________________
તૃતીય કાંડઃ ૫૬૯
૩૧૭ દ્રવ્યાસ્તિકને વિષય કેવલ સામાન્ય અને પર્યાયાસ્તિકને વિષય કેવલ વિશેષ એ બને જો એકમેકથી છૂટા પાડી કઈ પણ વસ્તુમાં સાધવામાં આવે, તે તેનાથી એકાંતવાદ જ ઊભે થાય અને અનેકાંતદષ્ટિ લેપાય. તેથી એ બંનેનું પરસ્પર સાપેક્ષપણે જ સાધન કરવું પ્રાપ્ત થાય છે.
કઈ વાદી પૂર્વપક્ષ કરતાં હેતુથી સિદ્ધ કરવા ધારેલા પિતાના સાધ્યને જે એકાંતપે છે, તે પ્રતિવાદી તેની ખામી જોઈ તેના પક્ષને તેડી પાડે છે અને તે હાર ખાય છે, આવી વસ્તુસ્થિતિ છે. હવે જે એ જ પૂર્વપક્ષીએ પ્રથમથી જ પોતાના પક્ષમાં ખામી ન રહે તે માટે અનેકાંતદષ્ટિએ સાધ્ય ક્યું , તે ગમે તેવા પ્રબલ પ્રતિવાદીથી પણ તેને હાર ખાવી ન પડંત એ ખુલ્લું છે. માટે વાદમાં ઊતરનાર અનેકાંતદષ્ટિએ જ સાધ્યને ઉપન્યાસ કરે; જેથી તે કદી ન હારે.
એકાંતપણાને લીધે જે નિતાંત છેટું હોય તેની તે વાત જ શી ? પણ એકાંતરૂપે સાચું હોવા છતાં જે તેને અનિશ્ચિત – સંદિગ્ધરૂપે વાદગોષ્ટીમાં મૂકવામાં આવે, તે તે વાદી વ્યવહારકુશળ અને શાસ્ત્રકુશલ બધા જ સભ્યોની દૃષ્ટિમાં ઊતરી પડે છે; તેથી માત્ર અનેકાંદષ્ટિ રાખવી એટલું જ બસ નથી પણ એ દૃષ્ટિ સાથે અસંદિગ્ધવાદીપણું પણ વાદગોષ્ટીમાં આવશ્યક છે. [૫૬-૫૯] .
તત્ત્વપ્રપણાની ગ્ય રીતનું કથન– दव्वं खित्तं कालं भावं पज्जाय-देस-संजोगे । भेदं च पडुच्च समा भावाणं पण्णवणपज्जा ।। ६० ।।
પદાર્થોની પ્રરૂપણાને માગદ્રવ્ય, ક્ષેત્ર, કાલ, ભાવ, પર્યાય, દેશ, સંજોગ અને ભેદને આશ્રીને જ યોગ્ય થાય છે. [૬૦] .
પદાર્થોની અનેકાંતદષ્ટિપ્રધાન પ્રસ્પણ ગ્ય રીતે કરવી હોય, તે જે જે બાબતે તરફ ધ્યાન અવશ્ય રાખવું ઘટે, તે બાબતેને અહીં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org