અને છેવટે એ બને અસાદ – મિથ્યા સિદ્ધ કરવાના. માટે અનુમાનમાં જે સાય મૂકવું તે એકાંત દષ્ટિએ ન મૂકવું. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001075
Book TitleSanmati Tarka Prakaran
Original Sutra AuthorSiddhasen Divakarsuri
AuthorSukhlal Sanghavi, Bechardas Doshi
PublisherGujarat Vidyapith Ahmedabad
Publication Year1932
Total Pages375
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Philosophy, Nyay, & Anekantvad
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy